Page #1
--------------------------------------------------------------------------
________________
કાંટો ભલે ને સુંવાળો છે અને રૂપાળો પણ છે
પણ આખરે તો એ પીડાકારક જ હોય છે. પાપની બાબતમાં પણ આ જ હકીકત લાગુ પડે છે.
દૂર જ રહેજો એનાથી.
સ્વપ્રશંસા વિના ઈર્ષ્યા રહી શકે છે પરંતુ પરપ્રશંસા તો એ કેમેય કરીને
સાંભળી નથી શકતી.
બંધ આંખે આવતાં સ્વપ્નાંઓના ફળાદેશ પછી જાણજો. પહેલાં મળેલા સમયનો ખુલ્લી
આંખે સદુપયોગ કરી લો. માનવજીવન સફળ બની જશે.
અભિમાનનાં બે કટુફળ સતત
આંખ સામે રાખજો. બહારથી એ તમને અપ્રિય બનાવશે,
તો અંદરથી અપાત્ર!
-
નિયમાં અતિ નિમ્નકક્ષાનું અને નિંધકક્ષાનું કહી શકાય એવું ‘બ્લ્યુ ફિલ્મો જોવાનું પાપ તો હું ક્યારેય નહીં કરું.
નિયમ ગર્ભપાતના અધમતમ પાપમાં જાણ્યે-અજાણ્યે પણ હું સામેલ થઈશ નહીં.
Page #2
--------------------------------------------------------------------------
________________
પૈસા, જીવનમાં મિત્રો કેટલા બનાવે છે
એ પ્રશ્ન છે પરંતુ શત્રુ તો પાર વિનાના ઊભા કરી દે છે એમાં કોઈ જ શંકા નથી.
સાચું બોલો. આપણી વ્યથા શી છે ? મનમાં ધર્મ આવતો નથી એ કે ધર્મમાં મન લાગતું નથી એ?
નિંદા સામાના જીવનને નહીં પણ બગાડે પરંતુ આપણા તો મરણને બગાડી નાખશે.
આ વાસ્તવિકતાનો ખ્યાલ રાખી નિંદાથી જાતને દૂર જ રાખજો.
વિકાસ આપે પણ વિશ્રામ ન આપે એવા વિજ્ઞાનના અંધભક્ત બની જતા
પહેલાં લાખ વાર વિચારજો.
નિયમાં નબળું કોઈના ય જીવનમાં દેખાઈ પણ જશે
તો ય એનો પ્રચાર હું તો નહીં જ કરું.
નિયમાં મહિનાના પગારની સાથે મારા તમામ માણસોને એમનાં બાળકો માટે ઓછામાં ઓછી ૫૦૦ ગ્રામ
મીઠાઈ તો હું આપીશ જ.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧
જીવનને લંબાવવાની વાત વિજ્ઞાન કરે છે
જ્યારે
વાતે વાતે જેને ‘ઓછું’ આવી જતું હોય અને નાના નાના પ્રસંગોમાં જેને “ખોટું લાગી જતું હોય એને જીવનમાં ‘મિત્ર'નું સ્થાન આપતા પહેલાં લાખ વાર વિચાર કરજો.
જીવનને સમજવાની વાત ધર્મ કરે છે. એ બંને વચ્ચે મેળ શું પડવાનો?
10 સ્કૂલમાં ભણવા દાખલ થયા ત્યારે બુદ્ધિ મંદ હતી. કૉલેજમાંથી ડિગ્રી મેળવીને
જ્યારે બહાર નીકળ્યા ત્યારે બુદ્ધિ વક્ર બની ગઈ ! આ પ્રગતિને ‘વિકાસ’નું નામ આપવું કે “વિનાશ’નું?
| ૧૨ પોતાની પાસે જે છે એનાથી માણસ સુખી’ નથી અને એ જ વસ્તુ પોતાની
પાસેથી છિનવાઈ જાય છે તો માણસ ‘દુઃખી’ થઈ જાય છે.
કરુણતા જ છે ને?
નિયમ લગ્નના વરઘોડામાં અશ્લીલતાનું પ્રદર્શન કરતાં નૃત્યોમાં
સામેલ થવાથી મારી જાતને હું દૂર જ રાખીશ.
નિચમાં અટકી ગયેલ ઉઘરાણીને પતાવવા હું ગુંડાઓને
‘સોપારી' વગેરે તો નહીં જ ખવડાવું.
Page #4
--------------------------------------------------------------------------
________________
ર00
૧૫
૧૩ તબલાની થપાટ જો વાંસળીના સૂરને અનુકૂળ જ
હોવી જોઈએ તો મનનો અવાજ આત્માના સ્વભાવને અનુકૂળ ન
હોવો જોઈએ?
સંસારનાં ‘પદ' મેળવવા આપણે જેટલી
દોડધામ કરીએ છીએ એના કરતા ખૂબ ઓછી દોડધામમાં આપણને પરમાત્મા અને પરમપદ બંને મળી જાય તેમ છે.
શિખરે તળેટીના સુખની ઇચ્છા
જો ન જ કરાય તો માનવના અવતારે પશુસુલભ સુખોની ઝંખના શું સેવાય?
૧૬ ‘શ્રમ'નો મહિમા તો આજે કોણ
નથી ગાતું એ પ્રશ્ન છે. પરંતુ ‘શરમ”ના મહિમાનું શું?
નિયમ વાસનાને ઉત્તેજિત કરી દે એવી વાતો કે ટુચકાઓ હું સાંભળીશ પણ નહીં અને કોઈને કહીશ પણ નહીં.
નિયમ મને ‘બે-શરમ જાહેર કરે એવાં ઉદ્ભટ વસ્ત્રોનું પરિધાન હું ક્યારેય નહીં કરું.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૯
૧૭ મન ‘આળું અને જીવન ‘ઉતાવળું’ આજના કાળના આ બે કલંકથી જાતને
સતત બચાવતા જ રહેજો.
- આપણાં સારા કામ વખતે ખરાબ માણસો એલફેલ
બોલવા લાગે તો ડરવા જેવું નથી એ વાત તો બરાબર છે પણ આપણાં ખરાબ કામ વખતે સારા માણસો મૌન થઈ જાય તો અચૂક ડરવા જેવું છે.
૧૮ એકસો ભૂલ કર્યા પછી ય જીવન
સુધારી શકાય છે પરંતુ એકાદ ભૂલનો પણ બચાવ કરતા રહ્યા
બાદ જીવનને બગડતું અટકાવવું
બહુ મુશ્કેલ બની જાય છે.
સારાને ‘સારું માનવા મન તૈયાર ન પણ થતું હોય
તો ય એટલા માત્રથી જીવન બગડી જવાનું નિશ્ચિત્ત નથી પણ જો ખરાબ “સારું લાગી ગયું
તો નિશ્ચિત્ત સમજી રાખજો કે જીવન બરબાદ થઈને જ રહેવાનું છે.
નિયમ કોઈના પણ ઘરમાં કે જીવનમાં કલહની આગ પ્રગટી હશે તો એ આગમાં પેટ્રોલ છાટવાનું અધમતમ કાર્ય
હું તો ક્યારેય નહીં કરું.
નિયમ માતા-પિતાને આખા દિવસમાં એકવાર તો
હું નમસ્કાર કરીશ જ.
Page #6
--------------------------------------------------------------------------
________________
૨ ૧.
૨૩
ઘરમાં રહેતો કૂતરો કેળવાયેલો
હોવો જોઈએ અને આપણું જ પોતાનું મન?
‘શાકભાજી કેટલા મોંઘા છે” એની ખબર મમ્મી-પપ્પાને હોય અને ‘મોબાઇલ કેટલા સસ્તા છે” એની ખબર બાબાને હોય એવી આ વસમી સદી ચાલી રહી છે.
૨૨ જીવનના પ્રથમ શ્વાસે જે માતા-પિતા તમારી પાસે જ હતા, એ માતા-પિતાના અંતિમ શ્વાસે તમે એમની પાસે જ હશો,
એ નક્કી તો ખરું ને?
૨૪ મકાન પ્રવેશ માટે એકાદ બારણું ખુલ્લું હોય તો ય પર્યાપ્ત છે. સંખ્યાબંધ અનુકૂળતાઓ પછી
પણ માણસ પ્રસન્ન નથી.
કરુણતા જ છે ને?
નિયમ
નિયમ સારા માણસની ખાનગી ક્ષતિ મારા ખ્યાલમાં કદાચ આવી પણ જશે તો ચ જગતનાં ચોગાન વચ્ચે હું એને જાહેર તો નહીં જ કર્યા કરું.
મારી ઉંમર ‘કાચી’ હશે તો મોબાઇલ રાખીશ નહીં, અને ઉંમર પાકી હશે તો મોબાઇલ પર કોઈ
અશિષ્ટ ચીજ જોઈશ નહીં.
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૫
બહારથી ‘નાના’ બન્યા રહીએ. કોઈ આપણને નડશે નહીં. અંદરથી ‘મોટા’ બન્યા રહીએ. કોઈ આપણને કનડશે નહીં.
૨૬
ઉત્તમ આત્મા ‘આપી’ને ય ભૂલી જાય છે જ્યારે અધમ આત્મા ‘લઈને' ય યાદ રાખવા
તૈયાર નથી હોતો.
- નિયમ
હોટલની વાનગીઓને ઘરનાં રસોડામાં સ્થાન
આપવાની ભૂલ હું ક્યારેય નહીં કરું.
200
૨૭
ક્યારેય નિષ્ફળ ન જાય તેવું કોઈ શ્રેષ્ઠ રોકાણ હોય તો એ છે ‘પરમાર્થ’.
૨૮
તુચ્છ વાતને ‘મોટી’ ન બનાવી બેસતા. તમે પોતે ‘નાના’ બની જશો.
નિયમ
રોજ રાતનાં જેનું સ્મરણ મને પ્રસન્ન બનાવી દે એવું પરમાર્થનું એકાદ કાર્ય તો આખા દિવસમાં કરીને જ રહીશ.
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૯
આજે તમારા મનની દુનિયામાં જે વસે છે, આવતા જનમમાં એ જ તમારા જીવનની દુનિયા બનવાના છે એ સતત યાદ રાખજો.
૩૧ જો’ અને ‘તો’ એ ક્યારેય પૂરી ન થાય એવી નવલકથા છે. એની પાછળ શક્તિ - સમય વેડફી નાખતા પહેલાં ખૂબ વિચાર કરજો.
૩૦
ધરતી પર જ ‘સ્વર્ગની અનુભૂતિ કરવાના
પ્રયાસો એનું જ નામ: પ્રેમ.
૩૨ શાક ખરીદવા જાઓ છો ત્યારે ‘સારું શાક જ પસંદ કરો છો ને? મનને કહી દો કે એ તમામ
સ્થળેથી ‘સારું જ પસંદ કરવા લાગે !
નિયમ ભોજનનાં દ્રવ્યો પેટમાં પધરાવતી વખતે તો ટી.વી. જોવાથી જાતને હું દૂર જ રાખીશ.
નિયમ સ્મશાનમાં જ્યારે પણ જવાનું બનશે, ત્યાં કો તો મોબાઇલ સાથે રાખીશ નહીં અને કાં તો
મોબાઇલની સ્વિચ બંધ કરી દઈશ.
Page #9
--------------------------------------------------------------------------
________________
©©
૩૩
આજે આકાશમાંથી જે જ્ઞાન [2] તમારા મનમાં આવી રહ્યું છે અને જે દશ્યો તમારા ઘરમાં પ્રગટ થઈ રહ્યા છે એને આવકારતા પહેલાં એનાં
ભયસ્થાન વિચારી લેજો.
સામગ્રી આપણને બીજા તરફથી હજી મળી શકે છે; પરંતુ સ્વતંત્રતા તો આપણે
પોતે જ પામવી પડે છે.
३४ ગુસ્સો, તમે અત્યારે જ્યાં છો ત્યાંથી પાછા ધકેલી દેવાનું કામ કરે છે જ્યારે ક્ષમા, અત્યારે તમે જ્યાં છો ત્યાંથી આગળ
લઈ જવાનું કામ કરે છે.
આપણી પાસે સારા વિચારો કરી શકે તેવું મગજ તો છે પણ એ શુભવિચારોને
અમલી બનાવે તેવું મનોબળ?
નિયમ શક્તિ હશે તો દવાખાનામાં, હૉસ્પિટલમાં, વાળા કાપવાનાં સ્થળોમાં મારા તરફથી સન્માર્ગની વાતો કરતું સત્સાહિત્ય અવારનવાર હું મૂકતો જ રહીશ.
નિયમ કઠોર શબ્દપ્રયોગ જે દિવસે થઈ જશે એના બીજા દિવસે ઘીનો હું ત્યાગ કરી દઈશ.
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૭
ક્ષતિશીલતા એ જો આપણી કમજોરી છે તો ક્ષમાશીલતા એ આપણી બહાદુરી
બનવી જ જોઈએ.
- ૩૯ ધર્મથી સુખ મળે એમાં રસ છે કે પછી સુખના સમયમાં ધર્મ કરી લેવામાં રસ છે?
૩૮ અસંતોષનું એક જ દુઃખ એવું છે કે જેની પાસે બધાં જ દુઃખોએ પોતાની હાર સ્વીકારી લેવી પડે છે.
૪૦ ‘દુર્યોધન’નું નામ રાખવા આપણે તૈયાર નહીં
અને કામ આપણે “દુર્યોધન’નાં કર્યા કરીએ! રામ”નું એક પણ કામ કરવા આપણે તૈયાર નહીં અને ‘રામ'નું નામ અપનાવી લેવા પ્રતિપળ
તૈયાર ! કમાલ છે ને?
A નિયમ
'
નિયમ જમાઈ કે પુત્રવધૂની પસંદગીના અવસરે સંપત્તિ અને પ્રતિષ્ઠા કરતાં ય શીલ-સદાચાર
સંસ્કારોને હું વધુ પ્રાધાન્ય આપીશ.
સામી વ્યક્તિ પોતાની ભૂલ બદલ ક્ષમાં માગવા આવશે તો મારા અહંને વચ્ચે લાવ્યા વિના એને હું પ્રેમપૂર્વક ક્ષમા આપી દઈશ.
Page #11
--------------------------------------------------------------------------
________________
નબોલવા જેવું જે બોલે છે એને ન સાંભળવા
જેવું સાંભળવું પડે છે.
૪૩ શુભ પ્રસંગોને અને શ્રેષ્ઠ પ્રસંગોને “કમૂરતા’ હજી નડે છે પણ મોતને “કમૂરતા’ નડતા નથી
એ કાયમ યાદ રાખજો.
૪૨ આપણી થતી ખોટી નિંદાથી આપણે ડરવા જેવું નથી. આપણી થતી સાચી પણ પ્રશંસામાં
આપણે અસાવધ રહેવા જેવું નથી.
४४ તાકાતની હાજરીમાં અંદરમાં પડેલી લાયકાત પ્રગટ થાય છે કે અંદરમાં પડેલી નાલાયકતા? ગંભીરતાથી આ પ્રશ્નનું જાત પાસે
સમાધાન માગજો.
નિયમ પરિવારના એક પણ સભ્યને ગલત સંદેશ મળી જાય એવું એક પણ પ્રકારનું સાહિત્ય
હું ઘરમાં આવવા દઈશ નહીં.
નિયમ જીવોની હિંસા કરતા, જ્ઞાનની આશાતના કરતા અને વાતાવરણને કલુષિત કરતા એવા ફટાકડા ફોડવાથી હું કાયમ દૂર જ રહીશ.
Page #12
--------------------------------------------------------------------------
________________
૪૫
પ્રેમના પ્રવેશદ્વાર સુધી પહોંચી
ગયા છો એમ ને ? એક કામ કરો. વહેમને સાથે રાખવાની ના પાડી દો.
૪૬
સ્પર્ધાનો એક પણ નિયમ જેને લાગુ નથી પડતો
એ સ્પર્ધાનું નામ છે, મહત્ત્વાકાંક્ષા. એમાં દાખલ થતા પહેલાં લાખ વાર વિચાર કરજો.
1 - નિયમ
‘માનવજીવન અતિ કીમતી છે' એ આંખ સામે રાખીને ગાડી ચલાવતી વખતે ‘મોબાઇલ’નો ઉપયોગ હું ક્યારેય નહીં કરું.
200
૪૭
કઠોરને સંસ્કારિત કરવામાં તો સફળતા મળી શકે છે પણ નઠોરને તો કોઈ જ
સુધારી શકતું નથી. આપણો નંબર શેમાં ? કઠોરમાં કે નઠોરમાં ?
૪૮
ગટરનો ગંદવાડ જો આપણી ચર્ચાનો વિષય ક્યારેય નથી જ બનતો તો કોકના જીવનમાં રહેલ દુર્ગુણોના ગંદવાડને આપણે ચર્ચાનો વિષય શા માટે બનાવવો જોઈએ ?
નિયમ
જ્ઞાનને કે જ્ઞાનના સાધનને સાથે રાખીને હું સંડાસમાં કે બાથરૂમમાં ક્યારેય જઈશ નહીં.
Page #13
--------------------------------------------------------------------------
________________
૫૧
ટૂંકી નજરની મુશ્કેલી તો ચશ્માં પહેરવાથી દૂર કરી શકાશે પણ ટૂંકા મનની મુશ્કેલી ?
મેં આપેલ ભોગની કોઈને કદર નથી’ આવો વિચાર જ્યારે પણ મનમાં આવે ત્યારે ‘પ્રભુએ મારી પાછળ આપેલ ભોગની મેં કદર
કરી ખરી?આ વિચાર ખાસ કરજો.
પર
પ૦ કોમળ હૈયાવાળાને હજાર હાથ મળે તો જગતને લાભ જ લાભ છે પણ કઠોર હૈયાવાળા પાસે રહેલ એક હોઠ પણ જગતમાં હાહાકાર સર્જતો રહે છે.
નાના કમજોર બાળકે મમ્મીનો હાથ પકડવાનો નથી હોતો, પોતાનો હાથ મમ્મીને સોંપી દેવાનો હોય છે. પ્રભુનો હાથ પકડવાનો પ્રયાસ આપણે પછી કરશું. પહેલાં આપણો હાથ પ્રભુને સોંપી
દેવાનું પરાક્રમ તો કરી બતાવીએ!
ક
.
નિયમ
નિયમ. શબ્દકોશ [ડિક્ષનરી] માં ન છપાયા હોય એવા શબ્દો ગમે તેવી આવેશની પળોમાં
પણ હું નહીં જ બોલું.
-
* નિયમો હું જે પણ બિલ્ડિંગમાં કે સોસાયટીમાં રહેતો હોઈશ ત્યાં કોઈનું પણ મરણ થઈ જશે તો કમસે
કમ એ દિવસે તો હું મીઠાઈ નહીં જ ખાઉં.
Page #14
--------------------------------------------------------------------------
________________
૫૩ જીવનની વ્યવસ્થા બદલવાની ના નથી પણ મનની અવસ્થા બદલાવ્યા વિના જ જીવનની વ્યવસ્થા બદલાવી દેવાના પ્રયાસોમાં સફળતા કેટલી મળશે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે.
પપ દુઃખ, ગયા જનમના ‘પાપ'ની
જાહેરાત તો કરે જ છે. સુખ, આવતા જનમના “દુઃખનું ‘રિઝર્વેશન’ કરનારું ન બની રહે એની ખાસ તકેદારી રાખજો.
૫૪ સંપત્તિ વાપરતા જેને નથી આવડતું એ માણસ તો આપણને દયનીય લાગે જ છે પરંતુ સમય વાપરતાં આપણને ખુદને નથી - આવડતું. આપણી જાત આપણને
દયનીય લાગી ખરી ?
શરીર, સૌથી વધુ ઇમાનદાર ! ભૂલ ભલે અંધારામાં કરી હશે, અજવાળામાં ય એનું પરિણામ દેખાડશે. મન, સૌથી વધુ બેઇમાન ! ગરબડ ભલે અજવાળામાં જ કરી હશે, કબૂલ કરવા એ તૈયાર જ નહીં થાય..
કાર
નિયમ
નિયમ
જે ધંધામાં હિંસા ઘણી હશે એ ધંધામાં
હું ક્યારેય દાખલ થઈશ નહીં.
પોતાના પર આવેલ તકલીફ - અગવડ કે દુઃખની વાત કરવા કોઈ મારી પાસે આવશે તો એને ઓછામાં ઓછી દસ મિનિટ તો હું આપીશ જ.
Page #15
--------------------------------------------------------------------------
________________
૫૭
પ્રભુ પ્રત્યેનો પ્રેમ, જીવો પ્રત્યેના પ્રેમથી મનને બચાવતા રહેવાનો વિકલ્પ ન બની જાય એની ખાસ તકેદારી રાખજો.
૫૮
પાપ કરતાં જે ડરે,
પાપ કર્યા બાદ જે રડે, પાપ એનાં અચૂક ખરે.
A1 - નિયમ
પ્રભુનાં દર્શન-વંદન કે પૂજન જે દિવસે રહી જશે એના બીજે દિવસે ઘીનો ત્યાગ કરી દઈશ.
200
૧૫
૫૯
હૃદય પરિવર્તન જીવનને પાપના પુનરાવર્તનથી બચાવી લે છે.
Fo
માણસ મરી જવા તૈયાર થઈ જાય પરંતુ પોતાનો ખરાબ સ્વભાવ સુધારવા તૈયાર ન થાય એને એની મૂર્ખાઈ ન કહેવાય તો બીજું શું કહેવાય ?
નિયમ
નરમ સ્વાસ્થ્યના હિસાંબે કોકને ત્યાં જવાનું બનશે તો ય એના ઘરે ચા-નાસ્તો તો હું નહીં જ કરું.
Page #16
--------------------------------------------------------------------------
________________
૬૩
૬૧ કઠણ ભૂમિ બિયારણ સ્વીકારે છે જરૂર પણ ઉગાડવાની બાબતમાં એ નિષ્ફળ જાય છે. કઠોર અંતઃકરણ ધર્મ કરી શકે છે જરૂર પણ
એ ધર્મી બની શકતું નથી.
આપણામાં મહાપુરુષની ઉત્તમતા નથી, એમ ને? અધમપુરુષોની અધમતા તો નથી જ એ નક્કી?
૬૪
સાધનાના જખમ વિના અને સમર્પણના જોખમ વિના કર્મો અને કુસંસ્કારો સામેનો જંગ જીતી શકાય એવી
કોઈ જ શક્યતા નથી. ભોલે યા તો
આજે જ થઈ શકે તેવો પ્રેમ આપણે કરવો નથી
અને ક્યારેય ન કરવા જેવું યુદ્ધ આપણે આજે જ કરવું છે ! કરુણતા જ છે ને?
નિયમ
નિયમ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ ઝેર ઓકતી નનામી પત્રિકાઓ મારા હાથમાં આવી પણ જશે.
તો ય એને હું વાંચીશ નહીં.
પોતાના જીવનની નબળી વાત મારા પર ભરોસો રાખીને કોકે મને કરી હશે તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ એ વાત હું બીજાને કહીશ નહીં.
Page #17
--------------------------------------------------------------------------
________________
૬૫ પ્રલોભનોનો પ્રતીકાર જરૂર કરીએ પણ નિયંત્રણની કળા તો શીખી લેવી જ પડશે.
૬૭ અન્યના જીવનમાં રહેલ સગુણો જો આપણને
આદરણીય લાગી રહ્યા છે તો અનુકરણીય કેમ નથી લાગતા?
૬૮
૬૬ કુતર્ક ન કરીએ એ તો બરાબર છે
પરંતુ સતર્ક ન રહીએ તો તો માર જ ખાઈએ !
ધર્મ સાલમપાક જેવો છે. પચવામાં ભારે પણ સ્વાધ્યદાયક.
પાપ પાઉંભાજી જેવું છે. પચવામાં હલકું પણ સ્વાસ્થનાશક.
-
:
૪
૧
નિયમ
/
નિયમ પંચતારક વગેરે હોટલોના અને હિંસક કંપનીઓના શૈરોમાં મારી સંપત્તિનું રોકાણ
હું ક્યારેય નહીં કરું.
ટી.વી. પરનું દૃશ્ય જોતાં મન જો વાસનાથી ઉત્તેજિત થઈ રહ્યાનું અનુભવાશે તો એ જ પળે કાં તો હું ટી.વી. પાસેથી ઊભો થઈ
જઈશ અને કાં તો ટી.વી.ની સ્વિચ હું બંધ કરી દઈશ.
Page #18
--------------------------------------------------------------------------
________________
૬૯
સંપત્તિના મનમાં ધારેલા આંકડા સુધી તો પહોંચી જવાય છે પરંતુ એ આંકડે સુખની જે કલ્પના કરી હોય છે એ તો એવી ને એવી જ
અધૂરી રહી જાય છે.
૭૧ હજારો જન્મ પછી ય પ્રભુની નજીક આવી શકાશે કે કેમ એ પ્રશ્ન છે; પરંતુ ‘દૂર’ તો એક ક્ષણમાં જ
થઈ જવાશે.
90 વિજ્ઞાનની યાત્રા છે, પર્વતથી પરમાણુ તરફની. ધર્મની યાત્રા છે, આત્માથી પરમાત્મા તરફની. યાત્રા પસંદ કરતા પહેલાં ખૂબ વિચારજો.
૭૨ સુખ પ્રભુને જ સોંપી દઈએ કારણ કે એ એનું જ દાન છે. દુઃખ સ્વીકારી લઈએ કારણ કે
એ આપણી જ ભૂલ છે.
નિયમાં પ્રભુનાં જે પણ વચનો મારી બુદ્ધિમાં નહીં પણ
બેસતા હોય એને “ગલત’ કહી દેવાની બાલિશતા તો હું ક્યારેય નહીં દાખવું.
નિયમ મારી પાસે આર્થિક સદ્ધરતા હશે અને મારા તાબામાં મકાન માલિકને ભાડાનું ઘર કે મકાન હશે તો હું સામે ચડીને ઘર - મકાન એને આપી દઈશ.
Page #19
--------------------------------------------------------------------------
________________
૭૩ પ્રશ્નોમાં અને પસ્તાવામાં જ જો આખી જિંદગી આપણે પસાર કરી દેશું તો પછી પ્રેમ
કરશું ક્યારે ?
૭૫ નાની વયમાં જ ‘મોટાં થઈ જતાં બાળકો, એ આજના કાળની નાની દેખાતી સમસ્યા આવતી કાલે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરી લે એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
| ૭૪ પાપસેવન અંગેની મનની ‘ના’ પર
એકદમ ભરોસો ન મૂકી દેશો. એ માટે તો અંતકરણની ‘ના’ જ
ઊભી કરી દો.
૭૬ તમારા કરતાં વધુ પાપી તમારા કરતાં વધુ
સુખી છે એની તમને વેદના છે ને? તમારા કરતાં વધુ ધર્મી તમારા કરતાં ઓછો સુખી છે એનો તમારી પાસે જવાબ શો છે?
નિયમ વાસનાના નગ્ન નાચો જ જ્યાં પ્રદર્શિત થયા કરતા હશે એવી વેબસાઈટ’ હું ક્યારેય
ખોલીશ નહીં.
નિયમ થઈ ગયેલ પાપની કબૂલાત હું કદાચ નહીં પણ કરું તો ય એ પાપનો બચાવ તો
ક્યારેય નહીં કરું.
Page #20
--------------------------------------------------------------------------
________________
૭૭
પાપની ગાંઠનું ઑપરેશન કરાવવું છે?
પાપની આલોચના કરી લો. પૂર્વગ્રહની ગાંઠનું ઑપરેશન કરાવવું છે?
વ્યક્તિની ક્ષમાપના માગી લો.
૭૯ જીવલેણ બીમારીને પહોંચી વળવામાં સફળ બની રહેલ વિજ્ઞાન, જાણે-અજાણે પણ
જીવલેણ માણસનું સર્જન કરી બેઠું છે એનું શું?
૭૮ આંખ સામે જ આવીને ઊભી રહી જતી ધર્મની તક દેખાય નહીં અને પાપની તકને શોધવા નીકળી પડવું, એ મનોવૃત્તિની
દયા જ ખાવી રહી ને?
0 દીપક રાગ ગાયા પછી જો મેઘમલ્હાર રાગ ગાવામાં ન આવે તો હાહાકાર સર્જાઈ જાય. બસ, એ જ ન્યાયે પાપ થઈ ગયા પછી પશ્ચાત્તાપ ન જ થાય તો આત્માની પથારી ફરી જાય !
નિયમો તીર્થસ્થાનમાં ગયા બાદ ત્યાંની પવિત્રતાને જોખમાવે એવાં એક પણ પાપો હું ત્યાં નહીં કરું.
નિયમ સત્કાર્ય કે સદ્ગણો, કોઈના ય જોવા મળશે કે સાંભળવા મળશે તો એની વાત કમ સે
કમ એકાદ વ્યક્તિને તો કરીશ જ.
Page #21
--------------------------------------------------------------------------
________________
૮૧
શબ્દો ફાંફડા અને હૃદય સાંકડા એ આજના વિજ્ઞાનયુગના માનવોની આગવી ઓળખ !
૮૨
રૂપિયાનું ‘મૂલ્ય’ ઘટી રહ્યાના સમાચાર તો પેપરમાં અવારનવાર ચમક્યા કરે છે
પણ પૂર્વપુરુષોએ સ્થાપિત કરેલાં ‘મૂલ્યો’ના ઊડી રહેલા લીરેલીરાના સમાચાર તો ક્યાંય વાંચવા મળતા નથી.
1 નિયમ
જગતમાં થઈ રહેલ સંહારક અને જીવલેણ શસ્ત્રોનાં સર્જનની હું પ્રશંસા તો નહીં જ કરું.
200
૮૩
પેટની ભૂખ વિજ્ઞાને વધારી છે કે ઘટાડી છે એનો તો બહુ ખ્યાલ નથી આવતો પરંતુ માણસના મનની વિસ્તારની ભૂખને, વિજયની ભૂખને અને વિલાસની ભૂખને એણે જે હદે વકરાવી છે એ જોતાં મુખમાંથી ‘હાયકારો’ નીકળી જાય છે.
८४
પૈસા કોની કોની પાસેથી લેવાના બાકી રહે છે, એની નોંધ તો આપણી પાસે તૈયાર છે પણ ઉપકારો કોના કોના વાળવાના બાકી છે એની નોંધ આપણી પાસે છે ખરી ?
નિયમ
બે-આબરૂ બનાવે એવા સ્થાનમાં હું જઈશ નહીં, એવું સાહિત્ય હું વાંચીશ નહીં અને એવાના સંગમાં હું રહીશ નહીં.
Page #22
--------------------------------------------------------------------------
________________
૮૫ મીઠાઈ ચાહે લંડનની હશે કે જર્મનની હશે,
એનામાં સાકર તો હોવાની જ, સજ્જન ચાહે રશિયાનો હશે કે ચીનનો હશે,
એનામાં પ્રેમ તો હોવાનો જ.
વેર એ ઝેર છે અને ઝેરનો સંગ્રહ કરતા રહેવાનો
સ્વભાવ તો સાપ-વીંછીનો હોય છે એ આપણે સતત યાદ રાખવા જેવું છે.
૮૬ આવકમાંથી જાવકને બાદ કરી દેવાની કળામાં તમે ઉસ્તાદ છો ને? એક કામ કરો. મળેલાં
સુખોમાંથી આવી રહેલાં દુઃખોને બાદ કરી દેવાની કળામાં તમે ઉસ્તાદ બની જાઓ. મનની
( પ્રસન્નતા અચૂક ટકી રહેશે. આ
૮૮ દુનિયાની અને દેશની વસતિ ગણતરી તો
છાશવારે ને છાશવારે થતી જ રહે છે. આપણા જીવનમાં રહેલા દોષોની ગણતરી
એકવાર કરી લેવા જેવી છે.
જ નિયમ હતો
કમ સે કમ અઠવાડિયામાં એકાદ દિવસ તો સાંજના વધેલી રોટલીના ખાખરા ન બનાવતા કોક ગરીબને એ રોટલી અપાઈ જાય એની હું ઘરમાં સૂચના કરી દઈશ.
* નિયમ અનંત ઉપકાર જેમના મારા પર છે, કમ સે કમ એવા માતા-પિતાના અને ગુરુ ભગવંતના અવર્ણવાદ તો ન હું ક્યારેય કરીશ કે ન હું ક્યારેય સાંભળીશ.
Page #23
--------------------------------------------------------------------------
________________
©©
૮૯ ગુલાબજાંબુનું બે-ચાર કલાકમાં જુલાબજાંબુમાં રૂપાંતરણ કરી દેવાની વિચિત્ર તાકાત ધરાવતા આ માનવશરીરમાં આત્માને પરમાત્મા બનાવી દેવાની પ્રચંડ ક્ષમતા ધરબાયેલી છે એનો ખ્યાલ છે ખરો?
૯૧ ગળાની તરસ તો પાણી જ માગે છે પરંતુ મનની તૃષ્ણા તો શું નથી માગતી એ પ્રશ્ન છે.
જવાબ આપો આપણે ‘તરસ'થી. ત્રસ્ત છીએ કે ‘તૃષ્ણા'થી ?
૯O
શ્રદ્ધા માટે અધ્યાત્મ જગતમાં શંકા જો જોખમી બની રહે છે તો એ જ
શંકા સંસારજગતમાં શાંતિ માટે - જોખમી પુરવાર થાય છે.
૯૨ ‘રામ’ અને ‘રાવણ’ એ બંનેય ‘તુલા’ રાશિના અને છતાં નામ તો તમે “રામ'નું જ પસંદ કરો ને? જવાબ આપો. ‘પૈસો’ અને ‘પરમાત્મા’
એ બંનેય ‘કન્યા’ રાશિના. તમે પસંદ કોને કરો ? પૈસાને કે પરમાત્માને ?
નિયમ વિશ્વસૌંદર્યસ્પર્ધાના ટી.વી. પર બતાવાતા જીવંત પ્રસંગો હું ક્યારેય જોઈશ નહીં.
* નિયમ ‘મારા નિમિત્તે આજે કોના કોના દિલને ઠેસ પહોંચી છે'
એ હું દિવસ દરમ્યાન એક વાર તો યાદ કરી જ લઈશ અને એ બદલ અંતરથી માફી પણ માગી લઈશ.
૨૩
Page #24
--------------------------------------------------------------------------
________________
©©
| ૯૩ મૃતદેહને માણસ સ્મશાનમાં લઈ જઈને સળગાવી નાખે છે. વીતી ગયેલા કટુ પ્રસંગોને સ્મૃતિપથ પર લાવતા રહીને આપણે જો એને શણગારતા રહેતા હોઈએ
તો એ આપણી બાલિશતા જ છે.
૯૫ જે મા-બાપ આંગળી પકડીને દીકરાને સ્કૂલે લઈ ગયા હતા એ જ મા-બાપને દીકરો આંગળી પકડીને મંદિર લઈ જવા તૈયાર
ન થાય એ શું ચાલે?
૯૬
૯૪ રસ્તાને મહાન પુરુષોનાં નામ આપી દેવા
સહેલા છે પરંતુ મહાન પુરુષોના રસ્તા પર જીવનને ચલાવવું એ તો
અતિશય કપરું છે.
ગાયે શું ખાધું એ આપણે જોયું નથી પરંતુ ગાયે શું આપ્યું એ જ આપણે જોયું છે. અજ્ઞાનીએ શું કર્યું એની નોંધ જગતે લીધી નથી. જ્ઞાનીએ એનો જવાબ શો આપ્યો એ જ જગતે
યાદ રાખ્યું છે.
નિયમ
નિયમ વરસમાં એકાદ વાર તો હું મારે ત્યાં કામ કરી રહેલ માણસોનાં ઘરની મુલાકાત લઈને જ રહીશ.
નવાં કપડાં હું જ્યારે અને જેટલાં પણ વસાવીશ, ત્યારે અને તેટલાં જૂનાં કપડાં હું
જરૂરિયાતમંદોને આપી જ દઈશ.
Page #25
--------------------------------------------------------------------------
________________
જેની પાસે પૈસા ઓછા હોય છે એ
બહુ બહુ તો દરિદ્ર હોય છે પરંતુ જેને ગમે તેટલા પૈસા મળ્યા પછી ય પૈસા ઓછા જ લાગતા હોય છે એ તો દુઃખી હોય છે.
- ૯૯ ત્રાજવાનું પલ્લું નમે છે ત્યારે જ વેપારી જો કમાય છે તો મન જ્યારે ઝૂકે છે ત્યારે જ આત્મા સગુણોની કમાણી કરી શકે છે.
પોતાની ભૂલની જેને ‘પક્કડ’ હોય અને બીજાની ભૂલને જે પકડી’ જ રાખતો હોય એને પ્રસન્ન રાખવો
સર્વથા અશક્ય છે.
| 100 સાકરના એક જ કણિયામાં દૂધને ‘ગળ્યું બનાવી દેવાની તાકાત નથી જ્યારે લીંબુના એક જ ટીપામાં દૂધને ‘ફાડી’ નાખવાની તાકાત
છે. આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને દુર્જનના પડછાયાથી પણ જાતને દૂર જ રાખજો.
છે
નિયમ
( નિયમ . માતા-પિતાને કદાચ હૉસ્પિટલમાં દાખલ કર્યો હશે તો એમને નસોં વગેરેના ભરોસે જ ન છોડી દેતા હું પોતે
પણ સેવામાં હાજર રહીશ.
રોજ ઓછામાં ઓછો પા કલાક અને / અથવા અઠવાડિયામાં એક દિવસ ઓછામાં ઓછો એક
કલાક તો માતા-પિતા પાસે બેસીશ જ.
Page #26
--------------------------------------------------------------------------
________________
©©
૧૦૧
૧૦૩
‘સારું કરો’ એને યાદ રાખનારા
ઓછા મળશે. ખરાબ કરો’ એને ભૂલનારા ય
ઓછા જ મળશે.
સૂર્યમુખી પુષ્પ લાઇટના પ્રકાશથી છેતરાઈ જતું નથી. પ્રભુભક્ત પુણ્યના પ્રકાશથી
બિલકુલ અંજાઈ જતો નથી.
૧0૨ ખરાબ'ના વિરોધમાં ઊભા રહી જવા જેવી
તાકાત ન પણ હોય તો ય “સારા”ના વિરોધમાં ઊભા રહી જવાની બેવકૂફી તો
ક્યારેય દાખવશો નહીં.
૧૦૪ આપણને સુખ આપી રહેલાની સંખ્યા ભલે કદાચ ‘પાંચ'ની જ છે પરંતુ દુઃખ ન આપી રહેલાની સંખ્યા તો ‘પંચાણુ'ની છે.
આપણા ખ્યાલમાં એ ખરું?
નિયમાં મારા પરિવાર માટે પીડાકારક બની રહે એવા એક
પણ વ્યસનનો શિકાર હું બનીશ નહીં.
નિયમ ‘તારા નાસ્તાના ડબ્બામાંથી તે બીજા કોઈને ય ખાવાનું આપીશ નહીં' આવી કનિષ્ટ સલાહ સ્કૂલે
જતા બાબાને હું ક્યારેય નહીં આપું.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦૫
મકાનમાં પ્રવેશવા માટેના દરવાજાઓ કદાચ ઘણા હશે પરંતુ પ્રભુ પાસે પહોંચવાનો દરવાજો તો એક જ છે અને એ દરવાજાનું નામ છે ‘પ્રેમ.’
૧૦૬
વિજ્ઞાનયુગનો માણસ એટલે ? પોતાના જીવનની ‘ગાડી’માં બુદ્ધિને જે
‘સ્ટીઅરિંગ વ્હીલ’ પર બેસાડે અને હૃદયને જે ‘સ્પેર વ્હીલ’ ના સ્થાને ગોઠવે !
200
- - નિયમ
અશ્લીલ તસવીરોવાળાં મેગેઝીનો માસિકો અથવા તો સિને પૂર્તિઓ હું ક્યારેય ઘરમાં વસાવીશ નહીં, આવવા દઈશ નહીં.
૧૦૭
પ્રભુ ! આપના જ્ઞાનમાં તો મારું પ્રતિબિંબ પડે છે, મારા ધ્યાનમાં હવે આપ પધારી જાઓ. મારું આત્મકલ્યાણ નિશ્ચિત્ત.
૧૦૮
કોયલ ડાળ પરથી કોઈ પણ પળે ઊડી
જાય છે. ભેંસ કાદવમાંથી બહાર નીકળવાનું
નામ જ નથી લેતી. શુભ વિચાર લાંબો ટકતો નથી, અશુભ વિચાર મનમાંથી હટવાનું નામ જ લેતો નથી. કરુણતા જ છે ને ?
નિયમ
ગાડીમાં પિક્ચરનાં ગીતોની કેસેટ હું ક્યારેય રાખીશ નહીં.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૦૯
શરીરમાં ફરતું લોહી જો હૃદય સુધી નથી પહોંચતું તો મોત નજીક આવી જાય છે. બુદ્ધિને જામતું સત્ય જો હૃદયને સ્વીકાર્ય બનતું નથી તો દુર્ગતિ નજીક આવી જાય એવી પૂરી સંભાવના છે.
૧૧૦
‘ભૂલ જેટલા સમયની હશે, એટલા સમય જ એનું પરિણામ ભોગવવું પડશે' એવી
ભ્રમણામાં મન રાચતું હોય તો એનાથી વહેલી તકે મુક્ત થઈ જજો.
- નિયમ
ટૅક્સીમાં, બસમાં, રિક્ષામાં, ઘોડાગાડીમાં મુસાફરી કરતી વખતે ભાવતાલ માટે રકઝક હું કરીશ નહીં.
200
૧૧૧
સૌંદર્યસ્પર્ધાની બોલબાલાવાળા આ યુગમાં કદાચ થોડાંક વરસો બાદ પુરુષોને લાજ કાઢવાના દિવસો આવે તો ના નહીં.
૧૧૨
આપણા મનમાં ચાલતા વિચારો,
પ્રભુને આપણા દ્વારા કરાતી પ્રાર્થનાને અનુરૂપ જ હોય છે એવું કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા?
નિયમ
લગ્નેતર સંબંધના આકર્ષક દેખાતા માર્ગ પર
કદમ મૂકવાની ભૂલ હું ક્યારેય નહીં કરું.
Page #29
--------------------------------------------------------------------------
________________
©©
૧૧૩ પ્રભુ પર તો આપણને પ્રેમ છે પણ પ્રભુને જેમના પર પ્રેમ છે એ આ જગતના સર્વ જીવો
પર આપણને પ્રેમ ખરો ?
| ૧૧૫ પૈસા ખાતર આપણે જો ક્રોધને કાબૂમાં રાખી શકીએ જ છીએ તો પરમાત્માની આજ્ઞા ખાતર
આપણે ક્રોધને કાબૂમાં ન રાખીએ?
૧૧૪ છીએ આંધળા અને મેઘધનુષ્યના વર્ણન સામે
ઊતર્યા છીએ દલીલબાજીમાં! બુદ્ધિના નામે કાંઈ છે નહીં આપણી પાસે અને પરમાત્માનાં વચનોનું પોસ્ટમૉર્ટમ’ કરવામાં લાગી ગયા છીએ આપણે !
૧૧૬ ક્રોધ ન કરીએ એ તો બરાબર જ છે પણ પ્રેમ વધારીએ નહીં ત્યાં સુધી જીવન સફળ નથી. મહેમાનની થાળીમાં કચરો ન પીરસીએ એ તો
બરાબર જ છે પણ મીઠાઈ પીરસવી તો પડે જ ને?
નિયમ મનમાં આવી જતા કોઈ પણ અશુભ વિચારને અમલમાં મૂકી દેતા પહેલાં ઓછામાં ઓછું એક
કલાકનું અંતર તો હું પાડી જ દઈશ.
નિયમ લગ્નાદિ પ્રસંગોમાં ‘મર્યાદા’ અને ‘સંસ્કારો'ની રક્ષા થઈને જ રહે એ બાબતમાં હું પૂરેપૂરો .
આગ્રહી રહીશ.
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૧૭
સ્વભાવ બદલ્યા વિના પ્રભાવ વધારતા રહેવાની ઇચ્છા, માત્ર જાતને માટે જ નહીં, જગતને માટે પણ નુકસાનકારક જ બની રહેવાની છે એ સતત આંખ સામે રાખજો,
૧૧૮
ધન ન મળવાના દુઃખ કરતાં ય વિપુલ ધન મળી ગયા પછી ય ‘સુખ’ ન મળ્યાનું દુઃખ કેવું હોય છે એ જાણવું હોય તો કોક અબજોપતિના મનની મુલાકાત લઈ જોજો.
- નિયમ
વર્તમાનપત્રોમાં આવતી ‘જાતીય સમસ્યાઓ'
ની કૉલમ હું ક્યારેય વાંચીશ નહીં.
200
૩૦
૧૧૯
ન્યાય એ ગણિતની વાત છે. ત્યાં હૃદયને કોઈ સ્થાન નથી. સમાધાન એ હૃદયની વાત છે. ત્યાં ગણિતને કોઈ સ્થાન નથી.
૧૨૦
ફળ-ફૂલ ખરી ગયા પછી ય વૃક્ષને જમીન
પર ટકી જવામાં જો વાંધો નથી આવતો તો સુખ-સગવડ ચાલ્યા ગયા પછી ય આપણને જીવનમાં ટકી રહેવામાં વાંધો શા માટે આવવો જોઈએ ?
નિયમ
પિક્ચર હું કદાચ જોઈ આવ્યો હોઈશ તો ય એની પ્રશંસા બીજા કોઈ પાસે તો હું નહીં જ કરું.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૨૧ કોઈનું ય આપણે બગાડીએ નહીં એ તો બરાબર જ છે પરંતુ કોઈની ય સાથે આપણે બગાડીએ નહીં એ પણ
એટલું જ જરૂરી છે.
૧૨૩ જે પાપની આપણે માફી ચાહીએ છીએ
એ જ પાપની આપણે બીજાને માફી આપી દેવા તૈયાર ખરા?
૧૨૨ કઈ ચીજ સાથે જીવવું એની અક્કલ તમને
કદાચ વિજ્ઞાન પાસેથી મળી જશે પણ કઈ ચીજ માટે જીવવું એની સમજ મેળવવા
તો તમારે ધર્મ પાસે જ આવવું પડશે.
૧૨૪ પાપની કબૂલાત આબરૂ માટે કદાચ કલંકપ્રદ બનતી હશે
પરંતુ આત્મા માટે તો એ કલ્યાણકારક જ પુરવાર થાય છે.
COS
* નિયમો
નિયમ ક્રોધ જેના પર પણ થઈ જશે એને હું પાંચ રૂપિયાનું ઇનામ આપીશ.
અઠવાડિયામાં કમ સે કમ એક દિવસ તો અમારા ઘરનો સમસ્ત પરિવાર ભોજન કરવા સાથે બેસશે જ.
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ગુંડો, સફળ વૈજ્ઞાનિક બન્યા પછી ય ગુંડો રહી શકશે પરંતુ દુર્જન, સફળ ધર્માત્મા બન્યા પછી તો દુર્જન નહીં જ રહી શકે.
૧૨૬
વેરનો બદલો લીધા વિના નથી રહી શકતા એમ ને ? એક કામ કરો.
નક્કી કરી દો કે ઉપકારનો બદલો વાળ્યા
વિના ય નથી જ રહેવું !
જે નિયમ
ન્યાય મેળવવા જતાં જો સંબંધવિચ્છેદ થઈ જતો હશે તો એવા પ્રસંગમાં ન્યાયને બદલે સમાધાન પર હું પ્રથમ પસંદગી ઉતારીશ.
200
૧૨૭
પાપદેશ્યો બંધ આંખે પણ અંતઃકરણ સુધી જો પહોંચી જતા હોય અને ધર્મદૃશ્યો ખુલ્લી આંખે પણ જો અંતઃકરણને ન સ્પર્શતા હોય તો
સમજી રાખવું કે આપણું ભાવિ ભયંકર છે.
૧૨૮
બધાયને ગમવાની વાત આપણે પછી કરશું.
આપણા ખુદના અંતઃકરણને આપણે ગમીએ જ છીએ એમ કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા ?
નિયમ
ધર્મના કોઈ પણ અંગ અંગે હું ક્યારેય એલફેલ બોલીશ નહીં.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૨૯ ધન તો એના માલિક માટે પણ ‘ભય’નું કારણ
બની રહે છે જ્યારે ધર્મ? એ કોને માટે નિર્ભયતાનું કારણ નથી
બનતો એ પ્રશ્ન છે.
૧૩૧ વ્યાજ ચૂકવવા જો પૈસા વ્યાજે ન લેવાય તો દુઃખથી છૂટવા પાપના રસ્તે કદમ
શું મંડાય?
૧૩૦ કાદવવાળા રસ્તે ન પડવું એ હજી કદાચ સહેલું છે પરંતુ પ્રલોભનવાળા રસ્તે ઊભા રહી જવા માટે ય પ્રચંડ પરાક્રમની જરૂર પડે છે.
૧૩૨ જળવિહોણા સરોવરની માટીમાં તિરાડો પડી જતી હોય છે. જેની આંખોમાંથી શરમનું
જળ સુકાઈ જાય છે એના જીવનની પવિત્રતામાં કડાકો બોલાઈને જ રહે છે.
નિયમ પરિવારના એક પણ સભ્યને ગલત આદર્શ મળે
એવું વર્તન હું ઘરમાં તો ક્યારેય નહીં કરું.
નિયમ ધર્મસ્થાનોમાં તો મારી આંખોને વિજાતીય તરફ જતી હું અચૂક રોકીશ.
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૩૩ નિરક્ષરો જે બોલે છે એનો અર્થ સમજવામાં
મુશ્કેલી પડે છે એમ ને? સાક્ષરો જે બોલે છે એનો મર્મ પણ
ક્યાં સમજાય છે?
૧૩૫ આપણા જ ખુદના અંતઃકરણની સામે જ્યાં સુધી આપણે ગૌરવભેર ઊભા નથી રહી શકતા ત્યાં સુધી આપણને મળતી તમામ પ્રતિષ્ઠાની કિંમત
કોડી કરતા જરાય વધુ નથી.
૧૩૪ મન જો તુચ્છ છે તો મહાવીર પણ
મામૂલી લાગે છે. હૃદય જો ઉદાત્ત છે તો કીડી
પણ મહાન લાગે છે.
૧૩૬ કોઈની ‘નજર’ માં વસી જવા ય જો સારી એવી તૈયારી કરવી પડે છે તો પ્રભુની ‘નજર'માં વસી જવા તો કેટકેટલી તૈયારી કરવી પડે એ બિલકુલ
સમજાય તેવી જ વાત છે ને?
)
નિયમ
( નિયમ
છે કે કૅન્સરને આમંત્રણ આપી દઈને પત્નીને વિધવા બનાવતી
અને બાળકને અનાથ બનાવતી એવી તમાકુની બનાવટવાળી એક પણ ચીજને હું મોઢામાં નાખીશ નહીં.,
પતનના ભણકારા સંભળાવા લાગે એવાં પ્રલોભનની વચ્ચેથી ભાગી જતા હું પળની ચ વાર
નહીં લગાડું.
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૩૭ ધર્મના ક્ષેત્રમાં મોડા’ પડ્યા છો
એમ લાગે છે ને? ચિંતા ન કરો. હવે ‘મોળા’ નપડશો.
૧૩૯ પરીક્ષા, પીડા અને પ્રલોભન વખતે તનબળ એટલું કામ નથી લાગતું જેટલું મનોબળ કામ લાગે છે આ વાસ્તવિકતા સતત આંખ સામે રાખજો.
૧૩૮ શ્રીમંત બની જવા માત્રથી સુખ અનુભવવાની પાત્રતા જો આવી જતી નથી તો સુખ અનુભવવા આડે દરિદ્રતા પ્રતિબંધક બની શકતી નથી.
૧૪) મોસંબીનો રસ પીવાથી તાવ ઊતરી જતો હોય છે તો આપણે કરિયાતું પીતા નથી જ ને? નક્કી કરી દો. મીઠા શબ્દોથી કામ સરી જતું હશે ત્યાં કઠોર કે કડવા શબ્દોનો પ્રયોગ આપણે નહીં જ કરીએ.
GABIT O
નિયમ ટી.વી.ની સ્વિચ સવારના ૧૦ વાગ્યા પહેલાં તો હું ખોલીશ જ નહીં.
કમ સે કમ સવારના નાસ્તાના સમયે, બપોરના અને સાંજના જમવાના સમયે તો ઘરમાં ટી.વી. બંધ જ રહે એ દિશામાં હું ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરતો જ રહીશ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૪૧ અચાનક આવી જતી માંદગીને પડકારવામાં હજી કદાચ સફળતા મળી શકશે પણ અનિવાર્ય
એવા મોતને તો સ્વીકારી લેવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી બચતો.
૧૪૩ શુભ વિચારો અમલી નથી બનતા એનું દુઃખ જરૂર અનુભવજો પણ અશુભ વિચારો અમલી નથી બનતા એ ખ્યાલે તો અપાર આનંદ
અનુભવજો.
૧૪૨ જગતમાં ફેલાયેલાં પાપો ઓછા કરવા પ્રચંડ
પુણ્યની જરૂર પડે છે પરંતુ સ્વજીવનમાં પ્રવેશી ગયેલાં પાપોને ઘટાડવા તો
પ્રબળ પુરુષાર્થની જ જરૂર પડે છે.
૧૪૪ વાંદરાઓ એક બીજાને ખંજવાળતા રહીને જેમ સુખ અનુભવતા રહે છે તેમ આપણે
એકબીજાની ‘ફિલમ’ ઉતારતા રહીને સુખ અનુભવતા રહીએ છીએ એવું તો નથી ને?
નિયમ મોડામાં મોડી રાતના ૧૧ વાગ્યા પછી તો ટી.વી.ની સ્વિચ હું બંધ કરી જ દઈશ.
નિયમ આર્થિક સદ્ધરતા હશે તો વરસમાં એક દિવસ મારે ત્યાં કામ કરી રહેલા માણસોને એમના સમસ્ત પરિવાર સાથે મારા ઘરે ભોજન કરાવીશ.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪૫
પૈસાથી જ જીવન ચાલે છે એ તમારો અનુભવ હોય તો ય યાદ રાખજો કે આ જગતને મહાપુરુષોની ભેટ આપવાનું કામ પૈસાએ નથી કર્યું પરંતુ પ્રેમે જ કર્યું છે.
૧૪૬
હાથી પાસે શોભાનો દાંત ન હોય તો કદાચ એની હત્યા થતી અટકી જાય. વિકૃત બુદ્ધિવાળા પાસે સંપત્તિ, સત્તા, સૌંદર્ય કે સામગ્રી ન હોય તો આખું જગત કદાચ પતનની ગર્તામાં ધકેલાતું બચી જાય.
નિયમ
યુવાન સ્ત્રી એકલી જ હોય એવા ઘરમાં હું ક્યારેય એકલો તો દાખલ નહીં જ થાઉં.
200
GO
૩૭
૧૪૭
વિનાશક શસ્ત્રોનું સર્જન કરી દેતા યંત્રને તો માફ કરી શકાય કારણ કે એની પાસે સંવેદનશીલતા નથી હોતી પણ એવા યંત્રનું સર્જન કરતા માણસને શેં માફ કરી શકાય ? કારણ કે એ તો સંવેદનશીલતા લઈને બેઠો છે.
૧૪૮
મન જો પાકટ બની ગયું છે તો એના માટે કોઈ પણ પળ ‘વિકટ’ નથી, કોઈ પણ પરિસ્થિતિ ‘સંકટ’ નથી.
નિયમ
કુદરતી આફતના કારણે દુનિયામાં ક્યાંય પણ એક સાથે ૧૦૦ થી વધુ વ્યક્તિનાં મોત થઈ ગયાના સમાચાર
મારા કાને આવશે, એ દિવસે હું મીઠાઈ નહીં ખાઉં.
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૪૯
મનમાં પેદા થતી તમામ ઇચ્છાઓને સંતોષવા
જવામાં થાકી જવાશે. એક કામ ન કરી શકીએ ? ઇચ્છાઓને નિર્મળ બનાવવા સાથે મર્યાદિત
બનાવી દઈએ. મન પ્રસન્નતાની ગજબનાક ઊંચાઈને સ્પર્શી શકશે.
૧૫૦
મીણબત્તીનો પ્રકાશ માત્ર અંધકારનો જ નાશ નથી કરતો, અંધકારના કારણે મનમાં પેદા થતા ભયનો પણ નાશ કરી દે છે. જ્ઞાનનો પ્રકાશ માત્ર અજ્ઞાનના અંધકારને જ દૂર નથી કરતો, અજ્ઞાનના કારણે જીવનમાં વ્યાપેલાં પાપોને ય એ રવાના કરી દે છે.
નિયમ
મારા ઘરમાં કે ઑફિસમાં કામ કરતા માણસોની માંદગીનો બધો જ ખર્ચ હું જ ભોગવીશ.
200
૩૮
૧૫૧
વિજ્ઞાન સ્વને ભુલાવી દઈને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવાનાં સાધનો વિકસાવી રહ્યું છે જ્યારે ધર્મ સ્વને જાગ્રત કરીને પ્રસન્ન રહેવાની સાધના આપી રહ્યું છે. પસંદગીમાં થાપ ન ખાશો.
૧૫૨
આવશ્યકતાની પ્યાસ છિપાવવા માટે સામગ્રીઓનું ઝરણું ય પર્યાપ્ત છે જ્યારે તૃષ્ણાની પ્યાસ છિપાવવા માટે તો સામગ્રીની વિરાટકાય ગંગા પણ ખાબોચિયું જ છે.
નિયમ
જૂનાં કપડાંના બદલામાં વાસણ લેવાને બદલે એ કપડાં કોક જરૂરિયાતવાળાને હું મફતમાં આપી દઈશ.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૫૫
૧પ૩ દુશ્મનાવટનો ભાવ જો ક્યારેય સેતુ બની નથી શકતો તો મૈત્રીનો ભાવ ક્યારેય દીવાલ
બનવા તૈયાર નથી હોતો.
ધન તરફની ઝડપને વધારવાનું કામ જો લોભ કરે છે તો ધર્મ તરફની ઝડપને તોડી નાખવાનું
કામ મોહ કરે છે.
૧૫૪ પ્રેમને ખોરાકવતું જીવનની પસંદગી ન બનાવશો, પણ પ્રાણવાયુવતુ જીવનનો
નિયમ જ બનાવી દેજો.
૧૫ બે રૂપિયાની કિંમતનો રૂમાલ મેળવવા પાંચ રૂપિયાની કિંમતનું શ્રીફળ જો ન જ વધેરાય તો અધિકારનું સુખ મેળવવા જતા પ્રેમનું બલિદાન ન જ અપાય, આટલી સીધી-સાદી વાત આપણને
સમજાતી કેમ નહીં હોય?
નિયમ
( 4 હાથમાં રકમ આવ્યા પહેલાં એને વાપરતા રહેવાની આજના કાળની ખતરનાક ગોઠવાયેલા
વ્યવસ્થાને હું ક્યારેય અપનાવીશ નહીં.
નિયમ સીંગ-શાકભાજી કે દૂધ ‘ઉપર'થી લેવાનું
હું ક્યારેય નહીં કરું.
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૫૭
આપણું પોતાનું વર્તન સુધાર્યા વિના જગતમાં પરિવર્તન કરી દેવાના અભરખા સેવવા જેવા નથી.
૧૫૮
દુઃખ આવતા ભગવાનનું સ્મરણ થવા લાગે એ જ ભગવાનની ભક્તિ નથી.
ભગવાનનું સ્મરણ ભુલાઈ જતાં દુઃખ અનુભવાય એ ભગવાનની ભક્તિ છે.
1 - નિયમ
રાતનો મારો સૂવાનો જે પણ સમય હશે, ઓછામાં ઓછા એના એક કલાક પહેલાં હું ટી.વી. સામેથી ઊભો થઈ જઈશ.
200
४०
૧૫૯
કોઈ ટીકા કરે છે એટલા માત્રથી જો પૈસા કમાવાનું છોડી દેતા નથી તો કોઈ ટીકા કરે એટલા માત્રથી સત્કાર્યો કરવાનાં છોડી દેવાની
ભૂલ કરવા જેવી નથી.
૧૦
આપણાં જેવો જ સ્વભાવ ધરાવતી વ્યક્તિ સાથે તો આપણે પ્રસન્નતાપૂર્વક રહી જ શકીએ એ નિશ્ચિત્ત ખરું ?
નિયમ
અઠવાડિયામાં એકાદ કલાક જેટલો સમય તો
પાંજરાપોળ, વૃદ્ધાશ્રમ, અંધ-બધિર છાત્રાલય, હૉસ્પિટલ વગેરેને આપીશ જ.
Page #41
--------------------------------------------------------------------------
________________
©©
૧૬૧ તમારી સાથે શું બને છે એના કરતાં તમારી અંદર
શું બને છે એ વધુ મહત્ત્વનું છે.
૧૬૩ બીજાનાં વચન - કાયાના બગાડા પર આપણું મન બગાડવાની મૂર્ખાઈ આપણે કરવા જેવી નથી.
૧૬૨ માણસોના મનની વિચિત્રતાને સમજવી સાચે જ
મુશ્કેલ છે. યુદ્ધ વખતે ‘એક’ થઈ જતા માણસો શાંતિના સમયમાં અંદર અંદર
ઝઘડ્યા કરે છે. આશ્ચર્ય જ છે ને? જાય છે
૧૬૪ વીસમી સદીમાં ગુલામી પ્રથા જીવતી હતી. આ એકવીસમી સદીમાં માણસે મશીનોની ગુલામી હોશે હોંશે સ્વીકારી લીધી છે.
છે
કે
1
A
* નિયમ
A
નિયમ
[ ગાડી ક્યારેય ૦૦/૮૦ કિલોમીટરથી વધુ
ઝડપે હું નહીં ચલાવું.
મારા ઘરમાં આવતા મહેમાનોને પણ રાતના ૧૧ વાગ્યા પછી તો ટી.વી. જોવાની હું ના જ પાડી દઈશ.
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૬૫
સંકટ નબળા મનવાળાને તોડી નાખે છે. બળવાન મનવાળો સંકટના સમયમાં ‘રેકોર્ડ’ તોડી નાખે છે.
૧૬ ૬
ભગવાનના દુશ્મનથી આપણે દૂર રહીએ અને આપણને ભગવાન બનતા અટકાવે
એવા વિચારો સાથે આપણે મૈત્રી જમાવેલી રાખીએ એ શું ચાલે ?
1 નિયમ
કોઈ પણ ધર્મના કોઈ પણ ધાર્મિક પર્વને
‘વિલાસ’થી તો હું ક્યારેય નહીં અભડાવું.
200
૧૬૭
સિગરેટનો વ્યસની જો કૅન્સરની આગાહીની પરવા કરવા ય તૈયાર થતો નથી તો સુકૃતોનો વ્યસની કષ્ટોની પરવા કરવા ય ક્યાં તૈયાર હોય છે ?
૧૬૮
પોતાના ધનની ચાવી જો પોતાની પાસે હોવી જોઈએ તો પોતાના ચિત્તની પ્રસન્નતાની ચાવી પણ પોતાની પાસે જ હોવી જોઈએ ને ?
નિયમ
ટૅક્સી, રિક્ષા કે બસમાંથી ઊતર્યા બાદ શક્ય હશે તો ડ્રાઇવરને આભારના બે શબ્દો કહીને જ રહીશ.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬૯ સંપત્તિ લૂંટાવી રહેલ દીકરાને બાપ લાફો લગાવી દેવા તૈયાર અને શરીરનાં અંગોપાંગોનું પ્રદર્શન
કરી રહેલ દીકરીને મા કાંઈ જ
કહેવા તૈયાર નહીં?
૧૭૧ કોઈના ય ગુરુ બન્યા વિના પરમાત્મા બની
શકાય છે પરંતુ હૃદયમાં પ્રેમની પ્રતિષ્ઠા કરી ( દીધા વિના તો પરમાત્મા નથી જ બની શકાતું.
૧૭) ‘વધુ પૈસો, ઝડપી પૈસો અને ગમે તે રસ્તે પૈસો’ પૈસાને આ ત્રણ ભયંકર વિશેષણોથી
સતત બચાવતા રહેજો.
૧૭૨ દુઃખોને ઘટાડવાનો કે રવાના કરવાનો એક પણ વિકલ્પ ન બચ્યો હોય ત્યારે દુઃખોને સ્વીકારી લેવાનો વિકલ્પ અજમાવી જોજો.
સમાધિ ટકી જ જશે.
નિયમ જેમાં અક્ષરો છાપેલા હોય કે માણસ - પશુ વગેરેનાં ચિત્રો હોય એવાં વસ્ત્રો હું ક્યારેય નહીં પહેરું.
નિયમ સંડાસમાં ક્યારેય પેપર સાથે
લઈ જઈશ નહીં.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૭૩ પાપસેવન બાદ પશ્ચાત્તાપ કરનાર વંદનીય જરૂર છે પરંતુ પાપ સેવનાર નિંદનીય તો નથી જ એ પ્રભુની
આજ્ઞા સતત આંખ સામે રાખજો.
૧૭૫ આપણે જેવા છીએ એમાં આપણે સુધારો કરવો નથી અને બીજાઓ જેવા છે એવો એમનો સ્વીકાર કરવો નથી. સમાધિ અને પ્રસન્નતા
શું ટકાવી શકાશે?
૧૭૪ પ્રભુના ચરણનું આપણે સ્વીકારેલ શરણ સાચું ત્યારે કે જ્યારે એ આપણા ગલત
આચરણને બદલાવીને જ રહે.
૧૭૬ આપણી પ્રકૃતિને પ્રભુની સ્વીકૃતિ મળી જાય
એટલે ભયો ભયો !
d
.
નિયમ મારી આર્થિક સ્થિતિ સારી હશે તો મારા કોઈ પણ માણસને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં
રહેવા નહીં દઉં.
આ નિયમ સંયમમાર્ગ અંગીકાર કરવા નીકળેલ કોઈ પણ આત્માની દીક્ષાપત્રિકા મારા વાંચવામાં આવશે તો એની અનુમોદના
નિમિત્તે હું કંઈક તો ત્યાગ કરીને જ રહીશ.
Page #45
--------------------------------------------------------------------------
________________
©©
૧૭૭ નાનકડી પણ ક્ષતિ જો ગણિતમાં ન ચાલે તો નાનકડો પણ પ્રમાદ
સાધનામાં શું ચાલે?
૧૭૯ આપણી જાતને આપણે જેટલી વાર છેતરી છે, આપણા પરિચયમાં આવનાર તમામે ભેગા થઈને ય આપણને એટલી વાર નથી છેતર્યા.
૧૭૮ પાપને તમે રાજા બનાવી દો. એ તમને ઘાયલ કરી નાખશે. તમે એને ઘાયલ કરી દો. એ તમને રાજા બનાવી દેશે.
૧૮૦ ગણિતમાં સાચા પડી રહેલા
આપણે જીવનને સમજવાની ગણતરીમાં ખોટા પડી રહ્યા હોઈએ
એવું નથી લાગતું?
ર' / નિયમ
એઠા મોઢે ન બોલાઈ જવાય એની શક્ય તકેદારી હું અચૂક રાખીશ.
2 નિયમ નબળું કામ કરી લેવાનો મનમાં વિચાર જાગશે તો ચ એને અમલમાં મૂકતા પહેલાં કોક શિષ્ટ
પુરપની સલાહ હું અચૂક લઈશ.
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૮૧ અઠંગ ચોર એ છે કે જે પોલીસને પણ ગાંઠતો નથી. વિકૃત બુદ્ધિ માણસ એ છે કે જે પોતાના હૃદયના
અવાજને પણ ગાંઠતો નથી.
૧૮૩ નવું પાપ બની શકે કે શરૂઆતમાં
નવા બૂટ જેવું હોય. પહેલાં ડંખે પણ પછી ફાવી જાય.
૧૮૨ ‘લાભ” નું સ્થાન જીવનમાં જ્યારથી “લોભે’ લઈ લીધું છે ત્યારથી ‘શુભ'નું સ્થાન ‘અશુભ'ના
હાથમાં ચાલ્યું ગયું છે.
૧૮૪ બધા જ સંબંધો સાચુંબોલવાથી નહીં પણ
સારું' બોલવાથી જ ટક્યા છે એ ખાસ યાદ રાખજો.
'
.
નિયમ
નિયમો કોઈની ય સ્મશાનયાત્રામાં મારે સામેલ થવાનું બનશે તો એ દરમ્યાન ઠઠ્ઠામશ્કરીવાળા
શબ્દો તો હું નહીં જ બોલું.
ધર્મની આરાધના કરી લેવા માટે ઉલ્લાસિત બની ગયેલ મારા પરિશ્વારના કોઈ પણ સભ્યને.
એમાં હું અંતરાય કરીશ નહીં.
Page #47
--------------------------------------------------------------------------
________________
©©,
૧૮૫
ધર્મમાં ઉલ્લાસ નથી આવતો’
એમ ને? એક કામ કરો. પાપમાં આવી રહેલા ઉલ્લાસને દૂર કરી દો.
સમસ્યા હલ થઈ જશે.
| ૧૮૭ આનંદ સાથેનો ધર્મ પરલોકમાં ય સાથે આવે છે
જ્યારે વેદના સાથેનું પાપ આ લોકમાં ય ગમે ત્યારે સાથ છોડી દેતું હોય છે.
૧૮૬ ધર્મ ન થઈ શકવાનાં અને પાપો ન છૂટવાનાં બધાં જ કારણો જગત કદાચ સ્વીકારી પણ લેશે /
તો ય કર્મસત્તા તો એક પણ કારણ સ્વીકારવાની નથી એ યાદ રાખજો.
૧૮૮ તમારી પાસે રૂપ અને રૂપિયા બંને છે?
નજર નીચી રાખજો.
નિયમ સારા સ્થાન પર સારી વ્યક્તિ ગોઠવાઈ જાય એ દિશાના પ્રયત્નો કરવામાં હું કોઈ જ કચાશ નહીં રાખું.
નિયમ નફાની [અથવા તો આવકની] ઓછામાં ઓછી પાંચ ટકા રકમ તો હું સત્કાર્યમાં વાપરીશ જ.
Page #48
--------------------------------------------------------------------------
________________
©©
૧૮૯ કૂતરાને લડવાની તક મળે છે તો એ ખાવાનું છોડી દેવા તૈયાર થઈ જાય છે. માણસને પૈસા મળે છે,
એ શું છોડી દેવા તૈયાર નથી થતો એ પ્રશ્ન છે.
૧૯૧ દુર્જનતાની સામે સજ્જનો એક થઈને આક્રમણ
કરતા નથી અને સર્જનતા સામે જ્યારે આક્રમણ થાય છે ત્યારે સજ્જનો એક થતા નથી
એ આ યુગની મોટામાં મોટી કરુણતા છે.
૧૯0 પાપથી જીવન ખરડાવું ન જોઈએ. દુઃખથી જીવન તરડાવું ન જોઈએ.
૧૯૨ મનની નિર્બળતા સામે લડી શકાય એવી તાકાતના આપણે જો સ્વામી નથી તો એ સિવાયની આપણી પાસે રહેલ ગમે તેવી અને ગમે તેટલી તાકાતની પણ કોઈ કિંમત નથી.
GBS 29
નિયમ રોજ રાતના સૂતા પહેલાં “આ જગતના સર્વ જીવો સુખી - સ્વસ્થ અને શાંત રહો' એવી
પ્રાર્થના હું અચૂક કરીશ.
કૂતરાને પાળવાનાં મારા શોખને પોષવા હું ગલૂડિયાને એની માતાથી ક્યારેય વિખૂટું નહીં પાડું.
અપનાવાયા
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૯૩
જેનો ત્યાગ શક્ય જ ન હોય ત્યાં વિવેકને જે હાજર ન રાખી શકે એનું જીવન પશુજીવન કરતાં ય બદતર બની જાય.
૧૯૪
સુરક્ષાપ્રેમી મનને સત્યપ્રેમી બનાવી દેવું એ આ જીવનનો બહુ મોટો પડકાર છે.
મ - નિયમ
રાત્રિભોજનનો ત્યાગ કદાચ નહીં પણ કરી શકું તો ય રાતના મિષ્ટાન્ન, ફરસાણ કે કુટ્સ તો હું
નહીં જ ખાઉં.
200
૪૯
૧૯૫
શરીરની અશક્તિ મનને નિઃસત્ત્વ બનાવી જ દે એવો કોઈ કાયદો નથી પરંતુ મનની આસક્તિ તો જીવનને નિઃસત્ત્વ બનાવીને જ રહે છે.
૧૯૬
જેની પાસે તાકાત પુરુષની હોય પણ કરુણા સ્ત્રીની હોય એને સજ્જન કે સંત બનતા કોઈ જ રોકી શકતું નથી.
નિયમ
કોક સારા ઉદ્દેશથી સારા માણસો સંગઠિત થતા હશે તો એમના એ સંગઠનને તોડી નાખવાનું ગોઝારું પાપ હું ક્યારેય નહીં કરું.
Page #50
--------------------------------------------------------------------------
________________ 197 દુઃખને ‘સંમતિ આપી શકો છો? સુખમાં ‘સન્મતિ' રાખી શકો છો? તમે રાજા છો. 199 આનંદની કક્ષા જેની ઉત્તમ હોય છે, મરણ એનું અધમ આવતું નથી. 198 પગની ચાલવાની મર્યાદાને રસ્તાની મર્યાદા જો માની ન લેવાય તો બુદ્ધિની સમજવાની મર્યાદાને સત્યની મર્યાદા શું માની લેવાય? 200 કૃષ્ણની સેના કૃષ્ણ સામે ગોઠવે એ જો દુર્યોધન છે તો પ્રભુ તરફથી મળેલ પુણ્ય પ્રભુ સામે ગોઠવનારા આપણે કોણ છીએ? નિયમ નિયમ ધંધામાં ગમે તેટલી મંદી હોવા છતાં આર્થિક સ્થિતિ મારી સારી હશે તો કોઈની ય ઉઘરાણી હું ડૂબાડીશ નહીં. પરિવારના કોઈ પણ સભ્યના જન્મદિનને પ્રભુભક્તિ, જીવદયા, અનુકંપાદાન, સાધર્મિક ભક્તિ વગેરે સત્કાર્યોથી જ હું ઊજવીશ. પ0