________________
ડોશીમા પાછાં બોલ્યાં : “. . . બહેન તો આવીને ચાલી . ગઈ. પણ. . . ભાઈ તો આ વેળા ઘણા દહાડા રહ્યો. આખો દિવસ કિલ્લોલ કર્યા કરે.”
આટલી પ્રસ્તાવના કરીને દીકરાનું મન પાછું પહેલી જ વાત સાંભળવાને માટે ડોશીમાએ તૈયાર કર્યું :
જાણે. . . ભાઈની તો કશી ચિંતા નથી. પણ. . . બહેનની ચિંતા થયા કરે છે. ભગવાને મને આટલો વખત જિવાડી તે જાણે એ માટે જ નહીં હોય?. . . બહેનને પરણાવીને પછી હું મરીશ એવું લાગે છે. એ વિના બીજી કશી તૃષ્ણા હવે રહી નથી. દીકરા ચૂપ જ રહ્યા.
એટલે ડોશીમાએ પાછી વાત બદલવાનો ડોળ કર્યો : ‘બંને નિશાળે જાય છે?'
સરદારે ટૂંકો જવાબ આપ્યો : “હા.' ડોશીમાએ બીજો સવાલ પૂછયો: બંનેની પરીક્ષા ક્યારે છે?' સરદાર મૂંઝાયા ! આસપાસ બેઠેલા સૌ હસવા લાગ્યા.
સરદારે તો મણિબહેન અને ડાહ્યાભાઈને ગાંધીજીની દેખભાળ હેઠળ આશ્રમમાં મૂક્યાં હતાં. ગાંધીજી જેવાના હાથમાં બાળકો હોય પછી સરદારને બાળકોની શી ચિંતા હોય?
પોતાનાં છોકરાં કઈ પરીક્ષામાં બેસવાનાં છે તેની સરદારને ખબર નથી, એ જાણીને ડોશીમાએ ટકોર કરી :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org