________________
મુંબઈની હાઈકોર્ટે ઉપર પ્રમાણેનો ફેંસલો બહાર પાડ્યો કે તરત જ તા. ૧૬-૩-’૩૯ના રોજ સરદારશ્રીએ છાપાંોગું નિવેદ્ન બહાર પાડીને જાહેર કર્યું કે,
‘વિઠ્ઠલભાઈના અમે બધા વારસોએ નક્કી કર્યું છે કે, એ રકમમાંથી એક પાઈ પણ અમારે ન લેવી, પરંતુ હિંદુસ્તાનની રાજકીય ઉન્નતિ અર્થે એ રકમ વાપરવા માટે એ રકમનું વિઠ્ઠલભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ નામનું એક જાહેર ટ્રસ્ટ કરવું.’
વસિયતનામામાં જે બક્ષિસો આપવાનું જણાવ્યું હતું તે આપી દીધા પછી લગભગ એક લાખ વીસ હજાર જેટલી રકમ બાકી રહેલી હતી.
તા. ૧૧-૧૦-’૪૮ના રોજ તે વખતના કૉંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદને કાગળ લખીને સરદારે કૉંગ્રેસની કારોબારી વર્ષા મુકામે મળી હતી ત્યાં એ આખી રકમ સદ્ગત શ્રી વિઠ્ઠલભાઈની ઇચ્છા મુજબ ખર્ચવા માટે કૉંગ્રેસ કારોબારીને સોંપી દીધી.
૨૬ સેવા અને માનચાંદ
૧૯૨૭માં ગુજરાત-કાઠિયાવાડમાં ભારે રેલસંકટ આવ્યું હતું. વરસાદ અને વાવાઝોડાના ભયંકર તોફાને ગુજરાતની આખી વાડી ખેદાનમેદાન કરી નાખી હતી.
Jain Education International
૫૫
For Personal & Private Use Only
www.jainelibrary.org