________________ ' સરદાર જન્મશતાબ્દી માળા ગુજરાતની બલકે સમસ્ત ભારતની પ્રજાના હૃદય-સિંહાસન ઉપર બિરાજનાર સરદાર વલ્લભભાઈ પટેલનું આ સવાસોનું વર્ષ છે. આખો દેશ ઉમળકાભેર એની ઉજવણી કરી રહ્યો છે. સરદારશ્રીએ પોતે જ એક પ્રસંગે કહ્યું હતું : “સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે જ્યારે આ મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે.' આ કથન કેટલું સાચું છે ! સરદારશ્રીનો આપણી ઊગતી પેઢીને - જેમાંથી આપણી આવતી કાલના પ્રજાસેવકો, લોકનાયકો અને રાજકર્તાઓ પાકવાના છે - પરિચય કરાવવાનો આ નમ્ર પ્રયાસ છે. સરદારનું વજ જેવું કઠોર છતાં મીણસમું મૃદુ વ્યક્તિત્વ, એમની નિર્દોષ ને નિર્દેશ વિનોદ કરવાની હળવી રમૂજવૃત્તિ, સત્યાગ્રહના સૈનિક ને સેનાની તરીકે એમની કુનેહ ને કોઠાસૂઝ, અને પરદેશી સત્તાના જોરથી જેર થઈ હતપ્રાણ થઈ પડેલી પ્રજામાં નવા પ્રાણ ફેંકતી એમની વીરવાણી - સરદારના જીવનનાં આ સર્વ પાસાં આ માળામાં કિશોરભોગ્ય સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યાં છે. - છ પુસ્તિકાના સંપુટની કિંમત 60 રૂપિયા નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૩૮૦ 014 રૂ. 60 (સેટ) ISBN 81-7229-255-4 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org