Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ ૮૧ શબ્દો ફાંફડા અને હૃદય સાંકડા એ આજના વિજ્ઞાનયુગના માનવોની આગવી ઓળખ ! ૮૨ રૂપિયાનું ‘મૂલ્ય’ ઘટી રહ્યાના સમાચાર તો પેપરમાં અવારનવાર ચમક્યા કરે છે પણ પૂર્વપુરુષોએ સ્થાપિત કરેલાં ‘મૂલ્યો’ના ઊડી રહેલા લીરેલીરાના સમાચાર તો ક્યાંય વાંચવા મળતા નથી. 1 નિયમ જગતમાં થઈ રહેલ સંહારક અને જીવલેણ શસ્ત્રોનાં સર્જનની હું પ્રશંસા તો નહીં જ કરું. 200 ૮૩ પેટની ભૂખ વિજ્ઞાને વધારી છે કે ઘટાડી છે એનો તો બહુ ખ્યાલ નથી આવતો પરંતુ માણસના મનની વિસ્તારની ભૂખને, વિજયની ભૂખને અને વિલાસની ભૂખને એણે જે હદે વકરાવી છે એ જોતાં મુખમાંથી ‘હાયકારો’ નીકળી જાય છે. ८४ પૈસા કોની કોની પાસેથી લેવાના બાકી રહે છે, એની નોંધ તો આપણી પાસે તૈયાર છે પણ ઉપકારો કોના કોના વાળવાના બાકી છે એની નોંધ આપણી પાસે છે ખરી ? નિયમ બે-આબરૂ બનાવે એવા સ્થાનમાં હું જઈશ નહીં, એવું સાહિત્ય હું વાંચીશ નહીં અને એવાના સંગમાં હું રહીશ નહીં.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50