________________
સ્વીકારી લીધી. તેઓ બેત્રણ માસ પ્લેગવાળાં ગામોમાં અને પ્લેગમાં સપડાયેલા દરદીઓની સારવારમાં મચ્યા રહ્યા.
બોરસદમાં સત્યાગ્રહ છાવણીનું મકાન હતું. એમાં પ્લેગના દરદીઓની સારવાર કરવા માટે દવાખાનું શરૂ કરવામાં આવ્યું. જેના પર સતત ધ્યાન આપવું પડે એવા ગંભીર દરદીઓને ત્યાં લાવવામાં આવતા. સ્વયંસેવકોની ટુકડીઓ આ બધું કામ ઉમંગભેર કરવા લાગી ગઈ.
આ કામ કરતાં સરદારશ્રીને લાગ્યું કે, આ કામ ઉપરાંત એક બીજું પણ મહત્ત્વનું કામ કરવા જેવું છે. પ્લેગ આ બધાં ગામોમાંથી હંમેશને માટે વિદાય લે એવું કામ કરવા જેવું ખરું.
એટલે સરદારે પોતાના સાથી કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને ભેગા કરી સફાઈયજ્ઞની વાત મૂકી. સૌએ એમની વાત એક અવાજે અપનાવી લીધી. સફાઈયજ્ઞ શરૂ થઈ ગયો.
જે જે ગામોમાં પ્લેગની અસર હતી તે તે ગામોનું એકેએક ઘર સ્વચ્છ કરવામાં આવ્યું. ગામના ખૂણાખાંચરાની ગંદકી કાઢી નાખવામાં આવી. મરકીથી મરી ગયેલા ઉંદરોને જ્યાંત્યાંથી બહાર કાઢીને બાળી મૂકવામાં આવ્યા.
એ ઉપરાંત દરેક ઘર અને ગંદકીવાળી જગ્યામાં ઇમલ્શન છાંટી ગંધકની ધૂણી કરીને પ્લેગની જીવાતનો નાશ કર્યો અને હવાની શુદ્ધિ કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org