________________
એણે ગુલાબરાજાને ખોટા કેસમાં સંડોવીને સજા કરાવી હતી.
‘એક વખત કલેક્ટરનો મુકામ સિંગલાવ ગામમાં હતો, . ત્યાં તેણે સાંભળ્યું કે, ગુલાબરાજા નામનો માણસ ગાયકવાડી હદમાં લૂંટો કરે છે અને અંગ્રેજી રાજ્યની પોલીસની તેને મદદ છે. તેણે એની તપાસ કરવા માંડી.
‘તે વખતે પેલો ગુલાબરાજા કસબી ફેંટો અને ભેટ બાંધીને પાસે જ ઊભો હતો.
‘તેણે કહ્યું : હું ગુલાબરાજા.
‘કલેક્ટર વુડે કહ્યું : તારા હાથ તે છૂટા હોય ? તને તો બેડીઓ પહેરાવવી જોઈએ.
‘ગુલાબરાજા કહે : ગુનામાં પકડાઉં તો તારી સત્તા ચાલે તે સજા કરજે. પણ આજે તો હું રાજા છું.
‘પછી તેને ગુનામાં સંડોવવા ખાતર કલેક્ટરના કહેવાથી તેના ઉપર કેસ ઊભો કરવામાં આવ્યો. ચોરા ઉપર મામલતદારની શિખવણીથી એક વાણિયાએ ગુલાબરાજાને ગાળો દીધી.
‘તેથી ગુસ્સે થઈને તેણે એને કપાળમાં એક કાંકરો માર્યો. આ બાબતનો કેસ ચાલ્યો.
‘ગુલાબરાજાએ મને વકીલ કર્યો. કેસમાં કંઈ થઈ શકે એમ નહોતું. પણ કલેક્ટરે જજને મળી એને નવ મહિનાની સજા કરાવી.
‘પેલાને આ વાતની ગંધ આવેલી. એટલે ફેંસલાને
Jain Education International
૩૨
For Personal & Private Use Only
www.jainelibrary.org