Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 28
________________ ૧૦૯ શરીરમાં ફરતું લોહી જો હૃદય સુધી નથી પહોંચતું તો મોત નજીક આવી જાય છે. બુદ્ધિને જામતું સત્ય જો હૃદયને સ્વીકાર્ય બનતું નથી તો દુર્ગતિ નજીક આવી જાય એવી પૂરી સંભાવના છે. ૧૧૦ ‘ભૂલ જેટલા સમયની હશે, એટલા સમય જ એનું પરિણામ ભોગવવું પડશે' એવી ભ્રમણામાં મન રાચતું હોય તો એનાથી વહેલી તકે મુક્ત થઈ જજો. - નિયમ ટૅક્સીમાં, બસમાં, રિક્ષામાં, ઘોડાગાડીમાં મુસાફરી કરતી વખતે ભાવતાલ માટે રકઝક હું કરીશ નહીં. 200 ૧૧૧ સૌંદર્યસ્પર્ધાની બોલબાલાવાળા આ યુગમાં કદાચ થોડાંક વરસો બાદ પુરુષોને લાજ કાઢવાના દિવસો આવે તો ના નહીં. ૧૧૨ આપણા મનમાં ચાલતા વિચારો, પ્રભુને આપણા દ્વારા કરાતી પ્રાર્થનાને અનુરૂપ જ હોય છે એવું કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા? નિયમ લગ્નેતર સંબંધના આકર્ષક દેખાતા માર્ગ પર કદમ મૂકવાની ભૂલ હું ક્યારેય નહીં કરું.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50