Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 20
________________ ૭૭ પાપની ગાંઠનું ઑપરેશન કરાવવું છે? પાપની આલોચના કરી લો. પૂર્વગ્રહની ગાંઠનું ઑપરેશન કરાવવું છે? વ્યક્તિની ક્ષમાપના માગી લો. ૭૯ જીવલેણ બીમારીને પહોંચી વળવામાં સફળ બની રહેલ વિજ્ઞાન, જાણે-અજાણે પણ જીવલેણ માણસનું સર્જન કરી બેઠું છે એનું શું? ૭૮ આંખ સામે જ આવીને ઊભી રહી જતી ધર્મની તક દેખાય નહીં અને પાપની તકને શોધવા નીકળી પડવું, એ મનોવૃત્તિની દયા જ ખાવી રહી ને? 0 દીપક રાગ ગાયા પછી જો મેઘમલ્હાર રાગ ગાવામાં ન આવે તો હાહાકાર સર્જાઈ જાય. બસ, એ જ ન્યાયે પાપ થઈ ગયા પછી પશ્ચાત્તાપ ન જ થાય તો આત્માની પથારી ફરી જાય ! નિયમો તીર્થસ્થાનમાં ગયા બાદ ત્યાંની પવિત્રતાને જોખમાવે એવાં એક પણ પાપો હું ત્યાં નહીં કરું. નિયમ સત્કાર્ય કે સદ્ગણો, કોઈના ય જોવા મળશે કે સાંભળવા મળશે તો એની વાત કમ સે કમ એકાદ વ્યક્તિને તો કરીશ જ.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50