Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ ©© | ૯૩ મૃતદેહને માણસ સ્મશાનમાં લઈ જઈને સળગાવી નાખે છે. વીતી ગયેલા કટુ પ્રસંગોને સ્મૃતિપથ પર લાવતા રહીને આપણે જો એને શણગારતા રહેતા હોઈએ તો એ આપણી બાલિશતા જ છે. ૯૫ જે મા-બાપ આંગળી પકડીને દીકરાને સ્કૂલે લઈ ગયા હતા એ જ મા-બાપને દીકરો આંગળી પકડીને મંદિર લઈ જવા તૈયાર ન થાય એ શું ચાલે? ૯૬ ૯૪ રસ્તાને મહાન પુરુષોનાં નામ આપી દેવા સહેલા છે પરંતુ મહાન પુરુષોના રસ્તા પર જીવનને ચલાવવું એ તો અતિશય કપરું છે. ગાયે શું ખાધું એ આપણે જોયું નથી પરંતુ ગાયે શું આપ્યું એ જ આપણે જોયું છે. અજ્ઞાનીએ શું કર્યું એની નોંધ જગતે લીધી નથી. જ્ઞાનીએ એનો જવાબ શો આપ્યો એ જ જગતે યાદ રાખ્યું છે. નિયમ નિયમ વરસમાં એકાદ વાર તો હું મારે ત્યાં કામ કરી રહેલ માણસોનાં ઘરની મુલાકાત લઈને જ રહીશ. નવાં કપડાં હું જ્યારે અને જેટલાં પણ વસાવીશ, ત્યારે અને તેટલાં જૂનાં કપડાં હું જરૂરિયાતમંદોને આપી જ દઈશ.

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50