________________
પછી તો હરિજનો માટેનું એ અલગ સ્થાન પરિષદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું.
સરદારશ્રીનો ભાષણ કરવાનો વારો આવ્યો. તેઓ મંચ ઉપર ન ગયા, પરંતુ પોતાને સ્થાને જ ઊભા થઈને તેમણે ભાષણ કર્યું.
પરંતુ સરદારે પોતાના ભાષાગમાં આ ઘટના વિશે જરા પણ ઇશારો કર્યો નહીં.
ઇશારો શું કામ કરે? એ વિશે તો સરદારનું મૌન જ વધારે અસરકારક હતું.
પશ્ચિમના સુધારા સામે લાલબત્તી
પશ્ચિમની પદ્ધતિ દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે, એ સામે સરદારશ્રીએ ૧૯૨૦માં અસહકારની લડત વેળાએ જે ચેતવણી આપી હતી, એ આજે પણ વિચારવા જેવી છે. તેમણે કહ્યું હતું :
કેટલાક પશ્ચિમના સુધારાના પૂજારી છે. તેઓ રેટિયામાં દેશને દોઢસો વરસ પાછો લઈ જવાનો ડર દેખી રહ્યા છે.
‘પશ્ચિમનો સુધારો જગતની અશાંતિનું મૂળ છે એ તેઓ જોઈ શકતા નથી.
“રાજા અને પ્રજા વચ્ચે ક્લેશ કરાવનાર, મોટી મોટી સલ્તનતોના ભુક્કા ઉડાવનાર, મહાન રાજ્યાને ગ્રહોની માફક અથડાવી પૃથ્વીનો પ્રલય આણનાર, માલિકો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org