________________
૨૪ સ્વમાની સરદાર
સરદારશ્રી '૩૩ની સાલમાં નાશિક જેલમાં હતા. તે વખતે યુરોપમાં વિયેના મુકામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું તા. ૨૨-૧૦-'૩૩ને રોજ અવસાન થયું.
એટલે તેમના અવસાન નિમિત્તે સરદારશ્રી પર દિલસોજી બતાવનારા ઘણા તારો અને કાગળો આવ્યા. :
જેલમાંથી એ બધાને જવાબ આપી શકાય નહીં. તેથી સરદારે નીચેનો સંદેશો વર્તમાનપત્રોમાં છાપવા માટે સરકાર ઉપર મોકલી આપ્યો :
‘મારી ઉપર વિઠ્ઠલભાઈના અવસાન બદલ દિલસોજી અને લાગણી બતાવનારા ઘણાબધા કાગળો (દેશના જુદા જુદા ભાગોમાંથી, બહ્મદેશ અને લંકાથી પણ) આવ્યા છે તે બધાને (અહીંથી) વ્યક્તિગત જવાબ આપવાનું મારે માટે શક્ય નથી. તેથી મારા પ્રત્યે જેઓએ દિલસોજી બતાવી છે તેમનો (જાહેર રીતે) આભાર માનવાની આ તક હું લઉં . તમારા દુ:ખમાં લાખો માણસો ભાગ લેનારા છે એના કરતાં વધારે મોટું આશ્વાસન મને બીજું શું હોઈ શકે ?)
આ સંદેશામાંથી કૌંસમાં મૂકેલા શબ્દો કાઢી નાખીને સંદેશો છાપવો હોય તો છપાવી શકાશે એમ સરકાર તરફથી રાજદ્વારી કેદી સરદારશ્રીને જણાવવામાં આવ્યું.
४८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org