Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 29
________________ ©© ૧૧૩ પ્રભુ પર તો આપણને પ્રેમ છે પણ પ્રભુને જેમના પર પ્રેમ છે એ આ જગતના સર્વ જીવો પર આપણને પ્રેમ ખરો ? | ૧૧૫ પૈસા ખાતર આપણે જો ક્રોધને કાબૂમાં રાખી શકીએ જ છીએ તો પરમાત્માની આજ્ઞા ખાતર આપણે ક્રોધને કાબૂમાં ન રાખીએ? ૧૧૪ છીએ આંધળા અને મેઘધનુષ્યના વર્ણન સામે ઊતર્યા છીએ દલીલબાજીમાં! બુદ્ધિના નામે કાંઈ છે નહીં આપણી પાસે અને પરમાત્માનાં વચનોનું પોસ્ટમૉર્ટમ’ કરવામાં લાગી ગયા છીએ આપણે ! ૧૧૬ ક્રોધ ન કરીએ એ તો બરાબર જ છે પણ પ્રેમ વધારીએ નહીં ત્યાં સુધી જીવન સફળ નથી. મહેમાનની થાળીમાં કચરો ન પીરસીએ એ તો બરાબર જ છે પણ મીઠાઈ પીરસવી તો પડે જ ને? નિયમ મનમાં આવી જતા કોઈ પણ અશુભ વિચારને અમલમાં મૂકી દેતા પહેલાં ઓછામાં ઓછું એક કલાકનું અંતર તો હું પાડી જ દઈશ. નિયમ લગ્નાદિ પ્રસંગોમાં ‘મર્યાદા’ અને ‘સંસ્કારો'ની રક્ષા થઈને જ રહે એ બાબતમાં હું પૂરેપૂરો . આગ્રહી રહીશ.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50