________________
પ્રોફેસરને હાથે ફરી ઑપરેશન કરાવવાનું વિચાર્યું.
એ પ્રોફેસરે આખો કેસ ઝીણવટથી તપાસ્યો. એ વિશે થોડી વાર વિચાર કરીને તેમણે કહ્યું:
“ઑપરેશન કરવા તૈયાર છું. પરંતુ તમારે મારી એક શરત કબૂલ રાખવી પડશે. ફલોરોફૉર્મ આપી બેભાન કર્યા વિના તમે ઑપરેશન કરવા દેવા તૈયાર હો, તો સારા થવાનો વધારે સંભવ છે. બોલો, પીડા સહન કરવાની તૈયારી છે ખરી ?'
સરદારશ્રીએ જરાયે આનાકાની કર્યા વિના કહ્યું: “મારે તો ફલૉરોફૉર્મ લેવાની જરૂર જ નથી. ગમે તેટલી પીડા કે દુ:ખ થાય એ હું સહન કરી શકું એમ છું.”
અને ખૂબી એ થઈ કે, ઑપરેશન પૂરું થયું ત્યાં સુધી એક ઊંહકારો સરખો સરદારશ્રીએ ન કાઢ્યો!
સર્જન અને તેમના મદદનીશો આ જોઈને ખૂબ નવાઈ પામ્યા. તેઓ બોલી ઊઠ્યા :
આવો દરદી અમને પહેલી વાર જ મળ્યો છે!”
ઊલટતપાસમાં એક્કા
સરદાર ઊલટતપાસમાં સામા પક્ષના સાક્ષીઓને વિચિત્ર અને આગધારેલા સવાલો પૂછીને એવા ગૂંચવી દેતા કે તેઓ ડઘાઈ જઈ સાક્ષી આપવામાં નબળા પડી જતા. એ રીતે સરદાર પોતાનો કેસ મજબૂત કરી લેતા.
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org