________________
‘તમે એક મોટા જમીનદાર છો, એ ભૂલી જજો. તમે એક ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, એ ભૂત પણ તમારા મનમાંથી કાઢી નાખજો.
જો તમારે લોકોની સેવા જ કરવી હોય, તો તમે એમનામાંના એક છો એવા બનવાનો પ્રયત્ન કરો અને તેમના સ્તરે રહીને વાત કરવાનું શીખો.’
२३ વત્સલ પિતાની શિખામણ
એક વાર સરદારશ્રીના પુત્ર ડાહ્યાભાઈને સરદારશ્રીએ સ્વભાવ સુધારવાની શિખામણ આપતો એક પત્ર લખ્યો હતો. એ પત્ર હરકોઈ યુવાને હૃદયમાં કોતરી રાખવા જેવો છે.
ડાહ્યાભાઈ તે વખતે ટાઇફૉઈડની બીમારીમાંથી તાજા જ ઊઠેલા હતા. એટલે એક વત્રાલ પિતાને શોભે એવી કુમાશ પણ એ પત્રમાં તરી આવે છે.
સરદારશ્રીએ લખ્યું હતું : - “એકબે વાતો ઉપર લખવાનો વિચાર હતો, પણ તમે પથારીવશ હતા, એટલે લખતો નહોતો.
હવે કંઈ ઠીક થયું છે, એટલે લખું છું. એથી તમારે દુ:ખ ન લગાડવું જોઈએ. પણ હું લખું એ વાત પર બરોબર વિચાર કરી ભૂલ થતી હોય, તો સુધારવા પ્રયત્ન કિરવો જોઈએ.
૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org