SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે એ વસિયતનામાના એકમાત્ર વહીવટકર્તા ગોરધનભાઈ પટેલ રહ્યા. સુભાષબાબુએ આ વસિયતનામાનો યોગ્ય અમલ કરવામાં ઘણી અડચણો નાખી, ઘણા વખત સુધી તો અસલ વસિયતનામું જ ગોરધનભાઈને તેમણે આપ્યું નહીં. બહુ વખતે જ્યારે સોંપ્યું, ત્યારે તેમણે એવો દાવો કર્યો કે, ‘આ વસિયતનામા પ્રમાણે મને જણાવેલી રકમ કુલમુખત્યારથી સોંપી દીધેલી છે. મારે તે અમુક રીતે જ વાપરવી એવી જે શરત એમાં લખેલી છે તે કાયદા પ્રમાણે મને બંધનકર્તા થતી નથી.’ શરૂઆતમાં તો આ બાબતમાં સરદારશ્રીએ બહુ નિ:સ્પૃહ અને તટસ્થ વૃત્તિ રાખી હતી. પરંતુ નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો એ બાબતમાં સુભાષબાબુએ ગાળા ચાવવા માંડ્યા, એટલે સરદારને એ ઠીક ન લાગ્યું. વળી જે રીતે આ વિસયતનામા ઉપર વિઠ્ઠલભાઈની સહી લેવામાં આવી હતી, તેથી પણ સરદારને એ વિશે શંકાઓ ઊભી થવા માંડી હતી. વિઠ્ઠલભાઈ જે દિવસે ગુજરી ગયા, તે જ દિવસે વસિયતનામું થયેલું હતું. એમની એટલી ગંભીર બીમારી છતાં વસિયતનામા ઉપર તેમની સારવાર કરનારા દાક્તરોની સાક્ષી ન હતી. Jain Education International પર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy