Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 5
________________ ૧૯ ૧૭ મન ‘આળું અને જીવન ‘ઉતાવળું’ આજના કાળના આ બે કલંકથી જાતને સતત બચાવતા જ રહેજો. - આપણાં સારા કામ વખતે ખરાબ માણસો એલફેલ બોલવા લાગે તો ડરવા જેવું નથી એ વાત તો બરાબર છે પણ આપણાં ખરાબ કામ વખતે સારા માણસો મૌન થઈ જાય તો અચૂક ડરવા જેવું છે. ૧૮ એકસો ભૂલ કર્યા પછી ય જીવન સુધારી શકાય છે પરંતુ એકાદ ભૂલનો પણ બચાવ કરતા રહ્યા બાદ જીવનને બગડતું અટકાવવું બહુ મુશ્કેલ બની જાય છે. સારાને ‘સારું માનવા મન તૈયાર ન પણ થતું હોય તો ય એટલા માત્રથી જીવન બગડી જવાનું નિશ્ચિત્ત નથી પણ જો ખરાબ “સારું લાગી ગયું તો નિશ્ચિત્ત સમજી રાખજો કે જીવન બરબાદ થઈને જ રહેવાનું છે. નિયમ કોઈના પણ ઘરમાં કે જીવનમાં કલહની આગ પ્રગટી હશે તો એ આગમાં પેટ્રોલ છાટવાનું અધમતમ કાર્ય હું તો ક્યારેય નહીં કરું. નિયમ માતા-પિતાને આખા દિવસમાં એકવાર તો હું નમસ્કાર કરીશ જ.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50