SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વાઇસરૉયને પાછા મોક્લી આપીને અસહકારની શરૂઆત કરી. ગાંધીજીના આ અસહકારની વિરુદ્ધમાં સર નારાયણ ચંદાવરકર અને બીજા કેટલાક નેતાઓએ એક જાહેરનામું કાઢ્યું હતું. એમાં જણાવ્યું કે, દુનિયાના મુખ્ય ધર્મગ્રંથો – ગીતા, કુરાન, બાઇબલ અને પારસી અવેસ્તા અસહકારને ધર્મવિરુદ્ધ ગણે છે. સરદારશ્રી આ જાહેરનામું વાંચીને સમસમી ગયા. સર નારાયણ ચંદાવરકર જેવા પ્રખર વિચારક આવું જાહેર કરે એ સરદારશ્રી કાંથી સાંખી શકે ? એનો જવાબ આપતાં સરદારશ્રીએ જણાવ્યું : ‘અસહકારમાં કેટલાક લોકો ધર્મભંગનો દોષ જુએ છે. હું એમના જેટલી વિદ્વત્તાનો કે ધર્મનાં તત્ત્વોના જ્ઞાનનો દાવો કરતો નથી. ‘છતાં હું એમને પૂછું કે પ્રજાને અસહકારમાં નહીં જોડાવા, અસહકારથી દૂર રહેવા, ટૂંકામાં અસહકારવાદીઓની સાથે અસહકાર કરવાની સલાહ આપતાં ધર્મભંગનો દોષ કયાં જતો રહે છે ? ‘આપણે સર નારાયણ ચંદાવરકરને એટલું તો વિનયપૂર્વક પૂછી શકીએ છીએ કે, જે સામ્રાજ્યમાં (પંજાબના અમાનુષી અત્યાચારો કરાવનાર પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર) સર માઇકલ ઓડવાયર જેવા ‘“સર’’નો ઇલકાબ ધારણ કરી શકે છે અને સર રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પોતાનો ‘‘સર’’નો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy