Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 27
________________ ૧૦૫ મકાનમાં પ્રવેશવા માટેના દરવાજાઓ કદાચ ઘણા હશે પરંતુ પ્રભુ પાસે પહોંચવાનો દરવાજો તો એક જ છે અને એ દરવાજાનું નામ છે ‘પ્રેમ.’ ૧૦૬ વિજ્ઞાનયુગનો માણસ એટલે ? પોતાના જીવનની ‘ગાડી’માં બુદ્ધિને જે ‘સ્ટીઅરિંગ વ્હીલ’ પર બેસાડે અને હૃદયને જે ‘સ્પેર વ્હીલ’ ના સ્થાને ગોઠવે ! 200 - - નિયમ અશ્લીલ તસવીરોવાળાં મેગેઝીનો માસિકો અથવા તો સિને પૂર્તિઓ હું ક્યારેય ઘરમાં વસાવીશ નહીં, આવવા દઈશ નહીં. ૧૦૭ પ્રભુ ! આપના જ્ઞાનમાં તો મારું પ્રતિબિંબ પડે છે, મારા ધ્યાનમાં હવે આપ પધારી જાઓ. મારું આત્મકલ્યાણ નિશ્ચિત્ત. ૧૦૮ કોયલ ડાળ પરથી કોઈ પણ પળે ઊડી જાય છે. ભેંસ કાદવમાંથી બહાર નીકળવાનું નામ જ નથી લેતી. શુભ વિચાર લાંબો ટકતો નથી, અશુભ વિચાર મનમાંથી હટવાનું નામ જ લેતો નથી. કરુણતા જ છે ને ? નિયમ ગાડીમાં પિક્ચરનાં ગીતોની કેસેટ હું ક્યારેય રાખીશ નહીં.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50