________________
પ્રકાશકનું નિવેદન
૧૯૯૯નું વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનું સવાસોનું વર્ષ છે. સરદાર આમ તો આખા હિંદના હતા, પણ એઓ જન્મે ગુજરાતી હતા. ગરવી ગુજરાતના એ પનોતા પુત્ર હતા. ગાંધીજીની આગેવાની હેઠળ સ્વતંત્રતાની જે આકરી લડત દેશ લડ્યો, તેના તેઓ એક અગ્રણી લડવૈયા હતા. આઝાદીની લડત પૂરી થયા પછી
જ્યારે બ્રિટિશ સત્તાએ દેશમાંથી વિદાય લીધી ત્યારે સ્થિતિ એવી હતી કે દેશ છિન્નવિચ્છિન્ન થઈ જાય. એવી અણીની વેળાએ દેશી રાજ્યોને હિંદ સાથે ભેળવી દઈ દેશની એકતા ટકાવી રાખીને સરદારે પોતાની કુનેહ અને વ્યવસ્થાશક્તિનો પરચો હિંદને અને જગતને બતાવ્યો. સરદારનું એ કાર્ય આપણા દેશના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોધાવાને પાત્ર છે. આપણા દેશના આવા મોટા યોદ્ધા અને મુત્સદ્દીના જીવન અને કાર્યનો ઊગતા કિશોરોને ખ્યાલ આવે એ દષ્ટિએ સરદારના જીવનનાં વિવિધ પાસાંનું દર્શન કરાવતાં છ પુસ્તકો શ્રી મુકુલભાઈ કલાર્થીએ ખાસ આ શતાબ્દી વર્ષ માટે તૈયાર કર્યા છે. એ પુસ્તકોને ગુજરાત આવકારશે એવા વિશ્વાસથી અમે પ્રગટ કરીએ છીએ.
૩૧-૧૦-૧૯૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org