________________
દરદીને સ્મશાને વળાવીને બધા ઘેર આવ્યા. સરદાર પોતાને ઘેર પહોંચ્યા, ત્યાં તો તેઓ પોતે જ પ્લેગમાં પટકાયા ! મોટી ગાંઠ નીકળી.
પરંતુ સરદારશ્રી એથી કાંઈ ઓછા ગભરાઈ જાય ? સરદારશ્રી ઝવેરબા સાથે ગાડીમાં બેઠા. આણંદ આવીને સરદારશ્રીએ ઝવેરબાને કહ્યું : ‘તમે જાઓ કરમસદ. હું નડિયાદ જાઉં છું. ત્યાં સાજો થઈ જઈશ. તમે ચિંતા કરશો નહીં.'
પ્લેગ જેવા ભયંકર રોગમાં સપડાયેલા પતિને એકલા છાંડીને જવાની કઈ પત્નીની હિંમત ચાલે ?
ઝવેરબાએ નડિયાદ સાથે આવવાની અને એમની સેવાચાકરી કરવાની હઠ પકડી.
પરંતુ સરંદાર શાના માને? તેમણે પોતાનો આગ્રહ પકડી રાખ્યો અને ઝવેરબાને કરમસદ મોકલી દીધાં. પછી સરદારશ્રી એકલા નડિયાદ ગયા અને ત્યાં સાજા થઇ ગયા.
ગુમાન ઉતાર્યું
સરદાર અમદાવાદમાં બૅરિસ્ટરી કરતા હતા. સાંજે કોર્ટના કામ પછી તેઓ ‘ગુજરાત ક્લબ’માં જતા. સરદારને બ્રિજ નામની પાનાંની રમત રમવાનો ભારે
Jain Education International
૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org