________________
૧૫ ડોશીમાના દીકરા
બોરસદની લડત પૂરી થઈ હતી. પછી સરદાર પોતાનાં વયોવૃદ્ધ માતુશ્રીને મળવા કરમસદ ગયા.
પચાસેક વર્ષના દીકરા વલ્લભભાઈ એશીએક વર્ષનાં લાડબાને જોઈને બોલ્યા: ‘કેમ બા !'
ડોશીમાની આંખે ઝાઝું દેખાતું ન હતું. તે બોલ્યાં : કોણ ભાઈ ?. . . ભાઈ? આવો. છોકરાં સારાં છે?” કહી ડોશીમાએ દીકરાને આવકાર આપ્યો. દીકરાએ ડોશીમાના સવાલના જવાબમાં કહ્યું: “હા બા, સૌ સારાં છે.” માજી કહે: ‘ગાંધીજી છૂટી ગયા. બહુ સારું થયું. મને તો રોજ થયા કરતું કે, એમને કેવી રીતે છોડાવાય? કેવી રીતે છોડાવાય? પણ સરકારે છોડ્યા ખરા.”
સરદારે ટૂંકમાં જ કહ્યું : 'હા.' વિઠ્ઠલભાઈ વિશે માજીએ પૂછ્યું : '. . . ભાઈ હમણાં ક્યાં છે?” દીકરાએ જવાબ આપ્યો : ‘દિલ્હીમાં સરકાર સાથે લડે છે. જનમથી તોફાની સ્વભાવ તે કાંઈ જાય ?'
ડોશીમાએ હકારમાં કે નકારમાં ડોકું ન ધુણાવ્યું. કંઈક અન્યાય થતો હોય એમ માનીને ચૂપ જ બેસી રહ્યાં. પછી થોડીક વાર રહીને બોલ્યાં : ‘અહીં રહેશો?’ દીકરાએ કહ્યું : “ના, કાલે જવું છે.'
૩૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org