Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ ૧૧૭ સ્વભાવ બદલ્યા વિના પ્રભાવ વધારતા રહેવાની ઇચ્છા, માત્ર જાતને માટે જ નહીં, જગતને માટે પણ નુકસાનકારક જ બની રહેવાની છે એ સતત આંખ સામે રાખજો, ૧૧૮ ધન ન મળવાના દુઃખ કરતાં ય વિપુલ ધન મળી ગયા પછી ય ‘સુખ’ ન મળ્યાનું દુઃખ કેવું હોય છે એ જાણવું હોય તો કોક અબજોપતિના મનની મુલાકાત લઈ જોજો. - નિયમ વર્તમાનપત્રોમાં આવતી ‘જાતીય સમસ્યાઓ' ની કૉલમ હું ક્યારેય વાંચીશ નહીં. 200 ૩૦ ૧૧૯ ન્યાય એ ગણિતની વાત છે. ત્યાં હૃદયને કોઈ સ્થાન નથી. સમાધાન એ હૃદયની વાત છે. ત્યાં ગણિતને કોઈ સ્થાન નથી. ૧૨૦ ફળ-ફૂલ ખરી ગયા પછી ય વૃક્ષને જમીન પર ટકી જવામાં જો વાંધો નથી આવતો તો સુખ-સગવડ ચાલ્યા ગયા પછી ય આપણને જીવનમાં ટકી રહેવામાં વાંધો શા માટે આવવો જોઈએ ? નિયમ પિક્ચર હું કદાચ જોઈ આવ્યો હોઈશ તો ય એની પ્રશંસા બીજા કોઈ પાસે તો હું નહીં જ કરું.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50