________________
દિવસે કોર્ટમાં એ હાજર જ ન થયો અને તે દહાડાથી બહારવટું શરૂ કર્યું.
આમ સાવ નાની વાતમાંથી કલેક્ટરે એક બેગુના માણસને બહારવટિયો બનાવ્યો! પછી તો એણે બાવન લૂટો કરી અને પચીસ-ત્રીસ ખૂન કર્યા. તેને સતાવવામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પણ ખરો.”
એક દિવસ કલેક્ટરને કોઈએ એવી બાતમી આપી કે, બહારવટિયો ગુલાબરાના રોજ રાતે વલ્લભભાઈ વકીલને ઘેર આવે છે. તે
એટલે કલેક્ટરે સરદારને બોલાવ્યા. મોટી મોટી જગ્યાઓ આપવાની અનેક લાલચો આપી કલેકટરે સરદારને બહારવટિયા ગુલાબરાજાને પકડાવી આપવા સમજાવ્યા. એ સાંભળીને સરદાર બોલી ઊઠ્યા :
કાયદો હું થોડોઘણો જાણું છું. મારે ઘેર ગુલાબરાના આવતો હોય, તો મારે પોતે જ એ જાહેર કરવું જોઈએ. ન કરું તો ગુનો ગણાય એ હું જાણું છું. બાકી તમારી નોકરીની લાલચે એને પકડવાના કામમાં હું પડું એ તો કાળું કામ કહેવાય અને આમેય હું તો સરકારી નોકરીને લાત મારું છું.” કલેક્ટર તો એ સાંભળીને સડક જ થઈ ગયો!
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org