________________
ગંભીર થઈ ગયા અને
‘આપણી આબરૂ શું કામ જાય ? એવાં કરમ કરે તેની જાય. પણ હું તપાસ કરીશ. એમ વૉરંટ શેનાં નીકળે ? મારાથી થઈ શકે -તે બધું કરીશ.' એમ કહીને વલ્લભભાઈ જરા નમ્રતાથી પિતાશ્રીને ધીમેથી કહેવા લાગ્યા : ‘મોટાકાકા, તમે હવે છોડો આ બધા સાધુઓને ! જેઓ આવા પ્રપંચ કરે છે, કજિયા કરી કોર્ટે ચડે છે, પોતાનું જેઓ આ ભવમાં રક્ષણ કરી શકતા નથી તે આપણને આવતા ભવમાં શું તારવાના હતા ? આપણો શો ઉદ્ધાર કરવાના હતા ?’
ઝવેરબાપાને આવી વાત ક્યાંથી ગમે ? તેઓ કહે : ‘ભાઈ, એ બધી પંચાત આપણે શું કામ કરીએ ? પણ જો, તારે એટલું ધ્યાનમાં રાખવાનું કે, મહારાજ ઉપર વૉરંટ નીકળ્યું હોય, તો એ રદ થવું જ જોઈએ.’
એમ કહીને પિતાશ્રી ઑફિસમાંથી ચાલ્યા ગયા. વલ્લભભાઈ આમ તો સ્વામીનારાયણ સંપ્રદાયમાં જ ઊછરેલા હતા. છતાં એમણે એ સંપ્રદાય તરફ ખાસ શ્રદ્ધા સેવી નથી.
...
આ ઝઘડામાં પણ વચ્ચે પડવાની તેમની ઇચ્છા લગારે નહોતી. છતાં વૃદ્ધ પિતાશ્રીના આગ્રહને લીધે વલ્લભભાઈએ એ કેસ હાથમાં લીધો અને કેસની માંડવાળ કરાવી બેઉ પક્ષના તહોમતદારોને છોડાવ્યા.
Jain Education International
૨૬
For Personal & Private Use Only
www.jainelibrary.org