________________
સરદારશ્રી વકીલ થયા. પછી તેમણે ગોધરામાં વકીલાત શરૂ કરી.
તેમનાં ધર્મપત્ની ઝવેરબા સાથે તેઓ ગોધરા ગયા. ઘર નવેસરથી શરૂ કરવાનું હતું. સરદાર પાસે કાંઈ જ સાધન ન હતું.
ઘર માંડવા માટે જોઈતાં વાસણસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે એ સારુ તેઓ નડિયાદની ગુજરીમાં ગયા અને ત્યાંથી એ બધું વેચાતું લીધું. તે વખતે સરદાર પાસે પૈસા પણ ન હતા. એટલે તેમણે એટલા પૈસાનું દેવું કર્યું હતું.
ગોધરામાં ઘર અને વકીલાત હજી શરૂ કરતા હતા, ત્યાં તો ગોધરામાં પ્લેગ ફાટી નીકળ્યો! ઘેર ઘેર પ્લેગના કેસ
બનવા લાગ્યા.
૩
પ્લેગ સામે બાથ
ગોધરાની કોરટના નાજર સરદારશ્રીના સ્નેહી થતા હતા. તેમનો દીકરો પ્લેગમાં સપડાયો !
સરદારને આ વાતની ખબર પડી. એટલે તેઓ તરત જ નાજરને ઘેર દોડી ગયા. ત્યાં જઈને સરદાર દરદીની સેવામાં લાગી ગયા.
દરદીને બચાવી લેવાના બધા ઉપાયો અજમાવી જોયા. પરંતુ. દરદી બચ્યો નહીં !
સ.પૂ.પ્ર.૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org