Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 25
________________ જેની પાસે પૈસા ઓછા હોય છે એ બહુ બહુ તો દરિદ્ર હોય છે પરંતુ જેને ગમે તેટલા પૈસા મળ્યા પછી ય પૈસા ઓછા જ લાગતા હોય છે એ તો દુઃખી હોય છે. - ૯૯ ત્રાજવાનું પલ્લું નમે છે ત્યારે જ વેપારી જો કમાય છે તો મન જ્યારે ઝૂકે છે ત્યારે જ આત્મા સગુણોની કમાણી કરી શકે છે. પોતાની ભૂલની જેને ‘પક્કડ’ હોય અને બીજાની ભૂલને જે પકડી’ જ રાખતો હોય એને પ્રસન્ન રાખવો સર્વથા અશક્ય છે. | 100 સાકરના એક જ કણિયામાં દૂધને ‘ગળ્યું બનાવી દેવાની તાકાત નથી જ્યારે લીંબુના એક જ ટીપામાં દૂધને ‘ફાડી’ નાખવાની તાકાત છે. આ વાસ્તવિકતાને આંખ સામે રાખીને દુર્જનના પડછાયાથી પણ જાતને દૂર જ રાખજો. છે નિયમ ( નિયમ . માતા-પિતાને કદાચ હૉસ્પિટલમાં દાખલ કર્યો હશે તો એમને નસોં વગેરેના ભરોસે જ ન છોડી દેતા હું પોતે પણ સેવામાં હાજર રહીશ. રોજ ઓછામાં ઓછો પા કલાક અને / અથવા અઠવાડિયામાં એક દિવસ ઓછામાં ઓછો એક કલાક તો માતા-પિતા પાસે બેસીશ જ.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50