________________
૨૦.
બાપીકા ઘરમાં પગ ન મૂક્યો
.
સને ૧૯૧૪માં વલ્લભભાઈ વિઠ્ઠલભાઈના પિતાશ્રી ઝવેરબાપાનું અવસાન થયું.
ભાઈઓમાં સૌથી મોટાભાઈ નરસિંહભાઈ હતા. તેમણે જ્ઞાતિજમણ કરવાનું વિચાર્યું.
પરંતુ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ એ બંને ભાઈઓ જ્ઞાતિના આવા ખોટા ખરચા કરાવનારા કુરિવાજોમાં માનતા નહોતા.
એટલે આ બંને ભાઈઓએ મોટાભાઈ નરસિંહભાઈને બારમું કરવામાં એ રકમ વાપરવાને બદલે સામાજિક ઉદ્ધારના કામમાં વાપરવા સમજાવવા પ્રયત્ન કર્યો.
રૂઢિચુસ્ત નરસિંહભાઈ એ વાત માને એવા નહોતા. તેમણે આ બંને ભાઈઓને સાફ સંભળાવી દીધું :
‘જો તમે બંને જણા આ પ્રસંગમાં ભાગ નહીં લો અને એ ખર્ચમાં તમારો હિસ્સો નહીં આપો, તો બાપીકી મિલકત પરનો તમારો સઘળો હકદાવો જતો કરવો પડશે. તમને એમાંથી એક પાઈ સુધ્ધાં નહીં મળે, એ યાદ રાખજો.'
વલ્લભભાઈ-વિઠ્ઠલભાઈએ એ હક ખુશીથી જતો કર્યો, પરંતુ પોતાના પિતાના બારમામાં હાજર ન જ રહ્યા.
ત્યાર પછી આ બંને ભાઈઓને કરમસદ જવાનું કોઈ વાર
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org