Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 43
________________ ૧૬૯ સંપત્તિ લૂંટાવી રહેલ દીકરાને બાપ લાફો લગાવી દેવા તૈયાર અને શરીરનાં અંગોપાંગોનું પ્રદર્શન કરી રહેલ દીકરીને મા કાંઈ જ કહેવા તૈયાર નહીં? ૧૭૧ કોઈના ય ગુરુ બન્યા વિના પરમાત્મા બની શકાય છે પરંતુ હૃદયમાં પ્રેમની પ્રતિષ્ઠા કરી ( દીધા વિના તો પરમાત્મા નથી જ બની શકાતું. ૧૭) ‘વધુ પૈસો, ઝડપી પૈસો અને ગમે તે રસ્તે પૈસો’ પૈસાને આ ત્રણ ભયંકર વિશેષણોથી સતત બચાવતા રહેજો. ૧૭૨ દુઃખોને ઘટાડવાનો કે રવાના કરવાનો એક પણ વિકલ્પ ન બચ્યો હોય ત્યારે દુઃખોને સ્વીકારી લેવાનો વિકલ્પ અજમાવી જોજો. સમાધિ ટકી જ જશે. નિયમ જેમાં અક્ષરો છાપેલા હોય કે માણસ - પશુ વગેરેનાં ચિત્રો હોય એવાં વસ્ત્રો હું ક્યારેય નહીં પહેરું. નિયમ સંડાસમાં ક્યારેય પેપર સાથે લઈ જઈશ નહીં.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50