________________
મજૂરો વચ્ચે જાદવાસ્થળી મચાવનાર પશ્ચિમનો સુધારો શેતાની શસ્ત્રો અને સામગ્રી ઉપર રચાયેલો છે.
‘એ સુધારાનો વંટોળિયો આખા જગત ઉપર જર્જાસભેર ફેલાતો જાય છે. તે વખતે એકલું હિંદુસ્તાન એની સામે અડગ રહી પોતાનો અને બને તો જગતનો બચાવ કરવા ઇચ્છે છે.
‘પશ્ચિમનો સુધારો હિંદમાં દાખલ કરવા ઇચ્છનારાઓની પાસે તે સુધારાને પચાવવાની શી સામગ્રી
છે ?
‘હિંદુસ્તાન એ સુધારાની પાછળ દોડતાં હંમેશાં પાછળ જ રહેવાનું. તે આ ભૂમિને અનુકૂળ નથી. ‘આત્મબળને પૂજનાર હિંદુસ્તાન શૈતાનના તેજમાં કોઈ દિવસ તણાવાનું નથી.'
૧૦
પિતાશ્રી પ્રત્યે આદરભાવ
સરદાર વલ્લભભાઈ બોરસદમાં વકીલાત કરતા હતા. એક દિવસ વલ્લભભાઈ પોતાની ઑફિસમાં બેઠા હતા. એવામાં તેમના પિતાશ્રી ઝવેરબાપા ઑફિસ નણી આવતા દેખાયા.
કરમસદથી વયોવૃદ્ધ પિતાશ્રીને અચાનક આવેલા જોઈને વલ્લભભાઈને નવાઈ લાગી. તમણે તરત જ ઊભા થઈ જઈને પૂછ્યું :
Jain Education International
૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org