________________
આફરીન થઈ ગયો કે એમની સાથે જ પ્રવાસમાં ફરવા લાગ્યો.
‘આજ સુધી અમારાં દુ:ખો અને અમારી મુશ્કેલીઓ જાણનારો આવો કોઈ જોયો નથી અને અમને બધું બરાબર સમજાવી અમારામાં જાગૃતિ આણનાર પણ કોઈ આવ્યો નથી.”
એમ એ વૃદ્ધ ખેડૂત કહેતો જાય અને સરદારશ્રીનાં ભાષણો સાંભળી સાંભળીને ઘેલો થતો જાય.
પછી એ જ વરસમાં ડિસેમ્બર માસમાં સરદારશ્રી બિહારના પ્રવાસે ગયા હતા.
ગાંધીજીના પ્રથમ શિષ્ય તરીકે એમની પાછળ બિહારીઓ ઘેલા થયા.
ચંપારણમાં જેમ ગાંધીજીએ ઉગાર્યા તેમ ગાંધીજીના આ શિષ્ય તે લોકોને બીજી આફતોમાંથી ઉગારશે, એવી શ્રદ્ધાથી હજારો કિસાનોનાં ટોળાં સરદારશ્રીને સાંભળવા આવતાં.
બિહારના એક વયોવૃદ્ધ મુખ્ય કાર્યકર્તા બ્રિજકિશોરબાબુ માંદા હતા, છતાં પણ સરદારશ્રીનાં ભાષણો સાંભળવા જતા.
સરદારશ્રીનાં તીખાં અને જુસ્સાદાર ભાષણો સાંભળીને બ્રિજકિશોરબાબુએ સરદારશ્રીને ભાવભર્યા અભિનંદન આપતાં કહ્યું :
અમારા ખેડૂતોને આ જ જોઈતું હતું. નિર્ભયતાનો મંત્ર તમે જે રીતે આપો છો, તે રીતે ભાગ્યે જ બીજા કોઈ *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org