________________
ઇલકાબ ફેંકી દેવો પડે છે અને જેમને આપ માથું નમાવવા લાયક “પ્રોફેટ' – પયગંબર ગણો છો તેમને પણ પોતાના ચાંદીનો ત્યાગ કરવો પડે છે, ત્યાં આપને
સર”નો ઇલકાબ પાછો સોંપી દેવામાં ગીતાજીના કયા શ્લોકનો બાધ આવે છે ?'
વિદ્યાપીઠનું શિક્ષણ
૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારના એક કાર્યક્રમ તરીકે સરકારી શાળા-કૉલેજોનો અને અંગ્રેજી શિક્ષણનો ત્યાગ કરવાની હિમાયત કરી હતી.
એમાં સરદારશ્રી પણ સંમત થયા હતા. એની લોકો પર ભારે અસર પડી.
સરદારશ્રી જેવા ભણેલાગણેલા અને કોરટોને ગજવનારા એક બાહોશ બૅરિસ્ટરે જ્યારે આવા શિક્ષણના અસહકારની હિમાયત કરવા માંડી, ત્યારે જુવાનોમાં ભારે ચકચાર જાગી.
ગુજરાત કૉલેજના વિદ્યાર્થીઓએ આ વિષય ઉપર એક સભા ગોઠવી હતી. એમાં સરદારશ્રીને પ્રવચન આપવા બોલાવ્યા હતા.
વિદ્યાર્થીઓએ સરદારશ્રીને આ બાબતમાં કેટલાય પ્રશ્નો પૂછડ્યા.
૩૦ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org