Book Title: Sardar Shreena Prerak Prasango
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/005659/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સરદાર જન્મશતાબ્દી માળા-૨ સરદારશ્રીના પ્રેરક પ્રસંગો મુકુલભાઈ કલાર્થી vain Education Intern al For Persona Pava Page #2 -------------------------------------------------------------------------- ________________ સરદાર જન્મશતાબદી માળા : ૨ સરદારશ્રીના પ્રેરક પ્રસંગો મુકુલભાઈ કલાથી એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે સરદાર અમર રહો ! નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ-૩૮૦ ૦૧૪ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ છ પુસ્તિકાના સંપુટની કિંમત સાઠ રૂપિયા © નવજીવન ટ્રસ્ટ, ૧૯૭૫ પહેલી આવૃત્તિ, પ્રત ૧૦,૦૦, માર્ચ ૧૯૭૫ પુનર્મુદ્રણ, પ્રત ૩,૦૦૦, ઑક્ટોબર ૧૯૯૯ કુલ પ્રત : ૧૩,00 ISBN 81-7229-255-4 (set) મુદ્રક અને પ્રકાશક ' જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ સરદાર જન્મશતાબ્દી માળા સરદારશ્રીનું જીવનકાર્ય • સરદારશ્રીના પ્રેરક પ્રસંગો ગાંધીજી અને સરદાર • સરદારશ્રીનું મુક્ત હાસ્ય સત્યાગ્રહી સરદાર છે સરદારશ્રીની પ્રેરક વાણી For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ૧૯૯૯નું વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનું સવાસોનું વર્ષ છે. સરદાર આમ તો આખા હિંદના હતા, પણ એઓ જન્મે ગુજરાતી હતા. ગરવી ગુજરાતના એ પનોતા પુત્ર હતા. ગાંધીજીની આગેવાની હેઠળ સ્વતંત્રતાની જે આકરી લડત દેશ લડ્યો, તેના તેઓ એક અગ્રણી લડવૈયા હતા. આઝાદીની લડત પૂરી થયા પછી જ્યારે બ્રિટિશ સત્તાએ દેશમાંથી વિદાય લીધી ત્યારે સ્થિતિ એવી હતી કે દેશ છિન્નવિચ્છિન્ન થઈ જાય. એવી અણીની વેળાએ દેશી રાજ્યોને હિંદ સાથે ભેળવી દઈ દેશની એકતા ટકાવી રાખીને સરદારે પોતાની કુનેહ અને વ્યવસ્થાશક્તિનો પરચો હિંદને અને જગતને બતાવ્યો. સરદારનું એ કાર્ય આપણા દેશના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોધાવાને પાત્ર છે. આપણા દેશના આવા મોટા યોદ્ધા અને મુત્સદ્દીના જીવન અને કાર્યનો ઊગતા કિશોરોને ખ્યાલ આવે એ દષ્ટિએ સરદારના જીવનનાં વિવિધ પાસાંનું દર્શન કરાવતાં છ પુસ્તકો શ્રી મુકુલભાઈ કલાર્થીએ ખાસ આ શતાબ્દી વર્ષ માટે તૈયાર કર્યા છે. એ પુસ્તકોને ગુજરાત આવકારશે એવા વિશ્વાસથી અમે પ્રગટ કરીએ છીએ. ૩૧-૧૦-૧૯૯૯ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. રસ્તા વચ્ચે પથ્થર ૫ ૧૭. દાન એટલે ધર્મઋણ ૨. દુખથી ગભરાય એ ૧૮. “તે તો મને ઓળખે બીજા !” ૭ છે ને' ૩. પ્લેગ સામે બાથ ૯ ૧૯. બે ભાઈનું હેત ૪. ગુમાન ઉતાર્યું ૧૦ ૨૦. બાપીકા ઘરમાં પગ પ. અજબ દરદી! ૧૩ નમૂક્યો ૬. ઊલટતપાસમાં એક્કા ૧૫ ૨૧. ધારણા ખોટી પાડી ૭. માતૃભાષાનો આગ્રહ ૧૯ ૨૨. જનસેવા કરવી ૮. સરદારે પહેલ કરી ૨૧ હોય તો... ૯. પશ્ચિમના સુધારા સામે ૨૩ વત્સલ પિતાની - લાલબત્તી - ૨૨ શિખામણ ૧૦. પિતાશ્રી પ્રત્યે ૨૪. સ્વમાની સરદાર આદરભાવ ૨૩ ૨૫. સરદારનું નિ:સ્વાર્થ ૧૧. “જોયા તમારા સૂબા!” ૨૭ વલણ ૧૨. સણસણતો જવાબ ૨૮ ૨૬. સેવા અને માનચાંદ ૧૩. વિદ્યાપીઠનું શિક્ષણ ૩૦ ૨૭. સરદારનું એક પ્રશસ્ય ૧૪. “સરકારી નોકરીને સેવાકાર્ય | લાત મારું ૩૧ ૨૮. ગરીબ માણસની ૧૫. ડોશીમાના દીકરા ૩૪ દીકરી' ૧૬. ખેડૂતોના નાડપારખુ ૩૭ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ રસ્તા વચ્ચે પથ્થર સરદાર વલ્લભભાઈ શાળામાં ભણતા હતા, ત્યારનો આ પ્રસંગ છે. તે વખતે કરમસદમાં ગુજરાતી સાત ધોરણ સુધીની નિશાળ હતી. ત્યાં અંગ્રેજી શાળા નહીં હોવાથી કેટલાક અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ ત્યાંથી જ છસાત માઈલ દૂર આવેલા પેટલાદ ગામે રોજ જતા-આવતા. ગરમીની મોસમમાં શાળાનો સમય સવારનો હતો. શાળા છસાત માઈલ દૂર હતી. તેથી વિદ્યાર્થીઓએ કરમસદથી પરોઢ થતાં પહેલાં નીકળી જવું પડતું. ખેતરાળ રસ્તો – પગથી પડેલી. એ રસ્તે વિદ્યાર્થીઓ રોજ પેટલાદ જાયં-આવે. એક દિવસ પાંચછ વિદ્યાર્થીઓ વહેલી સવારે કરમસદથી નીકળ્યા. પગથી પર ચાલતાં ચાલતાં એક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાયું કે, તેમનામાંથી એક ઓછો છે ! તે આજુબાજુ જોઈને બોલી ઊઠ્યો : અલ્યા, વલ્લભભાઈ ક્યાં ગયો ?' For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ બીજાએ પાછળ જોઈને કહ્યું : ‘એ પેલો જણાય ! કાંઈક ગડમથલ કરતો લાગે છે.’ ત્રીજાએ બૂમ પાડી : ‘વલ્લભભાઈ, તું શું કરે છે ? કેમ પાછળ રહ્યો ?’ વલ્લભભાઈએ જવાબ આપ્યો : ‘જરા થોભો; હું આ આવ્યો.’ એમ કહીને ખેતરની હદ માટે દાટેલા પથ્થરના ખૂંટને જોરથી હચમચાવી બહાર ખેંચી કાઢવાના કામમાં વલ્લભભાઈ મંડી પડ્યા. થોડી વારમાં ખૂંટ બહાર નીકળી ગયો. વલ્લભભાઈએ એને દૂર ફગાવી દીધો. પછી તે દોડીને પોતાના સાથીઓ પાસે જઈ પહોંચ્યા. એક જણે પૂછ્યું : ‘કેમ પાછળ રહ્યો’તો ?’ વલ્લભભાઈએ સહજપણે જવાબ આપ્યો : • ‘રસ્તા વચ્ચે પથ્થરનો ખૂંટ વારંવાર નડતો હતો. આપણા જેવા અનેકને નડ્યો હશે. કોઈના પગ પણ અંધારે ભાંગ્યા હશે. એને હચમચાવી કાઢવામાં રોકાયો હતો.' એકે જરા મશ્કરીમાં પૂછ્યું : ‘કાઢ્યો કે પછી રહેવા દીધો ?’ વલ્લભભાઈએ ખુમારીમાં કહ્યું : ‘રહેવા દે એ બીજા ! જેને તેને વાગે અને હરકત કરે તેને કાચ્ચે જ છૂટકો. કેટલાયને અંધારે વાગતો હશે. છતાં ૬ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ કોઈ એને કાઢતું નહોતું ! એટલે બધાંનું દુ:ખ ઊભું ને ઊભું રહેતું. ‘ગઈ કાલનો મેં નિશ્ચય કર્યો હતો કે, આજે તો તેને કાઢી જ નાખવો. એટલે એને કાઢી નાખવાના કામે રોકાયો હતો. એને કાઢીને દૂર ફગાવી દીધો !' ‘દુ:ખથી ગભરાય એ બીજા !’ સરદારશ્રી મૅટ્રિક થયા પછી વકીલ થવા માગતા હતા. એ માટે તેઓ ઘેર રહીને ‘ડિસ્ટ્રિક્ટ પ્લીડર'ની પરીક્ષાનો અભ્યાસ કરતા હતા. આ અભ્યાસ દરમિયાન સરદારશ્રી તેમના એક મિત્રને ત્યાં વાંચવા માટે બે મહિના બાકરોલ ગયા હતા. એવામાં સરદારને કાબિલાડી થઈ. બાકરોલ જેવા નાનકડા ગામમાં બીજા ઉપાયો તો શેના જડે ? ગામના એક ભાઈએ સરદારને કહ્યું : ‘વલ્લભભાઈ, કાબિલાડી માટે એક અકસીર દેશી ઉપાય છે ખરો. પણ દુ:ખ સહન કરવાની તમારી તૈયારી હોય, તો એ ઉપાય અજમાવી શકાય. કાચાપોચાનું એમાં કામ નહીં. બોલો, છો તૈયાર ?' સરદારશ્રીએ તરત જ કહ્યું : For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ દુ:ખથી ગભરાય એ બીજા! તમે તમારે ઉપાય તો બતાવો. અજમાવી જોવામાં શું ખાટુંમોળું થવાનું છે?' પેલા ભાઈએ કહ્યું : ગામમાં વાળંદ રહે છે. તે નર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં હોશિયાર છે. તેને બોલાવી જુઓ.’ સરદારશ્રીએ તરત જ વાળંદને બોલાવ્યો. * વાળંદે કાખબિલાડી તપાસી જોઈ. તેણે કહ્યું : આને ફોડવી પડશે. એ માટે સળિયો તપાવીને એને લગાડવો પડશે. પછી અંદરનું બધું પરુ કાઢી નાખવું પડશે.' તમે કહેતા હો તો કરું.” સરદારે કહ્યું: “ભલે, ભલે, કરો ઉપાય.’ . એટલે વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કર્યો અને કાખબિલાડીને લગાડ્યો. કાખબિલાડી ફૂટી ખરી પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી! આ જોઈને સરદાર બોલી ઊઠ્યા : ‘અલ્યા, આમ જોયા શું કરે છે? લાવ, તારાથી ન થતું હોય, તો હું કરું.’ એમ કહી સરદારશ્રીએ વાળંદના હાથમાંથી ગરમ સળિયો લઈ લીધો. પછી પોતે જ એ સળિયાને અંદર ખોસી દીધો અને કાખબિલાડીની અંદર ચારે બાજુ ફેરવીને બધું પરુ કાઢી નાખ્યું ! For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સરદારશ્રી વકીલ થયા. પછી તેમણે ગોધરામાં વકીલાત શરૂ કરી. તેમનાં ધર્મપત્ની ઝવેરબા સાથે તેઓ ગોધરા ગયા. ઘર નવેસરથી શરૂ કરવાનું હતું. સરદાર પાસે કાંઈ જ સાધન ન હતું. ઘર માંડવા માટે જોઈતાં વાસણસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે એ સારુ તેઓ નડિયાદની ગુજરીમાં ગયા અને ત્યાંથી એ બધું વેચાતું લીધું. તે વખતે સરદાર પાસે પૈસા પણ ન હતા. એટલે તેમણે એટલા પૈસાનું દેવું કર્યું હતું. ગોધરામાં ઘર અને વકીલાત હજી શરૂ કરતા હતા, ત્યાં તો ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો! ઘેર ઘેર પ્લેગના કેસ બનવા લાગ્યા. ૩ પ્લેગ સામે બાથ ગોધરાની કોરટના નાજર સરદારશ્રીના સ્નેહી થતા હતા. તેમનો દીકરો પ્લેગમાં સપડાયો ! સરદારને આ વાતની ખબર પડી. એટલે તેઓ તરત જ નાજરને ઘેર દોડી ગયા. ત્યાં જઈને સરદાર દરદીની સેવામાં લાગી ગયા. દરદીને બચાવી લેવાના બધા ઉપાયો અજમાવી જોયા. પરંતુ. દરદી બચ્યો નહીં ! સ.પૂ.પ્ર.૨ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ દરદીને સ્મશાને વળાવીને બધા ઘેર આવ્યા. સરદાર પોતાને ઘેર પહોંચ્યા, ત્યાં તો તેઓ પોતે જ પ્લેગમાં પટકાયા ! મોટી ગાંઠ નીકળી. પરંતુ સરદારશ્રી એથી કાંઈ ઓછા ગભરાઈ જાય ? સરદારશ્રી ઝવેરબા સાથે ગાડીમાં બેઠા. આણંદ આવીને સરદારશ્રીએ ઝવેરબાને કહ્યું : ‘તમે જાઓ કરમસદ. હું નડિયાદ જાઉં છું. ત્યાં સાજો થઈ જઈશ. તમે ચિંતા કરશો નહીં.' પ્લેગ જેવા ભયંકર રોગમાં સપડાયેલા પતિને એકલા છાંડીને જવાની કઈ પત્નીની હિંમત ચાલે ? ઝવેરબાએ નડિયાદ સાથે આવવાની અને એમની સેવાચાકરી કરવાની હઠ પકડી. પરંતુ સરંદાર શાના માને? તેમણે પોતાનો આગ્રહ પકડી રાખ્યો અને ઝવેરબાને કરમસદ મોકલી દીધાં. પછી સરદારશ્રી એકલા નડિયાદ ગયા અને ત્યાં સાજા થઇ ગયા. ગુમાન ઉતાર્યું સરદાર અમદાવાદમાં બૅરિસ્ટરી કરતા હતા. સાંજે કોર્ટના કામ પછી તેઓ ‘ગુજરાત ક્લબ’માં જતા. સરદારને બ્રિજ નામની પાનાંની રમત રમવાનો ભારે ૧૦ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શોખ. બૅરિસ્ટર ચિમનલાલ ઠાકોર સાથે એમને બહુ દોસ્તી થઈ ગઈ હતી. એ બંને મિત્રો બ્રિજમાં ભેરુ થતા. એ કલબમાં વાડિયા નામના એક બૅરિસ્ટર પણ આવતા. એ પોતે બ્રિજ રમાવામાં એક્કા છે એવો ફાંકો રાખતા હતા. એવો જ ફાંકો રાખનાર એક બ્રોકર નામે વકીલ હતા. એ વકીલ વાડિયાના ભાઈબંધ હતા. એ બે જણે એક વાર સરદાર અને તેમના ભેરુને હરાવવાનો વિચાર કર્યો. એ લોકોએ સરદારને કોણ મોકલ્યું: “શરત બકીને બ્રિજ રમવી છે? અમે તૈયાર છીએ.” સરદાર એ બંને જણાનું ગુમાન તરત જ પારખી ગયા. એટલે તેમને થયું, આ ભાઈસાહેબને બરોબર પાઠ શીખવીએ, જેથી બીજી વાર આવી શેખી કરવાની ખો ભૂલી જાય. સરદારે કહ્યું: ‘તમારી શરત કબૂલ છે. પરંતુ આના-બે આનાની શરત બકી આપણે રમવું નથી. રમવું જ હોય તો પાંચ પાઉન્ડના સો પૉઇન્ટ એવી શરત રાખીએ તો રમવાની પણ મજા પડે. અમારી શરત કબૂલ હોય તો આવી જાઓ મેદાનમાં.” વાડિયા બૅરિસ્ટર અને બ્રોકર વકીલને તો ભારે ખુમારી હતી કે, આપાગે બંદા જ જીતવાના છીએ. સરદાર અને તેમનો ભેરુનાં ખીસાં ખાલી કરવાનો આ સારો મોકો છે, For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ એમ માનીને તેઓ રમવાને કબૂલ થયા. પહેલે દિવસે રમવા બેઠા. બીજા વકીલો પણ આ મફતનો તમાશો જોવા આસપાસ વીંટળાઈ વળ્યા. પરંતુ પહેલે જ દિવસે બ્રોકર અને વાડિયા પંદર કે વીસ પાઉન્ડ હાર્યા! એ લોકોને થયું, આ તો રમત છે, એમાં કોઈ વાર હારી પણ જવાય. પણ બીજે દિવસે એ લોકોનાં ખીસાં ખાલી કરતાં વાર કેટલી ? બીજે દિવસે વાડિયા અને બ્રોકર સરદાર સાથે રમવા તૈયાર થયા. સરદાર તો તૈયાર જ હતા. સામા માણસનો પડકાર ઝીલવામાં સરદારને મજા પડતી. આ ટેવ તો એમને નાનપણથી જ હતી. બીજે દિવસે બ્રિજની રમત શરૂ થઈ. સરદારે ઠાવકાઈથી રમવા માંડ્યું. પાણ વાડિયા સાહેબ પચીસ કે ત્રીસ પાઉન્ડ હારી બેઠા! એમનાં મોં જોવા જેવાં થઈ ગયાં. કલબમાં તો હાહાકાર ફેલાઈ ગયો. કેટલાક વકીલો તો આવી મોટી શરત બકીને રમવાની કલબમાં બંધી કરવી જોઈએ એવી વાતો જોરશોરથી કરવા લાગ્યા. પરંતુ સરદાર તો પોતાની ટેવ મુજબ છાનામાના બધો તમાશો જોતા હતા. વાડિયા અને બ્રોકર નમતું જોખે છે કે , ૧૨ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નહીં એ તેઓ જોવા માગતા હતા. ત્રીજે દિવસે વાડિયાનાં પત્નીને આ વાતની ખબર પડી. તે તો લગભગ ચાર વાગ્યાનાં ગાડી લઈને કલબને દરવાજે આવીને ઊભાં. કોર્ટમાંથી નીકળીને વાડિયા ક્લબમાં દાખલ થવા જતા હતા, તેવાં જ એમનાં પત્ની બોલી ઊઠ્યાં: “ચાલો ઘેર. ક્લબમાં નથી જવું.' એમ આઠદસ દિવસ સુધી વાડિયાનાં પત્ની એમના પતિદેવને લેવા આવતાં અને એમને ગાડીમાં બેસાડીને સીધા ઘેર લઈ જતાં. પછી વાડિયાનાં પત્ની સરદાર પાસે આવ્યાં અને વિનંતી કરતાં બોલ્યાં : “કૃપા કરીને મારા ધાગીને આવા છંદે ન ચડાવશો !” સરદાર આવી શરતો બકીને રમવાનું પસંદ નહોતા જ કરતા. પણ પેલા બે ભાઈબંધોનું ગુમાન ઉતારવાની ખાતરી જ શરત ઉપર રમવા તૈયાર થયા હતા. સોને લેવા આવી સુધી વાડિયાના અજબ દરદી ! સરદારશ્રી બૅરિસ્ટરીનો અભ્યાસ કરવા વિલાયત ગયા હતા. તેઓ ત્યાં અભ્યાસ કરવામાં એકાગ્ર બની ગયા હતા. એક વાર સ્નાન કરતી વેળાએ સરદારશ્રી બાથરૂમમાં ચકકર ખાઈને પડી ગયા ! - ૧૩ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પછી તો તેમને ખૂબ તાવ ચડ્યો. પગમાં પીડા થવા લાગી. તપાસ કરતાં પગમાં વાળાનું દરદ માલૂમ પડ્યું! સરદારશ્રીને સારવાર માટે એક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા. દાક્તરે પગ તપાસીને કહ્યું: ‘પગનું ઑપરેશન કરવામાં આવે, તો જ સારું થશે.” સરદારે હા કહી. એટલે ઑપરેશન કરવામાં આવ્યું. પરંતુ ત્યાંના સર્જનને આ દરદની બરાબર ખબર નહીં. આપણા દેશમાં તો વાળાનો બહુ સરળતાથી ઉપચાર થાય છે. પરંતુ વિલાયતમાં આ માટે એની આવડત કેળવાયેલી નહોતી. એટલે દાક્તર સર્જને વાળો કાઢવા પ્રયત્ન કર્યો ખરો. પરંતુ વાળો પૂરેપૂરો બહાર ન નીકળ્યો. સર્જને બીજી વાર ઑપરેશન કર્યું. તેથી તો દરદ વધ્યું અને ધનુર ધાયું! સ્થિતિ ગંભીર થઈ ગઈ. પેલા સર્જને પગની બરોબર તપાસ કરીને ગંભીરતાથી કહ્યું : “હવે મને તો એક છેલ્લો ઉપાય સૂઝે છે. એ વિના બીજો રસ્તો નથી. જીવ બચાવવો હોય તો, પગ તરત કાપી નાખવો પડશે !” સરદારશ્રીને આ વાત ક્યાંથી ગમે? તેમને તો હિંદુસ્તાન પાછા આવીને બૅરિસ્ટરી કરવી હતી, તે લંગડા પગે કરવાની કાંઈ શોભે? સરદારશ્રીએ પોતાના ઓળખીતા ડૉકટર મિત્રના એક For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રોફેસરને હાથે ફરી ઑપરેશન કરાવવાનું વિચાર્યું. એ પ્રોફેસરે આખો કેસ ઝીણવટથી તપાસ્યો. એ વિશે થોડી વાર વિચાર કરીને તેમણે કહ્યું: “ઑપરેશન કરવા તૈયાર છું. પરંતુ તમારે મારી એક શરત કબૂલ રાખવી પડશે. ફલોરોફૉર્મ આપી બેભાન કર્યા વિના તમે ઑપરેશન કરવા દેવા તૈયાર હો, તો સારા થવાનો વધારે સંભવ છે. બોલો, પીડા સહન કરવાની તૈયારી છે ખરી ?' સરદારશ્રીએ જરાયે આનાકાની કર્યા વિના કહ્યું: “મારે તો ફલૉરોફૉર્મ લેવાની જરૂર જ નથી. ગમે તેટલી પીડા કે દુ:ખ થાય એ હું સહન કરી શકું એમ છું.” અને ખૂબી એ થઈ કે, ઑપરેશન પૂરું થયું ત્યાં સુધી એક ઊંહકારો સરખો સરદારશ્રીએ ન કાઢ્યો! સર્જન અને તેમના મદદનીશો આ જોઈને ખૂબ નવાઈ પામ્યા. તેઓ બોલી ઊઠ્યા : આવો દરદી અમને પહેલી વાર જ મળ્યો છે!” ઊલટતપાસમાં એક્કા સરદાર ઊલટતપાસમાં સામા પક્ષના સાક્ષીઓને વિચિત્ર અને આગધારેલા સવાલો પૂછીને એવા ગૂંચવી દેતા કે તેઓ ડઘાઈ જઈ સાક્ષી આપવામાં નબળા પડી જતા. એ રીતે સરદાર પોતાનો કેસ મજબૂત કરી લેતા. ૧૫ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ આવા બેએક પ્રસંગો અહીં જોઈએ: એક બારેયાનું ખૂન તેના પોતાના જ ઘરમાં થયું હતું. જુદા જુદા ગામના બે બારિયાઓ ઉપર પોલીસોએ ખૂનનો આરોપ મૂકી કેસ કરેલો અને પોલીસપટેલ સાક્ષીમાં ગયેલો. એક બારેયાએ બૅરિસ્ટર સરદારને કેસમાં રોક્યા. સરદારે પોલીસપટેલની ઊલટતપાસ લેવા માંડી. સરદારે પૂછ્યું : ‘તમારા પ્રથમ રિપોર્ટમાં ખૂનીનાં જે નામ લખેલાં છે તે છેકી નાખીને કેમ બદલ્યાં છે?' પોલીસપટેલે જવાબ આપ્યો : . ‘મરનારના બાપે પહેલી વાર બે નામ આપ્યાં. પણ ત્યાર પછી તેની સ્ત્રીએ આ બીજાં બે નામ આપ્યાં. એટલે મેં બદલ્યાં.” સરદારે બીજો સવાલ પૂછ્યો : ‘તમે નામ બદલવાના કેટલા રૂપિયા લીધા છે?” પોલીસ પટેલ કહે : “મેં કોઈ લીધું નથી.” એ સાંભળીને સરદારે સપાટો ચલાવ્યો : “વાહ, ધરમરાજાના અવતાર લાગો છો ! પણ હું તમને પોલીસ પટેલોને ઓળખું છું. તમારા લોકો તો ખૂન કરાવે, દેવતા મુકાવે, જાસા કરાવે, ચોરીઓ કરાવે અને ચોરીનો માલ પણ રાખે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ‘માટે ભગવાનને માથે રાખી જુબાની આપો છો તો સાચું બોલો. નહીં તો સવાલો પૂછીને તમારાં બધાં પોકળ મારે ખોલાવવાં પડશે !' પેલો પોલીસપટેલ તો ડઘાઈ જ ગયો અને બધું ઘણુંયે તૈયાર કરીને આવ્યો હતો, છતાં જુબાનીમાં સાવ તૂટી ગયો ! પેલા બંને આરોપીઓ છૂટી ગયા. સરદાર બૅરિસ્ટરી કરતા હતા, તે અરસામાં ઉમરેઠ ગામમાં ખોટા દસ્તાવેજોના જોર ઉપર કેટલાયે માણસો ઉપર ખોટા દાવા થયેલા. કોઈના ઉપર અદાવત હોય, તો તેની સામે ખોટો દસ્તાવેજ ઊભો કરી દાવો માંડવામાં આવતો અને તેને હેરાન કરવામાં આવતો. આવા કેસો છેક હાઈકોર્ટ સુધી પહોંચેલા અને જ્યાં દસ્તાવેજના ખોટાપણાની ખાતરી થઈ ત્યાં હાઈકોર્ટમાં જજોએ સખત ટીકા કરેલી તથા એવા દસ્તાવેજ રજૂ કરનાર ઉપર ફોજદારી કેસ ચલાવવાના હુકમો કાઢેલા. છેવટે તપાસ કરી ગુનેગારોને પકડવા માટે એક ખાસ પોલીસ અમલદાર નીમવામાં આવ્યો. તેણે એક ખોટા દસ્તાવેજ બનાવનારને એપ્રૂવર બનાવ્યો. એપ્રૂવર તેને કહેવાય જે પોતાના ગુના કબૂલ કરે છે અને ગુનામાં સંડોવાયેલા બધાનાં નામ આપે છે; એ બદલ તેને સરકાર તરફથી માફી બક્ષવામાં આવે છે. સ.પ્રે.પ્ર.-૩ ૧૭ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ એપૂવર નીમવામાં આવ્યો, તેથી ખોટા દસ્તાવેજ બનાવવાના આરોપના ખોટાખરા સંખ્યાબંધ કેસો ઊભા થયા. એ બધા કેસો ચલાવવા સરકારે એક ખાસ વકીલ નીમ્યો. આમાંના ઘણા કેસોમાં આરોપી તરફથી પોતાના બચાવ માટે સરદારને રોકવામાં આવતા. એવા એક કેસમાં એક સાક્ષીની સરદારે ઊલટતપાસ કરવા માંડી. સરદારે સાક્ષીને પૂછ્યું : ‘તમે શરાફ છો ?' પેલાએ કંઈ જવાબ ન આપ્યો. સરદારે ફરી પૂછ્યું : ‘તમે શરાફ છો ?' જવાબ ન મળ્યો. એટલે સરદારે ત્રીજી વાર પૂછ્યું : ‘તમે શરાફ છો ?' પેલો કંઈ બોલ્યો નહીં, એટલે સરદારે સપાટો ચલાવ્યો : “જે હો તે કહી દો ને ? હું તો તમને ઓળખું છું કે, “સત્તર પંચાં પંચાણું, તેમાંથી પાંચ મૂક્યા છૂટના, લાવ નેવું', એ ધંધો કરનારા તમે છો. પણ અહીં લાલચટક પાઘડી અને કડકડતું અંગરખું અને ખેસ નાખીને આવ્યા છો, એટલે મેં જાણ્યું કે શરાફી પેઢી કાઢી હશે.” પેલો સાક્ષી ધીરધારનો ધંધો કરતો, પણ શરાફ કહી શકાય એવી તેની પેઢી નહોતી. તેના ઉપર એકાએક થયેલા ૧૮ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આ હુમલાથી તે ગભરાઈ ગયો અને જુબાનીમાં ટકી શક્યો નહીં. માતૃભાષાનો આગ્રહ ૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારની લડત જાહેર કરી. તે વખતે અસહકારની ચળવળ સામે અંગ્રેજ સરકારે એક યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, જે કોઈને હિંદનું સાચું હિત હૈયે છે તે સર્વ લોકોએ એકઠા થઈ આ હિલચાલની સામા થવું જોઈએ તથા કાયદા અને સુલેહના અમલ માટે સંગઠિત યત્નો કરવા જોઈએ.' સરકારની આવી અપીલ જોઈને અમદાવાદ શહેરના મૉડરેટો અને સરકાર પક્ષના માણસોએ સ્થાનિક નૅશનલ હોમ રૂલ લીગ તરફથી નીચેના વિષય ઉપર એક જાહેર સભા ગોઠવી : અસહકાર – તેનું કાર્ય, વિકાસ અને સાય.' : આ સભામાં અસહકારીઓએ પણ સારી સંખ્યામાં હાજરી આપી. સરદારશ્રી પણ તેમાં ગયા. સભામાં કલેકટર, પોલીસ ખાતાના અમલદારો, મૅજિસ્ટ્રેટો, મામલતદાર તથા એ બધાની કચેરીના કારકુનોએ પણ ઠીક જગ્યા રોકી હતી. મુખ્ય ભાષણકર્તા પોતાનું ભાષણ અંગ્રેજીમાં લખી લાવ્યા હતા.' For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ તેમનું ભાષણ પૂરું થયું, એટલે પ્રમુખની રજા લઈને સરદારશ્રી તેનો જવાબ આપવા ઊભા થયા. સરદારશ્રીએ ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું. એટલે કલેક્ટરની વિનંતીથી પ્રમુખે સરદારશ્રીને અંગ્રેજીમાં બોલવાની સૂચના કરી. સરદારશ્રીએ એ સૂચના સાંભળીને કહ્યું : ‘હું ચર્ચા કરું એમ તમે ઇચ્છતા હો, તો પછી મને જે ભાષામાં બોલવાનું યોગ્ય લાગતું હોય તે ભાષામાં બોલવાની છૂટ હોવી જોઈએ. ‘કલેક્ટર સાહેબને તો હું ઓળખું છું. તેઓ મારા કરતાં પણ સારું ગુજરાતી જાણે છે. તેમની સાથે બીજા ગોરા ગૃહસ્થ બેઠા છે તેમને હું ઓળખતો નથી. પણ જો તેઓ અમલદાર હોય, તો તો એમને ગુજરાતી આવડવું જ જોઈએ. આમ, થોડી વાર રકઝક થઈ. છેવટે કઈ ભાષામાં બોલવું ૩ પ્રમુખ સાહેબે ભાષણકર્તાના વિવેક ઉપર છોડ્યું અને સરદારે માતૃભાષા ગુજરાતીમાં બોલવાનો વિવેક વાપર્યાં. પરંતુ કલેક્ટરથી આ સહન ન થયું. એટલે સરદારશ્રીએ બોલવાનું શરૂ કર્યું કે તરત તેમણે અને તેમની સાથે આવેલા ગોરા ગૃહસ્થે ઊઠીને ચાલવા માંડવાનો વિવેક કર્યો ! સરદારશ્રીએ પોતાની તળપદી ગુજરાતીમાં ભાષણકર્તાના સઘળા મુદ્દાના સચોટ રદિયા આપ્યા. ૨૦ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સરદારે પહેલ કરી ૧૯૨૨ના નવેમ્બરના અરસામાં વઢવાણ મુકામે અબ્બાસ સાહેબના પ્રમુખપણા નીચે કાઠિયાવાડ રાજકીય પરિષદ ભરાઈ હતી. ગાંધીજીનાં રચનાત્મક કાર્યો વિશે લોકો કેટલું ઓછું સમજતા હતા એનો અહીં સારો પરિચય સરદારને થયો. આ પરિષદમાં અસ્પૃશ્યતાનિવારણ અંગે ઠરાવ પસાર કરવામાં આવવાનો હતો. પરંતુ પરિષદના વ્યવસ્થાપકોએ ભારે ગફલત કરી હતી. તેઓ મૂળ મુદ્દો જ ચૂકી ગયા હતા ! હરિજનો માટે બેસવાની આ પરિષદમાં અલગ જગ્યા રાખવામાં આવી હતી! એક સ્વયંસેવક હરિજન પ્રતિનિધિઓ તથા પ્રેક્ષકોને બીજાઓને ન અડવા અને તેઓને માટે અલગ રાખેલા સ્થાને બેસવા સૂચનાઓ આપતો હતો. હરિજનો બાપડા પણ હા બાપુ, હા” એમ કહીને એ સૂચનાનો અમલ કરતા સંકોચાઈને બેસતા હતા ! એવામાં સરદાર સભામાં આવ્યા. સરદારની ચકોર નજરે આ વસ્તુ તરત જ પડી. એટલે સરદાર ઊઠીને હરિજનોની વચ્ચે જઈને બેઠા. દરબાર સાહેબ ગોપાળદાસ અને તેમનાં ધર્મપત્ની ભક્તિબા પણ સરદારને અનુસર્યા. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પછી તો હરિજનો માટેનું એ અલગ સ્થાન પરિષદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું. સરદારશ્રીનો ભાષણ કરવાનો વારો આવ્યો. તેઓ મંચ ઉપર ન ગયા, પરંતુ પોતાને સ્થાને જ ઊભા થઈને તેમણે ભાષણ કર્યું. પરંતુ સરદારે પોતાના ભાષાગમાં આ ઘટના વિશે જરા પણ ઇશારો કર્યો નહીં. ઇશારો શું કામ કરે? એ વિશે તો સરદારનું મૌન જ વધારે અસરકારક હતું. પશ્ચિમના સુધારા સામે લાલબત્તી પશ્ચિમની પદ્ધતિ દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે, એ સામે સરદારશ્રીએ ૧૯૨૦માં અસહકારની લડત વેળાએ જે ચેતવણી આપી હતી, એ આજે પણ વિચારવા જેવી છે. તેમણે કહ્યું હતું : કેટલાક પશ્ચિમના સુધારાના પૂજારી છે. તેઓ રેટિયામાં દેશને દોઢસો વરસ પાછો લઈ જવાનો ડર દેખી રહ્યા છે. ‘પશ્ચિમનો સુધારો જગતની અશાંતિનું મૂળ છે એ તેઓ જોઈ શકતા નથી. “રાજા અને પ્રજા વચ્ચે ક્લેશ કરાવનાર, મોટી મોટી સલ્તનતોના ભુક્કા ઉડાવનાર, મહાન રાજ્યાને ગ્રહોની માફક અથડાવી પૃથ્વીનો પ્રલય આણનાર, માલિકો અને For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મજૂરો વચ્ચે જાદવાસ્થળી મચાવનાર પશ્ચિમનો સુધારો શેતાની શસ્ત્રો અને સામગ્રી ઉપર રચાયેલો છે. ‘એ સુધારાનો વંટોળિયો આખા જગત ઉપર જર્જાસભેર ફેલાતો જાય છે. તે વખતે એકલું હિંદુસ્તાન એની સામે અડગ રહી પોતાનો અને બને તો જગતનો બચાવ કરવા ઇચ્છે છે. ‘પશ્ચિમનો સુધારો હિંદમાં દાખલ કરવા ઇચ્છનારાઓની પાસે તે સુધારાને પચાવવાની શી સામગ્રી છે ? ‘હિંદુસ્તાન એ સુધારાની પાછળ દોડતાં હંમેશાં પાછળ જ રહેવાનું. તે આ ભૂમિને અનુકૂળ નથી. ‘આત્મબળને પૂજનાર હિંદુસ્તાન શૈતાનના તેજમાં કોઈ દિવસ તણાવાનું નથી.' ૧૦ પિતાશ્રી પ્રત્યે આદરભાવ સરદાર વલ્લભભાઈ બોરસદમાં વકીલાત કરતા હતા. એક દિવસ વલ્લભભાઈ પોતાની ઑફિસમાં બેઠા હતા. એવામાં તેમના પિતાશ્રી ઝવેરબાપા ઑફિસ નણી આવતા દેખાયા. કરમસદથી વયોવૃદ્ધ પિતાશ્રીને અચાનક આવેલા જોઈને વલ્લભભાઈને નવાઈ લાગી. તમણે તરત જ ઊભા થઈ જઈને પૂછ્યું : ૨૩ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મોટાકાકા, તમે હમણાં અહીં ક્યાંથી ?', ઝવેરબાપા ખુરશી પર બેસી થાક ઉતારતા બોલ્યા : " ‘ભાઈ, તારું જરા કામ પડ્યું છે, તેથી જ આવ્યો ને !' વલ્લભભાઈ એ સાંભળીને કહે: ‘પણ મને કહેવડાવવું હતું ને? હું જાતે કરમસદ આવી જાત. બાને પણ મળાત.” પિતાએ કહ્યું : 'પણ કામ તો બોરસદમાં છે, એટલે તને ત્યાં બોલાવીને શું કરું?” વલ્લભભાઈએ પૂછ્યું: “મોટાકાકા, એવું શું કામ છે?' ઝવેરબાપા મીઠાશથી કહે : જોને ભાઈ, આખા જિલ્લામાં તારી હાક વાગે અને આપણા મહારાજ ઉપર વૉરંટ નીકળે એ કાંઈ ઠીક કહેવાય ? તું બેઠો છતાં મહારાજને પોલીસ પકડી શકે એ શોભે ખરું ?' વાત એમ બની હતી કે, યજ્ઞપુરુષોત્તમદાસજી નામના એક સ્વામીનારાયણ સાધુ હતા. તેમણે વડતાલની ગાદીથી જુદા પડી જઈને બોચાસાગમાં ગાદી સ્થાપી હતી. ઝવેરબાપા પોતે બોચાસાગવાળા નવા પંથમાં જોડાયા હતા. જ્યારે યજ્ઞપુરુષોત્તમદાસજી વડતાલથી જુદા પડ્યા, ત્યારે તેમની સાથે બીજા કેટલાક સાધુઓ અને પાળાઓ પણ ભળ્યા. વડતાલના મંદિરના તાબામાં જે મંદિરો ગામેગામ હતાં, એ બધાંને તેઓ કબજે કરવા લાગ્યા. એટલે વડતાલના અસલ પક્ષના જે સાધુઓ અને २४ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પાળાઓના કબજામાં એ મંદિરો હતાં તેઓ સાથે અથડામણ થવા લાગી. આમ ગામેગામ મારામારીના પ્રસંગો ઊભા થતાં જિલ્લામાં શાંતિનો ભંગ થવા લાગ્યો. એટલે બંને પક્ષના સાધુઓ અને પાળાઓ આ રીતે શાંતિનો ભંગ ન કરે એ સારુ તેઓ પાસે જામીન લેવા માટે સામસામે કેસ કરવામાં આવ્યા. એવા એક કેસમાં પહેલા નંબરના તહોમતદાર તરીકે યજ્ઞપુરુષોત્તમદાસજી મહારાજ હતા. આ કેસ બોરસદના રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલો હતો. વલ્લભભાઈને આ વાતની થોડીઘણી જાણ તો હતી . છતાં પોતાના ટીખળી સ્વભાવ પ્રમાણે તેમણે કહ્યું: ‘મોટાકાકા, મહારાજ ઉપર વળી વૉરંટ કેવું? એ તો પુરુષોત્તમ ભગવાનનો અવતાર કહેવાય. આપણને સૌને આ ભવમાંથી છોડાવનારા. એમને પકડનારા કોણ હોય ?' પિતા જરા અંકળાઈને બોલ્યા : “અત્યારે તારું આ ટીખળ જવા દે! મેં પાકે પાયે સાંભળ્યું છે કે વડતાલ અને બોચાસણનાં મંદિરોના કબજા સંબંધી તકરાર થઈ છે અને તેમાં આપણા મહારાજ ઉપર પણ વૉરંટ નીકળ્યું છે. તારે એ વૉરંટ રદ કરાવવું જ પડશે. મહારાજને પકડે તો તો મારી સાથે તારી પણ આબરૂ જાય !” - એ સાંભળીને વલ્લભભાઈએ કહ્યું : સ.પ્ર.પ્ર.-૪ ૨૫ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ગંભીર થઈ ગયા અને ‘આપણી આબરૂ શું કામ જાય ? એવાં કરમ કરે તેની જાય. પણ હું તપાસ કરીશ. એમ વૉરંટ શેનાં નીકળે ? મારાથી થઈ શકે -તે બધું કરીશ.' એમ કહીને વલ્લભભાઈ જરા નમ્રતાથી પિતાશ્રીને ધીમેથી કહેવા લાગ્યા : ‘મોટાકાકા, તમે હવે છોડો આ બધા સાધુઓને ! જેઓ આવા પ્રપંચ કરે છે, કજિયા કરી કોર્ટે ચડે છે, પોતાનું જેઓ આ ભવમાં રક્ષણ કરી શકતા નથી તે આપણને આવતા ભવમાં શું તારવાના હતા ? આપણો શો ઉદ્ધાર કરવાના હતા ?’ ઝવેરબાપાને આવી વાત ક્યાંથી ગમે ? તેઓ કહે : ‘ભાઈ, એ બધી પંચાત આપણે શું કામ કરીએ ? પણ જો, તારે એટલું ધ્યાનમાં રાખવાનું કે, મહારાજ ઉપર વૉરંટ નીકળ્યું હોય, તો એ રદ થવું જ જોઈએ.’ એમ કહીને પિતાશ્રી ઑફિસમાંથી ચાલ્યા ગયા. વલ્લભભાઈ આમ તો સ્વામીનારાયણ સંપ્રદાયમાં જ ઊછરેલા હતા. છતાં એમણે એ સંપ્રદાય તરફ ખાસ શ્રદ્ધા સેવી નથી. ... આ ઝઘડામાં પણ વચ્ચે પડવાની તેમની ઇચ્છા લગારે નહોતી. છતાં વૃદ્ધ પિતાશ્રીના આગ્રહને લીધે વલ્લભભાઈએ એ કેસ હાથમાં લીધો અને કેસની માંડવાળ કરાવી બેઉ પક્ષના તહોમતદારોને છોડાવ્યા. ૨૬ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જોયા તમારા સૂબા!” વલ્લભભાઈના મોટાભાઈ વિઠ્ઠલભાઈને ટીખળ કરવાની બહુ ટેવ હતી. એક વાર વિઠ્ઠલભાઈ સરદારશ્રીને મળવા અમદાવાદ આવ્યા હતા. તે વેળાએ વિઠ્ઠલભાઈને સરદારની ટીખળ કરવાનું મન થઈ ગયું. અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં સરદાર જે મકાનમાં રહેતા હતા, ત્યાં સરદારના દીવાનખાનાના ઓરડાની બાજુના છજામાં પાયખાનું હતું. | વિઠ્ઠલભાઈ આવેલા, એટલે કેટલાક મિત્રો તેમને મળવા આવ્યા હતા. વાતો ચાલતી હતી તે દરમિયાન સરદારશ્રી પાયખાને ગયા. થોડી વાર થઈ, એટલે વિઠ્ઠલભાઈએ ઊઠીને બહારથી પાયખાનાની સાંકળ દઈ દીધી! પછી ઠાવકું મોં રાખીને ત્યાં આવેલા મિત્રો સાથે વાતો કરવા વિઠ્ઠલભાઈ બેઠા. થોડી વાર થઈ અને સરદારે પાયખાનામાંથી બહાર નીકળવા બારણું ખોલવા માંડ્યું, પણ ઊઘડ્યું જ નહીં. સરદારે અંદરથી ઠોકવા માંડ્યું, જેથી કોઈએ ભૂલમાં બારણું બહારથી વાસી દીધું હોય, તો આવીને કોઈ ઉઘાડે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તો વિઠ્ઠલભાઈ મોટે સાદે, વલ્લભભાઈ પાયખાનાની અંદરથી સાંભળી શકે એ સારુ, પેલા મિત્રોને કહેવા લાગ્યા : ‘જોયા તમારા સૂબા ! આટલી પાયખાનાની સાંકળ ખોલીને તો બહાર અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવા નીકળી પડ્યા છે ! પાછા અમે કહીએ છીએ તે માનતા નથી અને અમારી સાથે બાખડી બાંધે છે !' પછી અર્ધાએક કલાકે વિઠ્ઠલભાઈ હળવેથી સાંકળ ખોલી આવ્યા. સરદાર પાયખાનામાંથી બહાર નીકળ્યા અને જાણે કશું બન્યું જ ન હોય એમ પોતાના કામમાં લાગી ગયા ! ૧૨ સણસણતો જવાબ - '૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારની ચળવળ જાહેર કરી હતી. - પંજાબમાં થયેલા અત્યાચારો પછી ગાંધીજીને લાગ્યું કે, આપણું સ્વરાજ્ય ન સ્થપાય ત્યાં સુધી આવા અન્યાયો થતા અટકવાનું શક્ય નથી. એટલે ગાંધીજીએ આ જાહેરાત કરી હતી. ગાંધીજીએ પોતાને મળેલા બધા સરકારી ચાંદો – બોઅર વૉર મેડલ, ઝૂલુ વૉર મેડલ અને કૈસરે હિંદ સુવર્ણ ચાંદ – ૨૮ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વાઇસરૉયને પાછા મોક્લી આપીને અસહકારની શરૂઆત કરી. ગાંધીજીના આ અસહકારની વિરુદ્ધમાં સર નારાયણ ચંદાવરકર અને બીજા કેટલાક નેતાઓએ એક જાહેરનામું કાઢ્યું હતું. એમાં જણાવ્યું કે, દુનિયાના મુખ્ય ધર્મગ્રંથો – ગીતા, કુરાન, બાઇબલ અને પારસી અવેસ્તા અસહકારને ધર્મવિરુદ્ધ ગણે છે. સરદારશ્રી આ જાહેરનામું વાંચીને સમસમી ગયા. સર નારાયણ ચંદાવરકર જેવા પ્રખર વિચારક આવું જાહેર કરે એ સરદારશ્રી કાંથી સાંખી શકે ? એનો જવાબ આપતાં સરદારશ્રીએ જણાવ્યું : ‘અસહકારમાં કેટલાક લોકો ધર્મભંગનો દોષ જુએ છે. હું એમના જેટલી વિદ્વત્તાનો કે ધર્મનાં તત્ત્વોના જ્ઞાનનો દાવો કરતો નથી. ‘છતાં હું એમને પૂછું કે પ્રજાને અસહકારમાં નહીં જોડાવા, અસહકારથી દૂર રહેવા, ટૂંકામાં અસહકારવાદીઓની સાથે અસહકાર કરવાની સલાહ આપતાં ધર્મભંગનો દોષ કયાં જતો રહે છે ? ‘આપણે સર નારાયણ ચંદાવરકરને એટલું તો વિનયપૂર્વક પૂછી શકીએ છીએ કે, જે સામ્રાજ્યમાં (પંજાબના અમાનુષી અત્યાચારો કરાવનાર પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર) સર માઇકલ ઓડવાયર જેવા ‘“સર’’નો ઇલકાબ ધારણ કરી શકે છે અને સર રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પોતાનો ‘‘સર’’નો For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ઇલકાબ ફેંકી દેવો પડે છે અને જેમને આપ માથું નમાવવા લાયક “પ્રોફેટ' – પયગંબર ગણો છો તેમને પણ પોતાના ચાંદીનો ત્યાગ કરવો પડે છે, ત્યાં આપને સર”નો ઇલકાબ પાછો સોંપી દેવામાં ગીતાજીના કયા શ્લોકનો બાધ આવે છે ?' વિદ્યાપીઠનું શિક્ષણ ૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારના એક કાર્યક્રમ તરીકે સરકારી શાળા-કૉલેજોનો અને અંગ્રેજી શિક્ષણનો ત્યાગ કરવાની હિમાયત કરી હતી. એમાં સરદારશ્રી પણ સંમત થયા હતા. એની લોકો પર ભારે અસર પડી. સરદારશ્રી જેવા ભણેલાગણેલા અને કોરટોને ગજવનારા એક બાહોશ બૅરિસ્ટરે જ્યારે આવા શિક્ષણના અસહકારની હિમાયત કરવા માંડી, ત્યારે જુવાનોમાં ભારે ચકચાર જાગી. ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ આ વિષય ઉપર એક સભા ગોઠવી હતી. એમાં સરદારશ્રીને પ્રવચન આપવા બોલાવ્યા હતા. વિદ્યાર્થીઓએ સરદારશ્રીને આ બાબતમાં કેટલાય પ્રશ્નો પૂછડ્યા. ૩૦ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીઓએ સરદારશ્રીને ગૂજરાત વિદ્યાપીઠ વિશે પ્રશ્ન પૂછતાં કહ્યું: અમે કૉલેજનું શિક્ષણ છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈએ તો અમને ત્યાં કેવું શિક્ષણ મળશે?' સરદારશ્રી પાસે જવાબ તૈયાર જ હતો : તમે ગુજરાત કૉલેજમાં જે ભણ્યા તે ભૂલી જાઓ એવું વિદ્યાપીઠ શીખવે તોપણ બસ છે.” ૧૪ સરકારી નોકરીને લાત મારું બોરસદમાં હૈડિયાવેરાની લડત ચાલતી હતી. તે વખતે પ્રજાની સામે સરકારની એક ફરિયાદ એવી હતી કે, ગાંધીજીની ખેડા સત્યાગ્રહની અને અસહકારની લડતોથી લોકોને સત્તાનો ડર રહ્યો નહીં અને બહારવટિયા બહાર પડ્યા તેઓને લોકોએ ઉત્તેજન આપ્યું. પરંતુ સાધારણ સીધાસાદા માણસોને બહારવટિયા બનાવવામાં સરકારી અમલદારો જ કેવી રીતે કારણરૂપ હોય છે તેનું વર્ણન સરદારશ્રીએ એક જાહેર સભામાં કરતાં કહ્યું હતું : | ‘સિંગલાવ ગામનો પેલો ગુલાબરાજા બહારવટે નીકળ્યો, ત્યારે તો ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા પણ નહોતા. . ‘તે વખતે કલેક્ટર વુડને તે મારવા ફરતો હતો. ૩૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ એણે ગુલાબરાજાને ખોટા કેસમાં સંડોવીને સજા કરાવી હતી. ‘એક વખત કલેક્ટરનો મુકામ સિંગલાવ ગામમાં હતો, . ત્યાં તેણે સાંભળ્યું કે, ગુલાબરાજા નામનો માણસ ગાયકવાડી હદમાં લૂંટો કરે છે અને અંગ્રેજી રાજ્યની પોલીસની તેને મદદ છે. તેણે એની તપાસ કરવા માંડી. ‘તે વખતે પેલો ગુલાબરાજા કસબી ફેંટો અને ભેટ બાંધીને પાસે જ ઊભો હતો. ‘તેણે કહ્યું : હું ગુલાબરાજા. ‘કલેક્ટર વુડે કહ્યું : તારા હાથ તે છૂટા હોય ? તને તો બેડીઓ પહેરાવવી જોઈએ. ‘ગુલાબરાજા કહે : ગુનામાં પકડાઉં તો તારી સત્તા ચાલે તે સજા કરજે. પણ આજે તો હું રાજા છું. ‘પછી તેને ગુનામાં સંડોવવા ખાતર કલેક્ટરના કહેવાથી તેના ઉપર કેસ ઊભો કરવામાં આવ્યો. ચોરા ઉપર મામલતદારની શિખવણીથી એક વાણિયાએ ગુલાબરાજાને ગાળો દીધી. ‘તેથી ગુસ્સે થઈને તેણે એને કપાળમાં એક કાંકરો માર્યો. આ બાબતનો કેસ ચાલ્યો. ‘ગુલાબરાજાએ મને વકીલ કર્યો. કેસમાં કંઈ થઈ શકે એમ નહોતું. પણ કલેક્ટરે જજને મળી એને નવ મહિનાની સજા કરાવી. ‘પેલાને આ વાતની ગંધ આવેલી. એટલે ફેંસલાને ૩૨ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ દિવસે કોર્ટમાં એ હાજર જ ન થયો અને તે દહાડાથી બહારવટું શરૂ કર્યું. આમ સાવ નાની વાતમાંથી કલેક્ટરે એક બેગુના માણસને બહારવટિયો બનાવ્યો! પછી તો એણે બાવન લૂટો કરી અને પચીસ-ત્રીસ ખૂન કર્યા. તેને સતાવવામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પણ ખરો.” એક દિવસ કલેક્ટરને કોઈએ એવી બાતમી આપી કે, બહારવટિયો ગુલાબરાના રોજ રાતે વલ્લભભાઈ વકીલને ઘેર આવે છે. તે એટલે કલેક્ટરે સરદારને બોલાવ્યા. મોટી મોટી જગ્યાઓ આપવાની અનેક લાલચો આપી કલેકટરે સરદારને બહારવટિયા ગુલાબરાજાને પકડાવી આપવા સમજાવ્યા. એ સાંભળીને સરદાર બોલી ઊઠ્યા : કાયદો હું થોડોઘણો જાણું છું. મારે ઘેર ગુલાબરાના આવતો હોય, તો મારે પોતે જ એ જાહેર કરવું જોઈએ. ન કરું તો ગુનો ગણાય એ હું જાણું છું. બાકી તમારી નોકરીની લાલચે એને પકડવાના કામમાં હું પડું એ તો કાળું કામ કહેવાય અને આમેય હું તો સરકારી નોકરીને લાત મારું છું.” કલેક્ટર તો એ સાંભળીને સડક જ થઈ ગયો! ૩૩ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ડોશીમાના દીકરા બોરસદની લડત પૂરી થઈ હતી. પછી સરદાર પોતાનાં વયોવૃદ્ધ માતુશ્રીને મળવા કરમસદ ગયા. પચાસેક વર્ષના દીકરા વલ્લભભાઈ એશીએક વર્ષનાં લાડબાને જોઈને બોલ્યા: ‘કેમ બા !' ડોશીમાની આંખે ઝાઝું દેખાતું ન હતું. તે બોલ્યાં : કોણ ભાઈ ?. . . ભાઈ? આવો. છોકરાં સારાં છે?” કહી ડોશીમાએ દીકરાને આવકાર આપ્યો. દીકરાએ ડોશીમાના સવાલના જવાબમાં કહ્યું: “હા બા, સૌ સારાં છે.” માજી કહે: ‘ગાંધીજી છૂટી ગયા. બહુ સારું થયું. મને તો રોજ થયા કરતું કે, એમને કેવી રીતે છોડાવાય? કેવી રીતે છોડાવાય? પણ સરકારે છોડ્યા ખરા.” સરદારે ટૂંકમાં જ કહ્યું : 'હા.' વિઠ્ઠલભાઈ વિશે માજીએ પૂછ્યું : '. . . ભાઈ હમણાં ક્યાં છે?” દીકરાએ જવાબ આપ્યો : ‘દિલ્હીમાં સરકાર સાથે લડે છે. જનમથી તોફાની સ્વભાવ તે કાંઈ જાય ?' ડોશીમાએ હકારમાં કે નકારમાં ડોકું ન ધુણાવ્યું. કંઈક અન્યાય થતો હોય એમ માનીને ચૂપ જ બેસી રહ્યાં. પછી થોડીક વાર રહીને બોલ્યાં : ‘અહીં રહેશો?’ દીકરાએ કહ્યું : “ના, કાલે જવું છે.' ૩૪. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ માજી કહે : જુઓને, બધાનું સારું થયું. અહીં પણ લોકોનું સારું થયું. ગાંધીજીયે છૂટ્યા. હવે ઘરમાંયે... માજીનું વાકય પૂરું થાય તે પહેલાં દીકરાએ તે વાચ ઉપાડી લીધું : ‘ઘરમાંયે સારું કરો. એટલે. . . બહેનને સારુ હવે તપાસ કરો, કેમ ?’ માજી કહે : ‘હાસ્તો, મારી હવે ભગવાન પાસે કશી માગણી નથી. એટલું એક કામ થઈ જાય એટલે થયું.' દીકરો કહે : ‘ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે.’ ભાગ્યમાં લખેલું ન માનનાર દીકરાનો ઢોંગ ડોશીમા જોઈ શકયાં. એટલે તરત જ બોલ્યાં : ‘તે તો થશેસ્તો. પણ આપણે કાંઈ દલાલ થયા વિના ચાલે એમ છે ?' દીકરા ચૂપ રહ્યા. આ વિષય દીકરાને પસંદ નથી એમ સમજી ડોશીમાએ પાછી બીજી વાત કાઢી : ‘પેલા તમારી સાથે મોટી દાઢીવાળા ડોસા (અબ્બાસ સાહેબ તૈયબજી) આવતા હતા તે નથી આવ્યા ?' દીકરાએ કહ્યું : ‘ના, ઘેર રહ્યા છે.’ સરદારે ભાગ્યમાં લખેલું હશે એમ થશે, એવું બોલી તો નાખેલું, પણ એમનું મન તો વિચારે ચડ્યું હતું. તેઓ ડોશીમાના સવાલના જવાબ યાંત્રિક રીતે આવ્યે જતા હતા. મનમાં તો માએ પૂછેલી જ વસ્તુનો વિચાર કરી રહ્યા હતા. ૩૫ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ડોશીમા પાછાં બોલ્યાં : “. . . બહેન તો આવીને ચાલી . ગઈ. પણ. . . ભાઈ તો આ વેળા ઘણા દહાડા રહ્યો. આખો દિવસ કિલ્લોલ કર્યા કરે.” આટલી પ્રસ્તાવના કરીને દીકરાનું મન પાછું પહેલી જ વાત સાંભળવાને માટે ડોશીમાએ તૈયાર કર્યું : જાણે. . . ભાઈની તો કશી ચિંતા નથી. પણ. . . બહેનની ચિંતા થયા કરે છે. ભગવાને મને આટલો વખત જિવાડી તે જાણે એ માટે જ નહીં હોય?. . . બહેનને પરણાવીને પછી હું મરીશ એવું લાગે છે. એ વિના બીજી કશી તૃષ્ણા હવે રહી નથી. દીકરા ચૂપ જ રહ્યા. એટલે ડોશીમાએ પાછી વાત બદલવાનો ડોળ કર્યો : ‘બંને નિશાળે જાય છે?' સરદારે ટૂંકો જવાબ આપ્યો : “હા.' ડોશીમાએ બીજો સવાલ પૂછયો: બંનેની પરીક્ષા ક્યારે છે?' સરદાર મૂંઝાયા ! આસપાસ બેઠેલા સૌ હસવા લાગ્યા. સરદારે તો મણિબહેન અને ડાહ્યાભાઈને ગાંધીજીની દેખભાળ હેઠળ આશ્રમમાં મૂક્યાં હતાં. ગાંધીજી જેવાના હાથમાં બાળકો હોય પછી સરદારને બાળકોની શી ચિંતા હોય? પોતાનાં છોકરાં કઈ પરીક્ષામાં બેસવાનાં છે તેની સરદારને ખબર નથી, એ જાણીને ડોશીમાએ ટકોર કરી : For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ આખા મુલકની ખબર રાખો છો અને પોતાનાં છોકરાંની નહીં ?' સરદાર કહે : “છોકરાં હવે મોટાં થયાં. પોતે પોતાનું સંભાળી લે.” આખરે સૌ ઊઠ્યા. દીકરાએ કહ્યું : ‘ત્યારે ઊઠીએ છીએ, બા.” એટલે ડોશીમા પોતાના મનમાં ક્યારની ઘોળાયા કરતી વાત પાછાં યાદ કરીને બોલ્યાં : . . . ભાઈને કહેજોની, તે ક્યાંક જોઈ રાખશે.” સરદાર કહે : કેમ, એમને શા સારુ કહેવું?' ડોશીમાએ ટકોર કરી : ‘તમે તો છોકરાં શું ભણે છે તે જાણતા નથી, તો દીકરીને માટે વર શી રીતે શોધવાના હતા ?' સૌ હસતાં હસતાં નીચે ઊતર્યા. ઘડીક પછી તો ડોશીમાના આ દીકરાને હજારોની સભા આગળ ભાષણ આપવાનું હતું. ખેડૂતોના નાડપારખુ સરદારશ્રી ૧૯૨૯માં મદ્રાસ ગયા હતા. ત્યાં તેમનાં તેજીલાં ભાષણોથી લોકો મુગ્ધ બની ગયા હતા. એક વૃદ્ધ ખેડૂત તો સરદારનાં ભાષણો ઉપર એવો For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ આફરીન થઈ ગયો કે એમની સાથે જ પ્રવાસમાં ફરવા લાગ્યો. ‘આજ સુધી અમારાં દુ:ખો અને અમારી મુશ્કેલીઓ જાણનારો આવો કોઈ જોયો નથી અને અમને બધું બરાબર સમજાવી અમારામાં જાગૃતિ આણનાર પણ કોઈ આવ્યો નથી.” એમ એ વૃદ્ધ ખેડૂત કહેતો જાય અને સરદારશ્રીનાં ભાષણો સાંભળી સાંભળીને ઘેલો થતો જાય. પછી એ જ વરસમાં ડિસેમ્બર માસમાં સરદારશ્રી બિહારના પ્રવાસે ગયા હતા. ગાંધીજીના પ્રથમ શિષ્ય તરીકે એમની પાછળ બિહારીઓ ઘેલા થયા. ચંપારણમાં જેમ ગાંધીજીએ ઉગાર્યા તેમ ગાંધીજીના આ શિષ્ય તે લોકોને બીજી આફતોમાંથી ઉગારશે, એવી શ્રદ્ધાથી હજારો કિસાનોનાં ટોળાં સરદારશ્રીને સાંભળવા આવતાં. બિહારના એક વયોવૃદ્ધ મુખ્ય કાર્યકર્તા બ્રિજકિશોરબાબુ માંદા હતા, છતાં પણ સરદારશ્રીનાં ભાષણો સાંભળવા જતા. સરદારશ્રીનાં તીખાં અને જુસ્સાદાર ભાષણો સાંભળીને બ્રિજકિશોરબાબુએ સરદારશ્રીને ભાવભર્યા અભિનંદન આપતાં કહ્યું : અમારા ખેડૂતોને આ જ જોઈતું હતું. નિર્ભયતાનો મંત્ર તમે જે રીતે આપો છો, તે રીતે ભાગ્યે જ બીજા કોઈ * For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ આપી શકે. મને લાગે છે કે અમારી કિસાન આલમને સળગાવીને જ અહીંથી તમે જશો.” દાન એટલે ધર્મણ એક વાર સરદારશ્રી કોંગ્રેસ માટે ફાળો ઉઘરાવવા રંગૂન ગયા હતા. તે વેળાએ જ્યારે તેઓ ચીનાઓની પાસે ફંડ ઉઘરાવવા જતા, ત્યારે ચીનાઓ તેમની ટીપમાં કશું લખાવતા નહીં. પરંતુ ઘરમાં જે કંઈ રૂપિયા હોય તેમાંથી યથાશક્તિ રકમ લાવીને હાથોહાથ આપી દેતા. કેટલાક ચીનાઓ તો અમુક રકમનો ચેક જ તરતો તરત લખીને આપી દેતા. ' સરદાર માટે આ નવો અનુભવ હતો. બીજા લોકો તો ટીપમાં અમુક રકમ લખાવી દેતા અને પછીથી એટલી રકમ મોકલવાની બાંયધરી આપતા. - ચીનાઓનું આવું વર્તન જોઈને સરદારશ્રીએ એક ચીની ગૃહસ્થને એનું કારણ પૂછ્યું. એ ચીની ગૃહસ્થ જવાબમાં કહ્યું: “આ તો ધર્મણ કહેવાય. ટીપમાં આંકડો લખાવ્યા પછી તેટલા પૈસા પાસે ન હોય, તો જેટલા દિવસ એ આપતાં મોડું થાય તેટલા દિવસનું દેવું જ અમારા ઉપર ચડે. અને એ ધર્મઋણનું પાતક અમારા લોકોમાં આકરામાં આકરું ગણાય છે. (૩૯ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ માટે અમે ફંડફાળામાં જે કંઈ આપવાના હોઈએ તે તરતો તરત આપી દઈને એ ઋણમાંથી મુક્તિ અનુભવીએ છીએ.” ૧૮ “તે તો મને ઓળખે છે ને?' એક વાર પંજાબ મહાવિદ્યાલયના પદવીદાન સમારંભ વખતે સરદારશ્રી એનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. ' તે વખતે એક વિદ્યાર્થીએ સરદારશ્રીની પાસે આવીને તેમને પ્રણામ કર્યા. સરદારશ્રીએ એ વિદ્યાર્થીને આવકારતાં પૂછ્યું : ‘કેમ, મજામાં છે ને ?' વિદ્યાર્થીએ કહ્યું : “જી હા.” થોડી વાર પછી સરદારશ્રીને તેમના એક સાથીએ પૂછ્યું : આપ પેલા વિદ્યાર્થીને ઓળખો છો ખરા?' સરદારે કહ્યું: ના.' પેલા સાથીએ જરા નવાઈ પામીને કહ્યું : ‘આપે એની સાથે વાત તો એ રીતે કરી, જાણે આપ એને પહેલેથી સારી પેઠે ઓળખતા હો !” સરદાર હસતા હસતા બોલ્યા : હું ભલે એને ઓળખતો નહીં હોઉં, પણ તે તો મને ઓળખે છે ને ?' For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૯ બે ભાઈનું હેત સરદારશ્રીના મોટાભાઈ વિઠ્ઠલભાઈ આમ તો બાહોશ બૅરિસ્ટર હતા. તેમનામાં કમાવાની ભારે શક્તિ હતી. વલ્લભભાઈ પણ અમદાવાદમાં બૅરિસ્ટરીમાં સારી પેઠે કમાતા હતા. પરંતુ વિઠ્ઠલભાઈએ સેવાકાર્યમાં ઝંપલાવ્યું. બંને ભાઈઓ બરોબર સમજતા હતા કે, કમાવું અને સાથે સાથે સેવા કરવી એ હસતાં લોટ ફાક્વા જેવી વાત છે. એટલે વિલભાઈના નિભાવના ખર્ચનો બધો બોજો વલ્લભભાઈએ ઉપાડી લીધો હતો. આ બંને ભાઈઓ વચ્ચેનો સ્નેહભાવ તો ખરેખર રામલક્ષ્મણની જોડીનું સ્મરણ કરાવે એવો હતો. નાના ભાઈ વલ્લભભાઈને ત્યાં વિઠ્ઠલભાઈ કોઈ કોઈ વાર પ્રસંગોપાત્ત અમદાવાદ આવતા. તે વખતે વલ્લભભાઈ મોટાભાઈના બૂટની દોરી છોડી તેમના બૂટ ઉતારીને સ્વાગત કરતા. પછી જ્યારે વિઠ્ઠલભાઈ પાછા મુંબઈ જવાના થાય, ત્યારે વલ્લભભાઈ તેમના મુંબઈના ખર્ચ માટે તેમનું ખીચું રૂપિયાની નોટોથી ભરીને તેમને વિદાય આપે. એક વાક્ય ઉચ્ચારવાનું નહીં, કાંઈ પૂછવાનું નહીં, સરદાર કહે પાગ નહીં કે આટલી રકમ ખીસામાં મૂકેલી છે! ૪૧ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦. બાપીકા ઘરમાં પગ ન મૂક્યો . સને ૧૯૧૪માં વલ્લભભાઈ વિઠ્ઠલભાઈના પિતાશ્રી ઝવેરબાપાનું અવસાન થયું. ભાઈઓમાં સૌથી મોટાભાઈ નરસિંહભાઈ હતા. તેમણે જ્ઞાતિજમણ કરવાનું વિચાર્યું. પરંતુ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એ બંને ભાઈઓ જ્ઞાતિના આવા ખોટા ખરચા કરાવનારા કુરિવાજોમાં માનતા નહોતા. એટલે આ બંને ભાઈઓએ મોટાભાઈ નરસિંહભાઈને બારમું કરવામાં એ રકમ વાપરવાને બદલે સામાજિક ઉદ્ધારના કામમાં વાપરવા સમજાવવા પ્રયત્ન કર્યો. રૂઢિચુસ્ત નરસિંહભાઈ એ વાત માને એવા નહોતા. તેમણે આ બંને ભાઈઓને સાફ સંભળાવી દીધું : ‘જો તમે બંને જણા આ પ્રસંગમાં ભાગ નહીં લો અને એ ખર્ચમાં તમારો હિસ્સો નહીં આપો, તો બાપીકી મિલકત પરનો તમારો સઘળો હકદાવો જતો કરવો પડશે. તમને એમાંથી એક પાઈ સુધ્ધાં નહીં મળે, એ યાદ રાખજો.' વલ્લભભાઈ-વિઠ્ઠલભાઈએ એ હક ખુશીથી જતો કર્યો, પરંતુ પોતાના પિતાના બારમામાં હાજર ન જ રહ્યા. ત્યાર પછી આ બંને ભાઈઓને કરમસદ જવાનું કોઈ વાર ૪૨ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ થતું ખરું, પરંતુ તેઓએ બાપીકા ઘરમાં પગ સરખો મૂકયો નહીં. ૨૧ ધારણા ખોટી પાડી સરદારશ્રી જયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપવા એક દિવસ જીપગાડીમાં બેસીને જતા હતા. સરદારશ્રી આગલી બેઠક પર બેઠા હતા. તેમનાં સુપુત્રી મણિબહેન પાછળની બેઠકમાં બેઠાં હતાં. જીપગાડી “નેતા-શિબિરના પ્રવેશદ્વાર પાસે આવીને ઊભી રહી. સરદારશ્રી ધીમેથી ઊતરવા લાગ્યા. તેમણે એક પગ જમીન પર મૂક્યો અને બીજો પગ હજી મોટરમાં જ હતો. એવામાં ડ્રાઇવરે માન્યું કે, સરદારશ્રી મોટરમાંથી નીચે ઊતરી ગયા છે. , એટલે તેણે જીપ ગાડી ચાલુ કરી દીધી! જીપગાડી ચાલતાં જ સરદારશ્રી જમીન પર ગબડી પડ્યા ! એમને થોડું વાગ્યું પણ ખરું. તરત જ “નેતા-શિબિર” પાસે ઊભેલા લોકો દોડી આવ્યા અને સરદારશ્રીને મદદ કરવા લાગ્યા. શીખ ડ્રાઇવર ગાડીને એકદમ ઊભી રાખીને ત્યાં દોડી ' ૪૩ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. તે બિચારો પૂજી રહ્યો હતો અને બીકને લીધે તેનું મોં પણ પડી ગયું હતું. તેને થયું કે, સરદારશ્રી તેના ઉપર જરૂર ખૂબ ગુસ્સે થઈ જશે. સરદારશ્રી ધીમેથી ઊઠ્યા. પરંતુ તેમના મુખ ઉપર ગભરામણ કે ગુસ્સાનું ચિહન ન હતું. તેઓ સ્વસ્થ હતા. આસપાસના લોકોના મનમાં પણ થતું હતું કે, સરદારશ્રી ડ્રાઇવરને ઠપકો આપ્યા વિના રહેશે નહીં. ' પરંતુ સરદારશ્રી તો ડ્રાઇવરને કે કોઈને કશું પણ કહ્યા વિના મણિબહેનની સાથે શાંતિથી શિબિર તરફ ચાલવા લાગ્યા ! જનસેવા કરવી હોય તો... ઓરિસ્સામાં એક સાધનસંપન્ન અને જમીનદાર માણસ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. તેમાગે સરદારશ્રીની સલાહ માગી. સરદારશ્રીએ એમને સ્પષ્ટ અને નિખાલસ સલાહ આપતાં કહ્યું : “આપાગા લોકોને આપણી બધી જ સહાનુભૂતિની જરૂર છે. આપણાથી બની શકે એ તમામ સેવાઓ આપણે તેઓને આપવી જોઈએ. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ‘તમે એક મોટા જમીનદાર છો, એ ભૂલી જજો. તમે એક ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, એ ભૂત પણ તમારા મનમાંથી કાઢી નાખજો. જો તમારે લોકોની સેવા જ કરવી હોય, તો તમે એમનામાંના એક છો એવા બનવાનો પ્રયત્ન કરો અને તેમના સ્તરે રહીને વાત કરવાનું શીખો.’ २३ વત્સલ પિતાની શિખામણ એક વાર સરદારશ્રીના પુત્ર ડાહ્યાભાઈને સરદારશ્રીએ સ્વભાવ સુધારવાની શિખામણ આપતો એક પત્ર લખ્યો હતો. એ પત્ર હરકોઈ યુવાને હૃદયમાં કોતરી રાખવા જેવો છે. ડાહ્યાભાઈ તે વખતે ટાઇફૉઈડની બીમારીમાંથી તાજા જ ઊઠેલા હતા. એટલે એક વત્રાલ પિતાને શોભે એવી કુમાશ પણ એ પત્રમાં તરી આવે છે. સરદારશ્રીએ લખ્યું હતું : - “એકબે વાતો ઉપર લખવાનો વિચાર હતો, પણ તમે પથારીવશ હતા, એટલે લખતો નહોતો. હવે કંઈ ઠીક થયું છે, એટલે લખું છું. એથી તમારે દુ:ખ ન લગાડવું જોઈએ. પણ હું લખું એ વાત પર બરોબર વિચાર કરી ભૂલ થતી હોય, તો સુધારવા પ્રયત્ન કિરવો જોઈએ. ૪૫ For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ તમે ઑફિસમાં કાગળો લખો છો, તેમાં ભાષા ઉગ્ર અને સામાને માઠું લાગે તેવી હોય છે. ઑફિસમાં કોઈની સાથે આપણી જબાનથી કે કલમથી વિરોધ થાય અંગર કોઈને દુ:ખ લાગે એ સારું ન જ ગણાય. એથી ભવિષ્યની ઉન્નતિમાં વાંધો આવે, એટલું જ નહીં. પણ એથી તો આપણી આબરૂ બગડે. વખતે આપણા મોઢે કોઈ ન કહે, પણ તેથી શું? ખરું જોતાં આપણાથી નાના માણસો હોય તેની સાથે મીઠાશથી કામ લેવું જોઈએ. આપણા સાથીઓ અને ઉપરીઓની સાથે પાગ યોગ્ય મર્યાદામાં રહી યોગ્ય વર્તન રાખવું જોઈએ. ‘તમારા ઘરમાલિકે ઘર ખાલી કરાવવા તમારી ઉપર દાવો કર્યો એ આપાગને ન શોભ. તમારો સ્વભાવ એવો નથી, છતાં આમ કેમ થવા પામે છે એ મારી સમજમાં નથી આવતું. મેં તો કોઈ વખત તમને કહ્યું નથી. હું તો માનતો જ હતો કે, તમ સીનો પ્રેમ સંપાદન કર્યો છે, તેથી હું બહુ રાજી થતો હતો. આ વાતો સાંભળી મને જરી નવાઈ લાગી, એટલે તમે મંદવાડમાંથી હજી ઊઠ્યા નથી છતાં લખું છું. કારણ જો તમારી શાખ આવી પડી જાય, તો આપણી આબરૂને નુકસાન લાગે અને પસ્તાવું પડે. કોઈની સાથે બોલી બગાડવામાં ફાયદો ન હોય. આપણે કરવું હોય તે કરીએ. પણ આપણી સ્વતંત્રતાનો For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અર્થ એ નથી કે બીજાનો તિરસ્કાર કરીએ. ‘ગૃહસ્થનું એ ભૂષણ ન ગણાય. તેથી આપણા સ્નેહીઓને પણ મૂંઝવણ થાય. એ વિશે વિચાર કરી જ્યાં જ્યાં ભૂલ થતી હોય ત્યાં ત્યાં સુધારો. ‘કોઈને માઠું લાગવા જેવું લખ્યું હોય તો તેની માફી માગી તેની સાથે ભળી જજો અને તેનો પ્રેમ સંપાદન કરજો. કોઈની સાથે દુશ્મનાવટ ન કરજો. મને ખુલ્લા દિલથી લખો. કશું દુ:ખ ન લગાડશો. ‘મારો સ્વભાવ પણ એક વખત કડક હતો. પણ મને એ વિશે ખૂબ પસ્તાવો થયેલો છે. અનુભવથી તમને લખું છું.' ડાહ્યાભાઈએ આ પત્રના બધા ખુલાસા આપ્યા. એટલે સરદારશ્રીએ વત્સલતાભરી મીઠાશથી લખ્યું : ‘મને તો ખબર મળી એ તમને લખેલી હતી. આપણા સ્નેહીઓ આપણો દોષ બતાવે, તો તેનું દુ:ખ ન લગાડવું જોઈએ. તેનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કરીએ; તેથી આપણને હંમેશાં લાભ થાય છે. ‘કોઈ આપણા ઉપર ઈર્ષાથી આરોપ મૂકતો હોય, તો આપણને દુ:ખ લાગે એમ બને. પણ તમારા સ્નેહીઓને જે લાગે તે એ મને જણાવે તેમાં તો ઈર્ષ્યા ન હોય. તેમના વિચારમાં દોષ ન હોય, તો તેમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.’ ૪૭ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વમાની સરદાર સરદારશ્રી '૩૩ની સાલમાં નાશિક જેલમાં હતા. તે વખતે યુરોપમાં વિયેના મુકામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું તા. ૨૨-૧૦-'૩૩ને રોજ અવસાન થયું. એટલે તેમના અવસાન નિમિત્તે સરદારશ્રી પર દિલસોજી બતાવનારા ઘણા તારો અને કાગળો આવ્યા. : જેલમાંથી એ બધાને જવાબ આપી શકાય નહીં. તેથી સરદારે નીચેનો સંદેશો વર્તમાનપત્રોમાં છાપવા માટે સરકાર ઉપર મોકલી આપ્યો : ‘મારી ઉપર વિઠ્ઠલભાઈના અવસાન બદલ દિલસોજી અને લાગણી બતાવનારા ઘણાબધા કાગળો (દેશના જુદા જુદા ભાગોમાંથી, બહ્મદેશ અને લંકાથી પણ) આવ્યા છે તે બધાને (અહીંથી) વ્યક્તિગત જવાબ આપવાનું મારે માટે શક્ય નથી. તેથી મારા પ્રત્યે જેઓએ દિલસોજી બતાવી છે તેમનો (જાહેર રીતે) આભાર માનવાની આ તક હું લઉં . તમારા દુ:ખમાં લાખો માણસો ભાગ લેનારા છે એના કરતાં વધારે મોટું આશ્વાસન મને બીજું શું હોઈ શકે ?) આ સંદેશામાંથી કૌંસમાં મૂકેલા શબ્દો કાઢી નાખીને સંદેશો છાપવો હોય તો છપાવી શકાશે એમ સરકાર તરફથી રાજદ્વારી કેદી સરદારશ્રીને જણાવવામાં આવ્યું. ४८ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સરદારે એના જવાબમાં જણાવ્યું : ‘મારા આવા નિર્દોષ સંદેશામાં કાપકૂપ મૂકવાથી તે અચોક્કસ, બુટ્ટો અને અર્થહીન થઈ જાય છે. એટલે એ ન છપાવવાનો હું નિર્ણય કરું છું.' પછી તા. ૯-૧૧-'૩૩ના રોજ સ્વ. વિઠ્ઠલભાઈનું શબ વિયેનાથી મુંબઈ લાવવામાં આવ્યું. વિઠ્ઠલભાઈની અંતિમ કિયા સરદારને હાથે થાય એમ સૌની ઇચ્છા હતી. તેથી કેટલાક મિત્રોએ સરકારમાં લખાણ કરીને સરદારને પેરોલ પર છોડવાની વિનંતી કરી. સરકારે નીચેની શરતે સરદારને છોડવાની તૈયારી બતાવી : ૧. તમે શ્રી વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરી શકો એ માટે જેટલો વખત આવશ્યક હોય. તેટલા વખતને માટે તમને છોડવામાં આવશે. પણ તમારે એવી બાંયધરી આપવી પડશે કે, તમે બહાર રહો તે દરમિયાન તમે કોઈ રાજદ્વારી ભાષણ કરશો નહીં તેમ જ કોઈ રાજદ્વારી પ્રવૃત્તિમાં ભાગ લેશો નહીં. કિયા થઈ ગયા પછી નકકી ન કરેલ સ્થળે અને સમયે તમે હાજર થઈ જશો જેથી તમને ફરી પકડવામાં આવે. | ‘૨. તમને તા. ૯મી ને ગુરુવારે સવારે નાશિક જેલમાંથી છોડવામાં આવશે. ૩. તા. ૧૧મી ને શનિવારે મુંબઈથી નાશિક માટે સવારે ૭.૧૫ વાગ્યે ઊપડતી ટ્રેનમાં બેસીને તમારે નાશિક For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ આવવું જોઈશે. એ ટ્રેન ૧૦.૫૭ વાગ્યે નાશિક પહોંચે છે. તે વખતે સ્ટેશન ઉપર એક પોલીસ અમલદાર હાજર હશે. ટ્રેનમાંથી ઊતરીને તમારે એને હવાલે થઈ જવું જોઈશે.' સરદારશ્રીએ એના જવાબમાં જણાવ્યું : આવી કોઈ શરતે હું બહાર જવા ઇચ્છતો નથી. તમારે મને છોડવો હોય તો બિનશરતે છોડો, અને જ્યારે ફરી પકડવો હોય ત્યારે હું જ્યાં હોઉં ત્યાંથી મને પકડી શકો છો. પણ હું મારી મેળે પોલીસને હવાલે થવા જવાનો નથી. આ પ્રસંગે બહાર મારી ઘણી જરૂર છે એ હું જાણું છું, પણ આબરૂ અથવા સ્વમાનને ભોગે મારે બહાર, જવાનું નથી.' અને સરદારશ્રી પોતાના વહાલા વડીલ ભાઈની અંતિમ ક્રિયા વેળાએ હાજર ન રહ્યા! . ૨૫ સરદારનું નિ:સ્વાર્થ વલણ સરદારશ્રીના મોટાભાઈ વિઠ્ઠલભાઈ યુરોપમાં આવેલા સ્વિટ્ઝર્લેન્ડ દેશના વિયેના નામના મોટા શહેરમાં ઉપચાર માટે ગયા હતા. ત્યાં તેમનું તા. ૨૨-૧૦-'૩૩ને રોજ અવસાન થયું! વલ્લભભાઈની માફક વિઠ્ઠલભાઈ પણ આપણા દેશના મહાન દેશભક્ત હતા. * ૫૦ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિઠ્ઠલભાઈએ મરતાં અગાઉ વિયેનામાં પોતાનું વસિયતનામું કરેલું. એ વિસયતનામામાં એવું લખાણ કર્યું હતું કે, પોતાનાં સગાંસંબંધીઓમાંથી પોતાની સેવાચાકરી કરનારને અમુક રકમો બક્ષિસ તરીકે આપી દીધા પછી બાકીની બધી રકમ દેશની રાષ્ટ્રીય ઉન્નતિ માટે, ખાસ કરીને પરદેશમાં પ્રચારકાર્ય કરવા માટે શ્રી સુભાષચંદ્ર બોઝને સોંપવી. સુભાષચંદ્ર બોઝ પણ આપણા દેશના એક જાણીતા નેતા થઈ ગયા છે. એ વસિયતનામાની એ કલમના શબ્દો નીચે પ્રમાણે હતા : ‘ઉપર જણાવેલ ચાર બક્ષિસો આપી દીધા પછી મારી મિલકતમાંથી જે કાંઈ રકમ બાકી રહે તે શ્રી સુભાષચંદ્ર બોઝ (જાનકીનાથ બોઝના દીકરા) ઠેકાણું ૧, વુડબર્ન પાર્ક, કલકત્તા, તેમને સોપી દેવી. ‘મજકૂર શ્રી .સુભાષચંદ્ર બોઝે એ રકમ જાતે, અથવા પોતે એક અથવા વધારે માણસોને નીમે તેમણે, એમની સૂચના મુજબ, હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે અને વધારે સારું તો બીજા દેશોમાં હિંદુસ્તાનનાં કાર્યોના પ્રચાર કરવા માટે ખર્ચવાની છે.’ આ વસિયતનામાનો અમલ કરવા માટે ડૉ. પી. ટી. પટેલ તથા શ્રી ગોરધનભાઈ ઈ. પટેલને વહીવટકર્તા નીમ્યા હતા. થોડા વખતમાં ડૉ. પી. ટી. પટેલ ગુજરી ગયા, ૫૧ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ એટલે એ વસિયતનામાના એકમાત્ર વહીવટકર્તા ગોરધનભાઈ પટેલ રહ્યા. સુભાષબાબુએ આ વસિયતનામાનો યોગ્ય અમલ કરવામાં ઘણી અડચણો નાખી, ઘણા વખત સુધી તો અસલ વસિયતનામું જ ગોરધનભાઈને તેમણે આપ્યું નહીં. બહુ વખતે જ્યારે સોંપ્યું, ત્યારે તેમણે એવો દાવો કર્યો કે, ‘આ વસિયતનામા પ્રમાણે મને જણાવેલી રકમ કુલમુખત્યારથી સોંપી દીધેલી છે. મારે તે અમુક રીતે જ વાપરવી એવી જે શરત એમાં લખેલી છે તે કાયદા પ્રમાણે મને બંધનકર્તા થતી નથી.’ શરૂઆતમાં તો આ બાબતમાં સરદારશ્રીએ બહુ નિ:સ્પૃહ અને તટસ્થ વૃત્તિ રાખી હતી. પરંતુ નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતમાં સુભાષબાબુએ ગાળા ચાવવા માંડ્યા, એટલે સરદારને એ ઠીક ન લાગ્યું. વળી જે રીતે આ વિસયતનામા ઉપર વિઠ્ઠલભાઈની સહી લેવામાં આવી હતી, તેથી પણ સરદારને એ વિશે શંકાઓ ઊભી થવા માંડી હતી. વિઠ્ઠલભાઈ જે દિવસે ગુજરી ગયા, તે જ દિવસે વસિયતનામું થયેલું હતું. એમની એટલી ગંભીર બીમારી છતાં વસિયતનામા ઉપર તેમની સારવાર કરનારા દાક્તરોની સાક્ષી ન હતી. પર For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ત્રણે સાક્ષીઓ બંગાળી હતા, અને તેમાં બે તો કેવળ વિદ્યાર્થીઓ હતા. તે વખતે શ્રી ભૂલાભાઈ દેસાઈ, શ્રી વાલચંદ હીરાચંદ, શ્રી અંબાલાલ સારાભાઈ જેવા મહાનુભાવો સ્વિટ્ઝલૅન્ડમાં જ હતા. એટલે પ્રયત્ન કરવામાં આવ્યો હોત, તો તેઓને અંત સમયે હાજર રાખી શકાયા હોત અને વસિયતનામા ઉપર તેઓની સાક્ષી લઈ શકાઈ હોત. પરંતુ આ બાબતમાં વલ્લભભાઈએ જે વલણ લીધું, એ તેમની ઉદાર અને નિ:સ્વાર્થ ભાવનાનું દર્શન કરાવે એવું છે. વસિયતનામાના ખરાપણા વિશે તકરાર ઉઠાવીને સરદારને એ મોટી રકમ વિઠ્ઠલભાઈના વારસો માટે એટલે કે પોતાનાં કુટુંબીજનો માટે જોઈતી ન હતી. એટલે સરદારે તો પોતાનાં કુટુંબીઓમાંથી જેમનો જેમનો વારસાહક પહોંચતો હતો, તે બધાંની સહીઓ મેળવી લીધી કે, ‘વિઠ્ઠલભાઈના વસિયતનામામાં જે રકમ દેશકાર્ય માટે વાપરવાની કહી છે, તેમાંથી અમારે એક પાઈ પણ જોઈતી નથી.’ આ પ્રકારની ચોખવટ અને ચોકસાઈ કરીને સરદારશ્રીએ ગાંધીજીને કહ્યું : ‘તમે વચ્ચે પડો અને સુભાષબાબુને સમજાવો કે આ નાણાં કૉંગ્રેસના નેતાઓ જેમની સમિતિ નીમે તેમને દેશકાર્યમાં વાપરવા માટે સોપી દેવામાં આવે.' ૫૩ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૮માં હરિપુરાની કોંગ્રેસના પ્રમુખ સુભાષબાબુ હતા. તે વખતે ગાંધીજી અને મૌલાના અબુલ કલામ આઝાદે સુભાષબાબુને સમજાવવાનો બહું પ્રયત્ન કર્યો, પણ સુભાષબાબુએ માન્યું નહીં! એટલે વસિયતનામાના વહીવટકર્તા ગોરધનભાઈ પટેલને સરદારે સલાહ આપી કે, તમારે હવે વસિયતનામાની કલમના અર્થ વિશે કોર્ટનો ફેંસલો મેળવ્યા સિવાય છૂટકો નથી. મુંબઈ હાઈકોર્ટમાં ગોરધનભાઈની અરજીની સુનાવણી થઈ. લોકોમાં આ વિશે એટલો રસ ઉત્પન્ન થયો હતો કે, કોર્ટનો ઓરડો ઠઠ ભરાઈ ગયો. બંને તરફના ધારાશાસ્ત્રીઓની દલીલો સાંભળીને કોર્ટે ઠરાવ્યું કે, ‘વસિયતનામાના શબ્દો જોતાં સુભાષબાબુને નાણાં ઉપર કુલમુખત્યાર મળતો નથી. તેઓ પોતાની મરજીમાં આવે તેમ એનો ઉપયોગ કરી શકે નહીં. પણ તેમાં જે કામ જણાવ્યું છે તે માટે જ તેનો ઉપયોગ કરી શકે. ‘પરંતુ નાણાંના ઉપયોગનો મુદ્દો અહીં ઊભો થતો જ નથી. કારણ કે વસિયતનામામાં નાણાંનો ઉપયોગ એવા અચોક્કસ કામ માટે કરવાનું લખેલું છે કે એ શરત કોર્ટ માન્ય રાખી શકતી નથી. એટલે વસિયતનામાનો આ ભાગ કોર્ટ રદબાતલ ગણે છે અને વિઠ્ઠલભાઈના વારસોને આ નાણાંના હકદાર ઠરાવે છે.' ૫૪ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ મુંબઈની હાઈકોર્ટે ઉપર પ્રમાણેનો ફેંસલો બહાર પાડ્યો કે તરત જ તા. ૧૬-૩-’૩૯ના રોજ સરદારશ્રીએ છાપાંોગું નિવેદ્ન બહાર પાડીને જાહેર કર્યું કે, ‘વિઠ્ઠલભાઈના અમે બધા વારસોએ નક્કી કર્યું છે કે, એ રકમમાંથી એક પાઈ પણ અમારે ન લેવી, પરંતુ હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે એ રકમ વાપરવા માટે એ રકમનું વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ નામનું એક જાહેર ટ્રસ્ટ કરવું.’ વસિયતનામામાં જે બક્ષિસો આપવાનું જણાવ્યું હતું તે આપી દીધા પછી લગભગ એક લાખ વીસ હજાર જેટલી રકમ બાકી રહેલી હતી. તા. ૧૧-૧૦-’૪૮ના રોજ તે વખતના કૉંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને કાગળ લખીને સરદારે કૉંગ્રેસની કારોબારી વર્ષા મુકામે મળી હતી ત્યાં એ આખી રકમ સદ્ગત શ્રી વિઠ્ઠલભાઈની ઇચ્છા મુજબ ખર્ચવા માટે કૉંગ્રેસ કારોબારીને સોંપી દીધી. ૨૬ સેવા અને માનચાંદ ૧૯૨૭માં ગુજરાત-કાઠિયાવાડમાં ભારે રેલસંકટ આવ્યું હતું. વરસાદ અને વાવાઝોડાના ભયંકર તોફાને ગુજરાતની આખી વાડી ખેદાનમેદાન કરી નાખી હતી. ૫૫ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૩મી જુલાઈ ને શનિવાર રાતથી મુશળધાર વરસાદ શરૂ થયો તે તા. ર૯મી ને શુક્રવારે બંધ થયો. રવિવારે સૌને લાગ્યું કે આ વખતની હેલી જબરી છે, પરંતુ થોડા વખતમાં રહી જશે. પણ તે દિવસે સાંજથી વરસાદની સાથે જબરો પવન ફૂંકાવા લાગ્યો. વાયુ અને વરુણનું પ્રચંડ તાંડવ મંડાયું, ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે, આ કાંઈ સાધારણ ઉત્પાત નથી! સરદાર અમદાવાદમાં જ હતા. તેમના શિરે બેવડી જવાબદારી હતી. તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા અને ગુજરાત પ્રાંતિક સમિતિના પણ પ્રમુખ હતા. રવિવાર રાતથી સરદાર ચિંતા કરવા લાગ્યા કે, લોકો ઉપર ભારે આફત ઊતરી જણાય છે! તેમને ઊંઘ ન આવી. અને શહેરના જુદા જુદા લત્તાની કેવી હાલત છે તે જોવાના ખ્યાલથી મધરાતે બાર વાગ્યે ધોધમાર વરસાદ અને વાવાઝોડામાં તેઓ બહાર નીકળી પડ્યા. આવા ભારે તોફાનમાં ગુજરાત-કાઠિયાવાડની શી દશા થઈ હશે તેની ચિંતા સરદાર બધો વખત કર્યા જ કરતા હતા. એ દિવસોમાં ગાંધીજી માંદગીને કારાગે બેંગલોર હતા. ગુજરાતમાંથી કેટલાક લોકોએ ગાંધીજીને તાર કરેલા કે, ગુજરાતના આ સંકટની વેળાએ આપે ગુજરાતમાં આવવું જોઈએ. આપના માર્ગદર્શનની અમને ખૂબ જરૂર છે.' - ૫૬ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીએ આ બાબતમાં સરદારશ્રીને તાર કરીને પૂછ્યું કે, “આવું?' સરદારશ્રીએ વળતો જવાબ મોકલ્યો : “આપ દસ વર્ષ થયાં અમને જે તાલીમ આપતા રહ્યા છો, તે અમે કેવી રીતે પચાવી છે અને તેનો અમલ કેવો કરીએ છીએ એ જોવું હોય તો ન આવશો.' સરદારશ્રી આ અભૂતપૂર્વ રેલસંકટને પહોંચી વળવા રાતદિવસ બરોબર મંડી પડ્યા. આ ભયંકર આપત્તિમાંથી ગુજરાત-કાઠિયાવાડને બચાવી લેવા તેમણે ભારે જહેમત ઉઠાવી. આ કપરા કાળને ખ્યાલમાં રાખીને સરદારે એટલો વખત રાજકારણને બાજુએ મૂકી દીધું. સરદારે અને તેમના સાથી કાર્યકર્તાઓએ ઠેર ઠેર સરકારી અમલદારો અને કર્મચારીઓ સાથે ખૂબ સહકારથી અને હળીમળીને કામ કર્યું. સરદારે પોતાની વ્યવસ્થાશક્તિની સૌ સરકારી અધિકારીઓ ઉપર ઘણી સારી છાપ પાડી. - સરદારશ્રી અને તેમના સાથી કાર્યકર્તાઓનું આવું સહકારભર્યું અને નિષ્ઠાપૂર્ણ સેવાકાર્ય જોઈને સરકારી અધિકારી મિ. ગેરેટ સાહેબે સરદારશ્રીને અભિનંદન આપતાં એક વાર કહ્યું: આટલા સારા કામ માટે તમને અને તમારા મુખ્ય મુખ્ય સાથીઓને સરકાર કાંઈ માનચાંદ એનાયત કરે એવી પ૭ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ભલામણ હું કરું, તો એમાં તમને કશો વાંધો છે ખરો?' સરદારશ્રી એમનો આભાર માનતા, ખડખડાટ હસીને બોલ્યા : “મારા સાથીઓ તો તમારા માનચાંદથી બાર ગાઉ દૂર ભાગે એવા છે. સેવાનાં કાર્યોમાં જ એમને આનંદ છે. એમને કીર્તિ કે જાહેરાત પણ નથી જોઈતી.” સરદારનું એક પ્રશસ્ય સેવાકાર્ય ખેડા જિલ્લાના બોરસદ તાલુકામાં સને ૧૯૩૨માં પ્લેગથી પાંચ માણસો મરણ પામ્યાં. પછી તો દર વરસે એમાં વધારો થતો ગયો. ૧૯૩૨માં એક જ ગામમાં પ્લેગ હતો. ૧૯૩૩માં ૧૦ ગામમાં અને ૧૯૩૪માં ૧૪ ગામમાં પ્લેગ થયો. ૧૯૩૫ની સાલમાં તો ૨૭-૨૮ જેટલાં ગામો પ્લેગના ભોગ બન્યાં! બોરસદ તાલુકામાં ૨૮ ગામોમાં થઈને કુલ ૫૮૯ માણસો પ્લેગથી મર્યાની હકીકત આવી. ઘણા લોકોએ સરકારનું આ તરફ ધ્યાન ઘણી વાર ખેંચ્યું હતું. પરંતુ સરકારી જાહેર આરોગ્ય ખાતાએ આ બાબતમાં કાંઈ પગલું ભર્યું ન હતું! છેવટે ખેડા જિલ્લાના કેટલાક કાર્યકર્તાઓ સરદાર પાસે ૫૮ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ગયા અને બધી હકીકત જણાવી. સરદારે તરત જ આ વાત હાથમાં લીધી. ડૉ. ભાસ્કરભાઈ પટેલ મુંબઈમાં પોતાનું દવાખાનું ચલાવતા હતા. સરદારે તેમને બોલાવ્યા. ડૉ. ભાસ્કરભાઈ ને સરદારે પ્લેગની અસરવાળાં ગામોમાં જઈ, મહામારી અંગેની ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપ્યું. ભાસ્કરભાઈએ બોરસદ તાલુકાનાં પ્લેગગ્રસ્ત ગામોની જાતે મુલાકાત લીધી. પ્લેગમાં સપડાયેલા અને પ્લેગથી મરણ પામેલાં માણસોની હકીકત ભેગી કરી. એ પરથી તેમણે વિગતવાર અહેવાલ તૈયાર કરીને સરદારશ્રી આગળ મૂકયો. એ અહેવાલ જોઈને સરદાર ચમકયા ! ખરેખર ગ્રામજનો પર પ્લેગે કેર વર્તાવ્યો હતો અને એ બાબતમાં સરકારે કાંઈ પણ પગલું ભર્યું ન હતું ! સરદારશ્રી પોતે બોરસદ ગયા. તેમણે કેટલાંક ગામો જોયાં. આ મહાસંકટમાંથી ગ્રામજનોને અને ગામડાંઓને શી રીતે ઉગારી લેવાં એ વિશે તેઓ ગંભીરતાથી વિચારવા લાગ્યા. આ સેવાકાર્યમાં કોઈ એક સેવાભાવી, હિંમતવાન અને પોતાના કામમાં નિષ્ણાત એવા ડૉક્ટરની તો ખાસ જરૂર પડે. ડૉકટર ભાસ્કરભાઈ પટેલે સરદારની આ ઇચ્છાને સહર્ષ ૫૯ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારી લીધી. તેઓ બેત્રણ માસ પ્લેગવાળાં ગામોમાં અને પ્લેગમાં સપડાયેલા દરદીઓની સારવારમાં મચ્યા રહ્યા. બોરસદમાં સત્યાગ્રહ છાવણીનું મકાન હતું. એમાં પ્લેગના દરદીઓની સારવાર કરવા માટે દવાખાનું શરૂ કરવામાં આવ્યું. જેના પર સતત ધ્યાન આપવું પડે એવા ગંભીર દરદીઓને ત્યાં લાવવામાં આવતા. સ્વયંસેવકોની ટુકડીઓ આ બધું કામ ઉમંગભેર કરવા લાગી ગઈ. આ કામ કરતાં સરદારશ્રીને લાગ્યું કે, આ કામ ઉપરાંત એક બીજું પણ મહત્ત્વનું કામ કરવા જેવું છે. પ્લેગ આ બધાં ગામોમાંથી હંમેશને માટે વિદાય લે એવું કામ કરવા જેવું ખરું. એટલે સરદારે પોતાના સાથી કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને ભેગા કરી સફાઈયજ્ઞની વાત મૂકી. સૌએ એમની વાત એક અવાજે અપનાવી લીધી. સફાઈયજ્ઞ શરૂ થઈ ગયો. જે જે ગામોમાં પ્લેગની અસર હતી તે તે ગામોનું એકેએક ઘર સ્વચ્છ કરવામાં આવ્યું. ગામના ખૂણાખાંચરાની ગંદકી કાઢી નાખવામાં આવી. મરકીથી મરી ગયેલા ઉંદરોને જ્યાંત્યાંથી બહાર કાઢીને બાળી મૂકવામાં આવ્યા. એ ઉપરાંત દરેક ઘર અને ગંદકીવાળી જગ્યામાં ઇમલ્શન છાંટી ગંધકની ધૂણી કરીને પ્લેગની જીવાતનો નાશ કર્યો અને હવાની શુદ્ધિ કરી. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ બોરસદ ગામની બહાર સત્યાગ્રહ છાવણીવાળા દવાખાનાથી થોડે દૂર એક ખેતરમાં ઘાસના કામચલાઉ માંડવા ઊભા કર્યા હતા. સરદારે આ કૅમ્પમાં એક રાયણના ઝાડ નીચે પોતાની બેઠક જમાવી હતી. કેમ્પમાં તેઓ બધે ફરતા હોય, સ્વયંસેવકો વગેરેને. માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હોય, દરદીઓને આશ્વાસન આપતા હોય. આ દિવસોમાં ચૈત્ર-વૈશાખ માસના આકરા તાપમાં મહાત્મા ગાંધીજી પણ બોરસદ આવ્યા હતા અને કૅમ્પમાં એક નાના આંબા નીચે એક અઠવાડિયું રહ્યા હતા. દરબાર સાહેબ ગોપાળદાસ, એમનાં ધર્મપત્ની ભક્તિબા, તેમનાં પુત્ર-પુત્રવધૂઓ બધાંય આ સેવાકાર્યમાં અને ખાસ કરીને પ્લેગના દવાખાનામાં જે દરદીઓ આવ્યો તેમની સારવારમાં રહ્યાં હતાં. ગાંધીજીએ બધે ફરીને આ યજ્ઞકાર્ય નિહાળ્યું. આ કાર્ય ગાંધીજીને તો ખૂબ જ ગમી ગયું. આ કાર્યથી ગ્રામપ્રજા પર જે નૈતિક અસર થઈ હતી એ : જોઈને ગાંધીજી ખૂબ પ્રસન્ન થયા. આ સેવાકાર્ય જોઈને લોકોને પણ થયું કે, આપણા આગેવાનો માત્ર સરકાર સામે લડત કરતા નથી, પરંતુ આપણા જીવનની હરેક પ્રકારની દરકાર રાખે છે. વળી સ્વચ્છતાથી કેવી રીતે રહેવું, ઘર અને ગામ કેવાં સ્વચ્છ રાખવાં અને પ્લેગ જેવા ચેપી ઉપદ્રવ સામે પણ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પોતાનું શી રીતે રક્ષણ કરવું તેનો પદાર્થપાઠ પણ લોકો શીખ્યા. સરદાર સાહેબ પણ પોતાના સાથીઓ અને સ્વયંસેવકોની મદદથી પ્લેગ જેવા મહા ઉપદ્રવનો નાશ થયેલો જોઈને રાજી થઈ ગયા. તેઓ પોતાના સાથીઓને ગર્વભેર કહેવા લાગ્યા : ‘જોયુંને, મૃત્યુ જેવા પ્લેગને આપણા પુરુષાર્થથી ભાગવું પડ્યું! તો પછી અંગ્રેજ સરકારનું શું ગજું? એને પણ એ જ રીતે દેશમાંથી ભાગવું પડવાનું છે !' , - ૨૮ ગરીબ માણસની દીકરી' સરદાર સ્વતંત્ર ભારતના નાયબ વડા પ્રધાન હતા. તેમના હાથમાં ગૃહખાતું હતું. એક વાર આપણા એક દેશસેવક મહાવીર ત્યાગીજીએ મણિબહેનને થીગડાં મારેલી સાડી પહેરેલી જોઈને ગમ્મત કરતાં કહ્યું: ‘મણિબહેન, તમે તો પોતાને મોટાં ગણો છો. જેમણે એક વરસમાં એવડું મોટું અખંડ ચક્રવર્તી રાજ્ય સ્થાપી દીધું છે કે એવડું રાજ્ય તો નહોતું રામચંદ્રજીનું કે નહોતું શ્રીકૃષ્ણનું; રાજા અશોકનુંયે નહીં કે અકબરનુંયે નહીં ને અંગ્રેજોનુંયે નહીં! આવા મોટા રાજામહારાજાના For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સરદારની પુત્રી થઈને તમને આવી થીગડાંવાળી સાડી પહેરતાં શરમ કે સંકોચ નથી આવતાં ?' મણિબહેને જરા મોં મચકોડીને ગુસ્સામાં કહ્યું : ‘જે જૂઠું બોલતા હોય ને બેઈમાની કરતા હોય એમને શરમ આવે. મને શાની શરમ આવે ?' ત્યાગીજીએ ગમ્મત આગળ ચલાવતાં કહ્યું : ‘અમારા ગામમાં નીકળો જોઈએ ! લોકો તમારા હાથમાં આનોબે આના મૂકશે ! તેઓ એમ જ સમજશે કે એક ભિખારણ જાય છે.” સરદાર સાથે જ હતા. તેઓ પણ હસ્યા અને ગમ્મત કરતાં કહે : ‘બજારમાં ઘણા લોકો ફરતા હોય છે. આનો-બે આના કરીને પણ ઘણા રૂપિયા એકઠા કરી શકાશે.' ડૉ. સુશીલાબહેન નય્યર પણ એ સૌની સાથે હતાં. તેમણે ત્યાગીજીને કહ્યું: અરે ત્યાગીજી, તમે કોની વાત કરો છો? આખો દિવસ ઊભે પગે આ મણિબહેન સરદાર સાહેબની સેવાચાકરી કરે છે. પાછાં રોજ ડાયરી લખે છે અને રોજ નિયમિત રેંટિયો પણ કાંતે છે. એમાંથી જે સૂતર બને છે, તેમાંથી સરદાર સાહેબનાં ધોતિયાં અને પહેરણ બને છે. તમારી જેમ સરદાર સાહેબ ખાદીભંડારમાંથી ક્યાં ખરીદે છે? અને સરદાર સાહેબનાં ફાટેલાં કપડાંમાંથી મણિબહેન પાછાં પોતાનાં કપડાં બનાવી લે છે.” For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સરદાર એમાં ટાપશી પૂરતા હોય એમ બોલ્યા : એ તો ગરીબ માણસની દીકરી છે. એનો બાપ ક્યાં કમાય છે ?' - સરદારશ્રીએ એમનાં ચશ્માંનું ખોખું બતાવ્યું. વીસ વરસ જૂનું હશે. ચશ્માંની એક દાંડી હતી. બીજી તરફ દોરો બાંધ્યો હતો. ત્રીસ વરસ જૂની ઘડિયાળ પણ ત્યાગીજીએ જોઈ. આવી સાદગીપૂર્વક સરદાર સાહેબ રહેતા હતા. ૬૪ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ' સરદાર જન્મશતાબ્દી માળા ગુજરાતની બલકે સમસ્ત ભારતની પ્રજાના હૃદય-સિંહાસન ઉપર બિરાજનાર સરદાર વલ્લભભાઈ પટેલનું આ સવાસોનું વર્ષ છે. આખો દેશ ઉમળકાભેર એની ઉજવણી કરી રહ્યો છે. સરદારશ્રીએ પોતે જ એક પ્રસંગે કહ્યું હતું : “સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે જ્યારે આ મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે.' આ કથન કેટલું સાચું છે ! સરદારશ્રીનો આપણી ઊગતી પેઢીને - જેમાંથી આપણી આવતી કાલના પ્રજાસેવકો, લોકનાયકો અને રાજકર્તાઓ પાકવાના છે - પરિચય કરાવવાનો આ નમ્ર પ્રયાસ છે. સરદારનું વજ જેવું કઠોર છતાં મીણસમું મૃદુ વ્યક્તિત્વ, એમની નિર્દોષ ને નિર્દેશ વિનોદ કરવાની હળવી રમૂજવૃત્તિ, સત્યાગ્રહના સૈનિક ને સેનાની તરીકે એમની કુનેહ ને કોઠાસૂઝ, અને પરદેશી સત્તાના જોરથી જેર થઈ હતપ્રાણ થઈ પડેલી પ્રજામાં નવા પ્રાણ ફેંકતી એમની વીરવાણી - સરદારના જીવનનાં આ સર્વ પાસાં આ માળામાં કિશોરભોગ્ય સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યાં છે. - છ પુસ્તિકાના સંપુટની કિંમત 60 રૂપિયા નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૩૮૦ 014 રૂ. 60 (સેટ) ISBN 81-7229-255-4 For Personal & Private Use Only