________________
૧૪૯
મનમાં પેદા થતી તમામ ઇચ્છાઓને સંતોષવા
જવામાં થાકી જવાશે. એક કામ ન કરી શકીએ ? ઇચ્છાઓને નિર્મળ બનાવવા સાથે મર્યાદિત
બનાવી દઈએ. મન પ્રસન્નતાની ગજબનાક ઊંચાઈને સ્પર્શી શકશે.
૧૫૦
મીણબત્તીનો પ્રકાશ માત્ર અંધકારનો જ નાશ નથી કરતો, અંધકારના કારણે મનમાં પેદા થતા ભયનો પણ નાશ કરી દે છે. જ્ઞાનનો પ્રકાશ માત્ર અજ્ઞાનના અંધકારને જ દૂર નથી કરતો, અજ્ઞાનના કારણે જીવનમાં વ્યાપેલાં પાપોને ય એ રવાના કરી દે છે.
નિયમ
મારા ઘરમાં કે ઑફિસમાં કામ કરતા માણસોની માંદગીનો બધો જ ખર્ચ હું જ ભોગવીશ.
200
૩૮
૧૫૧
વિજ્ઞાન સ્વને ભુલાવી દઈને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવાનાં સાધનો વિકસાવી રહ્યું છે જ્યારે ધર્મ સ્વને જાગ્રત કરીને પ્રસન્ન રહેવાની સાધના આપી રહ્યું છે. પસંદગીમાં થાપ ન ખાશો.
૧૫૨
આવશ્યકતાની પ્યાસ છિપાવવા માટે સામગ્રીઓનું ઝરણું ય પર્યાપ્ત છે જ્યારે તૃષ્ણાની પ્યાસ છિપાવવા માટે તો સામગ્રીની વિરાટકાય ગંગા પણ ખાબોચિયું જ છે.
નિયમ
જૂનાં કપડાંના બદલામાં વાસણ લેવાને બદલે એ કપડાં કોક જરૂરિયાતવાળાને હું મફતમાં આપી દઈશ.