________________
ત્યાં તો વિઠ્ઠલભાઈ મોટે સાદે, વલ્લભભાઈ પાયખાનાની અંદરથી સાંભળી શકે એ સારુ, પેલા મિત્રોને કહેવા લાગ્યા :
‘જોયા તમારા સૂબા ! આટલી પાયખાનાની સાંકળ ખોલીને તો બહાર અવાતું નથી અને આખા દેશનું સ્વરાજ લેવા નીકળી પડ્યા છે ! પાછા અમે કહીએ છીએ તે માનતા નથી અને અમારી સાથે બાખડી બાંધે છે !'
પછી અર્ધાએક કલાકે વિઠ્ઠલભાઈ હળવેથી સાંકળ ખોલી આવ્યા.
સરદાર પાયખાનામાંથી બહાર નીકળ્યા અને જાણે કશું બન્યું જ ન હોય એમ પોતાના કામમાં લાગી ગયા !
૧૨ સણસણતો જવાબ
- '૨૦ની સાલમાં ગાંધીજીએ અસહકારની ચળવળ જાહેર કરી હતી. - પંજાબમાં થયેલા અત્યાચારો પછી ગાંધીજીને લાગ્યું કે, આપણું સ્વરાજ્ય ન સ્થપાય ત્યાં સુધી આવા અન્યાયો થતા અટકવાનું શક્ય નથી.
એટલે ગાંધીજીએ આ જાહેરાત કરી હતી. ગાંધીજીએ પોતાને મળેલા બધા સરકારી ચાંદો – બોઅર વૉર મેડલ, ઝૂલુ વૉર મેડલ અને કૈસરે હિંદ સુવર્ણ ચાંદ –
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org