Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 32
________________ ૧૨૫ ગુંડો, સફળ વૈજ્ઞાનિક બન્યા પછી ય ગુંડો રહી શકશે પરંતુ દુર્જન, સફળ ધર્માત્મા બન્યા પછી તો દુર્જન નહીં જ રહી શકે. ૧૨૬ વેરનો બદલો લીધા વિના નથી રહી શકતા એમ ને ? એક કામ કરો. નક્કી કરી દો કે ઉપકારનો બદલો વાળ્યા વિના ય નથી જ રહેવું ! જે નિયમ ન્યાય મેળવવા જતાં જો સંબંધવિચ્છેદ થઈ જતો હશે તો એવા પ્રસંગમાં ન્યાયને બદલે સમાધાન પર હું પ્રથમ પસંદગી ઉતારીશ. 200 ૧૨૭ પાપદેશ્યો બંધ આંખે પણ અંતઃકરણ સુધી જો પહોંચી જતા હોય અને ધર્મદૃશ્યો ખુલ્લી આંખે પણ જો અંતઃકરણને ન સ્પર્શતા હોય તો સમજી રાખવું કે આપણું ભાવિ ભયંકર છે. ૧૨૮ બધાયને ગમવાની વાત આપણે પછી કરશું. આપણા ખુદના અંતઃકરણને આપણે ગમીએ જ છીએ એમ કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા ? નિયમ ધર્મના કોઈ પણ અંગ અંગે હું ક્યારેય એલફેલ બોલીશ નહીં.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50