________________
૧૯
બે ભાઈનું હેત
સરદારશ્રીના મોટાભાઈ વિઠ્ઠલભાઈ આમ તો બાહોશ બૅરિસ્ટર હતા. તેમનામાં કમાવાની ભારે શક્તિ હતી. વલ્લભભાઈ પણ અમદાવાદમાં બૅરિસ્ટરીમાં સારી પેઠે કમાતા હતા. પરંતુ વિઠ્ઠલભાઈએ સેવાકાર્યમાં ઝંપલાવ્યું. બંને ભાઈઓ બરોબર સમજતા હતા કે, કમાવું અને સાથે સાથે સેવા કરવી એ હસતાં લોટ ફાક્વા જેવી વાત છે.
એટલે વિલભાઈના નિભાવના ખર્ચનો બધો બોજો વલ્લભભાઈએ ઉપાડી લીધો હતો.
આ બંને ભાઈઓ વચ્ચેનો સ્નેહભાવ તો ખરેખર રામલક્ષ્મણની જોડીનું સ્મરણ કરાવે એવો હતો.
નાના ભાઈ વલ્લભભાઈને ત્યાં વિઠ્ઠલભાઈ કોઈ કોઈ વાર પ્રસંગોપાત્ત અમદાવાદ આવતા.
તે વખતે વલ્લભભાઈ મોટાભાઈના બૂટની દોરી છોડી તેમના બૂટ ઉતારીને સ્વાગત કરતા.
પછી જ્યારે વિઠ્ઠલભાઈ પાછા મુંબઈ જવાના થાય, ત્યારે વલ્લભભાઈ તેમના મુંબઈના ખર્ચ માટે તેમનું ખીચું રૂપિયાની નોટોથી ભરીને તેમને વિદાય આપે.
એક વાક્ય ઉચ્ચારવાનું નહીં, કાંઈ પૂછવાનું નહીં, સરદાર કહે પાગ નહીં કે આટલી રકમ ખીસામાં મૂકેલી છે!
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org