________________
માટે અમે ફંડફાળામાં જે કંઈ આપવાના હોઈએ તે તરતો તરત આપી દઈને એ ઋણમાંથી મુક્તિ અનુભવીએ છીએ.”
૧૮ “તે તો મને ઓળખે છે ને?'
એક વાર પંજાબ મહાવિદ્યાલયના પદવીદાન સમારંભ વખતે સરદારશ્રી એનું ઉદ્દઘાટન કરવા આવ્યા હતા. '
તે વખતે એક વિદ્યાર્થીએ સરદારશ્રીની પાસે આવીને તેમને પ્રણામ કર્યા.
સરદારશ્રીએ એ વિદ્યાર્થીને આવકારતાં પૂછ્યું : ‘કેમ, મજામાં છે ને ?' વિદ્યાર્થીએ કહ્યું : “જી હા.”
થોડી વાર પછી સરદારશ્રીને તેમના એક સાથીએ પૂછ્યું :
આપ પેલા વિદ્યાર્થીને ઓળખો છો ખરા?' સરદારે કહ્યું: ના.' પેલા સાથીએ જરા નવાઈ પામીને કહ્યું : ‘આપે એની સાથે વાત તો એ રીતે કરી, જાણે આપ એને પહેલેથી સારી પેઠે ઓળખતા હો !” સરદાર હસતા હસતા બોલ્યા :
હું ભલે એને ઓળખતો નહીં હોઉં, પણ તે તો મને ઓળખે છે ને ?'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org