Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 1
________________ કાંટો ભલે ને સુંવાળો છે અને રૂપાળો પણ છે પણ આખરે તો એ પીડાકારક જ હોય છે. પાપની બાબતમાં પણ આ જ હકીકત લાગુ પડે છે. દૂર જ રહેજો એનાથી. સ્વપ્રશંસા વિના ઈર્ષ્યા રહી શકે છે પરંતુ પરપ્રશંસા તો એ કેમેય કરીને સાંભળી નથી શકતી. બંધ આંખે આવતાં સ્વપ્નાંઓના ફળાદેશ પછી જાણજો. પહેલાં મળેલા સમયનો ખુલ્લી આંખે સદુપયોગ કરી લો. માનવજીવન સફળ બની જશે. અભિમાનનાં બે કટુફળ સતત આંખ સામે રાખજો. બહારથી એ તમને અપ્રિય બનાવશે, તો અંદરથી અપાત્ર! - નિયમાં અતિ નિમ્નકક્ષાનું અને નિંધકક્ષાનું કહી શકાય એવું ‘બ્લ્યુ ફિલ્મો જોવાનું પાપ તો હું ક્યારેય નહીં કરું. નિયમ ગર્ભપાતના અધમતમ પાપમાં જાણ્યે-અજાણ્યે પણ હું સામેલ થઈશ નહીં.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 50