________________
સરદારે એના જવાબમાં જણાવ્યું : ‘મારા આવા નિર્દોષ સંદેશામાં કાપકૂપ મૂકવાથી તે અચોક્કસ, બુટ્ટો અને અર્થહીન થઈ જાય છે. એટલે એ ન છપાવવાનો હું નિર્ણય કરું છું.'
પછી તા. ૯-૧૧-'૩૩ના રોજ સ્વ. વિઠ્ઠલભાઈનું શબ વિયેનાથી મુંબઈ લાવવામાં આવ્યું. વિઠ્ઠલભાઈની અંતિમ કિયા સરદારને હાથે થાય એમ સૌની ઇચ્છા હતી. તેથી કેટલાક મિત્રોએ સરકારમાં લખાણ કરીને સરદારને પેરોલ પર છોડવાની વિનંતી કરી.
સરકારે નીચેની શરતે સરદારને છોડવાની તૈયારી બતાવી :
૧. તમે શ્રી વિઠ્ઠલભાઈની અંતિમ ક્રિયા કરી શકો એ માટે જેટલો વખત આવશ્યક હોય. તેટલા વખતને માટે તમને છોડવામાં આવશે. પણ તમારે એવી બાંયધરી આપવી પડશે કે, તમે બહાર રહો તે દરમિયાન તમે કોઈ રાજદ્વારી ભાષણ કરશો નહીં તેમ જ કોઈ રાજદ્વારી
પ્રવૃત્તિમાં ભાગ લેશો નહીં. કિયા થઈ ગયા પછી નકકી ન કરેલ સ્થળે અને સમયે તમે હાજર થઈ જશો જેથી તમને
ફરી પકડવામાં આવે. | ‘૨. તમને તા. ૯મી ને ગુરુવારે સવારે નાશિક જેલમાંથી છોડવામાં આવશે.
૩. તા. ૧૧મી ને શનિવારે મુંબઈથી નાશિક માટે સવારે ૭.૧૫ વાગ્યે ઊપડતી ટ્રેનમાં બેસીને તમારે નાશિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org