Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ ૬૯ સંપત્તિના મનમાં ધારેલા આંકડા સુધી તો પહોંચી જવાય છે પરંતુ એ આંકડે સુખની જે કલ્પના કરી હોય છે એ તો એવી ને એવી જ અધૂરી રહી જાય છે. ૭૧ હજારો જન્મ પછી ય પ્રભુની નજીક આવી શકાશે કે કેમ એ પ્રશ્ન છે; પરંતુ ‘દૂર’ તો એક ક્ષણમાં જ થઈ જવાશે. 90 વિજ્ઞાનની યાત્રા છે, પર્વતથી પરમાણુ તરફની. ધર્મની યાત્રા છે, આત્માથી પરમાત્મા તરફની. યાત્રા પસંદ કરતા પહેલાં ખૂબ વિચારજો. ૭૨ સુખ પ્રભુને જ સોંપી દઈએ કારણ કે એ એનું જ દાન છે. દુઃખ સ્વીકારી લઈએ કારણ કે એ આપણી જ ભૂલ છે. નિયમાં પ્રભુનાં જે પણ વચનો મારી બુદ્ધિમાં નહીં પણ બેસતા હોય એને “ગલત’ કહી દેવાની બાલિશતા તો હું ક્યારેય નહીં દાખવું. નિયમ મારી પાસે આર્થિક સદ્ધરતા હશે અને મારા તાબામાં મકાન માલિકને ભાડાનું ઘર કે મકાન હશે તો હું સામે ચડીને ઘર - મકાન એને આપી દઈશ.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50