Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 34
________________ ૧૩૩ નિરક્ષરો જે બોલે છે એનો અર્થ સમજવામાં મુશ્કેલી પડે છે એમ ને? સાક્ષરો જે બોલે છે એનો મર્મ પણ ક્યાં સમજાય છે? ૧૩૫ આપણા જ ખુદના અંતઃકરણની સામે જ્યાં સુધી આપણે ગૌરવભેર ઊભા નથી રહી શકતા ત્યાં સુધી આપણને મળતી તમામ પ્રતિષ્ઠાની કિંમત કોડી કરતા જરાય વધુ નથી. ૧૩૪ મન જો તુચ્છ છે તો મહાવીર પણ મામૂલી લાગે છે. હૃદય જો ઉદાત્ત છે તો કીડી પણ મહાન લાગે છે. ૧૩૬ કોઈની ‘નજર’ માં વસી જવા ય જો સારી એવી તૈયારી કરવી પડે છે તો પ્રભુની ‘નજર'માં વસી જવા તો કેટકેટલી તૈયારી કરવી પડે એ બિલકુલ સમજાય તેવી જ વાત છે ને? ) નિયમ ( નિયમ છે કે કૅન્સરને આમંત્રણ આપી દઈને પત્નીને વિધવા બનાવતી અને બાળકને અનાથ બનાવતી એવી તમાકુની બનાવટવાળી એક પણ ચીજને હું મોઢામાં નાખીશ નહીં., પતનના ભણકારા સંભળાવા લાગે એવાં પ્રલોભનની વચ્ચેથી ભાગી જતા હું પળની ચ વાર નહીં લગાડું.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50