________________
શોખ. બૅરિસ્ટર ચિમનલાલ ઠાકોર સાથે એમને બહુ દોસ્તી થઈ ગઈ હતી.
એ બંને મિત્રો બ્રિજમાં ભેરુ થતા.
એ કલબમાં વાડિયા નામના એક બૅરિસ્ટર પણ આવતા. એ પોતે બ્રિજ રમાવામાં એક્કા છે એવો ફાંકો રાખતા હતા.
એવો જ ફાંકો રાખનાર એક બ્રોકર નામે વકીલ હતા. એ વકીલ વાડિયાના ભાઈબંધ હતા.
એ બે જણે એક વાર સરદાર અને તેમના ભેરુને હરાવવાનો વિચાર કર્યો. એ લોકોએ સરદારને કોણ મોકલ્યું: “શરત બકીને બ્રિજ રમવી છે? અમે તૈયાર છીએ.”
સરદાર એ બંને જણાનું ગુમાન તરત જ પારખી ગયા. એટલે તેમને થયું, આ ભાઈસાહેબને બરોબર પાઠ શીખવીએ, જેથી બીજી વાર આવી શેખી કરવાની ખો ભૂલી જાય.
સરદારે કહ્યું: ‘તમારી શરત કબૂલ છે. પરંતુ આના-બે આનાની શરત બકી આપણે રમવું નથી. રમવું જ હોય તો પાંચ પાઉન્ડના સો પૉઇન્ટ એવી શરત રાખીએ તો રમવાની પણ મજા પડે. અમારી શરત કબૂલ હોય તો આવી જાઓ મેદાનમાં.”
વાડિયા બૅરિસ્ટર અને બ્રોકર વકીલને તો ભારે ખુમારી હતી કે, આપાગે બંદા જ જીતવાના છીએ. સરદાર અને તેમનો ભેરુનાં ખીસાં ખાલી કરવાનો આ સારો મોકો છે,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org