Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 22
________________ ૮૫ મીઠાઈ ચાહે લંડનની હશે કે જર્મનની હશે, એનામાં સાકર તો હોવાની જ, સજ્જન ચાહે રશિયાનો હશે કે ચીનનો હશે, એનામાં પ્રેમ તો હોવાનો જ. વેર એ ઝેર છે અને ઝેરનો સંગ્રહ કરતા રહેવાનો સ્વભાવ તો સાપ-વીંછીનો હોય છે એ આપણે સતત યાદ રાખવા જેવું છે. ૮૬ આવકમાંથી જાવકને બાદ કરી દેવાની કળામાં તમે ઉસ્તાદ છો ને? એક કામ કરો. મળેલાં સુખોમાંથી આવી રહેલાં દુઃખોને બાદ કરી દેવાની કળામાં તમે ઉસ્તાદ બની જાઓ. મનની ( પ્રસન્નતા અચૂક ટકી રહેશે. આ ૮૮ દુનિયાની અને દેશની વસતિ ગણતરી તો છાશવારે ને છાશવારે થતી જ રહે છે. આપણા જીવનમાં રહેલા દોષોની ગણતરી એકવાર કરી લેવા જેવી છે. જ નિયમ હતો કમ સે કમ અઠવાડિયામાં એકાદ દિવસ તો સાંજના વધેલી રોટલીના ખાખરા ન બનાવતા કોક ગરીબને એ રોટલી અપાઈ જાય એની હું ઘરમાં સૂચના કરી દઈશ. * નિયમ અનંત ઉપકાર જેમના મારા પર છે, કમ સે કમ એવા માતા-પિતાના અને ગુરુ ભગવંતના અવર્ણવાદ તો ન હું ક્યારેય કરીશ કે ન હું ક્યારેય સાંભળીશ.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50