Book Title: 200
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ ૫૩ જીવનની વ્યવસ્થા બદલવાની ના નથી પણ મનની અવસ્થા બદલાવ્યા વિના જ જીવનની વ્યવસ્થા બદલાવી દેવાના પ્રયાસોમાં સફળતા કેટલી મળશે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે. પપ દુઃખ, ગયા જનમના ‘પાપ'ની જાહેરાત તો કરે જ છે. સુખ, આવતા જનમના “દુઃખનું ‘રિઝર્વેશન’ કરનારું ન બની રહે એની ખાસ તકેદારી રાખજો. ૫૪ સંપત્તિ વાપરતા જેને નથી આવડતું એ માણસ તો આપણને દયનીય લાગે જ છે પરંતુ સમય વાપરતાં આપણને ખુદને નથી - આવડતું. આપણી જાત આપણને દયનીય લાગી ખરી ? શરીર, સૌથી વધુ ઇમાનદાર ! ભૂલ ભલે અંધારામાં કરી હશે, અજવાળામાં ય એનું પરિણામ દેખાડશે. મન, સૌથી વધુ બેઇમાન ! ગરબડ ભલે અજવાળામાં જ કરી હશે, કબૂલ કરવા એ તૈયાર જ નહીં થાય.. કાર નિયમ નિયમ જે ધંધામાં હિંસા ઘણી હશે એ ધંધામાં હું ક્યારેય દાખલ થઈશ નહીં. પોતાના પર આવેલ તકલીફ - અગવડ કે દુઃખની વાત કરવા કોઈ મારી પાસે આવશે તો એને ઓછામાં ઓછી દસ મિનિટ તો હું આપીશ જ.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50