SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્તા વચ્ચે પથ્થર સરદાર વલ્લભભાઈ શાળામાં ભણતા હતા, ત્યારનો આ પ્રસંગ છે. તે વખતે કરમસદમાં ગુજરાતી સાત ધોરણ સુધીની નિશાળ હતી. ત્યાં અંગ્રેજી શાળા નહીં હોવાથી કેટલાક અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ ત્યાંથી જ છસાત માઈલ દૂર આવેલા પેટલાદ ગામે રોજ જતા-આવતા. ગરમીની મોસમમાં શાળાનો સમય સવારનો હતો. શાળા છસાત માઈલ દૂર હતી. તેથી વિદ્યાર્થીઓએ કરમસદથી પરોઢ થતાં પહેલાં નીકળી જવું પડતું. ખેતરાળ રસ્તો – પગથી પડેલી. એ રસ્તે વિદ્યાર્થીઓ રોજ પેટલાદ જાયં-આવે. એક દિવસ પાંચછ વિદ્યાર્થીઓ વહેલી સવારે કરમસદથી નીકળ્યા. પગથી પર ચાલતાં ચાલતાં એક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાયું કે, તેમનામાંથી એક ઓછો છે ! તે આજુબાજુ જોઈને બોલી ઊઠ્યો : અલ્યા, વલ્લભભાઈ ક્યાં ગયો ?' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy