________________
ગયા અને બધી હકીકત જણાવી.
સરદારે તરત જ આ વાત હાથમાં લીધી.
ડૉ. ભાસ્કરભાઈ પટેલ મુંબઈમાં પોતાનું દવાખાનું ચલાવતા હતા. સરદારે તેમને બોલાવ્યા.
ડૉ. ભાસ્કરભાઈ ને સરદારે પ્લેગની અસરવાળાં ગામોમાં જઈ, મહામારી અંગેની ઝીણવટભરી તપાસ કરીને અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપ્યું.
ભાસ્કરભાઈએ બોરસદ તાલુકાનાં પ્લેગગ્રસ્ત ગામોની જાતે મુલાકાત લીધી. પ્લેગમાં સપડાયેલા અને પ્લેગથી મરણ પામેલાં માણસોની હકીકત ભેગી કરી. એ પરથી તેમણે વિગતવાર અહેવાલ તૈયાર કરીને સરદારશ્રી આગળ મૂકયો.
એ અહેવાલ જોઈને સરદાર ચમકયા ! ખરેખર ગ્રામજનો પર પ્લેગે કેર વર્તાવ્યો હતો અને એ બાબતમાં સરકારે કાંઈ પણ પગલું ભર્યું ન હતું !
સરદારશ્રી પોતે બોરસદ ગયા. તેમણે કેટલાંક ગામો જોયાં. આ મહાસંકટમાંથી ગ્રામજનોને અને ગામડાંઓને શી રીતે ઉગારી લેવાં એ વિશે તેઓ ગંભીરતાથી વિચારવા લાગ્યા.
આ સેવાકાર્યમાં કોઈ એક સેવાભાવી, હિંમતવાન અને પોતાના કામમાં નિષ્ણાત એવા ડૉક્ટરની તો ખાસ જરૂર પડે.
ડૉકટર ભાસ્કરભાઈ પટેલે સરદારની આ ઇચ્છાને સહર્ષ
Jain Education International
૫૯
For Personal & Private Use Only
www.jainelibrary.org