________________
પછી તો તેમને ખૂબ તાવ ચડ્યો. પગમાં પીડા થવા લાગી. તપાસ કરતાં પગમાં વાળાનું દરદ માલૂમ પડ્યું!
સરદારશ્રીને સારવાર માટે એક નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા.
દાક્તરે પગ તપાસીને કહ્યું: ‘પગનું ઑપરેશન કરવામાં આવે, તો જ સારું થશે.” સરદારે હા કહી. એટલે ઑપરેશન કરવામાં આવ્યું. પરંતુ ત્યાંના સર્જનને આ દરદની બરાબર ખબર નહીં. આપણા દેશમાં તો વાળાનો બહુ સરળતાથી ઉપચાર થાય છે. પરંતુ વિલાયતમાં આ માટે એની આવડત કેળવાયેલી નહોતી. એટલે દાક્તર સર્જને વાળો કાઢવા પ્રયત્ન કર્યો ખરો. પરંતુ વાળો પૂરેપૂરો બહાર ન નીકળ્યો. સર્જને બીજી વાર ઑપરેશન કર્યું. તેથી તો દરદ વધ્યું અને ધનુર ધાયું! સ્થિતિ ગંભીર થઈ ગઈ.
પેલા સર્જને પગની બરોબર તપાસ કરીને ગંભીરતાથી કહ્યું :
“હવે મને તો એક છેલ્લો ઉપાય સૂઝે છે. એ વિના બીજો રસ્તો નથી. જીવ બચાવવો હોય તો, પગ તરત કાપી નાખવો પડશે !”
સરદારશ્રીને આ વાત ક્યાંથી ગમે? તેમને તો હિંદુસ્તાન પાછા આવીને બૅરિસ્ટરી કરવી હતી, તે લંગડા પગે કરવાની કાંઈ શોભે?
સરદારશ્રીએ પોતાના ઓળખીતા ડૉકટર મિત્રના એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org