Book Title: Pragnav Bodh Part 01 - Pages From 201 to 400
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009274/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૧ ઇત્યાદિક ગુરુના ગુણોનું વર્ણન કરીને તે રાજાએ ઘણા લોકોને ઘર્મમાં આસ્થાવાળા કર્યા. પરંતુ એક જય નામનો વણિક નાસ્તિક હતો. તે ઘણા લોકોને ભરમાવતો કે પુણ્ય, પાપ, પરભવ વગેરે કંઈ નથી. તેથી રાજાએ તેને શિક્ષા કરવા માટે પોતાનો હાર જયના દાગીનામાં ગુપ્ત રીતે મુકાવી દીધો. પછી ઘોષણા કરાવી કે રાજાનો હાર ખોવાઈ ગયો છે તેને લાવીને જે આપશે તેને શિક્ષા કરવામાં આવશે નહીં. નહીં તો શિક્ષા કરવામાં આવશે. પછી બધી તપાસ કરતાં જયના ઘરમાંથી હાર નીકળવાથી જયને બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ વધ કરવાની આજ્ઞા કરી. સ્વજનોએ એને છોડાવવા માટે રાજાને પ્રાર્થના કરી. ત્યારે રાજાએ કહ્યું કે તેલનો ભરેલો થાળ લઈ આખા ગામમાં ફરીને આવે. ટીપું એક પણ પડશે તો તલવારથી માથું ઉડાડી દેવામાં આવશે. એ બચવાનો ઉપાય મળવાથી તે જાય તેલનો થાળ લઈ ઉપયોગપૂર્વક આખા ગામમાં ફરીને રાજા પાસે આવ્યો. પછી રાજાએ તેને આસ્તિક થર્મનો ઉપદેશ આપ્યો. તેથી પ્રતિબોધ પામી તેણે શ્રાવક ધર્મના વ્રતો અંગીકાર કર્યા. રાજાને ભગવાને કહેલા તત્ત્વ ઉપર જેવી દૃઢ શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા રાખવાથી સમ્યગ્દર્શન નિર્મળ થાય. એ પાંચેય લક્ષણ વિષે શ્રીમદ્લ જણાવે છે કે — “સમ્યક્દશાનાં પાંચ લક્ષણો છે : શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા." ક્રોથાદિક કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે ‘શમ', મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે ‘સંવેગ’. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું; ત્યારથી હવે પણી થઈ, અરે જીવ! હવે થોભ, એ ‘નિર્વેદ’. માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ઘા’–‘આસ્થા’. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે ‘અનુકંપા’. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અઘિક અન્ય પ્રસંગે’”. (વ.પૃ.૨૨૬) ||૩૪|| છ જયણા છે જયણા ષટ્ ભેદ સુદર્શનન્દીપક તે વ્યવહાર દીપાવે, ક્રુગુરુ-દેવ પ્રતિ 'કર જોડી ન શિર નમાવી ભજે ગુરુભાવે. દાન' ન દે બહુ વાર ભલા ગી, વાત કરે ન પરિચિત દાખે, લાભ-અલાભ-વિચાર કરી વરતે, જયણા વ્યવહારથી રાખે. અર્થ :– હવે સમ્યગ્દર્શનની જયણા એટલે જતના અર્થાત્ સાવધાનીઓ છે. તેના ષટ્ એટલે છ = ભેદ છે. તે સમ્યક્દર્શનરૂપ દીપકને દીપાવનાર હોવાથી સમકિતીના વ્યવહારને પણ દીપાવે છે. જે કુગુરુ, કુદેવને હાથ જોડે નહીં એ પહેલો ભેદ, બીજો તે કુગુરુ કુદેવને શિર નમાવે નહીં તે એ વિષે દૃષ્ટાંત મિથ્યાત્વી દેવોને હાથ જોડવા કે શિર નમાવી વંદન કરવું નહીં. (૧) કુદેવ કુગુરુને હાથ જોડવા નહીં અને (૨) તેમને શિર નમાવવું નહીં તે વિષે. (૧) અન્ય તીર્થીઓના શંકરાદિ દેવોનું વંદન વગેરે કરવું નહીં કે શિર નમાવવું નહીં. (૨) સાંખ્ય, બૌદ્ધાદિક અન્ય દર્શનીઓએ ગ્રહણ કરેલ અરિહંત મૂર્તિઓનું પણ પૂજન વંદન કદાપિ કરવું નહીં. — Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સંગ્રામમૂર રાજાનું દ્રષ્ટાંત એક સંગ્રામસૂર નામનો રાજા હતો. તેણે સમુદ્રની અંદર રાજકન્યાને જોઈ તેને લેવા માટે ગયો. ત્યાં તેને મરણાંત સંકટ આવ્યું. ત્યાં રાક્ષસે એમ કહ્યું કે તું મારી પ્રતિમાને બનાવીને પૂજ, નહિં તો તને હું ખાઈ જઈશ. તે કહે ભલે મારા પ્રાણ જાય પણ હું તેમ કરવાનો નથી. પછી તે રાક્ષસે કહ્યું કે વિષ્ણુ સાથે જિનપ્રતિમા છે તેને પ્રણામ કરી પૂજન કર; નહીં તો હું આ કન્યાનું ભક્ષણ કરીશ. તે સાંભળી કુમાર બોલ્યો કે “કલ્પાંત કાળે પણ તારા કહેવા પ્રમાણે હું કરવાનો નથી, તો શા માટે વારંવાર પૂછ્યા કરે છે.” આ પ્રમાણે તેના દ્રઢ નિશ્ચયથી સંતુષ્ટ થયેલો રાક્ષસ તરત જ પોતાનું દિવ્યરૂપ પ્રગટ કરીને બોલ્યો કે “હે સાહસિક શિરોમણિ! ઇન્દ્ર કરેલી તારી પ્રશંસાને નહીં માનતો એવો હું તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો. તારા પ્રસાદથી મને પણ સમકિત પ્રાપ્ત થયું છે. પછી તે દેવ રાજકન્યા સાથે સંગ્રામશૂરના ગાંધર્વ લગ્ન કરાવી પોતાના સ્થાને ગયો. સંગ્રામસૂર રાજા સમકિત શુદ્ધિ અર્થે બે યત્નાને વિષે સાવઘાન ચિત્તવાળો થઈને કષ્ટમાં પણ અહિંસાદિક નિયમો પાળી પાંચમા દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવી એક અવતાર લઈ મોક્ષપદને પામશે. ત્રીજો ભેદ કે તેમને ગુરુભાવે ભજે નહીં, ચોથો ભેદ તે કુગુરુ કુદેવને ભલા જાણી ઘણીવાર પૂજ્યબુદ્ધિએ દાન આપે નહીં. આવી ચઢે તો અનુકંપાબુદ્ધિથી આપી છૂટે. તેમની સાથે વાત કરે નહીં એ પાંચમો ભેદ અને તેમની સાથે પરિચય વધારે નહીં એ જતનાનો છઠ્ઠો ભેદ છે. સદેવગુરુને વંદન, પૂજન વગેરે કરવામાં આત્મલાભ જાણી તથા કુગુરુ કુદેવને વંદનાદિ કરવાથી મિથ્યાત્વને પોષણ મળતું જાણી તજે. એમ લાભ-અલાભનો વિચાર કરી વ્યવહારથી જતનાને સમ્યવ્રુષ્ટિ જીવ પાળે છે. કુગુરુ ભજન, તેને દાન, વાત, પરિચયનો ત્યાગ. મિથ્યાત્વે કરીને લિસ છે ચિત્ત જેના એવા તાપસોને ગુરુભાવે ભજી તેમને કુશળ પૂછવું કે તેમને ગુરુમાની ઘર્મબુદ્ધિથી એકવાર અથવા અનેકવાર ભોજનાદિ આપવું, તે મિથ્યાત્વને પોષણ આપનાર છે. પણ તે ક્રિયાનું વર્જવું તે સમકિતની ત્રીજી અને ચોથી યત્ના કહેવાય છે. તેમજ તે મિથ્યાત્વીઓ સાથે વાત કરવી નહીં કે પરિચય વઘારવો નહીં. તે સમકિતશુદ્ધિની પાંચમી તથા છઠ્ઠી યત્ના કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત સદ્દાલપુત્રનું દ્રષ્ટાંત - પોલ્લાસપુર નામના નગરમાં સદ્દાલપુત્ર નામનો શ્રાવક રહેતો હતો. તે ગોશાળાના નિયતવાદને માનનાર હતો. તે ગોશાલકને ગુરુ માનતો હતો. પણ એકવાર ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળ્યો. તે કુંભાર હોવાથી ભગવાને તેને પૂછ્યું કે હે સદાલપુત્ર! આ માટીના વાસણો કેમ બનાવ્યા? તે કહે માટીનો પિંડ ચક્ર ઉપર મૂકીને તૈયાર કર્યા છે? ભગવાને કહ્યું આ તો ઉદ્યમથી તૈયાર કર્યા કે ઉદ્યમ વિના? ત્યારે નિયતવાદ પ્રમાણે એણે કહ્યું કે તે ઉદ્યમ વિના થાય છે. ફરી ભગવાને પૂછ્યું-એ વાસણો કોઈ ફોડી નાખે તો તેને તું શું દંડ કરે ? ત્યારે પોતાના નિયતવાદ પ્રમાણે તો જે થવાનું હોય તેમ થાય છે તે વાત મૂકી હું તેને તર્જના કરું. ત્યારે ભગવાને કહ્યું જે કંઈ પણ થાય છે તે પુરુષાર્થથી જ થાય છે. છતાં ઉદ્યમ વિના થાય છે એમ તારું કહેવું મિથ્યા છે. એકાંતે માનેલું સર્વ અસત્ય છે. પણ સ્યાદ્વાદથી માને તે જ સત્ય છે. ઇત્યાદિ ભગવાનની યુક્તિથી પ્રતિબોઘ પામેલા શ્રેષ્ઠીએ પોતાની સ્ત્રી સહિત શ્રાવકના વ્રત અંગીકાર કર્યા અને ગોશાળા પ્રત્યેની શ્રદ્ધાનો ત્યાગ કર્યો. હવે એકવાર સદ્દાલપુત્રને ત્યાં ગોશાળો આવ્યો. પણ તેને ગુરુભાવે સેવ્યો નહી. પણ તેની સામે મહાવીર ભગવાનના યથાર્થ ગુણગાન કર્યા અને બોલ્યો કે તમને ભોજન, વસ્ત્ર વગેરે જે આપું છું તે ઘર્મબુદ્ધિથી આપતો નથી એમ કહી તેની સાથે વિશેષ વાત પણ કરી નહીં તથા પરિચય પણ વઘાય નહીં. Page #3 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૩ એમ તેને ઘર્મમાં દ્રઢ જાણી ગોશાળો વિલખો થઈ ત્યાંથી વિહાર કરી ગયો. શ્રી જિનેન્દ્રના વાક્યથી જેનું ચિત્ત બોઘ પામ્યું છે, જેણે ગોશાળાના મિથ્યાપક્ષનો ત્યાગ કર્યો છે અને જે સમ્યકત્વની યત્નાઓને ઘારણ કરવામાં પ્રવીણ છે તેવો સદ્દાલપુત્ર શ્રાવક ઘર્મની આરાધના કરી સ્વર્ગે ગયો. રૂપાા છ આગાર છૂટ છ ભેદથી શાસ્ત્ર વિષે કહીં આપઘર્મ સમાન, ન ભાવે; "રાજબળે, સમુદાયવશે, વળી ફોજ વિષે, સુરત્રાસ સતાવે, તેમ વડીલ-દબાણ થતાં વન, ઘોર દુકાળ વિષે ર્જીવિકાર્થે જો વિપરીત સુદૃષ્ટિતણું પણ વર્તન હોય, ન દોષ પરાર્થે. અર્થ - હવે શાસ્ત્રોમાં સમ્યગ્દર્શનના છ આગાર અર્થાતુ છ પ્રકારની છૂટ જણાવેલ છે; તે ઘર્મમાં આવેલ આપત્તિ સમાન ગણી છૂટોનો ઉપયોગ સમ્યવૃષ્ટિ જીવ ભાવપૂર્વક કરતા નથી. તેમાંની પહેલી છૂટ તે રાજાના બળથી કોઈ કામ કરવું પડે, બીજાં લોકોના સમુદાયવશ કોઈ કાર્ય કરવું પડે, ત્રીજાં ફોજમાં જઈ કોઈ કાર્ય કરવું પડે, ચોથું દેવતાના ત્રાસથી કંઈ કરવું પડે અને પાંચમું મિથ્યાત્વી એવા માતાપિતા વગેરે વડીલોના દબાણથી કંઈ કરવું પડે તથા છઠ્ઠું-કોઈ વનમાં આવી પડ્યા હોઈએ કે ભયંકર દુષ્કાળમાં આજીવિકા અર્થે કોઈ નિષેઘ કરેલ કાર્ય કરવું પડે તો તે સર્વ આગાર એટલે છૂટરૂપે ગણાય છે. આ સર્વેમાં સમ્યવૃષ્ટિ જીવનું વિપરીત વર્તન હોય તો પણ તેને વ્રતાદિનો ભંગ માનેલ નથી. કેમકે તે પરના દબાણથી કરવામાં આવેલ છે, સ્વેચ્છાએ નહીં. તે ઉપર દ્રષ્ટાંત – કાર્તિકશેઠનું દ્રષ્ટાંત – રાજાના બળથી કાર્ય કરવું પડ્યું. પૃથ્વીભૂષણ નગરમાં મુનિસુવ્રત સ્વામીથી પ્રતિબોઘ પામેલો કાર્તિક શેઠ રહેતો હતો. એક દિવસ નગરમાં ઐરિક નામનો તાપસ આવ્યો. કાયમ એક મહિનાના ઉપવાસ કરીને પારણું કરતો હતો. કાર્તિક શેઠ સિવાય સર્વ લોકો તેના ભક્ત બન્યા. તેથી તાપસ કાર્તિક શેઠ ઉપર દ્વેષ રાખવા લાગ્યો. એક દિવસ રાજાએ તાપસને પોતાને ત્યાં પારણા માટે બોલાવ્યો. ત્યારે તાપસ કહે કે કાર્તિક શેઠ મને પીરસે તો જ હું પારણું કરું. તેથી રાજાએ શેઠને બોલાવી કહ્યું કે આ તાપસને મારા ઘરે આવી જમાડો. શેઠે કહ્યું – આપની આજ્ઞાથી હું જમાડીશ. મનમાં આગાર છે તેથી વ્રતનો ભંગ નથી. પણ મારી ઇચ્છાથી જમાડતો નથી. જમાડતી વખતે તાપસે પોતાના નાક ઉપર આંગળી ઘસીને ઇશારો કર્યો કે હવે તારું નાક કપાયું કે મને જમાડવા આવવું પડ્યું. અવસર આવ્યે કાર્તિક શેઠે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. આરાધના કરી સૌથર્મેન્દ્ર થયા અને તે તાપસ મરીને સૌ ઘર્મેન્દ્રનો એરાવણ નામનો હાથી થયો. ઇન્દ્ર એના ઉપર બેસવા જાય છે કે તે હાથી અનેક રૂપ કરે છે. ઇન્દ્ર ઉપયોગથી જોયું તો એ ઐરિક તાપસનો જીવ છે એમ જાણી તેની તર્જના કરી. તેથી તે મૂળસ્વરૂપમાં આવ્યો. કાર્તિક શેઠ ઇન્દ્રનો જીવ છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય અવતાર લઈ મોક્ષપદને પામશે. એમ સ્વેચ્છાએ નહીં પણ સમુદાયવશ, કે દેવના ત્રાસથી કે વડીલોના દબાણથી વગેરે કંઈ કરવું પડે તો તેને છ આગારરૂપે ગણવામાં આવેલ છે. I૩૬ાા છ ભાવના સમ્યગ્દર્શનની ઉપમા ષટુ ચિંતવવી ઉપયોગી ગણી છે :“મોક્ષમૅલ, દ્વાર સુઘર્મતણું, શિવમંદિર-પીઠ ભણી તે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ગુણ-નિશાન તિજોરી સમાન, ભૈમિષ સમ સર્વ સહે સમકિતી, ભાજન છે સત્, શીલતણું, નહિ પાત્ર વિના ટકતો રસ, નીતિ. અર્થ :- હવે સમ્યગ્દર્શનની છ ભાવનાઓ જણાવે છે : સમ્યગ્દર્શનની નીચે પ્રમાણે છ પ્રકારની ઉપમાઓનું ચિંતવન કરવું તે આત્માને કલ્યાણરૂપ માનેલ છે. તેમાં પહેલું એ કે સમ્યગ્દર્શનને મોક્ષરૂપી વૃક્ષનું મૂલ જાણવું, બીજાં તેને આત્મઘર્મમાં પ્રવેશ કરવાનું દ્વારા જાણવું, ત્રીજાં તેને મોક્ષમંદિર ચણવામાં પીઠ એટલે પાયા સમાન જાણવું, ચોથું તેને તિજોરી સમાન ગુણનો ભંડાર જાણવું કેમકે “સર્વ ગુણાંશ તે સમકિત છે.', પાંચમું તેને ભૂમિ સમાન જાણવું કેમકે સમકિતી જીવ પૃથ્વી સમાન સર્વ સંકટને સહન કરે છે. છઠ્ઠ સમ્યગ્દર્શનને સત્ એટલે આત્મા અને શીલ એટલે સદાચારનું ભાજન અર્થાતુ પાત્ર જાણવું કેમકે પાત્ર વિના આત્મઅનુભવરૂપ રસ ટકી શકતો નથી. એ જ નીતિ અર્થાતુ રીતિ છે. એ વિષે શ્રીમદ્જીએ કહ્યું કે – “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિકજ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર છ ભાવનાઓ ઉપર દ્રષ્ટાંત નીચે મુજબ – વિક્રમરાજાનું દ્રષ્ટાંત :- છ ભાવનાથી યુક્ત સમકિતમાં રાખેલ વૃઢતા. કુસુમપુરને વિષે હરિતિલક નામે રાજા હતો. તેને વિક્રમ નામે પુત્ર થયો. તેને બત્રીસ રાજકન્યા પરણાવી હતી. એકદા અશુભ કર્મના ઉદયથી કુમારને કાસ, શ્વાસ અને જ્વરાદિક વ્યાધિઓનો ઉપદ્રવ થયો. તેણે નિવારવા માટે ઘણા મંત્ર તંત્ર અને ઔષઘાદિ કર્યા છતાં રોગ મટ્યો નહીં. છેવટે વ્યાધિ શાંત થવા માટે રાજાએ ઘનંજય નામના યક્ષની માનતા કરી કે જો પુત્રને સારું થઈ જશે તો સો પાડાનું બલિદાન આપીશ. તો પણ રોગ મટ્યો નહીં. એક દિવસ નગરના ઉદ્યાનમાં કેવળી ભગવંત પઘાર્યા. તેના દર્શન માટે રાજા તેના પુત્રને પણ સાથે લઈ ગયો. દેશના સાંભળ્યા પછી રાજાએ પૂછ્યું કે મારા પુત્રને આ મહાવ્યાધિ થવાનું કારણ શું? કેવળી ભગવંત બોલ્યા કે – પૂર્વે આ કુમાર પાનામે રાજા હતો. તેણે એક દિવસ ધ્યાનમાં ઊભેલા મુનિને બાણવડે મારી નાખ્યા. તેથી પ્રઘાનોએ તે રાજાને પાંજરામાં નાખી તેના પુત્રને રાજ્ય પર બેસાડ્યો. થોડા દિવસો પછી રાજાને પાંજરામાંથી છોડી મૂક્યો. ત્યાંથી જંગલમાં ગયો. ત્યાં ફરીથી મુનિને જોઈ તાડન કર્યું. તેના ફળમાં અંતે મરીને સાતમી નરકે ગયો. બઘી નરકોમાં બબ્બે ત્રણ ત્રણવાર ઉત્પન્ન થયો. પછી ત્યાંથી પાંચે સ્થાવરમાં તથા અનંતકાયમાં ઘણું ભટક્યો. અનંત અવસર્પિણિ ઉત્સર્પિણિઓ વ્યતીત કરી પછી અકામ નિર્જરાવડે પૂર્વ ભવમાં શેઠ પુત્ર થઈ ત્યાં તાપસી દીક્ષા લીધી. ત્યાંથી હવે આ ભવમાં તારો પુત્ર થયો છે. મુનિઘાતના બાકી રહેલા પાપ કર્મોનાં ઉદયથી આ રોગની ઉત્પત્તિ થઈ છે. એ સાંભળી કુમારને જાતિસ્મરણજ્ઞાન ઊપસ્યું. તેથી કેવળી ભગવંતને કુમારે કહ્યું કે હે પૂજ્ય! મારા પર કૃપા કરીને મને સંસારરૂપી કુવામાંથી ઘર્મરૂપી દોરડાવડે ખેંચી કાઢો. તે સાંભળી કેવળી ભગવંતે દયાવડે ઉપર જણાવેલ ભાવનાથી યુક્ત એવા સમકિતનું માહાત્ય વર્ણવ્યું. તેથી સમકિત સહિત તેણે શ્રાવકઘર્મ અંગીકાર કર્યો. એક દિવસ તે યક્ષ આવ્યો અને કહે કે મારી શક્તિથી તારો આ વ્યાધિ શાંત થયો છે માટે મને સો પાડા આપ. કુમાર હસીને બોલ્યો કે મારો રોગ તો કેવળી ભગવંતની કૃપાથી ગયો છે. માટે તને પાડા Page #5 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૫ માંગતા શરમ કેમ નથી આવતી? હું એક કુંયુઆની પણ હિંસા કરવાનો નથી. ત્યારે યક્ષ કહે હું મારું બળ બતાવીશ. એમ કહી અદૃશ્ય થઈ ગયો. એક દિવસ વનમાં આવેલ મંદિરમાં પ્રભુની પૂજા કરીને કુમાર ઘરે આવતો હતો. તે વખતે માર્ગમાં કુમારના બે પગ પકડીને તેને પૃથ્વી પર પછાડીને યક્ષ બોલ્યો કે અરે! હજી સુધી તું તારો આગ્રહ મૂકતો નથી? ત્યારે કુમાર કહે કે હે યક્ષ! તું જીવ હિંસા છોડી દે. કહ્યું છે કે ‘પરોપકાર કરવો તે પુણ્યને માટે છે. અને પરને પીડા આપવી તે પાપને માટે છે.’ કે કુમારનું આવું વચન સાંભળી યક્ષ બાલ્યો કે તું જીવ હિંસા ન કરે તો માત્ર મને પ્રણામ કર. કુમાર કરે - પ્રણામ ઘણા પ્રકારના છે. હાસ્યપ્રણામ, વિનયપ્રણામ વગેરે ઘણા તેના પ્રકાર છે. ત્યારે યક્ષ કહે ભાવપ્રણામ કર. કુમાર કહે - તું જ સંસારસાગરમાં ડૂબેલો છે તો તને ભાવપ્રણામ કરવાથી મને શો લાભ થાય. આ પ્રમાણે યુક્તિથી રાજકુમારે યક્ષને પ્રતિબોધ પમાડ્યો. એટલે સંતુષ્ટ થઈ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને કહ્યું કે સંકટ સમયે યાદ કરજે. એમ કહી પોતાના સ્વસ્થાનકે ચાલ્યો ગયો. વિક્રમરાજાની જેમ સમકિતનું છ ભાવનાથી યુક્ત માહાત્મ્ય જાણી તેને વળગી રહેવાથી આ ભવ ૫૨ભવ બન્નેમાં શુભનો ઉદય થાય છે. ।।૩૭।ા અર્થ :— છ સ્થાનક સ્થાનક સમ્યગ્દર્શનનાં પટ્ સુજ્ઞ વિચાર કરી સમજી લે, હંસ સમાન વિવેક-સુચંચુ અનુભવ-અમૃતનો રસ પી હોઃ— છે જૈવ ચેતન-લક્ષણવંત, અજીવ શરીર સદા શબ જેવું; જીવ વિના ન જણાય કશુંય, નીં નિજ ભાન, ગણાય જ કેવું? છે જીવ નિત્ય, વિચાર કરો, શિશુને સ્તનપાન ન કોઈ શિખાવે, પૂર્વ ભવે પુરુષાર્થ કરેલ અનુભવમાં વળી કોઈક લાવે. હવે સમ્યગ્દર્શનના છ સ્થાનક છે તેને જણાવે છે :— આ છ સ્થાનકને તે સુન્ન! તું વિચાર કરીને સમજી લે. તથા હંસ પક્ષીની જેમ વિવેકરૂપી સમ્યક્ ચાંચવડે જડ ચેતનનો ભેદ કરી આત્મઅનુભવરૂપ અમૃતરસનું પાન કરી લે. તેના માટે નીચે પ્રમાણે છ સ્થાનકનું સ્વરૂપ વિચારવું. પહેલું સ્થાનક તે ‘પ્રથમ પદ આત્મા છે.” તે જીવ ચેતન લક્ષણવંત છે. જ્યારે અજીવ એટલે અચેતન એવું શરીર તે તો સદા શબ એટલે મડદા જેવું છે, જગતમાં જીવ નામનો પદાર્થ ન હોય તો કશુંય જણાય નહીં. આપણા આત્માને પોતાનુંય ભાન નથી તો તે કેવું શાન કહેવું. “ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન.’’ આત્મસિનિ બીજી સ્થાનક તે ‘આત્મા નિત્ય છે.’ જો તે જીવ નિત્ય ન હોય તો જન્મતા બાળકને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ નહીં. તે તો એના પૂર્વભવના સંસ્કાર છે, પૂર્વભવમાં શીખેલું જ છે માટે તેને આવડે છે. પૂર્વભવમાં જે જે પુરુષાર્થ કર્યાં હોય તે વળી કોઈક ને કોઈક ભવમાં અનુભવમાં આવી જાય છે. અર્થાત્ જાતિસ્મરણશાનડે પૂર્વભવમાં તેણે શું શું કરેલ તે જાણી જાય છે. એથી એ જ આત્મા પૂર્વભવમાં હતો, તે તેના નિત્યપન્નાની સિદ્ધિ કરે છે. તે ઉપર દૃષ્ટાંત – Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઇન્દ્રભૂતિ ગૌતમનું દ્રષ્ટાંત - આત્મા છે, તે નિત્ય છે. ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાની બુદ્ધિથી વ્યાકરણ વગેરે સર્વ શાસ્ત્રો ભણીને વિદ્વાન થયા. પરંતુ તેમને વેદનો અર્થ વિચારતાં જીવના હોવાપણા વિષેનો સંશય હતો. પરંતુ તેને સર્વજ્ઞપણાનું ડોળ કરતાં હોવાથી કોઈને પૂછીને સંશય દૂર કરી શકતા નહોતા. મહાવીર ભગવાનને વાદમાં જીતવા માટે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન પાસે આવ્યા. ભગવાનની સમવસરણની રિદ્ધિ જોઈ વિચાર કરતા હતા. તેટલામાં ભગવંત બોલ્યા કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ! તમને સુખ શાતા છે? તે સાંભળી ગૌતમે વિચાર્યું કે અહો! શું મારું નામ પણ એ જાણે છે? વળી વિચાર થયો કે જગતમાં પ્રસિદ્ધ એવું મારું નામ કોણ ન જાણે? પણ એમના મીઠા વચનથી હું સંતોષ પામું તેમ નથી. જો મારા મનના સંશયને દૂર કરે તો હું ખરા સર્વજ્ઞ માનું. તેટલામાં પ્રભુએ કહ્યું “હે ઇન્દ્રભૂતિ! તું જીવ છે કે નહીં એવી શંકા કરે છે અને તેમાં દલીલો કરે છે કે ઘટ, પટ, લાકડા વગેરે પદાર્થોની જેમ જીવ હોય તો તે પ્રત્યક્ષ કેમ દેખાતો નથી? માટે તે છે નહીં એવું જે તારું માનવું છે તે અયોગ્ય છે. હે આયુષ્યમાન ! તે આત્મા ઇંદ્રિયો વડે અગ્રાહ્ય હોવાથી, તે આત્મા નથી એમ કહ્યું. પણ જેમ તારા મનનો સંશય મેં જાણ્યો તેમજ હું પ્રત્યક્ષ રીતે સર્વત્ર એવા જીવને જોઉં છું. કેવળ હું જ જોઉં છું એમ નથી; પરંતુ તું પણ “હું' એવો શબ્દ બોલી તારા દેહમાં આત્મા રહેલો છે એમ બતાવી આપે છે. છતાં તેનો તું અભાવ કહે છે આ તો જેમ કોઈ કહે કે માતા વંધ્યા છે અથવા મારા મોંઢામાં જીભ છે કે નહીં એ વાક્યની જેમ તારા પોતાના વાક્યમાં વિરોઘ આવે છે. તે આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ છે માટે તેનો તું સ્વીકાર કર. આ પ્રમાણે ત્રણ જગતના સ્વરૂપને જાણનાર ભગવંતે સર્વ જીવોને પ્રતિબોઘ કરવાના ઉપાયની નિપુણતાથી ગૌતમનો સંશય દૂર કર્યો અને સર્વને તે આત્મા નિત્ય છે એમ સમજાવી આપ્યું. એટલે પચાસ વર્ષની વયે ઇન્દ્રભૂતિ ગૌતમે પાંચસો શિષ્ય સહિત ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી. ભગવાને તેમને પ્રથમ ગણધર પદે સ્થાપન કર્યા. -ઉ.પ્રા.ભા.ભા.૧ ૩૮. છે કરતા જીંવ જ્ઞાનતણો, સમભાવ-વિભાવ રૃપે બનનારો, કર્મ વિભાવ વડે વળગે બહુ, શુભ અશુંભ અનાદિ વચારો; ભોગવતો ર્જીવ કર્મ-ફળો, ફરી ચાર ગતિ દુખદાયી, અરે રે! પુણ્યથી સુખ મળે પરનું, વળી પાપથી દુઃખ, ન તેથી તરે રે! અર્થ :- નિશ્ચયનયથી જીવ પોતાના જ્ઞાનાદિ ગુણોનો જ કર્તા છે. પણ વ્યવહારનયથી તે આત્મા સમભાવ કે વિભાવભાવનો કર્તા બને છે. જેમ કુંભાર માટી, ચક્ર અને દંડ વડે ઘડાનો કર્તા થાય છે તેમ આત્મા કષાયાદિક વિભાવભાવો વડે અશુભ કે શુભભાવો વડે શુભ કર્મોનો કર્તા બને છે. વિભાવ ભાવથી જીવને ઘણા કર્મનું વળગણ થાય છે. આ શુભ અશુભ ભાવના વિચારો જીવને અનાદિકાળથી લાગેલા છે. હવે ચોથું સ્થાનક તે “આત્મા ભોક્તા છે.” આ જીવ પોતાના જ બાંધેલા કર્મોના ફળને ભોગવે છે. તે કર્મફળ ભોગવતા છતાં અરેરે! ફરી રાગદ્વેષ કરી નવા કર્મ બાંઘી દુઃખદાયી એવી ચાર ગતિમાં રઝળ્યા કરે છે. તેમાં પુણ્યવડે તેને પર એવા ભૌતિક પદાર્થોનું શાતાવેદનીય સુખ મળે છે અને પાપથી જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિ વગેરેના દુઃખો જીવને ભોગવવા પડે છે. એ શુભાશુભ ભાવના કારણે જીવ સંસારથી પાર પામતો નથી. માટે શ્રીમદ્જી કહે છે કે : “તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ.” એ ઉપર દ્રષ્ટાંત છે તે નીચે પ્રમાણે : Page #7 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૭ અગ્નિભૂતિનું દ્રષ્ટાંત - આત્મા કર્મનો કર્તા ભોક્તા છે. હવે અગ્નિભૂતિ પણ પોતાના પાંચસો શિષ્યોને સાથે લઈ પ્રભુ પાસે દોડી આવ્યો. શ્રી મહાવીર પ્રભુએ તેને પણ તેના ગોત્ર અને નામના સંબોધનથી બોલાવી તેના મનનો સંદેહ કહી આપ્યો કે હે ગૌતમ ગૌત્રીય અગ્નિભૂતિ! તને કર્મ છે કે નહીં? એ વિષે નિરંતર મનમાં ગૂંચવાડો રહ્યા કરે છે ! તને આ શંકા પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થઈ છે. વળી તું એમ માને છે કે “અરૂપી આત્માને રૂપી એવા કર્મનું ગ્રહણ અને નાશ કેમ સંભવે?” તે તારું માનવું અયુક્ત છે. કારણ કે આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે અને તે અરૂપી છે. છતાં બ્રાહ્મી જેવા ઔષધો વડે અથવા ઘી, દૂઘ વગેરે સાત્ત્વિક પદાર્થોવડે તેને લાભ થતો જોઈએ છીએ, તેમજ મદિરા કે ઝેર જેવા પદાર્થોવડે જ્ઞાનગુણ હણાતો જોવામાં આવે છે. એટલે અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવા પદાર્થોવડે લાભ કે હાનિ થવી જરૂર સંભવે છે. જો કર્મ ન હોય તો એક સુખી અને બીજો દુઃખી, એક શેઠ અને બીજો નોકર, એવા ભેદો તથા આ સૃષ્ટિની બઘી વિચિત્રતાઓનું બીજાં કયું કારણ સંભવે? રાજા અને રંકની ઉચ્ચતા-નીચતામાં કંઈક કારણ તો અવશ્ય હોવું જોઈએ, અને તે કારણ તેમના શુભાશુભ કર્મ છે. કોઈપણ ક્રિયા નિષ્ફળ જતી નથી. દાન વિગેરે શુભ ક્રિયાઓ અને હિંસા વિગેરે અશુભ ક્રિયાઓના ફળ અવશ્ય હોય છે. તેથી ત્રીજું પદ આત્મા કર્મનો કર્તા છે તો ચોથું પદ આત્મા કર્મફળનો અવશ્ય ભોક્તા બને છે. એ પ્રમાણે પ્રભુના મુખથી પ્રકાશ પામતી યુક્તિઓ સાંભળી અગ્નિભૂતિનો કર્મ વિષયક સંશય ઊડી ગયો. તેને શ્રદ્ધા થઈ કે “કર્મ છે અને તેના ફળ પણ છે. તેથી તેજ વખતે તેણે પણ પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. -કલ્પસૂત્ર /૩૯ો મોક્ષ મહા સુખદાયી નિરંતર, કર્મ ઘટાડી, મટાડી વરે જે, તે જીંવ ઘન્ય, ઘરે નહિ જન્મ ફરી ભવમાં, જગને શિખરે તે; મોક્ષ-ઉપાય સુઘર્મ ઘરો તપ, જ્ઞાન, સુદર્શન, ભક્તિ, વિરાગે, કર્મ ઘુંટે સમભાવ, ક્ષમાદિથ; મુક્તિ વરે સહુ કર્મ જ ત્યાગે. અર્થ - હવે પાંચમું સ્થાનક તે “મોક્ષપદ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” -શ્રીમદ્ રાજચંદ્ર આત્માની કર્મમળ રહિત સંપૂર્ણ શુદ્ધ અવસ્થા તે જ મોક્ષપદ છે. તે મોક્ષ સ્થાનક નિરંતર મહાસુખદાયી છે. તે મોક્ષનું અંશે સુખ, કર્મમળ ઘટવાથી સમ્યગ્દર્શનવડે મળે છે. અને તે કમનો સર્વથા નાશ થયે કેવળજ્ઞાન પ્રગટવાથી જીવ શાશ્વત સુખશાંતિને પામે છે. તે જીવ ઘન્ય છે કે જે ફરી સંસારમાં કદી જન્મ લેવાનો નથી અને જગતના શિખર ઉપર એટલે લોકના અંતે મોક્ષ સ્થાનમાં જઈને બિરાજમાન થાય છે. એ મોક્ષનું સુખ કેવું છે? તો કે ત્રણ લોકના ઇન્દ્રો, દેવો કે ચક્રવર્તીઓને જે સુખ છે, તે સર્વને એકત્ર કરીએ તો પણ તે મોક્ષસુખના અનંતમા ભાગમાં પણ આવી શકે નહીં. એમ જિનેશ્વરોએ પોતાના અનુભવથી મોક્ષપદને અનંતસુખથી ભરપૂર તથા અવિનાશી જણાવ્યું છે. હવે છઠ્ઠું સ્થાનક તે “મોક્ષનો ઉપાય છે તે મોક્ષનો ઉપાય સાચો આત્મધર્મ છે. તે બાર પ્રકારના તપ વડે, સમ્યકજ્ઞાન વડે, સમ્યક્દર્શનવડે, દેવગુરુની ભક્તિવડે તથા સમ્યક્રચારિત્રરૂપ વીતરાગભાવ વડે સાધી શકાય છે. ઉદયમાં આવેલ સુખદુઃખના પ્રસંગોમાં સમભાવ રાખવાથી તથા ક્રોધાદિ કષાયોના ઉદયમાં ક્ષમાદિ ભાવોને ઘારણ કરવાથી બાંધેલા કમને છોડી શકાય છે. અને સર્વકર્મનો ત્યાગ થયે Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મા પોતાની શુદ્ધ મુક્તદશાને પામે છે, જે અનંત સુખરૂપ છે. એ ઉપર દ્રષ્ટાંત – પ્રભાસ ગણઘરનું દ્રષ્ટાંત – મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ચંપાનગરીમાં સોમ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ થતો હતો. ત્યારે ઇન્દ્રભૂતિ વગેરે વિદ્વાનો પણ આવેલા હતાં. અને પ્રભાસ પણ આવ્યો હતો. હવે ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રો મહાવીર સ્વામી ભગવાન પાસે ગયા છે એ વાત લોકોના મુખેથી સાંભળીને પ્રભાસ વિચાર કરવા લાગ્યો કે ખરેખર રૂપઘારણ કરીને સાક્ષાત્ ઈશ્વર જ પોતાના ઘામથી અમને પવિત્ર કરવા માટે આવ્યા જણાય છે. તેથી એમની ચતુરાઈ વગેરે હું પણ જોઉં તો ખરો. આ પ્રમાણે વિચારી તે પ્રભાસ પણ શ્રી ભગવાન મહાવીર પાસે આવ્યો. તેને જોઈ પ્રભુ બોલ્યા કે “હે આયુષ્યમાન પ્રભાસ! તારા મનમાં શંકા છે કે મોક્ષ છે કે નહીં? તને આવો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવા વેદ વાક્યો છે. વળી હે પ્રભાસ! વેદમાં પણ સંસાર અને મોક્ષનું સ્વરૂપ બતાવેલ છે. તેમાં શરીરની સાથે જે રહે તે જીવ છે. શરીર સાથે એકમેક થઈને રહેલો જીવ સુખદુઃખ પામે છે અને શરીરરહિત એટલે મોક્ષઅવસ્થામાં રહેલ જીવ સુખદુ:ખને સ્પર્શતો નથી. એમ કહેવાનો આશય આ છે કે મોક્ષમાં રહેલ જીવ ભૌતિક સુખદુ:ખને સ્પર્શતો નથી. તે તો પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થતાં સુખને અનુભવે છે. વળી તે મોક્ષ સુખ પ્રાપ્તિનો ઉપાય શું છે? તો કે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિના બીજા કોઈ ઉપાયથી તે મોક્ષસુખ મેળવી શકાતું નથી. તે જ તેનો સાચો ઉપાય છે. તે વિષે દર્શન-સસતિકામાં કહ્યું છે કે : સમ્યગ્દર્શન, જ્ઞાન અને સંયમ સંપૂર્ણ પ્રાપ્ત કરવા એ જ મોક્ષ સાથવાનો સાચો ઉપાય છે. તે ઉપાય નરભવને વિષે જ સાથવા યોગ્ય છે; કારણકે તત્ત્વના જાણ પુરુષો સ્વશક્તિવડે અહીં જ પ્રથમ મોક્ષ એટલે કમથી મુક્તિ મેળવે છે. પછી આયુષ્યનો અંત આવ્યે મોક્ષ સ્થાનમાં જઈ બિરાજે છે ભગવાનના મુખથી ઉપરોક્ત યુક્તિયુક્ત વચનો સાંભળીને પ્રસન્ન થયેલા પ્રભાસે પોતાનો સંશય દૂર થવાથી પોતાના ત્રણસો શિષ્ય સહિત ભગવાન પાસે આવી દીક્ષા ગ્રહણ કરી. ઉપરોક્ત પ્રમાણે સમકિતના ૬૭ બોલ એટલે ભેદ સંપૂર્ણ થયા. ૪૦ જે મન સમ્યગ્દર્શનમાં અતિ નિશ્ચલ, તે પદ ઉત્તમ લેશે, જ્ઞાન તપાદિ સુદ્રષ્ટિ વિના નહિ કોઈ રીતે શિવસાઘન દેશે: સંયમ, જ્ઞાન તણું બીજ સમ્યગ્દર્શન, તે શમ-જીવન જાણો, શ્રુત તપાદિ તણું અધિષ્ઠાન, કહે મુનિપુંગવ તે જ પ્રમાણો. અર્થ - જેનું મન સમ્યગ્દર્શનમાં અતિ દ્રઢ છે તે ઉત્તમ મોક્ષપદને પામશે. જ્ઞાન, તપ, સંયમ આદિ સમ્યગ્દર્શન વિના કોઈ રીતે પણ મોક્ષના સાધન બનશે નહીં. યથાર્થ સંયમ એટલે સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાનનું બીજ પણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાન અને ચારિત્રને જ શમ-જીવન જાણો, અર્થાતુ આ રત્નત્રયથીયુક્ત મહાત્માનું જીવન જ શાંતિમય કે સમતાવાળું જાણો. સમસ્ત ગ્રુત કે તપાદિનું અધિષ્ઠાન એટલે આઘાર પણ આ સમ્યગ્દર્શન છે, એમ શ્રી મુનિપુંગવ એટલે મુનિઓમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વર ભગવાન કહે છે. તેને જ પ્રમાણભૂત માનો. નવપદજીની પૂજામાં પણ સમ્યગ્દર્શન વિષે જણાવે છે : “જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુ નવિ ફળિયો; સુખ નિર્વાણ ન જે વિણ લહિયે સમકિત દર્શન બળિયો રે.” ભ૦ -શ્રી યશોવિજયજી //૪૧ાાં Page #9 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮૯ જેમ કૃપાળુ કહે શિવમાર્ગ અચૂક જણાય, છુટાય જ તેથી, તે વિતરાગ સુલક્ષણવંતની થાય પ્રતીતિ, સુદર્શન એથી; જે વીતરાગ, કહે જ યથાર્થ, ખરો શિવમારગ તે જ સ્વીકારું, એ સુવિચાર ગણાય સુજ્ઞાનજ, જીવ-અજીવનું કારણ સારું. અર્થ :- જેમ પરમકૃપાળુપ્રભુ કહે છે તેમજ મોક્ષમાર્ગ અચૂક જણાય છે. એ માર્ગને આરાઘવાથી જ સંસારના દુઃખોથી છૂટી શકાય. તેવા સુલક્ષણવંત વીતરાગની પ્રતીતિ થાય તો એથી વ્યવહાર સમકિત આવે છે. જે વીતરાગ પુરુષો કહે છે તે જ યથાર્થ હોય. તેને ખરો મોક્ષમાર્ગ માનીને સ્વીકાર કરું. એ સુવિચાર જ સમ્યજ્ઞાન ગણાય. જે જીવ અજીવના ભેદજ્ઞાનનું સાચું કારણ છે. જેમ આ પરમકૃપાળુ કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે, તેમ જ મોક્ષમાર્ગ હોય, તે પુરુષનાં લક્ષણાદિ પણ વીતરાગપણાની સિદ્ધિ કરે છે, જે વીતરાગ હોય તે પુરુષ યથાર્થવક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે.” (વ.પૃ.૫૯૯) //૪૨ા. એવી પ્રતીતિ, રુચિ, ગુરુ-આશ્રય, નિશ્ચય આણ અનુસરવાનો દે સ્ફટ, વિસ્તૃત જ્ઞાન જીંવાજીંવનું ક્રમથી, સમકિત થવાનો: એમ સુગુરુની આણ ઉપાસી, કરી ક્ષય રાગ થશે વીતરાગી. સુંગુરુ-જોગ વિના સમકિત થવું જ કઠિન ગણો, સદ્ભાગી. અર્થ - ઉપર કહી તેવી ભગવાનના વચનો પ્રત્યેની પ્રતીતિ એટલે શ્રદ્ધા, રુચિ કે શ્રી ગુરુના આશ્રયથી, તે જીવ નિશ્ચય એટલે નક્કી શ્રી ગુરુની આણ એટલે આજ્ઞાને અનુસરશે. તેથી તેને સ્કૂટ એટલે સ્પષ્ટ વિસ્તૃત એટલે વિસ્તારથી ક્રમપૂર્વક જીવઅજીવ તત્ત્વોનું જ્ઞાન થશે. પછી તે નિશ્ચય સમ્યગ્દર્શનને પામી આત્મઅનુભવને માણશે. એમ સદ્ગુરુ ભગવંતની આજ્ઞાને ઉપાસી કાલાન્તરે રાગદ્વેષનો સંપૂર્ણ ક્ષય કરી તે વીતરાગી બની જશે. પણ હે સદ્ભાગ્યવાનો! સદગુરુના પ્રત્યક્ષ યોગ વિના આવું નિશ્ચય સમકિત પ્રાપ્ત થવું કઠિન છે એમ જાણો. “તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગ દશા થાય છે. તથારૂપ સપુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે.” (વ.પૃ.૫૯૯) //૪૩ી. કો અવિરાઘક થાય સુદ્રષ્ટિ સુશાસ્ત્રથૈ, તીવ્ર મુમુક્ષ દશાથી, તે પણ સગુરુ-માર્ગ તણો ન ઉપેક્ષિત, ગર્વ ઘરે નહિ આથી; પ્રત્યક્ષ કોઈ સૅરિ ગુરુ-વાણીથી કોઈકને સમકિત જગાવે, દુષમ કાળ વિષે શિવ-માર્ગ ન તદ્દન લોપ, સુદર્શન ભાવે. અર્થ - કોઈ અવિરાઘક એટલે પૂર્વના આરાધક જીવ હોય કે જેની તીવ્ર મુમુક્ષુદશા એટલે સંસારના દુઃખોથી છૂટવાની તીવ્ર કામના હોય એવો જીવ જ્ઞાનીપુરુષના વચનરૂપ શાસ્ત્રોથી સમ્યવૃષ્ટિપણું પામે છે. તે પણ સદગુરુના કહેલ માર્ગનો ઉપેક્ષિત ન હોય અર્થાતુ તે પણ ગુરુ વિના જ્ઞાન હોય નહીં, એમ માને છે અને પોતાને પૂર્વભવમાં ગુરુ મળવાથી આ ભવમાં પ્રાપ્ત થયેલ યોગ્યતાનો તે ગર્વ કરતા નથી. કોઈ તીવ્ર આત્માર્થીને એવો કદાપિ સદગુરુનો યોગ ન મળ્યો હોય, અને તેની તીવ્ર કામનામાં ને Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કામનામાં જ નિજવિચારમાં પડવાથી, અથવા તીવ્ર આત્માર્થને લીધે નિજવિચારમાં પડવાથી આત્મજ્ઞાન થયું હોય તો તે સદ્ગુરુમાર્ગનો ઉપેક્ષિત નહીં એવો, અને સગુરુથી પોતાને જ્ઞાન મળ્યું નથી માટે મોટો છું એવો નહીં હોય.” (વ.પૃ.૫૩૦) પ્રત્યક્ષમાં કોઈ સૂરિ એટલે આચાર્ય જેમ કે ૫.પૂ.પ્રભુશ્રીજી જેવા પરમકૃપાળુદેવની વાણીથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને સમકિત પ્રાપ્ત કરાવે તેમ પણ બની શકે છે. કેમકે દુષમકાળમાં મોક્ષમાર્ગનો તદ્દન લોપ થઈ ગયો નથી. સગુરુના આશ્રયથી તેમની આજ્ઞાએ આજે પણ ભેદજ્ઞાનની ભાવના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. “તેવા પુરુષનાં વચનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે આરાઘક હોય એવા જીવને સમકિત થવું સંભવે છે; અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સમકિત પ્રાપ્ત કરાવે છે.” (વ.પૃ.૫૯૯) ૪૪. સદ્ગુરુ દે ઉપદેશઃ “અહો! બુથ, મોહરૅપી મદિરા ન પીવાની, સમ્યગ્દર્શન-ભાન ભુલાવતી; આત્મ-અનુભવ ચાખ, સુજ્ઞાની. ભોગણી અભિલાષ, દશા વિપરીત, ટળે નિજ શુદ્ધ વિચારે; સમ્યગ્દર્શન ચંદન જેવી ઉરે શમતા-સુખશાંતિ વઘારે. અર્થ :- સદ્ગુરુ ભગવંત આ પાઠના સારરૂપે હવે ઉપદેશ આપે છે કે અહો! હે બુઘ એટલે હે સમજા જીવ! હવે તારે આ અહંભાવ કે મમત્વભાવરૂપ મોહની મદિરા એટલે દારૂ પીવો નહીં. કેમકે સમ્યગ્દર્શન એટલે પોતે જ આત્મા હોવા છતાં તેના જ ભાનને ભુલાવનાર એવો આ સંસારનો મોહ છે. માટે હે સુજ્ઞાની એટલે સમ્યકુબુદ્ધિને ઘરનાર! હવે તો તું આ મોહને છોડી આત્મ અનુભવને ચાખ કે એનું કેવું અનુપમ સુખ છે. સુખની પ્રાપ્તિ માટે ભોગોનો અભિલાષ કરવો એ તારી વિપરીત દશા છે. કારણ કે તે સાચા સુખનો ઉપાય નથી. એ ભોગોની ઇચ્છા પોતાના શુદ્ધ આત્મામાં રહેલ અનંતજ્ઞાન, દર્શન, સુખ, શક્તિનો વિચાર કરવાથી ટળે છે. તથા સમ્યગ્દર્શન એટલે આત્માનો અનુભવ, તે કષાયભાવને ઘટાડી ચંદન જેવી શીતળ ઉપશમસ્વરૂપ સુખશાંતિને હૃદયમાં વધારે છે. ૪પા જ્ઞાનસમુદ્ર સમા ભગવાન સ્વ-આત્મ-પ્રતાપ વડે ઊછળે છે, શાંત રસે જગ સર્વ ડુબાડી હરે ભ્રમ-ચાદર એક પળે એ. નિશ્ચય એક, વિશુદ્ધ, અમોહીં સુદર્શન-જ્ઞાન વડે જીંવ પૂર્ણ; તન્મય ત્યાં રહીં આત્મસમાધિ-બળે કર કર્મતણું, બુધ, ચૂર્ણ. અર્થ - પોતાની અંદર જ રહેલા જ્ઞાનના સમુદ્ર સમાન શુદ્ધ આત્મારૂપ ભગવાન, તે હમેશાં પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ગુણોના પ્રતાપ વડે સદા ઊછળ્યા કરે છે; અર્થાત્ તેની જ્ઞાન જ્યોતિ સદા જ્વાજલ્યમાન છે. તે ભગવાનરૂપ આત્મા જ્યારે પોતાના નિર્વિકલ્પ શાંત અનુભવરસનો આસ્વાદ કરે છે ત્યારે આખું જગત તેમાં ડૂબી જાય છે, અર્થાત્ જગત સંબંધી સર્વ વિકલ્પો ત્યાં નાશ પામે છે અને આત્મભ્રાંતિરૂપ ચાદર એટલે પડદાને તે એક પળમાં ખસેડી નાખે છે અર્થાત્ આત્મભ્રાંતિનો ત્યાં વિનાશ થાય છે. નિશ્ચય એટલે મૂળસ્વરૂપે જોતાં તો આત્મા એક છે, સંપૂર્ણ શુદ્ધ છે, મોહ રહિત છે તથા સમ્યગ્દર્શન જ્ઞાનવડે તે પરિપૂર્ણ છે. માટે હે બુઘ એટલે સમ્યજ્ઞાનના ઇચ્છુક એવા મુમુક્ષુ! તારા Page #11 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૯૧ આત્મસ્વરૂપમાં જ તન્મય રહીને આત્મસમાધિ એટલે આત્મસ્થિરતાના બળે સર્વ કર્મોને ચૂરી શાશ્વત સુખશાંતિને પામી લે. II૪૬ાા હું મુનિ, શ્રાવક, સેવક, સ્વાર્મી રૂપે મમકાર, અહંમતિ માને; તે વ્યવહાર વિષે ડૂબી, ના પરમાર્થ સ્વરૂપ યથાર્થ પિછાને. તે તુષ-જ્ઞાન વિષે મેંઢ ચાવલબુદ્ધિ ઘરી કુશકા જ ફૂટે છે; દેહ-ગૃહાદિથી જાણી જુદો છંવ, સમ્યગ્દષ્ટિ અચૂક હૂંટે છે. અર્થ - દેહમાં જ જેની આત્મબુદ્ધિ છે એવો અહંમતિ જીવ પોતાને આત્મજ્ઞાન વગર જ મુનિ માને, આત્મજ્ઞાન સહિત શ્રાવકના બાર વ્રત વગર શ્રાવક માને, મુમુક્ષતાના લક્ષણ વગર પોતાને ભગવાનનો સેવક માને કે ભગવાનમાં સ્વામીરૂપે મારાપણું કરે, પણ તે જીવ આવા ઉપલક વ્યવહારમાં જ ડૂબેલો રહી આત્મસ્વરૂપ પ્રાપ્તિના યથાર્થ મર્મને ઓળખી શકતો નથી. તે જીવ તો માત્ર વ્યવહારજ્ઞાનરૂપ તુષ એટલે ફોતરામાં જ ચાવલની બુદ્ધિ ધરીને કુશકા એટલે છોતરાને જ કૂટ કૂટ કરે તેના જેવો છે. પણ સેમ્યવૃષ્ટિ જીવ તો આ શરીર, ઘર આદિથી પોતાને જુદો જાણી આ સંસારના દુઃખોથી અવશ્ય છૂટે છે. ૪થા દૂર બઘો કકળાટ કરી ષટ્ માસ ભલો થઈ આતમ શોથે, તો તુજ ઉર વિષે વસશે નિજરૂપ અલૌકિક સગુરુ બોઘે; પુદ્ગલથી પર ચેતન જ્યોતિ નિરંતર નિજ દશા સમજે છે, લિત બને નહિ મોહવશે કદી, લક્ષ રહે દ્રઢ જો નિજ તેજે. અર્થ:- દેહાદિ પરપદાર્થમાં અહંભાવ મમત્વભાવરૂપ બઘો કકળાટ દૂર કરી હે જીવ! હવે તું ભલો થઈ અર્થાત્ તારા આત્માનું ભલું ઇચ્છી માત્ર છ મહિના સુધી એક આત્માની જ શોઘ કર. તો તારા હૃદયમાં સગુરુના બોઘવડે અલૌકિક એવા આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. જે ભવ્યાત્મા " ગલથી પર એવી ચૈતન્યજ્યોતિને જ નિરંતર પોતાની દશા સમજે છે, તથા તે આત્માની ચૈતન્ય જ્યોતિ પ્રત્યે જ જેનો સદા દ્રઢ લક્ષ રહે છે, તે જીવ કદી મોહવશે સંસારમાં લેવાશે નહીં. ૪૮ વીરસેન અને ઍરસેન હતા બે સુત ઉદાયન ભૂપ તણા, જન્મથી અંધ હતો વરસેન શીખે ગીતશાસ્ત્ર, વખાણ દીસે ના, સૂરકુમાર ઘનુષ્ય કળા ભણી, લોક વિષે વખણાય સદાય, તેથી પિતાની રજા વીરસેન લઈ, બની નમ્ર ગુરુકુલ જાય. અર્થ - વીરસેન અને સૂરસેન તે ઉદાયન રાજાના બે પુત્રો હતા. જન્મથી વીરસેન આંઘળો હતો. તે ગીતશાસ્ત્ર શીખી ગાયક બન્યો છતાં તેના કોઈએ વખાણ કર્યા નહીં. તેના ભાઈ સૂરકુમારે ઘનુષ્યકળા શીખવાથી તે સદા લોકમાં વખણાવા લાગ્યો. તેથી વીરસેન પણ પિતાની રજા લઈ નમ્ર બની બાણ વિદ્યા શીખવા ગુરુકુલમાં ગયો. ૪૯ાા. તે વિનયાન્વિત અંઘ કુમાર કરી પુરુષાર્થ થયો સ્વરથી; આશ ઘરે યશની બહુ ચિત્ત, ગણે નહિ અંઘપણું પણ તેથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ એક દિને દળ દુશ્મનનું જીતવા વીરસેન કહે બહુ ભાવે, આગ્રહ જાણી ભૂપાળ ૨જા દઈ સૈન્ય સહિત વિદાય અપાવે. અર્થ :— ગુરુના વિનય વડે તે અંઘકુમાર પણ પુરુષાર્થ કરીને સ્વરભેદી બાણવિદ્યા શીખ્યો. હવે તે યશ એટલે માન મોટાઈ મેળવવાની મનમાં તીવ્ર કામનાને લીધે પોતાના અંઘપણાને પણ ગણતો નથી. તેથી એક દિવસ દુશ્મનના દળને જીતવા માટે વીરસેન બહુ ભાવપૂર્વક પોતાના પિતાને કહેવા લાગ્યો. તેનો ખૂબ આગ્રહ જાણી રાજાએ પણ રજા આપી અને સેના સહિત યુદ્ધ કરવા માટે વિદાય કર્યો. ૫૦ શબ્દ સુણી, શર છોડી, હરાવી નસાડી દીધું દળ વીરકુમારે; સુણી પરાક્રમી અંઘકુમાર રિપુ પકડે બિન શબ્દ લગારે. ત્યાં સૂરસેન ચઢે મદદે રિપુ–સૈન્ય જીતી નિજ બાંઘવ લાવે. તેમ ન સમ્યગ્દર્શન તો, ફળશે નહિ જ્ઞાન, ક્રિયા; રઝળાવે. અર્થ :– શબ્દો સાંભળીને સ્વરભેદી શર એટલે બાણ છોડી દુશ્મનોને હરાવી વીરસેને બધાને નસાડી મૂક્યા. પછી જાણ્યું કે આ વીરસેન કુમાર તો આંધળો છે માટે લગાર પણ શબ્દ કર્યા વગર પરાક્રમી એવા વીરસેનને દુશ્મનોએ પકડી લીધો. પછી તેનો ભાઈ સૂરસેન મદદે આવી શત્રુસેનાને જીતી પોતાના ભાઈ વીરસેનને પાછો છોડાવી લાવ્યો. તેમ જો સમ્યગ્દર્શનરૂપ નેત્ર નહીં હશે તો શસ્ત્રવિદ્યારૂપ જ્ઞાન અને શસ્ત્ર ચલાવારૂપ ચારિત્ર સર્વ ફોક જશે, અર્થાત્ મોક્ષના કારણરૂપ નહીં થાય; પણ એ પુણ્ય એને સંસારમાં જ રઝળાવશે. ।।૫૧।। ‘દર્શનશાનચારિત્ર’ની આગળ ‘સમ્યક્’ શબ્દ લખે મુનિ માત્ર, તે નીરખી, મુનિ શોર્થો, સુશિષ્ય કરે વિનતિ રચવા શિવ-શાસ્ત્ર; માનવ જન્મ લહી જીવ દુર્લભ, સશ્રુતિ, સમ્યગ્દર્શન પામે તે પુરુષાર્થ કરી વિરતિ ઘરી શાશ્વત સુખ લહે શિવ-ધામે. અર્થ :— એક શ્રાવકે ‘મોક્ષશાસ્ત્ર’ રચવા માટેની ઇચ્છા કરી. તેનું પ્રથમ સૂત્ર ‘દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ’ એમ પોતાની ભીંત ઉપર લખ્યું. ત્યાં ઉમાસ્વામી મુનિ વહોરવા પધારતાં તે જોઈને તેમણે તે સૂત્રમાં સમ્યક્ શબ્દ ઉમેરીને ‘સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ' એમ સુધાર કર્યો. તે શ્રાવકે જોયું તેથી તેણે પોતાને તે કાર્ય માટે અયોગ્ય જાણી તે મુનિની શોધ કરીને તેમને શિવશાસ્ત્ર એટલે ‘મોક્ષશાસ્ત્ર’ રચવા વિનયપૂર્વક વિનંતી કરી. જેથી તેમણે ‘મોક્ષશાસ્ત્ર’ રચ્યું. તેમ જ્ઞાન તો સર્વ આત્મામાં છે પણ તે મિથ્યાજ્ઞાન છે. તે સમ્યક્ હોવું જોઈએ; તો જ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતાવડે જીવ તે મુક્તિને પામે છે. જે પ્રાણી દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને સત્કૃતિ એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનને મેળવે છે, તે જીવ સત્પુરુષાર્થ કરીને સમ્યગ્યારિત્રરૂપ વિરતિને ધારણ કરી, મોક્ષધામમાં સદાને માટે સુખશાંતિ પામે છે. એ શાશ્વત મોક્ષસુખ મેળવવાનું મૂળકારણ તે, સમ્યગ્દર્શન છે. ૫૨ સમ્યગ્દર્શન સંબંધી વિસ્તાર ૧૬માં પાઠમાં વાંચી ગયા. હવે તે સમ્યગ્દર્શનને પરમાવગાઢ કરી Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૧૯૩ જેણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું એવા મહાયોગીન્દ્ર શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું નિર્મળ ચરિત્ર અત્રે વર્ણવવામાં આવે છે. મહાપુરુષોના જીવનચરિત્ર આપણને સાચી સુખશાંતિના માર્ગદર્શક છે. (૧૭) પાનાથ પરમાત્મા ભાગ-૧ (દોહરો) વંદન ગુરુ-ચરણે થતાં પ્રભુ પાર્શ્વ વંદાય; અભેદ ધ્યાને પરિણમ્યા તે ફૅપ શ્રી ગુરુ રાય. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર સદગુરુ ભગવંતના ચરણકમળમાં વંદન કરતા પ્રભુ પાર્શ્વનાથના પણ વંદન થાય છે. કેમકે ભગવાન પાર્શ્વનાથે જે શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કર્યો છે તે જ શુદ્ધ આત્માનો અનુભવ પરમકૃપાળુદેવે કરેલ છે. ધ્યાનમાં ભગવાનના સ્વરૂપ સાથે અભેદરૂપે પરિણમવાથી શ્રી ગુરુરાજનું સ્વરૂપ પણ તેજ છે. ઈડરમાં ગંટીયા પહાડ ઉપર શ્રીમદ્જી જે શિલા ઉપર બિરાજમાન થયેલ તે વિષે જણાવ્યું કે આ સિદ્ધશિલા અને બેઠા તે સિદ્ધ; અમે અહીં સિદ્ધનું સુખ અનુભવીએ છીએ.૧ાા. પ્રણમી પ્રગટ સ્વરૂપને સર્વ સિદ્ધ, જિનરાય, સહજ સ્વરૂપે સ્થિરતા યાચું, કરો સહાય. ૨ અર્થ - જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરેલ છે એવા શ્રી ગુરુરાજને કે સર્વ સિદ્ધ ભગવંતોને કે સર્વ જિનેશ્વર પ્રભુને પ્રણામ કરીને હું પણ એવા સહજ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવા આપ સમક્ષ યાચના કરું છું. તે ફળીભૂત થવા આપ પ્રભુ મને સહાયભૂત થાઓ. //રા પાર્શ્વચરિત મંગલ મહા, સુણતાં મંગલ થાય; સત્રદ્ધા મંગલ-કરણ, મંગલ મોક્ષ મનાય. ૩ અર્થ - પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર મહા મંગલકારી છે, અર્થાત્ આત્માનું મહાન હિત કરનાર છે. તેનું શ્રવણ કરતાં જીવના મમ્રૂગલ એટલે સર્વ પાપો ગલી જાય છે. તે પ્રભુ પ્રત્યે સાચી શ્રદ્ધા થવી તે પણ મંગલ-કરણ એટલે આત્માનું કલ્યાણ કરનાર છે, અને આત્માનું કલ્યાણ કરવું એને જ મોક્ષ માનવામાં આવે છે. સા. પોદનપુર સુંદર નગર દક્ષિણ ભરતે સાર, ઇન્દ્રસમો અરવિંદ નૃપ દયા-ઘર્મ ભંડાર. ૪ અર્થ:- દક્ષિણમાં આવેલ ભરતક્ષેત્રમાં સારભૂત એવું પોદનપુર નામનું સુંદર નગર છે. ત્યાં ઇન્દ્ર સમાન અરવિંદ રાજા રાજ્ય કરે છે. જે દયાઘર્મનો ભંડાર છે, અર્થાતુ દયાથર્મનું સારી રીતે પાલન કરનાર છે. જા. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વિશ્વભૂતિ મંત્રી પૅડો તેને બે સંતાન; મોટો કમઠ કુપુત્ર ને સરળ મરુંભંતિ માન. ૫ અર્થ - તેનો રૂડો એવો વિશ્વભૂતિ મંત્રી છે. તેના બે સંતાન છે. મોટો કમઠ નામનો કુપુત્ર છે. અને બીજો મરુભૂતિ નામનો સરળ સ્વભાવી પુત્ર છે. //પાના માથે પળિયું પેખીને મંત્રી કરે વિચારઃ મરણ-દૂત ચેતાવતો શરણ શોઘવું સાર. ૬ અર્થ :- માથામાં પળિયું એટલે સફેદ વાળ જોઈને મંત્રી વિચાર કરવા લાગ્યો કે આ મરણ-દૂત આવીને ચેતાવે છે કે હવે મરણ નજીક છે માટે કોઈ સત્પરુષનું શરણ શોઘવું હિતાવહ છે. IIકા સગુરુ-શરણ ગ્રહી, તજે અસારરૃપ સંસાર, નૃપકરમાં સોંપી ગયો બન્ને નિજ કુમાર. ૭ અર્થ - મંત્રીશ્વરે સદ્ગુરુની શરણ ગ્રહણ કરી અસારભૂત સંસારનો ત્યાગ કરી, પોતાના બેય પુત્રોને રાજાના હસ્તે સુપરત કરી ગયો. શા. મભૂતિની નીતિથી, રાજા રાજી થાય, કમઠ મંત્રી-કુમારરૃપ, રાજ્ય વિષે પોષાય. ૮ અર્થ - મંત્રીના નાના પુત્ર મરુભૂતિના નીતિમય વર્તન વડે રાજા રાજી થાય છે. તેમજ કમઠ પણ મંત્રીનો પુત્ર હોવાથી રાજ્યમાં પોષણ પામે છે. ll એક સમય અરવિંદ નૃપ રિપુને ર્જીતવા જાય; મભૂતિ સાથે ગયો, કમઠ નગરપતિ થાય. ૯ અર્થ - એકવાર અરવિંદ રાજા પોતાના શત્રને જીતવા માટે ગયા ત્યારે મરુભૂતિ પણ સાથે ગયો. ત્યારે કમઠ નગરપતિ થયો. તેના હાથમાં રાજ્યનો અધિકાર આવી ગયો. લા દેખી સ્ત્રી મરુભૂતિની કમઠ કામવશ થાય; નારી નાના ભાઈની પુત્રી તુલ્ય ગણાય- ૧૦ અર્થ - તે વખતે પોતાના નાનાભાઈ મરુભૂતિની સ્ત્રીને જોઈને કમઠ કામવશ થયો. જ્યારે નાનાભાઈની સ્ત્રી તો પોતાની પુત્રી તુલ્ય ગણાય છે. (૧૦) છતાં કમઠ કામાં થઈ, કરે નારી-શીલ-ભંગ; હાહાકાર બથે થયો, ધિક્ક!વિકાર અનંગ. ૧૧ અર્થ - છતાં પણ કમઠે કામાંધ થઈ તે સ્ત્રીનું શીલભંગ કર્યું. તેથી બધે હાહાકાર થઈ ગયો. આ અનંગ એટલે કામ વિકારને સદા ધિક્કાર છે. ૧૧ાા નૃપ નગરમાં આવતાં જાણે આ ઉત્પાત; એકાન્ત મરુભૂતિને વાત કહી સાક્ષાત. ૧૨ અર્થ - રાજા અરવિંદ નગરમાં પાછા ફર્યા ત્યારે થયેલ આ ઉત્પાતને જાણી એકાન્તમાં મરુભૂતિને બોલાવી આ સાક્ષાત બનેલ બનાવની વાત જણાવી. ||૧૨ાા Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ મત મંત્રીનો રૃપ પૂછે : ‘“કહો શી શિક્ષા થાય ?' “પ્રથમ ગુન્હે માફી પટે, વળી મુજ ભાઈ ગણાય.’ ૧૩ = અર્થ :– મરુભૂતિ મંત્રી છે માટે રાજાએ આવા અપરાધની શી શિક્ષા થવી જોઈએ તેનો મત આપવા જણાવ્યું. ત્યારે મરુભૂતિએ જવાબમાં કહ્યું કે આ એનો પ્રથમ ગુન્હો છે અને વળી મારો ભાઈ પણ ગન્નાય છે માટે એને માફી આપવી ઘટે. ૫૧૪/ સુર્ગી એ ઉત્ત૨ મંત્રીને નૃપ કહે : ‘‘કરવો ન્યાય; રાનીતિથી વર્તીશું, શોક ન કરીશ જરાય'' ૧૪ અર્થ :– મંત્રી મરુભૂતિનો આવો ઉત્તર સાંભળી રાજાએ કહ્યું કે એનો યથાયોગ્ય ન્યાય કરવો પડશે. અમે રાજનીતિ પ્રમાણે વર્તીશું. તું જરાય પણ તે વિષે શોક કરીશ નહીં. ।।૧૪।। વિદાય કરીને મંત્રીને, તેડ્યો કમકુમાર, ધમકાવ્યો જન દેખતાં; ધ્રુજે કમઠ અપાર. ૧૫ અર્થ – મંત્રીને વિદાય કરી રાજાએ કમઠને બોલાવ્યો. લોકોના દેખતાં તેને બહુ ધમકાવ્યો. તેથી તે થરથર ધ્રુજવા લાગ્યો કે જાણે હવે મને રાજા શું કરશે? ।।૧૫।। શ્યામ મુખ શરમે બન્યું, ઉપર લગાવી મેશ, મસ્તક મૂંડાવી, હૂઁને ધોળાવે જ નરેશ. ૧૬ ૧૯૫ અર્થ – એક તો શરમને લીઘે મુખ શ્યામ બની ગયું અને વળી તે મુખ ઉપર રાજાની આજ્ઞાથી કાળી મેશ લગાડી તેનું મસ્તક મુંડાવીને આખા શરીરે ચુનાનું પોતું મારવામાં આવ્યું. ।।૧૬।। વાનર-મુખા પશુĪપ કર્યો ગધેડે સ્વાર, શેરી શેરીએ ફેરવી કાઢ્યો રાજ્ય બહાર. ૧૭ - અર્થ :— તેનું વાનર જેવું મુખ બનાવી પશુરૂપે તેને ગધેડા ઉપર સ્વાર કર્યો. પછી શેરીએ-શેરીએ ફેરવીને તેને રાજ્યની હદ બહાર કાઢી મૂક્યો. ।।૧૭।। ભૂતાચલ ગિરિ પર વસે તાપસ લોક અનેક, તેમાં ભળી તપ તે કરે સર્પ સમો ઘી ટેક. ૧૮ અર્થ : – ભૂતાચલ નામના પર્વત ઉપર અનેક તાપસ લોક વસે છે. તેમાં તે ભળી જઈ તપ કરવા લાગ્યો. પણ હૃદયમાં તો જેને સર્પ સમાન ક્રોધનો આવેશ ભરેલો છે. ।।૧૮।। બે કર ઊંચા કરી ઘરે શિલા શિર પર તેહ, જાણે ફીઘર ફેણ એ વેર-વિષે ભરી દેહ, ૧૯ અર્થ :– કમઠ પોતાના બે હાથ ઊંચા કરી શિર ઉપર મોટી શિલાને પકડીને રહેલ છે. તે એવો દેખાવ આપે છે કે જાણે ફણીઘર એટલે ફલને ઘારણ કરનાર નાગે પોતાની ફેણ ચઢાવી હોય કેમકે કમઠનો દેહ તો વેરરૂપી વિષથી ભરપૂર ભરેલો છે. ૧૯૬ સમાચાર સુર્ણા ભાઈના, ગયો મંત્રી નૃપ પાસ, વીનવે : “આશા હોય તો, તાપસ-દર્શન-આશ.' ૨૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- પોતાના ભાઈ કમઠ તાપસ થયો છે એવા સમાચાર સાંભળીને મંત્રી મરુભૂતિ રાજા પાસે જઈ વિનવવા લાગ્યો કે આપની આજ્ઞા હોય તો મારા ભાઈ તાપસના દર્શન કરવાની ઇચ્છા છે. મારા રાજા કહે, “કરવો નહીં દુરાચારીનો સંગ; દુષ્ટ તજે નહિ દુષ્ટતા, વેશ માત્ર બહિરંગ.” ૨૧ અર્થ - ત્યારે રાજાએ કહ્યું કે હે મરુભૂતિ! દુરાચારીનો કદી સંગ કરવો નહીં. કેમકે દુષ્ટ લોક કદી પણ દુષ્ટતાને છોડતા નથી. તેનો તાપસ વગેરેનો વેષ ઘરવો એ તો માત્ર બહારના રંગ છે; અંતરમાં એવો તપનો તેને કોઈ ભાવ નથી. ૨૧ ભ્રાત-મોહવશ ના ખળ્યો, વીનવે વારંવાર; સજ્જન સરળ સ્વભાવથી કરે સ્નેહ, ઉપકાર. ૨૨ અર્થ - ભાઈના મોહવશ મરુભૂતિ રોક્યો રહ્યો નહીં, અને વારંવાર રાજાને વિનવવા લાગ્યો. કેમકે સરળ સ્વભાવી સજ્જનો હમેશાં સર્વ પ્રત્યે સ્નેહ અને ઉપકાર જ કરે છે. સારા ચંદન છેદ ખમે છતાં કરે સુવાસિત ઘાર, વળી દર્પણ ઉજ્વળ બને રાખ ઘસ્ય નિર્ધાર. ૨૩ અર્થ – જેમ ચંદનનું વૃક્ષ પોતાના ઉપર કરેલ ઘાને સહન કરી છેદનાર એવા કુહાડાને સુવાસિત જ કરે. અથવા દર્પણ ઉપર રાખ ઘસવાથી તે પણ પોતાની ઉજ્વળતાને જ પ્રગટ કરે છે. ૨૩ાા હઠ કરી મંત્રી એકલો ગયો સહોદર પાસ; કહે: “ક્ષમા કરજો, મુનિ, અપરાથી હું દાસ. ૨૪ અર્થ - તેમ હઠ કરીને મંત્રી અરુભૂતિ પોતાના સહોદર એટલે ભાઈ કમઠ પાસે એકલો ગયો. ત્યાં કમઠને કહેવા લાગ્યો કે હે મુનિ! મને ક્ષમા કરજો. હું અપરાથી છું, હું તમારો દાસ છું. રજા રાયે મુજ માન્યું નહીં, તમને દીઘો ત્રાસ; થનાર તે સૌ થઈ ગયું, તુમ વિણ રહું ઉદાસ. ૨૫ અર્થ - રાજાએ મારી વાત માની નહીં અને તમને રાજ્યમાંથી બહાર કાઢી ત્રાસ આપ્યો. જે થવાનું હતું તે થઈ ગયું. પણ હવે હું આપના વિના ઉદાસ રહું છું. //રપા એમ કહી ચરણે નમે; દુષ્ટ લહી એ લાગ, શિર પર શિલા ફેંકતો; થાય પ્રાણનો ત્યાગ. ૨૬ અર્થ - એમ કહીને મરુભૂતિ કમઠના ચરણમાં પડ્યો કે દુષ્ટ એવા કમઠે લાગ જોઈને તેના મસ્તક ઉપર હાથમાં રહેલી શિલા ફેંકી દીધી. તેથી મરુભૂતિના પ્રાણ ચાલ્યા ગયા. રજા તાપસ મળી કાઢી મૂકે, થયો ચોર ભીલ-સંગ, પકડાતાં પૂરો થયો, માર ખમી અત્યંત. ૨૭ અર્થ - તાપસે પણ મળીને અહીંથી કમઠને કાઢી મૂક્યો. તેથી તે હવે ભીલોનો સંગ કરીને ચોર થયો. તે એકવાર પકડાતાં અત્યંત માર ખમીને મરી ગયો. રશા Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૧૯૭ અવધિજ્ઞાની મુનિ મળે, નંદી પૂછે રાય : “મંત્રી મુજ આવ્યો નહીં, કારણ નહીં કળાય.” ૨૮ અર્થ :- એકવાર અવધિજ્ઞાની મુનિ મળતાં તેમની વંદના કરીને રાજા પૂછવા લાગ્યો કે મારો મંત્રી મરુભૂતિ પાછો આવ્યો નહીં અને તેનું કારણ પણ કળવામાં આવ્યું નથી. ૨૮ સુણી મરુભૂતિનું મરણ નૃપ થયો દિલગીર, વાય પણ વેગે ગયો, દરિયે ગંગા-નીર. ૨૯ અર્થ - અવધિજ્ઞાની મુનિના મુખથી મરુભૂતિના મરણને સાંભળીને રાજા ઘણો દિલગીર થયો, અને વિચારવા લાગ્યો કે મેં તેને ઘણો વાર્યો છતાં પણ તે ભાતૃપ્રેમના વેગથી તેને મળવા ગયો. જેમ ગંગાના પાણીને વાર્યું પણ વારી શકાય નહીં પણ તે સમુદ્રમાં ભળી જઈ પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે તેમ મરુભૂતિ પણ વાય ન વળ્યો અને વેગથી જઈને મોતને ભેટી પોતાના અસ્તિત્વને ખોઈ નાખ્યું, અર્થાત્ હતો ન હતો થઈ ગયો. ર૯વા સુખદાયક સંગતિ બૅલી કરે દુષ્ટનો સંગ, અધોગતિ તે નોતરે, કરો ન કોઈ કુસંગ. ૩૦ અર્થ –સુખદાયક એવી સત્સંગતિને ભૂલીને જે દુષ્ટ લોકોનો સંગ કરે છે તે અધોગતિને જ નોતરે છે. માટે કદી પણ કોઈએ કુસંગ કરવો નહીં. ૩૦ના આર્તધ્યાન અંતે થતાં મંત્રી હાથી થાય, સલક વનમાં વિચરે, ગિરિ સમ સુંદર કાય. ૩૧ અર્થ - મરુભૂતિ મંત્રીને મરણ વખતે આર્તધ્યાન થવાથી, તે મરીને હાથી થયો; અને સલકી નામના વનમાં ફરવા લાગ્યો. તે હાથીની કાયા પહાડ જેવી વિશાળ અને સુંદર હતી. ||૩૧ાા એક દિન અરવિંદ નૃપ દેખે વાદળ રૂપ; જિન-મંદિર બનાવવું, આવું એક અનુપ-૩૨ અર્થ - એક દિન રાજા અરવિંદ વાદળાનું રૂપ જોઈને તેના આકારનું એક અનુપમ જિનમંદિર બનાવવું એવો વિચાર કરવા લાગ્યો. ૩રા એમ વિચારી ચીતરે ત્યાં વાદળ વિખરાય, ઉર અંકુર વૈરાગ્યનો પ્રગટી વઘતો જાયઃ ૩૩ અર્થ - એમ વિચાર કરી તે વાદળાનો આકાર ચીતરવા લાગ્યો. તેટલામાં તો વાદળા વીખરાઈ ગયા. તેથી તેના હૃદયમાં વૈરાગ્યનો અંકૂર ફૂટ્યો અને તે સમયે સમયે વઘવા લાગ્યો. ૩૩યા. આમ શરીર છૂટી જશે, અસ્થિર સર્વ જણાય, મોહ નહીં દે સૂઝવા, આત્મહિત રહી જાય. ૩૪ અર્થ - તે વૈરાગ્ય દિશામાં વિચારવા લાગ્યા કે મારું આ શરીર પણ અકસ્માત આમ છૂટી જશે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વાદળાની જેમ આ જગતમાં સર્વ અસ્થિર જણાય છે. છતાં આ મોહ મને કંઈ સવળું સૂઝવા દેશે નહીં. અને મારું આત્મહિત કરવું રહી જશે. ૩૪ ખાતાં મેણા કોદરા ભાન રહે નહિ જેમ, ભાન વિના ભવ-દુઃખ હું સહું મોહવશ તેમ. ૩૫ અર્થ :- જેમ મેણા કોદરા ખાવાથી તેના નશા વડે કંઈ ભાન રહેતું નથી તેમ મારા સ્વરૂપના ભાન વગર હું પણ મોહવશ સંસારના અનંત દુઃખોને સહન કર્યા કરું છું. ૩૫ એમ વિચારી અંતરે સગુરુ-શરણે જાય, ઉત્તમ દીક્ષા આદરે, અવધિજ્ઞાની થાય. ૩૬ અર્થ - એમ અંતરમાં વિચાર કરીને અરવિંદ રાજા સદગુરુના શરણે જઈ ઉત્તમ દીક્ષા આદરીને પુરુષાર્થ કરી અવધિજ્ઞાની થયા. [૩૬ાા સાર્થવાહ સંગે મુનિ યાત્રા અર્થે જાય, સલ્લકી વનમાં આવતાં કોપ્યો તે ગજરાય. ૩૭ અર્થ - હવે એ મુનિ કોઈ સાર્થવાહની સાથે યાત્રા અર્થે જતાં તે સલ્લકી નામના વનમાં આવ્યા. ત્યાં તે મરુભૂતિનો જીવ જે હાથી થયો હતો તે આ બઘા સાર્થવાહ વગેરેને જોતાં કોપાયમાન થયો. //૩૭ના છિન્નભિન્ન કરી સંઘને માર્યા પ્રાણી અનેક, મુનિ ભણી દોડ્યો કરી મદઝરતો અવિવેક. ૩૮ અર્થ :- આખા સંઘને છિન્નભિન્ન કરીને તેણે અનેક પ્રાણીઓને મારી નાખ્યા. મદઝરતો અવિવેકી એવો તે કરી એટલે હાથી હવે અરવિંદ મુનિ ભણી દોડવા લાગ્યો. ૩૮ાા આત્મદર્શીના દર્શને, પૂર્વિક પાપ પળાય, પુણ્યતરું ફળ ચાખતાં, શાંતિ ઉર ભળાય. ૩૯ અર્થ - આત્માનું દર્શન જેને થયેલ છે એવા આત્મદર્શી અરવિંદમુનિના દર્શન માત્રથી તેના પૂર્વે કરેલા પાપ ભાગવા લાગ્યા, અર્થાત્ પાપની અવધિ પૂરી થવા લાગી અને પુણ્યરૂપી વૃક્ષના ફળનો ઉદય થયો. તે ફળનો રસ ચાખતા તેના હૃદયમાં શાંતિનો ઉદય થયો. ૩૯ મુનિ-ઉર પર શ્રીવત્સનું દેખી લક્ષણ સાર, ગજ જાણે અરવિંદ આ, પૂર્વસ્મૃતિ-અનુસાર. ૪૦ અર્થ - અરવિંદમુનિના હૃદય ઉપર શ્રીવત્સ એટલે સાથીઆનું સારભૂત લક્ષણ જોઈને હાથીને જાતિસ્મરણજ્ઞાન ઊપસ્યું તેથી જાણ્યું કે ઓહો! આ તો મારા પૂર્વજન્મના અરવિંદ રાજા છે. ૪૦. મુનિચરણે માથું મૂંકી કરતો પશ્ચાત્તાપ, કૃપા કરી મુનિ બોઘ દે હરવા ગજસંતાપઃ ૪૧ અર્થ - હવે મુનિભગવંતના ચરણમાં માથું મૂકીને તે હાથી પશ્ચાત્તાપ કરવા લાગ્યો. મુનિ પણ કપા કરીને હાથીનો સંતાપ દૂર કરવા બોથ દેવા લાગ્યા. ૪૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૧૯૯ મંત્રી મર હાથી થયો, આર્તધ્યાનનો દોષ; પાપ કર્યા તેં બહુ અરે! પશુયોનિ દુખકોષ. ૪૨ અર્થ - હે ગજરાજ! તું પૂર્વે મંત્રી હતો. પણ મરણ વખતે આર્તધ્યાનના દોષસહિત મરણ કરીને તું હાથી થયો છું. તેં બહુ પાપ કર્યા છે. અરે! આ પશુયોનિ તો દુઃખનો જ કોષ એટલે ભંડાર છે. ૪રા. ઘર્મધ્યાન ઘર હે કરી સમ્યગ્દર્શન ઘાર, પ્રાણ ટકે ત્યાં લગી હવે પાળ અણુવ્રત બાર.૪૩ અર્થ - હે! કરી એટલે હાથી હવે તું ઘર્મધ્યાન કર. તથા સમ્યગ્દર્શનને ઘારણ કરીને જ્યાં સુધી તારા પ્રાણ ટકે ત્યાં સુધી બાર અણુવ્રતનું પાલન કર. II૪૩ કોમળહૃદયી હાથી એ મન નિદે નિજ પાપ; સત્ય ઘર્મ-વિધિ મુનિએ ઉપદેશી નિષ્પાપ.૪૪ અર્થ - કોમળ હૃદયવાળો હવે તે થઈને પોતાના પાપની મનમાં નિંદા કરવા લાગ્યો. તેથી મુનિએ પણ હાથીને હવે નિષ્પાપ એવી સત્ય ઘર્મવિધિનો ઉપદેશ આપ્યો. ૪પા સમ્યગ્દર્શન સહ ઘરે ગજ વ્રત ગુરુની સાખ, મુનિ સંઘ સહ ચાલિયા, વન સુથી હાથી સાથ. ૪૫ અર્થ -સમ્યગ્દર્શન સાથે ગુરુની સાક્ષીએ તેણે બાર વ્રત ઘારણ કર્યા. હવે મુનિ સંઘ સાથે ચાલવા મંડ્યા ત્યારે તે હાથી પણ વન સુધી તેમની સાથે આવ્યો. ૪પા વર્તી ગજપતિ વનમાં વસે, વઘારતો વૈરાગ્ય, સગુવચન ન વીસરે ભાવમુનિ મહાભાગ્ય. ૪૬ અર્થ :- વ્રતી થયેલો ગજરાજ હવે વનમાં વૈરાગ્ય વઘારતો વસવા લાગ્યો. તે સદગુરુએ આપેલ પ્રતિજ્ઞાઓરૂપ વચનને ભૂલતો નથી. તે હવે મહાભાગ્યશાળી ભાવમુનિ બનેલ છે. ૪૬ાા હણે નહીં ત્રસ જીવને, સાવઘાન ગજરાજ, મૈત્રી, ક્ષમા, સમતા ઉરે, જીવે સંયમ કાજ. ૪૭ અર્થ :- ત્રસજીવોને હવે હણતો નથી. જીવદયા પાળવામાં સદા સાવધાન રહે છે. જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના છે, ક્ષમા છે તથા સમતા છે. તેનું જીવન હવે સંયમને માટે છે. I૪૭ના ઉપવાસ-સાહસ કરે, ખાય સેંકા તૃણ પાન, વપરાતે રસ્તે ફરે, ડૉળા જળનું પાન.૪૮ અર્થ - ઉપવાસ કરવાનો પણ જે સાહસ કરે છે. સૂખા ઘાસના પાંદડાને ખાય છે. વપરાયેલ રસ્તામાં જ ફરે છે. અને ડોળાએલા જળનું જ જે પાન કરે છે. ૪૮. દેખ્યા વિણ ડગ ના ભરે, નહિ જળ-પંકે ન્હાય, શીલ-ભંગ કર્દી ના કરે, હાથણી ભણી ન જાય. ૪૯ અર્થ - જોયા વગર પગ મૂકતો નથી. પંક એટલે કીચડ જેવા પાણીમાં જીવજંતુનો સદ્ભાવ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જોઈને જે નાહતો નથી. કદી પોતાનું શીલભંગ કરતો નથી. બ્રહ્મચર્ય પાળે છે, માટે કદી હાથણી ભણી પણ જતો નથી. II૪૯ાા આત્મવિચાર વિષે રહે, દેવ, ગુરું પર પ્રેમ; તપથી નિર્બળ, ક્ષીણ તન થયું હાથીનું એમ. ૫૦ અર્થ - જે આત્મવિચાર કરે છે, દેવ, ગુરુ પર જેને પ્રેમ છે. ઉપવાસ આદિ તપનું આરાઘન કરવાથી હાથીનું શરીર હવે નિર્બળ અને ક્ષીણ બની ગયું. //૫વા એક દિને તૃષાપીડિત પેઠો નદીપટ માંય, કાદવ-ખાણ વિષે કળ્યો, મરણ વિચારે ત્યાંય. ૫૧ અર્થ - એક દિવસે પાણીની તરસથી પીડિત થયેલો તે નદી પટ એટલે નદીની પહોળાઈમાં પેઠો. પાણીની અંદર કાદવની ખાણમાં તે કળી ગયો. હવે ત્યાંથી બહાર નીકળી શકતો નથી. માટે અહીં મરણ થશે એમ વિચારવા લાગ્યો. પલા. જ્ઞાનીનું શરણું ગ્રહી, બની નિર્ભય, તૈયાર, ઊભો કર્મ ખપાવવા; સહનશીલતા સાર. પર અર્થ - મનમાં જ્ઞાનીનું શરણ ગ્રહીને નિર્ભય બની, હવે મરવા તૈયાર થયો. સહનશીલતાને જ સારરૂપ ગણીને હવે કર્મ ખપાવવા ત્યાં ઊભો રહ્યો. પરા કમઠ કલંકી મરીં થયો, ઊડણ સાપ નર્દી-તીર, ગજ ઉપર પડી તે ડસે, મરણ કરે ગજવીર. ૨૩ અર્થ - કર્મથી કલંકિત એવો કમઠ મરીને હવે તે નદીના તીર ઉપર ઉડણ સર્પ થયો. તે હાથી ઉપર પડીને તેને ડસ્યો. તેથી જેણે આત્મ વીરત્વ વઘાર્યું છે એવા ગજવીરનું ત્યાં મરણ થયું.પા. નિર્મળ ભાવે મરી કરી સ્વર્ગ બારમે જાય, ઘર્મપ્રભાવ મહાન છે; ગુરુ-શરણે સુખ થાય. ૫૪ અર્થ - નિર્મળભાવથી કરી એટલે હાથીનું મરણ થવાથી તે બારમા અશ્રુત નામના સ્વર્ગમાં ઉત્પન્ન થયો. ઘર્મનો પ્રભાવ મહાન છે કે જેથી ગુરુશરણ વડે હાથી જેવા પશુને પણ સુખ થયું. ૫૪ો. લોકોત્તમ સૌ સંપદા, અનુપમ ઇન્દ્રિય-ભોગ, સુફળ ફળ્યું તપ-કલ્પતરુ, મળ્યો સકળ સુખ જોગ. ૫૫ અર્થ - લોકમાં ઉત્તમ એવી સંપત્તિને તે પામ્યો. સ્વર્ગમાં અનુપમ ઇન્દ્રિયભોગની તેને પ્રાપ્તિ થઈ. કરેલ તારૂપી કલ્પવૃક્ષના સલ્ફળ તેને મળ્યા. જેથી સ્વર્ગમાં સકળ સુખનો જોગ તેને મળી આવ્યો. //પપા જયવંતો વર્તા સદા, જૈન ઘર્મ જગમાંય, પશુ સરખાં તે સેવતાં, દુખદરિયો તરી જાય. પ૬ અર્થ - જગતમાં જૈનધર્મ સદા જયવંત વર્ગો કે જેની સેવન કરવાથી પશુ સરીખા પ્રાણીઓ પણ સંસારના દુઃખ દરિયાને તરી જાય છે. પકા Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૨ ૦ ૧ સુખમાં તે ખળી ના રહ્યો, ઘર્મ ઘરે ઉરમાંય, યાત્રા, કલ્યાણક પૂંજા, ઘર્મ-શ્રવણ પ્રિય ત્યાંય. ૫૭ અર્થ - દેવલોકમાં પણ તે પાર્શ્વનાથ ભગવાનનો જીવ ઇન્દ્રિયસુખમાં મળી રહ્યો નહીં, પણ ઘર્મને હૃદયમાં ઘારી રાખીને તીર્થોની યાત્રા કે ભગવાનના કલ્યાણકમાં જાય છે. ત્યાં પ્રભુની પૂજા કરે છે તથા પ્રભુના મુખે ઘર્મશ્રવણ કરવું એ તેને પ્રિય લાગે છે. પલા વિદેહમાં વિજયાર્થનો વિદ્યુતગતિ ભૂપાળ, અગ્નિવેશકુમાર રૃપ થયો દેવ ચવ બાળ. ૫૮ અર્થ - મહાવિદેહ ક્ષેત્રમાં વિજયાર્થ નામના પર્વત ઉપર વિદ્યાથરોનો રાજા વિદ્યુતગતિ રહે છે. ત્યાં ભગવાન પાર્શ્વનાથનો જીવ જે દેવરૂપે થયેલ છે તે સ્વર્ગમાંથી ચ્યવી અગ્નિવેગકુમાર નામે વિદ્યાઘર રાજાના પુત્રરૂપે જન્મ્યો. પટા. ઉમ્મર સહ ભક્તિ અને ભલાઈ વઘતી જાય; જ્ઞાની સાધુ-સંગથી જ્ઞાન-વિરાગી થાય. ૫૯ અર્થ :- તેમની ઉંમરની વૃદ્ધિ સાથે ભગવાન પ્રત્યેની ભક્તિ તથા ભલાઈ પણ વઘતી ગઈ તથા જ્ઞાની સાધુપુરુષોના સંગથી તેને જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થઈ. /પલા ઘરી મહાવ્રત મુનિ થયા, શાસ્ત્ર-નિપુણ પણ તેહ; હિમગિરિની ગુફા વિષે ઘરે ધ્યાન વિદેહ. ૬૦ અર્થ – જેથી પંચમહાવ્રત ઘારણ કરીને મુનિ બન્યા. તથા શાસ્ત્રજ્ઞાનમાં પણ નિપુણતા મેળવી. એકવાર હિમગિરિ નામના પર્વતની ગુફામાં વિદેહ એટલે દેહભાન ભૂલીને તે ધ્યાનમાં લીન થયા. ૬૦ના કમઠ જીવ નરકે જઈ દુઃખ સહી ચિર-કાળ, અજગર હિમગિરિમાં થયો, દેહ અતિ વિકરાળ. ૬૧ અર્થ :- કમઠનો જીવ નરકે જઈ ચિરકાળ સુધી દુઃખ ભોગવીને આ હિમગિરિ પર અજગર થયો, જેનો દેહ અતિ વિકરાળ એટલે ભયંકર હતો. પ્રેરિત કુસંસ્કારથી ગયો ગુફામાં કુર, ગળે મુનિના દેહને; મુનિ સમભાવે શુર. ૬૨ અર્થ -પૂર્વના કુસંસ્કારથી પ્રેરાઈને ક્રુર એવો તે ગુફામાં ગયો. ત્યાં મુનિના શરીરને ગળી ગયો છતાં શૂરવીર એવા મુનિ તો સમભાવમાં જ સ્થિત રહ્યા. //૬રા સ્વર્ગ સોળમે ઊપજ્યો મુનિર્જીવ પદેવ મહાન, અવધિજ્ઞાને જાણિયું: સુખ નહિ ઘર્મ સમાન. ૬૩ અર્થ :- મુનિનો જીવ કાળધર્મ પામી સોળમાં દેવલોકમાં મહાન રિદ્ધિઘારી દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ અવધિજ્ઞાનથી જાણ્યું કે ઘર્મ સમાન જગતમાં કોઈ સુખી કરનાર નથી. ૬૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભીડ ભોગની ઘણી છતાં દેવ ન વિસરે ઘર્મ સમ્યગ્દર્શન નિશદિન દર્શાવે શિવ-ન્શર્મ. ૬૪ અર્થ - દેવલોકમાં ભોગોની ઘણી ભીડ હોવા છતાં પણ તે દેવ, ઘર્મને વિસરતા નથી પણ સમ્યગ્દર્શન હોવાથી તે હમેશાં શિવ-શર્મ એટલે મોક્ષસુખને જ સર્વશ્રેષ્ઠ દર્શાવે છે. II૬૪ અશ્વપુરે વિદેહમાં વજવીર્ય નૃપનામ; વિજયા પટરાણી-વૃંખે દેવ-જન્મ અભિરામ. ૬૫ અર્થ - વિદેહક્ષેત્રમાં અશ્વપુરમાં વજવીર્ય નામના રાજાની વિજયા નામે પટરાણીના કૂખે પાર્શ્વનાથ ભગવાનનો જીવ દેવલોકથી ચ્યવીને અભિરામ એટલે મનોહર સ્વરૂપે અવતર્યો. તેનું નામ વજનાભિ રાખવામાં આવ્યું. આ ભગવાનનો છઠ્ઠો ભવ છે. ૬પા વજનાભિ સુલક્ષણો જનમન-રંજનહાર; વિદ્યા ભણી યશ પામિયો, રાજ્ય કરે સુખકાર. ૬૬ અર્થ - વજનાભિ સુલક્ષણાયુક્ત હોવાથી લોકોના મનને રંજન કરનાર થયો. અનેક પ્રકારની વિદ્યા ભણીને જગતમાં યશ પામ્યો, તથા મોટો થયે તે સર્વને સુખ આપતો રાજ્ય કરવા લાગ્યો. II૬૬ાા ચક્રરત્ન પુણ્યોદયે આયુઘ-શાળામાંય, પ્રગટ્યા પછી જ ખંડને જીંતી વસે સુખમાંય. ૬૭ અર્થ - પુણ્યોદયે તેની આયુર્ઘ શાળામાં ચક્રરત્ન પ્રગટ્યું. તેથી છ ખંડને જીતીને સુખમાં વસવા લાગ્યો. આશ્ચર્યની વાત એ છે કે તે ચક્રવડે એકપણ જીવની હિંસા કર્યા વગર તેણે તે ખંડને સાધ્યા. ||૬૭ની ચૌદ રત્ન, નવ નિધિ સૌ સુખ-સામગ્રી હોય, પૂર્વ પુણ્યની વેલનાં અનુપમ ફળ એ જોય. ૬૮ અર્થ - તેના રાજ્યમાં ચૌદ મહારત્નો તથા નવ નિશાન હતા કે જે વડે ઇચ્છિત વસ્ત્ર, શસ્ત્ર, અલંકાર, શાસ્ત્ર, વાજીંત્ર, વાસણ અને રત્નાદિ મેળવી શકાય. તથા છન્ને કરોડ ગામ તેના તાબામાં હતા. બત્રીસ હજાર રાજા મહારાજાઓનો તે સ્વામી હતો. સાતસો ઉત્તમ રત્નની ખાણ હતી તથા જેને છન્નુ હજાર રાણીઓ હતી. કરોડોની સેના તથા ચોરાશી હજાર હાથી વગેરે હતા. અભુત સિંહાસન, છત્ર, ચામર વગેરે તેનો વૈભવ હતો. એમ સર્વ પ્રકારની ભૌતિક સુખસામગ્રી જેને ત્યાં ઉપલબ્ધ હતી. આ સર્વ પૂર્વ જન્મમાં કરેલ પુણ્યરૂપી વેલના, અનુપમ ફળો તેને પ્રાપ્ત થયા. //૬૮ાા ખેડૂત દાણા ખાય પણ, બિજ સાચવતા જેમ; ચક્રવર્તી સુખ ભોગવે ઘર્મ સાચવી તેમ. ૬૯ અર્થ - ખેડૂત લોકો દાણ ખાય છે પણ ફરીથી અનાજની વાવણી માટે બીજને સાચવી રાખે છે, તેમ આ ચક્રવર્તી પણ સુખને ભોગવતા છતાં ઘર્મરૂપી બીજને સાચવી રાખે છે. કલા ક્ષેમંકરમુનિ-આગમન સુણી હરખ્યો નૃપરાય, સદગુરુભક્તિ-વેગથી વંદન કાજે જાય. ૭૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૨૦ ૩ અર્થ - ક્ષેમકર નામના મુનિ ભગવંતનું આગમન સાંભળીને રાજાનું મન ઘણું હર્ષિત થયું. સગુરુક્તિના વેગથી એટલે અતિ ઉત્સાહથી તે રાજા મુનિ ભગવંતને વંદન કરવા ચાલ્યા. //૭૦ના પ્રદક્ષિણા ત્રણ દઈ નમે ગુરુ-ચરણે ઘરી ભાવ, વિનય સહિત બેસે સમીપ, ગણી સફળતા-દાવ. ૭૧ અર્થ – શ્રીગુરુને ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવપૂર્વક ગુરુના ચરણમાં નમન કર્યું. અને મારા જીવનને સફળ બનાવવાનો દાવ આવ્યો છે એમ જાણી વિનયસહિત તેમના સમીપમાં બેઠો. II૭૧ાા ગુરુ-ઉપદેશ સુણી વધ્યો વજનાભિ-વૈરાગ્ય; રમણી, રાજ્ય બઘાં નીરસ માને ભૂપ સુભાગ્ય. ૭૨ અર્થ - શ્રી ગુરુનો ઉપદેશ સાંભળી વજનાભિ ચક્રવર્તીનો વૈરાગ્યભાવ ઘણો વધી ગયો. તેથી સુભાગ્યવાન એવો રાજા તે રમણી, રાજ્ય આદિ સર્વને નીરસ માનવા લાગ્યો. ૧૭૨ાા ભવ-તન-ભોગ-સ્વરૂપનો નરવર કરે વિચારઃ “ભવાટવીમાં બહુ ભમ્યો, તોય ન પામ્યો પાર. ૭૩ અર્થ - હવે નરવર એટલે નરોમાં શ્રેષ્ઠ એવો ચક્રવર્તી રાજા ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને પાંચ ઇન્દ્રિયના ભોગના સ્વરૂપનો વિચાર કરવા લાગ્યો, કે અહો! હું સંસારરૂપી અટવી એટલે જંગલમાં ઘણો ભમ્યો તો પણ આ સંસારના પારને પામ્યો નહીં. ત્રાહિ ત્રાહિ પોકારતો નરક વિષે બહુ વાર; પશું પરાથી મૂઢ થઈ પામ્યો દુઃખ અપાર. ૭૪ અર્થ - ચક્રવર્તી રાજા ચારગતિરૂપ સંસારના દુઃખોનો હવે વિચાર કરે છે : જ્યારે નરકગતિમાં જન્મ્યો ત્યારે દુઃખનો માર્યો ઘણીવાર “ત્રાહિ ત્રાહિ' એટલે મારી કોઈ રક્ષા કરો, રક્ષા કરો એમ પોકાર કરતો હતો. પશુયોનિમાં પણ જન્મ લઈ પરાધીન અવસ્થા ભોગવી મૂઢ થઈને અપાર દુઃખને હું પામ્યો. ૭૪ પરસંપત્તિ પેખીને ઝૂર્યા સુરગતિમાંય, નરગતિનાં દુખ તો પ્રગટઃ ભવમાં સુખ નહિ ક્યાંય. ૭૫ અર્થ - દેવગતિમાં પણ પરની સંપત્તિ જોઈને ઈર્ષ્યા વડે ઘણો ઝુર્યો. તથા મનુષ્યગતિમાં ગર્ભ જન્મ, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, રોગ, મરણાદિ દુઃખે તો પ્રત્યક્ષ જણાય છે. માટે ચારગતિરૂપ સંસારમાં ક્યાંય સુખ નથી. ૭૫ા. પુણ્યાદ્રિ તીર્થકરો તજતા સુખસંયોગ, ભવવાસે સુખ હોત તો સાઘત નહિ શિવયોગ. ૭૬ અર્થ - પુણ્યાદ્રિ એટલે પુણ્યના પર્વત જેવા તીર્થકર ભગવંતો પણ આ સંસારમાં મળેલ દેવતાઈ સુખસંયોગનો ત્યાગ કરે છે. જો આ સંસારવારમાં સુખ હોત તો તે પણ મોક્ષની સાથે જોડાણ થાય એવા શિવયોગની સાધના કરતા નહીં. ૭૬ાા તન અસ્થિર વૃણાજનક, તેમાં સાર ન કોય; સાગરભર જળથી શુઓ તોય પવિત્ર ન હોય. ૭૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હવે શરીરનું સ્વરૂપ કેવું છે તે ચક્રવર્તી વિચારે છે : આ શરીર અસ્થિર છે, નાશવંત છે. ધૃણા ઉત્પન્ન કરે તેવા મળ-મૂત્રની ખાણ છે. તેમાં કંઈ સારભૂત તત્ત્વ નથી. સમુદ્ર જેટલા પાણીથી એને ઘોવામાં આવે તો પણ તે પવિત્ર થાય એમ નથી. /૭૭ળા. સત ઘાતુમય મળ-ભરી ચર્મ કોથળી કાય; ઉલટાવી જરી જો જુઓ અતિ અપવિત્ર જણાય. ૭૮ અર્થ :- ચામડાની કોથળી એવી આ કાયામાં સાત ઘાતુમય મળ ભરેલ છે. એને જરા ઉલટાવીને જુઓ અર્થાત્ અંદરનું બહાર લાવીને જુઓ તો હાડ, માંસ, મળ, મૂત્રાદિ એવા અતિ અપવિત્ર પદાર્થો જ દ્રષ્ટિગોચર થશે. ૭૮ નિશદિન નવ તારો મલિન, ત્રિવિથ તાપનું મૂલ; તેમાં સુખ શું શોઘવું? હે! જીંવ, હવે ન ભૂલ. ૭૯ અર્થ - શરીરના મલિન એવા નવે દ્વારમાંથી રાતદિવસ મેલ જ નિકળે છે. એ આધિ, વ્યાધિ અને ઉપાધિનું મૂળ છે, અર્થાત્ શરીર છે તો આધિ, વ્યાધિ અને ઉપાધિ છે. સિદ્ધોને શરીર નથી તો આ ત્રિવિધ તાપ પણ નથી. માટે આવા મળમૂત્રની ખાણ સમા શરીરમાં શું સુખ શોધવું? હે જીવ! હવે તું ભૂલ મા. //૭૯ાાં પોષાતાં દુખ-દોષ દે, શોષાતાં સુખકાર; દુર્જન-દેહ-સ્વભાવ સમ, ઉપકારે અપકાર. ૮૦ અર્થ - આ શરીરને પોષતાં તે વિકારનું કારણ થઈ દુઃખરૂપ એવા અનેક દોષ ઊભા કરે છે. અને એને તપાદિ વડે શોષતા શાંત પડ્યું રહી સુખનું કારણ થાય છે. દુર્જન અને આ દેહનો સ્વભાવ બરાબર છે. ઉપકારનો અપકાર આપે એવો આ કૃતધ્રી દેહ છે. ૮૦ના નરતન પામી તપ કરું, એ નહિ મમતા કાજ; આત્મયોગ ઉપજાવીને કરું સફળ શિવ-સાજ. ૮૧ અર્થ - માનવ દેહ પામીને હવે હું ઇચ્છાઓને રોકવારૂપ તપ કરું. આ શરીર મમતા એટલે મારાપણું કરવાને લાયક નથી. પણ આ દેહ વડે આત્મયોગ એટલે આત્મજ્ઞાન પ્રગટે એવા જ્ઞાની પુરુષનો યોગ મેળવી તેની આજ્ઞાથી મોક્ષ પ્રાપ્તિના સાઘન સેવી તેને સફળ કરું. ૮૧ાા અરે! અરિ જગ જીવના ભોગ જ દે ભવ-રોગ; ભોગવતાં લાગે ભલા, પછી પડાવે પોક. ૮૨ અર્થ - હવે ચક્રવર્તી રાજા ભોગની ભયંકરતાને ચિંતવે છે - અરે! આશ્ચર્ય છે કે આ ભોગ જ જગત જીવોના શત્રુ છે. એ જ સંસાર રોગને વઘારે છે. ભોગવતાં તે મીઠા લાગે પણ તેના ફળમાં દુઃખ આપીને પોક પડાવે છે. “કામ ભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન; મીઠી ખાજ મુજાવતા, પછે દુઃખી ખાન!” -બૃહદ આલોચના ૮૨ાા વિષથર-વિષથી પણ વધું, દુખદાયી બહુ કાળ; ઘર્મ રત્ન હર જાય વળી, પોષે લાલચ-લાળ. ૮૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૧ ૨ ૦ ૫ અર્થ - વિષઘર એટલે સર્પના વિષથી વધારે દુઃખદાયી એવા આ ભોગ છે. વિષ તો એક ભવ મારે પણ આ ભોગો તો ઘણા કાળ સુધી, ઘણા ભવો સુધી જીવને દુ:ખના આપનાર થાય છે. ઘર્મરૂપી રત્નને આ ભોગો હરી જાય છે અને તેની લાલચ-લાળ એટલે ભોગોની લાલસાને વિશેષ તે વધારી દે છે. “વિષયરૂપ અંકૂરથી, ટળે જ્ઞાનને ધ્યાન; લેશ મદીરા પાનથી, છાકે જ્યમ અજ્ઞાન.” -શ્રીમદ્ રાજચંદ્ર ૮૩યા. જેમ જેમ મળતા રહે ભોગ ચોગ જે વ્હાય, તેમ તેમ તૃષ્ણા વધે, અહિ-વિષ-લહરી વાય. ૮૪ અર્થ - જેમ જેમ જીવને ઇચ્છિત ભોગનો યોગ મળતો રહે તેમ તેમ વિશેષ મેળવવાની તૃષ્ણા પણ વધતી જાય છે. જેમ અહિ એટલે સર્પનું ઝેર શરીરમાં વધતું જાય તેમ તેમ તેના ઘેનની લહેરીઓ પણ વધતી જાય છે. ૮૪. વંતૂરો પીનારને કંચન સર્વ જણાય, તેમ મોહવશ જીવને ભોગ ભલા સમજાય. ૮૫ અર્થ - જેમ ઘતૂરો પીનારને બીજાં બધું પીળું સોના જેવું જણાય છે તેમ મોહને આધીન એવા જીવને ભોગ પણ ભલા એટલે સુખકર ભાસે છે. પા. ચક્રવર્તી-પદ પાર્ટીને ભોગ વિષે ગરકાવ, રહ્યો, તોય મન ના ઘરે જરાય તૃતિભાવ. ૮૬ અર્થ - હું ચક્રવર્તી પદ પામીને ભોગોમાં ચિરકાળ ગરકાવ થઈને રહ્યો. છતાં મન જરા પણ તૃતિને પામતું નથી. ૮૬ાા. રાજસાજ બીજ પાપનું, પાય વેરસૃપ ઝેર, વેશ્યા સમ લક્ષ્મી ચપળ, મોહરિપુનો કેર. ૮૭ અર્થ - આ રાજનો સાજ એટલે ઠાઠમાઠ તે પાપનું બીજ છે. તે બીજા સાથે શત્રુવટ બાંધીને વેરનું ઝેર વઘારે છે. આ લક્ષ્મી પણ વેશ્યા જેવી ચપળ છે, પુણ્યવંતની દાસી છે. પુણ્ય પરવાર્યું કે તે જતી રહે છે. આ બધો કેર એટલે જાલ્મ તે મોહરૂપી શત્રુનો જ છે. II૮૭ના કેદ સમો ગૃહવાસ ગણ, પગ-બેડી નિજ નાર, સ્વજન સિપાઈ સાચવે, સંકટરૃપ આહાર.૮૮ અર્થ - હે જીવ! હવે તું ગૃહવાસને કેદ સમાન જાણ. પોતાની સ્ત્રીને પગની બેડી સમાન જાણ. પુત્ર, સગાં, આદિ કુટુમ્બીજનોને સિપાહી સમાન જાણ કે જે તને સાચવીને એ કેદમાંથી બહાર નીકળવા દેતા નથી. અને તે કેદમાં પડ્યો પડ્યો તું ત્રિવિધ તાપરૂપ સંકટને ભોજનરૂપે સદા આરોગે છે. II૮૮ાા સમ્યગ્દર્શન-જ્ઞાન-વૃત્ત, તપ આદિ છે સાર, આ ભવ, પરભવ સુખ દે; બાકી સર્વ અસાર.”૮૯ અર્થ - સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આદિ પદાર્થો જ આ જગતમાં સારરૂપ છે. જે આ ભવ તેમજ પરભવમાં પણ સુખ આપનાર છે. તે સિવાય બાકી બધું અસાર છે. ૮૯ll Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એમ વિચારી ત્યાગી દે ચક્રવર્તી-પદ-ભાર, સોંપી સુતને રાજ્ય તે બને મહા અણગાર. ૯૦ અર્થ - એમ વિચારીને ચક્રવર્તીપદનો બધો ભાર મનથી ઉતારી પોતાના પુત્રને રાજ્ય સોંપી તેઓ મહા અણગાર એટલે મહા મુનિ મહાત્મા બની ગયા. /૯૦ના ઘન્ય!સમજ દેનારને, ઘન્ય! સમજ ઘરનાર, ઘન્ય વીર્ય ને ધૈર્યને, મોક્ષમાર્ગ-સરદાર. ૯૧ અર્થ - એવી ઉત્તમ સમજ દેનાર સદગુરુ ભગવંતને ઘન્ય છે. તેમજ એવી સમજ લેનાર એવા નિકટ મોક્ષગામી ચક્રવર્તીને પણ ઘન્ય છે. એના શુરવીરપણાને તેમજ એની ઘીરજને પણ ઘન્ય છે કે જે મોક્ષમાર્ગના સરદાર અર્થાત્ મોક્ષમાર્ગમાં પણ મુખિયા બનીને રહ્યા. II૯૧ાા શ્રુત-સાગરમાંહી રમે, વહે મોક્ષને પંથ, નિજ સ્વભાવે સ્થિર થતા, વજનાભિ નિગ્રંથ. ૯૨ અર્થ :- હવે વજનાભિ ચક્રવર્તી નિગ્રંથ મુનિ બનીને શાસ્ત્ર સમુદ્રમાં જ સદા રમી, મોક્ષના માર્ગે આગળ વધ્યા કરે છે, તથા નિજ સ્વભાવમાં સ્થિર રહીને આત્મધ્યાનને જ પોષે છે. ૯રા એક દિને વનમાં ઊભા મુનિવર ઘરને ધ્યાન, સ્તંભ સમાન અડોલ છે; પૂર્વ કર્મ બળવાન. ૯૩ અર્થ :- એક દિવસ વનમાં મુનિવર સ્તંભ સમાન અડોલ ધ્યાન ઘરીને ઊભા છે. પણ પૂર્વકર્મ બળવાન હોવાથી આવેલ ઉપસર્ગને સહન કરે છે. II૯૩યા કમઠ જીવ અજગર મટી છઠ્ઠી નરકે જાય, બાવીસ સાગર દુખ ખમી ભીલ ભીષણ તે થાય. ૯૪ અર્થ - કમઠનો જીવ અજગરના ભવમાંથી મરી છઠ્ઠી નરકમાં જાય છે. ત્યાં બાવીસ સાગરોપમ સુઘી દુઃખ ભોગવીને ભીષણ એટલે ભયંકર એવો ભીલનો અવતાર પામે છે. II૯૪ શિકાર ભીલ કરતો ફરે, આવ્યો જ્યાં ભગવાન, યોગારૂઢ રહ્યા, ગણે કાદવ કંકુ સમાન. ૯૫ અર્થ - તે ભીલ જંગલમાં શિકાર કરતો ફરે છે. હવે જ્યાં મુનિ ભગવંત ધ્યાનમાં ઊભા છે ત્યાં તે આવી ચઢ્યો. મુનિ ભગવંત તો મન, વચન, કાયાના યોગને દમી આત્મધ્યાનમાં આરૂઢ થઈને રહ્યાં છે. તેમને મન તો કાદવ હો કે કંકુ બન્ને સમાન છે. II૯પા કંચન કાચ સમાન છે, તેમ મહેલ મસાણ, દુષ્ટ, દાસ; જીવન, મરણ; નહીં દેહનું ભાન. ૯૬ અર્થ – સમભાવવાળા આ મુનિ ભગવંતને તો સોનું કે કાચનો ટુકડો બેય સમાન છે. મહેલ હો મસાણ એટલે સ્મશાન હો બન્ને સમાન છે. કોઈ દુષ્ટ બનીને દુઃખ આપે કે દાસ બનીને સેવા કરે, અથવા જીવન હો કે મરણ હો, બન્ને પ્રત્યે તેને સમભાવ છે. આત્માકાર વૃત્તિ થતાં પોતાના દેહનું પણ જેને ભાન નથી, એવા આ મુનિ ભગવંત છે. I૯૬ાા Page #27 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પાર્શ્વનાથ પરમાત્માભાગ-૧ ૨ ૦ ૭ નિર્મમ, નિર્ભય, નગ્નફૅપ દેખી કોપે ભીલ; બાણે મુનિતન વીંઘતો તે નિર્દય, કુશીલ. ૯૭ અર્થ - નિર્મમત્વભાવવાળા, નિર્ભય એવા મુનિનું નગ્નરૂપ જોઈને તે ભીલ કોપાયમાન થયો. નિર્દયી અને કુશીલ સ્વભાવવાળા એવા ભીલે તે મુનિ મહાત્માના શરીરને બાણથી વીંધી નાખ્યું. થીરજ મુનિવર ના તજે, ઘર્મધ્યાનમાં લીન; દેહ તજી રૈવેયકે ઊપજે મુનિ પ્રવીણ. ૯૮ અર્થ -બાણથી વીંઘાતા છતાં પણ મુનિવરે ઘર્મધ્યાનમાં લીન રહીને ઘીરજનો ત્યાગ કર્યો નહીં. તેથી આ નશ્વર દેહનો ત્યાગ કરી આત્મધ્યાનમાં પ્રવીણ એવા મુનિ મહાત્મા રૈવેયક સ્વર્ગમાં જઈને ઉત્પન્ન થયા. ૯૮. અવધિજ્ઞાને જાણી લે : ઘર્મતરું સુખદાય ભાવે, પોષે ત્યાં રહ્યા તંદી સૌ જિનરાય. ૯૯ અર્થ - ત્યાં અવધિજ્ઞાનવડે જાણી લીધું કે ઘર્મરૂપી કલ્પવૃક્ષનું જ આ સુખદાયક ફળ મળ્યું છે. તેથી ત્યાં પણ સર્વ જિનેશ્વરોને વંદન કરીને ઘર્મભાવને જ ભાવે છે અને પોષે છે. II૯૯ાા અહમિંદ્ર-સુર એકઠા મળતા સહજ સ્વભાવ; ઘર્મકથા, મુનિગણ-કથન કરે વઘારે ભાવ. ૧૦૦ અર્થ - સહજ સ્વભાવે અહમિંદ્ર દેવો એકઠા મળે ત્યારે ઘર્મકથા કરીને કે મુનિ મહાત્માઓના ગુણોનું સ્તવન કરીને પોતાના ભાવોમાં વૃદ્ધિ કરે છે. ૧૦૦ કામ-દાહ નહિ તેમને, સ્ત્રી-સુખ ચહે ન ચિત્ત; સમાન અહમિંદ્રો વિષે રૂપ, કળા કે વિત્ત. ૧૦૧ અર્થ - તે અહમિંદ્ર દેવોને કામ વાસનાની બળતરા નથી. તે સ્ત્રી સુખને મનથી ચાહતા નથી. તેથી ત્યાં સ્ત્રીઓ પણ હોતી નથી. સર્વ અહમિંદ્રોના રૂપ, કળા કે રિદ્ધિ સમાન હોય છે. ૧૦૧ાા રૌદ્ર-ધ્યાનથી ભીલ મરી મુનિ-હત્યાથી જાય, નરક સાતમી ભયભરી, ત્યાં તે બહુ પસ્તાય. ૧૦૨ અર્થ :- રૌદ્ર ધ્યાન વડે મરીને તે ભીલ મુનિ હત્યાના કારણે ભયથી ભરેલી એવી સાતમી તમને તમપ્રભા નરકમાં જઈને પડે છે. ત્યાં તે બહુ પસ્તાય છે, પણ છૂટવાનો કોઈ ઉપાય નથી. /૧૦૨ાા ત્યાંના દુઃખ ના કહીં શકે સર્વ પ્રકારે કોય, જાણે શ્રી ભગવાન કે જે ભોગવતા હોય. ૧૦૩ અર્થ :- નરકના દુઃખો સર્વ પ્રકારે કોઈ કહેવા સમર્થ નથી, કાં તો શ્રી કેવળી ભગવાન પોતાના જ્ઞાન વડે જાણે છે, કાં જે ભોગવતા હોય તે જ અનુભવે છે. /૧૦૩ દુઃખ ખમ્યું નવ જાય પણ નહિ કો શરણ સહાય, ક્ષણ ક્ષણ ઇચ્છે મરણ પણ મરણ અકાલ ન થાય. ૧૦૪ અર્થ -નરકનું દુઃખ ખમી શકાય એવું નથી. પણ ત્યાં જીવને કોઈ શરણ આપનાર નથી કે સહાય Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરનાર નથી. ત્યાં જીવ ક્ષણે ક્ષણે મરણને ઇચ્છે છે. પણ અકાલે ત્યાં મરણ થઈ શકતું નથી; આયુષ્ય પૂરું થયે જ મરણ નીપજે છે. ૧૦૪ દુઃખ નિરંતર ભોગવે, નહિ નિદ્રા નિરાંત; તેનો લવ સ્વ-વશ સહે તો ર્જીવ લહે ભવાંત. ૧૦૫ અર્થ :- ત્યાં નરકમાં જીવ નિરંતર દુઃખ ભોગવે છે. તે દુઃખમાં તેને નિદ્રા નથી તેમજ ક્ષણ માત્ર પણ નિરાંત નથી. તે દુઃખનો લવ એટલે અંશ માત્ર પણ આ જીવ સ્વાધીનપણે આ ભવમાં સમભાવે ભોગવી લે તો તે જીવ આ દુઃખરૂપ સંસારના અંતને પામી જાય, અર્થાત્ મોક્ષને મેળવી લે. /૧૦૫/ (૧૮) પાર્ટ્સનાથ પરમાત્મા ભાગ-૨ (દોહરા) અયોધ્યા ઉત્તમ નગર ભરત ખંડમાં જાણ; વજબાહુ નરપતિ મહા ઈક્વાકું-કુલ-ભાણ. ૧ અર્થ - ભરતખંડમાં ઉત્તમ એવી અયોધ્યાનગરી છે તેમાં ઈક્વાકું કુલમાં ભાણ એટલે સૂર્યસમાન વજબાહુ નામનો રાજા રાજ્ય કરતો હતો. લા. પ્રભાકરી રાણી-ખે કુંવર યશનો કંદ, રૈવેયક-સુર અવતરે, નામ ઘરે ‘આનંદ. ૨ અર્થ - તે રાજાની પ્રભાકરી નામની રાણીના કુખે યશનો કંદ એવો દેવ જે રૈવેયક વિમાનમાં હતો. તે ત્યાંથી ચવીને અવતર્યો. અહીં તેનું નામ આનંદ રાખવામાં આવ્યું. આ ભગવાન પાર્શ્વનાથનો જીવ છે. રા યૌવનવય-સંપ વથી, મળ્યો સકળ સુખજોગ; મહા-મંડળીક પદ ઘરે, પૂર્વ પુણ્યસંયોગ. ૩ અર્થ – તે કુમારની યૌવનવય અને સંપત્તિ વૃદ્ધિ પામી તથા ભૌતિક સર્વ સુખ સામગ્રીનો તેને યોગ મળી આવ્યો. હવે પૂર્વ પુણ્યના સંયોગથી તે મહા-મંડળીક રાજાની પદવીને પામ્યા. ૧૩ નૃપ આનંદ-પદે નમે રાજા આઠ હજાર, નક્ષત્રો સમ નરપતિ શર્શ આનંદ વિચાર. ૪ અર્થ - આનંદરાજાના ચરણમાં આઠ હજાર રાજાઓ નમવા લાગ્યા. તારા નક્ષત્ર સમાન બીજા રાજાઓ મધ્યે આનંદ રાજા શશી એટલે ચંદ્રમા સમાન શોભાને પામ્યા. ૪ વિપુલમતિ મુનિને પૂંછે વંદી આનંદરાયઃ “સંશય મુજ મનમાં થયો, આપ-કૃપાથી જાય. ૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨૦૯ અર્થ :– એકવાર આનંદરાજા વિપુલમતિ નામના મુનિરાજને કહે છે કે મારા મનમાં એક સંશય થયો છે, તે આપની કૃપાથી જાય એમ છે. ।।૫।। પ્રતિમા પથ્થર આદિની, પ્રગટ અચેતન આપ; પૂજક–નિંદકને મળે કેમ પુછ્યું કે પાપ?' ૬ અર્થ :– પથ્થર આદિની ભગવાનની પ્રતિમા તે પ્રગટ અચેતન એટલે જડરૂપ જણાય છે તો તેની પુજા કરનારને કે તેની નિંદા કરનારને પુછ્યું કે પાપનું ફળ કેવી રીતે આપી શકે ? ।।૬।। જ્ઞાની મુનિવર બોલિયા : ‘“સમાઘાન સુણ, રાય; શુભ અશુભ ભાવો વડે પુણ્ય, પાપ બંઘાય. ૭ અર્થ :— મુનિઓમાં શ્રેષ્ઠ એવા વિપુલમતિ જ્ઞાની ભગવંત બોલ્યા કે હે રાજા! તેનું સમાઘાન સાંભળ. શુભ અને અશુભ ભાવો વડે જીવ પુણ્ય કે પાપનો બંધ પાડે છે. ગા પુષ્પ-રંગના યોગથી સ્ફટિક ક્રાંતિ બદલાય, તેમ નિમિત્તાથીન નિજ ભાવો પણ પલટાય. ૮ - અર્થ : જેમ રંગીન ફુલનો સંયોગ થવાથી સ્ફટિક રત્નની કાંતિ પણ તે રંગવાળી જણાય છે તેમ નિમિત્તને આધીન પોતાના ભાવ પણ પલટાય છે. ।।૮।। દ્વિવિધ નિમિત્તો જાણિયેઃ અંતરંગ, બહિરંગ; સત્ય વસે તેને ઉરે, જે સમજે સર્વાંગ. ૯ અર્થ :– નિમિત્તો બે પ્રકારના છે. અંતરંગ અને બહિરંગ. તેના હૃદયમાં સત્ય વસે છે કે જે સર્વાંગે = આ નિમિત્તોના સ્વરૂપને જાણે છે. તે જીવ બર્નિમિત્તો વડે અંતર્આત્માની શુદ્ધિ કરે છે, ચાલ્યા અંતરંગ-અર્થે ગણો બાહ્ય મુ-સમુદાય; જેવા અંતરભાવ નિજ, તેવો બંઘ સદાય. ૧૦ અર્થ :– અંતરના ભાવ સુધારવા માટે જ બાહ્ય નિમિત્તોના સાધનો છે એમ જાણો, જેવા અંતરના ભાવ છે તેવો જ હમેશાં કર્મનો બંધ પડે છે. ૧૦૦ વીતરાગ મુદ્દા નીરખ, સાંભરશે ભગવાન; તે જ ભાવ કારણ સમજ મહા પુણ્યકર જાણ. ૧૧ અર્થ :– વીતરાગ ભગવંતની મુદ્દાના દર્શન કરતાં ભગવાનના ગુણોનું સ્મરણ થશે. આવા શુભ નિમિત્તો વડે જે ભાવ થાય છે તે જ મહાપુણ્યના કરનાર જાણ. ।।૧૧।। દર્પણવત્ ભગવાન છે, સુખ-દુખદાતા નાંતિ, રાગદ્વેષ નહિં તેમને; સમજો એ ઉર માંહિ. ૧૨ અર્થ :– ભગવાન તો દર્પણ સમાન રાગદ્વેષરહિત નિર્મળ છે. તેના જ્ઞાનરૂપી દર્પણમાં આખું વિશ્વ ઝળકે છે. તે ભગવંત કોઈને પણ સુખના કે દુઃખના દેનાર નથી. કારણ તેમનામાં રાગદ્વેષનો સર્વથા અભાવ છે. આ વાતને હૃદયમાં ખૂબ વિચારીને સમજો કે ભગવાન તો વીતરાગ છે. ।।૧૨। Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તેનું ચિંતન, ધ્યાન, જપ, સ્તુતિ, પૂજાદિ વિઘાન; સુફળ ફળે નિજ ભાવથી દે મુક્તિ-સુખ-દાન. ૧૩ અર્થ - વીતરાગ ભગવાનની મુદ્રાનું ચિંતન કરવાથી કે એ વીતરાગ ભગવાનની મુદ્રાનું ધ્યાન કરવાથી કે તેના આપેલ મંત્રોનો જાપ કરવાથી કે તેના ગુણોની સ્તુતિ કરવાથી, કે તેની પૂજા આદિ વિધાન એટલે અનુષ્ઠાન વડે ભક્તિ કરવાથી પોતાના જ ભાવાનુસાર તે સલ્ફળના આપનાર થાય છે. અને અંતે મોક્ષસુખના દાતાર બને છે. ||૧૩ાા. જેવા ગુણ પ્રભુના કહ્યા, તેવી જ જિનમુદ્રા ય સ્થિર સ્વરૂપ, રાગાદિ વિણ, ધ્યાનમૂર્તિ દેખાય. ૧૪ અર્થ - શાસ્ત્રોમાં પ્રભુના જેવા ગુણ કહ્યા છે તેવાં જ જિનમુદ્રામાં જણાય છે. ભગવાન રાગદ્વેષથી રહિત હોવાથી સ્વસ્વરૂપમાં સ્થિત છે. તેવી જ ભગવાનની મૂર્તિ પણ ધ્યાનાવસ્થામાં સ્વસ્વરૂપમાં સ્થિત જણાય છે. ૧૪. કૃત્રિમ, કારીગર-રચિત, જિનવરબિંબ ગણાય; તો પણ તેના દર્શને પ્રભુ-ભાવે ઉર જાય. ૧૫ અર્થ - જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે કૃત્રિમ, કારીગર દ્વારા બનાવેલ હોવા છતાં પણ તેના દર્શન કરવાથી પ્રભુના શુદ્ધ ભાવોમાં આપણું મન જાય છે. ઉપરા એ ઉપર દૃષ્ટાંત છે; સુણ, ભૂપતિ ગુણવાન; વેશ્યા-શબ સ્મશાનમાં, ત્યાં મુનિ, વ્યસની, શ્વાન. ૧૬ અર્થ - એના ઉપર એક દ્રષ્ટાંત છે તે હે ગુણવાન એવા રાજા! તું સાંભળ. સ્મશાનમાં એક વેશ્યાનું મડદું પડેલું હતું. ત્યાં મુનિ, વ્યસની અને શ્વાન એટલે કૂતરાનું આવવું થયું. /૧૬ શબ ખાવા ક્રૂતરો ચહે, વ્યસનમન લોભાય જીંવતી ગણિકા હોય તો વાંછિત ભોગ પમાય. ૧૭ અર્થ - તે મડદાને કૂતરો ખાવા ઇચ્છે છે, વ્યસનીનું મન તે વેશ્યામાં આસક્ત થાય છે કે જો આ ગણિકા એટલે વેશ્યા જીવતી હોત તો હું એના વડે ઇચ્છિત ભોગ પામી શકત. ૧ળા મુનિ મડદું દેખી કહે : “નરભવ દુર્લભ તોય, ગણિકાએ તપ ના કર્યું; બ્લશો હવે ન કોય.” ૧૮ અર્થ - જ્યારે મુનિ ભગવંતે વેશ્યાના મડદાને જોઈને કહ્યું કે દેવદુર્લભ એવો મનુષ્ય દેહ પામીને પણ આ વેશ્યાએ ઇચ્છાનિરોઘરૂપ તપ કર્યું નહીં, અર્થાત તત્ત્વ સમજી ઇચ્છાઓને ઘટાડી નહીં. તેથી હે ભવ્યો! એવી ભૂલ તમે કરશો નહીં, અર્થાતુ આવો મનુષ્યભવ પામીને ઇચ્છાઓને ઘટાડજો. ૧૮ આમ અચેતન અંગથી ત્રિવિથ ભાવ-ફળ થાય, વ્યસની નર નરકે ગયો, ભૂંખ-દુખ શ્વાન કમાય. ૧૯ અર્થ :- આમ અચેતન એટલે જડ એવા વેશ્યાના શરીર વડે ત્રણ પ્રકારે જીવોના ભાવ થયા, અને તેનું ફળ પણ તેઓ પોતાના ભાવ પ્રમાણે પામ્યા. વ્યસની મનુષ્ય તેને ભોગવવાના ભાવવડે મરીને Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧ ૧ નરકે ગયો. અને કૂતરાને વેશ્યાનું મડદું જોઈ ભૂખનું દુઃખ ઊભું થયું. ./૧૯ો. સાધુ સ્વર્ગ વિષે ગયા, લહી ભાવ-ફળ જેમ; તેમ અચેતન બિંબ પણ ફળ દે, ભાવે તેમ. ૨૦ અર્થ - તથા સાઘુ મુનિ મહારાજ ઉત્તમ ભાવ વડે સ્વર્ગના ભોગી થયા. જેમ આ મુનિ, વ્યસની અને કૂતરો, જડ એવા શબવડે ભાવ પ્રમાણે જુદા જુદા ફળના ભોક્તા થયા, તેમ અચેતન એવી પ્રતિમા પણ જીવોને પોતાના ભાવ પ્રમાણે ફળ આપનાર સિદ્ધ થાય છે. સારા જેમ રત્નચિંતામણિ મનવાંછિત-દાતાર; તેમ અચેતન બિંબ દે વણ માગ્યે ફળ સાર. ૨૧ અર્થ :- જેમ અચેતન એવો રત્નચિંતામણિ મનવાંછિત ફળનો દાતાર બને છે તેમ અચેતન એવી પ્રભુની પ્રતિમા પણ વગર માગ્યે જ સારરૂપ ફળને આપવામાં નિમિત્તભૂત બને છે. ૨૧ ઘર અભાવ પ્રતિમા પ્રતિ, નિંદા કરે અજાણ; ત્રિલોકે ત્રિકાળમાં અઘમાઘમ તે જાણ.” ૨૨ અર્થ - મોક્ષના કારણસમી પ્રતિમા પ્રત્યે અભાવ આણીને જે અજ્ઞાની તેની નિંદા કરે તેને તું ત્રણેય લોકમાં અને ત્રણેય કાળમાં અઘમમાં પણ અઘમ જાણ. એમ વિપુલમતિ મુનિ ભગવંતે આનંદરાજાને જણાવ્યું. ૨૨ાા. ઇત્યાદિક ઉપદેશથી આવી ઉર પ્રતીતિ; જિનપ્રતિમા–પૂજન વિષે રાય ઘરે દૃઢ પ્રીતિ. ૨૩ અર્થ - આવા અનેક ઉપદેશથી આનંદરાજાને પ્રતિમા પ્રત્યે હૃદયમાં સત્ય પ્રતીતિ આવી કે પ્રભુ પ્રતિમાનું વિધાન શાસ્ત્રોક્ત છે. તેથી જિનપ્રતિમાના પૂજન વિષે રાજાને દ્રઢ પ્રીતિ ઉત્પન્ન થઈ. //ર૩ો એક દિન આનંદ નૃપ દેખે પળિયું એક, ભોગ-ઉદાસીન ભાવ સહ કરે વિચાર-વિવેક- ૨૪ અર્થ :- એક દિવસ આનંદરાજા માથામાં એક સફેદ વાળ જોઈને પાંચ ઇન્દ્રિયોના ભોગો પ્રત્યે વિરક્તભાવવાળા થયા; અને આત્માના હિત અહિતના વિવેકપૂર્વક વિચાર કરવા લાગ્યા કે – સારા. બાયકાળ કુંપળ સમી, યૌવન પાન સમાન, પાકું પાન જરા-સમય, મરણ વાયરો માન. ૨૫ અર્થ - બાળકની કાયા તે તો ઝાડપાનના કુંપળ જેવી છે. યૌવન અવસ્થા પાન સમાન છે અને જરાવસ્થા તે પાકેલા પાન સમાન છે, કે જે ખરી જવાની તૈયારીમાં છે. તથા મરણ છે તે વાયરા સમાન છે. મરણરૂપ વાયરાનો ઝપાટો આવ્યો કે વૃદ્ધાવસ્થારૂપ પાકેલ પાન શીધ્ર ખરીને નીચે પડી જશે. એવી આ દેહની ક્ષણિકતા છે. ગરપા કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતાં કોઈ, બાળપણામાં પણ મરે, જુવાન મરતા જોઈ- ૨૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - કોઈક જીવ ગર્ભમાં આવીને મરી જાય છે, કોઈ જન્મ સમયે મરણ પામે છે. કોઈ બાળપણમાં મરે છે અને વળી કોઈ તો યુવાવસ્થામાં જ મરણ પામી જાય છે. રા. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો-જન્મે તે મરી જાય. ૨૭ અર્થ - આટલા વર્ષ ચોક્કસ જીવીશું એવો કોઈ નિયમ નથી. મરણ અચાનક થાય છે. પણ એક નિયમ ચોક્કસ છે કે જે જન્મે છે તે જરૂર મરી જાય છે. રક્ષા ગિરિ નીચે નદ ઊતરે, તેમ ઍવન વહીં જાય; ભોગમગ્ન ર્જીવ ઊંઘતો મરણ સમય પસ્તાય. ૨૮ અર્થ - જેમ પાણી પહાડ ઉપરથી નીચે ઊતરી નદીરૂપે સદા વહ્યા કરે છે. તેમ સમયે સમયે મનુષ્યનું જીવન પણ મૃત્યુ તરફ વહી રહ્યું છે, અર્થાત્ સમયે સમયે જીવન ઘટી રહ્યું છે. છતાં ભાગમાં મગ્ન બનેલો જીવ મોહનદ્રામાં ઊંધ્યા કરે છે અને મરણ સમયે પસ્તાય છે કે મેં કંઈ સારું કર્યું નહીં. રિટા. પાર્ટી પહેલી પાળ જે બાંધે તે જ સુજાણ; આત્મહિતમાં ઢીલ કરે, તે નર નહિ વિદ્વાન. ૨૯ અર્થ - પાણી આવતા પહેલાં જે પાળ બાંધી લે તે જ સુજાણ એટલે સમ્યક્રરીતે તત્ત્વનો જાણનાર છે. પણ જે આત્મહિતમાં ઢીલ કરે તે મનુષ્ય વિદ્વાન એટલે વિચક્ષણની કોટીમાં ગણાય નહીં. સંતપુરુષોએ કહ્યું છે કે – “તારે માથે કોપિ રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે, જોતજોતામાં આયુષ્ય જાય રે, ઊંઘ તને કેમ આવે, પાણી પહેલાં બાંથી લે ને પાળ રે, ઊંઘ તને કેમ આવે, તારા ડહાપણમાં લાગી લાય રે, ઊંઘ તને કેમ આવે” ૨૯ો. જીવન-જળ ઉલેચતી રાતદિવસ-ઘટમાળ, સૂર્ય-ચંદ્ર બે બળદ જો, કાળરેંટ નિહાળ. ૩૦ અર્થ - જીવનરૂપી પાણીને રાતદિવસરૂપી ઘટમાળ ઉલેચી રહી છે. અર્થાતુ બહાર ફેંકી રહી છે. રેંટને ઘટ એટલે ઘડાની માળ હોય છે. તે કુવામાંથી પાણીને બહાર કાઢી ઉલેચે છે. સૂર્ય એટલે દિવસ અને ચંદ્ર એટલે રાત. એમ રાતદિવસરૂપી બે બળદ વડે તે કાળરૂપી રેંટ સદા ફર્યા કરે છે અને તે જીવનરૂપી પાણીને રાતદિવસરૂપી ઘડાઓની માળ વડે બહાર ફેંક્યા કરે છે. અર્થાત્ સમયે સમયે જીવન ઓછું થતું જાય છે. માટે સમયસર આ અમૂલ્ય જીવનને તું આત્માર્થે ઉપયોગમાં લઈ લે, નહિં તો આખરે પસ્તાવું પડશે. ૩૦ાા. ભૂપતિ, ઘનપતિ, સુરપતિ, સુંદર-ઝુંપ-અવતાર; હાથી હોદ્દા છોડીને, સેનાપતિ મરનાર. ૩૧ અર્થ - હવે આનંદરાજા બાર ભાવનાઓને વિચારે છે : ૧. અનિત્યભાવના:- રાજા હો કે શેઠ હો, ઇન્દ્ર હો કે રૂપના અવતાર સમી સુંદરી હો, હાથી ઉપર સવારી કરનાર હો કે ઉચ્ચ હોદ્દાઓને પામેલા હો કે સેનાપતિ હો, સર્વને પોત પોતાનું આયુષ્ય પૂર્ણ થયે Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧ ૩ અવશ્ય કરવું પડશે. એવું આ સંસારનું અનિત્ય સ્વરૂપ છે. //૩૧ાા “દળ -બળ, દેવી-દેવતા, માતપિતા પરિવાર, કોઈ બચાવી ના શકે મરણ -સમય, વિચાર. ૩૨ અર્થ - ૨. અશરણ ભાવના - સેનાનું બળ હોય કે દેવી દેવતાનું શરણ હોય, માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિનો પરિવાર કે વૈદ્ય, હકીમ, ડૉક્ટર વગેરે હાજર હોય છતાં પણ મરણ સમયે જીવને કોઈ બચાવી શકનાર નથી. જેમ જંગલમાં સિંહ હરણને પકડે છે ત્યાં તેને કોઈ બચાવનાર નથી તેમ આ સંસારનું સ્વરૂપ સદા અશરણમય છે. ૩રા નિર્ઘન ઘન વિના દુખી, તૃષ્ણાવશ ઘનવાન; ક્યાંય ન સુખ સંસારમાં, વિચારી જો, વિદ્વાન. ૩૩ અર્થ :- ૩. સંસાર ભાવના - આ સંસારમાં નિર્જન પુરુષ ઘનના અભાવે પોતાને દુઃખી માને છે. તેમજ ઘનવાન પણ તૃષ્ણાને વશ થઈ વિશેષ મેળવવાની કામનાએ દુ:ખી છે. માટે આ સંસારમાં ક્યાંય સુખ નથી. એમ હે વિદ્વાન એટલે હે સમજાજન! આ વાતને તું સ્થિર ચિત્તથી વિચારી જો. //૩૩ી અજીવ એકલો અવતરે, મરે એકલો એ જ; સ્વપ્ન સમાં સાથી-સગાં, જર દુખ કોઈ ન લે જ. ૩૪ અર્થ - ૪. એકત્વ ભાવના - આ સંસારમાં જીવ એકલો જ જન્મે છે અને મરે ત્યારે પણ એકલો જ મરે છે. બઘાં સગાંસંબંધીઓ દુઃખ પ્રસંગે સ્વપ્ન સમાન બની રહે છે, અર્થાત્ તે દુઃખને જરીક પણ લેવા સમર્થ થતા નથી. પોતે એકલો જ કર્મના ફળરૂપે આવેલા દુઃખને ભોગવે છે. એમ એકત્વભાવનાની વાસ્તવિકતા ચિંતવવા યોગ્ય છે. ૩૪ "કાયા પણ પર વસ્તુ તો, જગમાં નિજ શું હોય? સ્વજન' શબ્દ યથાર્થ નહિ, અન્ય ઘનાદિક જોય. ૩૫ અર્થ :- ૫.અન્યત્વ ભાવના :- આ સંસારમાં દુઘ અને પાણીની જેમ એકમેકપણે રહેલ પોતાની કાયા એટલે શરીર પણ પર પુગલ વસ્તુ છે, અર્થાતુ પર એવા પુગલ પરમાણુનું બનેલ છે. તો આ જગતમાં બીજાં પોતાનું શું હોઈ શકે? માટે બીજા સગાં વહાલાઓને સ્વજન કહેવા એ શબ્દ યથાર્થ નથી, અર્થાત મિથ્યા છે. તેમ ઘન આદિ તો પોતાના આત્માથી પ્રત્યક્ષ જાદા જણાય છે. તેથી તે પોતાના કોઈ કાળે હોઈ શકે નહીં એમ અન્યત્વ ભાવનાનું ચિંતવન નિરંતર કર્તવ્ય છે. રૂપા ત્વચા ચાદરે દીપતા, અસ્થિ-પિંજર દેહ, અંદર નજર કરી જુઓ, દુગથી-ઘર એહ. ૩૬ અર્થ – ૬. અશુચિ ભાવના - ત્વચા એટલે ચામડીરૂપી ચાદર વડે આ હાડકાના પિંજર જેવા આ દેહની શોભા જણાય છે. એ શરીરની અંદર શું શું ભરેલ છે તે તરફ જરા નજર કરી જોશો તો તે દુર્ગઘમય એવા હાડ, માંસ, લોહી, મળ, મૂત્રાદિનું જ ઘર જણાશે. તેનું પ્રમાણ શરીરના નવે દ્વાર મળથી કરે છે. એમ શરીરનું સ્વરૂપ અશુચિ એટલે અપવિત્ર જાણીને તેનો મોહ ત્યાગવા યોગ્ય છે. ૩૬ાા Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ઝોકાં ખાતા જગજનો, મોહ-નીંદનું જોર; લૂંટતા સર્વસ્વ જ બધે અરે! કર્મ રૂપ ચોર. ૩૭ અર્થ :– ૭. આસ્રવ ભાવના ઃ- મોહરૂપી નિદ્રાના બળે જગતના જવો ઝોંકા ખાઈ રહ્યા છે. તેથી કર્મરૂપી ચોરો આવીને જીવનું સર્વ આત્મઘન લૂંટી જાય છે. કર્મનું આવવાપણું તે આસ્રવ કહેવાય છે. માટે આસવભાવનાને જાણી આઠેય કર્મરૂપી ચોરોને પોતાના આત્મઘનને લૂંટતા બચાવવા. ।।૩૭।। સદ્ગુરુના ઉપદેશથી મોહ-નીંદ ઊંડી જાય; તો ઉપાયો આદર્યું, કર્મચોર રોકાય. ૩૮ અર્થ :- ૮. સંવર ભાવના :- સદ્ગુરુના ઉપદેશથી મોહરૂપી નિદ્રાનું બળ નાશ કરી શકાય છે. માટે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપી ઢાળ વડે આવતા આઠેય કર્મરૂપી બાણોને રોકવા. સંવર એટલે આવતા કર્મને રોકવા. એ જ મુક્તિનો સાચો ઉપાય છે. ।।૩૮।। જ્ઞાન દીપ તપ-તેલ ભરી, ઘર શોધું ભ્રમ ખોઈ; પૂર્વ ચોર કાઢું બથા, છૂપો રહે ન કોઈ. ૩૯ અર્થ – હ. નિર્જરા ભાવના :- સભ્યજ્ઞાનરૂપ દીપમાં તપરૂપી તેલ ભરીને આત્માની ભ્રાન્તિને છોડી દઈ, સહજાત્મસ્વરૂપમય પોતાના આત્મારૂપી ઘરની હવે શોઘ કરું. પૂર્વે બાંધેલા કર્મરૂપી ચોરોને ઉદયાવલીમાં આવતાં પહેલાં જ બાર પ્રકારના તપ આદરીને આત્મઘ્યાન વડે નષ્ટ કરું, તેમાં એક પણ કર્મરૂપી ચોરને પી રીતે અંતરમાં રહેવા દઉં નહીં. એમ સત્તામાં પડેલા કર્મોની નિર્જરા કરવી એ જ મોક્ષપ્રાપ્તિનો સાચો ઉપાય છે. “નિજ કાળ પાય વિધિ ઝરના, તા સૌ નિજકાજ ન સરના; તપ કરી જો કર્મ બિપાર્થે, સોઈ શિવમુખ દરસાવૈ.' ક ઢાળવા અર્થ :— પોતાના સમયે પાક્યું કર્મ ઝરે તેથી પોતાના આત્માની સિદ્ધિ થાય નહીં. પણ જે તપ કરીને કર્મોને ખપાવે તે જ મોક્ષસુખને પામે છે. ૩૯ના પંચ મહાવ્રત પાળતાં, સમિતિ પંચ પ્રકાર, પ્રબળ પંચ ઇન્દ્રિય ğત્યે, થાય નિર્જરા સાર. ૪૦ અર્થ :— પંચ મહાવ્રત તેમજ પાંચ સમિતિને સભ્યપ્રકારે પાળતા તથા પ્રબળ એવી પાંચ ઇન્દ્રિયોને અંતરથી જીતતા, સારરૂપ એવી સકામ નિર્જરા સાધી શકાય છે. માટે નિર્જરા ભાવનાને ભાવી કર્મોની નિર્જશ કર્તવ્ય છે. ૪ા ચૌદરજ્જુ ભર લોકનું પુરુષ સમ સંસ્થાન; તેમાં જીવ અનાદિથી ભમે ભુર્તી નિજભાન. ૪૧ અર્થ :-૧૦. લોકસ્વરૂપ ભાવના :- માપમાં ચૌદરા પ્રમાત્ર અને છ દ્રવ્યથી ભરેલો પુરુષાકારે આ લોક છે. તેને કોઈએ બનાવ્યો નથી. તેમાં આપણો જીવ અનાદિકાળથી કર્માનુસાર પોતાના સ્વરૂપનું ભાન ભુલીને ચારગતિરૂપ સંસારમાં ભમ્યા કરે છે. ।।૪। માગ્યું . સુરતરુ સુખ દે, ચિંતામણિ પણ તેમ; વિજ્ર માગ્યે, વિણ ચિંતવ્યું, સુખ કે સુધર્મપ્રેમ, ૪૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨૧૫ અર્થ - ૧૧. ઘર્મદુર્લભ ભાવના - કલ્પવૃક્ષ પાસે જે માગે તે ભૌતિક સુખ આપે છે, તેમ રત્નચિંતામણિ પણ આપે છે. પણ વીતરાગ ભગવંતે બોઘેલા સતુથર્મ પ્રત્યેનો પ્રેમ તો વગર માગ્યે તેમજ વગર ચિંતવ્ય પણ સુખનો આપનાર થાય છે. “સહજાનંદ પદ રે નીકો, ઘર્મઘુરંથર શ્રી જિનજીકો; ભવજલ તારણ નાવા, ભાખ્યો દશવિથ સહજ સ્વભાવા. સ. વાંચ્છિત સુખની રે દાતા, સુરતરુ સમ જસ છે અવદાતા; દુર્ગતિ પડતાં રે ઘારે, ઘર્મ તે કહીએ ચાર પ્રકારે. સ”ારા કનક, કીર્તિ, સુર-રાજ સુખ, સર્વસુલભ છંવ, જાણ; દુર્લભ છે સંસારમાં સમ્યક દર્શન-જ્ઞાન.”૪૩ અર્થ – ૧૨. બોધિદુર્લભ ભાવના - સુવર્ણ, યશ કે દેવતાના સુખ અથવા રાજ્યવૈભવ વગેરે આ જગતમાં પામવા તે સર્વસુલભ છે, એમ હે જીવ તું જાણ. પણ આ સંસારમાં સમ્યક્ એટલે સાચું, યથાર્થ દર્શન અને જ્ઞાન પામવું તે અતિ દુર્લભ છે. જીવ નવ ગ્રેવૈયક સુઘી અનંતવાર જઈ આવ્યો છતાં હજા સમ્યક્દર્શન જ્ઞાનને પામ્યો નથી. માટે જગતમાં સર્વથી દુર્લભમાં દુર્લભ વસ્તુ તે જ છે. IT૪૩ના હિત-ઉદ્યમ મનમાં ઘરી, સાગરદત્ત મુનિ પાસ; સર્વ તજી સંયમ લીથો; એક મોક્ષની આશ. ૪૪ અર્થ -હવે મારા આત્માનું હિત થાય-કલ્યાણ થાય એવો ઉદ્યમ જ મારે કરવો છે. એમ આનંદરાજાએ મનમાં વિચાર કરીને સાગરદત્ત નામના મુનિ ભગવંત પાસે સર્વ રાજ્યવૈભવ તજીને સંયમ ગ્રહણ કર્યો. જેને હવે માત્ર મોક્ષની જ અભિલાષા છે. II૪૪ તીર્થંકરપદ સ્થાનકો સમ્યક દર્શન સાથ, ભાવ્યાથી આનંદમુનિ થનાર પારસનાથ. ૪૫ અર્થ – હવે આનંદમુનિ આ ભવમાં સમ્યકદર્શન સાથે તીર્થંકરપદ પ્રાપ્તિના સ્થાનકોને ભાવવાથી ભવિષ્યમાં પારસનાથ ભગવાન થનાર છે. ૪પાા કુશ કરી કાય કષાય મુનિ તપ તપતા અતિ ઘોર, પ્રગટી બહુવિધ લબ્ધિઓ જણાય આતમ-જોર. ૪૬ અર્થ - કાયા અને કષાયભાવોને કુશ કરી હવે મુનિ અત્યંત ઘોર તપ તપવા લાગ્યા. જેથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ તથા આત્માની શક્તિઓનું જોર વધવા લાગ્યું. [૪૬ાા મુનિ જે વનમાં વિચરે ત્યાં જળ, ફળ ભરપૂર; સિંહ-મૃગ, અહિ-મોર પણ કરે વેર-ભય દૂર. ૪૭ અર્થ - આનંદમુનિ જે વનમાં વિચરે ત્યાં જળ અને ફળ ભરપૂર છે. તથા તેમના પ્રભાવે ત્યાં સિંહ અને મૃગ, અહિ એટલે સાપ અને મોર પણ પોતાના વેરભાવોને ભૂલીને નિર્ભયપણે ફર્યા કરે છે. I૪ળા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ દેહભાવ ભૂલી આત્મમાં મગ્ન ઊભા મુનિરાયએક દિને ક્ષીરવન વિષે; સુણો, હવે શું થાય. ૪૮ અર્થ :— એક દિવસ ક્ષી૨વન નામના જંગલમાં દેહભાવને ભૂલી આત્મામાં મગ્ન બનીને મુનિયોમાં શ્રેષ્ઠ એવા આનંદમુનિ ધ્યાનમાં ઊભા છે. ત્યાં હવે શું થાય છે તે સાંભળો. ૫૪૮।। કમઠ જીવ મરી નરકથી ક્ષીરવને સિંહ થાય; પૂર્વ-ભવાંતર વેરથી મુનિને ફાડી ખાય. ૪૯ અર્થ :— કમઠનો જીવ નરકભૂમિમાંથી નિકળીને તે જ ક્ષીરવનમાં સિંહ બનીને ભ્રમણ કરે છે. ત્યાં મુનિને ધ્યાનમાં ઊભા જોઈ પૂર્વભવોના વેરભાવથી આનંદમુનિને ફાડીને ખાવા લાગ્યો. ।।૪૯।। પશુકૃત ઉપસર્ગો સહે ક્ષમાશૂર મુનિરાય, મરણ સુધી ઘી ભાવ શુભ, આનત-સુરેન્દ્ર થાય. ૫૦ અર્થ :– સિંહ જેવા હિંસક પશુના કરેલ ઉપસર્ગોને ક્ષમામાં શૂરવીર એવા આ મુનિ મરણના અંત સુધી શુભભાવોને ધારણ કરીને સહન કરવા લાગ્યા. તેના પરિણામે સમાધિમરણ સાઘી નવમા આનત નામના દેવલોકમાં સુરેન્દ્ર એટલે દેવોના ઇન્દ્રરૂપે અવતર્યા. ॥૫૦।। અવધિજ્ઞાને જાણિયું : “કર્યું હતું તપ ઘોર, અશુભ કર્મ દંડ્યા હતાં ધર્મ-ધનિકના ચોર; ૫૧ અર્થ – ત્યાં અવધિજ્ઞાનથી સુરેન્દ્રે જાણ્યું કે મનુષ્યભવમાં ઘણું ઘોર તપ કર્યું હતું, તથા ઘર્મરૂપી ઘનને ઘારણ કરનાર ઘનિકોના ચોર એવા અશુભ કર્મોને ખૂબ દંડ્યા હતા. તેના પરિણામે આ ઇન્દ્રના વૈભવને હું પામ્યો છું. ॥૫॥ કષાય તછેં પાળ્યું હતું સુચારિત્ર નિર્દોષ, સમ્યગ્દર્શન સહ કર્યો જિન-આજ્ઞાનો પોષ. ૫૨ અર્થ :— ક્રોથાદિ કષાયભાવો તજીને નિર્દોષપણે સમ્યક્ચારિત્રની પ્રતિપાલના કરી હતી તથા સમ્યક્દર્શન સાથે જિનેશ્વરની આજ્ઞાને પોષણ આપ્યું હતું, અર્થાત્ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તો હતો તેનું આ ફળ છે. ૫૨ા એમ અનેક પ્રકારથી સેવ્યો ઘર્મ મહાન, દુર્ગતિ-પાત નિવારી તે દે સુરવૈભવ-દાન. ૫૩ અર્થ :– એમ અનેક પ્રકારથી મહાન એવા વીતરાગ પ્રરૂપિત આત્મધર્મને મેં સેવ્યો હતો. તે ધર્મના પ્રભાવે દુર્ગતિના પાપોને નિવારી હું આ દેવતાઈ વૈભવનું દાન પામ્યો છું. ।।૫૩॥ સમ્યગ્દર્શન નિર્મળું, માત્ર એક આધાર; વ્રત-તપ-યોગ્ય ન દેહ આ, જિનવર-ભક્તિ સાર.” ૫૪ અર્થ :— હવે અહીં આ દેવલોકમાં માત્ર મને એક નિર્મળ સમ્યગ્દર્શનનો જ આધાર છે. કેમકે વ્રત કે તપ કરવાને યોગ્ય આ દેહ નથી. દેવતાઓ ગતિ આશ્રિત વ્રત કે તપ કદી કરી શકતા નથી. માટે મારે તો હવે સારરૂપ એવી એક જિનેશ્વરની ભક્તિ જ કર્તવ્ય છે. ।।૫૪।। Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧૭ પાંચે કલ્યાણક વિષે ભક્તિભાવથી જાય; જઈ સમવસરણમાં સુણે દિવ્ય વાણી સુખદાય. ૫૫ અર્થ - હવે પારસનાથ ભગવાનનો જીવ જે ઇન્દ્ર થયેલ છે તે ભક્તિભાવથી તીર્થકર ભગવંતોના જન્મ આદિ પાંચે કલ્યાણકોમાં જાય છે તથા સમવસરણમાં જઈને ભગવાનની સુખદાયક એવી દિવ્ય વાણીનું પણ શ્રવણ કરે છે. પપા. મિથ્યાવૃષ્ટિ દેવને દઈ ઘર્મ-ઉપદેશ, સમ્યગ્દર્શન-દાન દે, કરુણામૂર્તિ સુરેશ. ૧૬ અર્થ - દેવલોકમાં પણ કરુણાની મૂર્તિ સમા એવા આ ઇન્દ્ર મિથ્યાદ્રષ્ટિ દેવોને ઘર્મનો ઉપદેશ આપી સમ્યગ્દર્શનનું દાન દે છે, અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવે છે. પકા કાશી દેશ આ ભરતમાં નગર બનારસ સાર, તીર્થરાજ જન સહુ કહે; અશ્વસેન નૃપ ઘાર. ૫૭ અર્થ - આ ભરતક્ષેત્રમાં કાશી નામના દેશમાં બનારસ નામનું સારભૂત નગર છે. તેને સર્વ લોકો તીર્થરાજ કહે છે. ત્યાં અશ્વસેન રાજા રાજ્ય કરે છે. આપણા અવધિજ્ઞાન સહિત તે સકળ સાર ગુણઘામ; પ્રભુરૃપ રવિનાં ઉદયગિરિ વાયારાણી નામ. ૧૮ અર્થ :- રાજાની રાણીનું નામ વામાદેવી છે. તે વામા રાણીરૂપ ગિરી એટલે પર્વતમાંથી અવધિજ્ઞાન સહિત તેમજ સર્વ સારભૂત ગુણોના ઘરરૂપ એવા પ્રભુ પારસનાથના જીવનો રવિ એટલે સૂર્યરૂપે ઉદય થયો. ૫૮ાા. મહાપુરુષ-મોતી તણી વામાદેવી છીપ; આનત-ઇન્દ્ર ચવી રહે વામા-ઉદર સમીપ. ૫૯ અર્થ - મહાપુરુષરૂપ મોતીને જન્મ આપનાર વામાદેવીરૂપ છીપ છે. તેના ઉદરમાં આનત નામના નવમાં સ્વર્ગથી ઇન્દ્ર ચ્યવીને ભગવાનરૂપે આવી વસ્યા. જેમ સમુદ્રમાં રહેલ છીપના મુખમાં સ્વાતિ નક્ષત્રમાં વર્ષેલ વર્ષાદનું બિંદુ સીધું પડતાં તે મોતી બની જાય છે તેમ. પલા સ્વપ્ન સોળ શુભ દેખીને માતા મન હરખાય, પતિ સન્મુખ વિદિત કરી પૂંછે “સુફળ શું થાય?’ ૬૦ અર્થ - ભગવાન ઉદરમાં આવવાથી તેમની માતા સોળ શુભ સ્વપ્નોને જોઈને અતિ હર્ષ પામી. તથા પતિ સન્મુખ તે સર્વ વિદિત કરીને પૂછવા લાગી કે આ સ્વપ્નોનું શું શુભ ફળ થતું હશે? ૬૦ાા. અવધિજ્ઞાને જાણીને રાય કહે ફળ સાર: “ગજેન્દ્ર-દર્શન-કારણે જગપતિ પુત્ર વિચાર. ૬૧ અર્થ - અશ્વસેન રાજા અવધિજ્ઞાનથી જાણીને તેનો સાર કહેવા લાગ્યા કે પ્રથમ સ્વપ્નમાં ગજેન્દ્ર એટલે ઉત્તમ ઐરાવત હાથીના દર્શન થવાથી તમારો પુત્ર જગપતિ એટલે ત્રણ જગતનો નાથ થશે. Iકરા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ વૃષભ-સ્વપ્નથી શ્રેષ્ઠ તે, સિંહ-સુફળ બળવાન; *લક્ષ્મી-સ્નાન-ફળ સ્નાત્ર છે, સુરગિરિ પર સન્માન.” ૬૨ અર્થ - બીજા સ્વપ્નમાં વૃષભ એટલે ઉત્તમ બળદના દર્શન થવાથી આ સર્વમાં શ્રેષ્ઠ થશે. ત્રીજા સિંહ સ્વપ્નનું આ સલ્ફળ છે કે તે જંગલના રાજા સિંહ સમાન અતિ બળવાન થશે. ચોથા સ્વપ્નમાં ઉત્તમ હાથી વડે સ્નાન કરાતી લક્ષ્મીદેવીના દર્શન થવાથી તેના ફળમાં તે પુત્રને જન્મતા જ સુરગિરિ એટલે સુવર્ણમય એવા મેરુપર્વત પર દેવો લઈ જઈ ક્ષીર સમુદ્રના જળવડે અભિષેક કરીને તેમની સ્નાત્રપૂજા કરશે, તથા તેમની ભાવપૂર્વક ભક્તિ કરીને બહુમાન કરશે. કરો "બે માળા-ફળ સુણ સખી, દ્વિવિઘ ઘર્મ-ઉપદેશ; શશી-સૂર્ય-દર્શન ફળે, શાંતિ-કાંતિ વિશેષ. ૬૩ અર્થ - બે ફૂલની માળાના પાંચમા સ્વપ્નમાં દર્શન થયા તેનું ફળ હે સુખની સહેલીરૂપ વામાદેવી તમે સાંભળો કે તે દ્વિવિઘ એટલે બે પ્રકારે ઘર્મનો ઉપદેશ કરશે. એક મુનિઘર્મનો અને બીજો શ્રાવક ઘર્મનો. છઠ્ઠા શશી એટલે ચંદ્રમાના સ્વપ્નના ફળમાં તે પુત્ર સર્વ જીવોને શાંતિનો આપનાર થશે. તથા સાતમા સ્વપ્નમાં સૂર્યના દર્શન થવાથી તે પુત્ર વિશેષ કાંતિવાન એટલે પ્રભાવશાળી થશે. I૬૩ મસ્ય-યુગલ-ફળ જાણ આ સકળ સુખની ખાણ; કળશ-ફળ નિધિ પામશે, ૧૦સરથી લક્ષણવાન. ૬૪ અર્થ - મત્સ્ય યુગલ એટલે માછલાના જોડાના આઠમા સ્વપ્નમાં દર્શન થયા તેના ફળમાં એમ જાણો કે તે પુત્ર સર્વ સુખની ખાણરૂપ થશે. નવમાં સ્વપ્નમાં ઉત્તમ કલશ દીઠો. તેના ફળમાં તે નિથિ એટલે ઉત્તમ ઘન-વૈભવને પામશે. દશમા સર એટલે સરોવરના સ્વપ્નથી તે ઉત્તમ લક્ષણવાન પુત્ર થશે. ૬૪ ૧૧સાગર-ફળ ગંભીરતા, સિંહાસન જગરાય, વિમાન-ફળ ગણ અમર-જીંવ તુજ કૈંખમાંહી સમાય. ૬૫ અર્થ - અગ્યારમા ક્ષીરસાગર સ્વપ્નના ફળમાં તે સાગર જેવો ગંભીર થશે. બારમા સિંહાસન સ્વપ્નના ફળમાં તે જગરાય એટલે જગતમાં રાજા થશે. તેરમા દેવવિમાન સ્વપ્નના ફળમાં એમ માનવું કે તે કૂખમાં આવેલ જીવ અમર એટલે દેવલોકમાંથી આવીને અવતરેલ છે. I૬પા wઘરણીન્દ્ર-ગૃહ-દર્શને અવધિજ્ઞાન સહિત, ઉપરત્નરાશિના સ્વપ્નથી ગુણગણ-રત્નજડિત. ૬૬ અર્થ – ઘરણેન્દ્રના ઘરના દર્શન ચૌદમા સ્વપ્ન થવાથી તે પુત્ર અવધિજ્ઞાન સહિત જન્મ લેશે. તથા પંદરમા રત્નરાશિના સ્વપ્નવડે તે ગુણોના સમૂહરૂપ રત્નોથી જડિત એવો પુત્ર જન્મશે. ૬૬ાા અંગારા દીઠા થકી કર્મદહન ગુણ માન; મુખથી ગજ પેઠો દીઠો તે જ પાર્શ્વ-ભગવાન.” ૬૭ અર્થ - સોળમા સ્વપ્નમાં અગ્નિશિખાના દર્શન થવાથી તે પુત્રમાં કમને દહન કરવાનો એટલે બાળવાનો મહાન ગુણ હશે. મુખમાંથી ગજ એટલે હાથીનો પ્રવેશ થતાં જોયો માટે તે જ પાર્શ્વનાથ ભગવાનનો જીવ છે.” I૬ના Page #39 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૧૯ ચૈત્ર વદિ બીજની નિશા ગર્ભકાળ વિખ્યાત, અસંગ ઘટ-નભ ઘટ થકી તેમ પાર્શ્વ ને માત. ૬૮ અર્થ - ચૈત્ર વદી બીજની રાત્રિએ પ્રભુનું સ્વર્ગલોકથી ચ્યવન થઈ વામામાતાના ગર્ભમાં આવવું થયું. તે ગર્ભકાળ જગતમાં વિખ્યાત છે. ઘડામાં રહેલ આકાશ જેમ ઘડાથી અલિપ્ત છે, અસંગ છે તેમ વામા માતાના ઉદરમાં રહેલા હોવા છતાં પણ પાર્શ્વનાથ પ્રભુ અસંગ છે. II૬૮ાા પ્રભુના પુણ્ય-પ્રભાવથી સુર-આસન કંપાય; અવધિજ્ઞાને જાણિયો પ્રભુ-ગર્ભ-મહિમાય. ૬૯ અર્થ - પ્રભુના પુણ્ય પ્રભાવે દેવતાઓના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનના બળે દેવોએ જાણ્યું કે અહો! આ તો પ્રભુનો ગર્ભ પ્રવેશ મહિમા છે કે જેના પ્રભાવે આપણા આસન કંપાયમાન થયા. ફલા હર્ષ સહિત ઇન્દ્રાદિ સુર ઉત્સવ કાજે જાય; વારાણસી નગરી વિષે માતપિતા પૂજાય. ૭૦ અર્થ - ઇન્દ્રાદિ દેવો હર્ષ સહિત પ્રભુનો ગર્ભ મહોત્સવ કરવા વારાણસી નગરીએ ગયા; અને ત્યાં જઈ પ્રભુના માતાપિતાની પૂજા કરી. II૭૦ાા પૂજી ભેટ ઘરી નમે ગર્ભવર્તી–પ્રભુ-પાય, જય જયકાર કરી બહું વાદ્ય સહિત ગીત ગાય. ૭૧ અર્થ - પછી ગર્ભમાં રહેલ પ્રભુને ભાવથી પૂજી, તેમના ચરણમાં ભેટ ઘરીને નમસ્કાર કર્યા. તથા બહુ જય જયકારના શબ્દો ઉચ્ચારી વાદ્ય એટલે વાજિંત્ર સહિત પ્રભુના ગુણગાન કરવા લાગ્યા. II૭૧ના દિશાકુમારી દેવઓ ભક્તિ ઊલટ ઘર ઉર, ઇન્દ્રરાજ- આદેશથી વસી નૃપ- અંતઃપુર. ૭૨ અર્થ - દશે દિશાની દિશાકુમારી દેવીઓ હૃદયમાં ભક્તિનો અતિ ઉલ્લાસ આણીને ઇન્દ્રરાજના આદેશથી રાજાના અંતઃપુરમાં જઈને વસી. ૭૨ા ઉત્સવ ઊજવી કૃતાર્થ થઈ દેવ ગયા નિજ સ્થાન; ઉપજાવે સુખ માતને બહુવિઘ દેવી સુજાણ. ૭૩ અર્થ :- ગર્ભ કલ્યાણકનો ઉત્સવ ઊજવી કૃતાર્થ થઈ સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. પછી સુજાણ એટલે વિલક્ષણ એવી દેવીઓ બહુ પ્રકારે પ્રભુની માતાને સુખ ઉપજાવવા લાગી. //૭૩ી વસતા નિર્મળ ગર્ભમાં જ્ઞાનત્રય ભગવાન; સ્ફટિક હણ્યમાં દીપતા રત્નદીપક સમ માન. ૭૪ અર્થ - નિર્મળ એવા માતાના ગર્ભમાં મતિ, કૃતિ, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત ભગવાન નિવાસ કરે છે. તે સ્ફટિકના હર્મ્સ એટલે મહેલમાં જેમ રત્નનો દીપક દેદીપ્યાન થાય તેના સમાન જાણો. ||૭૪ પૂર્વ દિશા રવિ ઊગતાં શોભે સુંદર જેમ, ત્રિભુવનપતિ સુત ઉર ઘરી શોભે માતા તેમ. ૭૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ અર્થ :— જેમ સૂર્યનો પ્રાતઃકાળમાં ઉદય થતાં પૂર્વ દિશા સુંદર રીતે શોભાયમાન બને છે તેમ ત્રણભુવનના નાથ એવા સુત એટલે પુત્રને કુક્ષીમાં ઘારણ કરવાથી માતા પણ શોભાયમાન થયા. ।।૭૫।। ગર્ભ અગાઉ છ માસથી, વર્ણી નવ માસ કુબેર, નિત્ય પંચ આશ્ચર્યસા કરે ભક્તિ નૃપ-ઘેર. ૭૬ ૨૨૦ અર્થ :– પ્રભુના ગર્ભ-પ્રવેશ અગાઉ છ મહિનાથી તથા વળી પ્રભુ ગર્ભમાં રહ્યા તે નવ મહીના સુધી ઇન્દ્રના આદેશથી કુબેરદેવ પ્રભુના પિતાને ઘેર હમેશાં રત્નોની, સુવર્ણની, પુષ્પની વૃષ્ટિ કરીને એ પંચ આશ્ચર્ય વડે પોતાની ભક્તિ પ્રદર્શિત કરે છે. ।।૭૬।। * માગશર વિંદ એકાદશી જન્મ્યા પાર્શ્વકુમાર; માતપિતા સહ ત્રિભુવને વ્યાપે હર્ષ અપાર, ૭૭ અર્થ :– માગસર વદી અગ્યારસના દિવસે પ્રભુ પાર્શ્વકુમારનો જન્મ થયો. માતાપિતાના હર્ષની સાથે ત્રણેય લોકમાં અપાર હર્ષ વ્યાપ્યો. નરકના જીવોને પણ ક્ષણમાત્ર સુખ ઉપજ્યું, IIના વારાણસીને પ્રદક્ષિણા દે વી સુર જયકાર, ઇન્દ્ર સકલ શચિવૃન્દ સૌ ઊભા નૃપધર બ્હાર. ૭૮ અર્થ :— તે સમયે દેવતાઓએ આવી વારાણસી નગરીની પ્રદક્ષિણા કરીને જયજયકારના શબ્દોચ્ચાર કર્યા તથા સર્વ ઇન્દ્રો પોતાની શચિ એટલે ઇન્દ્રાણીના વૃન્દ અર્થાત્ સમૂહ સાથે રાજાના ઘરની બહાર આવીને ઊભા રહ્યા. કિટતા ઇન્દ્રાણી અંદર ગઈ, ગુપ્ત સ્તવે જિનરાય, ઊંઘાડી જિનમાતને, સ્પર્શે પ્રભુના પાય. ૭૯ = અર્થ :– - સૌધર્મેન્દ્રની ઇંદ્રાણી પ્રથમ મહેલની અંદર ગઈ અને જિનેશ્વરના દર્શન કરીને ગુપ્ત રીતે મનમાં પ્રભુનું સ્તવન કરવા લાગી. પછી પ્રભુની માતાને અવસ્વાપિની નિદ્રા વડે ઊંઘાડીને પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો. અર્થાત્ પ્રભુના ચરણમાં પોતાનું મસ્તક મૂકી નમસ્કાર કર્યાં. ।।૭૯।। માયામય બાળક મૂકી. પ્રભુને શચિ લઈ જાય; સોંપે પતિના હાથમાં, દર્શન સૌને થાય. ૮૦ અર્થ • પ્રભુની માતા પાસે માયામય એટલે માયાથી બનાવેલ બાળક મૂકીને ઇન્દ્રાણીએ પ્રભુને લઈ જઈ પોતાના પતિ સૌધર્મેન્દ્રના હાથમાં સોંપ્યા. તેથી હવે સર્વને પ્રભુના અલૌકિક દર્શન થયા. ૫૦૮૦૫૫ પ્રભુને ખોળામાં મૂકી ઇન્દ્ર અને સૌ સુર, સહસ્ત્ર નવાણું યોજને જાય મેરુ પર દૂર. ૮૧ અર્થ • સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના ખોળામાં મૂકી સર્વ દેવો સાથે નવ્વાણું હજાર યોજન ગિરિ પર જવા માટે રવાના થયા. ૫૮૧૫ દૂર મેરુ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૨ ૨ ૨૧ મેરુ-શિખર પાંડુક શિલા અર્થચંદ્ર-આકાર, હેમ સિંહાસન પર ઘરે પદ્માસન પ્રભુ સાર. ૮૨ અર્થ - મેરુ ગિરીના શિખર ઉપર અર્ધચંદ્રાકારે પાંડુક નામની એક શિલા છે. તે શિલા ઉપર આવેલ હેમ એટલે સોનાના સિંહાસન ઉપર સારભૂત એવા પ્રભુ પદ્માસને બિરાજ્યા. ૮૨ાા ક્ષીર-સાગર-જળથી ભરી અમર કલશ લઈ જાય, પ્રથમ ઇન્દ્ર ઘારા કરી ન્દવરાવે જિનરાય. ૮૩ અર્થ :- ક્ષીર સમુદ્રના જળથી ભરેલ કલશાઓને અમર એટલે દેવો લઈ જવા લાગ્યા. તે જળવડે પ્રથમ ઇન્દ્ર પ્રભુના શિર પર અભિષેક કરીને પ્રભુને નવરાવ્યા. ૮૩ના નીલવર્ણા પ્રભુ-દેહ પર કલશ-નીરની ઘાર; જાણે નીલગિરિ પર થતી વૃષ્ટિ અપરંપાર. ૮૪ અર્થ - નીલવર્ણ એટલે આસમાની વર્ણ વાલા પ્રભુના દેહ ઉપર પાણીના કલશાઓની પડતી ઘાર જાણે નીલગિરિ પર્વત ઉપર અપરંપાર વરસાદની વૃષ્ટિ થઈ રહી હોય એમ જણાયું. ૮૪ ગંથોદક સ્નાને પૅરી વિધિ કરી લૂછે કાય; દિવ્ય વસ્ત્ર-ભૂષણ વડે શણગારે જિનરાય. ૮૫ અર્થ - ગંથોદક એટલે સુગંઘવાળા જળવડે પ્રભુની સ્નાનવિધિ પૂરી કરીને તેમની પરમ ઔદારિક કાયાને લૂંછી દિવ્ય વસ્ત્ર તથા આભૂષણવડે તેને શણગારવામાં આવી. II૮પા. દેખી જન્મ-મહોત્સવ સુરપતિની પ્રભુપ્રીત, બહુ સુર સત્રદ્ધા કરે, તર્જી શ્રદ્ધા વિપરીત. ૮૬ અર્થ - જન્મ મહોત્સવમાં ઇન્દ્રોની પ્રભુ પ્રત્યેની પ્રીત એટલે ભક્તિ જોઈને ઘણા દેવતાઓ સત્રદ્ધાવંત થયા અર્થાત્ પોતાની વિપરીત શ્રદ્ધાને તજી દઈ વ્યવહાર સમકિતઘારી થયા. ટકા જય જય શબ્દ દેવ સૌ ગયા બનારસ પુર, નૃપમંદિર પ્રભુને મેંકી, માતનીંદ કરી દૂર. ૮૭ અર્થ - જય હો, જય હો, પ્રભુ પાર્શ્વનાથની જય હો, એમ શબ્દોચ્ચાર કરતા કરતા સર્વ દેવો બનારસ નગરમાં ગયા. રાજમંદિરમાં પ્રભુને પધરાવી, માતાની અવસ્થાપિની નિદ્રાને હરી લીધી. II૮શા ઉત્સવ ઊજવી દેવ સૌ જાતા નિજ નિજ સ્થાન; રાજા પણ આનંદથી દેવા લાગ્યા દાન. ૮૮ અર્થ - ત્યાં પ્રભુનો જન્મોત્સવ ઉજવીને સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. રાજા અશ્વસેન પણ પુત્રના આનંદથી સર્વને દાન દેવા લાગ્યા. ૮૮ાા. ઇન્દ્ર અમૃત મૂકીયું પ્રભુ-અંગૂઠે સાર, પોષણ પામે તે ચૂંસી, ઘાવે નહીં કુમાર. ૮૯ અર્થ - ઇન્દ્ર પ્રભુના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો. પ્રભુ પણ તે અંગૂઠો ચૂસીને પોષણ પામે Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે; પણ કદી માતાનું ઘાવણ લેતા નથી. દા. વગર શીખે વિદ્યા બઘી, કળા અનેક પ્રકાર, જાણે, માણે સુખ મહા, પૂર્વ-કર્મ-અનુસાર. ૯૦ અર્થ -પ્રભુ પાર્શ્વકુમાર વગર શીખે બધી વિદ્યાઓને, અનેક પ્રકારની કળાઓને જાણે છે. તથા પૂર્વકર્માનુસાર મહાન સુખને માણે છે; અર્થાત્ ઇન્દ્રિય સુખોની ભરમારમાં પણ આત્માના મહાન એવા નિર્દોષ સુખને અનુભવે છે. ૯૦ગા. (૧૯) પાનાથ પરમાત્મા ભાગ-૩ (દોહરા) પૂર્ણ જુવાની ખીલતાં પ્રભુતન શોભે એમ; નમની ચાંદની નિર્મળ નભમાં જેમ. ૧ * અર્થ – પ્રભુ પાર્થકુમારની પૂર્ણ યુવાની ખીલતાં પ્રભુના શરીરની શોભા એવી લાગતી હતી કે જાણે આકાશમાં શરદ પૂર્ણિમાના ચંદ્રમાની નિર્મળ ચાંદની ખીલી હોય તેમ જણાતું હતું. ૧] સોળ વર્ષના પ્રભુ થયે, અશ્વસેન ભૂપાળ, સ્નેહ-ન્સલિલ ભીનાં વચન વદે પિતા પ્રેમાળ. ૨ અર્થ - પ્રભુ સોળ વર્ષના થયા ત્યારે તેમના પિતાશ્રી અશ્વસેન રાજા સ્નેહરૂપી સલિલ એટલે પાણીથી ભીના એવા પ્રેમાળ વચન કહેવા લાગ્યા. રા “એક રાજકન્યા વરો, કરો ઉચિત વ્યવહાર; વંશ-વેલ આગળ વધે, સુખ પામે પરિવાર. ૩ અર્થ - હે પાર્શ્વકુમાર! એક રાજકન્યા સાથે પાણિગ્રહણ કરો અને જગતને ઉચિત એવો આ વ્યવહાર આદરો. જેથી વંશની વેલ આગળ વધે અને પરિવારના બધા સદસ્યો સુખી થાય. (૩) નાભિરાજની આશ પણ પૅરી પ્રથમ અવતાર; તેમ અમારી કામના પૂરો, પાર્શ્વકુમાર.”૪ અર્થ:- નાભિરાજાની આશને પણ પ્રથમ અવતાર શ્રી ઋષભદેવજી ભગવાને પૂરી કરી હતી. તેમ અમારી કામનાને પણ હે પાર્શ્વકુમાર! તમે પૂરી કરો. જો પિતાવચન સુણી પ્રભુ કહે વિનય સહિત તે વાર, “ઋષભદેવ સમ હું નહીં આપ જ કરો વિચાર. ૫ અર્થ – પિતાના વચન સાંભળીને તે સમયે જ વિનયપૂર્વક પ્રભુ કહેવા લાગ્યા કે હે પિતાજી! હું Page #43 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૨૩ ઋષભદેવ સમાન આયુષ્યવાળો નથી. માટે એ સંબંથી આપ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી જુઓ. //પા મુજ જીવન સો વર્ષનું, સોળ ગયાં હે! તાત, ત્રીસ વર્ષે ત્યાગી થવું, ફરી ન કહો એ વાત. ૬ અર્થ - મારું જીવન તો સો વર્ષનું માત્ર છે. તેમાંના પણ હે તાત! સોળ વર્ષ તો વીતી ગયા છે. અને ત્રીસ વર્ષની વયે મારે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરવી છે. માટે ફરીવાર એવી વાત કૃપા કરીને મને કરશો નહીં. llફા. અલ્પ ઑવનમાં અલ્પ સુખ, અલ્પ પ્રયોજન કાજ, કોણ ઉપદ્રવ સંઘરે? સમજું છો, નરરાજ.”૭ અર્થ :- અલ્પ એવા આ કાળના મનુષ્ય જીવનમાં અલ્પમાત્ર ઇન્દ્રિયસુખ છે. તે અલ્પ ઇન્દ્રિયસુખ પ્રયોજન અર્થે આ ગૃહસ્થાશ્રમ સ્વીકારી ત્રિવિઘતાપરૂપ ઉપદ્રવને કોણ સંઘરે? હે નરોના રાજા! આપ તો સમજા છો, માટે આ વાતને સારી રીતે આપ સમજી શકો છો. /ળી. સુણ ઉત્તર નૃપનાં નયન આંસુથી ભીંજાય, પુત્ર વિવાહ નહીં કરે જાણી મુખ કરમાય. ૮ અર્થ - પ્રભુ પાર્શ્વકુમારનો આવો ઉત્તર સાંભળીને રાજાના નયન આંસુથી ભીંજાઈ ગયા, અને વિચારવા લાગ્યા કે આ પુત્ર હવે વિવાહ કરશે નહીં એમ જાણી મોહવશ તેમનું મુખ કરમાઈ ગયું. પાટા કમઠ જીવ મુનિ-ઘાતથી પંચમ નરકે જાય, સત્તર સાગર દુખ ખમી, ત્રણ સાગર ભટકાય. ૯ અર્થ - હવે કમઠનો જીવ મુનિ ભગવંતની ઘાત કરવાથી પાંચમી નરકે ગયો. ત્યાં સત્તર સાગરોપમ સુધી દુઃખ ખમીને પશુગતિમાં પણ ત્રણ સાગરોપમ સુધી ભટક્યો. III પશુગતિમાં બહુ દુખ સહી પાપ પૂર્ણ જ્યાં થાય, ક્રિયા શુંભ કરતાં થયો મહીપાલ નરરાય. ૧૦ અર્થ - પશુગતિમાં ઘણા દુઃખ સહન કરીને જ્યાં પાપ પૂર્ણ થવા આવ્યા ત્યારે શુભક્રિયા કરતા તે મહીપાલ નામનો રાજા થયો. ૧૦ના વામા માતાના પિતા, માતામહ પ્રભુના ય, પટરાણી મરતાં ઘરે તપસી ભેખ દુખદાય. ૧૧ અર્થ:- તે મહિપાલ રાજા, પ્રભુની માતા વામાદેવીના જ પિતા છે. માટે પ્રભુ પાર્શ્વકુમારના પણ માતામહ એટલે નાના થયા. તે રાજા મહીપાળે પોતાની પટરાણીનું મરણ થતાં દુઃખદાયી એવો તાપસનો વેષ અંગીકાર કર્યો. ૧૧ાા ભમતાં તપસી આવિયો નગર બનારસ વ્હાર, વનવિહાર કરી પુરે આવે પાર્શ્વકુમાર. ૧૨ અર્થ :- તાપસ ભમતો ભમતો હવે બનારસ નગરની બહાર આવી ચઢ્યો. ત્યાં વનક્રીડા કરીને પાર્શ્વકુમાર પણ નગરમાં આવી રહ્યા હતા. ૧૨ાા Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તપસી દેખી ઓળખે, ગજ-આરૂંઢ ભાણેજ; વંદન પણ કરતો નથી–ઉદ્ધત બાળ ગણે જ. ૧૩ અર્થ :- તાપસ પાર્શ્વકુમારને દેખીને ઓળખી લે છે કે આ તો હાથી પર આરૂઢ થયેલો મારો ભાણેજ છે. છતાં તે મને વંદન પણ કરતો નથી. માટે આ બાળક ઉદ્ધત છે એમ ગણવા લાગ્યા. /૧૩મા. તાપસ તપતો ધૂણઓ, કાષ્ઠ કાપવા જાય, ત્યાં પ્રભુ હિત ગણી બોલિયા: મા હણ, તાપસરાય. ૧૪ અર્થ :- વનમાં આ તાપસ પોતાની ચારેબાજા ધૂણી ઘપાવીને તપ તપે છે. ત્યાં ધૂણી અર્થે કાષ્ઠ એટલે લાકડું કાપવા તે જવા લાગ્યો ત્યારે અંતરમાં પ્રભુ તેનું હિત જાણીને બોલી ઊઠ્યા કે હે તાપસરાય! આ કાષ્ટને હણ મા! અર્થાત્ તેનો છેદ કર નહીં. ૧૪ નાગચુગલ એ કાષ્ઠમાં પેઠું છે છુપાઈ; વગર વિચાર્યું કાપશે તો જાણે છેદાઈ.” ૧૫ અર્થ – કારણ કે આ લાકડાની અંદર નાગ-નાગણિનું યુગલ છુપાઈને બેઠેલ છે. વગર વિચાર્યું આ લાકડાને કાપવાથી તે બિચારા જીવો છેદાઈ જશે. ૧૫ા. તપસી ક્રોધે ઘમઘમ્યો, “રે બાળક, નાદાન, હરિ-હર-બ્રહ્મા સમ ઘરે શું સચરાચર જ્ઞાન? ૧૬ અર્થ :- પ્રભુના આવા દયામય વચન સાંભળીને તે તાપસ ક્રોથથી ઘમઘમી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે અરે બાળક, નાદાન તું શું બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જેમ સચરાચર જ્ઞાન ઘરાવે છે? ચર એટલે હાલતા જીવો અને અચર એટલે સ્થિર એવા એકેન્દ્રિય જીવો વિષેનું કંઈ જ્ઞાન ઘરાવે છે? I૧૬ાા તપસી માતામહ છતાં, કરે ન વિનય-વિઘાન? મદવશ જ્ઞાની માનીને કેમ કરે અપમાન?” ૧૭. અર્થ - હું તપસી છું, તારી માતાનો પિતા છું, તારો નાનો છું. છતાં પણ તું મારા પ્રત્યે વિનયની રીત આચરતો નથી અને વળી અહંકારવશ પોતાને જ્ઞાની માની મારું અપમાન કરે છે ? ૧ણા. એમ વદી કુહાડીથી કાપે કાષ્ઠ મહાન, નાગ-નાગણી પણ હણે, તે ક્રોથી અજ્ઞાન. ૧૮ અર્થ - એમ કહીને તાપસે કુહાડીથી તે મોટું લાકડું કાપી નાખ્યું. તે ક્રોઘી એવા અજ્ઞાનીના કારણે નાગ-નાગણી પણ હણાઈ ગયા. ૧૮ાા કટકા સર્પ-શરીરના દેખી વદે કુમાર: “દયા ઘર્મનું મૂળ છે, જ્ઞાન જ પ્રથમ વિચાર. ૧૯ અર્થ - સાપના શરીરના કટકા થયેલા જોઈને પાર્શ્વકુમાર બોલી ઊઠ્યા કે “ઘર્મનું મૂળ દયા છે.” ઘર્મ આરાઘતા પહેલા જ્ઞાન મેળવવા પ્રયાસ કરવો જોઈએ. ૧૯ાા તપસી પાપ-તપ તું કરે, પોષે નિજ અજ્ઞાન, દયા ઘરે ન ઉર વિષે; વસે ન તપમાં જ્ઞાન.” ૨૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ કમઠ તાપસ આવી શ્રી શાર્થીકાશ થી લાર્તાલાળ WITTTTTTTT !' Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૨૫ અર્થ :- હે તપસી! જેથી પાપ ઉપજે એવું તપ તું કરે છે અને પોતાના અજ્ઞાનને જ પોષે છે. કેમકે દયાઘર્મને તું હૃદયમાં ઘરતો નથી અને કેવળ તપ કરવાથી જ્ઞાન ઉપજતું નથી. ૨૦ના “તું કુંવર નિંદા કરે,” તાપસી બોલે એમ, પંચ પૅણી નિશદિન તપું, બાળક સમજે કેમ? ૨૧ અર્થ :- તપસી કહે તું કુંવર મારી નિંદા કરે છે. હું તો રાતદિવસ ચારેબાજુ ધૂણી લગાડીને અને ઉપર સૂર્યનો તાપ એમ પંચ પ્રકારે તાપાગ્નિને સહન કરું છું. તું બાળક આ વાતને શું સમજે? પારના વળી ઉપવાસ ઘણા કરું, ખાઉં સૂકાં પાન; એક પગે ઊભો રહું, કહું ખરું, તું માન.” ૨૨ અર્થ - વળી ઉપવાસ ઘણા કરું છું. ભોજનમાં પણ સૂકાં પાન ખાઉં છું અને એક પગે ઊભો રહું છું. આ હું તને ખરું કહું છું તે માન. //રરા. પ્રભુ કહે, “હિત ના થતું જો તપ હિંસાયુક્ત; વિવેક વણ વર્ચા થકી નહિ જીંવ-વઘથી મુક્ત. ૨૩ અર્થ – પ્રભુ પાર્શ્વકુમાર જવાબમાં કહેવા લાગ્યા કે જો તપ હિંસાયુક્ત છે તો તેથી આત્માનું કંઈ હિત થતું નથી. વિવેક વગર વર્તન કરવાથી કે જીવોના વઘથી કમોંથી મુક્ત થઈ શકાતું નથી. //ર૩રા. દયા વિના તપ પાપડ઼ેપ, જ્ઞાન વિના તનફ્લેશ; ખાંચે છોડાં કણરહિત શ્રમફળ મળે ન લેશ. ૨૪ અર્થ - જીવદયા વિનાનું તપ પાપરૂપ છે અને જ્ઞાન વિનાનું તપ તે માત્ર કાયક્લેશ છે. દાણા વિનાના છોડા ખાંડવાથી કરેલ શ્રમનું ફળ મળતું નથી, તેમ જ્ઞાન વિનાનું તપ પણ નિષ્ફળ છે. જીરા દાવાનલમાં અંઘ ન દોડે, પણ બળી જાય; તેમ કરો અજ્ઞાન તપ, પણ નહિ મુક્તિ થાય. ૨૫ અર્થ - દાવાનલમાં આંધળો માણસ ભલે દોડે પણ દ્રષ્ટિ નહીં હોવાથી ક્યાં જવું તે જાણી શકતો નથી, તેથી દાવાનલમાં તે બળી મરે છે. તેમ અજ્ઞાનસહિત તપ ગમે તેટલું કરો પણ તે મુક્તિને આપનાર થતું નથી. રપા પંગુ દેખે વન બળે, પણ દોડી ન શકાય; તેમ ક્રિયાવણ જ્ઞાન પણ નહિ મોક્ષે લઈ જાય. ૨૬ અર્થ - પાંગળો થયેલ માણસ વનને બળતું દેખે છતાં પણ તે દોડી શકતો નથી. તેમ ક્રિયા કર્યા વિના એકલું જ્ઞાન પણ જીવને મોક્ષે લઈ જાય એમ નથી. ર૬ જ્ઞાનસહિત આચાર જો, તો શિવનગર જવાય; આ હિત-વચન વિચારજો, શાંતિથી સુખ થાય.” ૨૭ અર્થ:- પણ સમ્યક્ જ્ઞાનની સાથે સમ્યક્ આચરણ હોય તો જ મોક્ષનગરમાં જવાય એવું છે. કહ્યું છે કે – “જ્ઞાન ક્રિષ્ણામ્ મોક્ષ:' - મોક્ષશાસ્ત્ર “જ્ઞાન સાથે ક્રિયા હોય તો જ મોક્ષની પ્રાપ્તિ છે.” Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ આત્માને પરમ હિતકારી વચન છે, તેનો વિચાર કરજો. વિચાર કરી આચરણમાં મૂકવાથી જીવના વિકલ્પો શમી જઈ શાંતિ થાય, અને હૃદયમાં શાંતિ થયે આત્માનું નિરાકુલ એવું સાચું સુખ અનુભવાય. ||રા નાગચુગલ સુણ જિનવચન, ક્રૂર ભાવ ભેલ જાય; પદ્માવતી-ઘરણેન્દ્ર થઈ ગાય ઘર્મ-મહિમા ય. ૨૮ અર્થ :- નાગ-નાગણી બન્ને ભગવાન પાર્શ્વનાથના આવા વચન સાંભળીને અંતરમાં ક્રૂર ભાવ ભૂલી ગયા અને ભગવાનના શરણમાં દેહત્યાગ કરીને ભવનવાસી ઘરણેન્દ્રદેવ અને પદ્માવતીદેવી નામે અવતર્યા. અને ત્યાં પણ વીતરાગ થર્મનો સદૈવ મહિમા ગાવા લાગ્યા. If૨૮ાા નાગ-યુગલના ભાગ્યનો મહિમા કહ્યો ન જાય, પ્રભુદર્શન-પ્રાપ્તિ થઈ મરણ-સમય સુખદાય! ૨૯ અર્થ :- નાગ-નાગણી યુગલના ભાગ્યનો મહિમા કહ્યો જાય તેમ નથી, કે જેને મરણ વખતે સુખદાયક એવા પ્રભુના દર્શનની પ્રાપ્તિ થઈ અને ઉત્તમ વચનો કર્ણગોચર થયા. રા. મરણાંતે તપસી થયો જ્યોતિષ સંવરદેવ, પ્રભુ પાર્શ્વ સહજે ઘરે પરોપકારની ટેવ. ૩૦ અર્થ:- તે તાપસ કરીને સંવર નામનો જ્યોતિષી દેવ થયો. અને પ્રભુ પાર્શ્વકુમાર સદા પરોપકાર કરવાની ટેવને ઘારણ કરીને જગતના જીવોને સુખ આપતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. IT૩૦ના ત્રીસ વર્ષની વય થતાં બનતો એક બનાવ; દૂત અયોધ્યા નૃપતણો દર્શાવે શુભ ભાવ. ૩૧ અર્થ :- ભગવાન પાર્શ્વકુમારની ત્રીસ વર્ષની ઉંમર થતાં એક બનાવ બન્યો. અયોધ્યાનગરીના રાજાનો દૂત આવી પ્રભુના દર્શન કરી કહેવા લાગ્યો કે અમારી અયોધ્યા નગરીના મહારાજા જયસેનને આપના પ્રત્યે ઘણો જ પ્રેમ છે, તેથી આ ઉત્તમ રત્નો વગેરે વસ્તુઓની ભેટ આપને મોકલાવી છે. ૩૧ાા પાર્શ્વ પ્રભુ દૂતને પૂંછે : “કેમ અયોધ્યા સાર?” હાથ જોડી દૂતે કહ્યા તીર્થંકર-અવતાર. ૩૨ અર્થ - પાર્થપ્રભુ દૂતને પૂછવા લાગ્યા કે અયોધ્યાનગરમાં સારભૂત શું છે? ત્યારે હાથ જોડી દૂત બોલી ઊઠ્યો કે પ્રભુ! અયોધ્યા નગરીમાં તો અનેક તીર્થકરોએ અવતાર લીધા છે. ભગવાન ઋષભદેવ, અજીતનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ અને અનંતનાથ પ્રભુની તે જન્મભૂમિકા છે. ૩રા દીક્ષા, મોક્ષતણી કથા સુણી જાગ્યો વૈરાગ્ય “સ્વર્ગ-સુખો બહુ ભોગવ્યાં દેવભવે, અવ જાગ્ય. ૩૩ અર્થ :- પૂર્વ તીર્થકરોની તથા મોક્ષપ્રાપ્તિની કથા સાંભળીને પ્રભુને તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. અરે! પૂર્વે દેવના ભવમાં સ્વર્ગલોકના સુખો પણ આ જીવે ઘણીવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં, માટે હે જીવ, હવે તું જાગ. ૩૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ત્યાં તૃપ્તિ જો ના થઈ, નરભવમાં શું થાય? સાગરજળથી ના છીંપી તૃષ્ણા ટીપે જાય? ૩૪ અર્થ :• સ્વર્ગના સુખોથી પણ જીવને તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના તુચ્છ સુખોથી તૃપ્તિ કેવી રીતે થશે? સમુદ્રના જળથી જે તૃષા છીપી નહીં તે માત્ર જળના બિંદુ વડે કેમ છીપે? ।।૩૪।। ઇંથનથી અગ્નિ વર્ષ, નદીથી ન જલધિ ઘરાય, તેમ જ તૃષ્ણા પણ વધે ભોગે કી ન શમાય. ૩૫ અર્થ :— લાકડા નાખવાથી જેમ અગ્નિ વધે છે, નદીઓના જળથી જેમ જઘિ એટલે સમુદ્ર ધરાતો નથી. તેવી જ રીતે તૃષ્ણા પણ ભોગથી વૃદ્ધિ પામે છે પણ કદી શમાતી નથી. ।।૩૫।। અસિધારે મધ ચાટતાં ક્ષણ મુખ મીઠું જેમ, જીભ કપાતાં દુખ ઘણું વિષમ વિષય-ફળ તેમ. ૩૬ અર્થ :— અસિ એટલે તરવારની ધાર ઉપર ચોંટેલ મઘને ચાટતાં ક્ષણ માત્ર મોઢું મીઠું લાગે, પણ તરવારની ધારથી જીભ કપાઈ જતાં તેનું દુ:ખ ઘણું ભોગવું પડે છે. તેમ પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવતા તો ભલા લાગે પણ તેના ફળ ઘણા વિષમ દુઃખકર આવે છે. ।।૩૬।। જીવ વિષયવંશ ના ઘરે હ્રદયે ગુરુ-ઉપદેશ; પાપ બહુવિધ આચરે, દયા ઘરે નહિ લેશ. ૩૭ ૨૨૭ અર્થ :— વિષયને વશ પડેલો આ જીવ શ્રી ગુરુના ઉપદેશને હૃદયમાં ધારણ કરતો નથી અને અનેક = પ્રકારના પાપ આચરે છે. પણ પોતાના આત્માની દયાને લેશ માત્ર પણ હૃદયમાં વિચારતો નથી. ।।૩૭।। અસત્ય, ચોરી, જારીનું વિષય-પોષ છે મૂળ; પરિગ્રહ, આરંભો સાઁ તે અર્થે, જીવ-શૂળ. ૩૮ અર્થ :જૂઠ બોલવું કે ચોરી કરવી કે વ્યભિચાર સેવવા એ બધાનું મૂળ તો વિષય પોષવાની કામના છે. પરિગ્રહ ભેગો કરવો કે પાપ કાર્યના આરંભો કરવા તે સર્વ આના અર્થે છે. આવી મોહમયી પ્રવૃત્તિ જીવને કર્મ બંધાવનાર હોવાથી તે શૂળરૂપ જ છે. ।।૩૮।। જન સામાન્ય સમાન મેં ખોયાં વર્ષ અનેક, મમતાવશ તપ ના કર્યું, હવે ઘરું તુ ટેક. ૩૯ - અર્થ :– સામાન્ય લોકોની જેમ મેં અનેક વર્ષ જીવનના ખોઈ નાખ્યા. મમતાને વશ થઈ તપ પણ ના કર્યું. હવે દૃઢપણે ટેકને ઘારણ કરું, અર્થાત્ ઋષભદેવાદિ ભગવંતો જે માર્ગે ગયા તે માર્ગે જવાનો હવે દૃઢ નિશ્ચય કરું. ।।૩।। કરવી ઢીલ ઘટે નહીં, નરભવ આ વહી જાય,’ ભોગ-વિમુખ થઈને પ્રભુ ત્યાગે તત્પર થાય. ૪૦ અર્થ :— હવે ઢીલ કરવી ઉચિત નથી, અર્થાત્ સામાન્ય મનુષ્યની જેમ સંયમ વગર હવે કાળ નિર્ગમન કરવો મને ઉચિત નથી. મનુષ્યભવની અમૂલ્ય ક્ષણો સમયે સમયે વ્યતીત થઈ રહી છે એમ વિચારી પ્રભુ પાર્શ્વકુમાર ભોગથી વિમુખ થઈ સંસારને ત્યાગવા તત્પર થયા. ॥૪૦॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ લૌકાંતિક સુર આવિયા જાણી જિન-વૈરાગ્ય; સ્તુતિમંગલમય ઉચ્ચરે : “ઘન્ય !જિન, મહાભાગ્ય. ૪૧ અર્થ :– ભોગથી વિમુખ અને મોક્ષની સન્મુખ એવા પ્રભુના વૈરાગ્ય જાન્ની લોકાંતિક દેવો ત્યાં આવી ચઢ્યા. ભગવાનની મંગલમય સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે હૈ મહા ભાગ્યવાન! ઇન્દ્રિયોને જીતનાર જિન આપને ધન્ય છે.' ।।૪।। ઉદાસીન-અસિ આપની દેખી મોઠ પલાય, શિવ-રમણી રાજી થઈ, ભવિજન-મન હ૨ખાય. ૪૨ અર્થ :– પ્રભુની ઉદાસીનતારૂપી અસિ એટલે તરવારને જોઈને ચારિત્રમોહની સેના ભાગવા માંડી. તેથી મોક્ષરૂપી રમણી રાજી થઈ કે હવે મને પ્રભુ આવીને મળશે. તેમજ ભવ્યાત્માઓના મન પણ પ્રભુનો વૈરાગ્યભાવ જોઈ હર્ષિત થયા. ।।૪૨।। ભવજળ નિજ ભુજા બળે કેમ અપાર તરાય? પ્રભુવાણી-વિમાનથી બહુજન શિવપુર જાય. ૪૩ અર્થ :— આ સંસારરૂપી અપાર સમુદ્ર પોતાના ભુજબળે કેમ તરી શકાય? એ તો પ્રભુવાણીરૂપ વિમાનમાં બેસીને ઘણા ભવ્યો ભવસમુદ્રને ઓળંગી મોક્ષનગરીએ જાય છે. માટે આપનો આ સંસારત્યાગ ઘણા જીવોને કલ્યાણકારક થશે. ૪૩।। સ્વયંબુદ્ધને બોધ આ, રવિ જોવાને દીપ; અણઘટતું અમને છતાં, વિનતિ આપ સમીપ : ૪૪ અર્થ : = • સ્વયંબુદ્ધ એવા આપ પ્રભુ સમક્ષ આવા બોધસ્વરૂપ વચનો ઉચ્ચારવા તે તો સૂર્યને જોવા માટે દીપક ઘરવા સમાન છે. તે અમને અઘટિત છે, છતાં આપ સમીપ અમે એક વિનંતિ કરવા આવ્યા Art. 118811 અવસર આ દીક્ષાતો જણાવવાને કાજ, અમે નિયોગે આવિયે; જાણો છો જિનરાજ.” ૪૫ અર્થ :– આ અવસર આપનો દીક્ષા ગ્રહણ કરવાનો છે, એમ જણાવવાને માટે અમે નિયોગથી આવ્યા છીએ. તે હે જિનરાજ! આપ તો સર્વ જાણો છે. અનાદિકાળથી આવી પ્રથા છે કે ભગવાનને વૈરાગ્ય ઉપજે ત્યારે પાંચમા દેવલોકના અંતમાં રહેનારા આ બ્રહ્મચારી એકાવતારી લોકાંતિક દેવો આવીને પ્રભુને ધર્મોદ્ધાર કરવા દીક્ષા ગ્રહણ કરવાની વિનંતિ કરે છે. ।।૪૫।। પ્રભુ-ચરણે વંદન કરી લૌકાંતિક્ર સુર જાય, સૌધર્માદિ સ્વર્ગના ઇન્દ્રાદિક હરખાય. ૪૬ અર્થ • પ્રભુના ચરણકમળમાં વંદન કરીને આ લોકાંતિક દેવો પોતાના સ્થાને ગયા. પછી પ્રભુના = દીક્ષા ગ્રહણ કરવાના ભાવ જાણી સૌધર્મ આદિ સ્વર્ગલોકના ઇન્દ્રો પણ હર્ષિત થયા. ॥૪૬ તપ-કલ્યાણૢ કારણે આવે દેવ અને; ક્ષીર-સાગર જળ લાવીને કરે પ્રભુ-અભિષેક. ૪૭ અર્થ :– પ્રભુના તપ કલ્યાણક અથવા દીક્ષા કલ્યાણક નિમિત્તે લાખો દેવો આવી પહોંચ્યા. ક્ષીર Page #50 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨ ૨૯ સમુદ્રથી જળ લાવીને પ્રભુનો અભિષેક કર્યો. II૪ના વસ્ત્રાલંકારે સજી વિમળા પાલખીમાં ય. પાર્થપ્રભુ પઘરાવીને મેંકે અશ્વવનમાં ય. ૪૮ અર્થ - વસ્ત્ર અને અલંકારવડે પ્રભુને શણગારી વિમળા નામની પાલખીમાં પાર્થપ્રભુને બિરાજમાન કર્યા. તે પાલખીને ઉપાડી પ્રભુને અશ્વ નામના વનમાં લઈ ગયા. ૪૮ાા ઇન્દ્ર ઉપાડે પાલખી, અપાર જિન મહિમા ય! વડની નીચે ઊતરી, પ્રભુ દિગંબર થાય. ૪૯ અર્થ - પ્રભુની પાલખીને ઇન્દ્રોએ ઉપાડી. કેમકે જિન એવા પ્રભુનો મહિમા અપરંપાર છે. અશ્વવનમાં પ્રભુ વડની નીચે ઊતરી સર્વ વસ્ત્રાદિને પરિહરી દિગંબર થયા. દિગુ એટલે દિશા અને અંબર એટલે વસ્ત્ર, અર્થાત દિશા છે વસ્ત્ર જેના એવા દિગંબર થયા. IT૪૯ાા. પ્રભુ પંચ મુષ્ટિ વડે ઉપાડે શિર-કેશ, સર્વે પરિગ્રહ તર્જી બન્યા યથાજાત પરમેશ. ૫૦ અર્થ :- હવે પ્રભુએ પંચ મુષ્ટિ વડે માથાના સર્વ વાળ ઉખેડી નાખી, સર્વ પરિગ્રહને તજી દઈ, યથાજાત એટલે જેવા જન્મ્યા હતા તેવા દિગંબર બનીને તે પરમેશ્વરરૂપે હવે શોભવા લાગ્યા. /પા. માગશર વદિ એકાદશી પંચ-મહાવ્રતવાન, પાર્શ્વ-પ્રભુ સંયમ બળે લે મનપર્યવજ્ઞાન. ૫૧ અર્થ - માગશર વદી અગ્યારસને દિવસે પ્રભુ પંચમહાવ્રતધારી મુનિ બન્યા. તે જ દિવસે સંયમના બળે પાર્થપ્રભુને મનપર્યવજ્ઞાન ઉપર્યું. ૧પ૧પ. દેવ ગયા નિજ સ્થાનકે, પ્રભુ આરાઘે યોગ, ઘરે મૌન સમભાવ સહ, ટળે કર્મફૅપ રોગ. પર અર્થ :- સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા. અને પ્રભુ હવે મન વચન કાયાના યોગને સ્થિર કરવામાં તત્પર થયા. મૌનવ્રત ઘારણ કર્યું. અને આવેલ કર્મના ઉદયને સમભાવે સહન કરવા લાગ્યા. જેથી તેમનો કર્મરૂપી રોગ નાશ પામવા લાગ્યો. પરા દયા સ્વામીની સૌ ઉપર, સર્વતણા રખવાળ; જગવિજયી મોહાદિના ખરેખરા ક્ષય-કાળ. ૫૩ અર્થ :- પ્રભુની દયા સર્વ જીવો ઉપર છે. તે જીવની રક્ષા કરનાર છે. પણ જગત ઉપર વિજય મેળવનાર એવા મોહાદિ શત્રુઓને ક્ષય કરવા માટે તો ખરેખરા તે કાળ જેવા છે. પિયા વેર તજે વનચર ઑવો, ઘરે પરસ્પર પ્રીત, સિંહ રમાડે અજશિશું તલ્લું વર્તન વિપરીત.૫૪ અર્થ :- પ્રભુ જ્યાં વિચરે છે ત્યાં વનચર જીવો વેરભાવને ભૂલી જઈ પરસ્પર પ્રેમભાવે વર્તે છે. સિંહ જેવા કુર પ્રાણીઓ પણ પોતાનું વિપરીત વર્તન તજી દઈને અજ એટલે બકરીના બચ્ચાને પ્રેમપૂર્વક રમાડે છે. આ બધો પ્રભાવ જીવદયાથી ભરપૂર એવા પાર્શ્વ પ્રભુનો છે. પિત્તા Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એક વખત દીક્ષાવને પ્રભુ ઊભા બન શાંત; જ્યોતિષી સંવર કમઠર્જીવ જાય ગગન એકાંત. ૨૫ અર્થ :- એક વખત, જ્યાં દીક્ષા લીધી હતી તે જ વનમાં શાંત બનીને પ્રભુ ધ્યાનમાં ઊભા છે. ત્યાં કમઠનો જીવ જે સંવર નામે જ્યોતિષી દેવ થયો છે તે એકલો આકાશમાં થઈને જાય છે. પપાા વિમાન પ્રભુ પર ખળી રહે નભમાં છત્ર સમાન; અવધિજ્ઞાને દેવને થયું વેરનું ભાન. ૫૬ અર્થ :- સંવરદેવનું વિમાન પ્રભુ ઉપર આવતા છત્ર સમાન થઈને અટકી ગયું. ત્યારે અવધિજ્ઞાનથી જાણતાં તે દેવને પ્રભુ સાથે પોતાના પૂર્વભવના વેરનું સ્મરણ થયું. /પકા ક્રોઘ કરી વર્ષાવતો વર્ષા મુશળઘાર, પ્રબળ વાયુ ફૂંકી કરે જળથળ એકાકાર. ૫૭ અર્થ :- તેથી હવે ક્રોઘ કરીને પ્રભુ ઉપર તે મુશળધાર વરસાદ વર્ષાવવા લાગ્યો. માયાના બળે પ્રબળ વાયુ ફેંકીને જળ અને થળ એકાકાર ભાસે, સર્વત્ર પાણી જ દેખાય એમ કરવા લાગ્યો. //પણા ઘર કરાળ વૈક્રિયરૃપ બન નિર્દય દે ત્રાસ; અડોલ પ્રભુ ઊભા રહ્યા, ઉપસર્ગો સહીં ખાસ. ૫૮ અર્થ :- વૈક્રિય લબ્ધિવડે ભયંકર વિકરાળ રૂપ ઘારણ કરીને નિર્દય બની તે પ્રભુને ત્રાસ આપવા લાગ્યો. પણ પ્રભુ તો ઉપસર્ગોને સહન કરતાં અડોલપણે ત્યાં જ ઊભા રહ્યાં. પ૮ રત્નદીપની જ્યોતિ ના હાલે પવને જેમ, ચિત્ત અચલ પ્રભુનું રહ્યું આપત્તિમાં તેમ. ૫૯ અર્થ:- રત્નદીપકની જ્યોતિ કદી પવન વડે ચલાયમાન થાય નહીં, તેમ આપત્તિમાં પણ પ્રભુનું ચિત્ત સ્થિરતાને ભજે છે. પલા મેરુગિરિ ડોલે નહીં પ્રલય-પવનમાં જેમ, પાર્શ્વપ્રભુનો દેહ પણ હાલ્યો અલ્પ ન એમ. ૬૦ અર્થ – પ્રલયકાળનો પવન ફૂંકાય ત્યારે પણ મેરુપર્વત ડોલાયમાન થાય નહીં. તેમ પાર્થપ્રભુનો દેહ પણ કિંચિત્માત્ર હાલ્યો નહીં. ૬૦ના વિશ્વપૂજ્ય જિનચંદ્ર પર શૂળ નાખે એ દેવ, નિજ શિર પર આવી પડે, થિક દુર્જન કુટેવ. ૬૧ અર્થ :- વિશ્વપૂજ્ય તથા જિનોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુ ઉપર તે દેવ ધૂળ નાખે પણ તે જ પોતાના શિર ઉપર આવીને પડે છે. દુર્જનની આવી કુટેવને સદા ધિક્કાર છે. ૬૧. પ્રભું થકવવા પાર્ટીની રેલ ચઢાવી તુર્ત, કટિ-કંઠ-પૅર પૅર ચઢ્યું ચહે મારવા ઘૂર્ત. ૬૨ અર્થ - પ્રભુને થકવવા માટે તેણે વેગમાં પાણીની રેલ ચઢાવી. કટિ એટલે કમર સુઘી તથા Page #52 -------------------------------------------------------------------------- ________________ N શ્રી પાર્શ્વપ્રભુ ઉપર મઠનો ઉપસ - (( Page #53 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨ ૩૧ કંઠપુર એટલે ગળા સુધી પાણીનું પૂર ચઢાવી તે ધૂર્ત પ્રભુને મારવા ઇચ્છે છે. કરા પુણ્ય-ઉદયથી કંપતાં આસન એકાએક; ઘરણીન્દ્ર પદ્માવતી દોડી આવે છેક, ૬૩ અર્થ :- પ્રભુના પુણ્યોદયે એકાએક ઘરણીન્દ્ર તથા પદ્માવતીના આસન કંપાયમાન થયા. તેથી અવધિજ્ઞાનવડે જાણીને તરત જ પ્રભુ પાસે તે દોડી આવ્યા. IT૬૩ના પ્રભુ ચરણ-તળ સ્પર્શીને, નિજ પીઠે ઘર પાય. જળ ઉપર પ્રભુ આણિયા; ફણા છત્રપૅપ થાય. ૬૪ અર્થ:- પ્રભુના ચરણતળનો સ્પર્શ કરી, તે ચરણને પોતાની પીઠ ઉપર ઘરી, આવેલ પૂરના જળની ઉપર પ્રભુને લાવી દીઘા, તથા પ્રભુના શિર ઉપર છત્રરૂપે નાગની ફેણાઓ ઘારણ કરીને રહ્યો. //૬૪ પદ્માવર્તી પૂજા કરે સ્તુતિ મનોહર ગાય; સંવર ફણીપતિ-દ્રષ્ટિથી ડરીને નાસી જાય. ૬૫ અર્થ - પદ્માવતી દેવી પ્રભુની પૂજા કરીને મનોહર સ્તુતિ ગાવા લાગી. હવે તે સંવરદેવ જે પ્રભુને ઉપસર્ગ કરતો હતો તે આ ફણીપતિ ઘરણેન્દ્રની દ્રષ્ટિ પડતાંજ ડરીને ભાગી ગયો. ૬પાા કોલાહલ મટતાં પ્રભુ સક્ષમ ગુણસ્થાન, સ્થિર થઈને આદરે નિર્વિકલ્પક ધ્યાન. ૬૬ અર્થ :- આ કોલાહલ મટતાં પ્રભુ ધ્યાનમાં જે સાતમા ગુણસ્થાનમાં હતા, ત્યાંથી હવે વિશેષ સ્વરૂપમાં સ્થિરતા કરીને નિર્વિકલ્પ ધ્યાનને આદરવા લાગ્યા. ૬૬ાા. પ્રથમ શુક્લપદ ધ્યાનમાં ક્ષપકશ્રેણિ બળ સાર; બની શકે તો સર્વનો મોહ દહે, નહિ વાર. ૬૭ અર્થ - હવે પ્રભુ આઠમા ગુણસ્થાનમાં આવીને શુક્લધ્યાનનો પ્રથમ ભેદ તે પૃથકત્વવિતર્ક વીચાર નામે છે, તેને આદરવા લાગ્યા અને બળવાન સારરૂપ જે ક્ષપકશ્રેણિ છે તે પર આરૂઢ થયા. આ શુક્લધ્યાનની ક્ષપકશ્રેણિમાં એટલું બળ છે કે જો બની શકતું હોય તો સર્વ જીવોના મોહનીયકર્મને તે બાળી નાખે, તેમાં વાર લાગે નહીં. પણ બીજાના કમોને કોઈ લઈ શકતું નથી, તેથી તેમ થઈ શકતું નથી. IIકશો. બીજા શુક્લપદ ધ્યાનથી પ્રગટે કેવળજ્ઞાન; ફાગણ વદિ ચૌદશ દિને જ્ઞાન-મહોત્સવ માન. ૬૮ અર્થ :- હવે પૃથકત્વવિતર્ક વીચાર નામના શુક્લધ્યાનના પ્રથમ ભેદવડે જેના કષાયો ક્ષય થઈ ગયા છે તે મહામુનિ બીજા એકત્વવિતર્ક અવીચાર નામના શુક્લધ્યાનને ધ્યાવવાને યોગ્ય બને છે. તેથી ક્ષણમાત્રમાં તે સર્વ ઘાતીયાકર્મનો નાશ કરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. આ એકત્વવિતર્ક અવીચાર નામના બીજા શુક્લધ્યાનમાં યોગીપુરુષ પૃથકત્વરહિત એટલે જુદી જુદી રીતે વિચારરહિત પણ વિતર્ક એટલે ભાવકૃતસહિત એવું ધ્યાન કરતા એક દ્રવ્ય, એક અણુ અથવા એક પર્યાયને એક યોગથી ચિંતવન કરે છે. તેથી આ ધ્યાનરૂપી અગ્નિની જ્વાલાથી દર્શનાવરણ, જ્ઞાનાવરણ, Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મોહનીય અને અંતરાયકર્મના આવરણોને ક્ષણમાત્રમાં તે નષ્ટ કરી દે છે. અને કેવળજ્ઞાન પ્રગટાવી અત્યંત શુદ્ધ બની સમસ્ત લોકાલોકને તે યથાવત્ નિહાળે છે. તે સમયે ભગવાન સર્વકાળને માટે સર્વજ્ઞ બની જાય છે. અને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી થાય છે. ભાવથી તે ભગવંત મુક્ત બની જાય છે. એવું કેવળજ્ઞાન પ્રભુ પાર્શ્વનાથને ફાગણ વદી ચૌદસના દિવસે ઉત્પન્ન થયું. તે દિવસ પ્રભુના કેવળજ્ઞાન મહોત્સવનો છે. ૬૮ સર્વોપર ઉપકાર આ કલ્યાણકને કાજ, અતિ ઉત્સાહે આવિયો દેવેન્દ્રાદિ સમાજ. ૬૯ અર્થ :- સર્વોપરી ઉપકારી એવા આ કેવળજ્ઞાન કલ્યાણકને ઊજવવા માટે અતિ ઉત્સાહપૂર્વક ઇન્દ્રો દેવો વગેરે ત્યાં આવી પહોંચ્યા. અનુપમ સમવસરણ રચે ઉમટે ભવિર્જીવ ત્યાંય, પામે સુર-નર-વૃંદ ને પશુ-પંખી શિવછાંય. ૭૦ અર્થ :- દેવોએ અનુપમ સમવસરણની રચના કરી. જે જોઈને ભવ્ય લોકોના ટોળા ઉમટવા લાગ્યા. ત્યાં સમવસરણમાં દેવો અને મનુષ્યોના વૃંદ એટલે સમૂહ તથા પશુપક્ષીઓ પણ શિવછાંય એટલે આત્મકલ્યાણ કરવા માટે પ્રભુના ઉપદેશથી શીતળ છાયાનો અનુભવ કરવા લાગ્યા. I૭૦ાા દયાઘર્મ-મૂર્તિ પ્રભુ, અનહદ ધ્વનિ-ઉપદેશ, સમજે સૌ નિજ વાણીમાં રહે ન સંશય લેશ. ૭૧ અર્થ - દયાઘર્મની મૂર્તિ સમા પ્રભુ અનહદ એવી ૐકાર ધ્વનિવડે ઉપદેશ આપવા લાગ્યા. સર્વ જીવો પ્રભુના વચન અતિશયવડે પોતપોતાની ભાષામાં પ્રભુની વાણીને સમજવા લાગ્યા. કોઈને પણ લેશમાત્ર સંશય રહ્યો નહીં, અર્થાત્ સર્વની શંકાનું સમાધાન થઈ ગયું. ૭૧ના શત્રુ મિત્ર બની જતા સમવસરણની માંય, સર્પ-ફેણ પર દેડકાં રમે, ભીતિ નહિ કાંય. ૭૨ અર્થ - પ્રભુના સમવસરણની અંદર શત્રુઓ પણ મિત્ર બની જાય છે. સર્પની ફેણ ઉપર દેડકા રમે છે, તેમને પણ સર્વથી કોઈ ભીતી એટલે ભય લાગતો નથી. II૭રા બિલાડી-પગ ફૂંકતા ઉંદર ભય સૌ ખોય, મૃગપતિશિર મૃગ ચાટતા, પ્રેમ પરસ્પર હોય. ૭૩ અર્થ – બિલાડીના પગને નિર્ભય બનીને ઉંદર ફૂંકે છે. મૃગપતિ એટલે સિંહના મસ્તકને મૃગ એટલે હરણ ચાટે છે. એમ પરસ્પર એક બીજા પ્રત્યે પ્રેમભાવ દર્શાવે છે. સમવસરણમાં એવો પ્રભુનો પ્રતાપ છે કે જેના યોગબળે શત્રુઓ પણ પોતાના શત્રુત્વને ભૂલી જાય છે. ll૭૩મા ઇન્દ્ર પૂંજા પ્રભુની કરે સ્તુતિ કરી બેસી જાય; સ્વયંભૂં ગણઘર ગુણ મહા પ્રશ્ન પૂંછે સુખદાયઃ ૭૪ અર્થ - સમવસરણમાં પ્રથમ ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરીને બેસી જાય છે. પછી દશ ગણઘરોમાંના Page #55 -------------------------------------------------------------------------- ________________ મીરપુરમાં શ્રી ભીડભંજનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૩૩ મુખ્ય એવા સ્વયંભૂ નામના મહાગુણી ગન્નઘર, ભવ્યોના કલ્યાણ અર્થે સુખદાયક એવા પ્રશ્નો પ્રભુને પૂછવા લાગ્યા. ॥૪॥ “શું પ્રભુ જગમાં જાણવું? ભજવું, તજવું શું ય? ચાર ગતિ શાથી થતી? ઇચ્છું સુણવા હું ય.” ૭૫ અર્થ :– હે પ્રભુ ! આ જગતમાં જાણવા યોગ્ય શું છે ? તથા ભજવા યોગ્ય અને તજવા યોગ્ય શું છે ? તેમજ ચારગતિમાં જીવને શા કારણથી જવું પડે છે? એ વિષે હું પણ આપના મુખેથી સાંભળવા ઇચ્છું છું, તે કૃપા કરી કહો. ।।૭૫) * ‘“સુણ સ્વયંભૂ,” પ્રભુ કહે,‘સસ તત્ત્વસમુદાય, મુખ્ય જાણવા યોગ્ય છે; તેથી શ્રદ્ધા થાય.' ૭૬ અર્થ :– ત્યારે હવે પ્રથમ શું જાણવા યોગ્ય છે તે પ્રભુ કહે છે – પ્રભુ કહે, હે સ્વયંભૂ! તે સાંભળ. સાત તત્ત્વોનો સમુદાય એ જ મુખ્ય જાણવા યોગ્ય છે. જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા આ સાત તત્ત્વો છે. તે જાણવાથી જ જીવને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે અને તેની શ્રદ્ધા થાય છે. ।।૭૬।। જન્મ-મરણ જેથી ટળે, મોક્ષ-માર્ગ સમજાય, શિવકારણ જે ભાવ તે ગ્રહવા યોગ્ય ગણાય. ૭૭ અર્થ – તથા તે શ્રદ્ધા સહિત સંયમધર્મ પાળવાથી જીવના સર્વકાળના જન્મમરણ ટળે છે. આ મુખ્ય સાત તત્ત્વો જાણવાથી મોક્ષનો માર્ગ જીવને સમજાય છે. તથા મોક્ષના કારણરૂપ જે શુદ્ધભાવ છે તે ગ્રહણ કરવા યોગ્ય છે એમ જીવને લાગે છે. [૭૭]ા પ્રગટ-આત્મસ્વરૂપ નર ભજવા યોગ્ય મહાન, જેના વચનબળેવો પામે પદ્મ નિર્વાણ. ૭૮ અર્થ :– હવે શું ભજવા યોગ્ય છે તે જણાવે છે કે : મોક્ષની પ્રાપ્તિ અર્થે જેને આત્મસ્વરૂપ પ્રગટ છે તે જ મહાન પુરુષ સદૈવ ભજવા યોગ્ય છે. તે મહાપુરુષના વચનબળ જીવો મોક્ષમાર્ગ પામી નિર્વાણ એટલે મોક્ષપદને પામે છે. ।।૮।। દુઃખરૂપ જગવાસ આ, વિષયસુખો દુખમૂળ; વિષમ ભયંકર ભવ ગણી, તજ ભવભાવની શૂળ. ૭૯ અર્થ :— હવે શું તજવા યોગ્ય છે તે પ્રભુ જણાવે છે ઃ– આ જગતમાં વાસ કરવો એ જ દુઃખરૂપ છે. પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખની કલ્પના એ જ દુઃખનું મૂળ છે. આ સંસારને વિષમ અને ભયંકર જાણી, તે ભવભાવ એટલે સંસારભાવનાના મૂળ કારણ એવા રાગદ્વેષને શૂળરૂપ જાણી તેનો સર્વથા ત્યાગ કર. ૫૭૯૫ નકાદિક જગદુઃખનું પાપકર્મ છે મૂળ; સ્વર્ગાદિક સુખસંપદા પુણ્ય થકી અનુકૂળ. ૮૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હવે ચાર ગતિમાં જવાના કારણ શું છે તે જણાવે છે : અર્થ - જગતમાં નરક, તિર્યંચાદિ ગતિઓમાં દુઃખ ભોગવવાનું મૂળ કારણ તે પાપકર્મ છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ મૂર્છા અથવા સાત વ્યસન વગેરેથી જીવને પાપનો બંઘ થાય છે. તથા સ્વર્ગ, મનુષ્યાદિ ગતિયોમાં સુખસંપત્તિની અનુકૂળ સામગ્રી મળવી તે પુણ્ય થકી મળે છે. દાન, શીલ, તપ, ભાવ, ભક્તિ, સ્વાધ્યાય અને જપ આદિ કરવાથી જીવને પુણ્યનો બંધ થાય છે. ૧૮૦ના સતતત્ત્વમાં પ્રથમ જીંવ, નિજ ભૂંલથી ભમનાર, વ્યવહારે સંસાર ર્જીવ કર્મયોગ ઘરનાર. ૮૧ અર્થ - હવે જાણવા યોગ્ય જે સાત તત્ત્વ છે, તેને વિસ્તારથી સમજાવે છે : સાત તત્ત્વમાં પ્રથમ જીવ તત્ત્વ છે. જીવ પોતાના સ્વરૂપને ભૂલી જઈ પરને પોતાનું માની તે પ્રત્યે રાગદ્વેષ કરી આ સંસારમાં ભમ્યા કરે છે. વ્યવહારથી આ સંસારી જીવ કર્મયોગ સહિત છે. ૧૮૧ાા નિશ્ચય નિજ સ્વરૂપ તો શિવસુખનો ભંડાર; સર્વ કર્મ સત્સાઘને ક્ષય કીઘે ભવપાર– ૮૨ અર્થ – નિશ્ચયનયથી એટલે મૂળસ્વરૂપે જોતાં તો પોતાનો આત્મા જ મોક્ષસુખનો ભંડાર છે. સર્વ કમને સત્સાઘન વડે એટલે મોક્ષના ઉપાય એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિઆદિ વડે ક્ષય કરવાથી આ જીવ ભવપાર થઈ શકે એમ છે. ૮૨ા. લોકશિખર પર સિદ્ધ ઑવ અનંત શિવપદમાંહીં, પ્રગટ અનંત ગુણો સહિત, વસે આત્મસુખમાંહી. ૮૩ અર્થ - લોકશિખર એટલે લોકના અંતભાગમાં ભવપાર થયેલા અનંત સિદ્ધ જીવો સર્વકર્મથી મુક્ત એવા શિવપદમાં પોતાના અનંત પ્રગટ ગુણો સહિત આત્મસુખમાં બિરાજમાન થઈને રહેલા છે. દવા પુદ્ગલ, ઘર્મ, અથર્મ, નભ, કાલ, અર્જીવ અવઘાર; જીવ, અર્જીવ બે તત્ત્વકૅપ, દ્રવ્ય છયે વિચાર. ૮૪ અર્થ :- છ દ્રવ્યોનું બનેલું આ આખું વિશ્વ છે. તેમાંના જીવ દ્રવ્યની વાત ઉપરની ગાથાઓ વડે જણાવી. હવે બીજા દ્રવ્યો તે પુદ્ગલ, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, નભ એટલે આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય છે. આ પાંચે અજીવ દ્રવ્ય છે એમ હું માન. સંક્ષેપમાં જીવ અને અજીવ તત્ત્વ કહેતા તેમાં આ છએ દ્રવ્યોનો વિચાર સમાઈ જાય છે, કેમ કે એક જીવ દ્રવ્ય વિના બાકીના બઘા દ્રવ્યો અજીવ કહેતા જડ દ્રવ્યો છે. જે પોતે કોણ છે તેને પણ જાણતા નથી. ૮૪ આસ્રવ, સંવર, નિર્જરા, બંઘ, મોક્ષ પણ તેમ; જીવ-અજીવ-દશા કહી સૌ સર્વજ્ઞ એમ. ૮૫ અર્થ - તેમ આસ્રવ, સંવર, નિર્જરા, બંઘ અને મોક્ષતત્ત્વ એ જીવ અને સજીવ એમ બે તત્ત્વોના મિશ્રણથી ઉત્પન્ન થયેલી સર્વ અવસ્થાઓ છે એમ શ્રી સર્વશે જણાવ્યું છે. ૮પાા પુગલ મુખ્ય અજીવમાં, કર્મરૂપ એ થાય, પંચેન્દ્રિય, મનનો વિષય શૂલપણે સમજાય. ૮૬ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨૩ ૫. અર્થ - જીવ તત્ત્વ સિવાય બાકી બધા અજીવ તત્ત્વ છે. તે અજીવ તત્ત્વમાં પણ મુખ્ય પુગલ દ્રવ્ય છે, જે કર્મરૂપે પરિણમે છે. પુદ્ગલની બનેલી કાર્મણ વર્ગણાઓને કર્મરૂપે પરિણાવવામાં પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા થતા રાગદ્વેષના ભાવો છે. માટે કર્મ બાંઘવા એ પાંચ ઇન્દ્રિયો અને મનનો વિષય છે એમ સ્થળપણે સમજાય છે. સૂક્ષ્મપણે જોતાં તો આત્માના ભાવ જ કર્મબંઘનું કારણ છે. દિવ્ય જ્ઞાને સૂક્ષ્મ પણ મૂર્ત સ્વરૂપ જણાય; બાકી પાંચે દ્રવ્ય તો અમૂર્તરૂપ મનાય. ૮૭ અર્થ દિવ્યજ્ઞાન એટલે કેવળજ્ઞાન વડે પુદ્ગલ પરમાણુનું સૂક્ષ્મ મૂર્ત એટલે રૂપી સ્વરૂપ છે તે જણાય છે. બાકી પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજા જીવ, ઘર્મ, અઘર્મ, આકાશ અને કાળ દ્રવ્ય એ પાંચ દ્રવ્યો તો અમૂર્ત એટલે અરૂપી દ્રવ્યો છે. ૮ળા ગતિ સ્થિતિ પુદ્ગલ-જીવની ત્રિલોકમાં જે થાય; તેમાં ઘર્મ-અઘર્મ દે ઉદાસીન સહાય. ૮૮ અર્થ - પુદ્ગલ કે જીવ દ્રવ્યની ગતિ એટલે ચાલવાપણું કે સ્થિતિ એટલે એક ઠેકાણે સ્થિર રહેવાપણું, જે ત્રણેય લોકમાં થાય છે, તેમાં લોકમાં સર્વત્ર રહેલ ઘર્માસ્તિકાય દ્રવ્ય તે તે પદાર્થને ચાલવામાં તેમજ અઘર્માસ્તિકાય દ્રવ્ય તે તે પદાર્થને સ્થિર રહેવામાં ઉદાસીનરૂપે સહાયક હોય છે. ઉદાસીનરૂપે એટલે પોતે ચલાવે નહીં પણ જે પદાર્થ ચાલવા માંડે તેમાં તે ઉદાસીનપણે સહાયક હોય અથવા જે પદાર્થ સ્થિર રહે તે સ્થિરતામાં પણ તે ઉદાસીનપણે સહાયક હોય છે. ૮૮. તેમ જ નભ અવગાહને, પરિણમને દે કાળ; એમ અર્જીવ જડ તત્ત્વ સૌ લક્ષણથી જ નિહાળ. ૮૯ અર્થ - તેવી જ રીતે નભ એટલે આકાશ દ્રવ્ય છે. તે પદાર્થોને અવગાહના એટલે અવકાશ આપે છે. અર્થાત્ જગ્યા આપે છે તથા કાળ દ્રવ્ય છે તે પદાર્થના પરિણમનમાં સહાય કરે છે. જગતમાં રહેલ સર્વ દ્રવ્યોનો પરિણમનશીલ એવો સ્વભાવ છે. તેમાં આ કાળદ્રવ્ય સહાયભૂત છે. એમ પાંચેય અજીવ એવા જડ તત્ત્વોને તેના લક્ષણોથી જાણી શકાય છે. દા. જીંવ-લક્ષણ ઉપયોગ છે, તે ત્રણ ભેદે હોય; શુભ, અશુભ કે શુદ્ધઝુંપ; મોક્ષ શુદ્ધથી જાય. ૯૦ અર્થ - જીવ દ્રવ્યનું લક્ષણ જ્ઞાન ઉપયોગ છે. તેના ત્રણ ભેદ છે. તે શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગરૂપે છે. શુદ્ધ ઉપયોગથી જ જીવને મોક્ષ પ્રાપ્તિ થાય છે. II૯૦ના શુભ-અશુંભ ભવહેતુફેંપ પુણ્ય-પાપનું મૂળ; ભાવાસ્ત્રવરૃપ ભાવ તે, દ્રવ્યાસ્ત્રવ અનુકૂળ. ૯૧ અર્થ – શુભ અને અશુભ ઉપયોગ તે સંસારના કારણરૂપ છે અથવા પુણ્ય, પાપના મૂળ છે. શુભભાવ કરવાથી શુભ કર્મોનો આસ્રવ અને અશુભભાવ કરવાથી અશુભ કર્મોનો આસ્રવ થાય છે. તે શુભ કે અશુભ ભાવ દ્રવ્ય કર્મોના આમ્રવનું એટલે આવવાપણાનું કારણ બને છે. તેને આસ્રવ તત્ત્વ કહેવામાં આવે છે. II૯૧ાા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ *આસ્રવપૂર્વક બંઘ છે, ક્ષીર-નીર સમ જાણ; સર્વે આત્મપ્રદેશમાં અષ્ટકર્મનું સ્થાન. ૯૨ અર્થ - કર્મોનો આસ્રવ થવાથી તે જીવની સાથે બંઘાય છે, તેને બંધ તત્ત્વ કહે છે. પણ જીવ સાથેના આ કર્મબંઘને ક્ષીર-નીરવતુ જાણવો, અર્થાત્ દૂઘ અને પાણીની જેમ જુદા હોવા છતાં એકમેક થઈને રહ્યાં છે, તેવી જ રીતે કર્મ અને આત્માનો સંબંઘ જાણવો. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તે આત્મા સંસારી અવસ્થામાં પોતાના સર્વ પ્રદેશે જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મોથી બંઘાયેલો છે. I૯રા. તેમાં મુખ્ય મોહનીય સદ્ગોથે વહીં જાય; વીતરાગતા આદર્યે ઘણી નિર્જરા થાય. ૯૩ અર્થ - તે આઠેય કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ છે. તેના વળી બે ભેદ છે. તેનો પહેલો ભેદ દર્શન મોહનીય છે. તે સત્પષના બોઘથી હણાય છે. અને બીજો ભેદ ચારિત્રમોહનીયનો છે. તે જેમ વીતરાગતા વધતી જાય તેમ ચારિત્ર મોહનીયને આશ્રયે રહેલા કમની ઘણી નિર્જરા થતી જાય છે. II૯૩ાા પસંવર આત્મ-સ્થિરતા, ભાવ-નિર્જરા તે જ, સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષતત્ત્વ પોતે જ.”૯૪ અર્થ - આત્મામાં સ્થિરતા થતાં દ્રવ્યકર્મો આવતા રોકાય છે. તેને સંવરતત્ત્વ કહે છે. એમ વીતરાગભાવને આદરવાથી સત્તામાં પડેલા ઘણા કર્મોની નિર્જરા થાય છે તેને નિર્જરાતત્ત્વ કહે છે. એમ કરતાં કરતાં સર્વે કર્મો જ્યારે આત્મા ઉપરથી નિર્જરી જાય અર્થાત્ ક્ષય થઈ જાય તેને મોક્ષતત્ત્વ કહેવામાં આવે છે. સર્વ કર્મોથી મુક્ત થયેલો આત્મા પોતે મુક્ત સ્વરૂપ જ છે. ‘છો મોક્ષસ્વરૂપ.” I૯૪ જિનવાણી સુણ સર્વને થયો અતિ આનંદ; સૂર્ય-કિરણ સ્પર્શી ખીલે જેમ કમળનાં વૃંદ. ૯૫ અર્થ :- આ પ્રમાણે જિનેશ્વર પ્રભુની વાણી સાંભળીને સર્વને ઘણો આનંદ થયો. જેમ સૂર્યની કિરણના સ્પર્શથી કમળના સમૂહો ખીલી ઊઠે છે તેમ સર્વજનો અતિ ઉલ્લાસને પામ્યા. II૯પા ઘણા મહાવ્રત આદરે, અણુવ્રત ઘરમાં કોઈ; પશુ-પક્ષી પણ વ્રત બને, સુરને સમકિત હોય. ૯૬ અર્થ :- ઘણા મુમુક્ષુઓએ પંચ મહાવ્રત ઘારણ કર્યા. વળી કોઈએ શ્રાવકના અણુવ્રત અંગીકાર કર્યા. પશુપક્ષીઓએ પણ વ્રત લીઘા અને કેટલાય દેવતાઓ સમતિને પામ્યા. II૯૬ાા. કમઠ-જીવ પણ પ્રભુ કને પામ્યો સમકિત રત્ન, તાપસ-જીવો સાતસો, સુણી સાથે શિવયત્ન. ૯૭ અર્થ - પ્રભુ સાથે અનેક ભવસુઘી વેર લેનાર એવો કમઠનો જીવ પણ પ્રભુ પાસે આવી ઉપદેશ સાંભળીને સમકિતરૂપી રત્નને પામ્યો. સાતસો તાપસ જીવો પણ પ્રભુનો બોઘ સાંભળીને મોક્ષ માટે સાચો પુરુષાર્થ કરવા લાગ્યા. I૯શા. ઇન્દતણી વિનતિ સુણી કરવા જન-ઉપકાર, અનેક દેશ વિષે પ્રભુ, કરતા રહ્યા વિહાર. ૯૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાર્શ્વનાથ પરમાત્મા ભાગ-૩ ૨ ૩૭ અર્થ - શકેન્દ્રની વિનતિ સાંભળીને પ્રભુ, લોકોના ઉપકાર અર્થે અનેક દેશ વિદેશમાં વિહાર કરતા વિચર્યા. ૯૮ાા પ્રભુકૃપાથી મુનિ થયા સોળ હજાર પ્રમાણ; છવ્વીસ હજાર સાઘવી, શ્રાવક લાખ સુજાણ. ૯૯ અર્થ - પ્રભુની કૃપા વડે સોળ હજાર સાધુ થયા, છવ્વીસ હજાર સાધ્વી બની અને એક લાખ મનુષ્યો શ્રાવકઘર્મને પામ્યા. II૯૯થા શ્રાવિકા ત્રણ લાખ ગણ, પશુગણ પણ સંખ્યાત, અસંખ્ય દેવી દેવ સૌ શિવપંથે પ્રખ્યાત. ૧૦૦ અર્થ - ભગવાન પાસે ત્રણ લાખ શ્રાવિકાઓએ ગૃહસ્થઘર્મ અંગીકાર કર્યો તથા સંખ્યાત એવા પશુના સમૂહોએ પણ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. તેમજ અસંખ્યાત દેવી દેવતાઓ પણ મોક્ષના માર્ગે વળ્યા. એવા પરમોપકારી પ્રભુનો જગતમાં સદા જય જયકાર હો. ||૧૦૦ના વિચરી વર્ષ સિત્તેરથી કંઈક ઓછો કાળ, સમેતગિરિ-શિખરે પ્રભું કરે યોગ-સંભાળ. ૧૦૧ અર્થ - સિત્તેર વર્ષથી કંઈક ઓછા કાળ સુધી આ પૃથ્વીતલને પાવન કરી હવે ભગવાન પાર્શ્વનાથ સમેતશિખર પર્વત પર આવી પહોંચ્યા. ત્યાં મનવચન-કાયાના યોગની સંભાળ કરવા લાગ્યા અર્થાત્ મનવચનકાયાના યોગને ધ્યાનવડે સ્થિર કરવા લાગ્યા. /૧૦૧| ત્રીજા શુક્લપદ ધ્યાનથી જે સયોગી સ્થાન, સૂક્ષ્મ કાયયોગે રહી યોગ નિરોધે, માન. ૧૦૨ અર્થ - હવે ભગવંત સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામના ત્રીજા શુક્લધ્યાનના ભેદ વડે તેરમા સયોગી ગુણસ્થાનને તજવા લાગ્યા. તેના માટે આત્માને પ્રથમ બાદર કાયયોગમાં સ્થિર કરીને બાદર વચનયોગ અને બાદર મનયોગને સૂક્ષ્મ કરવા લાગ્યા. પછી બાદર કાયયોગને છોડીને સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ મનોયોગમાં સ્થિતિ કરીને બાદ કાયયોગને સૂક્ષ્મ કરવા લાગ્યા. ત્યારપછી સૂક્ષ્મ કાયયોગમાં સ્થિતિ કરીને ક્ષણમાત્રમાં તે જ સમયે વચનયોગ અને મનોયોગ બેયનો નિગ્રહ કરવા લાગ્યા. એમ સૂક્ષ્મ એક કાયયોગમાં સ્થિતિ કરીને જે ધ્યાન કરવા લાગ્યા તે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી નામનો શુક્લધ્યાનનો ત્રીજો ભેદ છે. એમ સૂક્ષ્મ કાયયોગમાં રહીને મનવચનકાયાના યોગનો પ્રભુ નિરોઘ કરવા લાગ્યા. II૧૦રા શુક્લ ધ્યાન અંતિમ પદે ક્રિયા સૂક્ષ્મ પણ નાંહિ, અલ્પ કાળ અયોગી રહી, સદા વસે શિવમાંહી. ૧૦૩ અર્થ :- હવે શુક્લધ્યાનનો અંતિમ ચોથો ભેદ તે વ્યુપરતક્રિયાનિવર્સી નામનો છે. તે ધ્યાનમાં સૂક્ષ્મક્રિયા પણ છૂટી જાય છે. અને અલ્પકાળ એટલે અ ઇ ઉ ઋ છું આટલા હ્રસ્વ અક્ષર માત્ર બોલીએ તેટલો કાળ તે અંતિમ ચૌદમા અયોગી ગુણસ્થાનકમાં સ્થિતિ કરીને સર્વ કર્મોથી રહિત થઈ તે શુદ્ધાત્મા ઊર્ધ્વગામી સ્વભાવવાળો હોવાથી ઉપર ઊઠીને મોક્ષસ્થાનમાં જઈ સદા ત્યાં નિવાસ કરે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ આ ચૌદમા અયોગી ગુણસ્થાનમાં શૈલેશીકરણ એટલે મેરુપર્વત જેવી અડગ સમાધિ હોય છે. જ્યાં મનવચનકાયાના બધા યોગ સ્થિર થાય છે. કેવળી ભગવંતને દેહ છોડતી વખતે એવી અડગ સમાઘિ હાય છે. પાંચ હ્રસ્વ અક્ષર ઉપર કહ્યા તે બોલીએ તેટલો જ વખત તે અડગ સમાઘિ રહે છે પછી સંપૂર્ણ કર્મોથી રતિ થયેલ આત્મા સિદ્ધ અવસ્થાને પામી લોકાન્તે જઈ સર્વકાળ સુખમાં બિરાજમાન થાય છે. ।।૧૦૩।। શ્રાવણ સુદ સાતમ દિને, પ્રભુ પામ્યા નિર્વાણ; શિવકલ્યાણક કાજ સૌ દેવ મળે તે સ્થાન. ૧૦૪ ૨૩૮ અર્થ :—શ્રાવણ સુદ સાતમના દિવસે પ્રભુ પાર્શ્વનાથ સમ્મેતશિખર ઉપર નિર્વાણ એટલે મોક્ષપદને પામ્યા. પ્રભુના મોક્ષકલ્યાણકને ઉજવવા માટે સર્વ દેવો તે સ્થાને આવી મળ્યા. ।।૧૦૪।। દાન-નયા-ભક્તિ કરી નિજ નિજ સ્થાને જાય, સદર્શન, મૈત્રી, ક્ષમા, ગ્રહો સાર સુખદાય. ૧૦૫ અર્થ :– પ્રભુની ભક્તિભાવે દહનક્રિયા એટલે અગ્નિસંસ્કારની ક્રિયા કરીને સર્વ દેવો પોતપોતાને સ્થાને ગયા. માટે હે ભવ્યો! તમે પણ આ સંસારને છોડી મોક્ષપદને પામો. તેના અર્થે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરો તથા સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ભાવો અને જે કર્મ ઉદયમાં આવે તેને સમતાએ ભોગવી લઈ ક્ષમાભાવને ધારણ કરો. કેમકે જગતમાં આ ઉત્તમ ગુણો જ સારભૂત છે. જે પરિણામે આત્માને અનંત શાશ્વત સુખના આપનાર છે. ।।૧૦૫।। ભગવાન પાર્શ્વનાથ કેવળજ્ઞાન પામી સર્વધા અસંગ થયા. તે અસંગતા કોને કહેવાય? તો કે સર્વ પરભાવથી છૂટીને આત્માના સહજાત્મસ્વરૂપમાં રમણતા કરવી એ જ ‘મહાપુરુષોની અસંગતા' છે. તે અસંગતા પરમસુખરૂપ છે. તે કેમ પ્રાપ્ત થાય? તેના ઉપાય જેમાં બતાવવામાં આવ્યા છે તે આ પાઠ છે. (૨૦) મહાત્માઓની અસંગતા (સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠપદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે - એ રાગ) * વંદન સદ્ગુરુપાદ-પદ્મમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું, ચકોર-ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ હું ય નિરંતર હૃદય ધરું; વિષય-વિરેચક વચનામૃત તુજ અંતોઁધ થવા ઊઁચરું, વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. અર્થ :- પરમકૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુ ભગવંતના પાદ પદ્મ એટલે ચરણકમળમાં પુનિત એટલે પવિત્ર, નિર્મળ પ્રેમભાવ સહિત વંદન કર્યા કરું તથા ચોર પક્ષીના ચિત્તમાં જેમ ચંદ્રમાનો વાસ છે તેમ હું પણ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતને સદા મારા હૃદયમાં ધારણ કરીને રાખું એવી મારી અભિલાષા છે. પાંચ ઇન્દ્રિયના વિષયોનું વિરેચન કરાવનાર એવા આપના વચનામૃતોને મારા અંતરઆત્માની Page #62 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૩૯ શોઘ કરવા માટે વારંવાર તેનો પાઠ કરું. અને તેમાં દર્શાવેલ આજ્ઞાઓને પણ વારંવાર વિચારી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરું. |૧|| જ્ઞાનદશા સહ વત્ય સદ્ગુરુ માત્ર અસંગ સ્વરૂપ થવા, જળ-કમળ સમ યોગ વિષે નિર્લેપ રહ્યા ભવરોગ જવા; કળિકાળમાં વિકટ કાર્ય કરવા કટિબદ્ધ પ્રબુદ્ધ થયા, અથાગ યત્ન અંતર્મુખ યોગે સાથી ભવબજ બાળી ગયા. અર્થ – શ્રીમદ્ સદ્ગુરુ ભગવંત માત્ર અસંગસ્વરૂપને પામવા માટે અર્થાત્ બાંધેલા કર્મોને ભોગવી તેથી નિવૃત્ત થવા અર્થે આત્મજ્ઞાનદશા સહિત માત્ર ઉદયાથીનપણે વર્યા. તેમજ ભવરોગ એટલે સંસારરૂપી રોગનું નિવારણ કરવા માટે મનવચનકાયાના યોગ પ્રવર્તાવવામાં પણ જળમાં કમળ રહે તેમ નિર્લેપ રહ્યા. આ ભયંકર કળિકાળમાં પણ આત્માનું વિકટ કાર્ય કરવા તેઓ કટિબદ્ધ એટલે કમર કસીને જાગ્રત રહી પ્રબુદ્ધ એટલે જ્ઞાની થયા. તથા અથાગ પુરુષાર્થ કરીને અંતર્મુખ ઉપયોગ રાખી આત્મકલ્યાણને સાથી ભવબીજ એટલે સંસારનું બીજ એવું જે મિથ્યાત્વ તેને બાળીને ભસ્મ કરી ગયા. રાા “સહજ સ્વરૂપે સ્થિતિ જીવની થયે મોક્ષ ડૂતરાગ કહે, સહજસ્વરૂપ રહિત નથી જીંવ, પણ નહિ તે નિજભાન લહે; સહજસ્વરૂપનું ભાન થવું તે સહજસ્વરૂપે સ્થિતિ સમજો, સહજસ્થિતિ ભૂલ્યો ર્જીવ સંગે, ભાન થવાને સંગ તજો. અર્થ :- સહજ આત્મસ્વરૂપમાં જીવની સ્થિતિ થાય તેને શ્રી વીતરાગ પ્રભુ મોક્ષ કહે છે. ૧. “સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે.” (વ.પૃ.૪૬૯) આપણો આત્મા મૂળસ્વરૂપે સહજ આત્મસ્વરૂપથી રહિત નથી. પણ હજુ સુધી તે પોતાના સ્વરૂપના ભાનને પામ્યો નથી. તે પોતાના સહજ સ્વરૂપનું જીવને ભાન થવું, તે જ જીવની સહજ સ્વરૂપે સ્થિતિ છે એમ જાણો. ૨. “સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.” (વ.પૃ.૪૬૯) પરપદાર્થનો મોહબુદ્ધિએ સંગ કરવાથી આ જીવ પોતાના આત્માની સહજઆત્મસ્વરૂપમય અનંતઋદ્ધિને જ ભૂલી ગયો છે. માટે તેનું ભાન થવા હવે સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરો. ૩. “સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે.” (વ.પૃ.૪૬૯) Ilal તીર્થકર, ગણઘર સૌ વદતા, ઉત્તમ એક અસંગપણું; સર્વે સત્સાઘન તે અર્થે ઉપદેશામાં એમ ગણું. સકળ સત્કૃત-વચન-ઉદધિ-જળ અસંગતા-અંજલિ વિષે. સમાય છે; વિદ્વાન, વિચારો; સાર સર્વનો એ જ દીસે. અર્થ :- તીર્થકર ભગવંતો કે ગણઘરો એ સર્વે એક અસંગપણાને જ સર્વોત્તમ કહે છે. તથા ભક્તિ, સ્વાધ્યાય, જપ, તપ વગેરે સર્વે સત્સાઘનો પણ તે માત્ર અસંગપણું પામવા માટે જ ઉપદેશવામાં આવ્યા છે એમ જાણો. ૪. “એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાઘન રહ્યાં છે.” (વ.પૃ.૪૬૯) Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સર્વ સલ્ફાસ્ત્રના વચનરૂપી ઉદધિ એટલે સમુદ્રનું જળ તે માત્ર અસંગતારૂપી હાથની અંજલિમાં જ સમાઈ જાય છે. માટે હે વિદ્વાનો આ અસંગતાના સ્વરૂપનો વિચાર કરો. કેમકે સર્વ શાસ્ત્રોનો સાર તે માત્ર અસંગપણું પામવું એ જ જણાય છે. ૫. “સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે.” (વ.પૃ.૪૬૯) જા. વર્ણન પરમાણુથી માંડી ચૌદ રજુભર લોકતણું વળી શૈલેશીકરણ સુઘીની સર્વ ક્રિયાનું સફળપણું ગણાય, અસંગપણું જો આવે. તે અર્થે સૌ કોઈ કરો; અસંગ લક્ષ ચૂંકી જ્ઞાનાદિ ક્રિયા કરી ભવમાં ન ફરો. અર્થ:- એક પરમાણુથી માંડીને ચૌદ રજુપ્રમાણ આ લોકનું વર્ણન કર્યું છે. તે તથા મેષોન્મેષથી માંડીને એટલે આંખના પલકારાના અસંખ્યાતમાં ભાગ માત્ર સમયની ક્રિયાથી માંડીને છેક ચૌદમાં ગુણસ્થાનની અંતિમ શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુઘીની સર્વ ક્રિયાનું વર્ણન ભગવંતે કર્યું છે. તે માત્ર આ અસંગતા પ્રાપ્ત કરવા અર્થે કર્યું છે. સર્વ ક્રિયાનું સફળપણું પણ આ અસંગતા આવે તો જ ગણાય છે. તે અસંગપણું પ્રાપ્ત કરવા અર્થે જ સર્વ ક્રિયા કરો. પણ અસંગતા પ્રાપ્ત કરવાનો લક્ષ ચૂકી જઈ જ્ઞાનાદિ કે તપાદિ ક્રિયા માત્ર કરી તેના ફળમાં ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ ન કરો. “એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.” (વ.પૃ.૪૬૯) //પા. સર્વ ભાવથી અસંગતા થવી દુષ્કરમાં દુષ્કર કરણી, આલંબન વણ તેની સિદ્ધિ થવી દુષ્કર અત્યંત ગણી, શ્રી તીર્થકર તેથી બોઘે સત્સંગતિ ભવજળ તરવા, અનુપમ આલંબન જગજીંવને સહજસ્વરૂપ-અસંગ થવા. અર્થ - સર્વ પરભાવથી છૂટવારૂપ અસંગપણું પામવું તે દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. માટે આલંબને એટલે કોઈ આઘાર વિના તેની સિદ્ધિ થવી તે અત્યંત દુષ્કર ગણી છે. તેથી શ્રી તીર્થકર ભગવંતો ભવજળ તરવા માટે સત્સંગનો આશ્રય કરવા બોઘ આપે છે. તે જગતવાસી જીવને સહજસ્વરૂપમય અસંગદશા પ્રાપ્ત કરવામાં અનુપમ આલંબન છે. કેમકે તે સત્સંગ પણ એક પ્રકારનો સંગ હોવા છતાં આત્માને અસંગ બનાવે છે. ૬. “સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાઘન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થકરે સત્સંગને તેનો આઘાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૬૯) ૬ાા. સત્સંગતિ પણ ઘણી વાર ભવ ભમતાં જીંવને મળી ગઈ, એમ વદે વીતરાગ પ્રભુ, સત્સંગ-સફળતા નથી થઈ; કારણ કે સત્સંગ ઓળખી જાણ્યો નથી અતિ હિતકારી, પરમ સ્નેહથી નથી ઉપાસ્યો, પ્રાસ તકે મૂંઢતા ઘારી. Page #64 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૧ અર્થ - “સત્સંગ પણ જીવને સંસારમાં ભ્રમણ કરતાં અનેકવાર મળી ગયો એમ શ્રી વીતરાગ ભગવંત કહે છે. પણ તે સત્સંગ સફળપણાને પ્રાપ્ત થયો નહીં. કેમકે તે સત્સંગને ઓળખી આત્માને તે પરમ હિતકારી છે એમ જાણ્યું નહીં. અને પરમપ્રેમે તે સત્સંગમાં થયેલ બોઘ અથવા આજ્ઞાને ભાવપૂર્વક ઉપાસી નહીં. એમ તક પ્રાપ્ત થયા છતાં પણ મૂઢતાને ઘારી તે તકનો ઉપયોગ જીવ કરી શક્યો નહીં. ૭. “તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાસ પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે.” (વ.પૃ.૪૬૯) IIળા. આ જ વાતની વિચારણાથી આત્મગુણ અમને પ્રગટ્યો, સહજસમાધિ સુથી જવાયુ તે સત્સંગતિ ભજો ભજો.” એ ઉદ્ગારો ગુરું રાજના સર્વ વિચારક ઉર ઘરો, બીજી વાત ટૂંકાવી, જન સૌ સદા સુસંગ કર્યા જ કરો. અર્થ :- ઉપરની ગાથામાં કહી એ જ વાતની વિચારણા કરવાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામ્યો એટલે આત્મગુણ પ્રગટ્યો અને છેક આત્માની સહજસમાઘિ એટલે આત્મપરિણામની સ્વસ્થતા સુધી જવાયું, તે આ બધો પ્રતાપ શ્રી સત્સંગનો છે. માટે હે ભવ્યો! તમે પણ એવી સત્સંગતિની ભજના કરો અર્થાત આત્મજ્ઞાની પુરુષોનો કે તેના વચનામૃતોનો જ સમાગમ કર્યા કરો એજ આત્મકલ્યાણનો સર્વથી શ્રેષ્ઠ અને સુગમ ઉપાય છે. “આ અમે કહ્યુ તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિ પર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.” (વ.પૃ.૪૬૯) ઉપર કહ્યા તે ઉદ્ગારો પરમકૃપાળુ શ્રી ગુરુરાજના છે. માટે સર્વ વિચારક ભવ્યો! આ વાતને હૃદયમાં ઘારણ કરી, તથા બીજી સર્વ સંસારી વાતને ટૂંકાવી સદા સત્સંગ કર્યા જ કરો. “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે.” (વ.પૃ.૭૫) IIટા પ્રથમ ગૌણ ગણ સૌ સાઘનને, ઉપાસવો સત્સંગ સદા, મુખ્ય હેતુ નિર્વાણ તણો તે, સર્વાર્પણ સહ અતિ ઉમદા; જરૂર તેથી સુલભ થશે સૌ સાઘન શિવ-સાઘક કાજે, “આતમ-સાક્ષાત્કાર અમારો” વચન દીધું આ ગુરુ રાજે. અર્થ - સહથી પહેલા બીજા સર્વ સાઘનને ગૌણ કરી સત્સંગની સદા ઉપાસના કરવી. કેમકે નિર્વાણ એટલે મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય કારણ તે છે. તે સત્સંગ અતિ ઉમદા એટલે ઘણો જ શ્રેષ્ઠ હોવાથી તેની સર્વાર્પણપણે એટલે મનવચન કાયાના ત્રણેય યોગ વડે તેની ઉપાસના કરવી. તે સત્સંગના બળે મોક્ષને સાથે એવા સર્વ સાધનની પ્રાપ્તિ સુલભ થઈ જશે. એવો અમારો ‘આત્મ-સાક્ષાત્કાર' એટલે આત્મ- અનુભવ છે તેથી કહીએ છીએ. એમ પરમકૃપાળુ શ્રી ગુરુરાજે આપણને આ વચન આપ્યું. ૮. “અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાઘનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાઘન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે.” (વ.પૃ.૪૬૯) “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રદાન કરી, સત્સંગને ગષવો; તેમ જ ઉપાસવો.” (વ.પૃ.૩૯૩) IITી. “તે સત્સંગતિ પ્રાપ્ત થયે કલ્યાણ કમાય ન જો ઑવ તો, જરૂર આ જીંવનો જ વાંક છે, અહિત-હેતું નથી તજતો. સત્સંગયોગ અપૂર્વ, અલભ્ય જ, અતિ દુર્લભ જગમાં જાણો, તેને બાદ કરે તે માઠાં કારણ ચાર ઉરે આણો : અર્થ:- તે સત્સંગ પ્રાપ્ત થયા છતાં પણ જો જીવ આત્મકલ્યાણરૂપી કમાણી કરે નહીં તો જરૂર આ જીવનો જ વાંક છે. કેમકે તેવા યોગમાં તેણે આત્માને અહિતકારી એવા માઠા કારણોનો ત્યાગ કર્યો નહીં. સત્સંગનો યોગ પ્રાપ્ત થવો તે અપૂર્વ વાત છે. તે અલભ્ય એટલે તેનો લાભ પ્રાપ્ત થવો સુલભ નથી. તે સત્સંગને આવા પાપમય જગતમાં પામવો તે અતિ દુર્લભ છે. એવો સત્સંગ પ્રાપ્ત થયો હોય છતાં પણ તેને બાથ કરે અથવા ફળવાન થવા ન દે એવા ચાર માઠી કારણ છે. તેને તમે ખાસ કરીને હૃદયમાં ધારણ કરી તેથી દૂર રહેવા સદા જાગૃત રહેજો. ૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાથ કરનાર એવા માઠાં કારણોનો ત્યાગ ન કર્યો!” (વ.પૃ.૪૬૯) I/૧૦ મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પરમાદ અને વિષયો–ચારે રોકી રહે જન-મન, તેથી સ–સંગ ઉપેક્ષા જીંવ ઘારે; તેથી જ સત્સંગ થાય સફળ ના, નિષ્ઠા એક ન સત્સંગે; જર્ફેર સફળ સત્સંગ થાય જો અપૂર્વ ભક્તિથી ઉર રંગે. અર્થ - તે ચાર માઠા કારણ નીચે પ્રમાણે છે – (૧) મિથ્યાગ્રહ (૨) સ્વચ્છંદપણું (૩) પ્રમાદ અને (૪) પાંચ ઇન્દ્રિયના વિષયો. એ ચારે વસ્તુઓ લોકોના મનને રોકી રાખે છે. તેથી જીવો સત્સંગની ઉપેક્ષા કરે છે, અર્થાત્ સત્સંગ કરવાની ખરી અભિલાષા થતી નથી. અને ઉપરોક્ત કારણોમાં મનને રોકી રાખવાથી મળેલ સત્સંગ પણ તેમને ફળવાન થતો નથી. અથવા સત્સંગમાં એકનિષ્ઠા એટલે દ્રઢશ્રદ્ધા ન આવી હોય કે આથી જ મારું કલ્યાણ થશે તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. પણ જો હૃદયના સાચા અપૂર્વ ભક્તિભાવથી સત્સંગની ઉપાસના કરી હોય તો જરૂર સત્સંગની સફળતા થાય. ૧૦. “મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં.” (વ.પૃ.૪૬૯) “અચિંત્ય જેનું માહાભ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” (પૃ.૬૫૨) “સત્સંગ ને સત્યસાઘના વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૭૦૩) ૧૧ના Page #66 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૩ એવી એક અપૂર્વ ભક્તિ સહ ઉપાસના સત્સંગતણી અલ્પકાળમાં નષ્ટ કરે મિથ્યાગ્રહ આદિ કુટેવ ઘણી; એમ અનુક્રમથી સૌ દોષ છૂંટી જીંવ થાય અસંગ સદા, એક અસંગ થવાને સેવો સત્સંગતિ સહુ નર-અમદા. અર્થ:- જો એવી એક અપૂર્વ ભાવભક્તિ સાથે સત્સંગની ખરા હૃદયથી ઉપાસના કરી હોય તો જીવના મિથ્યાગ્રહ એટલે ખોટી માન્યતાઓ કે ખોટા આગ્રહો કરવા આદિની ઘણી કુટેવો અલ્પકાળમાં નાશ પામી જાય. તથા ક્રમે કરીને તે જીવના સર્વ દોષો છૂટી જઈ સદાને માટે તે અસંગદશાને પામે. માટે એવી અનંતસુખરૂપ અસંગદશાને પામવા માટે હે નર કે પ્રમદાઓ એટલે નારીઓ! તમે સર્વ એક સત્સંગની જ ઉપાસના કર્યા કરો. “જો એવી એક અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.” (વ.પૃ.૪૬૯) I/૧૨ાા. પરહિત-હેતું સત્સંગની ઓળખ અતિ દુર્લભ ભવમાં, થાય મહત્ કો પુણ્યયોગથી ઓળખાણ ઊંડી ઑવમાંકે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ ઉર સાખ પૂરે; તો સંકોચવી જફૅર પ્રવૃત્તિ જીવે તક સમજી ઉરે. અર્થ - આત્માને પરમહિતકારી એવા સત્સંગની ઓળખાણ થવી જીવને જગતમાં અતિ દુર્લભ છે. કોઈ મહતું એટલે મહાન પુણ્યનો ઉદય થવાથી જ તે સત્સંગની ખરેખરી ઊંડી ઓળખાણ જીવમાં થઈ શકે છે. તેવી ઓળખાણ થયે જો નિશ્ચય થાય કે આ જ સત્સંગ છે, આ જ સપુરુષ છે એમ પોતાનું હૃદય સાક્ષી પૂરતું હોય, તો તેણે હદયમાં આ તરવાની સાચી તક મળી આવી છે એમ માનીને સંસારની મિથ્યાપ્રવૃત્તિને જરૂર સંકોચવી. કેમકે આરંભ અને પરિગ્રહ એ જ વૈરાગ્ય ઉપશમના કાળ છે. ૧૧. “સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહતું પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી.” (વ.પૃ.૪૭૦) /૧૩ણી. વળી દોષ પોતાના જોવા ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો, પ્રતિ પ્રસંગે, બાર્ક નજરે, જોઈ ક્ષણ કરવા આર્યો; મરણ સ્વીકારો, પણ ના ભક્તિ-સ્નેહ બીજે વઘવા દેજો, તે સત્સંગ જ જીવન જાણી ભવહેતું ભણી ઘૂંઠ દેજો. અર્થ :- તથા પોતાના દોષો ક્ષણે ક્ષણે કોઈપણ કાર્ય કરતાં અથવા પ્રત્યેક પ્રસંગે બારીક નજરે એટલે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, અને આર્યપુરુષોએ તે દોષને જોયા પછી પરિક્ષણ કરવા. પરિ એટલે ચારે બાજાથી જોઈ તે દોષોને ક્ષીણ કરવા, રહેવા દેવા નહીં. તે સત્સંગને માટે દેહત્યાગ કરવાનો અવસર આવે તો મરણ સ્વીકારવું પણ તે સત્સંગથી વિશેષ ભક્તિસ્નેહ બીજા કોઈ પદાર્થને વિષે થવા દેવો નહીં; એવો દ્રઢ નિશ્ચય રાખવો. તે સત્સંગને જ પોતાનું જીવન જાણી સંસારના કારણો ભણી પૂઠ દેજો, અર્થાત્ પ્રમાદે કરીને સ્વાદલપટતા આદિ દોષોના કારણે સત્સંગમાં પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી, એમ જાણીને પુરુષાર્થ વીર્ય આત્મ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કલ્યાણ સાધવા માટે ગોપવશો નહીં. “પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવાનું અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.” (વ.પૃ.૪૭૦) ૧૪ સત્સંગતિ તે સન્દુરુષ છે; થઈ ઓળખ પણ જો ન રહે યોગ નિરંતર, તો સત્સંગે પ્રાપ્ત થયેલો બોઘ ચહે; પ્રત્યક્ષ સગુરુ તુલ્ય જાણ તે બોઘ વિચારે ફરી ફરી. તે આરાધ્યે સમકિત ઊપજે; અપૂર્વ વાત આ ખરેખરી !” અર્થ :- સતુ એટલે આત્મા. એવો આત્મા જેને પ્રાપ્ત છે એવા પુરુષનો સંગ તે સત્સંગ છે. એવા સત્સંગનું કે એવા સત્પરુષનું ઓળખાણ થયા છતાં પણ તેનો યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી જે બોઘ પ્રાપ્ત થયો છે તે બોઘને પ્રત્યક્ષ સદગુરુ જ મને ઉપદેશ કરી રહ્યા છે એમ જાણીને વારંવાર વિચારવો તથા આરાઘવો અર્થાત્ તે પ્રમાણે વર્તવું. એ પ્રમાણે આરાઘન કરવાથી જીવને પૂર્વે કદી ઊપજ્યું નથી એવું અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે. આ ખરેખરી અદ્ભુત વાત છે, અર્થાત્ સપુરુષના પરોક્ષપણામાં પણ તે સત્પષની વીતરાગ મુદ્રાને કે તેમના વચનામૃતોને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી આરાઘન કરવાથી સમકિત પામી શકાય છે. ૧૨. “સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાઘવો કે જે આરાઘનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૭૦) ૧૫ના “જીંવે મુખ્યમાં મુખ્ય રાખવો અવશ્ય નિશ્ચય આ રીતે, માત્ર આત્મહિતાર્થે જીંવવું, કરવું તે પણ તે પ્રીતે; ઉદયબળે ત્રિયોગ-વર્તના થતી હોય તે ભલે થતી. તો પણ યોગરહિત થવાને કરું ઘીમે ઘીમે કમતી. અર્થ - જીવે મુખ્યમાં મુખ્ય એવો નિશ્ચય અવશ્ય રાખવો કે મારે જે કંઈ પણ કરવું છે તે આત્માના હિત અર્થે જ ભક્તિભાવસહિત કરવું છે, અને તેને માટે જ જીવન જીવવું છે. તે આત્મકલ્યાણનો લક્ષ ભૂલ્યા વગર કર્યોદયના બળથી મનવચનકાયારૂપ એ ત્રિયોગની પ્રવર્તન જેમ થતી હોય તેમ થવા દઈને પણ તે ત્રણેય યોગથી રહિત એવી અયોગી કેવળીની દશા પ્રાપ્ત કરવા માટે ઘીમે ઘીમે સર્વ પ્રવૃત્તિને ઘટાડતા ઘટાડતા તેનો સર્વથા અંત આણું. કેમકે સર્વ દુઃખથી મુક્ત થવાનો સાચો ઉપાય એ જ છે. ૧૩. “જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે.” (વ.પૃ.૪૭૦) /૧૬ાા તે માટે મિથ્યાગ્રહ તજવો, વળી સ્વચ્છેદ પ્રમાદ તજો, ઇન્દ્રિયના વિષયો જીંતવા, એ મુખ્ય ઉપાય સદા સમજો; Page #68 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા સત્સંગ-યોગ વિષે આરાઘન અવશ્ય આનું કર્યા જ કરો; વિયોગમાં તો જરૂર જરૂર તે આરાધન કર્દી ના વીસરો. અર્થ :— તે પ્રવૃત્તિને સંકોચવા માટે મિથ્યાગ્રહને તજવો અને સ્વચ્છંદપણે વર્તવાનું મૂકી દેવું, તથા અનાદિનો શત્રુ એવો પ્રમાદ છે તેને છોડવો, તેમજ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવની આસક્તિ છે તેને ત્યાગી ઇન્દ્રિય વિજયી બનવું. પ્રવૃત્તિને સંકોચવા માટેનો ઇન્દ્રિય વિજય એ પ્રથમ મુખ્ય ઉપાય છે એમ સદા ધ્યાનમાં રાખવું, સત્સંગના યોગમાં તો આ ચાર બાબતોનું અવશ્ય આરાધન કર્યા જ કરવું તથા સત્સંગના વિયોગમાં તો જરૂર જરૂરથી આનું આરાધન કર્યા જ રહેવું, એ વાતને કદી પણ વિસરવી નહીં. ૨૪૫ “તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યાં જ કરવા;” (વ.પૂ.૪૯૦′ ||૧૩|| સુસંગ-પ્રસંગે ન્યૂનપણું જીવનું દૂર થાય સુસંગ-બળે; સ્વાત્મબળ વિણ વિયોગમાં તો સાઘન અન્ય ન કોઈ મળે. નિજબળ પણ સત્સંગે પ્રાપ્ત થયેલા બોધ ભણી ન વળે, વર્લ્ડ નહિ જો બોધ પ્રમાણે, તજે પ્રમાદ ન પળે પળે, અર્થ :– સત્સંગના પ્રસંગમાં જીવનું પુરુષાર્થબળ ઓછું હોય તો સત્સંગના બળે તે જીવનું ન્યૂનપણું દૂર થવા યોગ્ય છે. પણ સત્સંગના વિયોગમાં તો માત્ર એક પોતાનું સ્વઆત્મબળ જ સાધન છે. તે સિવાય બીજું કોઈ તેને બળ આપનાર સાધન નથી. માટે સત્સંગના વિયોગમાં સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને વિચારી પોતાનું બળ વાપરીને તે પ્રમાણે વર્તે નહીં, વર્તવામાં થતા પ્રમાદને પળે પળે છોડે નહીં, તો જીવનું કોઈ દિવસે પણ કલ્યાણ થાય નહીં. “કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાઘન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોઘને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.” (વ.પૂ.૪૯૦૬ ||૧૮|| તો કલ્યાણ ન કોઈ દિવસે થાય જીવનું કોઈ વડે,” આ શિખામણ અમૃત સરખી જીવ ભૂલી ભવમાં રખડે. અસંગતાનો માર્ગ અનુપમ, અતિ સંક્ષેપે આમ કહ્યો; સમકિત પામ્યા વિણ નહિ કદીયે અસંગતામાં કોઈ રહ્યો. = અર્થ :— ઉપર પ્રમાણે સત્સંગના વિયોગમાં આત્મબળ પ્રગટાવે નહીં, તો કોઈ બીજા સાધન વડે જીવનું કલ્યાણ કોઈ દિવસે પન્ન થાય નહીં. આ પરમકૃપાળુદેવે આપેલી અમૃત સરખી શિખામણ છે. તેને જો જીવ ભૂલી જશે તો ફરીથી અનંત સંસારમાં જ રખડ્યા કરશે. અસંગતા પ્રાપ્ત કરવાનો આ અનુપમ માર્ગ પરમકૃપાળુદેવે અતિ સંક્ષેપમાં આપણને ઉપર પ્રમાણે જણાવ્યો છે. સમકિત પામ્યા વગર કોઈ પણ જીવ કદીએ અસંગતામાં રહી શક્યો નથી. માટે પ્રથમ સત્પુરુષની આજ્ઞાને અનુસરી સમક્તિ પામી અસંગતા પ્રાપ્ત કરવી એ જ જીવને શ્રેયરૂપ છે. ‘‘સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ વાક્યો મમHજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યા છે.” (વ.પૃ.૪૭૦) I/૧૯ો. સમ્યગ્દષ્ટિ મહાપુરુષની અંતર્ચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસ સહી. મહારાજ્ય-વૈભવના ભોગી, યોગી અનુપમ તો ય કહ્યા, ઘોર રણે માનવ-વઘ કરતા, અહો! અહિંસક તો ય રહ્યા. અર્થ - સમ્યવ્રુષ્ટિ મહાપુરુષની અંતર્ધાત્મચર્યા ઘણી ગહન હોય છે. તે બોલે છે છતાં સદા મૌન છે કેમકે તેમને બોલવાનો ભાવ નથી. ખાતા છતાં પણ ઉપવાસી છે કેમકે એ માત્ર શરીર ટકાવવાં આસક્તિ રહિતપણે ભોજન લે છે. મહાન છ ખંડ રાજ્યવૈભવના ભોગી હોય તો પણ તેમને અનુપમ યોગી કહ્યાં છે. કેમકે તેમને રાજ્ય પ્રત્યે અંતરથી મમત્વભાવ નથી. તેમજ ઘોર રણભૂમિમાં માનવનો વઘ કરવા છતાં પણ અહો! આશ્ચર્ય છે કે તેમને અહિંસક ગણવામાં આવ્યા છે. કેમકે તેમનું પ્રવર્તન રાજ્યની ન્યાયનીતિ પ્રમાણે દુષ્ટને શિક્ષા અને સર્જનની રક્ષા કરવા અર્થે કેવળ ઇચ્છારહિતપણે હોય છે. એકવાર ભરત ચક્રવર્તીને યુદ્ધ ભૂમિમાં માનવવઘ કરતા જાણી પુંડરિક ગણઘરે ભગવાન ઋષભદેવને પૂછ્યું કે ભગવંત! હમણાં ભરતના પરિણામ કેવા વર્તતા હશે? ત્યારે પ્રભુ કહે—તારા જેવા. અહો! ક્યાં ચાર જ્ઞાનના ઘર્તા શ્રી પુંડરિક ગણથર અને ક્યાં યુદ્ધ કરતા ભરત મહારાજા. પરિણામની લીલા આશ્ચર્યકારક છે. ૨૦ દધિ મથતાં માખણ જે જાયું પિંડàપે રહે છાશ વિષે, તોપણ તેમાં કદી ભળે નહિ; જ્ઞાનદશા ય અપૂર્વ દીસે. આત્મ-અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહિ ગાઈ શકે; અંતર્યાગ સુદ્રષ્ટિ ઉરે વસતો, વચને ન સમાઈ શકે. અર્થ :- દથિ એટલે દહિંને મથતાં નિકળેલ માખણ જે છાસ ઉપર પિંડરૂપે જામી રહે છે, તે ફરી કદી પણ છાસમાં ભળતું નથી. તેમ જ્ઞાની પુરુષોની જ્ઞાનદશા પણ તેવી જ અપૂર્વ છે કે જે એકવાર પ્રગટ્યા પછી ફરી તે જ્ઞાની પુરુષો સંસારમાં પ્રથમની જેમ ભળી શકતા નથી. કેમકે તેમના અંતરમાં ભેદ પડી જાય છે. એકવાર અનાદિ મિથ્યાત્વના મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય કે સમકિત મોહનીયરૂપે ત્રણ ટુકડા થયા પછી તે ફરી કદી એકરૂપે થવાના નથી. ભલે તે સમકિતને વમી નાખે તોપણ તે ટુકડાઓ એક થવાના નથી. આમ આત્મઅનુભવનો મહિમા કોઈ કવિ ગમે તેટલા કાવ્ય રચે તો પણ ગાઈ શકે નહીં. જે સમ્યવ્રુષ્ટિ મહાત્માના હૃદયમાં સાચો અંતર્યાગ વસે છે, તેનું વર્ણન વચન દ્વારા કોઈ રીતે પણ થઈ શકે એમ નથી. કેમકે તે અંતરંગ આત્મચર્યા છે. ગરવા મસ્યવઘ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાથી નભમાં ફરતું મત્સ્ય વધવા લક્ષ કહ્યો; તેમ મહાત્મા સમ્યવ્રુષ્ટિ જણાય જન સામાન્ય સમા, ક્રિયા અનેક કરે નહિ ચૂકે આત્મ-મહાભ્ય, ન અન્ય તમા. અર્થ :- હવે એ મહાત્માઓની કેવી અસંગ અંતરંગ આત્મચર્યા હોય છે તે નીચે સમજાવે છે : Page #70 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૭ મસ્યવેદ એટલે માછલીને વીંઘનાર વ્યક્તિને જોઈ લોકોને એમ જણાય કે આ તો નીચે જલમાં જોઈ રહ્યો છે પણ તે તો શર એટલે બાણને ખેંચી નભ એટલે આકાશમાં રહેલા મત્સ્ય કહેતા માછલાની પુતલીને વીંઘવા માટે તાકી રહ્યો છે. તેમ સમ્યવ્રુષ્ટિ મહાત્માઓ દેખાવે સામાન્ય માણસ જેવા જણાય, ક્રિયા પણ અનેક કરતા હોય છતાં તેમના હૃદયમાં રહેલ આત્માનું માહાત્મ તેને કદી ચૂકતા નથી. અર્થાત્ ભૂલતા નથી. તેમના મનમાં બીજા કોઈ જગતના પદાર્થની તમા એટલે ઇચ્છા નથી. તે તો હૃદયથી સાવ નિર્લેપ છે. પુરા ચક્રવર્તી યુદ્ધોથી પાપી પરિગ્રહી છે ય ખંડ તણો, કયી ગતિમાં જાશે એવો વણિક કરે વિચાર ઘણો; ભરત ચક્રવર્તી ત્યાં થઈને જાય જનો સન્માન કરે, વણિક વિમુખ વિચારે ડૂળ્યો બેસી રહે નિજ હાટ પરે. અર્થ :- ચક્રવર્તી અનેક યુદ્ધો કરવાથી પાપી છે, છ ખંડનો અધિપતિ હોવાથી મહા પરિગ્રહી છે. માટે તે કઈ ગતિમાં જશે, એ સંબંધી ઘણા વિચાર એક વણિક પોતાની દુકાન ઉપર બેઠો બેઠો કરતો હતો. તે સમયે ભરત ચક્રવર્તીની સવારી તે તરફ થઈને જવા લાગી. ત્યારે સર્વ નગરજનો તેમનું સન્માન કરવા લાગ્યા. પણ તે વણિક તો આવા વિમુખ એટલે વિપરીત વિચારમાં ડૂબેલો હોવાથી પોતાની દુકાન ઉપર જ બેસી રહ્યો અને ભરત મહારાજાનું સન્માન કર્યું નહીં. ૨૩. ભરતભૂપ-નજરે ચઢતાં તે અવધિજ્ઞાને કળી ગયા, સૈનિક પાસે પકડાવીને વણિક પર અતિ શુદ્ધ થયા; ફરમાવી ફાંસીની શિક્ષા, મહાજનો ત્યાં વીનવી રહ્યા, “અલ્પ અપરાથી-શિર ભારે દંડ ઘટે નહિ, કરો દયા.” અર્થ - ભરત મહારાજાની નજરે તે વણિક આવી ગયો. મહારાજાએ અવધિજ્ઞાનથી બચી પરિસ્થિતિને યથાયોગ્ય જાણી લીધી. પછી સૈનિકને મોકલી તે વણિકને પકડાવી, મહારાજા તેના ઉપર અતિ ક્રોધાયમાન થયા અને ફાંસીની શિક્ષા ફરમાવી દીધી. તેથી નગરના મહાજનો ચક્રવર્તીને વિનંતિ કરવા લાગ્યા કે મહારાજ! આટલા અલ્પ અપરાધીને શિરે આટલો ભારે ફાંસીનો દંડ કરવો ઘટતો નથી માટે તેના ઉપર દયા કરો. રજા “એક જ શરતે રહે જીવતો; ”કહે ભૂપ,“જો આમ કરે, ટોકે તેલ વડે ભર થાળ લઈ શિર પર સહુ નગર ફરે; ટીપું તેલ ઢળે તે સાથે શિર કપાશે અસિ-ઘારે, ચોકી વણિક તણી કરશે આ રક્ષક ખુલ્લી તરવારે.” અર્થ :- તેના જવાબમાં મહારાજા ભરતચક્રી કહેવા લાગ્યા કે આ એક જ શરતે જીવતો રહી શકે; જો હું કહું છું તેમ કરે તો. તે આ કે ટોકે એટલે ટોચ સુઘી તેલનો ભરેલો થાળ શિર પર લઈને આખા નગરમાં ફરે. તેલનું ટીપું એક પણ ઢોળાવું જોઈએ નહીં. નહીં તો તલવારની ઘારે શિર કાપી નાખવામાં આવશે. તેના માટે ખુલ્લી તરવારે આ રક્ષકો આ વણિકની ચોકી કરશે. રપા ભયભરી શરતે પણ બચવાની બારી સુણી તૈયાર થયો, થાળ ભરી ચૌટાં ચોરાશી ફરી નગર નૃપ પાસે ગયો. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઘણી સાવઘાનીથી થાળી નૃપ-ચરણે ઍક નમન કરે, “આપ કૃપાથી રહ્યો જીવતો” કહી શ્વાસ નિરાંતે ભરે. અર્થ - ભયથી ભરેલી શરત હોવા છતાં પણ મરણથી બચવાની બારી મળી ગઈ એમ જાણી તે તેમ કરવા તૈયાર થયો. તેલથી ભરેલા થાળને ઉપાડી આખા નગરના ચોરાશી ચૌટામાં ફરીને રાજા પાસે આવી ઘણી સાવધાનીથી થાળને રાજાના ચરણમાં મૂકીને કહેવા લાગ્યો કે મહારાજ ! આપની કૃપાએ જીવતો રહ્યો છું. એમ કહી નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં સુધી શ્વાસ અદ્ધર હતા કે જો ટીપું પડી ગયું તો મારું માથું કપાઈ જશે. ૨૬ાા ભરત ભૂપ સ્મિત સહ ઉપદેશે: “આજ નથી મરનાર તમે; પ્રથમ જાણી શિખામણ કાજે કૃત્રિમ ક્રોઘ કરેલ અમે. નગર વિષે ઉત્સવની આજ્ઞા કરી હતી સૌ સ્થાન વિષે કહો બધે ફરતાં શું જોયું? કયી ચીજ સુંદર અતિશે?” અર્થ - હવે ભરત મહારાજા સ્મિત એટલે સહજ મોટું મલકાવીને કહેવા લાગ્યા કે આજ તમે મરનાર નથી એ અમે પ્રથમ અવધિજ્ઞાનથી જાણીને શિખામણ આપવા માટે જ આ કૃત્રિમ ક્રોઘ કરેલ છે. તથા નગરમાં ઉત્સવની આજ્ઞા કરીને સૌ સ્થાનને શણગારવા જણાવેલ, તે બધામાંથી કહો તમે બધે ફરતા તેમાંથી શું શું જોયું? તેમાં કઈ ચીજ અતિ સુંદર છે? તે કહો. ૨શા. વણિક કહેઃ “નથી મેં કંઈ દીઠું, જીવ હતો મુજ થાળ વિષે; કોઈ પ્રકારે રહું જીવતો એ વણ વાત ન અન્ય દીસે. મરણ તણો ભય ભારે માથે, ઊંચા શ્વાસે નગર ફર્યો, ગમે તેમ કરી નજર ન ચૂક્યો; આપ કૃપાથી હું ઊગર્યો.” અર્થ - ત્યારે વણિક કહેવા લાગ્યો કે મહારાજ! મેં એમાંથી કંઈ જોયું નથી. મારો જીવ તો થાળમાં હતો. હું કોઈ પ્રકારે પણ જીવતો રહું એ વિના બીજી વાત મારા હૃદયમાં કાંઈપણ હતી નહીં. મારે માથે તો મરણનો ભય હતો, તેથી ઊંચા શ્વાસે હું તો આખું નગર ફર્યો છું. ગમે તેમ કરીને પણ થાળમાંથી હું નજર ચૂક્યો નહીં અને આપની કૃપાથી આજે હું ઊગરી ગયો છું, અર્થાત્ બચી ગયો છું. ૨૮ ભરત ચક્રવર્તી કહે, “ભાઈ, એક જ ભવનું મરણ ટળે, તે માટે તું નજર ન ચૂક્યો, ઉત્સવ-આનંદે ન ભળે; પણ મારે છે મરણ ટાળવાં ભવો અનંત તણાં હમણાં, તો કહે કેમ નજર હું ચૂકું? રાજ્ય, રિદ્ધિ ને યુદ્ધ ઘણાં. અર્થ :- હવે ભરત ચક્રવર્તી કહેવા લાગ્યા કે ભાઈ, એક જ ભવનું તારું મરણ ટળે તેના માટે તું નજર ચૂક્યો નહીં અને ઉત્સવમાં થતા આનંદમાં તું ભૂલ્યો નહીં. જ્યારે મારે તો અનંતભવના મરણ આજ ભવમાં ટાળવાં છે. તો કહે હું કેમ નજર ચૂકું ? મારે તો અનેક રાજકાજ, રિદ્ધિ અને યુદ્ધ કરવા પડે છે. તેમાં હું ભાવપૂર્વક આત્મઉપયોગને લગાવું તો મારા જન્મમરણ કેમ ટળે? Il૨૯ 2ષભદેવનું વચન નિરંતર મુજ મન માંહી રમણ કરે, તુચ્છ જગત તેથી ભાસે છે ઉદાસીનતા ઉર ઊભરે; Page #72 -------------------------------------------------------------------------- ________________ દુકાને બેઠો વિચાર કરતો વિણક ભરત ચતવર્તીની બજારમાં સવારી બજારમાં તેલની ભરેલી થાળી ઉપાડીને ફરતો વણિક ભરતી થવાની શ્રીનાથ GOOD વણિક લીધેલ દીક્ષા સભામાં ભરત ચક્રવર્તી કરેલ વણિકને શિક્ષા પોતાની અંતરદશા વર્ણવતા ચક્રવર્તી શ્રી ભરત Page #73 -------------------------------------------------------------------------- ________________ (૨૦) મહાત્માઓની અસંગતા ૨૪૯ તો કહે પાપ પ્રવેશે ક્યાંથી? ક્રમ હૂંટવાનો મળી ગયો, તે નિઃશંકપણે આરાશું, મુક્તભાવ દ્રઢ ઉરે રહ્યો.” અર્થ - ભગવાન ઋષભદેવનું વચન નિરંતર મારા મનમાં રમણ કરી રહ્યું છે. તેથી આ આખું જગત મને તુચ્છ ભાસે છે. તથા વૈરાગ્યના હૃદયમાં ઉભરા આવે છે. તો કહો મારામાં પાપ ક્યાંથી પ્રવેશી શકે? કેમકે ભગવાન ઋષભદેવના પ્રતાપે મને કર્મોથી છૂટવાનો ક્રમ મળી ગયો છે. તેની નિશંકપણે આરાઘના કરું છું તથા મારા હૃદયમાં સંસારના દુઃખોથી મુક્ત થવાનો ભાવ દ્રઢપણે રહેલો છે. ll૩૦ાા વણિક કહે: “મુજ ઘન્ય ભાગ્ય!પ્રભુ, શિવગામી-નજરે ચઢિયો, આત્મજ્ઞાનની ગહન દશાનો ઉકેલ મુજ શ્રવણે પડિયો, મરણસ્વરૂપ બતાવી આપે, ચઢાવિયો સાચી વાટે, સત્ય, દયા, પ્રભુ પાળી આપે, અમાપ, રંક હૃદય માટે. અર્થ - હવે વણિક કહેવા લાગ્યો કે અહો! મારા ઘન્ય ભાગ્ય છે કે આવા મોક્ષગામી અલિપ્ત પ્રભુ મારી નજરે ચઢયા તથા આત્મજ્ઞાની પુરુષની અંતરંગ ગહનદશાનો ઉકેલ આજે મારા શ્રવણે પડ્યો અથોતુ મારા કાને તે દશાનો મર્મ આજે સ્પષ્ટ સાંભળવામાં આવ્યો. મરણનું સાક્ષાત્ સ્વરૂપ કેવું હોય તે આજે આપે મને બતાવી સાચા મોક્ષના માર્ગે ચઢાવી દીધો. હે પ્રભુ! મારા જેવા રંકના હૃદયને જાગૃત કરવા માટે આપે અમાપ સત્ય દયા પાળી છે એમ હવે હું માનું છું. In૩૧ના શરણ આપનું સદા રહો, ભવ-જળ તરવા મુજ નાવ બનો, આપ કહો તે કરું હવે હું, વીત્યો મોહ સ્વજન-ભવનો.” ભરત ભૂપ કહે, “નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા, હું સંસાર-ઉપાધિમાં છું, ઘરું ભાવ દીક્ષા લેવા. અર્થ:- આપ જેવા મહાન આત્માનું મને હવે સદા શરણ રહો. તથા સંસારરૂપી સમુદ્રના જળને તરવા માટે આપ નાવ સમાન બની રહો. આપ જે કહો તે કરવા તૈયાર છું. કેમકે આ ભવના સ્વજનો પ્રત્યેનો મારો મોહ હવે ઊતરી ગયો છે. તે સાંભળી ભરતેશ્વર બોલ્યા કે તમે તો નિકટ ભવ્ય છો, નમસ્કાર કરવા જેવા છો. જ્યારે હું તો પ્રારબ્બાથીન સંસારની ઉપાધિમાં પડ્યો છું; પણ દીક્ષા ગ્રહણ કરવાના ભાવ રાખું છું. Iકરા પણ પ્રારબ્ધ હજી ખેંચે છે, ત્યાગ તણું બળ નહિ ભાળ; આપ ચાહો કલ્યાણ અચૂંક તો ઋષભ શરણ લ્યો રઢિયાળું. અખિલ વિશ્વના નાથ સમીપે અસંગતા-રસમાં રમજો, પ્રથમ ચિત્ત દુભાવ્યું તે મુજ વર્તન, ભાવમુનિ, ખમજો.” અર્થ :- ચક્રવર્તી કહે હજ મારું પ્રારબ્ધ અને સંસાર ભણી ખેંચે છે. તેથી કરીને જોઈએ તેવું બાહ્યત્યાગનું બળ મારામાં હજા હું જોતો નથી. પણ આપ જો અચૂકપણે આત્મકલ્યાણને જ ઇચ્છતા હો તો ઋષભ પરમાત્માનું રઢિયાળું એવું શરણ અંગીકાર કરો. અખિલ એટલે સમસ્ત જગતના નાથ એવા ઋષભદેવ પ્રભુની સમીપે સર્વસંગ પરિત્યાગ કરી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્માના અનુભવરસમાં સદા કેલી કરજો તથા હે ભાવમુનિ! પ્રથમ મેં તમારું જે ચિત્ત દુભાવ્યું તેની તમો મારા પ્રતિ ક્ષમા કરજો. ૩૩ વિકટ કાર્ય છેએક સમય પણ કેવળ અસંગ બની, ટકવું; ત્રિલોકને વશ કરવા કરતાં વધુ વિકટ છે સ્થિર થવું. એવા અસંગપણે ત્રિકાળ રહે પુરુષાર્થ વિશેષ ઘરી, તે જયવંત મહાત્માઓની ઓળખાણ પડવી અઘરી. અર્થ :- એક સમય પણ કેવળ અસંગ બનીને સ્વરૂપમાં સ્થિર રહેવું તે ત્રણેય લોકને વશ કરવા કરતાં પણ વધુ વિકટ કાર્ય છે. એવા અસંગાણામાં પુરુષાર્થ વિશેષ આદરીને જે ત્રણે કાળ રહે છે, એવા કર્મોને હણી વિજય પામેલા મહાત્માઓની ઓળખાણ જગતમાં પડવી ઘણી દુર્લભ છે. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવા સત્પરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.” (વ.પૃ.૨૬૯) I[૩૪ો. અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ જેટલો નિજ ભાવે નિવર્તવો તે ત્યાગ ગણે જિન, અસંગતા તેથી આવે; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવથી અસંગતા વર્તે જેને, અટળ અનુભવ સ્વરૃપ-લીનતા થયે મુક્ત દશા તેને. અર્થ - અન્ય પદાર્થ પ્રત્યે અનાદિથી થયેલો તાદાભ્ય અધ્યાસ એટલે એકમેક ભાવે થયેલો ગાઢ અભ્યાસ તે આત્મામાંથી નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તેથી જ અસંગતા જીવમાં આવે છે. “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી નિત્યાગ કહે છે.”(પૃ.૪૫૨) જગતમાં રહેલા સર્વ દ્રવ્યો એટલે પદાર્થો પ્રત્યે જેને આસક્તિ નથી, કોઈપણ પ્રકારના ક્ષેત્ર પ્રત્યે જેને રાગ નથી, ગમે તેવો કાળ એટલે સમય હોય તો પણ જેને કોઈ બાધ નથી અથવા ગમે તેવા રાગદ્વેષના નિમિત્ત હોવા છતાં પણ જેના ભાવમાં કોઈ અંતર પડતો નથી, એવું અસંગપણું જેને વર્તે છે તેને આત્માનો અટલ અનુભવ થાય છે. અને સ્વસ્વરૂપમાં લીનતા થયે તે મહાત્મા જીવતા છતાં મુક્તદશાને પામે છે. “બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે “મુક્ત” છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે.” (વ.પૃ.૬૦૪) //૩પા. અબોલ, અપ્રતિબદ્ધ, અસંગ, વિકલ્પરહિત થઈ મુક્ત થતા; તે ભગવાન સમા સત્પરુષો આમ અસંગપદે ચઢતા; ત્રણે કાળમાં પોતાનો મૈં દેહાદિથી સંબંધ નથી, એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું હું તન-મનથી. અર્થ - એવી મુક્તદશાને પામેલા પુરુષો અબોલ એટલે મૌન થાય છે. તેમને બોલવાનો ભાવ નહીં હોવાથી પરમાર્થે બોલતાં છતાં પણ તેઓ મૌન છે. અપ્રતિબદ્ધ એટલે સર્વ પ્રકારના પ્રતિબંઘથી તેઓ Page #75 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૫ ૧ મૂકાય છે. કોઈનો પણ સંગ કરવાનો અભિલાષ નહીં હોવાથી અસંગ બને છે. તથા ઉદયાથીન માત્ર વર્તન હોવાથી સર્વ પ્રકારના વિકલ્પથી તેઓ રહિત થાય છે. એવા પુરુષો કેવળજ્ઞાન પામી સર્વથા ઘાતીયા કમોંથી મૂકાઈ જઈ જીવતાં છતાં મુક્તપણે પામે છે. ઉપરોક્ત પ્રમાણે ભગવાન સમાન સન્દુરુષો અસંગપદમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરે છે. “તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.” (વ.પૃ.૪૦૪) ત્રણે કાળમાં પોતાને આ દેહાદિ પદાર્થોથી કોઈ સંબંઘ જ નથી એવી અપૂર્વ અસંગદશા જેણે પ્રાપ્ત કરી છે, તેવા મહાત્માઓને હું તનથી એટલે શરીર નમાવીને દ્રવ્યથી તથા મનથી એટલે સાચા હૃદયના ઉત્કૃષ્ટ ભાવોલ્લાસથી વારંવાર પ્રણામ કરું છું. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંઘ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.” (વ.પૃ.૯૦૪) I/૩૬ાા મહાત્માઓને અસંગતા જ પ્રિય છે. તે પ્રાપ્ત થયે જીવની સર્વોત્કૃષ્ટ શુદ્ધિ થાય છે. તે માટે “શ્રીમદ્ રાજચંદ્ર” પત્રાંક ૮૩૨માં જણાવે છે કે – “સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ” અર્થાત્ પાંચ ઇન્દ્રિયના વિષયો. ક્રોથાદિ કષાયો તથા પરિગ્રહાદિમાં મમત્વભાવનો ત્યાગ કરી આત્માની શુદ્ધિ કરો. જેટલી શદ્ધિ તેટલો આત્માનો આનંદ અનુભવવામાં આવશે. એવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ મુક્તિ કેમ મેળવવી તેના ઉપાય અત્રે બતાવવામાં આવે છે. (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ (મનમંદિર આવો રે કહું એક વાતલડી-એ રાગ) મનમંદિર આવો રે, મહા પ્રભુ, રાજ ઘણી, દિલ દર્શન તરસે રે, અપૂર્વ પ્રત્યક્ષ ગણી. મન૦ ૧ અર્થ - હે મહાપ્રભુ રાજ રાજેશ્વર! આપ મારા ઘણી એટલે આત્માના નાથ છો. માટે મારા મનરૂપી મંદિરમાં આપ પધારો. મારું મન સમ્યગદર્શન માટે તલસી રહ્યું છે. જેની પ્રાપ્તિ પૂર્વે અનાદિકાળના ભવભ્રમણમાં ક્યારેય થઈ નહીં, તે હવે આપના દ્વારા પ્રત્યક્ષ થઈ શકશે, એમ માનીને મારા મનમંદિરમાં પઘારવા આપને હું વિનંતી કરું છું. /૧|| તુજ વાણી મનોહર રે સ્વભાવ-પ્રકાશશશી, ઊડે ચિત્ત-ચકોરી રે શ્રી રાજપ્રભા-તરસી. મન ૨ અર્થ :- હે પ્રભુ! આપની અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી વાણી મનોહર છે, અર્થાત્ મારા મનને હરણ કરનારી છે. તથા મારા આત્મસ્વભાવને પ્રકાશવામાં તે શશી એટલે ચંદ્રમા સમાન છે. વળી મારું ચિત્તરૂપી ચકોર પક્ષી આપ રાજપ્રભુના ચંદ્રમા સમાન જ્ઞાનપ્રકાશને પામવા અર્થે જ તરસી રહ્યું છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તેથી હે નાથ! આપ જરૂર મારા મનરૂપી મંદિરમાં પથારી મને આત્મશાંતિના દાતાર થાઓ. સારા સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે પ્રભુ તુજ ઉર રમી, તુજ ભક્તિ-પ્રસાદે રે મને પણ એહ ગમી. મન૦ ૩ અર્થ - હે પ્રભુ! આત્માની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિ તે તો આપના હૃદયમાં સદાય રમી રહી છે. પણ આપના શુદ્ધ આત્માની ભક્તિરૂપી પ્રસાદી મને મળવાથી મારા મનને પણ એ જ આત્માની સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ગમી ગઈ છે કેમકે “ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળજ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. (વ.પૃ.૫૩૦) /ફા. સમ્યકત્વ દશાથી રે ઋદ્ધિ-સિદ્ધિ જીવ વરે, સમ્યક તપ-જ્ઞાને રે વળી બહુ લબ્ધિ વરે. મન ૪ અર્થ :- આત્માની શુદ્ધ સ્વરૂપમય નિર્મળ સમ્યક્દશા પ્રાપ્ત થયે જીવ ઋદ્ધિ-સિદ્ધિને પામે છે અર્થાત્ દર્શન પ્રાપ્ત થયા પછી આવી નિર્મળ દશા આત્માની હોય છે તથા સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ તપ વડે વળી તે નિર્મળ આત્મા બહુ લબ્ધિને પામે છે. જેમ ગૌતમ સ્વામીએ લબ્ધિના બળે ખીરના પાત્રમાં અંગૂઠો રાખી પંદરસો તાપસને જમાડ્યા હતા. “અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણો ભંડાર.” અથવા વિષ્ણુ મુનિએ નમુચિ મંત્રીના મુનિઓ પર થતા ઉપદ્રવને વિક્રિયા ઋદ્ધિ વડે મોટું શરીર કરીને નિવાર્યો હતો. તેમજ ૫.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ સંદેશર ગામમાં ભક્તિ નિમિત્તે આવેલ ત્રણ હજાર માણસનું અકસ્માત પાંચ હજાર થઈ જવાથી ટૂંક સમયમાં રસોઈ બની શકશે નહીં અને બઘાને જમાડી શકાશે નહીં, એમ મુમુક્ષુઓના કહેવાથી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ અક્ષીણ મહાન ઋદ્ધિના બળે ભોજન સામગ્રીને વસ્ત્ર વડે ઢંકાવી બધાને જમાડવાનો આદેશ આપ્યો હતો. જેથી બઘા જમી રહ્યા પછી પણ ભોજન સામગ્રી વધી હતી. તે રિદ્ધિઓના પ્રકાર આ પ્રમાણે છે : ૧. આઠ રિદ્ધિઓ : (૧) બુદ્ધિ ઋદ્ધિ (જ્ઞાન વૃદ્ધિ), (૨) ચારણ ક્રિયા ઋદ્ધિ (જ્યાં ઇચ્છે ત્યાં ગમન કરવાની શક્તિ), (૩) વિક્રિયા ઋદ્ધિ (શરીરનાં નાના પ્રકારનાં રૂપ બનાવી લેવા તે), (૪) તપ ઋદ્ધિ (જેથી કઠિન તપ કરી શકાય તે), (૫) બલ ઋદ્ધિ (જેના વડે મન વચન કાયાનું બળ મનમાન્યું કરી શકાય), (૬) ઔષધિ ઋદ્ધિ (જેનો પરસેવો અથવા શરીરની હવા સ્પર્શવાથી લોકોના રોગ દૂર થઈ જાય તે), (૭) રસ ઋદ્ધિ (જેના બળથી લખું સૂકું ભોજન પણ રસમય અને પૌષ્ટિક થઈ જાય) (૮) અક્ષીણ મહાન ઋદ્ધિ (જેના પ્રભાવથી ભોજન સામગ્રી અથવા સ્થાન વધી જાય.)” નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૬૫) અષ્ટ મહાસિદ્ધિઓ નીચે પ્રમાણે છે :૧. મહિમા સિદ્ધિ - કહેતા શરીરાદિકને મેરુપર્વત કરતાં પણ મોટાં કરવાની શક્તિ. ૨. લઘિમા - કહેતા શરીરાદિકને વાયુ કરતાં પણ લઘુ કરવાની શક્તિ. ૩. ગરિમા :- કહેતા શરીરાદિકને ઇન્દ્રના વજ થકી પણ અત્યંત ભારે કરવાની શક્તિ. ૪. પ્રાપ્તિ - કહેતા ભૂમિએ રહ્યાં છતાં અંગુલને મેરૂના શિખરે પહોંચાડવાની શક્તિ. ૫. પ્રાકામ્ય :- કહેતા પાણીને વિષે પણ પૃથ્વીની પેઠે ગમનાદિ કરવાની શક્તિ. ૬. ઈશિતા :- કહેતા રૈલોક્ય રિદ્ધિકરણ તથા તીર્થકર, ચક્રવર્તી, ઇન્દ્રઆદિ રિદ્ધિ વિદુર્વાની શક્તિ. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨ ૫૩ ૭. વશિતા - કહેતા સર્વ જીવને વશ કરવાની શક્તિ. ૮. અપ્રતિઘાત - કહેતા પર્વતમાં પણ પ્રવેશ કરવાની શક્તિ. વળી તે ઉપરાંત પણ અંતર્ધાન, અદ્રશ્યકરણ, નાનારૂપકરણ ઇત્યાદિ અનેક ચમત્કારિક શક્તિ જીવને પ્રાપ્ત થઈ શકે છે. “(૨)લબ્ધિ = પ્રાપ્તિ; કોઈ ગુણ સમ્યકત્વ આદિ પ્રાપ્ત થાય તે લબ્ધિ છે તથા રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર આદિને પણ લોકો લબ્ધિ કહે છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૨૦૫) શ્રીમદ્ રાજચંદ્ર' માંથી – “જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઇત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બથી શક્તિઓ આત્માને આશીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.” -વ્યાખ્યાનમાર-૨ (પૃ.૭૭૯) “લબ્ધિ, સિદ્ધિ સાચી છે; અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વઘારવાથી તે આવે છે.” -વ્યાખ્યાનસાર-૨ (પૃ.૭૭૯-૮૦) “અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, “ૐ' આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આત્મશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી.” (વ.પૃ.૪૬૭) “ઉપદેશામૃત' માંથી :- અત્રે કોઈ અદભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી.” (પૃ.૧૬) વીતરાગ સ્વભાવે રે મહામુનિ મોહ હણી, વરે કેવળ-લબ્ધિ રે નવે નિજ ગુણ ગણી. મન ૫ અર્થ - મહામુનિ તો પોતાના આત્માનો વીતરાગ સ્વભાવ પ્રગટાવી, પરપદાર્થ પ્રત્યે રહેલા મોહને સર્વથા હણી કેવળજ્ઞાનરૂપ લબ્ધિને પામે છે. કેવળજ્ઞાન પામે આત્માના ગુણોને ઘાતનાર ચાર ઘાતીયા કર્મ તે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ છે, તેનો ક્ષય થઈ નવ લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. તે નીચે પ્રમાણે : મોહનીય કર્મનો ક્ષય થવાથી (૧) ક્ષાયિક સમ્યકત્વ અને (૨) ક્ષાયિક ચારિત્રગુણ પ્રગટે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી (૩) કેવળજ્ઞાન. અને દર્શનાવરણીય કર્મના ક્ષયથી (૪) કેવળદર્શનગુણ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ પ્રગટે છે. તથા અંતરાય કર્મના ક્ષયથી (૫) અનંત દાન, (૬) અનંત લાભ, (૭) અનંત ભોગ, (૮) અનંત ઉપભોગ અને (૯) અનંત વીર્ય ગુણ પ્રગટે છે. આ બધા આત્માના ગુણો છે અથવા આત્માની જ શક્તિઓ છે તે સંપૂર્ણ પ્રગટ થાય છે. ।।૫।। પામે અનંતું રે હવે નહિ કાંઈ કમી, સુખ બહુ ઇન્દ્ર-નરેન્દ્રો રે પૂંજે પ્રભુ-પાય નમી. મન૦ ૬ અર્થ હવે કેવળ લબ્ધિને પામવાથી મહામુનિઓ આત્માનું અનંતસુખ પામે છે. તેમના સુખમાં કોઈપણ પ્રકારની ખામી નથી. એવા કેવળજ્ઞાનને પામેલા તીર્થંકરોને ઘણા ઇન્દ્રો તથા નરેન્દ્રો એટલે ચક્રવર્તીઓ પણ આવીને પ્રભુના ચરણકમળમાં નમસ્કાર કરી તેમની પૂજા કરે છે. કા ઉપકાર કરે, બહુ જીવ તરે. મન૭ = અર્થ :– સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એવા શ્રેષ્ઠ તીર્થંકર પુરુષોત્તમ પ્રભુ જીવોને તારવા માટે હવે પ્રગટ ઉપકાર કરે છે, તેમનો અનુપમ ઉપદેશ સાંભળીને ઘણા જીવો સંસાર સમુદ્રને ત૨ી જાય છે. ગા પુરુષોત્તમ ઉત્તમ રે પ્રગઢ ઉપદેશ અનુપમ રે સુણી પ્રભુચરણ ઉપાસી રે પ્રભુરૂપ કોઈ થશે, તજી સંસારન્સુખો રે, બની મુનિ મોક્ષે જશે. મન ૮ અર્થ :– સર્વોત્કૃષ્ટ સિદ્ધિના ઘારક એવા પ્રભુની આજ્ઞા ઉપાસી કોઈ શ્રીકૃષ્ણ, રાવણ કે શ્રેણિક - મહારાજા જેવા તો પ્રભુરૂપ થશે અર્થાત્ પોતે પન્ન તીર્થંકર બનશે અને બીજા અનેક જીવો પણ સંસારસુખને ત્યાગી મુનિ બનીને મોક્ષે જશે. સનત્કુમાર ચક્રવર્તી હોવા છતાં પણ સર્વ ત્યાગી મુનિ બનીને મોક્ષે પધાર્યા. ॥૮॥ દેશ-સંયમી ગૃહી રે. યથાશક્તિ ભક્તિ કરે, ભાવો મુનિ સરખા હૈ સદા ઉરમાંહિ ઘરે. મન ૯ રે અર્થ ઃ— જે મુનિદશાને અંગીકાર ન કરી શકે તે જીવો દેશ-સંયમ એટલે શ્રાવકના વ્રતોને ગ્રહણ કરીને યથાશક્તિ ભગવાનની ભક્તિ કરે છે. શ્રી હેમચંદ્રાચાર્ય લખે છે કે ભગવાન મહાવીરનો શ્રાવક પરિવાર એક લાખ ઓગણસાઠ હજાર તથા શ્રાવિકાનો પરિવાર ત્રણ લાખ અઢાર હજારનો હતો. તેમાનાં મુખ્ય દશ શ્રાવકોની આરાઘનાને ભગવાને પણ વખાણી હતી. તે દશ શ્રાવકમાં (૧) આનંદ, (૨) કામદેવ, (૩) ચુલન્નીપિતા, (૪) સુરાદેવ, (૫) ચુલ્લશતક (૩) કુંડકોલિક (૭) સદાલપુત્ત, (૮) મહાશતક, (૯) નન્દિની પિયા અને (૧૦) સાલિટી પિયા નામે હતા. સાચો શ્રાવક તે કહેવાય કે જેને મુનિ થવાની ભાવના હોય; પણ શક્તિના અભાવે તે મુનિવ્રત લઈ શકતો નથી. પણ મુનિ સરખા ભાવો રાખવાની જે હમેશાં કોશિશ કરે છે. ભરત ચક્રવર્તી ઘરમાં રહેતાં છતાં પણ તેવી ભાવનાવાળા હતા. ભરત ચક્રવર્તીને લડાઈ કરતાં જાણી ભગવાન ઋષભદેવને પુંડરિક ગણઘરે પૂછ્યું કે ભગવન્ ! ભરત ચક્રવર્તીના હવે કેવા પરિણામ હશે? ત્યારે ભગવાને કહ્યું કે તારા જેવા, કર્યાં ગણધર ભગવાન અને ક્યાં ભયંકર યુદ્ધ કરતાં ભરત મહારાજા. પણ બન્નેના ભાવો ભગવાને સરખા કહ્યા. આમ પરિણામની લીલા અજબ છે. જનક વિદેહી પણ ઘરમાં રહેવા છતાં વિદેહીપણે વસતા હતા. IIII Page #79 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨ ૫ ૫ ચક્રવર્તી-પદે પણ રે નહીં સુખ તે ગણતા, વળી સિદ્ધદશાના રે અપૂર્વ ગુણો સુણતા. મન, ૧૦ અર્થ:- સમ્યવૃષ્ટિ ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તી પદ પર સ્થિત હોવા છતાં પણ તેમાં સુખ ગણતા નથી. સુખ તો આત્મ અનુભવમાં ગણે છે. તેથી દિવિજય માટે જતાં વચ્ચે સુંદર ગુફા જોઈ ત્યાં જ પંદર દિવસ આત્મધ્યાનમાં લીન રહી ગયા. વળી સિદ્ધદશાના અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અપૂર્વ ગુણોને સાંભળી ચક્રવર્તીપદને પણ તેઓ તુચ્છ ગણે છે. [૧] એમ મોક્ષના પંથે રે ભાવ-ક્રિયાથી વહે, વ્રતશક્તિ ન દેખે રે તે સત્રદ્ધા લહે. મન૦ ૧૧ અર્થ :- એમ મોક્ષના માર્ગમાં પ્રવર્તવા અર્થે ભાવ મોક્ષના રાખી ઉદયાથીન ક્રિયા કરીને આગળ વધે છે. જે સમ્યવ્રુષ્ટિ આત્માઓ પોતામાં દ્રવ્ય વ્રત પાળવાની શક્તિ જોતાં નથી એવા શ્રેણિક મહારાજા જેવા ભગવાનના વચનો પ્રત્યે અંતરથી દ્રઢ શ્રદ્ધા રાખે છે કે ભગવાને જેમ પદાર્થનું સ્વરૂપ કહ્યું છે તેમ જ છે, તેમ જ હોય, બીજી રીતે હોઈ શકે જ નહીં. ૧૧ાા વ્રત-વીર્ય વધે કે રે અણુ-મહાવ્રતો ઘરે, ગણી ઘોર ભવાટવી રે વટાવે પ્રભુ-આશરે. મન. ૧૨ અર્થ :- જે સમ્યદ્રષ્ટિના અપ્રત્યાખ્યાનાવરણીય કષાય મટી જઈ વ્રત પાળવાનું વીર્ય વધે તો તે શ્રાવકના અણુવ્રતોને ગ્રહણ કરે છે. તથા જેના પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચાલ્યા જાય તે શ્રાવક મુનિના પંચ મહાવ્રતોને ઘારણ કરે છે. તે આ સંસારને ઘોર ભયંકર જંગલ જાણી પ્રભુના બોઘના આધારે બળ મેળવીને તેને વટાવી પાર કરે છે. “ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.” (વ.પૃ.૬૬૮) સર્વોત્કૃષ્ટ શુદ્ધિ રે થતી યોગ-કર્મ ગયે, સર્વોત્કૃષ્ટ સિદ્ધિ રે સદા સહજાત્મ રહે. મન૦ ૧૩ અર્થ – આત્માની સર્વોત્કૃષ્ટ શુદ્ધિ તો ક્રમાનુસાર પુરુષાર્થ કરતાં જ્યારે મન, વચન, કાયાના યોગથી રહિત થયે તથા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ ચાર અઘાતીયા કર્મનો પણ નાશ થયે પ્રગટ છે. એ જ ભાવ પરમકૃપાળુદેવે “અપૂર્વ અવસર'માં વણ્યો છે તે નીચે પ્રમાણે : “મન વચન કાયા ને કર્મની વર્ગણા, છૂટે જ હં સકળ પુદગલ સંબંઘ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંઘ જો. અપૂર્વ સર્વોત્કૃષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થવાથી તે આત્મા સદા સહજાત્મસ્વરૂપમાં જ રમણતા કરે છે અને તે જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. ત્યાં શુદ્ધાત્માને, પર એવા એક પુદ્ગલ પરમાણુનો પણ સંગ નથી. તે તો હવે સર્વ કર્મ કલંકથી રહિત શુદ્ધ નિરંજન પરમાત્મા છે. ll૧૩ “એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદરૂપ જો.” અપૂર્વ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ઘર્મધ્યાન પ્રયોગે રે અશુભ વિચારો ટળે, વર્ષે આત્મ-વિચારો રે અતીન્દ્રિય સુખ મળે. મન ૧૪ અર્થ :– ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ આદિ ધર્મધ્યાનનો પ્રયોગ કરવાથી આત્માના અશુભ વિચારો = ટળે છે અને શુભ વિચારો આવે છે. વળી તે આત્મ વિચારો વધતાં અંતરમાં દેહથી ભિન્ન એવો આત્મા છે તેનો ભેદ પડી જાય છે. અને તેના ફળસ્વરૂપે અતીન્દ્રિય એવું આત્માનું સુખ અનુભવમાં આવે છે. “વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પામે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.’’ -સમયસાર નાટક ||૧૪|| થર્મધ્યાનમાં લેયા રે સદાયે શુક્લ રહે; આત્માર્થ જ સાથે રે કર્મ અનેક દહે. મન ૧૫ = અર્થ :– જ્યારે સમ્યક્દ્ગષ્ટિ મહાત્મા ધર્મધ્યાનમાં લીન હોય છે ત્યારે તેમની સદાય શુક્લ લેશ્યા રહે છે. ત્યાં સમ્યગ્દૃષ્ટિ જીવ આત્માર્થ જ સાથે છે અને અનેક પ્રકારના કર્મોને દહે છે અર્થાત્ કર્મોને બાળી નિર્જરા કરે છે. ।।૧૫।। વૈરાગ્ય-વિવેકે રે દેહાદિથી ભિન્ન ગણી, નીરખી નિજ શુદ્ધિ રે નિહાળે શિવ-મણી. મન૰૧૬ અર્થ :— તે સમ્યગ્દષ્ટિ જીવ વૈરાગ્ય અને વિવેક અર્થાત્ ભેદજ્ઞાનના બળે દેહાદિથી આત્માને ભિન્ન ભાવતાં ભાવતાં પોતાની વિશેષ વિશેષ આત્મશુદ્ધિને પામી મોક્ષરૂપી લક્ષ્મીને નિહાળે છે, અર્થાત્ મોક્ષના શાશ્વત સુખને પામે છે. ।।૧૬। ઉત્તમ ધર્મથ્યાને૨ે રહે અપ્રમત્તદશા, વધતા પરિણામે રે ટકે બે ઘડી સહસા. મન૦ ૧૭ અર્થ :– ઉત્તમ ધર્મધ્યાનમાં આવવાથી તે સમ્યગ્દષ્ટિ જીવ સાતમા ગુણસ્થાનકની અપ્રમત્તદશાને પામે છે. ત્યાં વધતા પરિણામે જો સહસા એટલે ઓચિંતુ તે ધર્મધ્યાનમાં બે ઘડી સુધી ટકી રહેવાયું તો ત્યાંથી આઠમા ગુણસ્થાનમાં જવાની શ્રેણિનો પ્રારંભ થાય છે. ।।૧૭।। તો શ્રેણિ મનોહર રે જીવ આરંભી શકે, શુક્લ ધ્યાનની શુદ્ધિ ૨ે નિષ્ક્રિયતાથી ટકે. મન૦ ૧૮ અર્થ :— આત્મકલ્યાણને આપનારી તે શ્રેણિ હોવાથી મનોહર છે. એવી શ્રેષ્ઠ શ્રેણીને તેવા દશાવાન પુરુષ આરંભી શકે છે, અર્થાત્ તેની શરૂઆત કરી શકે છે. ત્યાં શુક્લધ્યાનનો પ્રથમ ભેદ પૃથકત્વવિતર્કવીચાર નામનો હોય છે. તે શુક્લધ્યાનની વિશેષ શુદ્ધિ, ત્યાં નિષ્ક્રિયતા એટલે સ્થિરતા કરવાથી થાય છે. ।।૧૮।। ધ્યાનધારણા છૂટે રે ઇંદ્રિયાતીત સ્થિતિ, કેવળ અંતર્મુખ રે વિકલ્પરક્ષિત મતિ. મન ૧૯ અર્થ :– આ શુક્લધ્યાનના પ્રથમ ભેદમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનની અને ધારણાઓ બઘી છૂટી જઈને ઇન્દ્રિયથી અતીત એટલે જુદી સ્થિતિ થાય છે. ત્યાં આત્માનો ઉપયોગ કેવળ અંતર્મુખ બને છે અને મતિ વિકલ્પરહિત હોય છે, તે વડે જીવ મોહનીય કર્મનો ક્ષય કરે છે. ।।૧૯। Page #81 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨ ૫૭ કોટિ કર્મ ખપાવે રે મુનિ ક્ષીણમોહી બને, શ્રત-એકત્વ ધ્યાને રે બઘાં ઘાતકર્મ હશે. મન. ૨૦ અર્થ :- ઉપર પ્રમાણે શ્રેણિમાં કરોડો કમને ખપાવી આઠમું, નવમું, દસમું ગુણસ્થાનક વટાવીને મુનિ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકને પામે છે. ત્યાં શુક્લ ધ્યાનનો બીજો ભેદ એકત્વવિતર્કઅવીચાર નામનો હોય છે, તે ધ્યાન વડે શ્રત-એકત્વ એટલે ભાવકૃતના આઘારે એક શુદ્ધ આત્માનું જ ધ્યાન ધરીને ઘાતીયા કર્મ જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય નામના શેષ રહેલ છે તેને પણ ત્યાં હણે છે. રા. કેવળદર્શન-જ્ઞાને રે આત્યંતિક શુદ્ધિ વરે, લોકાલોક નિહાળે રે પ્રભુ ભાવ-મુક્તિ ઘરે. મન૦ ૨૧ અર્થ - હવે ચારેય ઘાતીયાકર્મ નષ્ટ થવાથી તે મહાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન પામી આત્માની આત્યંતિક એટલે સંપૂર્ણ શુદ્ધ દશાને પામે છે. તેથી લોકાલોક સર્વ તેના જ્ઞાનમાં સહજે દર્શિત થાય છે. તે સમયે સયોગીકેવળી ભગવાન આ દેહમાં બિરાજતાં છતાં પણ ભાવથી તો તે મોક્ષમાં જ બિરાજમાન છે. રિલા થયા દેવ સર્વજ્ઞ રે સદાય અનંત સુખી, શીલ-ઐશ્વર્ય-સ્વામી રે સર્વોપકારી-મુખી. મન. ૨૨ અર્થ - તે હવે સર્વજ્ઞદેવ થયા છે. માટે તે સદાય અનંતસુખના ભોક્તા છે. તથા શીલ એટલે આત્મસ્વભાવરૂપ ઐશ્વર્યના સ્વામી છે. તેમજ સર્વનો ઉપકાર કરવામાં મુખ્ય છે. રજા જેનું નામ જ લેતાં રે જનમના રોગ ઘટે, ભવભ્રાંતિ અનાદિ રે ભવ્ય જીવોની મટે. મન. ૨૩ અર્થ - જે સહજાત્મસ્વરૂપી છે એવા પ્રભુનું નામ લેતા પણ જન્મમરણના રોગ ઘટે છે તથા સંસારમાં સુખ છે એવી જે અનાદિની ભવ્ય જીવોની ભ્રાંતિ છે તે પણ મટે છે. શ્રી વ્રજભાઈ ગંગાદાસ - પરમકૃપાળુદેવ એક મહિનો વસો રહી શ્રી ઉત્તરસંડાના સીમાડામાં એક બંગલો હતો ત્યાં બિરાજમાન હતા. ત્યારે હું દર્શન કરવા માટે ગયેલ. દર્શન કરતી વખતે ગળગળીને પ્રભુને મેં કહ્યું પ્રભુ મને કંઈ આવડતું નથી, ભણેલ નથી તો મારી શી વલે થશે? ત્યારે ભગવાને કહ્યું કે આ ભવમાં તમને વિશેષ સમજણ નથી તો તમો એક ભગવાનનું લક્ષ રાખજો, શ્રદ્ધા રાખજો એમ કહી “પરમગુરુ સર્વશદેવ” નો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ જ સ્મરણ રાખજો; ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે. આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે એમ કહ્યું હતું. સારા તેના જ્ઞાન-ચરણનું રે પરમ ઐશ્વર્ય, અહો! યોગીઓને અગોચર રે કહી શકે કોણ, કહો. મન. ૨૪ અર્થ - પ્રભુના અનંતજ્ઞાન અને ક્ષાયિક ચારિત્રનું જે પરમ ઉત્કૃષ્ટ ઐશ્વર્ય છે તે અહો! યોગીઓને પણ અગોચર છે, અર્થાત્ અનંતજ્ઞાન વડે ભગવાન જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં થતા પદાર્થના અનંત પર્યાયોને જાણે છે તે યોગીઓના જ્ઞાનથી પણ બહારની વાત છે. તો પછી તે ઐશ્વર્યનું વર્ણન બીજા તો કોણ કરી શકે. રજા Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છેલ્લા અંતર્મુહૂર્વે રે પ્રભુ સૂક્ષ્મ ક્રિયા કરે, પછી થાય અયોગી રે દશા અક્રિય વરે. મન. ૨૫ અર્થ - તેરમે ગુણસ્થાનકે સ્થિત એવા સયોગી કેવળી પરમાત્મા તે હવે અયોગીદશાને પામવા માટે આયુષ્યના છેલ્લા અંતર્મુહૂર્ત શરીરની ક્રિયાને સૂક્ષ્મ કરે છે, અર્થાત્ શુક્લધ્યાનનો ત્રીજો ભેદ જે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી નામનો છે તે વડે આ શરીરથી રહિત થવા માટે સર્વ ક્રિયાને સૂક્ષ્મ કરે છે. પછી તે મન વચન કાયાના યોગથી પણ રહિત બનીને અક્રિયદશાને પામે છે. તે અયોગી કેવળી નામનું ચૌદમું ગુણસ્થાનક છે. ત્યાં ભુપતક્રિયાનિવર્સી નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ હોય છે. વ્યુપરત એટલે અટકી જવું ત્યાં સર્વ ક્રિયાઓ અટકી જઈ નિવૃત્ત થાય છે. આ અયોગી ગુણસ્થાનમાં પ્રભુ આ પાંચ હ્રસ્વ સ્વર ‘ફુ ૩ 8 ' બોલીએ તેટલો સમય રહે છે. આપણા છેક છેલ્લા સમયે રે નિર્મળ, શાંત બને; જન્મ-જરાદિ છૂટ્યાં રે રહે આનંદઘને. મન ૨૬ અર્થ - ચૌદમા ગુણસ્થાનકના છેલ્લા સમયે પર્વત જેવી અડોલ શૈલેશીકરણ અવસ્થા પામીને પ્રભુ સંપૂર્ણ શુદ્ધ બની સ્વભાવમાં સર્વથા શાંત થાય છે. સર્વકાળના જન્મજરામરણાદિ જેના છૂટી ગયા છે એવા પ્રભુ હવે આનંદઘન બનીને રહે છે, અર્થાત ભવિષ્યમાં આવનાર અનંતકાળ સુધી તેઓ અનંત આનંદનો અનુભવ કરશે. ૨૬ાા સિદ્ધાત્મા પ્રસિદ્ધ રે નિરંજન શુદ્ધ સદા, અતિ નિર્મળ નિષ્કલ રે પ્રગટ નિજ સૌ સંપદા. મન. ૨૭ અર્થ :- સર્વ કર્મોથી રહિત થયેલ પરમાત્મા સિદ્ધદશાને પામે છે તે સર્વોત્કૃષ્ટ કૃદ્ધિના કારણે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પામ્યા છે. જગતમાં એવા સિદ્ધાત્માઓ પ્રસિદ્ધ છે કે જે સદા કર્મરૂપી અંજનથી રહિત થઈને નિરંજન બની સદા શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કરે છે. તેઓ અતિ નિર્મળ છે તથા નિષ્કલ એટલે શરીરથી રહિત છે. તેમજ પોતાના આત્માનું સર્વ સ્વાધીન ઐશ્વર્ય તેમને પ્રગટ થયેલ છે. રક્ષા યથાખ્યાત ચારિત્ર રે વીર્ય અનંત ઘરે, જ્ઞાન-દર્શન કરી રે સર્વોત્તમ શુદ્ધિ વરે. મન૨૮ અર્થ :- જેમને યથાખ્યાત એટલે ક્ષાયિક ચારિત્રદશા તથા અનંત વીર્યગુણ પ્રગટ થયેલ છે તેમજ અનંતજ્ઞાન અને અનંત દર્શનને પામેલ હોવાથી તેઓ સર્વોત્તમ આત્મશુદ્ધિના ઘારક છે. ૨૮ કર્મ-મુક્ત પ્રભુ તે રે સિઘાવે લોકાગ્ર ભણી, ઊર્ધ્વ ગતિથી સહજે રે અચળ સ્થિતિ ત્યાં જ ગણી. મન૦ ૨૯ અર્થ - હવે સર્વ કર્મોથી મુક્ત થયેલ પ્રભુ લોકના અગ્રભાગે રહેલ મોક્ષનગરીએ સિઘાવે છે. આત્માનો ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી સર્વકર્મથી મુક્ત એવો આત્મા સહેજે ઉપર ઉઠીને લોકાંતે પોતાની અચળ એવી આત્મસ્થિતિમાં સર્વકાળને માટે બિરાજે છે. રા. સિદ્ધ દેવાધિદેવનું રે સૌખ્ય અકથ્ય કહ્યું, અત્યંત અતીન્દ્રિય રે બાઘારહિત રહ્યું. મન. ૩૦ Page #83 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૫૯ અર્થ - દેવાધિદેવ એટલે દેવોના પણ દેવ એવા સિદ્ધ પરમાત્માનું સુખ અકથ્ય કહ્યું છે, અર્થાત્ તે સુખનું વર્ણન વાણીથી કદી પણ કહી શકાય એમ નથી. તે મોક્ષ સુખ અત્યંત એટલે સંપૂર્ણપણે અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી રહિત છે, અર્થાત્ આત્માના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું હોવાથી તે સદા બાઘાપીડા રહિત છે. ૩૦ કૃતકૃત્ય પ્રભુનું રે સુખ અનંત છતાં, કહી શકે ન કોઈ રે પૂરું બહુ વર્ણવતાં. મન. ૩૧ અર્થ - કરવાનું જેણે સર્વ કરી લીધું છે એવા કૃતકૃત્ય પ્રભુના આત્માનું સુખ અનંત છે. તે સુખનું વર્ણન ઘણું ઘણું કરવા છતાં પણ તેનું પૂરું વર્ણન કોઈ કરી શકે એમ નથી. /૩૧ જે સુખ સુર, નર રે ભોગવે ઇન્દ્રિયથી, ત્રણ કાળના ભોગો રે ઋદ્ધિ, સિદ્ધિ-સંચયથી. મન ૩૨ અર્થ :- જે સુખ દેવતાઓ કે મનુષ્યો, ભૂત, ભવિષ્ય કે વર્તમાન ત્રણે કાળમાં પુણ્યબળે અનેક પ્રકારની ઋદ્ધિ અને સિદ્ધિઓનો સંચય કરીને ઇન્દ્રિયો વડે ભોગવે છે, તે સુખો પણ આત્માના સુખની તુલનામાં આવી શકે નહીં. ૩રા તે મનોહર સુખો રે તુચ્છ ગણાય અતિ, જીર્ણ તૃણને તોલે રે સિદ્ધિના સુખ પ્રતિ. મન ૩૩ અર્થ :- ઇન્દ્રિયોથી ભોગવાતા સુખો મનને મનોહર લાગતાં છતાં પણ તે આત્મઅનુભવના સુખ આગળ તો સાવ તુચ્છ ગણાય છે. તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિ એટલે મોક્ષના સુખની તુલનામાં તો તે ઇન્દ્રિયસુખ સાવ જીર્ણ થયેલા તૃણ એટલે તણખલાની તોલે આવે છે. [૩૩ણા. સુખ એક સમયનું રે અતીન્દ્રિય સિદ્ધ તણું, સ્વભાવે ઊપજતું રે સૌથી અનંતગણું. મન ૩૪ અર્થ - અતીન્દ્રિય એવા સિદ્ધ પરમાત્માનું સ્વભાવથી જ ઉત્પન્ન થયેલું એક સમયનું સુખ તે ત્રણેય કાળના દેવ મનુષ્યોના ભૌતિક ઇન્દ્રિય સુખોથી અનંતગણું છે. ૩૪ લોકાલોક સ્વરૂપે રે વ્યોમ અનંત બળે, છે જ્ઞાન ઘનીભૂત રે સિદ્ધનું સર્વ નભે. મન૦ ૩૫ અર્થ - વ્યોમ એટલે આકાશ દ્રવ્ય સર્વત્ર લોક અલોક સ્વરૂપે અનંત પથરાયેલ છે. તેમજ સિદ્ધ ભગવંત પણ જ્ઞાનઘનના પિંડ હોવાથી તેમનું જ્ઞાન પણ સર્વ નભ એટલે સર્વ લોકાલોકને વિષે ફેલાયેલ છે. રૂપા જગ ત્રણેય જોતાં રે સિદ્ધ સમું ન જડે, તેથી સિદ્ધને સિદ્ધની રે ઉપમા દેવી પડે. મન. ૩૬ અર્થ - ઉર્ધ્વ, અઘો અને મધ્ય એમ ત્રણેય લોકને જોતાં સિદ્ધ ભગવાન સમાન કોઈ જડતું નથી. તે સિદ્ધ ભગવંત કોના જેવા છે? તો કે સિદ્ધ જેવા. એમ સિદ્ધ ભગવંતની ઉપમા સિદ્ધને જ આપવી પડે છે. કેમકે તેના જેવો સંપૂર્ણ કર્મમલથી રહિત શુદ્ધાત્મા જગતમાં બીજો કોઈ નથી. ૩૬ાા Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ નભ-કાળનો છેડો રે જણાય ન કોઈ થકી, તેમ ગુણો સ્વાભાવિક રે અનંત પ્રભુના નકી. મન. ૩૭ અર્થ :- જેમ આકાશ કે કાળનો અંત કોઈથી જાણી શકાય એમ નથી. તેમ શુદ્ધ સ્વભાવથી પ્રગટેલ પ્રભુના અનંતગુણોને પણ કોઈ જાણી શકે એમ નથી. IT૩ળા સર્વજ્ઞ જ જાણે રે માહાસ્ય એ સિદ્ધ તણું, કહે સત્ય ઘણું તે રે તોય હજીય ઊણું. મન. ૩૮ અર્થ :- એ સિદ્ધ પરમાત્માનું સંપૂર્ણ માહાભ્ય તો સર્વજ્ઞ ભગવંત જ જાણી શકે છે. તે સર્વજ્ઞ ભગવાન સિદ્ધોના માહાભ્યનું ઘણું સત્ય વર્ણન કરે છે. છતાં પણ તેમાં હજી ઉણપ જ રહે છે. ||૩૮ વાણી અગોચર રે ઘણા ગુણ સિદ્ધ તણા, સર્વ શક્તિની વ્યક્તિ રે રહી નહીં કાંઈ મણા. મન ૩૯ અર્થ - સિદ્ધ ભગવંતના ઘણા ગુણો તો વાણીથી અગોચર છે અર્થાત્ વાણી દ્વારા તે વર્ણવી શકાય એમ નથી. તે સિદ્ધ ભગવંતને સર્વ આત્મિક ગુણોની વ્યક્તિ એટલે પ્રગટતા થઈ ગઈ છે. તેમનામાં હવે કોઈ પણ પ્રકારની મણા એટલે ખામી રહી નથી. //૩લા. ત્રિલોકના તિલક રે ધન્વાતીત વસે; ત્રિલોકની ટોચે રે, નિરંતર નિજ રસે. મન ૪૦ અર્થ - તે સિદ્ધ ભગવંત ત્રણ લોકના તિલક સમાન છે, અર્થાત્ સર્વના ઉપરી છે. તથા ધંધાતીત એટલે રાગદ્વેષ, માન અપમાન, હર્ષશોક, જીવનમૃત્યુ વગેરે બઘા કંકથી જે રહિત છે. તેમજ ત્રણ લોકની ટોચ ઉપર અર્થાત લોકાન્ત મોક્ષસ્થાનમાં હમેશાં પોતાના આત્મ અનુભવ રસમાં નિમગ્ન બનીને ત્યાં જ નિવાસ કરે છે. ૪૦ના સ્વાભાવિક, નિરુપમ રે જ્ઞાન-સુખામૃતનો આસ્વાદ અનુત્તર રે માણવા સિદ્ધ બનો. મન૦ ૪૧ અર્થ - સ્વાભાવિક એટલે આત્મસ્વભાવથી પ્રગટેલો, નિરૂપમ એવો જ્ઞાનરૂપી સુખામૃત એટલે આત્માનંદનો આસ્વાદ માણવા હે ભવ્યો! તમે પણ સિદ્ધ અવસ્થાને પામો. કેમકે તે અવસ્થા અનુત્તર છે, અર્થાત જગતમાં તેનાથી ચઢિયાતી બીજી કોઈ અવસ્થા નથી. તે જ સર્વોપરી છે એમ માનો. ૪૧ાા બર્નો દીવો ઉપાસી રે દવાઑપ આપ બને, તેમ સિદ્ધની ભક્તિ રે કરે યોગી સ્થિર મને. મન ૪૨ અર્થ :- બત્તી એટલે દિવેટ, તે દિવાની ઉપાસના એટલે તેનો સ્પર્શ કરીને પોતે પણ દીવારૂપ છે. તેમ સિદ્ધ ભગવાનની ભક્તિ, યોગીપુરુષો સ્થિર મને કરી તે સિદ્ધદશાને પામે છે. II૪રા સબુદ્ધિથી ટાળી રે વિકલ્પોની જાળ જૂની, સ્થિરપદ-પરિચયથી રે તદ્રુપ થાય મુનિ. મન ૪૩ અર્થ :- પ્રથમ મહામુનિ પોતાની સબુદ્ધિવડે અનાદિની જુની વિકલ્પોની જાળને ટાળે છે. પછી સ્થિરપદ એવા શુદ્ધાત્માનો વારંવાર ધ્યાનમાં પરિચય કરીને તે સ્વરૂપમાં તદ્રુપ બને છે, અર્થાતુ તેમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ૨૬૧ તન્મય થાય છે. ૪૩ી. કુશાગ્ર વિચારક રે કરે મતિ સ્થિર સદા, એક શુદ્ધ સ્વરૂપે રે વરે સિદ્ધ-સ્ખ તદા. મન ૪૪ અર્થ - તેમાં કુશાગ્ર એટલે તીક્ષ્ણ બુદ્ધિવાળા વિચારક યોગીઓ પોતાની મતિને સદા સમ્યભાવમાં સ્થિર રાખે છે. વારંવાર એક શુદ્ધ સ્વરૂપમાં જ સ્થિરતા કરતાં કરતાં અંતે શ્રેણિ માંડીને કેવળજ્ઞાન પામી સિદ્ધના શાશ્વત સુખને સર્વકાળને માટે મેળવી લે છે. II૪૪. કર્યો અન્ય વિચારો રે નહીં નિજ સુખ મળે, ગંગાજળ મીઠું રે ઢળી જલધિમાં ભળે. મન ૪૫ અર્થ - જે જીવ શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ચિંતન મૂકી દઈ અન્ય વિચારો જ કર્યા કરશે તે નિજ આત્મસુખને મેળવી શકશે નહીં. જેમ ગંગાજળ મીઠું હોવા છતાં જલધિ એટલે સમુદ્રમાં ભળી જઈને ખારું થઈ જાય છે, તેમ આત્મવિચારો મૂકી દઈ અન્ય સાંસારિક વિચારો કરનાર મનુષ્યનું જીવન ત્રિવિધ તાપના દુઃખો ભોગવીને ખારું ઝેરમય બની જાય છે. ૪પા. તેથી તીવ્ર મુમુક્ષુ રે મોહનો ઢાળ તજી, શુદ્ધ પંથ ન છોડે રે ગુરું-ગમથી સમજી. મન ૪૬ અર્થ - તેથી જે તીવ્ર મુમુક્ષુ છે તે તો આ મોહના અનાદિના ઢાળને હવે તજી દઈ, ગુરુગમથી મોક્ષપ્રાપ્તિનો શુદ્ધ માર્ગ જાણી, તેને કદી છોડશે નહીં. “તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું.” (પૃ. ૨૮૮) II૪૬ાા શેય હેય, ઉપાદેય રે યથાર્થ જો જીવ લહે, હેયતત્ત્વ તજે તે રે સિદ્ધિનું બીજ ગ્રહે. મન ૪૭ અર્થ - ગુરુગમથી જો પદાર્થના સ્વરૂપને જોય એટલે જાણવા યોગ્ય, હેય એટલે ત્યાગવા યોગ્ય અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય જેમ છે તેમ જો જીવ યથાર્થ સમજી લે અને ત્યાગવા યોગ્ય વસ્તુને ત્યાગી દે, તો તે સર્વોત્કૃષ્ટ સિદ્ધિનું બીજ જે સમ્મદર્શન છે તેને તે જરૂર પામે. //૪મા સુસંગ, સુશાસ્ત્રો રે ઉપાસવાં સિદ્ધિ ચહી, મોક્ષમાર્ગ જ ચૂક્યા રે આશા જો બીજી રહી. મન૦ ૪૮ અર્થ – જો તમે સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિના સુખને પામવા ઇચ્છતા હો તો સત્સંગ અને સલ્ફાસ્ત્રોની ઉપાસના કરો અર્થાત્ સત્સંગ કરીને કે સન્શાસ્ત્રો વાંચીને તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરો. તે શાસ્ત્રો વાંચીને જો માનાદિની કે દેવલોકાદિની ઇચ્છા રહી તો તમે મોક્ષ યા એમ માનજો. I૪૮ પ્રિય ઘન સ્ત્રી આદિ રે જ્યાં સુથી ન સિદ્ધ મીઠા, જ્ઞાન, ક્રિયા કહ્યા કરો રે, નથી હજી નાથ દીઠા. મન ૪૯ અર્થ - જ્યાં સુઘી ઘન, સ્ત્રી આદિ પ્રિય લાગે છે ત્યાં સુધી સિદ્ધિના સુખ મીઠા લાગ્યા નથી. “જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો.” (પૃ. ૩૭૬) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જ્ઞાનની મોટી મોટી વાતો કરો કે ગમે તેટલી કાયક્લેશવાળી ક્રિયા કરો પણ હજી સુધી તેણે ગુણોના પિંડ એવા પરમકૃપાળનાથને ભાવભક્તિપૂર્વક દીઠા નથી, એમ જ્ઞાની પુરુષો કહે છે. “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષના દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે.” (પૃ. ૩૭૬) I૪૯ાા સુદ્રષ્ટિથી દેખે રે સિદ્ધસ્વરૂપ -મણિ, ભોગ રોગ મનાયે રે તજે રાજ્ય તૃણ ગણી. મન ૫૦ અર્થ - સમ્યવ્રુષ્ટિ જો જીવની થાય તો સિદ્ધ ભગવંતનું પરમોત્કૃષ્ટ શુદ્ધ સ્વરૂપ તેને કૌસ્તુભમણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન જણાય. તથા સંસારના ભોગ તેને રોગ સમાન ભાસે. એવા જીવો રાજ્યને પણ તૃણ સમાન ગણીને તજી દે છે. પા. દેહ ભિન્ન જ ભાસે રે પારકી વેઠ ગણે, રહે નિત્ય ઉદાસીન રે મુખે સિદ્ધ-ગુણ ભણે. મન ૫૧ અર્થ - સમ્યવ્રુષ્ટિ મહાત્માને તો પોતાનો દેહ પણ પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન ભાસે છે. જેથી ભોજન, સ્નાન આદિ દેહની ક્રિયા કરવી કે ઘરના કામકાજ કરવા તે તેમને પારકી વેઠ કરવા જેવાં લાગે છે. “જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી;” અનારસીદાસ તે તો હમેશાં ઉદાસીનભાવે જગતમાં નિર્લેપ રહે છે અને મુખથી હમેશાં સિદ્ધનો મુખ્યગુણ જે સહાજાત્મસ્વરૂપ છે તેને ભણ્યા કરે છે અર્થાત તેનો લક્ષ રહ્યાં કરે છે. પલા એવી સિદ્ધની ભક્તિ રે સિદ્ધિની સીડી ખરી, તેવા ભક્તના સંગે રે લહો સત્ય રંગ જરી. મન પર અર્થ - સહજાત્મસ્વરૂપને નિરંતર ભજવારૂપ જે સિદ્ધની ભક્તિ છે, તે જ સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાની સાચી સીડી અર્થાતુ નિસરણી છે. તેવા ભગવાનના સ્વરૂપને ભજવાવાળા ભક્તના સંગે તમે પણ જરા સાચા ઘર્મના રંગને પામો. “સાચો રંગ તે ઘર્મનો સાહેલડીયા, બીજો રંગ પતંગ રે ગુણવેલડિયા; ઘર્મ રંગ જીરણ નહીં સાહેલડીયા, દેહ તે જીરણ થાય રે ગુણવેલડિયા.”ાપરા સર્વોત્કૃષ્ટ શુદ્ધિનું કારણ ભગવાન વીતરાગ દ્વારા ઉપદિષ્ટ સ્યાદ્વાદયુક્ત સિદ્ધાંત છે. પ્રત્યેક વસ્તુ પોતાના ગુણોથી ઓળખાય છે. અનંત ગુણધર્મોથી યુક્ત વસ્તુના સ્વરૂપને સમજાવનારી અપેક્ષા સહિત કથન પદ્ધતિને સ્યાદ્વાદ, અપેક્ષાવાદ અથવા અનેકાન્તવાદ કહે છે. એ જૈનધર્મનો પ્રાણ છે. અનેકાન્તવાદથી યુક્ત વાર્તા પ્રમાણભૂત છે, સત્ય છે. તેથી વિપરીત કોઈ પણ વાતને એકાન્ત કહેવી તે મિથ્યા છે. આ પાઠમાં અનેકાન્તવાદની પ્રામાણિકતા એટલે સત્યતાને અનેક દ્રષ્ટાંતોથી સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. જે નીચે પ્રમાણે છે : Page #87 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા ૨૬૩ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા (અનુરુપ) વાદ-વિવાદથી જાદુ સહજાત્મસ્વરૂપ છે, સિદ્ધ સ્યાદ્વાદથી, પામ્યા, વંદુ શ્રી ગુરુ રાજ તે. ૧ અર્થ - પ્રત્યેક આત્માનું મૂળસ્વરૂપ સહજાત્મસ્વરૂપ છે, અર્થાત્ તે વાદવિવાદથી સાવ જુદું છે. કેમકે સહજાત્મસ્વરૂપને પામેલા મહાત્માઓમાં કોઈ વાદ વિવાદ હોતો નથી, તે સર્વનો આત્મ-અનુભવ એક સરખો હોય છે. સિદ્ધ ભગવંત પણ સ્યાદ્વાદથી કહેવાય છે. મૂળ સ્વરૂપે જોતાં તે પણ શુદ્ધ આત્મા છે. સિદ્ધપણું તે તો તેમની એક પર્યાય અર્થાત્ અવસ્થા છે. એવી સહજાત્મસ્વરૂપમય દશાને પામેલા શ્રી ગુરુરાજને હું ભાવભક્તિ સહિત વારંવાર પ્રણામ કરું છું. ૧|| એકાંતિક મતો સર્વે દેખે મધ્યસ્થ દ્રષ્ટિએ; સમ્યક નેત્રે બધું સીધું, વૃષ્ટિ તેવી જ સૃષ્ટિ છે. ૨ અર્થ – એકાન્તવાદથી યુક્ત સર્વ મતોને અર્થાત્ થર્મોને મધ્યસ્થ દ્રષ્ટિથી એટલે સ્યાદ્વાદયુક્ત સમ્યક દ્રષ્ટિથી જોતાં તેમનું કથન પણ સવળું જણાય છે. કેમકે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. //રા વિરોઘો ખંડવા માટે સ્યાદ્વાદી જ સમર્થ છે, યથાર્થ વસ્તુઘર્મોનો જણાવે પરમાર્થ તે. ૩ અર્થ - મતમતાંતરના વિરોધોને ખંડવા અર્થાત્ ભાંગી નાખવા માટે એક સ્યાદ્વાદી જ સમર્થ છે. કેમકે તે પ્રત્યેક વસ્તુમાં રહેલ અનંત ગુણધર્મોના પરમાર્થને સ્યાદ્વાદ શૈલીથી યથાર્થ જણાવે છે. અા ઘર્મો અનંત વસ્તુમાં વસે છે તે વિચારતાં, અનેકાંત પ્રકારે તે દર્શાવાય ઉચારતાં. ૪ અર્થ - પ્રત્યેક વસ્તુમાં અનંત ગુણ વસે છે, તે વિચારતાં જણાય છે. તે અનંત ગુણઘર્મોને અનેકાન્તવાદ વડે કહેવામાં આવે તો એક પછી એક દર્શાવી શકાય છે. જો માણસે માણસે ભિન્ન મતિ વસુ-વિચારની, સાઘનો સર્વનાં ભિન્ન, રુચિ બહુ પ્રકારની. ૫ અર્થ :- માણસે માણસે વસ્તુ સંબંધી વિચાર કરવાની બુદ્ધિ ભિન્ન હોય છે, તથા તેના સાઘનો પણ જાદા જાદા હોય, તેમજ તેમની રુચિ પણ બહુ પ્રકારની હોય છે. પા. તેથી વિચિત્ર વાણીના અભિપ્રાયો ઉકેલવા, એનેકાંતિક દ્રષ્ટિ છે; ઉપાસો સૌ સુખી થવા. ૬ અર્થ :- તેથી વાણીના આવા વિચિત્ર અભિપ્રાયોને ઉકેલવા માટે એક માત્ર અનેકાંતિક દ્રષ્ટિ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એટલે અપેક્ષાયુક્ત કથન પદ્ધતિ જ શ્રેષ્ઠ છે. તેથી વિપરીત માન્યતાઓને ટાળી સુખી થવા માટે તેની જ ઉપાસના કરો. IIકા પ્રસિદ્ધ એક દ્રષ્ટાંત કહું, લેજો વિચારમાં; રાજમંદિર પાસે છે હાથી મધ્ય બજારમાં. ૭ અર્થ - તે અપેક્ષાવાદને સમજવા માટે એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત કહું છું. તેને ધ્યાનથી વિચારમાં લેજો. રાજમંદિર પાસે બજારની મધ્યમાં એક હાથી ઊભો છે. શા. ચારે ભાગોળના લોકો કહે વાતો અનેક એ; પૂર્વ ભાગોળમાં બોલે, “હાથી પશ્ચિમ બાજુએ.”૮ અર્થ - ચારેય દિશાની ભાગોળમાં ઊભા રહેલા લોકો અનેક જુદી જુદી વાતો કરવા લાગ્યા. પૂર્વ દિશાની ભાગોળમાં ઊભેલ વ્યક્તિએ કહ્યું કે આ હાથી પશ્ચિમ દિશાએ ઊભો છે. ૮ાા લોકો પશ્ચિમના બોલે, “હાથી પૂર્વ ભણી ભલો,” ઉત્તરે વાત આ ચાલે, “દક્ષિણે હાથી સાંભળ્યો.” અર્થ :- પશ્ચિમ દિશામાં ઊભેલ વ્યક્તિ કહે કે આ હાથી પૂર્વ દિશામાં ઊભો છે. ઉત્તર દિશામાં આ વાત ચાલવા લાગી કે હાથી તો દક્ષિણ દિશામાં ઊભો છે. લા. દક્ષિણ ભણના લોકો દેખાડે, “હાથી ઉત્તરે'; વિરોથી વચનો સર્વે, સુણી રોષ ન કો ઘરે. ૧૦ અર્થ - દક્ષિણ દિશા ભણી ઊભેલા લોકો હાથીને ઉત્તર દિશામાં બતાવે છે. આ સર્વ પરસ્પર વિરોથી વચનો છે. છતાં જે અપેક્ષાવાદને જાણે છે તે આ બધું સાંભળીને મનમાં રોષ લાવતા નથી. કેમકે અપેક્ષાથી જોતાં આ બધું કથન સત્ય છે. II૧૦ના અપેક્ષા બોલનારાની સમજે સમજા જનો, તેનું નામ અનેકાંત, તળે આગ્રહ એકનો. ૧૧ અર્થ - જે સ્યાદવાદને જાણે છે એવા સમજાજનો બોલનારની અપેક્ષાને જાણે છે. તેનું જ નામ અનેકાન્તવાદ છે. જે એકાન્તના આગ્રહને તજે છે તેને તે સમજાય છે. |૧૧ાા બુદ્ધિમાં વાત બેઠી તો વાદવિવાદ ના રહે : પોતાના બાપને કોઈ કાકા શબ્દ ભલે કહે. ૧૨ અર્થ - અનેકાન્તની વાત જો બુદ્ધિમાં બેસી ગઈ તો કંઈ પણ વાદવિવાદ રહેતા નથી. પછી ભલેને કોઈ પોતાના પિતાને કાકા શબ્દથી બોલાવે. ||૧૨ાા. મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિત્રાઈ, પુત્ર કે સગાઈ જોઈને બોલે, અનેકાંતિક સૂત્ર તે. ૧૩ અર્થ - મામા, ભાણેજ, ભત્રીજા, પિતા, પિતરાઈ કે આ મારો પુત્ર છે એમ જે કહે તે પોતપોતાની બીજા સાથેની સગાઈ જોઈને બોલે છે. તેમાં કંઈ ખોટું નથી. એ જ અનેકાંતિક સૂત્ર છે અર્થાત એ જ સ્યાદ્વાદ શૈલીયુક્ત કથન પદ્ધતિ છે. ૧૩ાા. Page #89 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા ૨ ૬૫ અનેક અંશે નિહાળે હાથીને હાથ ફેરવી, તપાસી પૂછડી બોલે “અહો! સાવરણી નવી.” ૧૪ હવે ફરી બીજાં દ્રષ્ટાંત આ વાતને વિશેષ સમજાવવા માટે આપે છે : અર્થ :- અનેક આંઘળાઓ ભેગા થયા. તે હાથી ઉપર હાથ ફેરવીને જોવા લાગ્યા કે તે વળી કેવો હોય? જે આંઘળાના હાથમાં પૂંછડી આવી તે બોલ્યો કે અહો! હાથી તો સાવરણી જેવો છે. ||૧૪. કાનને સ્પર્શતો કોઈ કહે છે “ઝૂંપડા સમો', સુંઢને સ્પર્શતો બોલે “સાંબેલું માની લો તમો.” ૧૫ અર્થ :- જે આઘળાએ હાથીનો કાન સ્પર્ધો તે કહેવા લાગ્યો કે હાથી તો સૂપડા જેવો છે. સૂંઢને સ્પર્શનાર આંઘળો બોલ્યો કે હાથીને તમે સાંબેલા સમાન માની લ્યો. //પાા ચોફેર પેટને સ્પર્શી એક “કોઠી સમો’ કહે; તપાસી પગને કોઈ સ્તંભરૂપ જ' તે લહે. ૧૬ અર્થ:- ચોફેર પેટનો સ્પર્શ કરનાર આંથળો બોલ્યો કે હાથી તો કોઠી જેવો છે. જેના હાથમાં પગ આવ્યો તે આંઘળો તપાસીને કહેવા લાગ્યો કે તે તો સ્તંભરૂપ છે અર્થાત્ થાંભલા જેવો છે. ૧૬ાા. એ આકારે જ હાથીને ગ્રહે આગ્રહી અંગનો, સર્વાગે હાથી ના માને, એકાંત મત અંઘનો. ૧૭ અર્થ :- એમ એક અંગના આકારે હાથીનું સ્વરૂપ આગ્રહથી માને અને હાથીના બીજા સર્વ અંગને ન માને. તે આંધળાનો એકાન્ત મત જાણવો. ૧થી પોતાનો પક્ષ સાચો છે', સર્વ વાદ વદે અતિ; સાચા મહાવતે સૌને, છોડાવ્યા નિજ અંગથી. ૧૮ અર્થ - પોતાનો પક્ષ સાચો છે એમ કહી સર્વ આંથળાઓ પરસ્પર અતિ વાદવિવાદ કરવા લાગ્યા. ત્યારે સત્યને બતાવવા માટે મહાવતે સૌને પોત પોતાના ઝાલી રાખેલ હાથીના અંગથી છોડાવ્યા. ૧૮ ફરી ફરી બીજાં અંગો ઝલાબે હાથ ઓળખે; યથાર્થ આકૃતિવાળો હાથી સર્વ હવે લખે. ૧૯ અર્થ - સૌ આઘળાઓને હાથીના બીજા અંગો પણ ફરી ફરી ઝલાવીને બતાવ્યા. તેથી સર્વ અંગોથી યુક્ત એ જ હાથીની યથાર્થ આકૃતિ છે એમ તે સર્વના ખ્યાલમાં એ વાત સમજાઈ ગઈ. ૧૯ાા સર્વાગે તેમ આત્માને અનેકાંતમતિ લખે, અનેક ઘર્મને જાણી આત્મા યથાર્થ ઓળખે. ૨૦ અર્થ – તેમ અનેકાંતમતિવાળો અર્થાત્ સ્યાદ્વાદ બુદ્ધિવાળો વીતરાગનો અનુયાયી આત્માને સર્વાગે એટલે તેના સર્વ પ્રકારના ઘમસહિત જાએ છે. સ્વાદુવાદથી તે આત્માના અનેક ગુણધર્મોને જાણી તેના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે છે. ર૦ના Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ એકાંતે મોક્ષની સિદ્ધિ કોઈ રીતે નહીં બને ‘આત્મા નથી”, કહે તે તો મોક્ષ કોનો થયો ગણે ૨૧ અર્થ :— આત્માના ગુણધર્મોને એકાંતે માનવાથી મોક્ષની પ્રાપ્તિ કોઈ રીતે પણ થાય તેમ નથી. ચારવાક દર્શનવાળા એટલે નાસ્તિક મતવાળા આત્મા નથી એમ માને છે તો પછી આત્માને મોક્ષ પ્રાપ્ત થવાનો પ્રશ્ન જ નથી. II૨૧|| ‘આત્મા એક જ માને તો અનન્ય શુદ્ધ રૂપ તે; ભવે દુઃખો ગણે શાને ? મોક્ષ સાધ્ય ન તેમને, ૨૨ અર્થ :— આ વિશ્વમાં ‘એક જ આત્મા છે’ એમ વેદાંત માને છે, તો તે અનન્ય છે અર્થાત્ તે બીજા રૂપે નથી માટે તે શુદ્ધ સ્વરૂપે જ છે. તો પછી સંસારમાં શુદ્ધ આત્માને દુઃખ શાનું? અને આત્માને દુઃખ જ નથી તો પછી મોક્ષ સાધ્ય કરવાનો ઉપાય શા માટે કરવો. તે વ્યર્થ જન્નાય છે. ।।૨૨।। ‘માત્ર ક્ષણિક આત્મા’ જો મોક્ષ શાશ્વત ના ઘટે; 'ઇશ્વરી યોજના' માન્યું, ના પરાર્થીનતા મટે, ૨૩ અર્થ :— ‘આત્મા તો ક્ષણિક માત્ર છે.' એમ બૌદ્ધ મતવાળા માને છે. એમ માનવાથી તે આત્મા મોક્ષમાં પણ શાશ્વત કરતો નથી. તથા આ જગતને ઇશ્વરી યોજના' એટલે ઇશ્વરની લીલા માનવાથી પ્રાણીભૂતને સદૈવ ઈશ્વરની પરાધીનતા રહી. તે કદી સ્વતંત્ર થઈ શકે જ નહીં. અને સ્વતંત્રતા વિના પરાધીન અવસ્થા જીવને કદી સુખનું કારણ હોઈ શકે નહીં. ।।૨૩।। ‘અકર્તા માત્ર આત્મા’ જો, બંધાયો કેમ તે દીસે ? ‘કર્મ-કર્તા સદા' માન્ય કર્મ-મુક્ત ન કો થશે. ૨૪ અર્થ :— સાંખ્ય મતવાળા આત્માને માત્ર અકર્તા માને છે. તે ચોવીસ પ્રકૃત્તિ અને પચ્ચીસમો પુરુષ = તે આત્મા એમ માને છે. ચોવીસ પ્રકૃતિથી પુરુષરૂપ આત્માનું ભિન્ન થઈ જવું તેને મોક્ષ માને છે, પણ જો આત્મા અકર્તા જ છે તો પછી તે કર્મોથી બંધાયો કેવી રીતે? તેનો વિચાર આવવો જોઈએ. કોઈ મતવાળા એકાન્તે આત્માને કર્મનો સદા કર્તા જ માને છે. એમ માનવાથી કોઈ પણ આત્મા કદી પણ કર્મથી મુકાઈ શકશે નહીં. ।।૨૪।। સર્વજ્ઞ જેમ જાગ્યો છે આત્મા તેમ જ માનતાં, વિરોઘો કોઈ ના દીસે સ્યાદ્વાદ-ધર્મ સાધતાં - ૨૫ અર્થ :સર્વજ્ઞ પુરુષોએ કેવળજ્ઞાન વડે આત્માને જેમ જાણ્યો છે તેમ જ માનવાથી કોઈ પણ વિરોધાભાસ આવશે નહીં. સર્વ વિરોધના નાશને અર્થે ભગવંતે સ્યાદ્વાદ-ધર્મનો ઉપદેશ કર્યો છે. તે પ્રમાણે સર્વત્ર જોવા યોગ્ય છે. ।।૨૫।। ‘આત્મા’ ચૈતન્ય રૂપે ‘છે’, ‘નથી’ તે જડ સર્વથા; સર્વ જ્ઞાનાદિ ગુણોનો ‘એક’ આધાર સર્વદા; ૨૬ સ્યાદ્વાદપૂર્વક સર્વશે આત્માને કેવી રીતે જાણ્યો તે હવે જણાવે છે :– અર્થ :— આત્મા સદા ચૈતન્ય સ્વરૂપ છે. તે સર્વથા જડરૂપે કદી થતો નથી. નિગોદમાં પણ અક્ષરના Page #91 -------------------------------------------------------------------------- ________________ (૨૨) અનેકાંતની પ્રામાણિકતા ૨૬૭ અનંતમાં ભાગે જ્ઞાન હોય છે. વનસ્પતિકાયમાં તે જડ જેવો લાગે પણ તે જડરૂપ નથી. ત્યાં પણ એની સુંદરતા આત્માને લઈને છે. સર્વ જ્ઞાન દર્શનાદિ ગુણોનો સર્વદા એક માત્ર આધાર તે આત્મા જ છે. IFરકા સ્વદ્રવ્ય “એકલો, નિત્ય', પર્યાયે “બહુ” રૂપ તે; અશુદ્ધ સ્થિતિમાં આત્મા “કર્મ-કર્તા” ગણાય છે. ૨૭ અર્થ - પોતાના સ્વઆત્મ દ્રવ્યમાં તે અસંખ્યાત્ પ્રદેશાત્મક આત્મા એકલો જ છે. તે સ્વભાવે નિત્ય છે. તેનો ત્રિકાળમાં નાશ નથી. પણ પર્યાયની અપેક્ષાથી જોતાં તે બહરૂપ છે. પર્યાયની અપેક્ષાએ તે આત્માની અવસ્થા સમયે સમયે પલટાય છે. જ્યારે આત્મા કર્મયુક્ત અશુદ્ધ સ્થિતિમાં હોય છે ત્યારે તે આત્મા કર્મનો કર્તા ગણાય છે. શા. અવસ્થાઓ ‘વિનાશી” સૌ, આત્માદિ દ્રવ્ય “નિત્ય” છે; હોય તેનો નહીં નાશ, નથી તે નહિ ઊપજે. ૨૮ અર્થ - સર્વ દ્રવ્યોની અવસ્થાઓ એટલે પર્યાયો વિનાશી છે. પણ આત્મા આદિ સર્વ મૂળ દ્રવ્યો નિત્ય છે. તેનો ત્રણે કાળમાં નાશ થતો નથી. કેમકે જે દ્રવ્ય વર્તમાનમાં છે તેનો કદી પણ નાશ થઈ શકે નહીં. અને જે દ્રવ્ય વર્તમાનમાં નથી તે કદી ઉત્પન્ન થઈ શકે નહીં. “હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” શ્રીમદ્ રાજચંદ્ર ૨૮ાા અનાદિ કર્મ-સંયોગો જીવ સાથે વિભાવથી, સ્વભાવનું થતાં ભાન તૂટે કર્મની સંતતિ. ૨૯ અર્થ – અનાદિકાળથી રાગદ્વેષ અજ્ઞાનરૂપ વિભાવના કારણે કર્મના સંયોગો જીવ સાથે વળગેલાં છે. પણ જીવને જ્ઞાન દર્શનાદિ પોતાના સ્વભાવનું ભાન થતાં કર્મની સંતતિ એટલે કર્મનો પ્રવાહ તૂટવા માંડે છે. રા મુક્તભાવે વરે મોક્ષ, ભવ્ય જીવો સુયોગથી; મુક્તાત્મા પૂર્ણ સુખી છે, છૂટ્યા સંસાર-સંગથી. ૩૦ અર્થ - મુક્તભાવમાં મોક્ષ છે' પણ રાગદ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ થયે જીવ ભાવ મોક્ષને પામે છે. તે રાગદ્વેષ અજ્ઞાનનો સર્વથા નાશ ભવ્ય જીવો સદ્ગુરુનો સમ્યગૂ યોગ પ્રાપ્ત થવાથી જ કરી શકે છે; બીજી રીતે સ્વચ્છેદે કે કુગુરુ આશ્રયે તે કરી શકતો નથી. સર્વકર્મથી મુકાયેલા મુક્તાત્માઓ સંપૂર્ણ સુખી છે, કેમકે રાગદ્વેષ અજ્ઞાનરૂપ સંસાર સંગથી જે સર્વથા છૂટ્યા છે માટે. ૩૦. શુદ્ધ ઈશ્વર, સંપૂર્ણ, તેવા સર્વ બની શકે, મોક્ષમાં સામ્ય સંપૂર્ણ કહ્યું સર્વજ્ઞ શાસકે. ૩૧ અર્થ - “સર્વ જીવ છે સિદ્ધ સમ’ તેથી સર્વ જીવો શુદ્ધ, ઈશ્વર અને સંપૂર્ણ બની શકે છે. પોતાની સંપૂર્ણ આત્મશુદ્ધતાને પ્રગટાવી ઈશ્વર બની શકે છે. મોક્ષમાં ગયેલ સર્વ જીવોનું સંપૂર્ણ સામ્યપણું અર્થાત્ સરખાપણું છે. ત્યાં કોઈ પ્રકારનું ન્યૂનાવિકપણું નથી. સર્વ પોતાના સ્વભાવમાં રહી સરખા સુખના ભોક્તા બને છે. એમ સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર એવા શાસક તીર્થકર ભગવંતે કહ્યું છે. ૩૧ના Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ સદ્ગુરુ-યોગથી દૃષ્ટિ સાથ્ય-ગ્રાહક સૌ કરો, ભુલ-ભુલામણી છોડી સન્માર્ગે યત્ન આદરો. ૩૨ અર્થ • શ્રી સદ્ગુરુ ભગવંતનો યોગ પામી હવે સૌ પોતાની દૃષ્ટિને, સાધ્ય એવો માત્ર આત્મા છે તે પ્રાપ્ત કરવાની ભાવના જાગે એવી કરો અર્થાત્ હવે સૌ આત્મ-ગ્રાહક થાઓ. અસદ્ગુરુથી થતી ભુલભુલામણીને છોડી દઈ હવે સાચા મોક્ષમાર્ગે ચાલવાનો પુરુષાર્થ આદરો. એ જ આ અમુલ્ય માનવદેહ મળ્યાનું સાર્થકપણું છે. ।।૩૨।। અનેકાંત એટલે સ્યાદ્વાદપૂર્વક ગુરુગમે તત્ત્વને જાણવાથી મનની ભ્રાન્તિ નાશ પામે છે. “અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે.” (વ.પૃ.૨૫૦) અજ્ઞાનવશ જીવને અનેક પ્રકારની ભ્રાન્તિ થઈ ગયેલ છે. જેમકે દેહને આત્મા માનવો, ઘનમાં સુખ માનવું, સ્ત્રી, પુત્રાદિને પોતાના માનવા, એમ સંસારમાં સુખબુદ્ધિ અનાદિથી ચાલી આવે છે. તે મનની ભ્રાંતિને કેમ દૂર કરવી તેના ઉપાયો આ પાઠમાં દર્શાવવામાં આવે છે. (૨૩) મન-ભ્રાંતિ (વસંતતિલકા વૃત્ત) * જેને નિરાંત મનમાં સમકિત પામ્ય, આત્મા કૃતાર્થ સમજાય, યથાર્થ જામ્યું; ભ્રાંતિ ગયે મન તણી સ્વરૂપે રમે જે, તે રાજચંદ્ર-ચરણે શિર આ નમે છે. ૧ અર્થ :— જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી અનંતકાળનું પરિભ્રમણ મટી ગયું અને મોક્ષ નિશ્ચિત થયો એવા જ્ઞાનીપુરુષોના મનમાં હવે સદા નિરાંત છે. તથા જેમ છે તેમ સ્વરૂપમાં સ્થિરતા જામવાથી અર્થાત્ થવાથી જેને આત્મા કૃતાર્થ જણાયો છે. કૃતાર્થ એટલે આ દેહે કરવા યોગ્ય જે સમકિત હતું તે કરી લીધું, એવો જણાય છે. તથા જેને દેહમાં આત્મબુદ્ધિ કરવાની, અનાદિની મનની ભ્રાંતિ ટળી જઈ સ્વરૂપમાં રમણતા થઈ છે, એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં આ મારું શિર ભક્તિભાવથી નમી પડે છે. ।।૧।। સંસાર પાર કરવા શરણું ગ્રહું હું, વિક્ષેપ-દોષ દળવા કરુણા ચહું છું; આજ્ઞા સદા હૃદયમાં રમમાણ રાખું, ભક્તિ-પ્રવાહ-પૂરમાં ભવ ગાળી નાખું. ૨ અર્થ – આ ભયંકર સંસારરૂપી વનને પાર કરવા માટે પરમકૃપાળુદેવનું હું શરણ સ્વીકારું છું. અનાદિકાળથી હું દેહાદિસ્વરૂપ છું, દેહસ્ત્રી પુત્રાદિ મારા છે એવી આત્મસ્રાંતિને લઈને થતો મારા મનનો વિક્ષેપ, તેને દળવા એટલે ચૂરી નાખવા માટે આપ પ્રભુની મારા પર સદા દયા ઇચ્છું છું, આપની પરમ કૃપા ચાહું છું. વળી આત્મશાંતિને પામવા, આપ પ્રભુની સહજાત્મસ્વરૂપના સ્મરણમાં રહેવાની આજ્ઞાને સદાય હૃદયમાં ૨મમાણ એટલે રમતી રાખું અર્થાત્ આત્મજાગૃતિને કદી ભૂલું નહીં. તથા આપની ભક્તિરૂપી નદીના પ્રવાહનું પૂર આવેલ છે. તેમાં ભળી જઈ બાકી રહેલ આયુષ્યને તેમાંજ પુરું કરી નાખું. ॥૨॥ Page #93 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨ ૬૯ આઘાર એક મનનો જગમાં જણાય, વિશ્વાસ, હિતકર વાત વિષે, ગણાય; સંબંઘ સર્વ પછીના વઘતા વિશેષ, અત્યંત ગાઢ મમતા વઘતી અશેષ. ૩ અર્થ - જગતના સર્વ કાર્ય કરવામાં આધારભૂત એક આ મન છે. ભાવમને આત્મા પોતે જ છે. આ મન વિભાવભાવમાં પ્રવૃત્તવાથી બઘો સંસાર ઊભો થયો છે. બંઘ અને મોક્ષનું કારણ પણ આ મન જ છે, જ્યાં મનને હિતરૂપ એટલે સુખરૂપ જણાય ત્યાં તે વિશ્વાસ કરીને શીધ્ર દોડી જાય છે. “બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી; શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ, ચિત્તની લીનતા થતી.”-સમાધિશતક જ્યાં મનને સુખરૂપ ભાસે ત્યાં પછીના સર્વ સંબંધો વિશેષ વધવા લાગે છે. અને ત્યાં અત્યંત ગાઢ મમત્વભાવને અશેષપણે એટલે સંપૂર્ણપણે વઘારી દે છે. [૩] માતા પ્રતિ શિશુ તણું મન જાય શાથી? ‘એ હિતકાર જગમાં” મનમાં વસ્યાથી; ઝાઝો પરિચય થયે મમતા ઘડે છે, તેનો વિયોગ જર વાર થતાં રડે છે. ૪ મનની ભ્રાંતિને લઈને જગતમાં જાદા જાદા પદાર્થોમાં જીવ સુખ બુદ્ધિ કરે છે. તે જણાવે છે : અર્થ - માતા પ્રત્યે બાળકનું મન શાથી જાય છે ? તો કે એ મારું હિત કરનારી છે એવું તેના મનમાં પૂરેપુરું વસેલું છે તેથી જાય છે. પછી માતાનો ઝાઝો પરિચય થવાથી તેમાં મને મારાપણું સ્થાપે છે. અને તેનો થોડા સમયનો વિયોગ થતાં પણ તે બાળક રડવા બેસે છે. જો તે રીતની જ ઘનમાં મનની રુચિ જો; લક્ષ્મી વડે બથ મળે હિતકારી ચીજો; ઝંખે સદાય દિનરાત કમાણ કાજે, દુઃખો ખમે, નહિ ગણે વળી લોક-લાજે. ૫ અજ્ઞાનના કારણે ઘનમાં સુખબુદ્ધિની ભ્રાંતિ થઈ ગઈ છે તે હવે જણાવે છે – અર્થ - બાળકની જેમ સંસારી જીવને ઘનમાં સુખબુદ્ધિ થઈ ગઈ છે. તેથી મનને ઘન પ્રાપ્ત કરવામાં જ રૂચિ રહે છે. તે એમ માને છે કે ઘન હોય તો બધી ભૌતિક સુખ સામગ્રી મેળવી શકાય. માટે રાતદિવસ તે ઘન કમાવા અર્થે સદાય ઝંખતો રહે છે. તે મેળવવા અનેક પ્રકારના દુઃખોને સહન કરે છે તથા તે ઘનની પ્રાપ્તિ અર્થે ગમે તેવાં કામ કરતાં લોકલાજને પણ ગણતો નથી. //પા આસક્ત સૌ વ્યસનમાં ઑવ જે જણાય, તેમાંય માત્ર હિતબુદ્ધિ ગણી તણાય; મુખે કહે વ્યસન ના છૂટતું જરાય, તોયે અભાવ ન ખરા દિલથી કરાય. ૬ વ્યસનીને મન વ્યસન જ ભ્રાંતિથી સુખરૂપ જણાય છે. તે હવે કહે છે. અર્થ:- વ્યસનમાં જે જીવો આસક્ત છે, તે પણ તેમાં માત્ર સુખબુદ્ધિ કરીને જ તણાય છે. મોઢેથી એમ બોલે કે શું કરીએ આ વ્યસન જરાય છૂટતું નથી. પણ ખરા દિલથી તે વ્યસન પ્રત્યે જીવને અભાવ થતો નથી. કેમકે તેણે મનની ભ્રાંતિથી તેમાં સુખબુદ્ધિ કરેલ છે. કા. દેહાદિમાં મન રમે મમતા ઘરીને, સંસાર-કારણ વિષે પ્રિયતા કરીને; સંસારનો ભય નથી મન-માંકડાને, માથે ભમે મરણ, ભાન ન રાંકડાને. ૭ સંસારી જીવોનું મન હમેશાં દેહાદિમાં જ રમ્યા કરે છે તે વિષે જણાવે છે :અર્થ - સંસારી જીવ ભ્રાંતિથી દેહ, સ્ત્રી, પુત્રાદિમાં જ સુખ માની તેમાં મમતા કરીને ત્યાં જ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ રમ્યા કરે છે. જે સંસાર વૃદ્ધિનું કારણ છે એવા આ પદાર્થોમાં જ મન પ્રિયતા ઘટે છે. પણ આ ચંચળ એવા મનરૂપી માંકડાને અર્થાત્ વાંદરાને મોહવશ આ દુઃખરૂપ સંસારવૃદ્ધિનો ભય લાગતો નથી. કેમકે અજ્ઞાન છે. માથે મરણ સદાય ભમી રહ્યું છે તો પણ આ રાંકડાને એટલે વિવેકબુદ્ધિથી હીન એવા આ ગરીબડાને કંઈ પણ તેનું ભાન આવતું નથી. //ળી સંસાર-ભાવ જનયોગથી જીવ ઘુંટે, માહાભ્ય બાહ્ય નજરે પરનું ન છૂટે; સાધુ બની, બહુ ભણી, યશલાભ લૂંટે, તોયે ન ભ્રાંતિ ઘટતી, ચઢતી જ ઊંટે. ૮ સંસારી જીવોને ભ્રાંતિથી જગતની બાહ્ય વસ્તુનું જ સદા માહાભ્ય રહ્યા કરે છે તે જણાવે છે : અર્થ - સંસારી જીવોના સંગથી જીવ સદા સંસારભાવને જ ઘૂંટ્યા કરે છે. તથા તેમની દ્રષ્ટિ સદાય બાહ્ય ભૌતિક પદાર્થો ઉપર હોવાથી તેનું માહાત્મ મનમાંથી છૂટતું નથી. સાધુ બનીને, બહુ શાસ્ત્રાભ્યાસ કરીને પણ યશનો લાભ લુંટવા મંડી પડે છે. અનાદિની જે આત્મભ્રાંતિ છે તે તો ઘટતી નથી પણ વિશેષ અભિમાન કરીને તે આત્મભ્રાંતિને વઘારી ઊંટીયું ઊભું કરે છે. IIટા જો પુણ્ય-યોગ-ઉદયે ઘટ મોહ, જાગે વૈરાગ્ય, ને અનુભવી ગુરુ હાથ લાગે; સેવા કરી સુગુરુની રુચિ મોક્ષની જો, સ્થાપે ઉરે અચળ, તે જ ખરા મુનિ તા. ૯ કોઈ સદ્ગુરુનો યોગ મળી જાય તો બધું સીધું થઈ જાય એમ જણાવે છે : અર્થ - જો પુણ્યયોગના ઉદયે મોહનીય કર્મ ઘટી જઈ સાચો વૈરાગ્યભાવ જાગે અને આત્મા અનુભવી સગુરુ જો હાથ લાગે તો જીવનું કલ્યાણ થવા સંભવ છે. એવા સદ્દગુરુ ભગવંતની સેવા કરીને અર્થાત્ તેમની આજ્ઞા ઉપાસીને રૂચિ માત્ર મોક્ષની જ હૃદયમાં અચળપણે સ્થાપે, તે જ ખરા આરાધક મુનિ કહેવા યોગ્ય છે. લા. સમ્યકત્વ પામી મમતા તર્જી વિચરે જે, ભ્રાંતિરહિત મન-શાંતિ અનુભવે છે; સન્માર્ગ હસ્તગત જો, નહિ મોક્ષ દૂર, પ્રારબ્ધ પૂર્ણ કરી, લે ઑવ શિવ-પુર. ૧૦ આત્મજ્ઞાની મહાત્માઓ જ ખરી આત્મશાંતિને અનુભવી મોક્ષને સાથે છે. તે વિષે જણાવે છે – અર્થ - સમ્યગ્દર્શનને પામી મમતાભાવને તજી દઈ જે જગતમાં વિચરે છે, એવા મુનિઓ જ આત્મભ્રાંતિ રહિત થઈને મનની શાંતિને અનુભવે છે. સમ્યગ્દર્શન વડે સાચો મોક્ષમાર્ગ હસ્તગત છે તો તેમને હવે મોક્ષ બહુ દૂર નથી. તે તો પોતાના બાંઘેલ પ્રારબ્ધ કર્મને ઉદયાથીન ભોગવી શિવપુર એટલે મોક્ષનગરમાં જઈ અનંતસુખમાં સર્વકાળને માટે બિરાજમાન થાય છે. ૧૦ાા સમ્યકત્વ કે સુગુરુ-આશ્રય મોક્ષ માટે છે ઉત્તમોત્તમ ઉપાય જ શિર-સાટે; ના કાયરો કરી શકે મનરોઘ કેમે, આ વિશ્વનાચ નભવે મનડું વહેમે. ૧૧ મનભ્રાંતિને ટાળવા માટે સદ્ગુરુનો આશ્રય સદૈવ કર્તવ્ય છે, તે જણાવે છે : અર્થ - મનભ્રાંતિને ટાળવાનો ઉત્તમોત્તમ ઉપાય સદ્ગુરુ પ્રત્યે દ્રઢ શ્રદ્ધારૂપ સમકિત અને તેનો આશ્રય છે. તે વડે જીવનો મોક્ષ થાય છે. પણ તે મોક્ષની પ્રાપ્તિ શિરના સાટે થાય છે. સંતોએ કહ્યું છે કેઃ હરિરસ મોંઘે અમૂલ છે, શિરને સાટે વેચાયજી; શિરના સાટાં રે સંતો જે કરે, મહારસ તેને દેવાયજી. હરિરસ મોંધે અમૂલ છે.” Page #95 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭ ૧ ફરી કહ્યું : “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને; પરથમ પહેલાં મસ્તક મૂકી, વરતી લેવું નામ જોને.” કાયર પુરુષો આ મનનો રોઘ કોઈ રીતે કરી શકે નહીં. કેમકે આ મનડું તો વહેમ એટલે સંદેહ, મિથ્યાત્વ, સંશય, ભ્રાંતિ અને કલ્પના વડે જીવને ચૌદ રાજલોકરૂપ વિશ્વમાં નાચ નચાવે છે અને તેને નભવે છે અર્થાત્ તે નાચને અનાદિથી આ મનડું નવા કર્મ બંઘાવીને નભાવી રાખે છે. /૧૧ાા. ચિત્ત-પ્રપંચથી વિકાર થતા હણે જે, મુક્તિવલ્થ પરણશે, મુનિઓ ભણે છે. સવાર્થસિદ્ધિ સહજે મન દૈત્ય જીત્ય; ક્લેશો બઘા અફળ ચંચળતાથી નિત્ય. ૧૨ મનરૂપી રાક્ષસને વશ કરવાથી જ સર્વ સિદ્ધિ સાંપડે છે, તે જણાવે છે – અર્થ :- ચિત્તના પ્રપંચથી એટલે મનના વિકલ્પથી ઉત્પન્ન થતાં વિકારને જે હણશે તે મુક્તિરૂપી સ્ત્રીને પરણશે એમ મુનિ મહાત્માઓ જણાવે છે. મનરૂપી દૈત્ય એટલે રાક્ષસને જીતવાથી સર્વ અર્થની સિદ્ધિ સહજે થાય છે, અને ક્લેશના કારણો પણ બઘા અનુકૂળ થઈ જાય છે. જ્યારે મનની ચંચળતા તો જીવને સદા ક્લેશરૂપ છે. કેમકે – “ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે.” (વ.પૃ.૧૨૮) /૧૨ાા તાદાભ્ય જે સ્વપરનું શૂરવીર ભેદે, તે જ્ઞાની ચંચળપણું મનનું ય છેદે. શુદ્ધિ ખરી મન તણી, નહિ કાયશુદ્ધિ; ભ્રાંતિ ગયે મનન, જાય ઉપાધિ-બુદ્ધિ. ૧૩ સાચી શુદ્ધિ મનની છે, શરીરની નથી, તે હવે જણાવે છે – અર્થ - અનાદિથી ચાલ્યા આવતા સ્વ આત્માના દેહાદિ એવા પર પદાર્થ સાથેના તાદાભ્યપણાને એટલે એકમેકપણાને જે શૂરવીર પુરુષ જ્ઞાનરૂપી છીણી વડે ભેદી નાખશે, તે જ્ઞાની આત્મબળે કરીને આ મનના ચંચળપણાને પણ જરૂર છેડશે. ખરી શુદ્ધિ મનની છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” મનની શુદ્ધિ વડે જ જીવ મોક્ષને પામે છે; નહીં કે કાયશુદ્ધિ વડે. આત્મા સિવાય પરપદાર્થમાં સુખ છે એવી મનની ભ્રાંતિ જો ચાલી ગઈ તો પરપદાર્થને ગ્રહણ કરવાની બુદ્ધિ પણ ચાલી જાય છે. પછી તે સંસારની ઉપાધિને કદી વહોરતો નથી. II૧૩ના જો ચિત્તશુદ્ધિ નથ સાથ યથાર્થ ભાવે, તો મોક્ષ-વાત વચને, ફળ અન્ય આવે; સ્વચ્છેદ વર્તન મનોરથનું ન રોકે ને ધ્યાન-વર્ણન કરે, નહિ લાજ લોકે. ૧૪ જો ચિત્તશુદ્ધિ કરીને સ્વચ્છંદ વર્તન રોકશે નહીં તો જીવનો મોક્ષ થશે નહીં એમ જણાવે છે. અર્થ - જો મનની શુદ્ધિને સાચા ભાવથી નહીં સાથી તો મોક્ષની વાત માત્ર વાણીમાં રહેશે અને ફળ પણ મનના વ્યાપાર પ્રમાણે બીજાં જ આવશે. શેઠ સામાયિકમાં બેઠા હોય પણ મન બહાર વ્યવહાર કે વ્યાપારમાં હોય તો તેનું ફળ અશુભ જ આવશે. તેમ પોતાની મરજી પ્રમાણે સ્વચ્છેદથી વર્તન કરવાનું જે રોકતા નથી અને લોકોમાં ધ્યાનનું વર્ણન કરતાં પણ જેને લાજ આવતી નથી, તેવા જીવો મોક્ષ પામવાને યોગ્ય થતા નથી. ૧૪ ભ્રાંતિ ટળી મન બને સ્થિર જેથી તત્ત્વ તે ધ્યાન, તત્ત્વ પણ તે જ ગણો મહત્વે; ગુણો પલાયન કરે, મન જો ન શુદ્ધ, આવી ઘણા ગુણ વસે, મન નો વિશુદ્ધ. ૧૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨ ૭૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પરમાં સુખની ભ્રાંતિ ટળી જઈ, જો મન શુદ્ધ થાય તો ઘણા ગુણો પ્રગટે, તે હવે જણાવે છે : અર્થ :- જે આત્મા સંબંધીના તત્ત્વજ્ઞાનવડે સંસારમાં સુખ છે એવી ભ્રાંતિ ટળી જઈ મન સ્થિર થાય તેને જ ખરૂ ધ્યાન અથવા મહાન તત્ત્વજ્ઞાન જાણો. જો મનશુદ્ધિ નહીં હશે તો ગુણો બઘા પલાયન થઈ જશે અર્થાત જતા રહેશે. અને મન જો વિશુદ્ધ હશે તો ઘણા ગુણો આવીને તમારામાં નિવાસ કરશે. ૧પના જ્ઞાન, વ્રતો, શ્રત, તપો, પર-ઉપકારો, ઇંદ્રિયનો જય, કષાય-શમાદિ ઘારો; તોયે મનોજય વિના ભવનો ન આરો; પામો નહીં કણ કર્યો કુશકા-કુટારો. ૧૬ મનના જય વગર ગમે તેટલા તપ કરો પણ તેથી મુક્તિ નથી, તે વિષે હવે જણાવે છે – અર્થ - ગમે તેટલો જ્ઞાનનો ક્ષયોપશમ હોય, વ્રતો પાળે, શ્રુત એટલે શાસ્ત્રજ્ઞાન હોય, તપ કરતો હોય, પરોપકારવાળી બુદ્ધિ હોય, બાહ્યથી ઇન્દ્રિયોનો જય હોય, ક્રોધાદિ કષાયોનું શમન હોય, પણ જો મન ઉપર વિજય મેળવ્યો નથી તો આ સંસારનો પાર કદી આવશે નહીં. જેમ કુશકા એટલે છોડા ખાંડ્યું દાણ મળશે નહીં કે પાણી વલોળે માખણ નીકળશે નહીં તેમ તે જીવ મુક્તિને પામશે નહીં. મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્ધાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં. પણ આપણે એને દોરવું; અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગ ન ટાગ્યા જેવો થાય છે, લોક-લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાઘનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.” (વ.પૃ.૧૦૮) /૧૬ો. ભ્રાંતિ સમાન નથી રોગ અતીવ ભારે, ના વૈદ્ય સદ્ગુરુ સમા ભવ જે નિવારે; આજ્ઞા સમાન નથી પથ્ય, વિચારી જોજો, સંધ્યાનસૂચક વિચાર દવા પી જોજો. ૧૭ આત્મભ્રાંતિ જેવો કોઈ રોગ નથી, તે નિવારવા તેના ઉપાય જણાવે છે : અર્થ - મનને અજ્ઞાનવશ એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે દેહ તે જ હું છું. એમ દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ સમાન અતીવ એટલે અત્યંત ભયંકર બીજો કોઈ રોગ નથી. તે ભવ રોગને મટાડવા માટે ગુરુ જેવા બીજા કોઈ નિષ્ણાત વૈદ્ય નથી. સત્પરુષની આજ્ઞાએ ચાલવા સમાન બીજાં કાંઈ પથ્ય નથી. કેમકે જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે.” (વ.પૃ.૪૧૧) તેમજ ઘર્મધ્યાનનું કારણ થાય એવા સત્પરુષના વચનોના વિચારરૂપ ઔષઘ સમાન તે આત્મભ્રાંતિને ટાળવા માટે બીજો કોઈ ઉપાય નથી. માટે પુરુષના વચનરૂપ ઔષઘને તમો જરૂર પી જોજો. જેથી અનાદિકાળનો તમારો આત્મભ્રાંતિરૂપ રોગ જરૂર નાશ પામશે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષઘ વિચાર ધ્યાન.”-આત્મસિદ્ધિ ૧ળા જો ભાવશુદ્ધિ મનદોડ મટાડ પામે, તો જે અલભ્ય મુનિને, પદ તેની સામે જે ના થયું તપ વડે, સહજે બને તે, કર્મો અનંત ભવનાં ક્ષણમાં ખપે છે. ૧૮ જે મનના વિકલ્પો મટાડીને ભાવશુદ્ધિ કરશે તે ઉત્તમપદને પામશે એમ જણાવે છે : Page #97 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭૩ અર્થ - મનની અનાદિની દોડ મટાડીને જે ભાવશુદ્ધિ પામશે તે ભવ્ય મુનિને પણ દુર્લભ એવા ઉત્તમ પદને પામશે. અનેક બાહ્ય તપ કરતાં જે પદની પ્રાપ્તિ મુનિને નહીં થઈ તે ભાવશુદ્ધિ વડે સહજે થાય છે અને અનંત ભવના કર્મો પણ તેથી ક્ષણમાં નાશ પામે છે. ૧૮ ભૂલી બઘા વિષય, શાંત અસંગ યોગી, અક્ષોભવૃત્તિથી થયા પરમાત્મભોગી; પાતાળ ને નભ વિષે ક્ષણમાં પહોંચે, તે ચિત્ત જીતી ન ચળે કદી ભોગ-લાંચે. ૧૯ જેની ભાવશુદ્ધિ થઈ છે તેવા મનોજયી મહાત્માઓ ભોગના નિમિત્તોમાં પણ ચલાયમાન થતા નથી તે જણાવે છે : અર્થ - જે બઘા ઇન્દ્રિયોના વિષયોને ભૂલી જઈ શાંત અસંગ યોગી બની, મનની ક્ષોભકારી વૃત્તિઓને જીતીને પરમાત્મપદના ભોગી થયા છે તે મહાત્માઓ કદી ચલાયમાન થતા નથી. ક્ષણમાં પાતાળ અને ક્ષણમાં નભ એટલે આકાશમાં પહોંચનાર એવા મનને પણ જેણે જીતી લીધું છે એવા મહાત્માઓ ભોગની લાલસાથી કદી ચલાયમાન થતા નથી. ૧૯ તે વિશ્વવંદ્ય ગુરુ છે ઉપકારી મારા, દુર્દશ્ય ચિત્ત જીંત બોઘથી તારનારા, છે દેહઘારી અશરીરી દશા વઘારી, તે ભાગ્યશાળી નરરત્ન જ મુક્તિ-બારી. ૨૦ જેણે દુરારાધ્ય મનને વશ આપ્યું એવા પરમકૃપાળુ પરમાત્મા તે અમારા પરોપકારી ગુરુ છે. તે વાતને આ ગાળામાં સ્પષ્ટ કરે છે : અર્થ - વિશ્વને વંદન કરવા લાયક એવા પરમકૃપાળુ ગુરુદેવ તે મારા પરમ ઉપકારી છે, કે જેણે દુર્દમ્ય એટલે દુઃખે કરીને દમી શકાય એવા મનને જીતી લઈ જગતના જીવોને તારવા માટે ઉપદેશ આપ્યો છે. જે દેહઘારી હોવા છતાં પણ અશરીરીભાવે જીવનાર છે. જેની આત્મદશા સમયે સમયે વૃદ્ધિ પામે છે એવા ભાગ્યશાળી નરોમાં રત્ન સમાન સદગુરુ તે ભવ્યોને મોક્ષ મેળવવા માટે બારી સમાન છે. “અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૦) “અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અને પોતે નથી એમ કહેવા તુલ્ય છે.” (વ.પૃ.૩૫૪) //ર૦ાા સત્સંગ, સપુરુષયોગ વિશેષ સાઘ, અજ્ઞાન તો જ ટળશે ક્રમથી અગાઘ. અજ્ઞાન એ જ ભય, સાઘક સૌ ગણે છે; સંસાર સર્વ બળતો, પ્રભુ યે ભણે છે. ૨૧ મુમુક્ષને મન અજ્ઞાન એટલે આત્મભ્રાંતિ એ જ મોટો ભય છે. તેને નિવારવા સત્સંગ અને સપુરુષનો યોગ સાધવા હવે ભલામણ કરે છે : અર્થ - સત્સંગ અને સત્પરુષનો યોગ મેળવી તેની વિશેષ આરાધના કરવી તો જ અનાદિકાળનું અગાઘ અજ્ઞાન ક્રમપૂર્વક ટળશે. સૌથી મોટામાં મોટું પાપ અજ્ઞાન એટલે મિથ્યાત્વ છે. તેથી સૌ સાધક પુરુષો અજ્ઞાનને જ મહા ભયકારી માને છે. એ અજ્ઞાનના કારણે જ જીવ સંસારમાં રાગદ્વેષ કરીને ત્રિવિઘતાપથી આકુલિત થયા કરે છે. એમ પરમકૃપાળુ પરમાત્મા ઉપદેશે છે : મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઇચ્છા હોય Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રાવોધ-વિવેચન ભાગ-૧ ૨૭૪ નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.'' (વ.પૃ.૪૩) ||૨૧|| જો પૂર્વ-કર્મ હણવા જીવ બુદ્ઘિ થારે, અજ્ઞાન દૂર કરવા દૃઢતા વધારે, સત્સંગ, સદ્ગુરુ ઉપાય અચૂક ઘર્મ, આરાથતાં જરૂર દૂર થના૨ કર્મ. ૨૨ પૂર્વકર્મ અને અજ્ઞાનને હણવાનો અચૂક ઉપાય સત્સંગ અને સદ્ગુરુનો આશ્રય છે. તે જણાવે છે : અર્થ :— જો જીવ પૂર્વકર્મને હણવા માટેની બુદ્ધિને ધારણ કરે તેમજ પરમાં સુખબુદ્ધિરૂપ અજ્ઞાનને દૂર કરવા મનમાં રૃઢતા વધારે અને તેમ કરવા સત્સંગ અને સદ્ગુરુનો દૃઢ આશ્રય કરે; તો તેવા આત્મધર્મના અચૂક ઉપાયને આરાધનાર જીવના સર્વ પ્રકારના કર્મો જરૂર નાશ પામશે. : કરવાનો દૃષ્ટાંત – દૃઢપ્રહારીએ અનેક પાપ કર્યાં છતાં સદ્ગુરુનો આશ્રય પામી બધા કર્મોને નાશ दृढ નિશ્ચય કર્યો તો છ મહિનામાં જ સર્વ કર્મોને નષ્ટ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું, ।।૨૨।। અજ્ઞાન મૂળ ભૂલ, ના સમજાય આપે, ના જાણી જોઈ ભૂલ કો મનમાંહિ થાપે; જ્ઞાનીજને જરૂર ઓળખીને ઉખાડી, તેની જ સંગતિ કરી ભુલ દે મટાડી. ૨૩ અનાદિકાળના અજ્ઞાનની મૂળ ભુલ જ્ઞાનીપુરુષો દ્વારા જ મટી શકે છે તે જણાવે છે – અર્થ :– અનાદિનું અગૃહિત મિથ્યાત્વ અથવા અજ્ઞાન એ જ મૂળભૂત ભૂલ છે. તે પોતાની મેળે જીવને સમજાતી નથી. કોઈ જાણી જોઈને ભૂલ કરે નહીં કે તેને મનમાં સ્થાપે નહીં; પણ તે ભૂલનું ભાન જ જીવને આજ સુધી થયું નથી. જ્ઞાનીપુરુષે જરૂર તે ભૂલને ઓળખી તેનો ઉપાય કરીને તેને ઉખેડી નાખી છે. માટે તેવા જ્ઞાનીપુરુષોની સંગતિ કરી અર્થાત્ તેમની આશાએ વર્તીને તે ભૂલ હવે જરૂર મટાડી દેવી જોઈએ. જેમકે પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને કહ્યું કે અમે અનાદિકાળથી રખડીએ છીએ માટે અમારી સંભાળ લો. કૃપાળુદેવની આજ્ઞા ઉઠાવવાથી તેમની અજ્ઞાનરૂપ અનાદિની મૂળ ભૂલ હતી તે નાશ પામી. ।।૨ા જો સ્વપ્નમાં મરણ નિજ જણાય, કોને ? ભ્રાંતિ વિષે નહિ અશક્ય કશું ય, જોને; તેવી રીતે પ૨પદારથ નિજ જાણે, પોતે જ દેહમય માર્ની વિભાવ માણે. ૨૪ મનભ્રાંતિથી પરવસ્તુને પોતાની માની આ જીવ સંસારમાં રઝળ્યા કરે છે. તે વિષે જણાવે છે કે :– અર્થ :– સ્વપ્નામાં જીવને પોતાનું જ મ૨ણ જણાય છે. તે ક્રોને જણાય છે ? તો કે ભ્રાંતિથી પોતાને જ જણાય છે. એમ ભ્રાંતિ વડે કશુંય અશક્ય નથી. તેવી જ રીતે જે પદાર્થો પોતાથી સાવ પર છે તેને અજ્ઞાનવશ જીવ પોતાના માને છે, જેમકે પોતે કોણ છે? તો કે આ શરીર, તે જ હું છું, એમ પોતે જ પોતાને દેહમય માની વિભાવભાવોમાં સુખ કલ્પી રચીપચીને કર્મ ઉપાર્જન કર્યા કરે છે, “સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવા બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે;” (વ.પૃ.૪૩૬) “તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.’’ (વ.પૃ.૨૧૨) II૨૪॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૨૩) મન-ભ્રાંતિ ૨૭૫ એ માન્યતા જ ભવહેતુ, અનાદિ સેવી, અજ્ઞાન એ જ, જનની-જનકાદિ એવી કુંકલ્પના કરી અનેક ગણી સગાઈ, તે જાય તો જફૅર મોક્ષ થનાર, ભાઈ. ૨૫ અર્થ - હું દેહાદિ સ્વરૂપ છું અને દેહસ્ત્રી પુત્રાદિ મારા છે એ માન્યતા જ ભવ એટલે સંસાર વૃદ્ધિનું કારણ છે. “બીજા દેહોતણું બીજ આ દેહે આત્મભાવના.” -સમાધિશતક અનાદિકાળથી આ જ ભાવનાને જીવે તેવી છે, એ જ તેનું અજ્ઞાન છે. તેના કારણે પરમાં માતાપિતા, સ્ત્રી, પુત્ર, મિત્ર આદિની કુકલ્પના કરીને અનેકગણી સગાઈ આ જીવે વઘારી દીધી છે. પણ હે ભાઈ, હવે એવી ભાવ કલ્પનાઓ જાય તો જરૂર તારો મોક્ષ થાય એમ છે. એ જ માન્યતા તે સંસાર છે તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે.” (વ.પૃ.૪૩૬) //રપી તે ટાળવા જ સહુ સાઘન સાધવાનાં, સત્સંગ, સપુરુષ આદિક સેવવાનાં; તે કાજ જો બળ બધું વપરાય જેનું, તેને જ સિદ્ધિ સહજે, બળ ઘન્ય તેનું! ૨૬ દેહમાં આત્મબુદ્ધિ ટાળવા માટે જેનું બળ વપરાશે તે જ સિદ્ધિને પામશે એ વાત હવે જણાવે છે – અર્થ - હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારાં છે, એ માન્યતાને ટાળવા માટે જ સત્સંગ, સપુરુષ આદિ સર્વ સાઘન ઉપાસવાના છે. તે અર્થે જેનું બધું આત્મબળ વપરાશે તે આત્મસિદ્ધિને સહજ પામશે; અને તેનું જ આત્મબળ ઘન્ય ગણવા યોગ્ય છે. એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાઘન કહ્યાં છે; અને તે સાઘન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વઘારે શું કહીએ?” (વ.પૃ.૪૩૬) //રકા જો આટલું જ જીંવમાં પરિણામ પામે, તો સો વ્રતો નિયમ ભક્તિ વિના વિરામે; શાસ્ત્રો બઘાં ભણી ગયો, ભ્રમ જો મટે તો, ભ્રાંતિ જશે મનન, જો પરથી હઠે તો. ૨૭ જો દેહમાં રહેલી આત્મબુદ્ધિ ટળે તો જીવે વ્રત, નિયમ, ભક્તિ આદિ સર્વ કરી લીઘા એમ કહે છે : અર્થ :- જો આટલું જ એટલે દેહમાં પર બુદ્ધિ અને સ્વઆત્મામાં આત્મબુદ્ધિ યથાર્થ પરિણામ પામી જાય તો તે સર્વ વ્રત, નિયમ, જપ, ભક્તિ કર્યા વિના જ સર્વ વિભાવભાવથી વિરામ પામશે; કેમકે સર્વ ક્રિયા કરીને પણ દેહમાં આત્મબુદ્ધિ ટાળવાની છે. તેથી આમ જેણે કરી લીધું તે સર્વ શાસ્ત્રો ભણી ગયો. પણ આવું થશે ક્યારે ? તો કે પરને પોતાના માનવારૂપ મૂળ ભૂલ અર્થાત્ મનની ભ્રાંતિ જ્યારે મટશે ત્યારે જ ખરેખર આત્મસિદ્ધિની તેને પ્રાપ્તિ થશે. “આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતી.” (વ.પૃ.૪૩૬) /રશા રાગાદિ ભાવ મનમાં મૂંઢતા જગાવે, ભ્રાંતિ અતિ ઊભું કરે ભયમાં ભમાવે; લેશિત, શંકિત કરે મન રોગ-કાળે, મોક્ષાર્થી તેથી રિપુ જાણી વિભાવ ટાળે. ૨૮ આત્મભ્રાંતિનું મૂળ રાગાદિ ભાવ છે તે જણાવે છે – અર્થ – પરવસ્તુમાં થતાં રાગ દ્વેષાદિ ભાવ મનમાં મૂઢતાને જન્મ આપે છે. તે મૂઢતા અત્યંત Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આત્મભ્રાંતિને ઊભી કરી મનમાં આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, અગુતિ ભય, વેદના ભય વગેરે લાવીને સંસારમાં જ જીવને ભમાવે છે. રોગ વખતે પણ હું મરી જઈશ એવી શંકા મનમાં થાય છે અને મારા આ સગાં વ્હાલાનો સંયોગ છૂટી જશે આદિ ભાવો જીવને ક્લેશિત કરે છે; માટે મોક્ષનો અર્થી એવો મુમુક્ષુ જીવ તો આ રાગાદિ વિભાવ ભાવોને શત્રુ જાણીને ટાળવાનો જ પુરુષાર્થ કરે છે. ૨૮. રાગાદિ-કાદવ મનોજળના ગયા જો, સર્વે જણાય, વિતરાગ સુખી થયા તો; કમોંથી મુક્ત વિતરાગ થનાર, જો, તે રૈલોક્યનાથ ભગવાન મહાન પોતે. ૨૯ રાગાદિ ભાવો ગયે પોતે ત્રણ લોકનો નાથ થાય છે તે જણાવે છે – અર્થ - મનરૂપી જળમાં રાગદ્વેષાદિ ભાવો કાદવ સમાન છે. તે જો દૂર થાય તો તેના નિર્મળ બનેલ આત્મામાં આખું વિશ્વ ઝળકે છે. તે વીતરાગ બનીને સુખી થઈ જાય છે. જીવ કર્મોથી મુક્ત થઈને વીતરાગ બને તો તે પોતે જ ત્રણલોકના નાથ એવા મહાન ભગવાનની કોટીમાં ગણાય છે. ગારા ભ્રાંતિ વડે અશુચિ દેહ મનાય સારો, ને દેહ જે જડ, અનાત્મ મનાય મારો; તેથી સગાં, પરિજનો નિજ માની વર્તે, સંયોગને જ અવિનાશી ગણી પ્રવર્તે. ૩૦ મન ભ્રાંતિના કારણે બધું વિપરીત ભાસે છે તે હવે જણાવે છે : અર્થ:- દેહમાં આત્માની ભ્રાંતિ થઈ જવાથી અશુચિ એટલે અપવિત્ર એવો દેહ પણ જીવને સારો લાગે છે. તથા જે દેહ જડ સ્વરૂપ છે, આત્મા નથી છતાં પોતાનો મનાય છે. દેહના સગા સંબંધીઓને પણ પોતાના માને છે. તેમજ કુટુંબીઓના સંયોગને અવિનાશી જાણી તેમાં જ રાગદ્વેષ કરીને પ્રવર્તે છે. ૩૦ વિયોગમાં ઝૂરી મરે, જગ દુઃખ દેખે, ગાળે ન તોય સુવિચારર્થી આયુ લેખે; ભ્રાંતિ ટળી સ્વપર-ભેદ પડે શી રીતે? તે ચર્ચ, તે પૂંછ ગુરુજન પાસ નિત્યે; ૩૧ ભ્રાંતિ વડે વિયોગમાં થતા દુઃખને મટાડવા શ્રી સદ્ગુરુ ભગવંતને તેનો ઉપાય પૂછ એમ જણાવે છે : અર્થ :- કુટુંબીઓના વિયોગમાં જીવો ઝૂરે છે અને અંતે આયુષ્ય પૂરું થયે પોતે પણ મરે છે તથા જગતવાસી જીવોને દુઃખી જુએ છે છતાં અજ્ઞાની એવો જીવ સુવિચાર વડે પોતાના આયુષ્યને ઘર્મકાર્યમાં ગાળી લેખે લગાડતો નથી. મનની ભ્રાંતિ ટળીને પોતાનો આત્મા પર એવા દેહાદિથી ભિન્ન છે એવો ભેદ કેવી રીતે પડે? તેનો ઉપાય શ્રી સદગુરુ ભગવંત પાસે હમેશાં પૂછ અને તેની ચર્ચા કરીને આ જગતના સર્વ દુઃખનો તે અંત આણ. /૩૧ના તે ઇચ્છ, તન્મય બની ગણ ઇષ્ટ સૂત્ર, ઘેલો બની ઘનિક જેમ ચહે સુપુત્ર, જે એક વૃદ્ધવયમાં નિજ જીવ જેવો, છાનો ગયો ઘર તજી પરદેશ તેવો. ૩૨ અર્થ - અનંત સુખરૂપ એવા આત્માની પ્રાપ્તિને જ તું ઇચ્છ. તેમાં જ તન્મય બની તેને જ ઇષ્ટ સૂત્ર એટલે ધ્યેયરૂપ વાક્ય માનીને હમેશાં તે સહજત્મસ્વરૂપના જ સ્મરણમાં રહે. જેમ ઘેલો બનીને ઘનવાન હમેશાં પુત્રની ઇચ્છા કર્યા કરે છે તેમ. એક શેઠને વૃદ્ધ ઉમરમાં પુત્ર થયેલો. તે પુત્ર પૂર્વનો સંસ્કારી હતો તેથી વૈરાગ્ય પામી ઘર છોડી ચાલ્યો ગયો. શેઠને તેના પ્રત્યે ઘણો જ રાગ હોવાથી હમેશાં તેનું જ ધ્યાન રહે છે. કોઈ મળવા આવે કે પરદેશી આવે ત્યારે પણ પુત્રની જ વાત કરે છે. એકલા બેઠા હોય ત્યારે પણ તેનું જ ચિંતન રહ્યા કરે છે. તેમ વિચારવાન જીવે બીજા બધા મનના વિકલ્પો મૂકી દઈને માત્ર એક આત્મવિચારમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તપ ૨૭૭ જ રહેવું યોગ્ય છે કે જેથી આ મળેલો માનવદેહ સાર્થક થાય. ૩રા જેની મનભ્રાંતિ એટલે આત્મભ્રાંતિનો નાશ થયો તે જ ખરા તપસ્વી છે. કારણ કે આત્મજ્ઞાન વગરનું તપ મોક્ષનું કારણ થતું નથી. અને ઇચ્છાનો નિરોઘ કરવો એ જ ખરું તપ છે. તેને વિસ્તારથી આ ‘તપ' નામના પાઠમાં સમજાવવામાં આવે છે. (૨૪) તપ (સેવો ભવિયાં વિમલ જિનેશ્વર દુલહા સજ્જન સંગાજી - એ રાગ) વનવું સગુરુ રાજચંદ્ર પ્રભુ, સત્ય તપસ્વી-સ્વામીજી. નર્મી નર્મી પ્રભુને પાયે લાગું, આપ અતિ નિષ્કામીજી. વનવું- અર્થ - શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુને વિનયપૂર્વક મારા સંસારીભાવોને હણી નાખવા માટે વિનંતી કરું છું. કેમકે પરમકૃપાળુદેવ તે સાચા તપસ્વી છે. તેમને આખું જગત સોનાનું થાય તો પણ તૃણવત્ છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે એવા પરમગુરુ તે મારા સ્વામી છે. તેમના ચરણકમળમાં વારંવાર પડીને હું નમસ્કાર કરું છું. આપ સદ્ગુરુ ભગવંત તો અતિ નિષ્કામી છો. જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી એવા નિસ્પૃહી મહાત્માઓને અમારા સદા નમસ્કાર હો. (૧૫) “યથાયોગ્ય નિગ્રંથ દશા વણ, ક્ષણ છૅવવું ના ગોઠેજી, એ આધ્યાત્મિક વીર-ભાવના, હૈયે જે તે હોઠેજી. વીનવું ૨ અર્થ :- યથાયોગ્ય બાહ્ય અને અંતરંગ નિગ્રંથદશા વિના જેને એક ક્ષણ માત્ર જીવવું ગમતું નથી. જેને સદા આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાની આધ્યાત્મિક એટલે આત્મા સંબંધીની શુરવીર ભાવના છે. જેના હૈયામાં એ જ ભાવનો વાસ છે તેથી હોઠે આવે છે. કુવામાં હોય તે જ હવાડામાં આવે છે. વૈશ્ય વેષે અને નિગ્રંથભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે.” (વ.પૃ.૮૦૩) //રા મનન માત્ર પરમાર્થ વિષયનું, નિશદિન જેને રહે છેજી, શયન, સ્વપ્ર, ભય, ભોગ એ જ છે, આહાર એ જ જે લે છેજી. વનવું. ૩ અર્થ - પરમકૃપાળુદેવની અંતર્દશાનું વર્ણન પત્રાંક ૧૩૩માં જોવા મળે છે. તે આ પ્રમાણે : જેને નિશદિન માત્ર એક પરમાર્થ એટલે આત્મા સંબંધીના વિષયનું મનન રહ્યા કરે છે, જે આત્માનું સુખ ત્યાગીને બીજાં કંઈ લેવા ઇચ્છતા નથી, જેને શયન, સ્વપ્ન, ભય, ભોગ કે આહાર સર્વ સમયે આત્મભાવનાની જ જાગૃતિ છે. આવા પરિગ્રહ પણ છે એ જ જેહને, રોમે રોમ વિચારેજી, હાડ, માંસ, મજ્જા સર્વાગી એ જ ધૂન (ધ્વનિ) ઉચ્ચારેજી. સ્વૈનવું જ અર્થ :- જેને આત્માના ગુણો એ જ પરિગ્રહ છે. રોમે રોમે જેને આત્મભાવનાનો જ વિચાર છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ૨૭૮ હાડ, માંસ, મજ્જા આદિ સર્વ અંગોમાં પણ જેને એ જ આત્મધ્વનિનો રક્ષકાર છે. ।।૪।। તેથી નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સૂંઘવું ગમતુંજી, નથી બોલવું પણ કંઈ ગમતું, ની મન મૌને રમતુંજી. વીનવું ૫ અર્થ ઃ— જગતના સર્વ પદાર્થમાં પરમ ઉદાસીનતા હોવાથી જેને કંઈ જોવું ગમતું નથી કે કંઈ સૂંઘવું - ગમતું નથી. જેને કંઈ બોલવું ગમતું નથી કે નથી જેનું મન મૌનમાં રમતું. III નથી સાંભળવું પણ કંઈ ગમતું, નથી ચાખવું ગમતુંજી, નથી સ્પર્શવું પણ કંઈ ગમતું, વિષયે મન ના રમતુંજી. વીનવું ૬ અર્થ :— જેને કંઈ સાંભળવું ગમતું નથી કે કંઈ ચાખવું ગમતું નથી, કે નથી કંઈ પણ સ્પર્શવું ગમતું. એમ વિષયોમાં જેનું મન બિલકુલ રમતું નથી. III નથી બેસવું-ઊઠવું ગમતું, સૂવું, જાગવું સરખું જી, નર્થી ઉપવાસ-અશન પણ ગમતાં, સંગ-અસંગ ન પરખું જી. વીનવું ૭ = અર્થ :— જેને નથી બેસવું કે ઊઠવું ગમતું, જેને સૂવું કે જાગવું સર્વ સરખું છે. જેને ઉપવાસ કરવો કે અશન એટલે ભોજન કરવું પણ ગમતું નથી. જેને આ સંગ છે કે અસંગ છે એવા વિચાર માટે પણ અવકાશ નથી. જેને માત્ર આત્મસ્વરૂપમાં જ લીનતા પ્રિય છે. જ્ઞા લક્ષ્મી-અલક્ષ્મી કોઈ ન ગમતી, ઊગે ન આશ-નિરાશાજી; ન દુઃખના કારણ નથી તે કોઈ, વિષમાત્માર્થી નિસાસાજી, વીનવું ૮ અર્થ : જેને લક્ષ્મી એટલે ઘન ગમતું નથી કે અલક્ષ્મી એટલે નિર્ઘનાવસ્થા વિષેનો કાંઈ વિચાર નથી. ઉપરોક્ત પદાર્થો પ્રત્યે જેને કોઈ આશા કે નિરાશા પણ ઉગતી જણાતી નથી. દુઃખના કારણ ઉપરના કોઈ પદાર્થ નથી. દુઃખનું કારણ તો માત્ર એક રાગદ્વેષયુક્ત વિષમ આત્મા જ છે. વિષય આત્મા પોતાની ઇચ્છાનુસાર ન બને ત્યારે હું બહુ દુઃખી છું એમ નિસાસા નાખે છે. ।।૮।। આત્મા સમ, તો સર્વ સુખ જ છે, તે જ સમાધિ સાચીજી,’ દશા આપની આવી જાણી, વૃત્તિ મુજ ત્યાં રાચીજી. વીનવું॰ ૯ અર્થ :— પોતાનો આત્મા જો સમદશામાં છે તો સર્વ સુખ જ છે. તે જ સર્વ અવસ્થામાં સાચી આત્મસમાધિ અર્થાત્ સ્વસ્થતા છે. આપની આવી અદ્ભુત દશા જાન્નીને મારી વૃત્તિ પણ આપનામાં જ રાચી છે. આપની શુદ્ધ આત્મદશાને પામવા મારું મન પણ આપ પ્રત્યે આકર્ષિત થયું છે. “આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. જ રાત્રિ અને દિવસ એક ૫રમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વગ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે, અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું; નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે Page #103 -------------------------------------------------------------------------- ________________ (૨૪) તપ ૨૭૯ નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે.” (વ.પૃ.૨૨૪) III તે જ તપસ્યા કર્મ ખપાવે, ગુસપણે આરાથીજી; વિરલા કોઈક સમજી સાથે, ટાળે ભવની વ્યાધિજી. વનવું. ૧૦ અર્થ - સમભાવ એ અંતરંગ તપ છે. સમભાવયુક્ત તપશ્ચર્યા જ કર્મ ખપાવે છે. એ ગુપ્ત તપ છે. પરમકૃપાળુદેવે જેને ગુપ્તપણે આરાધી છે. કોઈક વિરલા પુરુષ જ આ સમભાવરૂપ અંતરંગ તપશ્ચર્યાના સ્વરૂપને સમજી, સાધી શકે, અને તે જ આ ભવના જન્મજરામરણરૂપ રોગને નિવારી શકે છે. જેમકે એક કડવું વચન પણ સમભાવથી સહન કરી ક્ષમા રાખે તો છ મહીના ઉપવાસ જેટલો લાભ થાય. આ અંતરંગ તપ છે. અને સહન ન કરી ક્રોધ કરે તો હજારો વર્ષનું તપ પણ નિષ્ફળ થઈ જાય. ./૧૦/t. સમ્યગ્દર્શન વિના તપસ્યા ભાવકર્મ નહિ કાપેજી, જેમ અહિંસા જ્ઞાન વિનાની મોક્ષ કદી નહિ આપેજી. વનવું ૧૧ અર્થ - સમ્યગ્દર્શન વિનાની તપશ્ચર્યા તે રાગદ્વેષરૂપ ભાવકર્મને જડમૂળથી કાપી શકે નહીં. તેનું મંદપણું થઈ શકે પણ મૂળસહિત છેદ તો આત્મજ્ઞાન વડે જ થાય છે. તેમ આત્મજ્ઞાન વિનાની અહિંસા પણ કદી મોક્ષ આપી શકશે નહીં. માટે જ કહ્યું છે કે : “પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે.” -નવપદજીની પૂજા સમજણ વિનાની ક્રિયા નિરર્થક છે. જેમકે એક પાડીને કૂવાના કાંઠે ઊભી જોઈ માજીને દયા આવી કે બિચારી તરસી છે. તેથી તેને ઘક્કો મારી કુવામાં પાડી દીધી કે બિચારી પાણી પીશે, પણ આમ ક્રિયા કરવાથી તે મરી જશે તેનું એને જ્ઞાન નથી. એવી જ્ઞાન વિનાની ક્રિયા દુઃખનું કારણ થઈ પડે છે. માટે પ્રથમ સમજીને ક્રિયા કરવી તે જ મોક્ષનો હેતુ છે. ||૧૧|| જે સંસાર તજે પણ ભીતર-ભવ-ભાવો નહિ છોડેજી, કર તપ ઘોર ચહે સુર-સુખ તે આંખ મીંચીને દોડેજી. વનવું) ૧૨ અર્થ - જે જીવ સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરે પણ અંતરમાં રહેલી સંસારી વાસનાઓને છોડે નહીં તો તે મુક્તિને પામી શકશે નહીં. “ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી; ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના.” ઘોર તપ આદરીને પણ જો દેવલોકના સુખને ઇચ્છે તો તે પણ આંખ મીંચીને જ દોડે છે એમ માનવું. તે આગળ જતાં ખાડામાં પડી જશે પણ પોતાના સ્થાને પહોંચી શકશે નહીં. તેમ આત્માર્થના લક્ષ વગરની બધી ક્રિયા આંધળી દોડ સમાન છે. તે જીવને મોક્ષે લઈ જવા સમર્થ નથી. II૧૨ા. તજે કાંચળી સર્ષ મનોહર, પણ નહિ વિષ જો ત્યાગેજી, મહા ભયંકર જેમ જણાયે સંગ-યોગ્ય નહિ લાગેજી. વનવું) ૧૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૮ 0. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ :- જેમ સાપ મનોહર કાંચળીને ત્યાગે પણ દાઢમાં રહેલા વિષને ત્યાગતો નથી. તેથી તે મહા ભયંકર જ ભાસે છે પણ સંગ કરવા યોગ્ય લાગતો નથી. ૧૩ તેમ નિરંકુશ વર્તન જેનું, વિષય-લાલસા પૂરીજી, તેનું તપ નિજ, જગ ઠગવા વા, ખાવા શીરા-પૂરીજી. વનવું. ૧૪ અર્થ : - તેમ જેનું વર્તન નિરંકુશ છે અર્થાત્ જે સ્વચ્છંદી છે, પોતાના મનની દુર્વાસનાને રોકી શકતો નથી અને પાંચ ઇન્દ્રિયોનો વિષયાભિલાષ પૂરેપૂરો છે, તેનું કરેલું તપ માત્ર પોતાને અને જગતને ઠગવા માટે છે અર્થાત કેવળ શીરાપૂરી ખાવા માટે છે તેવા જીવો આત્માના સુખને પામી શકે નહીં. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતલ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે.” (વ.પૃ.૬૨૦) I/૧૪ આકાંક્ષા ભવસુખની વિષ સમ, સમ્યગ્દષ્ટિ ભાગેજી; નિષ્કાંક્ષિત ગુણ શિવ-સુખ-હેતું, તે તો ઇચ્છા બાળજી. વનવું. ૧૫ અર્થ - સંસારસુખની કે દેવલોકની ઇચ્છાને સમ્યગ્દષ્ટિ આત્માઓ ઝેર સમાન જાણે છે. સમ્યવ્રુષ્ટિનો નિષ્કાંક્ષિત ગુણ એટલે જેને કોઈ પણ પ્રકારના ભૌતિક સુખની આકાંક્ષા નથી, તે ગુણ જ શિવસુખનું કારણ છે. સમ્યવૃષ્ટિને માત્ર મોક્ષ અભિલાષ હોવાથી બીજી સર્વ ઇચ્છાઓને તે બાળીને ભસ્મીભૂત કરે છે. ૧૫ા. ઇચ્છારોઘન તપનું લક્ષણ, સમતાની એ માતાજી, કર્મ કાપવાની ફરસી એ, મોક્ષ-માર્ગ-વિઘાતાજી. વનવું- ૧૬ અર્થ - ઇચ્છાઓનો રોઘ કરવો એ તપનું લક્ષણ છે. એથી સમતાનો જન્મ થાય છે. બાર પ્રકારના તપ વડે ઇચ્છાઓને રોકવી તે કર્મ કાપવાની ફરસી સમાન છે. અને મોક્ષમાર્ગે જવાની યોગ્યતાને ઘડનાર છે. બાર પ્રકારના તપમાં ઉપવાસ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છે અત્યંતર તપ છે. ૧૬ાા શ્રદ્ધા, જ્ઞાન, ચરણરૂપ ઘનને કામ, ક્રોઘ સૌ ચોરેજી, તપરૃપ રક્ષક ભવ-અટવીમાં ચોર હણે નિજ જોરેજી. વનવું ૧૭ અર્થ - આત્માના મુખ્ય એવા દર્શન એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચરણ એટલે ચારિત્રરૂપ ઘનને આ ભવ-અટવીમાં કામ, ક્રોધ, માન, માયા, લોભાદિ ચોરો સૌ ચોરી રહ્યા છે. ઇચ્છાઓને રોકવારૂપ તપ આ ભવાટવીમાં રક્ષક સમાન છે. તેને આદરી જીવ પોતાના આત્મબળે આ કામ ક્રોધાદિ ચોરોને હણી શકે છે. IT૧ળા પુદ્ગલસુખનો ભિખારી જે અનુપમ તપ ના સહશેજી, સાતા-શીલિયું ર્જીવન વિતાવી, પરભવમાં દુખ ખમશેજી. વનવું ૧૮ અર્થ – જે આ પૌદ્ગલિક ઇન્દ્રિયસુખનો ભિખારી હશે તે આ ઇચ્છાઓને રોકવારૂપ અનુપમ તપને સહન કરી શકશે નહીં. તે તો એશઆરામવાળું જીવન વિતાવીને, તેના ફળમાં પરભવમાં દુઃખરૂપ પીડાને જ પામશે. Page #105 -------------------------------------------------------------------------- ________________ (ર૪) તપ ૨૮૧ “કામ ભોગ પ્યારા લગે, ફળ કૅિપાક સમાન; મીઠી ખાજ મુજાવતાં, પિછે દુઃખકી ખાનઃ”૧૮. સ્મશાન ભૂતાવળીવાળાં કે નિર્જન વન ભયકારીજી, સિંહ, વાઘ સમીપે વસતા મુનિ નિર્ભયતા ગુણ ઘારીજી. વનવું. ૧૯ સાચા તપસ્વીઓ કેમ જીવન ગાળે છે તે હવે જણાવે છે – અર્થ - સ્મશાન કે જ્યાં ભૂતપ્રેતનો વાસ હોય અથવા ભયંકર નિર્જન વન હોય ત્યાં સિંહ વાઘની સમીપ વસવા છતાં પણ મુનિ સદા નિર્ભયતા ગુણના ઘારક હોવાથી ઉપયોગને સ્થિર રાખી શકે છે. ૧૯મા રહી નિરાકુળ સ્વાધ્યાયે કે ધ્યાને રાત્રી ગાળજી, અનુકૂળ પ્રતિક્રૂળ આહારે સમતા-વ્રત-તપ પાળજી. વનવું ૨૦ અર્થ - તેવા ભયંકર વનમાં પણ સ્વાધ્યાય કે ધ્યાનમાં નિરાકુળ રહીને મુનિ ત્યાં રાત્રી ગાળે છે. ત્યાં શરીરને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ થાય તો પણ સહન કરે છે તથા શુદ્ધ આહાર મળે તો લે છે; નહીં તો તપની વૃદ્ધિ થઈ એમ માની સમતારૂપી વ્રતને અંગીકાર કરી ઇચ્છાઓને રોકે છે. ૨૦ણા ઘર્મ-ક્રિયા ઉત્સાહે કરતાં ખેદ નહીં મન લાગેજી; આળ મૅકે, અપમાન કરે કો, સહે સહું સમભાવેજી. વનવું ૨૧ અર્થ - ગમે તેવા પ્રસંગોમાં પણ તે મહાત્માઓ ઘર્મ ક્રિયાને ઉત્સાહપૂર્વક કરે છે. પણ મનમાં ખેદ લાવતા નથી. કોઈ તેમના ઉપર આળ મૂકે, તેમનું અપમાન કરે તો પણ સર્વ સમભાવે સહન કરે છે. કારણ કે સમભાવ પણ તપ છે. ૨૧ાા સ્તુતિ નિંદા કરનારા સરખા ગણતા તે તપ સાચુંજી, ગ્રહી મુનિપદને ના લજવે, જો મન મોક્ષે રાચ્યુંજી. વીનવું ૨૨ અર્થ - જે સ્તુતિ કે નિંદા કરનારને સરખા ગણે છે. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષનો ભાવ લાવતા નથી, તો તેમનું તપ સાચું છે. માન અપમાન ચિત્ત સમગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોયે તું જાણ રે. શાંતિ જિન એક મુજ વિનંતી.” -શ્રી આનંદઘનજી જે મુનિપદને ગ્રહણ કરી દોષો સેવી લજવતા નથી અને જેનું મન માત્ર મોક્ષનો જ અભિલાષ રાખે છે તે જ ખરા મહાત્મા છે. “મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંવેગ'.” (વ.પૃ.૨૨૬) //રરા. તપફૅપ વનમાં વસવું દુર્લભ પાપભીરુ જન ટકશેજી, સદ્ગુરુ-શરણે કોઈક વિરલા વીતરાગ પદ વરશેજી. વનવું ૨૩ અર્થ - ઇચ્છાઓને રોકી તારૂપી વનમાં વસવું તે દુર્લભ છે. જે પાપથી ડરતા હશે તે જ તેમાં ટકી શકશે. ઉપર કહ્યા પ્રમાણે સત્ય તપના સ્વરૂપને સમજી તે પ્રમાણે વર્તીને કોઈક વિરલા જીવ જ સદગુરુ શરણે વીતરાગ પદને પામશે. ૨૩મા સર્વ સંગ તર્જી સત્સંગે જે તૃષ્ણા-તરણાં બાળજી, તે નિષ્ફટક તપોવને વસ આત્મા નિર્મળ ભાળજી. વનવું ૨૪ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - સર્વ આરંભ પરિગ્રહના સંગનો ત્યાગ કરી સત્સંગમાં રહી જે તૃષ્ણારૂપી તરણાને બાળશે તે ભવ્યાત્મા નિષ્ફટક એટલે કાંટા વગરના તારૂપી વનમાં વસીને પોતાના નિર્મળ એવા આત્માના દર્શનને પામશે. રજા. માનવ-ભવપામી, સદ્ગથી નિજ સ્વરૃપ જો જાપુંજી, મમતા તર્જી, સમતા તપ સેવે, ઘન્ય પુરુંષ પ્રમાણુંજી. વનવું૨૫ અર્થ – ઘણા પુણ્યના ઉદયે આ મનુષ્યભવ પામીને, જો સદ્ગુરુ દ્વારા પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તે જો જાણી લીધું, અને તેના ફળસ્વરૂપ પરપદાર્થોમાં મમતાભાવ મૂકી દઈ જે સમતારૂપી તપને સેવશે તે જ ખરેખર ઘન્ય પુરુષ ગણવા યોગ્ય છે એમ હું માનું છું. //પા. સગુરુ-યોગે સમ્યક્ તપ ઘર તજે, વાસના પોષેજી, તેને ફરી તપ-યોગ સુલભ નહિ, નિરંકુશતા-દોષેજી. વનવું. ૨૬ અર્થ :- સદ્ગુરુના યોગે ઇચ્છાઓને રોકવારૂપ સાચું તપ અંગીકાર કરી, જે તેને પાછું તજી દે છે અને ફરીથી વાસનાને જ પોષતો થઈ જાય છે, તેને ફરી આગામી ભવોમાં તપનો યોગ થવો સુલભ નથી. કેમકે તેણે ભગવાનની આજ્ઞાને પાળી નહીં. નિરંકુશ બનીને દોષો સેવી આજ્ઞાનો ભંગ કર્યો માટે ફરીથી સત્પરુષની આજ્ઞા મળવી અને તપનો યોગ થવો તેને માટે દુર્લભ છે. તથા ભગવંતની આજ્ઞા ભંગના ફળ સ્વરૂપ ચારગતિમાં તેને ભટકવું પડશે. રકા આત્માદિકનું સ્વપૅપ ઓળખી મન વશ કરી વૈરાગ્યેજી, વિષય-વાસના-સંગ ત્યજીને આતમ-ધ્યાને લાગેજી. વીનવું૨૭ અર્થ - ખરા તપસ્વી તે જ છે કે જે આત્માદિ છ પદના સ્વરૂપને સમજી વૈરાગ્યવડે મન વશ રાખી વર્તે છે. તથા પાંચ ઇન્દ્રિયના વિષયોની વાસનાનો સંગ તજી આત્મધ્યાનમાં લાગે છે. રશા ચળે નહીં કદ કામ-વિકારે, તે જ તપસ્વી ભારેજી, મચ્છર, મઘમાખો, વીંછી કે સર્પ ડંખ જ્યાં મારેજી. વનવું ૨૮ અર્થ - અનુકુળ ઉપસર્ગ આવતાં છતાં પણ જે કામ વિકારથી ચલિત થતા નથી, તે જ ભારે તપના ઘારક એવા સાચા તપસ્વી છે. તેમને મચ્છર, મઘમાખો, વીંછી કે સર્પ ડંખ મારે તે સહન કરે છે પણ અકળાતા નથી. ૨૮ાા. વિષ વ્યાપે પણ ભય ના વ્યાપે, પૂર્વ કર્મ તપ બાળજી, દુષ્ટ વૈરી નર-સુર-ઉપસર્ગો સહતાં નહિ કંટાળજી. વનવું. ૨૮ અર્થ :- જેના શરીરમાં ઝેરી ડંખવડે ઝેર વ્યાપે પણ ભય વ્યાપતો નથી, એવા તપસ્વીઓ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મોને બાળી ભસ્મ કરે છે. દુષ્ટ કે વૈરી એવા મનુષ્ય કે દેવતાના કરેલા ઉપસર્ગોને સમભાવે સહન કરતાં પણ જે કંટાળતા નથી. /૨૯ી. વેર વિરોઘ વિના સમભાવે, રહે તપોઘન ધ્યાનેજી, રાગ-દ્વેષ ત્રણે જગને જીતે તે ટળતા તપ-જ્ઞાનેજી. વનવું. ૩૦ અર્થ :- કોઈ પ્રત્યે વેર વિરોધ કર્યા વિના સમભાવમાં રહી, પરૂપ છે ઘન જેનું એવા તપોધન Page #107 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮૩ મૂનિઓ સદા આત્મધ્યાનમાં લીન રહે છે. જે રાગદ્વેષે ત્રણે જગતને જીતી લીધા, તેને પણ જ્ઞાનસહિત તપ વડે ટાળી શકાય છે. આ૩૦ના તન-મન-વચન તણી ગુણિમાં આત્માને અનુભવતાજી, પાંચ સમિતિ પાળી, ટાળી વિકાર, તપ ઊજવતાજી. વીનવુ ૩૧ અર્થ - મન વચન કાયાની ગુપ્તિમાં રહી ધ્યાનમાં મહાત્માઓ આત્માના સુખને અનુભવે છે. તથા શરીરાદિની પ્રવૃત્તિ કરવી પડે તો ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત નિખેવણ સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિવડે ઉપયોગને જાગૃત રાખી, વિકારને ટાળી તપની ઉજ્જવળતા કરે છે. ૩૧ મૂર્તિમાન તપ મુનિવર સાચા કર્મધૂળ ખંખેરેજી, નિર્મળ શુદ્ધ સ્વરૅપના બોઘે મોક્ષમાર્ગમાં પ્રેરેજી. વનવું. ૩૨ અર્થ - મૂર્તિમાન તપ તે સાચા મુનિવર છે કે જે ઇચ્છાઓને રોકી કર્મરૂપી ધૂળને ખંખેરે છે. તથા નિર્મળ શુદ્ધ આત્મસ્વરૂપનો બોઘ આપી જીવોને સદા મોક્ષમાર્ગમાં પ્રેરે છે. એવા સ્વરૂપમાં રમનારા સાચા તપસ્વી મહાત્માઓને અમારા અગણિતવાર વન્દન હો. ૩રા તપ હોય પણ જ્ઞાન એટલે સાચી સમજ ન હોય તો તે તપ પણ બાળ તપ કહેવાય છે. સમ્યજ્ઞાનસહિતનું તપ તે મોક્ષને આપનાર છે. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને જાણવું તેનું નામ સમ્યજ્ઞાન છે. એ વિષે વિસ્તારથી આ પાઠમાં સમજાવવામાં આવે છે. (૨૫) જ્ઞાન (હરિગીત) જ્ઞાની ગુરુ શ્રી રાજપ્રભુજી શરપૂર્ણશશી સમા, લઘુરાજ રૂડી વાદળી રૃપ બોઘ-જળ-ભારે નમ્યા; સંસાર-સાગરમાં મુમુક્ષુ છીપ સમ મુખ ખોલતા, ને મંત્ર-જળબિંદુ ગ્રહી રચતા જીંવન-મુક્તા-લતા. ૧ અર્થ :- જ્ઞાન એ આત્માનો ગુણ છે. ગુણ હમેશાં ગુણીમાં રહે છે. તેથી જ્ઞાન ગુણ તે ગુણી એવા જ્ઞાનીમાં સદા સમ્યક રીતે પ્રગટ રહે છે. “જ્ઞાન જ્ઞાનીમાં કળો; જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” -શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનગુણના ઘારક જ્ઞાની એવા ગુરુદેવ શ્રી રાજપ્રભુજી તો શરદ પૂર્ણિમાના ચંદ્રમાં સમાન છે. તથા પ્રભુશ્રી લઘુરાજસ્વામી તે રૂડી વાદળી સમાન છે, કે જેણે પરમકૃપાળુદેવે આપેલ ખૂબ બોઘરૂપ જળને ભરી, ભવ્યોના હિત માટે વરસાવ્યું. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સંસારરૂપી સમુદ્રમાં વસતા મુમુક્ષુ જીવો છીપ સમાન મુખ ખોલીને મંત્રરૂપી જલબિંદુના બોઘને ગ્રહણ કરી પોતાના જીવનમાં આત્મકલ્યાણરૂપ મોતીની શ્રેણીઓને રચવા લાગ્યા. તેના પુનિત એ ગુરુવર્યના પદપંકજે મુજ શિર નમે, દુર્લભ, મનોહર સંત-સેવા-વિરહથી નહિ કંઈ ગમે; એ જ્ઞાનમૂર્તિ હૃદય સ્કુરતી આંખ પૅરતી આંસુથી, નિર્મળ, નિરંજન સ્વરૃપ-પ્રેરક વચન-વિશ્વાસે સુખી. ૨ અર્થ - પુનિત એટલે પવિત્ર ગુરુઓમાં વર્થ અર્થાત્ શ્રેષ્ઠ એવા પરમકૃપાળુદેવના ચરણકમળમાં મારું શિર નમી પડે છે. તથા પ.પૂ.પ્રભુશ્રીજી જેવા મનને હરણ કરનાર સંતપુરુષની સેવા પ્રાપ્ત થઈને હવે તેનો વિયોગ થઈ ગયો; તેના વિરહથી હવે કંઈ ગમતું નથી. એ જ્ઞાનની મૂર્તિ સમા પ.પૂ.પ્રભુશ્રીજીની યાદી હૃદયમાં સ્કુરાયમાન થયા કરે છે અને આંખો આંસુથી ભરાઈ જાય છે. જે નિર્મળ અને નવીન કર્મરૂપી કાલિમાના બંધનથી રહિત એવા નિરંજન હતા. જે સ્વસ્વરૂપ પ્રાપ્તિ કરવામાં પ્રેરક હતા, તેમજ તેમના વચનના વિશ્વાસે આજે પણ સુખ અનુભવીએ છીએ. રાા સુજ્ઞાન સુખ, સુજ્ઞાન આત્મા, જ્ઞાન સૌમાં મુખ્ય છે, સુજ્ઞાન ગુરુ કે દિવ્ય દૃષ્ટિ, જ્ઞાન શિવ-સન્મુખ છે; સુજ્ઞાન ધ્યાન સમાન, કાપે જ્ઞાન-ફરશી કર્મને, સુજ્ઞાન-દાન મહાન, સ્થાપે પરબડ઼ેપ પ્રભુ ઘર્મને. ૩ અર્થ – સુજ્ઞાન એટલે સમ્યજ્ઞાન અર્થાત્ સાચી સમજણ એ જ ખરું સુખ છે. પ.પૂ.પ્રભુશ્રીજી કહે છે :- “સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે.” સુજ્ઞાન આત્મા એટલે સમ્યજ્ઞાન એ જ આત્મા છે. આત્માના અનંતગુણોમાં જ્ઞાનગુણ એ મુખ્ય છે. જ્ઞાન વગર જીવી શ્રદ્ધા શાની કરે ? જ્ઞાન એટલે સમજણ વડે જ આત્માની ઓળખાણ થાય છે. સમ્યજ્ઞાન જ ગુરુ એટલે મહાન છે અને એ જ દિવ્ય આત્મદ્રષ્ટિને આપનાર છે. તથા જ્ઞાન વડે જ જીવશિવ-સન્મુખ એટલે મોક્ષ મેળવવાનો ઇચ્છુક થાય છે. જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણ સંસાર; જ્ઞાન આરાઘનથી લહ્યું, શિવપદ સુખકાર.” -જ્ઞાનપંચમીના પદો સમ્યજ્ઞાન એ ધ્યાન સમાન મહાન છે. આત્મધ્યાન જેમ કર્મને કાપે છે તેમ જ્ઞાનરૂપી ફરશી પણ કર્મને કાપનાર છે. સમ્યજ્ઞાનનું દાન એ જ મહાન દાન છે. જેમ પાણીની પરબ ઘણા તૃષા પીડિત જીવોને શાંતિ આપે તેમ પ્રભુ, ઘર્મને પરબરૂપે સ્થાપી ઘણા જીવોને જ્ઞાનરૂપી જળ પીવડાવીને આત્મશાંતિ આપે છે. પરમકૃપાળુદેવે કે ૫.પૂ.પ્રભુશ્રીજીએ ચરોતર વગેરે સ્થળોમાં વિચરી સઘર્મરૂપી પરબ સ્થાપી છે. તેથી અનેક ભવ્ય જીવો જ્ઞાનરૂપી અમૃતજળનું પાન કરીને પરમશાંતિ અનુભવે છે. હા જ્ઞાની ખરા વિતરાગ વસતા કર્મ-કાદવમાં છતાં, પંકે કનક પર કાટ નહિ, તેવા રહે નિર્લેપ ત્યાં; લોઢા સમા અજ્ઞાની જન બહુ કર્મ-કાટ ચઢે અહો! પ્રત્યક્ષ વર્તન તેમનું રાગી અને તેષી લહો. ૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮ ૫ અર્થ - જ્ઞાની પુરુષો ખરા વીતરાગી છે તેથી સંસારની ઉપાધિરૂપ કર્મ-કાદવમાં વસતાં છતાં પણ તેઓ સદા નિર્લેપ રહે છે. જેમ અંક એટલે કીચડમાં રહેલ કનક એટલે સોનાને કાટ લાગતો નથી, તેમ જ્ઞાની પુરુષો પણ જ્ઞાન અને વૈરાગ્યશક્તિના પ્રભાવે સંસારમાં રહ્યા છતાં પણ અલિપ્ત રહે છે. પણ અહો! આશ્ચર્ય છે કે લોઢા સમાન અજ્ઞાની જીવોને તો કર્મરૂપી કાટ ઘણો ચઢ્યા જ કરે છે. તેમનું પ્રત્યક્ષ વર્તન રાગદ્વેષવાળું હોવા છતાં પણ તેમને તેનું ભાન આવતું નથી. II૪ દવ ડુંગરે લાગે, ઝરે જળ ત્યાં ઘણાં ઝરણાં તણાં, ભારે શિલાના સમૂહ: એવાં દ્રશ્ય નેત્ર વિષે ઘણાં; પણ આંખ જરી ના દાઝતી, ના પલળતી, કચરાતી ના, છે તેમ સમભાવો મઘુર, કટુ કર્મ-ફળમાં જ્ઞાનના. ૫ અર્થ - ડુંગર ઉપર દવ લાગે, ત્યાં જળનાં ઘણાં ઝરણાં ઝરે તથા ભારે પત્થરના સમૂહના દ્રશ્યો આંખ વડે દેખાય તો પણ આંખ જરી પણ દાઝતી નથી કે પલળતી નથી કે પત્થરના ભાર વડે કચરાતી નથી. તેમ મધુર એટલે શુભકર્મના ઉદયમાં જ્ઞાની રાજી થતા નથી તેમ કટુ એટલે અશુભ કર્મના ફળમાં જ્ઞાની દુઃખી થતા નથી. તે તો સદા સમભાવમાં રહીને આત્માને તટસ્થ રાખે છે. “સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુકરમેં, ભાર ભીંજવો નાંહિ.” -બૃહદ આલોચના અર્થ :- સુખ દુઃખ બેય જ્ઞાનીના હૃદયમાં વસે છે. પણ જેમ પહાડ, સર એટલે તળાવનું પ્રતિબિંબ અરીસામાં પડવા છતાં તે અરીસો ભારે થઈ જતો નથી કે ભીંજાતો પણ નથી. તેમ જ્ઞાની પણ સુખદુઃખના પ્રસંગમાં હર્ષિત કે શોકિત થતાં નથી. પા. ભૂપતિ ભલે નિવેશ બદલી રંક વિનોદે બને; મા બાલ-સંગે તોતડું બોલે, ન નિજફૅપ તે ગણે; દાસી ઉછેરે રાજકુંવરો ભાવ બહુ દેખાડીને; જ્ઞાની કરે તેવી ક્રિયા નિર્લેપ રૃપ સંતાડીને. ૬ અર્થ :- રાજા ભલે પોતાનો વેષ બદલી વિનોદમાં ગરીબનું રૂપ ઘારણ કરે, માતા પોતાના બાળક સાથે તોતડું બોલે છતાં તે રૂપે પોતે નથી એમ માને છે, દાસીઓ રાજકુંવરોને ઉપરથી ઘણો ભાવ દેખાડીને ઉછેરે છતાં તેના અંતરમાં મા જેવો પ્રેમ નથી, તેમ જ્ઞાની સંસારમાં રહ્યાં છતાં ઉદયાધીન આવી પડેલી ક્રિયાઓ કરે છે પણ અંતરથી તે નિર્લેપ છે. તેમનામાં જ્ઞાન ગુણ પ્રગટ હોવાથી અંતરમાં પરપદાર્થો પ્રત્યે સંતાયેલી જાદાઈ તે તો સદા વિદ્યમાન છે. કાા અજ્ઞાનમય દેહાદિની ઉપાસના જગાઁવ કરે, અજ્ઞાનની દુકાનથી અજ્ઞાન લઈ લઈ સંઘરે. આવી અનાદિ કાળની ભૂંલ ભાગ્યશાળી ભાગશે, અજ્ઞાન-દુઃખો ઓળખી, જ્ઞાની ઉપાસી જાગશે. ૭ અર્થ - જગતવાસી જીવો અજ્ઞાનમય સ્થિતિમાં છે. તેથી દેહ, ઘર, સ્ત્રી, પુત્રાદિને પોતાના માની Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તેમની જ સેવા ચાકરીમાં સમય વ્યતીત કરે છે. અજ્ઞાની એવા કુટુંબઆદિરૂપ દુકાનને પોતાની માની તેમાં મોહ કરીને અજ્ઞાનનો જ સંગ્રહ કર્યા કરે છે, અર્થાત્ દેહ તે હું અને આ કુટુંબીઓ આદિ મારા એવા મોહ ભાવોને દિનપ્રતિદિન ગાઢ કર્યા કરે છે. આવી અનાદિકાળની ભૂલને કોઈ ભાગ્યશાળી હશે તે જ ભાંગશે. અજ્ઞાનથી પ્રાપ્ત થતાં ચારગતિરૂપ સંસારના દુઃખોને ઓળખી કોઈ જ્ઞાની પુરુષ જ મોક્ષમાર્ગને ઉપાસી જાગૃત થશે. IIણા સંયમ સહિત સુધ્યાન જે, છે માર્ગ મોક્ષ તણો મહા, તેનો સુલક્ષ કરાવનાર ગણાય સમ્યકજ્ઞાન આ. સુશિષ્ય સગુરુની કૃપા જો વિનય કરીને પામશે, સમ્બોથ વારંવાર ઉર ઉતારતાં ગુણ જામશે. ૮ અર્થ :- સંયમ એટલે સમ્મચારિત્ર સહિત ઘર્મધ્યાનથી લગાવીને શુક્લધ્યાન સુધીનો જે મહાન મોક્ષમાર્ગ છે, તેનો સારી રીતે લક્ષ કરાવનાર આ સમ્યકજ્ઞાન છે. માટે કહ્યું છે કે : પ્રથમ જ્ઞાનને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો, જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું.” -શ્રી નવપદની પૂજા શ્રી ગુરુની આજ્ઞાંકિત શિષ્ય જો તેમનો વિનય કરીને તેમની કૃપાને પામશે તો તેમના સદ્ગોઘને વારંવાર હૃદયમાં ઉતારતાં તેનામાં પણ અનેક ગુણો પ્રગટ થશે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. (વ.પૃ.૧૮૩) “સપુરુષોની કૃપાદ્રુષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર //૮ સુજ્ઞાનજળ દુર્દમ્ય તૃષ્ણા-દાહ-શોષ શમાવશે, વ્યાધિ, જરા, મરણાદિ દુખરૃપ આગને ઓલાવશે. ભવ મૂળને નિર્મૂળ કરતી જ્ઞાનનદી વહી જાય છે, સદ્ગુરુજહાજ ગ્રહી ઘણા શિવસાગરે સુખી થાય છે. ૯ અર્થ – સમ્યજ્ઞાનરૂપ જળ તે દુર્દમ્ય એટલે દુઃખે કરીને દમી શકાય એવા તૃષ્ણા એટલે ઇચ્છાના દાહથી પડતા શોષને શમાવશે તથા તે સમ્યજ્ઞાનરૂપ જળ, વ્યાધિ, જરા કે મરણાદિ સમયે ઉત્પન્ન થતી દુઃખરૂપી અગ્નિને પણ જરૂર ઓળવશે. કેમકે પરમકૃપાળદેવ જણાવે છે કે – “જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય. અર્થાત્ હર્ષ શોક થવા દે નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર સંસારરૂપી વૃક્ષના મૂળને જડથી ઊખેડતી એવી જ્ઞાનરૂપી નદી વહી જાય છે. તેમાં ઘણા જીવો સદ્ગુરુરૂપી જહાજમાં બેસી શિવરૂપી સાગરમાં જઈને સુખી થાય છે, અર્થાત્ નદી જેમ સમુદ્રમાં ભળી જઈ અક્ષય થાય છે તેમ સદ્ગુરુ આશ્રયે જીવ શિવમંદિરમાં જઈ અક્ષયપદને પામે છે. Inલા સ્તપ વિનાનું જ્ઞાન કે તપ જ્ઞાનહીંન નહિ કામનું, તેથી સુતપ, સુજ્ઞાન સહ સાથે સુસુખ શિવ-ઘામનું; જે ઉગ્ર તપથી બહુ ભવે અજ્ઞાન કર્મ વિખેરતા, અંતર્મુહૂર્ત કર્મ તે જ્ઞાની સહજ ખંખેરતા. ૧૦ Page #111 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮૭ અર્થ - સમ્યક્તપરૂપ ક્રિયા વિનાનું જ્ઞાન કે સમ્યકજ્ઞાન વિનાની તારૂપી ક્રિયા તે કામની નથી. તેથી સમ્યકતપ તે સમ્યકજ્ઞાન સાથે હોય તો જ મોક્ષરૂપી ઘામનું સાચું સુખ પામી શકાય છે. “જ્ઞાન વિના કિરિયા કહી, કાશકુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશ કર, જ્ઞાન એક પ્રઘાન.” -જ્ઞાનપંચમીના પદો જે ઘણા ભવોમાં ઉગ્ર તપ કરીને અજ્ઞાની જીવ કર્મનો નાશ કરે, તેટલા કર્મોને એક અંતમુહૂર્ત માત્રમાં જ્ઞાની પુરુષો સહજમાં ખંખેરી નાખે છે. જ્ઞાની સાસોસાસમેં, કરે કર્મનો ખેહ; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની ન કરે તેહ.” -જ્ઞાનપંચમીના પદો “જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિન કરમ કરે નાશ, વહ્નિ જેમ ઈઘણ દહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે; ભવિયણ ચિત્ત ઘરો, મન, વચ, કાય, અમાય રે. જ્ઞાન ભગતિ કરો.” -જ્ઞાનપંચમીના પદો /૧૦ના સુધ્યાનમાં મન રાખી ભવ ગાળે ગુઍચરણે પૅરો, મૃત શીખતો સમભાવ અર્થે તે જ ઘવાત્મા શ્રો; કર વચનશુદ્ધિ સત્યથી, મનશુદ્ધિ સમ્યક જ્ઞાનથી, કર કાયશુદ્ધિ ગુરુ સેવી, આત્મશુદ્ધિ ધ્યાનથી. ૧૧ અર્થ – જે ભવ્યાત્મા શર્મધ્યાનમાં મન રાખી ગુરુચરણે આ ભવને પૂરો ગાળશે તથા સમભાવ કેળવવા માટે શ્રત એટલે જ્ઞાનીપુરુષના બોઘેલા વચનોને સમજવામાં જે સમય પસાર કરશે તે જ આત્મા ઘન્યવાદને પાત્ર છે, અને તે જ ખરેખરો શૂરવીર છે. સત્ય બોલીને વચનની શુદ્ધિ કરો, સમ્યકજ્ઞાનના બળે મનશુદ્ધિ એટલે ભાવશુદ્ધિ કરો, તથા શ્રી ગુરુના ચરણ સેવીને અથવા કાયાને ઉત્તમ કાર્યોમાં વાપરવાની તેમની આજ્ઞા ઉપાસીને કાયશુદ્ધિ કરો, તેમજ જ્ઞાનપ્રાપ્તિ થયે આત્મધ્યાન વડે અથવા હાલમાં વિચારરૂપ ધ્યાનવડે આત્મશુદ્ધિ પ્રાપ્ત કરો; એ જ આત્મહિત કરવાનો સાચો ઉપાય છે. ૧૧ જે વિનયથારી, સુવિચારી, ત્યાગશે કુંવાસના, તે આત્મહિત નિજ સાથશે, કર જ્ઞાનની ઉપાસના; વિનય ઘરી સુજ્ઞાનથી જે નિત્ય આત્મા ભાળશે, તેને મરણકાળે ન પશ્ચાત્તાપ-અગ્નિ બાળશે. ૧૨ અર્થ - જે વિનયગુણને ઘારણ કરી, સમ્યપણે વિચાર કરી, પાંચ ઇન્દ્રિયોની કુવાસનાને ત્યાગશે, તે જીવ સમ્યજ્ઞાનની ઉપાસના કરીને પોતાના આત્મહિતને સાવશે. જે સમ્યજ્ઞાનના બળે વિનય ઘરી, નમ્ર બનીને હમેશાં સર્વમાં આત્મા ભાળશે અર્થાત સર્વ જીવોમાં પર્યાયદ્રષ્ટિ મૂકી દઈ આત્મા જોવાની દ્રષ્ટિ કેળવશે તે જીવને મરણકાળે પશ્ચાત્તાપરૂપ અગ્નિ બાળશે નહીં; પણ કરેલી આત્મભાવનાના બળે મરણકાળે તે ભવ્યાત્મા સમાધિમરણને પામશે../૧૨ના ભવ માન માનવનો સફળ જો જ્ઞાનસેવનમાં ગયો, પ્રગટાવી વીર્ય સ-સંયમે વર્ચે અતિ ઉજ્વળ થયો; Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અભ્યાસ કરતા જ્ઞાનનો તે ધ્યાન-સ્વાધ્યાયે રહે. તપની કરે રક્ષા મુનિ જે મોક્ષનાં સુખને ચહે. ૧૩ અર્થ - આ મનુષ્યભવ જો સમ્યજ્ઞાનની ઉપાસનામાં વ્યતીત થયો તો જ તેને સફળ માન. તેમજ જ્ઞાનનું ફળ વિરતિ છે. તેથી જેણે તે સમ્યજ્ઞાનના બળે સુસંયમ અર્થાત સમ્યકુચારિત્ર પ્રગટાવી લીધું તેનો તો આ ભવ અતિ ઉજ્વળતાને પામ્યો. મુનિ મહાત્માઓનું મુખ્ય કર્તવ્ય ધ્યાન અને સ્વાધ્યાય છે. તે હમેશાં જ્ઞાનનો અભ્યાસ કરતાં આત્મધ્યાનમાં કે સ્વાધ્યાયમાં લીન રહે છે. જે મુનિ મહાત્માઓ મોક્ષના ઇચ્છુક છે તે તો હમેશાં ઇચ્છાઓના નિરોઘ કરવારૂપ તપની રક્ષા કરે છે. /૧૩ વિદ્વાન તે જ ગણાય જે નિજ વીર્ય તપમાં વાપરે, સુજ્ઞાન કર્મ વિદારવા સુપાત્ર કાજે ઘન ઘરે; તર્જી વિષય-સ્વાદની લાલસા, જીંવ અપ્રમાદી જે બને, ત્રણ રત્ન સમ્યક જ્ઞાન-દર્શન-ચરણને નિત્યે ગણે. ૧૪ અર્થ - તે જ ખરેખરા વિદ્વાન ગણાય કે જે પોતાના આત્મવીર્યને ઇચ્છાઓ રોકવારૂપ તપમાં વાપરે છે, તથા જેનું સમ્યજ્ઞાન પણ કર્મને વિદારણ એટલે કર્મ કાપવા માટે હોય છે અને જેનું ઘન પણ જ્ઞાનદાન, અભયદાન, આહારદાન તેમજ ઔષધદાનરૂપે સુપાત્ર એટલે યોગ્ય સ્થાનોમાં વપરાય છે. જે ઇન્દ્રિય વિષયના સ્વાદની લાલસાને તજી દઈને સદા અપ્રમાદી બની સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રત્નને મેળવવા માટે પુરુષાર્થ કરે છે, તે જ ખરેખરા વિદ્વાન ગણવા યોગ્ય છે. ૧૪ હિંસા તજી જે એકલા વનમાં ઉપદ્રવ સહુ સહે, વનવૃક્ષ જેવા તે મુનિ, સુજ્ઞાન-ભાવ ન જો લહે. છે જાગતી જ્યોતિ ઉરે સુજ્ઞાનની વિદ્વાનને, વિકલ્પ તેથી ના ઊઠે “સુખ-દુઃખ દે છે આ મને.” ૧૫ અર્થ:- હિંસાને તજી દઈ એકલા વનમાં રહી જે સર્વ ઉપદ્રવને સહન કરે, પણ જો તે સમ્યગુજ્ઞાનના રહસ્યને જાણતા નથી તો તેને વનમાં વૃક્ષ જેવા જ ગણવા યોગ્ય છે. વૃક્ષ પણ વનમાં સદૈવ ઊભા રહી ઠંડી, ગરમી, તાપ વગેરેને તો સહન કરે છે. પણ જે વિદ્વાન એટલે જ્ઞાનીપુરુષના હૃદયમાં સદૈવ સમ્યજ્ઞાનની જ્યોતિ જાગૃત છે તેને આ વિકલ્પ ઊઠતો નથી કે આ મને સુખ કે દુઃખ આપે છે; તે તો હમેશાં સમ્યજ્ઞાનના બળે સ્વરૂપમાં જ સમાઈને રહે છે. ||૧૫ા દેહાભિમાનીની નીંદમાં બહુ કાળ જીવ પડી રહ્યો, જાણ્યું હવે નિજરૂપ સદ્ગુરુ-બોઘથી બેઠો થયોઃ સર્વ વિચારો પૂર્વના મતિ-કલ્પનાથી જે ગ્રહ્યા, તે સૂર્ય ઊગતા તારલા સમ દૂર દૃષ્ટિથી થયા. ૧૬ અર્થ :- દેહાભિમાનરૂપ મોહની નીંદમાં મારો આત્મા ઘણા કાળથી પડી રહ્યો છે. તેણે જે ભવમાં જે જે દેહ ઘારણ કર્યા તેમાં અભિમાન કરીને વર્યાં છે. પણ હવે સદ્ગુરુના ઉપદેશથી પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ, જે આ સર્વ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી પર્યાયથી સાવ જાદું છે એમ જાણવાથી આત્મામાં Page #113 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૮૯ જાગૃતિ આવી. તથા પૂર્વ અજ્ઞાનને કારણે મતિ કલ્પનામાં જે જે વિપરીત વિચાર્યા ગ્રહ્યા હતા તે હવે સમ્યજ્ઞાનરૂપ સૂર્ય ઊગતા, તારલા એટલે તારાઓ જેમ અદ્રશ્ય થઈ જાય તેમ થવા લાગ્યા. ૧૬ાા જે શાસ્ત્રવનમાં ભટકતી મતિ સતી સમી નહિ જાણવી, ચૈતન્ય-કુળ-ઘર જે તજે કુલટા નઠારી માનવી. મતિરૂપ નદ દૂર દૂર દોડે શાસ્ત્ર-સાગર શોઘતી, પરમાત્મવેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. ૧૭ અર્થ - કેવળ શાસ્ત્રરૂપીવનમાં ભટકતી બુદ્ધિને સતી સમાન જાણવી નહીં. જો તે આત્માર્થના લક્ષરૂપ પોતાના કુલીન ઘરને મૂકી દઈ પરઘરરૂપ શાસ્ત્રમાં જ ફર્યા કરે તો તેને નઠારી એવી કુલટા સમાન માનવી. કારણ આત્માર્થના લક્ષ વગરનું અધ્યયન મોક્ષાર્થે થતું નથી; પણ માત્ર અભિમાન પોષી સંસાર વઘારનાર થાય છે. બુદ્ધિરૂપી નદી માત્ર દૂર દૂર દોડ કરીને શાસ્ત્રરૂપી સમુદ્રને શોધ્યા કરે તેથી કંઈ વળે નહીં. શાસ્ત્રરૂપી દૂધપાકમાં બુદ્ધિરૂપી કડછી ફર્યા કરે તેથી કંઈ તે આત્માના આસ્વાદને પામે નહીં; પણ વિષયકષાયથી વિરક્ત બનીને પરમાત્મસ્વરૂપ એવા આત્માના અનુભવથી હૃદય ભેદાય તો જ આત્મામાં સ્થિરતા આવે છે. ||૧૭થી જે મોહથી પરદ્રવ્યમાં અણુ જેટલી રતિ આદરે, તે મૂઢ અજ્ઞાની બનીને સ્વરૃપ-વિપરીતતા ઘરે; તર્જી વિષય-આસક્તિ, અરે! લ્યો ઓળખી આત્મા ખરો, કરી ભાવના આત્મા તણી, તપગુણથી મુક્તિ વરો. ૧૮ અર્થ:- જે મોહવશ બનીને આત્માથી પર એવા પૌલિક પદાર્થમાં અણુ એટલે અંશમાત્ર પણ રતિ અર્થાત્ રાગ કરશે તે મૂઢ અજ્ઞાની એવો પ્રાણી સ્વરૂપ વિપરીતતાને પામશે, અર્થાત્ દેહભાવને દ્રઢ કરશે. તેથી હવે તો અરે! આ વિષયાસક્તિને તજી દઈ આ વાસ્તવિક આત્માની ઓળખાણ કરી લ્યો. રે આત્મ તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખો; સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” શ્રીમદ્ રાજચંદ્ર તથા આત્મભાવનાને ભાવી, ઇચ્છાઓને રોકવારૂપ તપગુણને આદરી, હવે શીધ્ર મુક્તિને પ્રાપ્ત કરો. પરમકૃપાળુદેવે આ વિષે મંત્ર યોજી દ્રઢ કરાવ્યું કે : આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૮ સંક્લેશ મિથ્યાભાવ તર્જી, જિન-વચનમાં રાચી રહ્યા, આજ્ઞા ગુની પાળતા ભાવે, નિકટભવ તે કહ્યા; જિન-વચન ઔષધિ અમ સમી, વિષયે વિરક્તિ આપતી, વ્યાધિ, જરા, મરણાદિ દુઃખો ક્ષય કરી ભવ કાપતી. ૧૯ અર્થ - આત્મામાં રાગદ્વેષ મોહથી ઉત્પન્ન થતા સંકલેશ પરિણામરૂપ જે મિથ્યાભાવો છે, તેને તજી દઈ જે વીતરાગ વચનમાં રાચી રહ્યા છે, તથા જે ભાવપૂર્વક શ્રી ગુરુની આજ્ઞાને પાળે છે, તેને નિકટભવી ગણવામાં આવ્યા છે. વીતરાગના વચનામૃત ભવરોગને મટાડવા માટે અમૃત ઔષઘ સમાન Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે. જે પાંચ ઇન્દ્રિયના વિષયોથી જીવને વિરક્તિ આપે છે તથા ભવદુઃખરૂપ વ્યાધિને મટાડે છે. તેમજ જન્મજરામરણાદિના દુઃખોને ક્ષય કરી ચારગતિરૂપ સંસારને કાપી નાખે છે. ૧૯મા સ્વાધ્યાયથી પંચેન્દ્રિયો, ત્રણ યોગ પણ વશ થાય છે, એકાગ્ર ચિત્તે ધ્યાન સાથી વિનય ગુણ પમાય છે; જો હોય સોય પરોવી સૂત્રે, ભૂલથી ખોવાય ના, જો, તેમ સૂત્રે મગ્ન મન તો ભ્રમ પ્રમાદે થાય ના. ૨૦ અર્થ :- શાસ્ત્રોના સ્વાધ્યાયથી પાંચ ઇન્દ્રિયો અને મન, વચન, કાયારૂપ ત્રણેય યોગ પણ વશ થાય છે. સ્વાધ્યાયમાં ચિત્તને એકાગ્ર કરવાથી ધ્યાનની સાઘના થાય છે, અને સ્વાધ્યાયથી સમજણ વઘતાં વિનયગુણની પ્રાપ્તિ થાય છે. વિનયગુણ વડે નમ્ર બની કર્મોને હાંકી કાઢી તત્ત્વની સિદ્ધિ કરે છે. જો સોય, સૂત્ર એટલે દોરામાં પરોવેલી હોય તો ભૂલથી પણ ખોવાય નહીં, તેમ જ્ઞાની પુરુષોના વચનરૂપી સૂત્રમાં મન મગ્ન હોય તો પ્રમાદથી ઉત્પન્ન થતી આત્મભ્રાંતિ અથવા સંસારમાં સુખ છે એવો ભ્રમ જીવને થાય નહીં. ૨૦ાા શીખેલ શાસ્ત્રો વિનય સહ તે જો પ્રમાદે ભેલ જતાં. થોડા શ્રમે તોયે ફરી પરભવ વિષે તાજાં થતાં, ભણતાં અને ગણતાં વિનય સુજ્ઞાનનો સાચો થશે, જ્ઞાને સુમાર્ગે ચાલતાં સબોઘથી ભવદુખ જશે. ૨૧ અર્થ :- આત્મ અનુભવી પુરુષોના વચનો તે જ ખરા શાસ્ત્રો છે. તેને વિનયપૂર્વક શીખ્યા હોય અને પ્રમાદવશ ભૂલી જવાય તો પણ પરભવમાં થોડા પરિશ્રમે તે ફરીથી તાજાં થાય છે. સપુરુષના વચનામૃતોને રૂચિપૂર્વક ભણતાં એટલે વાંચતા તથા ગણતાં એટલે વિચારપૂર્વક તેનો ભાવ સમજતાં, તે સમ્યજ્ઞાન પ્રત્યે હૃદયમાં સાચો વિનયભાવ પ્રગટશે તથા તે ઉત્તમ આત્મબોઘથી સંસારના જન્મ, જરા મરણાદિ દુઃખોનો નાશ થઈ જશે. ર૧ના. વસ્તુ-સ્વરૂપ યથાર્થ બોઘે વચન શ્રી વિતરાગનાં, સંદેહહર, વૈરાગ્યકર, જગહિતકર તારક તણાં; આર્યો તણા વેદો ગણો અનુયોગ ચાર પ્રકારના, શીખી યથાશક્તિ રહસ્ય કદીય જીવ વિસાર ના; ૨૨ અર્થ :- શ્રી વીતરાગપુરુષોના વચનામૃતો વસ્તુના સ્વરૂપનો યથાર્થ બોઘ આપે છે અર્થાત્ જીવને સત્યાસત્યનું ભાન કરાવે છે. તે શંકાને નિવારનાર છે, મોહનું હરણ કરી વૈરાગ્યને આપનાર છે, જગતના જીવોનું હિત કરનાર છે તથા સંસારરૂપી સમુદ્રથી તારનાર છે. શ્રી વીતરાગ દ્વારા ઉપદિષ્ટ સર્વ બોઘ, તે ઘર્મકથાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર અનુયોગમાં સમાય છે. તે આર્ય એટલે સાત્ત્વિક સજ્જનો માટે ચાર વેદ સમાન છે. તેનું યથાશક્તિ સગુરુ બોઘે રહસ્ય જાણવાથી આત્મા નામનો શ્રેષ્ઠ પદાર્થ જે પોતે જ છે તેનું કદી વિસ્મરણ થશે નહીં. ારા “આદિ પુરાણ” સમી કથા પ્રથમાનુયોગે વર્ણવી, બોધિ-સમાધિ ગોળ-વીંટી ગોળ સમ એ જાણવી; Page #115 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન કરણાનુયોગ વિષે જણાશે સ્વરૂપ લોક-અલોકનું, ને કર્મ-ગતિનું ગણિત રૂપ એ દર્પણે અવલોક તું. ૨૩ - અર્થ આદિપુરાણમાં કહેલી કથા સમાન પ્રથમાનુયોગ જાણવો. પ્રથમાનુયોગનું બીજું નામ ધર્મકથાનુયોગ પણ છે. જેમાં રત્નત્રયરૂપબોધી અને આત્મસમાધિરૂપ ગોળીને ધર્મકથારૂપ ગોળ સાથે વીંટીને આપવાથી તે સરળતાથી જીવોને ગળે ઊતરી જાય છે અને ધર્મની રૂચિ ઉત્પન્ન કરે છે. “સત્પુરુષોના ધર્મચરિત્રની કથાઓ કે જેનો ઘડો લઈને જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે ‘ધર્મકથાનુયોગ’.’’ (૧.પૃ.૭૫૫) કરણાનુયોગ વડે લોકાલોકમાં રહેલા પદાર્થોની ગણતરીનું સ્વરૂપ જણાય છે. તથા કર્મના ફળમાં જીવ ચૌદ રાજલોકમાં ક્યાં ક્યાં ભટકે છે તે જાણી શકાય છે. તેમજ કેવા કર્મથી કઈ ગતિ થાય, કેવા પ્રકારનો જીવને બંઘ પડે વગે૨ે ગણિત જાણવા માટે આ કરણાનુયોગ દર્પણ સમાન છે. આ દર્પણમાં જોઈ ખોટા કર્મો નિવારી શકાય છે. કરણાનુયોગનું બીજું નામ ગણિતાનુયોગ પણ છે. “દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ‘ગણિતાનુયોગ’.’’ (વ.પૃ.૭૫૫) “કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે.’” (૨.પૃ.૭૮૫) ૨૩।। ચરણાનુયોગે અંશ ને સર્વાંશ આચારો કહ્યા ઃગૃહસ્થના આચાર અંશે, મુનિપદે પુરા રહ્યાં; વ્રત આદરે કેવી રીતે? પોષી વઘારે શી રીતે? રક્ષા કરે કેવી રીતે? ગૃહી કે મુનિ મુક્તિ પ્રીતે. ૨૪ ૨૯૧ અર્થ :— ચરણાનુયોગમાં અંશ તથા સર્વાંશ આચારનું વર્ણન છે. ગૃહસ્થના આચાર અંશરૂપ ગણાય છે. જ્યારે મુનિના આચાર સંપૂર્ણ ગણાય છે. મુનિઓ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ આચારોને સંપૂર્ણ રીતે શુદ્ધપણે પાળે છે. જ્યારે ગૃહસ્થમાં તે અંગે પળાય છે. મુનિ કે ગૃહસ્થના વ્રતોને કેવી રીતે આદરવા અથવા તેને પોષણ આપી કેમ વધારવા, અથવા તેની કેવી રીતે રક્ષા કરવી તેનું વર્ણન ચરણાનુયોગના ગ્રંથમાં જણાવેલ છે. તે વ્રતોને મુનિ મહાત્માઓ કે સદ્ગૃહસ્થો મુક્તિ મેળવવાને માટે પ્રેમપૂર્વક પાળે છે. “આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંઘીનું વર્ણન તે ‘ચરણાનુયોગ’.’’ (વ.પૃ.૭૫૫) ।।૨૪।। દ્રવ્યાનુયોગ જીવાદિ તત્ત્વોનો પ્રકાશક દીપ ગણો, તે પુણ્ય-પાપ સ્વરૂપ સમજાવી કરે જાગ્રત ઘણો; વળી બંઘ-મોક્ષ કરાવનારાં કારણો નજરે ઘરે, તે જાણ્ણ ગુરુગમ, જાગૃતિ-પુરુષાર્થ કરી જીવ ભવ તરે. ૨૫ અર્થ :— દ્રવ્યાનુયોગ વસ્તુના મૂળસ્વરૂપને જણાવનાર છે. તેને જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યો કે નવતત્ત્વ આદિના સ્વરૂપને પ્રકાશવા માટે દીપક સમાન જાણો. તે પુણ્ય પાપનું સ્વરૂપ સમજાવી જીવને ઘણી જાગૃતિ આપનાર છે, તથા જીવને બંધ અને મોક્ષ કરાવનારા કયા કયા કારણો છે તેને સ્પષ્ટ સમજાવનાર છે. તે કારણોને ભવ્યાત્મા ગુરુગમ વડે જાણી આત્મજાગૃતિ પામી, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પુરુષાર્થ કરી, સંસાર સમુદ્રને તરી જાય છે. “લોકને વિષે રહેલા દ્રવ્યો, તેના સ્વરૂપ, તેના ગુણ, ઘર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે ‘દ્રવ્યાનુયોગ.” (વ.પૃ.૭૫૫) પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દ્રઢ સાઘનસહિત, મુમુક્ષુએ સગુરુ આજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.” (વ.પૃ.૫૦૮) રપા. સન્શાસ્ત્ર-અભ્યાસે સમજ નિજ આત્મહિતની આવશે, તે નવ નવીન સંવેગ સહ નિષ્કપ સંવર લાવશે; તપ આકરાં અઠ્ઠાઈ કરી અજ્ઞાની જે શુદ્ધિ ઘરે, તેથી બહુગુણી શુદ્ધિ થરતા તપ વિના જ્ઞાની ખરે! ૨૬ અર્થ - સન્શાસ્ત્રનો અભ્યાસ કરવાથી પોતાના આત્માનું હિત શામાં છે તેની સાચી સમજ આવશે. તે સાચી સમજ નવા નવા સંવેગ ભાવો એટલે સંસારથી મુક્ત થવાના ભાવોને જન્મ આપી આત્મામાં નિષ્ક્રપ એટલે સ્થિરપણે સંવર કરાવશે અર્થાત આવતા કર્મોને દ્રઢપણે રોકી લેશો. આકરાં તપ અઠ્ઠાઈ વગેરે કરીને અજ્ઞાની જે શુદ્ધિ કરે છે તેના કરતાં અનેકગણી શુદ્ધિ તપ વગર જ્ઞાનીઓ પોતાના અંતર્માત્મામાં પ્રગટેલ જ્ઞાન, વૈરાગ્ય વડે કરે છે. આત્મજ્ઞાનથી ઉદભવેલો પરપદાર્થ પ્રત્યેનો વિરક્તભાવ તેનું આ અદ્ભુત પરિણામ છે. /રકા ઉન્મત્ત હાથી અંકુશે વશ થાય, મન પણ જ્ઞાનથી; જ્ઞાન-ઉપયોગ રહિત મન તે પજવતું તોફાનથી, જો નાગ કાળો મંત્ર-વિધિથી વાદ-કરમાં વશ થતો, તેવી રીતે મન-દોષ પણ સુજ્ઞાન-યોગે ટળી જતો. ૨૭ અર્થ :- ઉત્તમ હાથી જેમ અંકુશથી વશ થાય છે તેમ મન પણ સમ્યજ્ઞાન વડે અર્થાત્ સાચી સમજણથી વશ કરી શકાય છે. “(ત્યમ) જ્ઞાને બાંગ્યુ મન રહે (સ) ગુરુ વિણ જ્ઞાન ન હોય” -નિત્યક્રમ સમ્યક સમજણથી રહિત મન, તે અનેક પ્રકારે મોહના વિકલ્પો કરાવી જીવને પજવે છે. જેમ કાળો નાગ મંત્રની વિધિ વડે મંત્રવાદીના હાથમાં વશ થાય છે તેવી રીતે વિષયકષાયની વૃત્તિરૂપ મનના દોષ પણ સમ્યકજ્ઞાનના યોગે અર્થાત્ સબોઘે સાચી સમજણ આવવાથી ટળી જાય છે. રક્ષા જે ચિત્ત-શુદ્ધિ સહ ઘરે છે જ્ઞાનદીપક લાગતો, તેને નથી ભય મોક્ષ-માર્ગે પતનનો, છે જાગતો; જો જ્ઞાનજ્યોતિ પ્રગટી ના તો અંધ અંધારે ભમે, નહિ મોક્ષમાર્ગે તે ચઢે, સંસાર-દુખમાંહીં રમે. ૨૮ અર્થ - જે ચિત્તશુદ્ધિ એટલે મનની શુદ્ધિ સાથે સમ્યજ્ઞાનરૂપ પ્રકાશમાન દીપકને ઘારણ કરે છે, તેને મોક્ષમાર્ગમાં આગળ વઘતાં પતિત થવાનો ભય નથી, કેમકે તે પુરુષના બોઘ બળે સદા જાગૃત રહે છે. પણ જો સત્પરુષની કપાએ સાચી સમજણરૂપ જ્ઞાન-જ્યોતિ પ્રગટી નહીં તો તે અજ્ઞાનરૂપ અંઘકારમાં જ સદા ભટક્યા કરશે. તે મોક્ષમાર્ગને પામશે નહીં પણ ચારગતિરૂપ સંસારના દુઃખોમાં જ સંતાકુકડીરૂપે રમ્યા કરશે. ૨૮ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જ્ઞાન ૨૯૩ મન ભટકતું અજ્ઞાનવશ, તે જ્ઞાનસંસ્કારે ઠરે, ના સુજ્ઞ આતમજ્ઞાનથી પર કાર્યમાં મન બહુ ઘરે; પણ કામ-પૅરતું સૌ કરે, તે વચન-કાયાથી; છતાં તન્મય બને ત્રિયોગથી ના, ભાવ નિઃસ્પૃહ સેવતાં. ૨૯ અર્થ :- અનાદિકાળથી અજ્ઞાનવશ ભટકતું આ મન જ્ઞાનસંસ્કારથી એટલે સવળી સમજણ મળતાં ઠરી જાય છે અર્થાત સ્થિર થાય છે. તેથી સુજ્ઞ એટલે સારી રીતે તત્ત્વનો જાણનાર એવો પુરુષ, આત્મજ્ઞાનથી પર એવા સાંસારિક કાર્યોમાં મન બહુ લગાવતો નથી. તે વચન અને કાયાથી જરૂર પૂરતું સર્વ કામ કરવા છતાં પણ મન, વચન, કાયાના ત્રણેય યોગથી તે તે કાર્યમાં તન્મય થતો નથી. મનથી તે નિઃસ્પૃહ રહે છે અર્થાતુ મનને તે તે કાર્યમાં આસક્ત થવા દેતો નથી. (૨લા સુજ્ઞાનમહિમા શું કહ્યું? રવિ પાપ-તમ હરનાર એ, કે મોક્ષલક્ષ્મી-ચરણને અંબુજ સમ આઘાર તે; સન્મત્ર મન્મથ-સર્પનો કે કેસરી મન-ગજ તણો, સંક્લેશ-વાદળ-વાયરો, વળી વિશ્વતત્ત્વ-દીવો ગણો. ૩૦ અર્થ - સમ્યજ્ઞાનનો મહિમા તમને હું શું કહું? તે જ્ઞાન તો રવિ એટલે સૂર્ય સમાન હોવાથી પાપરૂપી તમ એટલે અંધકારને નાશ કરનાર છે. “અંઘકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” -શ્રીમદ્ રાજચંદ્ર અથવા મોક્ષરૂપી લક્ષ્મીના ચરણને અંબુજ એટલે કમળ સમાન તે જ્ઞાન આધારભૂત છે. મન્મથ એટલે કામદેવરૂપી સર્પને વશ કરવા માટે જ્ઞાન એ ગારુડી મંત્ર સમાન છે, અથવા મનરૂપી હાથીને માત કરવા, જ્ઞાન એ કેસરી સિંહ સમાન છે, સંક્લેશ એટલે કષાય પરિણામરૂપ વાદળાને વિખેરી નાખવા માટે જ્ઞાન એ વાયરા સમાન છે. વળી વિશ્વના સમસ્ત તત્ત્વોને જાણવા માટે જ્ઞાન એ દીપક સમાન છે. ૩૦ના સુજ્ઞાન જાળ સમાન પકડે વિષયરૂપી માછલાં, ને રાગ નદ સેંકાવવાને જ્ઞાન રવિ-કિરણો ભલા; ચૈતન્ય-રૅપની ચિવાળા દેખ દુર્લભ ભવ વિષે, તેથી અતિ દુર્લભ ખરાં અધ્યાત્મશાસ્ત્રો પણ દીસે. ૩૧ અર્થ :- સમ્યજ્ઞાન તે પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ માછલાને પકડવા માટે જાળ સમાન છે. વિષયોમાં ભટકતી વૃત્તિને જ્ઞાનવડે વશ કરી શકાય છે. તથા રાગરૂપી નદીને સુકવવા માટે જ્ઞાન એ સૂર્યના કિરણો સમાન છે. ચૈતન્યસ્વરૂપ આત્માને જાણવાની રૂચિવાળા જીવો આ ભવમાં દુર્લભ દેખાય છે. તેથી જ આત્મા સંબંધીના જ્ઞાનવાળા ખરેખરા અધ્યાત્મશાસ્ત્રો પણ મળવા આ કાળમાં અતિ દુર્લભ થઈ પડ્યા છે. ૩૧ાા ચૈતન્યપદ-દર્શક ગુરું તો અતિ અતિ દુર્લભ મહા, ચિંતામણિ સમ જ્ઞાન સમ્યક પામવું દુર્ઘટ, અહા! જો સ્વરૃપ શુદ્ધ જણાય તો તે શ્રેષ્ઠ સમ્યજ્ઞાન છે, જે કર્મ-રજ હરતો નિરંતર જ્ઞાનવાયુ, ધ્યાન તે. ૩૨ અર્થ :- ચૈતન્યમય એવા આત્મસ્વરૂપના દર્શન કરાવવાવાળા સગુરુ મળવા આ કાળમાં અત્યંત અત્યંત મહાન દુર્લભ છે. તેથી ચિંતામણિ સમાન સમ્યજ્ઞાનનું પામવું પણ અહો! મહા દુર્ઘટ થઈ પડ્યું છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જો આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવાય તો તે શ્રેષ્ઠ સમ્યજ્ઞાન છે. તેનાવડે સમયે સમયે જીવ કર્મરૂપી રજને જ્ઞાનવાયુવડે હરણ કરે છે, અર્થાત્ સમયે સમયે જીવ અનંતકર્મની નિર્જરાને સાથે છે અને તે જ સાચું ઘર્મધ્યાન અથવા આત્મધ્યાન ગણવા યોગ્ય છે. ૩રા જ્ઞાની ગુરુંના બોઘરૂપી ડાંગ વાગી કેડમાં, સંસાર-બળ ભાગી ગયું, જાણે પુરાયો હેડમાં; તે નારીમુખ નિહાળવામાં અંઘ સમ વર્તન કરે, મિથ્યાવચન-ઉચ્ચારમાં તે બોબડા સમ મતિ ઘરે. ૩૩ અર્થ :- જ્ઞાની એવા શ્રી ગુરુની બોઘરૂપી ડાંગ જેના કેડમાં વાગી ગઈ તેનું સંસારબળ બધું ભાંગી ગયું, અને જાણે પોતે લાકડાની હેડમાં પુરાઈ ગયો હોય એવું થઈ જાય છે અર્થાત્ હવે તેને સંસાર પ્રત્યેનો મોહ મટી જઈ ક્યાંય જવાની ઇચ્છા થતી નથી. તે સ્ત્રીનું મુખ રાગપૂર્વક જોવામાં અંઘ સમાન વર્તન કરે છે તથા તેની બુદ્ધિ જૂઠ બોલવામાં બોબડા જેવી બની જાય છે. ૩૩ કુતીર્થ-પંથે પાંગળો તે, શૂન્યમન વ્યવહારમાં, ને વિષયભોગે આળસું, નિર્બળ અહિત-પ્રચારમાં; શા કામનો ઑવ જગતમાં એવો અપંગ બની ગયો, તેથી હવે નિજ ઘર વિષે નિશદિન રહેનારો થયો. ૩૪ અર્થ - સમ્યજ્ઞાનના બળે કુતીર્થમાં દેવ-દેવીઓના માર્ગને અનુસરવા માટે તે પાંગળો થઈ જાય છે તથા વ્યવહાર કાર્યો કરવામાં તેનું મન હવે શુન્યવત્ વર્તે છે અર્થાત્ તેમાં તેનું મન હવે ચોંટતું નથી. પાંચ ઇન્દ્રિયના વિષયભોગો ભોગવવામાં પણ તે આળસુ બને છે, અર્થાત્ તેમાં તેને રસ આવતો નથી. તેમજ આત્માને જેથી કર્મ બંઘાય એવાં કાંઈ પણ અહિતકાર્યના પ્રચારમાં તેનું બળ ચાલતું નથી. એવો અપંગ બનેલો જીવ આ સંસારમાં શા કામનો છે. તેથી હવે તે પોતાના આત્મસ્વરૂપરૂપ નિજ ઘરમાં જ હમેશાં રહેનારો થાય છે. [૩૪ સુજ્ઞાન શિવ-ઉપાય સમજો, રાગ બંઘ કરાવતો, તેથી તજી સો રાગ-અંશો જ્ઞાન શુદ્ધ જગાવજો. વાંચે, સુણે, સમજે ઘણા, પણ મનન કોઈક જ કરે; શ્રવણ, મનન, નિદિધ્યાસનો ક્રમ સુવિચક્ષણ આદરે. ૩૫ અર્થ - સમ્યજ્ઞાનને મોક્ષપ્રાપ્તિનો ખરો ઉપાય સમજો તથા રાગભાવ સદા કર્મબંધ કરાવનાર છે એમ જાણી રાગના સર્વ અંશોને તજી દઈ શુદ્ધ આત્મા સંબંધીના જ્ઞાનને મેળવવાનો પ્રયાસ કરજો. ઘણા જીવો શાસ્ત્રો વાંચે, સાંભળે કે જાણે પણ તેના ઉપર મનન એટલે ચિંતન તો કોઈક જ કરે છે. પણ જે સુવિચક્ષણ છે અર્થાત્ હોશિયાર છે, તે તો શ્રવણ, મનન અને નિદિધ્યાસનના ક્રમને આદરે છે. રૂપા સુશ્રવણ લહરી સમ ટકે નહિ, છાપ મન મનને ઘરે, પરિણામ જે નિદિધ્યાસના તે ભાવકૃત ફૂપ સંઘરે; જો શ્રવણ કર કર બહુ કરે તો મનનશક્તિ આળસે, સુશ્રવણ પછીનો ક્રમ મુમુક્ષુ તેથી નિત્યે પાળશે. ૩૬ Page #119 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૨૯૫ અર્થ - શાસ્ત્રોનું શ્રવણ પવનની લહેર સમાન છે. પવન જેમ આવ્યો અને ગયો તેમ તે જ્ઞાન વિશેષ ટકી શકે નહીં. પણ મન પર છાપ તો મનન કરવાથી પડે છે તથા નિદિધ્યાસન કરવાથી તે જ્ઞાન ભાવકૃતરૂપ બની અંતરમાં પરિણમે છે. જો શ્રવણ જ બહુ કરે તો મનન કરવાની શક્તિ આળસી જાય છે. તેથી ભગવાનના બોઘને સારી રીતે શ્રવણ કરીને પછીનો જે મનન કે નિદિધ્યાસન કરવાનો ક્રમ છે તેને મુમુક્ષુ જીવ હશે તે જરૂર નિત્ય પાળવાનો પ્રયત્ન કરશે. કેમકે સમ્યજ્ઞાનને યથાર્થ રીતે હૃદયમાં પરિણમાવવાનો એ સાચો ઉપાય છે. સમ્યજ્ઞાન એ આત્માનું મૂળ ઘન છે અને એ જ ખરા સુખનું કારણ છે. “શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. મનન કરવાથી છાપ બેસે છે, અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વઘારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે.” (વ.પૃ.૭૮૪) //૩૬ જ્ઞાન વડે ઘણું જાણવા છતાં પણ તે પ્રમાણે ક્રિયા કરે નહીં તો જીવ મુક્તિ પામે નહીં. તેમ ક્રિયા ઘણી કરે પણ તે સંબંધી જ્ઞાન મેળવે નહીં તો પણ આત્મસાર્થક થાય નહીં. જેમકે એક આંધળો અને એક પાંગળો માણસ જંગલમાં હતા. ત્યાં દવ લાગ્યો. હવે આંધળો દોડવારૂપ ક્રિયા કરી શકે પણ જ્ઞાનરૂપ નેત્ર નહીં હોવાથી તે દાવાનલમાં બળી મરે, અને પાંગળામાં જ્ઞાનરૂપ નેત્ર છે, પણ ચાલવારૂપ ક્રિયા કરવામાં તે અસમર્થ હોવાથી તે પણ બળી મરે. પણ બેયનો સમન્વય થઈ પાંગળો આંધળાની ખાંઘ ઉપર ચઢી જાય, અને પાંગળો જેમ દોરે તેમ આંધળો ચાલે તો બેય બચી જાય. તેમ જ્ઞાન સહિતની ક્રિયા કરે તો જીવનો અવશ્ય મોક્ષ થાય. જ્ઞાન અને ક્રિયા એ બન્ને રથના બે ચક્ર જેવા છે. “પઢમં નાણું તવો દયા’ ‘પ્રથમ જ્ઞાનને પછી અહિંસાની ક્રિયા કરવાનું મહાપુરુષો જણાવે છે. માટે જ્ઞાન સહિતની ક્રિયા કરવાનો આ પાઠમાં ઉપદેશ કરે છે. (૨૬) ક્રિયા (દુર્લભ ભવ લહી દોહિલો રે, કહો તરિકે કવણ ઉપાય રે પ્રભુજીંને વીનવું રે) લાયનાયક સદગુરું રે ભજતાં સર્વ ભજાય રે-ગુરુજીને વંદીએ રે રાજચંદ્ર ગુવચનને રે અનુસરી મોક્ષ જવાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૦ અર્થ - આત્મજ્ઞાન અને સમતાભાવથી યુક્ત એવા લાયક તથા મોક્ષમાર્ગ બતાવવામાં નાયક એટલે નેતા સમાન પરમકૃપાળુ સદ્ગુરુ ભગવંતને ભાવપૂર્વક ભજતાં પૂર્વે શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા એવા અનંત પુરુષો પણ ભજાઈ જાય છે. કેમકે સર્વ સપુરુષોનું સહજાન્મસ્વરૂપ એક સરખું છે. તેથી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના વચનાનુસાર વર્તન કરવાથી મોક્ષે જઈ શકાય છે. માટે એવા ગુરુદેવના ચરણકમળમાં સદા વંદન કરી પાવન થઈએ. “મોક્ષમાર્ગમ્ય નેત્તાર, ભેસ્તારં કર્મ ભૂભુતામ; જ્ઞાતારું વિશ્વ તત્ત્વાનામ્ વન્દ તગુણ લબ્ધયે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૭૨) Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતોના ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા એવા પ્રભુને તે ગુણોની પ્રાતિ અર્થે વંદન કરું છું. લા. “બોથ વડે બંધન તૂટે રે જો પુરુષાર્થ કરાય રે-ગુરુજીને વંદીએ રે. બંઘન પરિગ્રહ ભાવ છે રે તે તોડ્યો ગુરુરાય રે-ગુરુજીને વંદીએ રે. ૨ અર્થ - જો જીવથી પુરુષાર્થ કરાય તો બોઘબળે કર્મબંઘનને તોડી શકાય છે. બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહ પ્રત્યેનો મૂચ્છભાવ એટલે મમત્વભાવ એ જ પરિગ્રહ છે. તે મૂચ્છભાવને શ્રી ગુરુરાજે તોડી નાખ્યો માટે એવા ગુરુજીને અમારા સદા વંદન હો. રા. પુણ્ય-પાપ કિયા વિષે રે રાચ્યો જનસમુદાય રે-ગુરુજીને વંદીએ રે. તત્ત્વચિ પ્રગટાવતા રે કળિકાળે ગુરુ રાય રે-ગુરુજીને વંદીએ રે. ૩ અર્થ - જગતમાં લોકોનો સમુદાય પુણ્ય પાપની ક્રિયામાં રાચી રહ્યો છે. ઘર્મ કરીને કાં તો પૂણ્યની ઇચ્છા રાખે છે કે પાપમય ક્રિયા કરી દુર્ગતિને સાથે છે. શ્રી દેવચંદજી સ્તવનમાં જણાવે છે : “દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ઘર્મ રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચંદ્રાનન જિન ચંદ્રાનન જિન, સાંભળીએ અરદાસ રે; મુજ સેવક ભણી.” પણ આ કળિકાળમાં તત્ત્વરુચિ એટલે આત્મપ્રાપ્તિની રુચિ પ્રગટાવનાર શ્રી ગુરુરાજ છે, કે જેમણે કોઈ પણ ક્રિયા કરતાં લક્ષ એક આત્માર્થનો જ રાખવા ભલામણ કરી છે. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંધનને માટે નથી. જેથી બંઘન થાય એ બઘાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” (વ.પૃ.૨૫૬) Il૩ી. દુર્લભ નરભવ પામિયો રે કર પુરુષાર્થ અપાર રે-ગુરુજીને વંદીએ રે. સત્યરુષાર્થ હવે થશે રે કરતાં આત્મવિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૪ અર્થ - પૂર્વભવે અપાર પુરુષાર્થ કરીને આ દશ દ્રષ્ટાંતે દુર્લભ એવા નરભવને તું પામ્યો છું પણ હવે ભેદજ્ઞાન માટે આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજવો યોગ્ય છે. તેવી આત્મભાવના ભાવતાં સપુરુષાર્થ બનવા યોગ્ય છે. “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (વ.પૃ.૫૦૪) //૪ બંઘમાર્ગમાં બહ ભમ્યો રે મોક્ષમાર્ગ ઉર ઘાર રે-ગુરુજીને વંદીએ રે. પ્રયોજન પૅરતાં થતાં રે પાપ અનેક વિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૫ અર્થ :- હવે નીચેની ગાથાઓ પ્રમાણે જીવને બાર પ્રકારે પાપબંઘ થયા કરે છે તે જણાવે છે - અનંતકાળથી જીવ રાગદ્વેષ અજ્ઞાનવડે કમ બાંધી બંઘમાર્ગમાં બહુ ભમ્યો છે. હવે તું તે પાપોથી છૂટવારૂપ મોક્ષમાર્ગને હૃદયમાં ઘારણ કર. ગૃહસ્થ અવસ્થામાં શરીરાદિના નિર્વાહ અર્થે પ્રયોજન પૂરતા છ કાય જીવની વિરાઘના કરવારૂપ પાપો પણ થયા કરે છે. એ કર્મબંધનો પહેલો પ્રકાર છે. પા Page #121 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૨૯ ૭ કારણ વિના પણ કરે રે મૂઢમતિ જીંવ પાપ રે-ગુરુજીને વંદીએ રે. હિંસાની ક્રિયા કરે રે વેર વઘારી અમાપ રે-ગુરુજીને વંદીએ રે. ૬ અર્થ :- બીજા પ્રકારમાં કારણ વિના એટલે વગર પ્રયોજને પણ મૂઢમતિ એવો આ જીવ અનર્થદંડ, વિકથાઓ કરે, નિંદા કરે, પાપોપદેશ કરે કે ટીવી વગેરે જોઈને રાગદ્વેષ કરી કર્મ બાંધ્યા કરે છે. અથવા હાલતા ચાલતા પાંદડા તોડે વગેરે. ત્રીજા પ્રકારમાં, જીવોને મારી હિંસા કરીને અમાપ વેર વઘારી દે છે. જેમકે કોઈ સાપ કે વીંછીને જોઈ તેને ઝેરી પ્રાણી જાણી મારી નાખે છે. ત્રિપુષ્ટ વાસુદેવનું દ્રષ્ટાંત - ભગવાન મહાવીરના જીવે પૂર્વે ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં ભૂજા વડે સિંહને ફાડી નાખેલ. તે સિંહનો જીવ ભગવાન મહાવીરના ભવમાં ખેડૂત થયો હતો. તેણે ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી, પણ ભગવાન પાસે આવતાં પૂર્વભવના વેરના સંસ્કારથી તે પાછો ભાગી ગયો. કાા પા૫ અજાણ્ય” પણ થતાં રે કર્મ સદા બંઘાય રે-ગુરુજીને વંદીએ રે. અવળી સમજણથી હણે રે જીંવ નિર્દોષી ઘણાય રે-ગુરુજીને વંદીએ રે. ૭ અર્થ - ચોથા પ્રકારમાં અજાણપણાથી પણ જીવો પાપ બાંધ્યા કરે છે. જેમકે પાણી, વનસ્પતિ આદિ પાંચ સ્થાવર જીવો છે, તેનો અલ્પ ઉપયોગ ન છૂટકે જરૂર પૂરતો જ કરવો જોઈએ. પણ તેનું યથાર્થ ભાન ન હોવાથી છૂટથી ઉપયોગ કરી કર્મ બાંધ્યા કરે છે. અથવા છઠ્ઠી ત્રસકાય પણ આપણા જેવા જીવો જ છે. તેની પણ રક્ષા કરવી જોઈએ. પાંચમું કારણ જીવની અવળી સમજણ હોવાથી પણ બિચારા અનેક નિર્દોષ પ્રાણીઓ હણાઈ જાય છે. જેમકે અભક્ષ્ય પદાર્થો, મઘ, માખણ કંદમૂળ વગેરેમાં ક્યા જીવ છે એમ માની તેને સેવે છે. શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત - શ્રેણિક રાજા જેવા ભગવાન મહાવીર મળતાં પહેલા હિંસા વગેરેમાં પાપ છે એવી સમજણ ન હોવાથી નિશાન તાકી બાણ માર્યું, તે ગર્ભિણી હરણીના પેટને ચીરીને ઝાડમાં પેસી ગયું. તે હરણી અને તેનું બચ્ચું મરી ગયું. પણ તે સમયે અવળી સમજણના કારણે હિંસાનંદી રૌદ્રધ્યાન સેવવાથી નરકગતિનું આયુષ્ય બાંધ્યું. અને તેમને નરકગતિમાં જવું પડ્યું. કા. જૂઠા વચને વીંટતો રે ઑવ નિજ પાપ અનેક રે-ગુરુજીને વંદીએ રે. ચોરી કરી ભવમાં ભમે રે, માઠા ભાવે છેક રે-ગુરુજીને વંદીએ રે. ૮ અર્થ – બંઘ માર્ગનો છઠ્ઠો પ્રકાર તે જૂઠ છે. જૂઠા વચન બોલી અનેક પ્રકારે જીવ પાપથી વીંટાઈ જાય છે. એક જૂઠને છુપાવવા અનેક જૂઠ બોલે છે. વસુદેવ રાજાનું દૃષ્ટાંત :- નારદ પર્વતના ચુકાદામાં વસુદેવ રાજા જૂઠ બોલવાથી દેવોએ સિંહાસન પરથી તેને હેઠો નાખ્યો. મરીને તે સાતમી નરકે ગયો. કર્મબંઘનું સાતમું કારણ ચોરીની ક્રિયા છે. ચોરી કરીને જીવ આ લોકમાં નિંદાને પાત્ર બને છે અથવા જેલ કે ફાંસીની સજાને પણ પામે છે. ' લોહખુરચોરનું દ્રષ્ટાંત - શ્રેણિકના પિતા પ્રસેનજિત રાજાના ભોજન સમયે એક ચોર અંજન આંજી તેમના ભેગો બેસી રોજ જમી લેતો. અંજન આંજવાથી તેને કોઈ જોઈ શકતું નહીં. મંત્રીએ યુક્તિથી ત્યાં પાંદડા પાથર્યા. તે આવ્યો ત્યારે પાંદડાનો અવાજ થવાથી ધૂપ કર્યો. તેની આંખમાંથી અંજન નીકળી ગયું. તેથી પકડાઈ ગયો. પછી આખા શહેરમાં ફેરવી તેને શૂળીએ ચઢાવ્યો. (ઉ.પ્રા.ભા.ભાગ-૨) Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કર્મબંઘનું આઠમું કારણ માઠા ભાવો છે. તેથી જીવઅંતર્મુહૂર્ત માત્રમાં પણ સાતમી નરકનું આયુષ્ય બાંધી લે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત – પ્રસન્નચંદ્ર રાજર્ષિએ પણ ધ્યાનમાં લડાઈના ભાવો કરી સાતમી નરક સુઘીના કર્મના દલીયા બાંધી લીધા. પણ તરત જ પાછા ફરી તે બધા કર્મ ખપાવી કેવળજ્ઞાન પણ પ્રગટાવી લીધું એવી આશ્ચર્યકારી ભાવની લીલા છે. દા. મદ-માતો માને કરી રે ભમે અઘોગતિમાંય રે-ગુરુજીને વંદીએ રે. સ્વજનો પણ ત્રાસી જતાં રે જૂર સુખી નહિ ક્યાંય રે-ગુરુજીને વંદીએ રે. ૯ અર્થ:- નવમું બંઘનું કારણ માન છે. કુલ, જાતિ, રૂપ, ઘન, બળ, તપ, જ્ઞાન અને ઐશ્વર્ય એમ આઠ પ્રકારના મદમાં માતો એટલે મસ્ત બનીને માનમાં તણાઈ જઈ અઘોગતિમાં જીવ ભમ્યા કરે છે. જેમ સુભમ ચક્રવર્તીએ છ ખંડ સાથી લીઘા છતાં હું બારે ખંડ સાથું તો વિશેષ નામાંકિત થઈ જગતમાં મોટો ગણાઈશ. એમ કરવાથી સમુદ્રમાં તે બુડી મુઓ. દશમું બંઘનું કારણ ક્રૂર ભાવ છે. ક્રૂરતાના સ્વભાવ વડે સ્વજનો પણ ત્રાસી જાય છે તથા પોતે પણ ક્યાંય સુખી થતો નથી. કંસનું દ્રષ્ટાંત – કંસે પોતાના પિતાને જેલમાં નાખી દીઘા. તથા ક્રૂર સ્વભાવે વસુદેવ સાથે તેમના પુત્રોને આપી દેવાની શરત કરી. તે મેળવી મારી નાખ્યા. પણ દૈવયોગે બીજાને ત્યાંથી મરેલા પુત્રો જ તેને આપવામાં આવતા હતા. પણ તેવા ભાવના ફળમાં પોતે મરીને નરકે ગયો. કોણિકનું દ્રષ્ટાંત :- કોણિક પણ રાજ્યના લોભે પોતાના પિતા શ્રેણિકને જેલમાં નાખી રોજ સો કોરડાનો માર મરાવતો હતો. તે પણ મરીને છઠ્ઠી નરકે ગયો. III માયાવી જન તુચ્છ છે રે પરને ઠગી ઠગાય રે-ગુરુને વંદીએ રે નિંદે નહિ નિજ દુષ્ટતા રે અઘોગતિમાં જાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૦ અર્થ :- કર્મબંધનો અગ્યારમો પ્રકાર માયા છે. માયાવી જન તુચ્છ છે કે જે પરને ઠગવાથી ખરી રીતે પોતે જ ઠગાય છે. જો તે પોતાની દુષ્ટતાને નિંદે નહીં તો મરીને અધોગતિમાં જાય છે. “નૈગમ એક નારી ચૂતી પણ, ઘેબર ભૂખ ન ભાગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદિશા તવ જાગી. ભૂલ્યો બાજી -પૂજાસંચય (પૃ.૧૪૩) એક વાણિયાનું દ્રષ્ટાંત - નૈગમ એટલે એક વાણિયાએ એક નારીને છેતરીને એક રૂપિયો વઘારે કમાઈ લઈ તેના બદલામાં ઘરે ઘેબર બનાવડાવ્યા. પણ પોતે ઘેર ગયો તેના પહેલાં પોતાનો જમાઈ તેના મિત્ર સાથે આવીને તે ઘેબર જમી ગયો. તે જાણી પોતાની જ્ઞાનદિશા સદ્ગુરુના સંગથી જાગૃત થઈ કે અહો! પાપ તો મેં કર્યું અને ઘેબર બીજા જ જમી ગયા. હવે કદિ એવું પાપ થાય નહીં એમ વિચારી દીક્ષા લઈ પોતાનું કલ્યાણ કર્યું. ૧૦ના લોભ પાપનો બાપ છે રે કષ્ટ મુનિથી મુકાય રે-ગુરુજીને વંદીએ રે. સાથુજીંવન જીંવવા કરો રે સૌ સમ્યક ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૧ અર્થ – બંઘમાર્ગનો બારમો પ્રકાર લોભ છે. લોભ પાપનો બાપ છે મુનિથી પણ કષ્ટ મુકાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૨૯૯ રત્નાકરસૂરિનું દ્રષ્ટાંત - “રત્નાકર પચ્ચીસી'ના કર્તા શ્રી રત્નાકરસૂરિ હતા. તેમના ક્ષયોપશમથી રાજી થઈ રાજા રોજે તેમને હીરા, માણેક વગેરે રત્નો આપતો. તે સંગ્રહ કરતા હતા. તેથી એક કુંડલીયા નામના શ્રાવકે તેમને ઠેકાણે લાવવા એક ગાથાનો અર્થ પૂછ્યો. ગુરુએ છ મહિના સુધી જુદી જુદી રીતે સમજાવ્યા છતાં સંતોષ ન થવાથી મહારાજ હવે હું કાલે ગામ જતો રહીશ પણ મારું સમાધાન થયું નહીં. તે જાણી રત્નાકરસૂરિને વિચાર આવ્યો કે હું રત્નો ભેગા કરી લોભમાં પડ્યો છું તો હું વાણી દ્વારા કેવી રીતે કહી શકું? તેથી તે સર્વ રત્નોનો મુનિએ દ્રવ્યથી અને ભાવથી ત્યાગ કર્યો. તે જોઈ બીજે દિવસે કુંડલીઓ શ્રાવક આવી બોલ્યો કે “હે સ્વામી! આજે હું આપના દર્શનથી જ તે ગાથાનો મૂળ અર્થ સમજી ગયો. અને આપની ક્ષમાને ઘન્ય છે કે છ મહિના સુધી એકની એક ગાથાનો અર્થ પૂછવા છતાં ક્રોઘ કર્યો નહીં. પછી નમસ્કાર કરી પોતાને ઘેર ગયો અને મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. એમ લોભ જે પાપનો બાપ છે તે મુનિઓને પણ મુંઝવે છે. (ઉ.પ્રા.ભા.ભાગ-૪ આધારે) હવે તેરમી ઘર્મક્રિયા તે સાચું સાધુ જીવન છે. તે જીવવા સૌએ સમ્યક્ ઉપાય આદરવા જોઈએ. રત્નત્રયને સાથે તે સાધુ. અંતર્વાગ સહિત બહિત્યંગ હોય તો જ સાધુપણું યથાર્થ છે. “ઉપર તજે ને અંતર ભજે એમ નવિ સરે અર્થજી.” ૧૧ાા બાર ક્રિયાને ત્યાગવી રે તેરર્મી ઘર્મ સ્વરૂપ રે-ગુરુજીને વંદીએ રે. ભગવંતો ત્રણ કાળના રે કહે ક્રિયા એ રૂપ રે-ગુરુજીને વંદીએ રે. ૧૨ અર્થ :- ઉપરોક્ત બાર પ્રકારની કર્મબંઘન કરાવનારી ક્રિયાનો જીવે ત્યાગ કરવો જોઈએ. તેરમી ક્રિયા ઘર્મસ્વરૂપ છે. તેને આદરવી જોઈએ. ત્રણે કાળના ભગવંતો આ તેરમી ક્રિયાને અનુરૂપ જ ઉપદેશ કરે છે. [૧૨ા. ઘર્મ, અઘર્મ, મિશ્રરૃપે રે કહં ક્રિયા વિસ્તાર રે-ગુરુજીને વંદીએ રે. અઘર્મ તર્જીને આદરો રે ઘર્મ, મિશ્ર પ્રકાર રે-ગુરુજીને વંદીએ રે. ૧૩ અર્થ :- ઘર્મ, અઘર્મ અને મિશ્રરૂપે આ ક્રિયાના વિસ્તારને હવે કહું છું. તેમાં અથર્મને તજી દઈ ઘર્મને તથા તેના મિશ્ર પ્રકારને આદરો; તે જ આત્માને હિતકારી છે. ||૧૩ા. ઘર્માત્મા ભીખ માગતા રે દેખી કરતા રોષ રે-ગુરુજીને વંદીએ રે. વાણી કઠોર કહે વળી રે “કર મજૅરીથી પોષ રે-ગુરુજીને વંદીએ રે. ૧૪ અર્થ :- અધર્મી ક્રિયા સ્થાનક - હવે પ્રથમ અધર્મીઓની કેવી ક્રિયા હોય છે તે જણાવે છે : કોઈ ઘર્માત્મા સાધુજનોને ભિક્ષા અર્થે જતાં જોઈ રોષ કરે અને વળી કઠોર વાણીમાં કોઈ તેમને એમ પણ કહે કે મજૂરી કરીને પેટ ભર. કઠિયારા મુનિનું દ્રષ્ટાંત - એક કઠિયારો એટલે લાકડા ફાડનાર હતો. તેણે સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તો પણ તેને કઠિયારા મુનિ એમ લોકો કહેવા લાગ્યા. તેથી અભયકુમારે એક યુક્તિ કરી કે આ રત્નોના ભરેલા ત્રણ થાળ, જે સચિત્ત જળનો ત્યાગ કરે, ઘનનો ત્યાગ કરે તથા સ્ત્રીનો ત્યાગ કરે તેને આપવાના છે. પણ કોઈ આ વસ્તુનો ત્યાગ કરવા તૈયાર થયું નહીં, એટલે અભયકુમારે જણાવ્યું કે આ મુનિએ જેને તમે કઠિયારા મુનિ કહો છો તેમણે આ બધું ત્યાગ કર્યું છે. તેમને આ રત્નના થાળ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આપવા યોગ્ય છે. પણ તે સર્વ પ્રકારના પરિગ્રહના ત્યાગી હોવાથી બિલકુલ લેવા ઇચ્છતા નથી. માટે હવેથી કદી પણ કોઈએ તેમને કઠિયારા મુનિ કહીને બોલાવવા નહીં. એમ શિક્ષા આપી. ૧૪ બાવા બાવન લાખ જો રે કરે ભિખારી દેશ રે ગુરુજીને વંદીએ રે. હાડ નમે નહિ કામમાં રે ઘરે સંતનો વેશ રે-ગુરુજીને વંદીએ રે. ૧૫ અર્થ - વળી અઘર્મીઓ કહે કે આવા બાવાઓ બાવન લાખ થઈને આખા દેશને ભિખારી બનાવી દીધો છે. કામ કરવામાં હાડકા નમતા નથી અને માત્ર સંતનો વેષ લઈ ફર્યા કરે છે. શ્રી આનંદઘનજીનું દ્રષ્ટાંત - એકવાર શ્રી આનંદઘનજી મહારાજ જંગલમાં ફરતા હતા. તે સમયે મુસલમાનનું રાજ્ય હતું. શાહજાદાનો પુત્ર એકવાર તેમની પાસે આવી ચઢ્યો, અને કહ્યું કે ક્યું બાવા! મફતકી રોટી પચાને કો જંગલમેં ધૂમ રહે હો. શ્રી આનંદઘનજીએ જવાબમાં કહ્યું - નહીં ભાઈ, મેં તો ખુદાકો ટૂંઢનેવાલા ઉનકા સેવક છું. તો પણ ખૂબ મશ્કરી કરતા ના પાડી છતાં તેમજ કરવાથી શ્રી આનંદઘનજીએ તેને કહ્યું કે શાહજાદાના બેટા ખડા રહે, કે તેનો ઘોડો ત્યાં જ ઊભો રહી ગયો અને પોતે ઘોડા ઉપર ચોટી ગયો. પછી પાછળ એના સેવકોએ આવી આજીજી કરતાં, શ્રી આનંદઘનજીએ તેને ફરી કોઈ સંતની આવી મશ્કરી કરે નહીં એમ શિખામણ આપી છૂટો કર્યો. ૧૫ા એવા નાસ્તિક લોક જે રે કરે અથર્મ-વખાણ રે-ગુરુજીને વંદીએ રે. ચિંતા નહિ પરલોકની રે ભવસુખમાં ગુલતાન રે-ગુરુજીને વંદીએ રે. ૧૬ અર્થ :- આવા નાસ્તિક લોકો અધર્મીના વખાણ કરે અને ઘર્મીની નિંદા કરે છે. પણ તેમને પરલોકની ચિંતા નથી કે આવા કૃત્યોના ફળમાં કઈ ગતિમાં જઈને પડીશું. માત્ર સંસારસુખમાં જ ગુલતાન રહીને દુર્ગતિને પામે છે. - શ્રીપાળ રાજાનું દૃષ્ટાંત – શ્રીપાળ રાજાના જીવે પૂર્વભવમાં મુનિને કહ્યું હતું કે આ તો કોઢીઆ જેવો છે, ડુંબ જેવો છે, તથા એકવાર મુનિને પકડી પાણીમાં ઝબોળ્યા હતા. તેના પરિણામે આ ભવમાં તેમને કોઢ રોગ ઉત્પન્ન થયો, ડુંબનું કલંક આવ્યું તથા સમુદ્રમાં પણ પડવું પડ્યું હતું. II૧૬ાા. પરનાં દુઃખ ન લેખવે રે હીન ક્રિયામાં લીન રે-ગુરુજીને વંદીએ રે. શરીર દ્રઢ કરવા દવા રે ખાય નિષિદ્ધ મલિન રે-ગુરુજીને વંદીએ રે. ૧૭ અર્થ - પર જીવોના દુઃખને જે ગણતા નથી અને તેમને મારવા જેવી હીન ક્રિયા કરવામાં પણ પોતે પ્રવૃત્ત થઈ જાય છે. તથા શરીરને મજબૂત કરવા માટે મલિન તેમજ ભગવાને નિષેઘ કરેલ એવી દવાને પણ ખાય છે. ચંદ્રસિંહ રાજાનું દ્રષ્ટાંત - શિકારીની જેમ એકવાર ચંદ્રસિંહ નામના રાજાએ હરણની પાછળ તેને મારવા ઘોડો દોડાવ્યો. ભયંકર અટવીમાં આવતાં તે ઠોકર ખાઈ ભડકીને ઊભો રહી ગયો. તે વખતે રાજા જાએ છે તો એક બાજુ સિંહ ઊભો છે. બીજી બાજુ કાળો નાગ પડ્યો છે. પોતે નીચે ઊતરે ત્યાં તો પોતાની જ તલવાર મ્યાનમાંથી બહાર નીકળેલ વાગી જવાનો ભય જણાય છે. તે વખતે પોતાના મરણનો ભય લાગવાથી રાજા વિચારે છે કે મને આ વખતે કોઈ બચાવે તો મારું સઘળું રાજ્ય, રાણીઓ વગેરે બધું આપી દઈ તેનો સેવક થઈને રહું. પણ ત્યાં કોણ બચાવે પણ એકવાર સંત સમાગમે નવકાર મંત્ર સાંભળેલ તે યાદ આવતાં બોલવાથી સિંહ, સાપ વગેરે જતાં રહે છે પછી મુનિનો સમાગમ કરે છે. તેથી તે પણ Page #125 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩૦૧ જૈનધર્મી બની જાય છે. ઘર્મ જ જગતમાં એક રક્ષક છે. બીજાં કોઈ જીવની રક્ષા કરનાર નથી. /૧ળા ખાન, પાન, વસ્ત્રાદિમાં રે ખામી ન રાખે ખાસ રે-ગુરુજીને વંદીએ રે. શરીર શણગારે ઘણું રે ચણે નવા આવાસ રે,-ગુરુજીને વંદીએ રે. ૧૮ અર્થ - આવા નાસ્તિક લોકો ખાન, પાન, વસ્ત્રાદિ પહેરવામાં કોઈ ખામી રાખતા નથી અને શરીરના ખૂબ શણગાર કરે છે તથા રહેવા માટે નવા નવા મકાન ચણ્યા કરે છે. ||૧૮ના સંશોભિત સામાનથી રે કળા-રસિક ગણાય રે-ગુરુજીને વંદીએ રે. સુંદર સ્ત્રી-પરિવારથી રે મોજ અનેક મણાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૯ અર્થ - તેવા લોકો અનેક પૌગલિક સુશોભિત વસ્તુઓ ભેગી કરે છે. જેથી તે લોકોની દ્રષ્ટિમાં કળા રસિક ગણાય છે. સુંદર સ્ત્રી કે પરિવાર હોય તો જ અનેક પ્રકારની મોજ માણી શકાય એમ તેમની માન્યતા હોય છે. ||૧૯ાા રોશની, નાટક, નૃત્યમાં રે ખર્ચ કરી ખુશ થાય રે-ગુરુજીને વંદીએ રે. કામ ભોગ અર્થે જીંવે રે તે પરમાર્થ મનાય રે-ગુરુજીને વંદીએ રે. ૨૦ અર્થ – ઘરમાં અનેક પ્રકારની રોશની બનાવીને કે નાટક, સિનેમા, નૃત્ય વગેરે જોવામાં પૈસાનો ખર્ચ કરીને ખુશી થાય છે તથા કામ ભોગ અર્થે તેઓ માત્ર જીવન જીવે છે અને તેને જ જીવનમાં પરમાર્થ અર્થાત્ પરમ પ્રયોજનરૂપ તત્ત્વ માને છે. ૨૦ના. અણસમજું એવું લવે રે: “એ જ ખરા છે દેવ રે-ગુરુજીને વંદીએ રે. એના આઘારે જીંવતા રે બહુ જીવો કરી સેવ રે-ગુરુજીને વંદીએ રે. ૨૧ અર્થ :- તેમાં વળી અજ્ઞાની અણસમજા જીવો તો એવી લવારી કર્યા કરે છે કે પૃથ્વી પર આ રાજા, મંત્રી કે શેઠ વગેરે તો દેવ જેવા છે. એના આઘારે ઘણા જીવો એમની સેવા કરીને જીવન જીવે છે. ર૧ાા આર્ય જનો એવું વદે રે, “પાપજીંવી એ જીવ રે-ગુરુજીને વંદીએ રે. આત્મવિચાર કરે નહીં રે પરમાં લીન અતીવ રે-ગુરુજીને વંદીએ રે. ૨૨ અર્થ - પણ આર્યપુરુષો એવું કહે છે કે એ બઘા પાપ વડે જીવનારા જીવો છે. તેઓ આત્મવિચાર કરતા નથી પણ પર એવા ભૌતિક પદાર્થોમાં જ અતીવ એટલે અત્યંત લીન બનીને પોતાનું અમૂલ્ય જીવન નિરર્થક ગુમાવી દે છે. રરા ભવ ભમતાં થાક્યો નહીં રે કરે અથર્મ-ઉપાય રે-ગુરુજીંને વંદીએ રે ભૂંડા મોતે મરી જશે રે નરકે એ અસહાય રે-ગુરુજીને વંદીએ રે. ૨૩ અર્થ – ચારગતિરૂપ સંસારમાં ભમતાં હજી આ જીવ થાક્યો નથી. તેથી હજુ અઘર્મ એટલે પાપ વઘવાના જ ઉપાયો કર્યા કરે છે. એવા જીવો ભૂંડા મોતે મરી જઈ નરકમાં જઈ પડશે. ત્યાં તેમની સહાય કરનાર કોણ છે? ારકા ગૃહસ્થો, ત્યાગી ઘણા રે ઇચ્છે એવાં સુખ રે-ગુરુજીને વંદીએ રે. તૃષ્ણારૂપ દીવે પડે રે પતંગ સમ ભેલી દુઃખ રે-ગુરુજીને વંદીએ રે. ૨૪ અર્થ - સંસારમાં આ કાળમાં ગૃહસ્થો કે ત્યાગી સાધુઓ પણ એવા ઘણા છે કે જે અજ્ઞાનવશ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એવા ભૌતિક સુખની ઇચ્છા કરે છે. તે જીવો તૃષ્ણારૂપી દીપકમાં પડી જઈ પતંગની જેમ ભસ્મ થઈ જશે. પતંગને દીવામાં પડતા ભાન નથી કે હું બળી મરીશ. તેમ અજ્ઞાની જીવોને વિષયોમાં પડતા ભાન નથી કે તેના ફળમાં હું કેવા ભયંકર ચારગતિના દુઃખોને પામીશ. ૨૪ | ક્રિયાસ્થાન અથર્મ આ રે માન અશુદ્ધ અનાર્ય રે-ગુરુજીને વંદીએ રે. અન્યાયે એ ટકી રહ્યું રે ચુકાય મુક્તિ-કાર્ય રે-ગુરુજીને વંદીએ રે. ૨૫ અર્થ :- ઉપર કહ્યા તે બધા ક્રિયાના સ્થાનકો અઘર્મના છે. તેને તું અશુદ્ધ અને અનાર્ય જીવોના કયો માન. જેમ મિથ્યાત્વના આધારે સત્તર પાપો ટકી રહ્યા છે તેમ અન્યાય વડે આ અઘર્મ ક્રિયાઓ ટકી રહી છે. જેથી મુક્તિ પ્રાપ્ત કરવાનું ઉત્તમ કાર્ય તે સુકાઈ જાય છે. If૨પા. સદા અપૂર્ણ, અયોગ્ય એ રે અસંયમે ભરપૂર રે-ગુરુજીને વંદીએ રે. મિથ્યા માની ન ઇચ્છતા રે સજ્જન ખસતા દૂર રે-ગુરુજીને વંદીએ રે. ૨૬ અર્થ – ઉપર કહેલ અઘર્મના કાર્યો સદા તૃષ્ણાને લીધે અપૂર્ણ રહે છે, તથા આત્માર્થ માટે સાવ અયોગ્ય છે, તેમજ અસંયમથી એટલે કુચરિત્રથી સદા ભરપૂર છે. માટે તેને ખોટા માની સજ્જન પુરુષો કદી ઇચ્છતા નથી, પણ તેથી સદા દૂર ખસતા રહે છે, અર્થાત્ તેવા કાર્યોથી સદા ડરતા રહે છે. રકા ક્રિયા સ્થાનક ઘર્મરૂપ રે કહ્યું આર્ય, અનુકૂળ રે-ગુરુજીને વંદીએ રે. ક્ષયકારક સૌ દુઃખનું રે શુદ્ધ તત્ત્વનું મૂળ રે-ગુરુજીને વંદીએ રે. ૨૭ અર્થ – ઘર્મ ક્રિયા સ્થાનક– હવે સર્વ દુઃખને હરનાર એવા મુનિઘર્મ ક્રિયાના સ્થાનકોનું વર્ણન કરે છે – આર્ય પુરુષોને અનુકૂળ એવા ઘર્મરૂપ ક્રિયાસ્થાનકોને હવે જણાવું છું. જે સર્વ દુઃખને ક્ષય કરનાર છે તથા જે શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્તિનું મૂળ છે. સુરક્ષા માનનીય કુળના ઑવો રે, સમજું, ગર્ભશ્રીમંત રે-ગુરુજીને વંદીએ રે. ભવદુખથી ત્રાસી ગ્રહે રે સગુરૂશરણ મહંત રે-ગુરુજીને વંદીએ રે. ૨૮ અર્થ :- જે માનનીય એટલે આદર કરવા યોગ્ય એવા ઉત્તમકુળના સમજા જીવો શાલિભદ્ર, ઘનાભદ્ર કે જંબુસ્વામી વગેરે ગર્ભથી શ્રીમંત હોવા છતાં સંસારના ત્રિવિધતાપના દુઃખોથી ત્રાસી મહાન એવા શ્રી સદ્ગુરુના શરણને સ્વીકારે છે. જો ભવવાસ વિષે સુખ હોતો, તીર્થકર કર્યું ત્યાગે; કાહે કો શિવ સાથન કરતે, સંયમ સૌ અનુરાગે.” ૨૮ શાશ્વત સત્ક્રાંતિ ચહી રે ભીખથી કરી નિર્વાહ રે-ગુરુજીને વંદીએ રે. સત્ય સનાતન ઘર્મનો રે ગ્રહે સુગુરુથી રાહ રે-ગુરુજીને વંદીએ રે. ૨૯ અર્થ - જે શાશ્વત આત્માની સત્ક્રાંતિને ઇચ્છી, તે મેળવવા માટે સર્વ ભૌતિક અનુકૂળતાનો ત્યાગ કરી, ભિક્ષા મેળવીને પોતાનો નિર્વાહ કરે છે તથા સત્ય સનાતન એટલે શાશ્વત આત્મસ્વભાવરૂપઘર્મ પામવાના માર્ગને સદ્ગુરુ દ્વારા જાણી ગ્રહણ કરે છે. ૨૯ સર્વ શક્તિએ આચરે રે તર્જી સૌ પાપ-સ્થાન રે-ગુરુજીને વંદીએ રે. સતુ સાથન સંપન્ન તે રે બને સિદ્ધ ભગવાન રે-ગુરુજીને વંદીએ રે. ૩૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩૦ ૩ અર્થ - તે મહાત્માઓ પોતાની સર્વ શક્તિએ અઢાર પા૫ સ્થાનકને તજી સઘર્મને આચરે છે. એમ સર્વ આત્મસાધનથી સંપન્ન થઈ પંચ મહાવ્રત પાળી, શ્રેણિ માંડી, અંતે સિદ્ધ ભગવાન બને છે. ૩૦ના વિચરે છે એ માર્ગમાં રે મહાપુરુષ બળવંત રે-ગુરુજીને વંદીએ રે. મોહરહિત, નિગ્રંથ તે રે અમલ કમલ સમ સંત રે-ગુરુજીને વંદીએ રે. ૩૧ અર્થ - એ બળવાન મહાપુરુષો સદા મોક્ષમાર્ગમાં વિચરે છે. તે મોહરહિત નિગ્રંથ પુરુષો છે. જળમાં રહેલા કમળ સમાન ગમે તેવી સ્થિતિમાં રહેવા છતાં પણ અલિત એવા તે સંત પુરુષો છે |૩૧ાા ઇચ્છા-મમતાને તજી રે આજ્ઞાએ ઑવનાર રે-ગુરુજીને વંદીએ રે. - હિંસા સર્વ પ્રકારની રે જ્ઞાન-ઘાત કરનાર રે-ગુરુજીને વંદીએ રે. ૩૨ અર્થ :- સર્વ પ્રકારની ઇચ્છાઓ કે મમતાભાવને તજી દઈ જે ભગવંતની આજ્ઞાનુસાર જીવન જીવનાર છે. તથા જે છ કાયરૂપ દ્રવ્યહિંસા અને આત્માના પરિણામોમાં રાગદ્વેષ વડે થતી ભાવ હિંસાને, આત્માના મુખ્ય જ્ઞાનગુણને ઘાતનાર જાણી તેને સર્વ પ્રકારે તજી દે છે. “દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર; પ્રભુજી ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્રભુજી બાહુ નિણંદ દયામયી.” ||૩૨ાા “તઓં પાપો ઍવતાં લગી રે સાવઘાન નિશદિન રે-ગુરુજીને વંદીએ રે. ક્લેશકારી નહિ કોઈને રે વા સમ બંઘનહીન રે-ગુરુજીને વંદીએ રે. ૩૩ અર્થ :- એ મહાત્માઓ જીવનભર આવા સર્વ પાપોને તજી દઈ પાંચ સમિતિ અને ત્રણ ગુતિને પાળી નિશદિન સાવઘાન ઉપયોગે રહે છે. એવા મહાત્મા પુરુષોનું વર્તન કોઈને પણ ક્લેશકારી હોતું નથી. વા એટલે વાયુને કોઈ બાંધી શકે નહીં તેમ એ મહાત્માઓને પણ નવીન કમોં બાંધી શકવા સમર્થ નથી, તેથી બંઘનહીન થઈ તે સદા ઉદયાથીન વિહાર કરે છે. ૩૩ પૃથ્વી સમ સઘળું ખમે રે તપ-તેજે દીપંત રે-ગુરુજીને વંદીએ રે. શશી સમ શાંતિ વર્ષતા રે નભ સમ નિરાલંબ રે-ગુરુજીને વંદીએ રે. ૩૪ અર્થ - તે મહાત્માઓ પૃથ્વીની જેમ આવેલ સર્વ દુઃખોને સમભાવે સહન કરે છે તથા તરૂપી તેજથી સદા દેદીપ્યમાન રહે છે. ચંદ્રમા સમાન શીતળ શાંતિના જે વર્ષાવનાર છે. તેમજ નભ એટલે આકાશ સમાન સદા નિરાલંબ છે અર્થાતુ સ્વાવલંબી છે. ૩૪ અપીટ્ય સિંહ સમા સદા રે અબદ્ધ પંપ્ન સમાન રે-ગુરુજીને વંદીએ રે. કુર્મ-અંગ સમ ઇંદ્રિયો રે વશ રાખે, તડેં માન રે-ગુરુજીને વંદીએ રે. ૩૫ અર્થ :- જે સદા અપીડ્ય સિંહ જેવા છે. અપીડ્ય એટલે સિંહને દેખતાં જ શિયાળ ખાઘેલા માંસને તત્કાળ બહાર ઓકી કાઢે છે, તેમ શિષ્ય પણ પોતાના દોષને આવા આચાર્ય પાસે તત્કાળ ઓકી કાઢે છે તથા પક્ષી સમાન સદા અબદ્ધ છે અર્થાત પક્ષીને કોઈ પણ દિશા કે ઝાડનો પ્રતિબંધ નથી તેમ આ મહાત્માઓને કોઈ દિશા કે નિવાસ સ્થાનનો પ્રતિબંધ નથી. કર્મ એટલે કાચબો પોતાના અંગોને ઢાલમાં સંકોચી રાખે છે તેમ જે પોતાની ઇન્દ્રિયોને પોતામાં જ સંકોચી વશ રાખે છે છતાં તેનું કંઈ અભિમાન કરતા નથી. રૂપા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મેરું સમ નિષ્કપ તે રે નિર્મળ શારદ નીર રે-ગુરુઓંને વંદીએ રે. જાગ્રત જો ભાખંડ સમા રે સાગર સમ ગંભીર રે-ગુરુજીને વંદીએ રે. ૩૬ અર્થ :- જે મેરુ સમાન નિષ્ક્રપ એટલે સ્થિર છે, શરદઋતુના જળ જેવા નિર્મળ છે, ભારંડ પક્ષી સમા જે સદા જાગૃત છે તથા સાગર સમાન જે ગંભીર છે. ૩૬ાા સંયમ-તપ-વાસિત ઉરે રે વિચરે ઉદય-પ્રયોગ રે ગુરુજીને વંદીએ રે. અંતરાય નહિ કોઈની રે દશે દિશાય અરોક રે-ગુરુજીને વંદીએ રે. ૩૭ અર્થ :- જેનું હૃદય સંયમ એટલે ચારિત્ર અને તપ આદરવાની ઇચ્છાથી વાસિત થયેલું છે. જે પોતાના કર્મોદયના આઘારે વિચરે છે. જેને માટે દશેય દિશામાં કોઈ રુકાવટ નથી અર્થાત્ તે દિશાઓમાં વિચરતાં જેને કોઈ અંતરાય કરનાર નથી. [૩શા શરીર કસે ઉપવાસથી રે લે ભિક્ષા નિર્દોષ રે-ગુરુજીને વંદીએ રે. શરીર પર મમતા નહીં રે ઘરે સદા સંતોષ રે-ગુરુજીને વંદીએ રે. ૩૮ અર્થ - જે પોતાના શરીરને ઉપવાસ કરીને કસે છે. જરૂર પડ્યે નિર્દોષ ભિક્ષા લે છે. શરીર ઉપર પણ જેને મમતાભાવ નથી. જે સદા સંતોષભાવ ઘારણ કરીને જીવે છે. [૩૮ ધ્યાન ઘરે સ્થિર આસને રે નિયમિત વર્તન સર્વ રે-ગુરુજીને વંદીએ રે. વસ્ત્રરહિત પરવા નહીં રે નહિ લબ્ધિનો ગર્વ રે-ગુરુજીને વંદીએ રે. ૩૯ અર્થ - સ્થિર આસન લગાવી જે ધ્યાન ઘરે છે. જેનું સર્વ વર્તન નિયમિત છે. વસ્ત્રરહિત હોવા છતાં જેને કોઈ પરવસ્તની પરવા નથી. લબ્ધિઓ પણ જેને પ્રાપ્ત છે છતાં વિષ્ણકુમારની જેમ કિંચિત ગર્વ નથી. ૩૯ો. સપુરુષાર્થે મુનિપણું રે જીવનભર પાબંત રે-ગુરુજીને વંદીએ રે. પરિષહ સંકટ-કાળમાં રે સહુ આહાર તર્જત રે-ગુરુજીને વંદીએ રે. ૪૦ અર્થ - સપુરુષાર્થ કરીને જીવનપર્યત મુનિપણાને પાળે છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ કૃત પરિષહમાં કે ઘોર જંગલમાં વાઘ સિંહાદિના સંકટ સમયે જે ચારે પ્રકારના આહારને ત્યાગે છે અથવા સાગાર પચ્ચખાણ લે છે. ૪૦ના જે માટે ઘર નગ્નતા રે કેશ ઉપાડે આપ રે-ગુરુજીને વંદીએ રે. દાતણ, જોડા, સ્નાન તજી રે છત્રી તર્જી સહે તાપ રે-ગુરુજીને વંદીએ રે. ૪૧ અર્થ - આત્મસમાધિ અર્થે જેણે નગ્નતાને ઘારણ કરી છે કેશલોચ કરે છે. દાતણ કરવું, જોડા પહેરવા કે સ્નાન કરવું જેણે તજી દીધું છે, તથા છત્રીને તજી દઈ ગમે તેવા તાપને પણ જે સહન કરે છે. “નગ્નભાવ, મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંતથોવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ” ||૪૧ બ્રહ્મચર્ય ઍવતાં લગી રે પર-ઘર ભિક્ષાહાર રે-ગુરુજીને વંદીએ રે. ભેમિ શય્યા કે પાટ પર રે સૂતાંય આત્મવિચાર રે-ગુરુજીને વંદીએ રે. ૪૨ અર્થ :- જે જીવતા સુથી બ્રહ્મચર્યવ્રતને પાળે છે. પરઘરથી ભિક્ષા લઈને આહાર કરે છે. જે ભૂમિ Page #129 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩ ૦ ૫ ઉપર કે પાટ ઉપર શયન કરે છે. તથા સૂતા સૂતા પણ જે આત્મવિચારમાં નિમગ્ન રહે છે. //૪રા નિંદા સ્તુતિ પણ ના ગણે રે સહે અવજ્ઞા, માર રે-ગુરુજીને વંદીએ રે. અનુક્રૂળ-પ્રતિÉળતા નહીં રે સમતા ઘરે અપાર રે-ગુરુજીને વંદીએ રે. ૪૩ અર્થ :- જે પોતાની કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, અથવા અવજ્ઞા એટલે તિરસ્કાર કરે કે મારે તો પણ તેને અનુકૂળ પ્રતિકૂળ ન માનતા અપાર સમતાને ઘારણ કરીને જે જીવે છે. II૪૩ાા તે વસ્તુ ચિત્તે ઘરે રે આરાઘના-ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. અનંત અવ્યાબાઇ સુખ રે કેવળજ્ઞાને થાય રે-ગુરુજીને વંદીએ રે. ૪૪ અર્થ - આત્મવિચારને કે સમતાભાવને જે ચિત્તમાં હમેશાં ઘારણ કરીને રાખે છે, તેને જ આરાઘનાનો સાચો ઉપાય જાણે છે. તેના ફળસ્વરૂપ કાળાંતરે તેમને કેવળજ્ઞાન પ્રગટ થતાં અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. I૪૪ નિરાવરણ પરિપૂર્ણ તે રે સર્વોત્તમ સંપૂર્ણ રે-ગુરુજીને વંદીએ રે. છેલ્લા શ્વાસે ઊપજે રે કર્મ કરે સૌ ચૂર્ણરે-ગુરુજીને વંદીએ રે. ૪૫ અર્થ – સંપૂર્ણ નિરાવરણ, પરિપૂર્ણ તથા સર્વોત્તમ સંપૂર્ણદશા તો છેલ્લા શ્વાસે ઉત્પન્ન થાય છે, કે જ્યાં સર્વ કર્મનું ચૂર્ણ થાય છે, અર્થાત્ અંત સમયે ચુપરતક્રિયાનિવૃતિ નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ પ્રગટ થઈ, શૈલેશીકરણ અવસ્થા પ્રાપ્ત થઈને સર્વ કર્મોને ચૂરી નાખે છે. ૪પા સિદ્ધ બુદ્ધ ને મુક્ત તે રે લહે સદા નિર્વાણ રે-ગુરુજીને વંદીએ રે. આત્યંતિક સૌ દુઃખનો રે મોક્ષ વિષે ક્ષય જાણ રે ગુરુજીને વંદીએ રે. ૪૬ અર્થ - ત્યારબાદ તે આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ હમેશાં મોક્ષ સ્થાનમાં જ નિવાસ કરે છે મોક્ષમાં તો સર્વદા સર્વ પ્રકારના દુઃખનો આત્યંતિક એટલે સંપૂર્ણપણે ક્ષય જ છે એમ તું જાણ. ૪૬ાા. ક્રિયાસ્થાન શોભાવતા રે એવા શ્રી ભગવંત રે-ગુરુજીને વંદીએ રે. તે જ ભવે શિવ કો લહે રે, અલ્પ ભવે કો સંત રે-ગુરુજીને વંદીએ રે. ૪૭ અર્થ :- ઉપર જણાવેલ ઘર્મરૂપ ક્રિયાસ્થાનકને શોભાવતા ભગવાન તે જ ભવે મોક્ષને પામે છે અથવા કોઈ સંતપુરુષો એક બે ભવ કરીને મુક્તિ મેળવે છે. II૪ળા ક્રિયાસ્થાન જે મિશ્ર છે રે તે પણ આર્ય, વિશુદ્ધ રે-ગુરુઓંને વંદીએ રે. પરંપરાએ મોક્ષનું રે કારણ, બોલે બુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. ૪૮ અર્થ :- મિશ્ર ક્રિયા સ્થાનક – હવે મિશ્ર ક્રિયાનું વર્ણન કરે છે, કે જે મુખ્યત્વે શ્રાવક અથવા મુમુક્ષુ દ્વારા કરવામાં આવે છે. મિશ્ર ક્રિયાના સ્થાનક જે આર્યપુરુષો આચરે છે, તે પણ વિશેષ શુભ છે. જે પરંપરાએ એટલે આગળ ઉપર મોક્ષના કારણ બને છે, એમ બુદ્ધ એટલે જ્ઞાની પુરુષો કહે છે. ૪૮ાા અલ્પ આરંભ આદરે રે અલ્પ પરિગ્રહવંત રે-ગુરુજીને વંદીએ રે. ન્યાયયુક્ત આજીવિકા રે પ્રાપ્ત કરે વ્રતવંત રે-ગુરુજીને વંદીએ રે. ૪૯ અર્થ :- હવે ખરા શ્રાવક છે તે અલ્પ આરંભ એટલે છ કાય જીવોની હિંસા ઓછી થાય તેમ પ્રવર્તે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ છે તથા પરિગ્રહ પણ જરૂર પૂરતો અલ્પ જ રાખે છે. તેમજ વ્રતધારી એવા તે શ્રાવક ન્યાયનીતિપૂર્વક આજીવિકાને મેળવે છે. //૪૯ો. સુશીલ શ્રમણ ઉપાસતાં રે સુણે સંત-ઉપદેશ રે-ગુરુજીને વંદીએ રે. જીવ-અજીવને ઓળખે રે ઘરે ન શંકા લેશ રે-ગુરુજીને વંદીએ રે. ૫૦ અર્થ - સુશીલ એટલે સદાચારી શ્રાવક, આત્મજ્ઞાની એવા શ્રમણ એટલે સાધુ ભગવંતની ઉપાસના કરે છે તથા પુરુષોના ઉપદેશને સાંભળે છે. ઉપદેશ સાંભળીને જીવતત્ત્વ અને અજીવ તત્ત્વની ઓળખાણ કરે છે. તેની શ્રદ્ધા કરે છે, અર્થાત્ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય, કે છ પદની શ્રદ્ધા કરે છે. પણ તેમાં લેશ પણ શંકા કરતા નથી. પા પુણ્ય-પાપ પિછાનતા રે વળી સુખદુઃખસ્વરૂપ રે-ગુરુજીને વંદીએ રે. આસ્રવ, સંવર સમજતા રે કર્મબંઘના રૂપ રે-ગુરુજીને વંદીએ રે. ૫૧ અર્થ - જે પુણ્યપાપના ફળ સુખદુઃખ આવે છે તેને બરાબર સમજે છે. તેમજ આસ્રવ તત્ત્વ કર્મબંઘનું કારણ છે અને સંવર તત્ત્વ કર્મને આવતા રોકવાનું કારણ છે એમ જે જાણે છે. પલા ખડ્ઝ, મુશળ, છરી આદિ જે રે ક્રિયા અધિકરણો ય રે-ગુરુજીને વંદીએ રે. કર્મબંઘના સાઘનો રે જાણ કરે નિયમો ય રે-ગુરુજીને વંદીએ રે. પર અર્થ:- ખજ્ઞ એટલે તરવાર, મુશળ એટલે સાંબેલું, છરી એટલે ચપ્પ વગેરે બીજાને આપવાથી તેની અઘિકરણક્રિયા લાગે છે. માટે કર્મબંઘના સાધનો જાણી બીજાને ન આપવાનો નિયમ કરે છે. પરા વળી નિર્જરા કારણે રે શુભક્રિયા સ્વાધ્યાય રે–ગુરુજીને વંદીએ રે. સગુરુ-આજ્ઞાએ કરે રે ધ્યાનાદિક ઉપાય રે-ગુરુજીને વંદીએ રે. પ૩ અર્થ - વળી કમોંની નિર્જરા કરવા માટે જે સગુરુ આજ્ઞાએ ભક્તિ, પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, આલોચનાદિ શુભક્રિયાઓ કરે છે, સ્વાધ્યાય કરે છે, જેથી અશુભ કર્મો આવતાં રોકાય છે. તથા સદ્ગુરુ આજ્ઞાથી આત્માર્થના લક્ષે ધ્યાન, કાયોત્સર્ગ આદિની ક્રિયાને પણ જે આચરે છે. પિતા સ્વરૂપ સમજે મોક્ષનું રે નિઃસ્પૃહીં ને અસહાય રે-ગુરુજીને વંદીએ રે. દેવાદિકથી નહિ ચળે રે સશ્રદ્ધાથી જરાય રે-ગુરુજીને વંદીએ રે. ૫૪ અર્થ - જે સર્વ કર્મનો નાશ કરી પોતાના આત્માની શુદ્ધિ કરવી તેનું નામ મોક્ષ છે એમ જાણી નિઃસ્પૃહી અને અસહાય એટલે સ્વાવલંબી બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ આદિના ઉપસર્ગ થયે પણ જે સતુશ્રદ્ધાથી કિંચિત્ પણ ચલાયમાન થતા નથી. કામદેવ શ્રાવકનું દ્રષ્ટાંત - કામદેવ શ્રાવક ભગવાન મહાવીરનો શિષ્ય હતો. એકવાર ઇન્દ્ર તેની ઘર્મ અચળતાની પ્રશંસા કરી. તેથી એક દેવ તેમની પરીક્ષા કરવા આવ્યો. અનેક પ્રકારના પરિષહ ઉપસર્ગ કર્યા. છતાં તે ચલાયમાન થયો નહીં. તેથી ક્ષમાવીને સ્વસ્થાનકે ગયો. “કામદેવ શ્રાવકની ઘર્મદ્રઢતા આપણને શો બોઘ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દ્રઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ઘરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દ્રઢતાથી નિર્દોષ કરવાં.' ચળવિચળ ભાવથી કાયોત્સર્ગ બહુ દોષયુક્ત થાય છે. “પાઈને માટે ઘર્મશાખ કાઢનારા ઘર્મમાં દ્રઢતા ક્યાંથી રાખે? અને રાખે તો કેવી Page #131 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩ ૦ ૭ રાખે!” એ વિચારતાં ખેદ થાય છે.” (વ.પૃ.૭૩) //પ૪ો પ્રવચન સૌ વિતરાગનાં રે માને તે નિઃશંક રે-ગુરુજીને વંદીએ રે. સમકિત-ઔષધિ-વાસના રે ઊતરી હાડ પર્યત રે-ગુરુજીને વંદીએ રે. ૧૬ અર્થ - જે વીતરાગના પ્રકૃષ્ટ વચનોને નિશંકપણે માને છે. મિથ્યાત્વરૂપ રોગનું ઔષઘ સમકિત છે, એવી વાસના જેને હાડોહાડ ઊતરી ગઈ છે. પપા. આત્મઘર્મ વિણ અન્યને રે ઇચ્છે નહીં સુજાણ રે-ગુરુજીને વંદીએ રે. ઘર્માત્મા કે થર્મફળ રે આત્મહિતની ખાણ રે-ગુરુજીને વંદીએ રે. પ૭ અર્થ - એવા સમ્યગ્દષ્ટિજીવ આત્મઘર્મ સિવાય જગતના કોઈપણ પદાર્થને ઇચ્છતા નથી, માત્ર ઘર્માત્માપુરુષના સંગને કે ઘર્મના ફળને જે આત્મહિતની ખાણ માને છે. //પકા ગણી, ઘરે ના અણગમો રે પામ્યા છે પરમાર્થ રેગુરુજીને વંદીએ રે. સંશય પૂછી સૂત્રના રે અવઘાર્યા છે અર્થ રે-ગુરુજીને વંદીએ રે. પ૭ અર્થ - જેને ઘર્મના સાઘન કરવામાં અણગમો આવતો નથી. જે આત્માને હિતરૂપ એવા વાસ્તવિક પરમાર્થને સમજ્યા છે. જેણે સૂત્રમાં થતી શંકાઓના અર્થ સારી રીતે પૂછીને અવઘાર્યા છે. //પલા નિશ્ચિત અર્થ ન ભૂલતા રે કહે ઘર્મની વાત રે :- ગુરુજીને વંદીએ રે. “અહો! ભાઈ, નિગ્રંથનાં રે પ્રવચન જે સિદ્ધાંત રે-ગુરુજીને વંદીએ રે. ૫૮ અર્થ - ભગવંતે નિશ્ચિત કરેલા અર્થને જે ભુલતા નથી અને બીજાને પણ ઘર્મની વાત કરે છે કે અહો ! ભાઈ નિગ્રંથ પુરુષોના પ્રવચન છે તે તો અનુભવથી સિદ્ધ થયેલા સિદ્ધાંતો છે. તેમાં કદી પૂર્વાપર વિરોઘ આવે નહીં. તે તો ભગવાનની અવિરોઘ વાણી છે. ૫૮ આત્મ-વિચાર ઉગાડતાં રે સરસ્વતી સાક્ષાત રે-ગુરુજીને વંદીએ રે.. અજ્ઞાનીની વાણી તો રે જડ વાણીની જાત રે-ગુરુજીને વંદીએ રે. ૧૯ અર્થ - ભગવાનની પૂર્વાપર અવિરોઘ વાણી આત્મવિચારને જન્મ આપવા સમર્થ છે. તે તો સાક્ષાત્ સરસ્વતી છે. જ્યારે અજ્ઞાનીની વાણી તો અનુભવ વગરની હોવાથી જડ જેવી છે. તે આત્મવિચાર ઉત્પન્ન કરવા સમર્થ નથી. એમ જે માને છે તે જ સાચા શ્રાવક છે. પલા પુત્રાદિ ઘન ઘાવ સો રે અનર્થકારી જાણ રે-ગુરુજીને વંદીએ રે. અસાર આ સંસારનું રે વઘવાપણું પ્રમાણ રે-ગુરુજીને વંદીએ રે. ૬૦ અર્થ - વળી શ્રાવક પોતાના મનમાં જ્ઞાની પુરુષનો બોઘ પરિણામ પામવાથી એમ વિચારે છે કે પુત્ર, સ્ત્રી, ઘન, ઘાન્યાદિ એ સૌ આત્માને અનર્થ કરનાર છે. આત્મગુણોની ઘાત કરનાર છે. જેથી માત્ર અસાર એવો આ સંસાર જ વધે છે. “લક્ષ્મી અને અધિકાર વઘતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વઘવાપણું, એ નય ગ્રહો; વઘવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!!!” (વ.પૃ.૧૦૭) //૬૦ના Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ એવી વાત કરે સદા રે નિગ્રંથો પર રાગ રે-ગુરુઓંને વંદીએ રે નિર્મળ, હૃદય સ્ફટિક સમ રે દાનવીર શો ત્યાગ રે-ગુરુજીને વંદીએ રે. ૬૧ અર્થ :- જે ઉપરોક્ત વૈરાગ્યની વાત સદા કરે છે. જેને નિગ્રંથ એવા જ્ઞાની પુરુષો ઉપર રાગ છેપ્રેમ છે-ભક્તિ છે, જેનું હૃદય સ્ફટિક સમાન નિર્મળ છે. “નિર્મળ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે.” -શ્રીમદ્ રાજચંદ્ર જેના હૃદયમાં સ્ફટિક જેવી નિર્મળતા હોવાથી અલ્પ પણ દોષ પુણિયા શ્રાવકની જેમ જણાઈ આવે છે. તથા જેમાં દાનવીર જેવો સાચો ત્યાગ છે. ભોજરાજા દાન આપવામાં અતિ ઉદાર હતા. તેમ જેને પરપદાર્થ પ્રત્યે મમતાભાવ નથી તેને તે તે વસ્તુઓને ત્યાગતા દુઃખ લાગતું નથી. ૬૧ના મુનીન્દ્ર-દર્શન-લાભથી રે નિર્ભયતા ય અપાર રે-ગુરુજીને વંદીએ રે. ઉઘાડે છોગે ફરે રે, નિરર્ગલ ગૃહ-ધાર રે-ગુરુજીને વંદીએ રે. ૬૨ અર્થ - જેને મુનિઓમાં ઇન્દ્ર જેવા જ્ઞાનીપુરુષોના દર્શન સમાગમ વડે બોઘનો લાભ મળતા અપાર નિર્ભયતા આવી ગઈ છે. જે લોકનો ભય મૂકી દઈ ઉઘાડે છોગે ભક્ત બની ફર્યા કરે છે. તેમજ પરિગ્રહ પણ અલ્પમાત્ર નજીવો રાખવાથી જે નિશ્ચિતપણે ઘરના દ્વારને પણ નિરર્ગલ એટલે આગલો બંદ કર્યા વગર જ રાખે છે. કરા. રાણીવાસ સમ પર ઘરે રે પ્રવેશ-ભાવ ન હોય રે-ગુરુજીને વંદીએ રે. પર્વ-દિનોમાં મુનિ સમી રે ચર્યા શીખતો સોય રે-ગુરુજીને વંદીએ રે. ૬૩ અર્થ - રાણીવાસના મહેલ સમાન પરઘરને જાણી જેના અંતરમાં કોઈના ઘરે પ્રવેશ કરવાનો ભાવ નથી. તેમજ આઠમ ચૌદસ કે પર્યુષણાદિ પર્વ દિવસોમાં જે પ્રોષથોપવાસ કરીને મુનિચર્યાનો અભ્યાસ કરે છે. ૬૩ાા. ઔષથ, ઉપકરણો તથા રે આહાર-પાણી દેય રે-ગુરુજીને વંદીએ રે. વિહાર-ઉદ્યમી સાથુને રે સેવી લ્હાવો લેય રે-ગુરુજીને વંદીએ રે. ૬૪ અર્થ :- જે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓને નિર્દોષ ઔષઘ જીવાનન્દ વૈદ્યની સમાન આપે છે. તથા ઉપકરણો અને આહાર-પાણી પણ ભાવથી આપે છે. તેમજ વિહાર કરવામાં ઉદ્યમી એવા સાધુપુરુષોની સેવા કરીને જે જીવનનો લ્હાવો લે છે. ૬૪ શ્રમણ-ઉપાસક ભાવથી રે પાળી વ્રત, તપ, શીલ રે-ગુરુજીને વંદીએ રે. જિંદગીભર સત્ સાઘતાં રે સમાધિમરણે દિલ રે-ગુરુજીને વંદીએ રે. ૬૫ અર્થ :- શ્રમણ એટલે આત્મજ્ઞાની મુનિ મહાત્માના ઉપાસક એવા શ્રાવક, ભાવથી વ્રત, તપ, શીલને પાળે છે. તથા જીવનભર સતુ એટલે આત્માની આરાધના કરતાં હૃદયમાં સમાધિમરણ કરવાની ભાવના રાખે છે. II૬પાા આફત, અસાધ્ય રોગમાં રે વસરે નહિ આત્માર્થ રે-ગુરુજીને વંદીએ રે. કાયા, કષાય સૂકવે રે ત્યાગ-નિયમથી યથાર્થ રે-ગુરુજીને વંદીએ રે. ૬૬ અર્થ - જે કોઈપણ પ્રકારની મુશ્કેલી આવી પડ્યું કે અસાધ્ય એવા રોગમાં પણ આત્માર્થને Page #133 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ક્રિયા ૩૦૯ ભૂલતા નથી. પણ ક્રમશઃ વસ્તુઓના ત્યાગનો યથાર્થ નિયમ કરીને કાયાને કૃષ કરે છે તેમજ કષાયભાવોને સૂકવે છે. ૬૬ા સમાધિ સહ તજી દેહ તે ૨ે બનતા દેવ મહાન રે-ગુરુજીને વંદીએ રે. પછી સુંદર નર ભવ ઘરી રે મોક્ષે જશે પ્રમાણ રે-ગુરુજીને વંદીએ રે. ૬૭ અર્થ :– આમ સમાધિપૂર્વક દેહત્યાગ કરીને જે મોટા વૈમાનિક દેવ બને છે. પછી દેવલોકમાંથી ચ્યવી સુંદર મનુષ્ય અવતાર પામી મોક્ષને સાથે છે. એ વાત પ્રમાણસિદ્ધ છે. ।।૬।ા મંદ પ્રયત્ની હોય તો રે સાત-આઠ ભવ થાય રે-ગુરુજીને વંદીએ રે. ક્રિયા મિશ્ર આવી રીતે રે મોક્ષનિદાન ગણાય રે-ગુરુજીને વંદીએ રે. ૬૮ અર્થ :– કોઈ જીવ મંદ પુરુષાર્થી હોય તો તે સાત-આઠ ભવ કરીને મોક્ષને પામે છે, અર્થાત્ વધારેમાં વધારે સાત ભવ દેવલોકના અને આઠ ભવ મનુષ્યના ધારણ કરીને અંતે મુક્તિને મેળવે છે. આવી રીતે શ્રાવકની મિશ્રક્રિયા પણ પરંપરાએ મોક્ષનું કારણ થાય છે. ।।૮।। * બાર ક્રિયાસ્થાનો વિષે ૨ે વર્તન તે જ અધર્મ રે-ગુરુજીને વંદીએ રે. પાપોથી ના વિરમે રે કેમ છૂટશે કર્મ ૨ે?-ગુરુજીને વંદીએ રે. ૬૯ અર્થ :– પ્રથમ જણાવેલ બાર ક્રિયાસ્થાનો વિષેનું વર્ણન તે જ અધર્મ છે. તે ક્રિયાઓ આ પ્રમાણે છે. (૧) પ્રયોજનભૂત, (૨) અપ્રયોજનભૂત, (૩) હિંસક, (૪) અજ્ઞાનથી, (૫) અવળી સમજણથી, (૬) જૂઠથી, (૭) ચોરીથી, (૮) માઠાભાવથી, (૯) માનથી, (૧૦) ક્રૂરતાથી, (૧૧) માયાથી અને (૧૨) લોભથી જે ક્રિયાઓ થાય છે તે સર્વ અધર્મ ક્રિયાઓ છે. જે જીવ આવી પાપવાળી ક્રિયાઓથી વિરામ પામશે નહીં, તે જીવ કર્મોથી કેવી રીતે છૂટી શકશે? ।।૬૯।। તે બાળક સમ મૂઢને રે દુર્લભ મુક્તિ જાણ રે-ગુરુજીને વંદીએ રે. ક્રિયાસ્થાનક તેરમું રે સેવી લ્યો નિર્વાણ રે-ગુરુજીને વંદીએ રે. ૭૦ અર્થ – બાર પ્રકારની પાપવાળી ક્રિયામાં પ્રવર્તતા બાળક જેવા મૂઢ અજ્ઞાની જીવને મુક્તિ પ્રાપ્ત થવી દુર્લભ છે એમ તું જાણ. માટે તેરમું ક્રિયાસ્થાનક સાધુ જીવન છે, તેને યથાર્થપણે પાળીને નિર્વાણ એટલે મોક્ષસ્થાનને હે ભવ્યો! તમે મેળવી લ્યો. ।।૭૦।। સર્વ દુઃખનો ક્ષય કરો રે બનો સિદ્ધ ને બુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. દયા થરો નિજ જીવની ૨ે સ્વરૂપ ઓળખો શુદ્ધ રે-ગુરુજીને વંદીએ રે. ૭૧ અર્થ :– સદ્ગુરુ ભગવંતની આજ્ઞા આરાધીને હવે સર્વ પ્રકારના દુઃખનો અંત આણી સિદ્ધ અને બુદ્ધ થાઓ, અર્થાત્ પોતાના મૂળ સિદ્ધ સ્વભાવને પ્રગટ કરી બુદ્ધ એટલે સર્વજ્ઞ બની જાઓ. “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; શ્રીમદ્ રાજચંદ્ર હવે પોતાના આત્માની દયાને ધારણ કરો. ત્રીજી સ્વદયા—આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે ‘સ્વદયા’. (પૃ.૬૪) Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ તથા પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપની ઓળખાળ કરો. 'રે! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમવૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો.’’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૭૧।। જન્મમરણ દુ:ખો હણો રે કરો પરાક્રમ સાર રે-ગુરુજીને વંદીએ રે. જીવ બચાવો આપણો રે ક્રિયાસ્થાન તાઁ બાર રે-ગુરુજીને વંદીએ રે. ૭૨ અર્થ :- જન્મમરણના દુઃખોનો નાશ કરવા માટે હવે તમારા પરાક્રમને વાપરો કેમકે એ જ જગતમાં સારરૂપ છે. ઉપર જણાવેલ બાર પ્રકારની પાપમય ક્રિયાનો ત્યાગ કરીને પોતાના આત્માને સંસારના દુઃખરૂપ સમુદ્રમાં પડતા જરૂર બચાવો. એવી સમ્મતિ આપનાર પરમકૃપાળુ સદ્ગુરુદેવને મારા વારંવાર વંદન હો. ।।૭।। જ્ઞાનસહિત સમ્યક્ ક્રિયાને આચરવા માટે જ્ઞાનીઓએ આરંભ-પરિગ્રહની નિવૃત્તિ કરવા ઉપર ઘણો ભાર આપેલ છે. તે વિષે વિસ્તારથી હવે આ પાઠમાં જણાવશે. આરંભ એટલે શું? તો કે જ્યાં છ કાય જીવોની હિંસા થાય એવી બધી પ્રવૃત્તિ તે આરંભ છે. જેમકે ધંધાની પ્રવૃત્તિ, મકાન બંધાવવા કે રસોઈ વગેરેના કામ અધવા સંસાર કામની કોઈપણ પાપની પ્રવૃત્તિ તે સર્વ આરંભ છે. “પ્રમાદવશે જીવોને મારવાનો જે સંકલ્પ તે સમરંભ; હિંસાદિ પાપોની પ્રવૃત્તિનાં સાધનને એકઠાં કરવાં તે સમારંભ; હિંસાદિ કાર્યો કરવાં તે આરંભ.' નિત્યનિયાદિ પાઠ (પૃ.૨૮) તથા પરિગ્રહ એટલે આરંભની પાપવાળી પ્રવૃત્તિ કરીને જે વસ્તુ મેળવવી તે બાહ્ય પરિગ્રહ છે, અને તે તે પદાર્થોમાં મમતાભાવ લાવી મૂર્છા કરવી તે અંતરંગ પરિગ્રહ છે. પરિગ્રહ પ્રત્યે મૂર્છા કરી આનંદ માનવો તે પરિગ્રહાનંદી રૌદ્રધ્યાન છે, જે જીવને નરકગતિનું કારણ છે. તેથી રૌદ્રધ્યાનના કારણરૂપ એવા આરંભ પરિગ્રહને અવશ્ય ત્યાગવા માટેની ભલામણ આ પાઠમાં કરવામાં આવે છે :— (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર (દોહરા) * જન્મી જગમાં નરરૂપે જૈવન સફળ તો થાય, જો ગુરુરાજ ભજી લો મુક્તિ-માર્ગ ઉપાય, ૧ જ અર્થ :— આ જગતમાં મનુષ્યરૂપે અવતાર પામીને જીવન સફળ તો જ થઈ શકે કે જો શ્રી ગુરુરાજ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના શુદ્ધસ્વરૂપને ભજીને મોક્ષમાર્ગનો ઉપાય જાણી લઈએ તો. છઠ્ઠું પદ —તે ‘મોક્ષનો ઉપાય છે.' જો કદી કર્મબંઘ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંઘથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્ત્યાદિ સાઘન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે.’” (વ.પૃ.૩૯૫) Page #135 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર (૧) “દર્શન = સર્વજ્ઞ ભગવાને જડ ચેતન પદાર્થો જેમ દીઠા છે તેવી ખરેખરી ખાતરી થાય તેને ભગ-વાને સમ્યક્દર્શન કહ્યું છે. ‘મૂળમાર્ગ'માં પણ તે જ વાત બીજારૂપે કહી છે કે સદ્દગુરુના ઉપદેશથી દે અને આત્મા ભિન્ન છે. તે આત્માની શુદ્ધ પ્રતીતિ થવી તે સમ્યક્દર્શન કે સમકિત છે એમ ભગવાને કહ્યું છે. (૨) જ્ઞાન “મૂળમાર્ગ’માં કહ્યું કે દેહાદિથી આત્મા ભિન્ન છે, જ્ઞાનલક્ષણવાળો અને અવિનાશી આત્મા છે એવું સદ્ગુરુના ઉપદેશથી જાણવું તે આત્મજ્ઞાન કે સમ્યજ્ઞાન છે. ૩૧૧ (૩) સમાધિ = ‘મૂળમાર્ગ’માં આત્માની પ્રતીતિ આવી, સર્વથી ભિન્ન અસંગસ્વરૂપ જાણ્યું તેવો સ્થિર સ્વભાવ પ્રગટવો તે શુદ્ધ વૈષવ્યવહારથી ભિન્ન (અલિંગ) ચારિત્ર જાણવું. તે જ સમાધિ છે. (૪) વૈરાગ્ય = આત્મા માટે જીવ તલપાપડ થાય, બીજે ક્યાંય મનને ગોઠે નહીં તે વૈરાગ્ય. (૫) ભક્તિ = અલ્પ મત્તા તે વૈરાગ્ય; અને પરમપુરુષમાં તન્મયતા તે ભક્તિ.” -ધો.ભાગ૰ ||૧|| કનક-કામિની-સૂત્રથી બંઘાયા ત્રણ લોક; તે તોડી વિરલા બને સ્વાર્થીન, સુખી, અશોક. ૨ અર્થ :– કનક એટલે સોનારૂપ પરિગ્રહ તથા કામિની એટલે સ્ત્રી તેના પ્રત્યેના મોહરૂપી સૂત્ર એટલે તાંતણાથી ઉર્ધ્વ, અઘો અને મઘ્ય એ ત્રણેય લોકના જીવો બંઘાયેલા છે, અર્થાત્ સ્ત્રી અને તેને લઈને ઘનમાં થતી આસક્તિ વડે સર્વ સંસારી જીવો આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધ તાપમાં સદા બળ્યા કરે છે. એક નક અરુ કાકિંમની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજન કું, બિચમેં લિયો માર.’-આલોચનાદિ પદ સંગ્રહ આર્દ્રકુમારનું દ્રષ્ટાંત • આર્દ્રકુમાર મુનિને ભોગાવલી કર્માનુસાર દીક્ષા લીધા પછી સંસાર માંડવો પડ્યો. પુત્ર થોડોક મોટો થયો કે ફરીથી ઘર છોડી દીક્ષા લેવા માટે તૈયાર થયા, ત્યારે પુત્રે કાચા તાંતણાથી આર્દ્રકુમારના પગે બાર આંટા મારી દીધા. તે જોઈ પુત્ર માટે ફરીથી બાર વર્ષ સંસારમાં રોકાવું પડ્યું. ત્યારબાદ ફરી દીક્ષા લઈ એકવાર તાપસના આશ્રમમાં જતાં હાથીને તેમના પ્રભાવે દર્શન કરવાના ભાવ થવાથી તેની બેડીઓ તૂટી ગઈ. તેથી કોઈએ મુનિને કહ્યું કે આપના પ્રભાવે હાથીની બેડીઓ તૂટી ગઈ ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે લોખંડની બેડીઓ તોડવી સહેલી છે પણ રાગના કાચા તાંતણા તોડવા દુર્લભ છે. ।।૨। હું દેઠાદિ સ્વરૂપ નથી, અને દે સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારા નથી, એવી આત્મભાવના સાચા ભાવથી ભાવીને કનક કામિનીના બંધન તોડી આત્મામાં જ રહેલ સ્વાધીન સુખને પામવા શોક રહિત બની જાય એવા જીવો આ વિશ્વમાં કોઈ વિરલા જ છે. ।।૨।। પડી મુમુક્ષુના પગે બેડી બે બળવાન, આરંભ-પરિગ્રહ-જનક કનક-કામિની માન. ૩ અર્થ :— જેને સંસારના જન્મજ૨ામરણાદિ દુઃખોથી છૂટવાની ઇચ્છા છે એવા મુમુક્ષુના પગમાં પણ = કર્મને આધીન બે બળવાન બેડીઓ પડેલ છે. તે આરંભ અને પરિગ્રહને જન્મ આપનાર એક કનક એટલે સોનાદિ-પરિગ્રહ પ્રત્યેનો રાગ છે અને બીજો સ્ત્રીઆદિ પ્રત્યેનો મોહભાવ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ.” (વ.પૃ.૮૨) કળિયુગમાં અપાર કષ્ટ કરીને સપુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.” (વ.પૃ.૨૯૯) //૩| આરંભ, કષાય, પ્રમાદથી હિંસામય પરિણામ, પરિગ્રહ ને પરસંઘરો, મમતામૅળ દુખધામ.૪ અર્થ :- આરંભ, કષાય અને પ્રમાદથી જીવના સદા હિંસામય પરિણામ રહે છે. કેમકે આરંભ છે ત્યાં કષાયભાવ છે, અને કષાય છે ત્યાં પ્રમાદ છે અને પ્રમાદ છે ત્યાં દ્રવ્ય હિંસા અને ભાવહિંસા બન્નેય છે. આરંભ, વિષય કષાય વશ, ભમિયો કાળ અનંત; લક્ષ ચોરાશી યોનીસે, અબ તારો ભગવંત.” -આલોચનાદિ પદ સંગ્રહ પરિગ્રહ એટલે પરપદાર્થ પ્રત્યેનો મૂચ્છભાવ. તે દસમો ગ્રહ છે, સૌથી ભારે છે. તે જીવને પરિ એટલે ચારે બાજુથી ગ્રહ એટલે પકડે છે. એવા પરિગ્રહભાવને લઈને જીવ પર વસ્તુઓનો સંગ્રહ કરે છે. એ જ મમતાનું મૂળ છે. તે મમતાભાવ જીવને દુ:ખના ઘરરૂપ થઈ પડે છે. ૪. નરભવ ઉત્તમ નાવ સમ, ભવ તરવાનો દાવ; પરિગ્રહ-મમતા ભારથી ડૂબતી નાવ બચાવ. ૫ અર્થ :- ઘણા ભવના પુણ્ય સંગ્રહ વડે મળેલ આ મનુષ્યભવ તે નાવ સમાન છે. સંસારરૂપ સમુદ્ર તરવાને માટે આ ઉત્તમ દાવ એટલે લાગ આવ્યો છે તેનો જરૂર લાભ લઈ લેવો. પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂચ્છના ભારથી તારી આ જીવનરૂપી નાવ સંસારસમુદ્રમાં ડૂબી જાય છે. માટે મૂર્છારહિતભાવ લાવીને તેનો બચાવ કર. સુભૂમ ચક્રવર્તીનું દ્રષ્ટાંત - પરિગ્રહની મૂછથી સુભૂમે ઘાતકી ખંડના પણ છ ખંડ સાધવા માટે સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું. તેના ઉપર સર્વ સૈનિક વગેરે બધા આવી રહ્યા. તે ચર્મરત્નના એક હજાર દેવતા સેવક હોય છે. તેમાંથી એકે વિચાર કર્યો કે દેવાગંનાને તો મળી આવું. એમ એક પછી એક વિચાર કરીને બધાય ચાલ્યા ગયા; અને ચર્મરત્ન બડ્યું. પાપભાવનામાં મરીને સુભૂમ સાતમી નરકે ગયો. માટે પરમકૃપાળુદેવ જણાવે છે કે – “પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.” (વ.પૃ.૭૬) //પા. ભૂંડા આસક્તિ-ફળો ઃ આરંભ, અવિશ્વાસ, અસંતોષ દુઃખબજ ગણી, તજો પરિગ્રહ ખાસ. ૬ અર્થ - પરિગ્રહ પ્રત્યે આસક્તિ કરવાના ફળો ઘણાં ભૂંડા આવે છે. મમ્મણ શેઠ જીવનના અંત સુઘી પરિગ્રહમાં રચ્યો પચ્યો રહી બધું મૂકીને અંતે મરી જઈ સાતમી નરકે ગયો. પરિગ્રહની મૂચ્છને કારણે જીવ ગમે તેવા આરંભ એટલે પાપના કાર્યો કરવા પણ તૈયાર થઈ જાય છે. પરિગ્રહરાગી પુરુષને બીજા પ્રત્યે અવિશ્વાસ ઉપજે છે. શંકરાચાર્યે મોહમુદુગરમાં કહ્યું છે કે : ' ' I Page #137 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧ ૩ 'अर्थमनर्थं भावय नित्यं, नास्ति ततः सुख लेशः सत्यं; પુત્રાડપિ થનમાનામ્ પતિ; સર્વગ્રેષા વિહિતા રીતિ.” -મોહમુદ્ગર અર્થ - અર્થ એટલે ઘન પરિગ્રહ એ જ અનર્થ છે. તેથી લેશ પણ સાચું સુખ નથી. તે પરિગ્રહ પ્રત્યેની મૂર્છાના કારણે જીવને પોતાના પુત્ર પ્રત્યે પણ અવિશ્વાસ આવે છે કે કદાચ એ ઘન વાપરી નાખે તો. જગતમાં તૃષ્ણાવશ જીવોની આજ સ્થિતિ છે. માટે અસંતોષ એટલે તૃષ્ણાને જ દુઃખનું બીજ ગણી ખાસ કરી પરિગ્રહનો તમે ત્યાગ કરો. જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે.” (વ.પૃ.૭૬) આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાના થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.” (વ.પૃ.૩૧૮) “તૃષ્ણા આકાશ જેવી અનંત છે.” (વ.પૃ.૪૨) નમિરાજ :- (હેતુ કારણ પ્રે.) મેરુ પર્વત જેવા કદાચિત સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ઘન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે.” (વ.પૃ.૪૨) IIકા રજરેણું સમ પણ નહીં ગુણ પરિગ્રહમાંય, દોષો મેરુ સમ મહા; ઠરે ન વૃત્તિ ક્યાંય. ૭ અર્થ - રજરેણુ એટલે ધૂળના કણ જેટલો પણ ગુણ પરિગ્રહમાં નથી, પણ દોષો તો મેરુ પર્વત જેટલા મહાન છે. પરિગ્રહરાગી પુરુષનું મન કોઈ ઠેકાણે સ્થિરતા પામતું નથી. નિરંતર ચળવિચળ પરિણામ રહે છે. સીતાનું મન રામમાં વસે છે. તેમ તેનું મન દામમાં વસે છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુઘા અઘોગતિનું કારણ થઈ પડે.” (વ.પૃ.૭૬) IIણા પરિગ્રહ-ચિંતન માત્રથી તંદુલ મત્સ્ય, વિચાર, છેલ્લી નરકે જઈ પડે, ત્યાગ-ભાવ છે સાર. ૮ અર્થ - પરિગ્રહ પ્રત્યેના વિચાર કરવા માત્રથી જેનું આયુષ્ય કેવળ એક અંતર્મુહર્તનું છે એવો તંદુલ એટલે ચોખાના દાણા જેટલો મત્સ્ય એટલે માછલું ભાવ કરીને સાતમી નરકે ચાલ્યું જાય છે. માટે મૂછ સહિત બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો એ જ સારરૂપ છે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે. મર્યાદા થવાથી ઉપરાંત પરિગ્રહની ઉત્પત્તિ નથી; અને એથી કરીને વિશેષ ભાવના પણ બહુઘા થતી નથી; અને વળી જે મળ્યું છે તેમાં સંતોષ રાખવાની પ્રથા પડે છે, એથી સુખમાં કાળ જાય છે.” (વ.પૃ.૭૬) તંદલ મનું દ્રષ્ટાંત - મોટા માછલાની આંખની પાંપણ ઉપર બેઠેલ આ તંદુલ મત્સ્ય વિચારે છે કે આ મોટા માછલાના મોઢામાંથી સેંકડો માછલાઓ આવ જાવ કરે તો પણ તે તેને ખાતો નથી. પણ જો એના ઠેકાણે હું હોઉં તો એક પણ માછલાને જીવતું જવા દઉં નહીં, બઘાને ખાઈ જાઉં. એમ માત્ર ભાવ કરી કરીને અંતર્મુહૂર્ત માત્રમાં જ મરી જઈ સાતમી નરકે જઈ પડે છે. માટે સદૈવ પરપદાર્થ પ્રત્યેની મૂછ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કે આસક્તિનો ત્યાગ જ કર્તવ્ય છે. Iટા સુખ માટે ઘન સંગ્રહે, ઘન માટે પરદેશ, પરવશ જીવન ગાળતાં નહિ સત્સુખનો લેશ. ૯ અર્થ - સુખ માટે ઘન ભેગું કરે છે. ઘન માટે ઘર કુટુંબ છોડી પરદેશ જાય છે. ત્યાં પરવશ જીવન ગાળતાં તેને લેશ પણ સાચા સુખની પ્રાપ્તિ નથી. સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજ વશ તે સુખ લહીએ; -આઠ દૃષ્ટિની સઝાય પરાથીન સપને હું સુખ નાહી” સ્વાધીનતામાં સુખ છે, પરાધીનતા સદૈવ દુઃખરૂપ છે. “સર્વ પરવશ દુઃખ, સર્વ આત્મવશ સુખ, એતદ્ વિદ્યા સમાસેન, લક્ષણં સુખ દુઃખયોઃ”ાલો કુટુંબ સુખસાઘન ગણી સહતો દુઃખ અપાર, ખર સમ ભાર વહે બથો; નહિ સન્મુખ લગાર. ૧૦ અર્થ – પોતાના કુટુંબને સુખનું સાધન ગણી તેને સુખી કરવા માટે જીવ અપાર દુઃખને સહન કરે છે. ખર એટલે ગઘેડા સમાન સર્વ ઉપાધિનો ભાર પોતે ઉપાડીને ફરે છે. પણ તેને આત્માના સાચા સુખનો લગાર માત્ર પણ અનુભવ નથી. /૧૦ના નહિ નવરો ખાવા જરી, નહિ પરભવ વિચાર; પ્રાપ્ત સુખ-સાઘન તણું લહે ન સુખ લગાર.” ૧૧ અર્થ - કુટુંબાદિને પોષવા વ્યાપાર ધંધા આદિના કારણે જીવને શાંતિથી ખાવા માટે પણ જરાય નવરાશ નથી. જેમકે શ્રીપાળ રાજાના રાસમાં ઘવલશેઠ શ્રીપાળ કુમારને કહે છે કે : અમને જમવાની નહીં; ઘડી એક પરવાહ; શિરામણ વાળુ જમણ, કરીએ એક જ વાર.” વળી શ્રીપાળ કુમારને શેઠ જણાવે છે કે – “શેઠ કહે જિનવર નમો, નવરા તમે નિશ્ચિત.” તમે નવરા નિશ્ચિત છો માટે જિનેશ્વરનાં દર્શન કરો. અમને તો કામની અધિકતાને કારણે એવી નવરાશ નથી કે તમારી સાથે દર્શન કરવા આવીએ. વળી કામના બોજાને લીધે પરભવમાં અમારું શું થશે. અમે કઈ ગતિમાં જઈને પડીશું. તેનો પણ તેને કોઈ વિચાર નથી.પુણ્યોદયે ભૌતિક સુખ સાધન સામગ્રી પ્રાપ્ત છે, છતાં વિશેષ મેળવવાની તૃષ્ણામાં તેનું પણ લગાર માત્ર સુખ ભોગવાતું નથી. “પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે.” (વ.પૃ.૭૬) સુખ વસે આત્મા વિષે તેનો નહિ નિર્ધાર, શોધે સુખ-હીન વસ્તુમાં, જડમાં નહિ જડનાર. ૧૨ અર્થ - સાચું સુખ તે નિરાકુળ સુખ છે. અને તે આત્મામાં છે. પણ તેનો જીવન નિર્ધાર એટલે નક્કી નિર્ણય નથી કે ખરેખર એમ જ છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ; ઇચ્છામાં આકુળતા, માટે ઇચ્છા મૂક.” Page #139 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧ ૫ આ અજ્ઞાની જીવ જડ એવા હીન પૌગલિક ઇન્દ્રિય વિષયોમાં સુખને શોધે છે પણ તે જડમાં મળી શકે એમ નથી, કારણ કે સુખગુણ તે આત્માનો છે પણ જડનો નથી. “વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ (આત્મતત્ત્વ) ક્યાંથી પ્રતીતિમાં આવે. -શ્રીમદ્ રાજચંદ્ર પુગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત.” ચૈત્યવંદન ચોવીશી /૧૨ા. મિથ્યા માર્ગ તજી ગ્રહે મહપુરુષનો પંથ; છૂટે પરિગ્રહ-કલ્પના પામે સુખ અનંત. ૧૩ અર્થ - સંસારસુખનો કે ઇન્દ્રિયસુખનો જે મિથ્યામાર્ગ છે, તે તજી દઈ મહાપુરુષના બતાવેલ માર્ગે જે ચાલશે, તે ભવ્યાત્માની પરિગ્રહમાં સુખની કલ્પના છૂટી જશે અને કાલાંતરે મોક્ષના અનંતસુખને પામશે. I૧૩ના વિષયે સુખની કલ્પના આરૅભમૂળ જણાય; બાહ્ય ઉપાયો આદરી પાપે જીંવ અવરાય. ૧૪ અર્થ - પાંચ ઇન્દ્રિયના ભોગમાં સુખની કલ્પનાને લીધે જગતવાસી જીવો સર્વ પ્રકારના આરંભના કામો કરતા જણાય છે. તે ભોગાદિને અર્થે બાહ્ય પરિગ્રહ ભેગો કરી જીવ પાપથી અવરાય છે. ૧૪. ભવનું મૅળ આરંભ, જો મમતા તેનું મૂળ; મમતા અલ્પ કરાય તો મુમુક્ષુને અનુકૂળ. ૧૫ અર્થ - સંસારવૃદ્ધિનું મૂળ કારણ આરંભ એટલે હિંસાના કામો છે, અને આરંભનું મૂળકારણ પરિગ્રહ પ્રત્યેની મમતા છે. પુરુષના બોઘે કરીને જો પરિગ્રહ પ્રત્યેની મમતા એટલે મૂર્છાભાવને ઘટાડવામાં આવે તો મુમુક્ષજીવને સંસારના બંધન તોડવામાં તે અનુકૂળ છે. મમતાથી બંધાય છે, નિર્મમ જીવ મૂકાય; યા તે ગાઢ પ્રયત્ન સે, નિર્મમ કરો ઉપાય.”-ઇબ્દોપદેશ //૧૫ના. પરિચરાગી પુરુષને વિષય-ઠગો ઠગી જાય, કામવિકારો બાળતા, નારી શિકારી થાય. ૧૬ અર્થ – ઘનાદિ પરિગ્રહ પ્રત્યે જેની આસક્તિ છે તેવા પુરુષને પાંચ ઇન્દ્રિયના વિષયો છેતરી જાય છે અર્થાત તે તેમાં લોભાય છે. તેવા જીવને કામ-વિકારો બાળે છે, અને તે નારીનો શિકાર થાય છે અર્થાત કામવશ તે જીવ નારીને આધીન બને છે. ૧૬ાા. ઘરે ઉરે સંતોષ તો બને દેવ પણ દાસ, કામઘેનુ પાછળ ફરે, નવે નિશાનો પાસ. ૧૭ અર્થ - જો હૃદયમાં સંતોષભાવને ઘારણ કરે તો દેવ પણ તેના દાસ થાય છે. “ગોઘન, ગજઘન, રતનઘન, કંચનખાન સુખાન; જબ આવે સંતોષઘન, સબ ઘન ઘુલ સમાન.” –આલોચનાદિ પદ સંગ્રહ ‘નિસ્પૃહસ્ય તૃણમ્ જગત્” “આખું જગત સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે.” (વ.પૃ.૨૭૦) Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ 'જિન્હેં કહ્યું નહિ ચાહિએ, વે શાહન કે શાહ. “જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાઘનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રહ્યા, યમ, નિયમ, પરોપકાર, અક્ષરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેવો નિયિતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.” સંતોષી નરની પાછળ કામઘેનુ ફરે, તેમજ નવે નિધાન પણ તેની પાસે આવવા ઇચ્છે છે. ૩૧૬ નવનિધિ : (૧) પાંડુ, (૨) કાલ, (૩) મહાકાલ, (૪) પદ્મ, (૫) નૈસર્પ, (૬) મનુષ્ય, (૭) શંખ, (૮) પિંગલ, (૯) રત્ન એ નવ નિધિઓ ક્રમથી ધાન્ય, દરેક ઋતુ સંબંધી પદાર્થ, વાસણ, કપડાં, મકાન, હથિયાર, વાજિંત્ર, ઘરેણાં અને રત્ન આપે છે. -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૨૭૮) સનત્કુમાર ચક્રવર્તી બધું ત્યાગી દીક્ષા લઈ નીકળી પડ્યા. તો પણ છ મહિના સુધી બધુ કુટુંબ, રાજરિદ્ધિ, નવ નિધાન વગેરે તેમના પાછળ ફર્યા છતાં તેઓ ચલાયમાન થયા નહીં. ।।૧૭।। અભય મુનિ સંતોષથી, જે સુખ પામ્યા ગુઢ, ઇન્દ્ર, ચક્રવર્તી સમા, પામે ક્યાંથી મૂઢ?૧૮ અર્થ :– અભયકુમાર મુનિ બની પરમ સંતોષભાવવડે જે ‘ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી’ એવા આત્મિસુખને પામ્યા, તે સુખ ઇન્દ્ર કે ચક્રવર્તી જેવા પણ જે સંસારસુખમાં ડૂબી રહેલા હોય તે ક્યાંથી પામી શકે? ‘સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી.’ "संतोषामृत तृप्तानाम्, यत्सुखं शांत चेतसाम् कुतस्तद् धन लुब्धानाम्, इतस्ततश्च धावताम्” અર્થ :— સંતોષરૂપ અમૃત પીને તૃપ્ત થયેલા જીવોને જે શાંતિનું સુખ પ્રાપ્ત છે તે અહીં તહીં દોડતા એવા ધનલુબ્ધ જીવોને ક્યાંથી હોય? ।।૧૮। ધાન્ય, ધાતુ, ઘન, વાસણો, ઘર, ખેતર, પશુ, યાન, દાસ, દાસી દશ સૌ મળી બાહ્ય પરિગ્રહ માન. ૧૯ : અર્થ :– ઘન, ધાન્ય, સોનુ વગેરે ઘાતુ, વાસણો, ઘર, ખેતર, પશુ કે યાન અર્થાત્ વાહન કે નોકર તથા દાસી મળીને કુલ આ દશ બાહ્ય પરિગ્રહ છે. ।।૧૯।। ક્રોઘ, માન, માયા અને લોભ, હાસ્ય, રતિ, શોક, જુગુપ્સા, ભય, અરતિ વળી વેદ ત્રણે વિલોક, ૨૦ હવે ચૌદ અંતરંગ પરિગ્રહ જણાવે છે :– અર્થ :ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, શોક, જુગુપ્સા, ભય, અરતિ તેમજ સ્ત્રીવેદ, પુરુષવેદ તથા નપુંસકવેઠ, એમ ત્રોય વેદ મળીને તેર પ્રકાર થયા. ।।૨ા મિથ્યાત્વ મળી ચૌદ એ પરિગ્રહ અંતરંગ, બને પ્રફુલ્લિત જો મળે બાહ્ય પરિગ્રહ-સંગ, ૨૧ અર્થ :– તથા મિથ્યાત્વને અંદર ભેળવવાથી બધા મળી કુલ ચૌદ અંતરંગ પરિગ્રહ માનવામાં Page #141 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧૭ આવે છે. આ અંતરંગ ક્રોઘ, માન, માયા, લોભાદિ ચૌદ પરિગ્રહ જે ઉપર જણાવ્યા તે બાહ્ય ઘન, સોનુ, ઘર, વાહન વગેરે પરિગ્રહનો સંગ મળવાથી વિશેષ પ્રફુલ્લિત થાય છે, અર્થાત્ વિશેષ ફાળી ફૂલીને કર્મબંઘન કરાવનાર નિવડે છે. ૨૧ના ઊંડી જડ વૈરાગ્યની પરિગ્રહે છેદાય; સમજું-જન-મન પણ અહા! લક્ષ્મીમાં લટકાય. ૨૨ અર્થ - વૈરાગ્યભાવ ગાઢ થયો હોય છતાં જો પરિગ્રહનો સંગ રહ્યા કરતો હોય તો તે વૈરાગ્ય પણ નાશ પામી જાય છે. સમજા માણસોના મન પણ અહા! આશ્ચર્ય છે કે લક્ષ્મીમાં લુબ્ધ થઈ જાય છે. કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંથી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં તે બહોળા દુઃખના ભોગી થયા છે.” (વ.પૃ.૭૬) ૨૨ાા પિશાચ સમ પરિગ્રહ નડે ભોળવી લૂંટે ભેખ; તપ-શમ-જ્ઞાનજનિત સુખ મુનિ પણ તજતા, દેખ. ૨૩ અર્થ :- પિશાચ એટલે રાક્ષસ સમાન પરિગ્રહ છે કે જે મુનિના ભેખ એટલે વેષને પણ ભોળવીને લૂંટી લે છે, અર્થાત્ મુનિ પણ પરિગ્રહમાં રાગી થઈને મુનિનો વેષ મૂકી દઈ ફરીથી સંસારી થઈ જાય છે. કુંડરિકનું દ્રષ્ટાંત - કુંડરિકે હજાર વર્ષ દીક્ષા પાળીને અંતે મૂકી દઈ ફરીથી રાજ્ય ગ્રહણ કર્યું. તે જ દિવસે અતિઆહાર કરવાથી પીડાયો. ચારિત્રથી ભ્રષ્ટ થવાથી કોઈએ તેની સેવા કરી નહીં. તેથી સવારે બધાને ફાંસીએ ચઢાવી દઈશ એવા રૌદ્રધ્યાનથી મરીને સાતમી નરકે ગયો. ઇચ્છાઓને રોકવારૂપ તપ વડે તથા કષાયના ઉપશમનથી તેમજ સાચી સમજથી ઉત્પન્ન થતાં સુખને પણ તજી દઈને મુનિઓ પરિગ્રહના રાગી બની જાય છે. તે ઉપર એક સાથ્વી, ગરોળીના અવતારને પામી તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે : એક સાધ્વીનું દ્રષ્ટાંત - એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે પોતાના ઘરમાંથી ચાર મૂલ્યવાન રત્નો લઈને એક લાકડાની પોલી પાટલીમાં ગોઠવી પાસે રાખ્યા હતા. તેની ઉપરના મોહથી તે મરણ પામીને ગરોળી થઈ, તિર્યચપણું ને તેમાં પણ હિંસકપણું પામી. તે ગરોળી નિરંતર પેલી પાટલી ઉપર આવીને બેસે. પૂર્વભવના મોહનું અવ્યક્તપણે પણ દર્શન થાય છે. આમ વારંવાર થવાથી અન્યદા કોઈ જ્ઞાની ગુરુ ત્યાં પઘાર્યા. તેને અન્ય સાધ્વીઓએ તેનું કારણ પૂછ્યું. એટલે જ્ઞાનનો ઉપયોગ દઈ તે ગરોળીનો પૂર્વભવ જાણીને જ્ઞાનીએ કહી બતાવ્યો. તે સાંભળતા જ ગરોળીને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે અણસણ કર્યું. મરણ પામીને દેવગતિમાં ઉત્પન્ન થઈ. પરિગ્રહની મૂર્છા આવી રીતે તિર્યંચગતિમાં ઘસડી જાય છે અને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. ચોસઠ પ્રકારી પૂજા-સાર્થ (પૃ.૬૯) //ર૩ી. જન્મે કામ પરિગ્રહે, કામ ક્રોઘ નિહાળ, ક્રોધે સ્વ-પર-હિંસા થતી-કર્મ અશુભની જાળ. ૨૪ અર્થ - પરિગ્રહ ભેગો કરવાથી પાંચ ઇન્દ્રિયના વિષયો ભોગવવાની ઇચ્છાઓ તીવ્ર બને છે. તેમાં કોઈ વિદન કરે તો તે પ્રત્યે ક્રોથ જન્મે છે. ક્રોધથી પોતાના આત્મગુણની ઘાત થાય છે તથા બીજાને પણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ક્રોઘ ઉત્પન્ન કરાવી તેના ગુણની પણ વાત કરે છે, એમ અશુભ કર્મની જાળ જીવ ઊભી કરે છે. “પરિગ્રહની બળતરા કષાયની પોષણાનું કારણ છે. આખું જગત અને વ્યક્તિગત જીવો પરિગ્રહની જાળમાં ફસાઈ માછલાની પેઠે તડફડે છે. અનેક કુતર્કો, અનાચાર અને અશાંતિને અનુભવે છે. તે બળતી હોળીમાંથી સત્પરુષના આશ્રિત જીવો બચવા પ્રયત્ન નહીં કરે તો બીજા શું કરી શકશે?”ઓ. ભાગ-૩/૨૪ નરકગતિ તેથી થતી ત્યાં દુખ સહે અપાર, વાણી વર્ણવી ના શકે; પરિગ્રહ-ફળ વિચાર. ૨૫ અર્થ - અશુભ કર્મોના જાળમાં ફસાવાથી જીવની નરકગતિ થાય છે. ત્યાં અપાર દુઃખોને તે ભોગવે છે. નરકના દુઃખોનું વર્ણન વાણી દ્વારા કહી શકાય એમ નથી. તે પરિગ્રહ પ્રત્યેની આસક્તિનું ફળ છે. એમ તું વિચાર કર. તેના ઉપર સાગરશેઠનું દ્રષ્ટાંત નીચે મુજબ છે – સાગરશેઠનું દ્રષ્ટાંત – સાગરશેઠ ઘણા કંજૂસ હતા. ઘરમાં ઘણું ઘન હોવા છતાં બઘાને ખાવામાં ચોળા અને તેલ આપે. ચારેય વહુઓ બહુ કંટાળી ગઈ. ચારેય વહુઓ એકવાર ઉદાસ થઈ અગાસી ઉપર બેઠી હતી. ત્યાં થઈને જતી એક યોગીનીએ તેમને દીઠી. પૂછતાં સર્વ વિગત જાણી યોગીનીએ ખુશ થઈ તેમને આકાશગામિની વિદ્યા આપી. તેથી રોજ રાત્રે લાકડા ઉપર બેસી રત્નદીપ વગેરેમાં ફરવા માટે તે જવા લાગી. ઘરના નોકરે તે લાકડું આઘું પાછું મૂકેલ જોઈ રાત્રે તપાસ રાખતા વહુઓને જતા જોઈ પોતે તે લાકડાની અંદર રહેલા પોલાણમાં પેસી ગયો. પોતે પણ રત્નદીપથી રત્નો લાવી સુખી થયો અને હવે તે શેઠની સામે જવાબ આપવા લાગ્યો. તેથી શેઠે નોકરને પૂછતા વહુની બધી વિગત જાણી. પોતે પણ એક દિવસ લાકડાના પોલાણમાં પેઠો. રત્નદીપમાંથી જેટલા રત્નો લાકડાના પોલાણમાં ભરી શકાય તેટલા પૂરેપૂરા ભરી દીધા. વહુઓ ઉપર બેઠી ઊડીને પાછી ઘરે આવતાં રસ્તામાં લાકડું આજે બહુ ભારે જણાય છે, ઘીમે ચાલે છે. તો શું એને સમુદ્રમાં નાખી દઈએ? એમ બોલવા લાગી. તે સાંભળી અંદર પ્રવેશેલ સાગરશેઠ બોલી ઊઠ્યા કે તમારો સસરો હું અંદર છું. ત્યારે વહુઓએ વિચાર કર્યો કે આ લોભી સસરો ઘરમાં ઘણુંયે હોવા છતાં પોતે પણ ખાતો નથી અને બીજાને પણ વાપરવા દેતો નથી. માટે આ લાગ આવ્યો છે એમ જાણી જે ચાદર પર તે બેઠી હતી, તે ચાદરના છેડા પકડી લઈ તે લાકડાને સમુદ્રમાં નાખી દીધું. તેથી પરિગ્રહની આસક્તિના ફળમાં મરીને તે શેઠ નરકે ગયો. રપા ઇંદ્રિય-ગણ ગણ રાક્ષસો, કષાય શસ્ત્ર વિચાર; ગ્રહી વિત્તરૂપ માંસ તે બને નિરંકુશ ઘાર. ૨૬ અર્થ - પાંચ ઇન્દ્રિયોના સમુહને તું રાક્ષસ સમાન ગણ તથા ક્રોઘ, માન, માયા, લોભરૂપ કષાયને તે રાક્ષસના શસ્ત્ર સમાન જાણ. તે ઘનરૂપી માંસને પામી ઇન્દ્રિયોરૂપી રાક્ષસ નિરંકુશ બની જઈ પરવસ્તુમાં જીવને રાગ કરાવી સંસાર સમુદ્રમાં ઘકેલી દે છે. “यौवनम्, धनसंपत्ति, अधिकारम्, अविवेकीता; ओक्केकम् अपि अनर्थाय, किम यत्र चतुष्टयम्." અર્થ - યૌવન, ઘનસંપત્તિ, સત્તા અને મોહના ગાંડપણરૂપ અવિવેકીતા. આમાનું એક પણ હોય તો અનર્થકારક છે. તો પછી જ્યાં ચારેય હોય તેનું કહેવું જ શું? અર્થાત્ અનર્થનો ત્યાં પાર નથી. સરકા Page #143 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩૧ ૯ સર્વ સંગ તજવા કહે, સર્વજ્ઞ પ્રભુ, સંત; કહે અન્યથા તે જનો નિજ-પર-ઘાત કરત. ૨૭ અર્થ :- ઉપરોક્ત કારણોને લઈને સર્વજ્ઞ પ્રભુ કે સંતપુરુષો સર્વ પ્રકારના બાહ્ય તેમજ અત્યંતર પરિગ્રહના સંગને ત્યાગવાનો જ ઉપદેશ કરે છે. તેથી વિપરીત પરિગ્રહને ગ્રહણ કરવાનો જે ઉપદેશ કરે તે પોતાના તેમજ પરના આત્મગુણને ઘાત કરનાર છે. /૨શા તજે તેજ રવિ કોઇ દી, ડગે મેરુ કદી તોય, ઇંદ્રિય-જય કરશે નહીં સંગ-સક્ત મુનિ કોય. ૨૮ અર્થ - કદી કોઈ દિવસ સૂર્ય પોતાના તેજને મૂકી દે કે કદી મેરુ પર્વત ડગી જાય તોપણ પરિગ્રહના સંગમાં આસક્ત એવા મુનિ ઇન્દ્રિય જય કદી કરી શકશે નહીં. ૨૮ાા આરંભ પરિગ્રહ માનજે ઉપશમ કેરો કાળ; બહુ ભવનો વૈરાગ્ય પણ માંડ ટકે ત્યાં, ભાળ. ૨૯ અર્થ :- આરંભ પરિગ્રહથી કષાયભાવ વધે છે માટે તેને વૈરાગ્ય અને ઉપશમના કાળ માનજે. પરિગ્રહ પ્રત્યેની લાલસા વઘવાથી ઘણા ભવની સાથેના વડે પ્રાપ્ત થયેલ વૈરાગ્ય પણ માંડ માંડ ટકી શકે છે. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે - જો જીવને આરંભ-પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે, કેમકે આરંભ-પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનાં મૂળ છે, વૈરાગ્ય અને ઉપશમના કાળ છે.” (વ.પૃ.૪૦૮) ૨લા આરંભ પરિગ્રહ જો ઘટે અસત્સંગ બળહીન; અસત્સંગ-બળ જો ટળે મળે વખત સ્વાથીન. ૩૦ અર્થ :- આરંભ પરિગ્રહ જો ઓછા થાય તો ખોટા સંગ પ્રસંગ ઓછા થાય છે, ઉપાધિ ઘટે છે. તેથી સત્સંગ કરવાનો અવસર મળે છે. સત્સંગ થવાથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી સવિચાર કરવાનો સ્વાધીન અવકાશ પ્રાપ્ત થાય છે. “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે.” (વ.પૃ.૪૫૧) ૩૦ આત્મવિચારે વખત તે ગાળે થાયે જ્ઞાન; આત્મજ્ઞાને દુખ બઘાં ટળે, મળે નિર્વાણ. ૩૧ અર્થ :- આત્મવિચારમાં મળેલા તે સ્વાધીન સમયને ગાળવાથી જીવને આત્મજ્ઞાન થાય છે તથા આત્મજ્ઞાનવડે બધા દુઃખ ટળી જઈ જીવને નિર્વાણ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (વ.પૃ.૪૫૧) ૩૧ાા શ્રી ઠાણાંગે પણ જુઓ દ્વિ-ભંગી-વિસ્તાર: આરંભ-પરિગ્રહ થકી મતિ-આવરણ ઘાર. ૩૨ અર્થ :- દ્વાદશાંગીના ત્રીજા સૂત્ર શ્રી ઠાણાંગમાં પણ દ્વિભંગીનો વિસ્તાર નીચે પ્રમાણે જણાવેલ છે : Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જીવને આરંભપરિગ્રહ છે ત્યાં સુધી મતિજ્ઞાન ઉપર આવરણ છે એમ હું માન. ૩૨ાા આરંભ-પરિગ્રહ થકી શ્રુતજ્ઞાન અવરાય; આરંભ-પરિગ્રહ થકી અવધિજ્ઞાન ન થાય. ૩૩ અર્થ :- આરંભ-પરિગ્રહ વડે શ્રુતજ્ઞાન પણ અવરાય છે. આરંભ પરિગ્રહમાં મૂછ છે ત્યાં સુધી અવધિજ્ઞાન પણ થતું નથી. ૩૩ાા. આરંભ-પરિગ્રહ વડે મનપર્યય અવરાય; આરંભ-પરિગ્રહ છતાં કેવળજ્ઞાન ન થાય. ૩૪ અર્થ :- આરંભ-પરિગ્રહથી મન:પર્યવજ્ઞાન અવરાયેલ રહે છે તથા આરંભપરિગ્રહ હોય ત્યાં સુધી જીવને કેવળજ્ઞાન પણ થતું નથી. ૩૪. આરંભ-પરિગ્રહ-બળ અતિ, બતાવ સત્તર વાર; કહે વળી કે તે જતાં ઊપજતાં ગુણ ઘાર : ૩૫ અર્થ:- એમ આરંભ-પરિગ્રહનું અત્યંત બળ સત્તરવાર બતાવીને વળી ત્યાં કહ્યું છે કે જો આરંભપરિગ્રહથી જીવ નિવર્સે તો તેને બધા જ્ઞાન પ્રગટે. તે ગુણો કયા કયા ઉત્પન્ન થાય તે હવે જણાવે છે : આરંભ પરિગ્રહ ટળે અતિ મતિજ્ઞાન સહાયઃ આરંભ પરિગ્રહ ટળે બહુ શ્રુતજ્ઞાન પમાય. ૩૬ અર્થ :- હવે આરંભ-પરિગ્રહ ટળવાથી તેનું મતિજ્ઞાન અતિ નિર્મળ થાય તથા આરંભ-પરિગ્રહ ટળવાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પણ ઘણી સુલભ થાય. |૩૬ાા. આરંભ પરિગ્રહ ટળે અવધિ-દીપ પ્રગટાયઃ આરંભ પરિગ્રહ ટળે મનપર્યય પણ થાય. ૩૭ અર્થ :- આરંભ-પરિગ્રહ ટળવાથી અવધિજ્ઞાનરૂપ દીપક પ્રગટ થાય તથા આરંભ-પરિગ્રહ ટળવાથી મન:પર્યયજ્ઞાન પણ ઉત્પન્ન થાય. /૩શા આરંભ પરિગ્રહ ટળે ઊપજે કેવળજ્ઞાનઃ વર્ણન સત્તર વાર ફરી કરે ભલા ભગવાન. ૩૮ અર્થ - આરંભ-પરિગ્રહ ટળવાથી જીવને સર્વથી શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન ઊપજે છે. એમ ભગવાન પોતાના ઉપદેશમાં જીવોના ભલા માટે સત્તરવાર ફરી ફરી આ વાત સમજાવવા માટે કહે છે. આ બધો ભાવ પરમકૃપાળુદેવે પત્રાંક ૫૦૬માં જણાવેલ છે. ભલો થઈ જીંવ, માન તું દુઃખહેતુ એ ટાળઃ તે ટાળ્યા વિના કદી શ્રેય ન થાય, નિહાળ. ૩૯ અર્થ - હે જીવ! ભલો થઈ હવે તું આ વાતને માન અને દુઃખના કારણ એવા આ પરિગ્રહ પ્રત્યેના મૂર્છાભાવને તું ટાળ. તે પરિગ્રહભાવને ટાળ્યા વિના આ જીવનું કદી શ્રેય એટલે કલ્યાણ થાય નહીં એમ તું દ્રઢપણે માન. [૩૯ાા Page #145 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર ૩ ૨ ૧ અનાદિ અસત્સંગવશે મૂંઢમતિને નર્થી ભાન; આરંભ આદિ ભાવ સહ ઇચ્છે છે નિર્વાણ. ૪૦ અર્થ - અનાદિકાળના અસત્સંગના કારણે મૂઢમતિ એવા આ જીવને પોતાનું ભાન નથી કે સુખ શામાં છે. આરંભ-પરિગ્રહના મમત્વવાળા ભાવ સાથે આ જીવ નિર્વાણને એટલે મોક્ષને ઇચ્છે છે પણ તે કદી શક્ય નથી. //૪૦ાા. તે ભાવોને ટાળવા કરતો નથી જીંવ યત્ન, તે ટાળ્યા વિના કદી મળે ન મુક્તિ-રત્ન. ૪૧ અર્થ :- આવા મમત્વભાવ કે મૂચ્છભાવને ટાળવા માટે આ જીવ યત્ન કરતો નથી પણ તે ભાવોને ટાળ્યા વિના જીવને મુક્તિરૂપી રત્નની પ્રાપ્તિ પણ કદી થવાની નથી, એમ તું નિશ્ચય માન. ૪૧|| સૌ આરંભ-પરિગ્રહો નિર્મળ કરવા હોય; સાઘન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોય. ૪૨ અર્થ - સૌ આરંભ-પરિગ્રહ પ્રત્યેના મૂચ્છભાવને હૃદયમાંથી નિર્મળ કરવા હોય તો બ્રહ્મચર્ય સમાન બીજાં કોઈ ઉત્કૃષ્ટ સાઘન નથી. “સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંઘનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાઘન છે. યાવત્ જીવન પર્યત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. (વ.પૃ.૫૦૨) //૪રા. શિખામણ દે ત્રાજવાં જો, નીચે આ જાય પલ્લું ગ્રહવા ઇચ્છતું ખાલી ઊર્ધ્વ સુહાય.”૪૩ અર્થ - ત્રાજવાં આપણને શિખામણ આપે છે કે પરિગ્રહના ભારથી પલ્લું ભારે થાય છે તે જમીનને ગ્રહવા ઇચ્છે છે, અર્થાત્ તે તે જીવ નીચેની નરકાદિ ગતિઓમાં જાય છે તથા પરિગ્રહના ત્યાગથી જે જીવનું પલ્લું ખાલી રહે છે તે જીવ દેવાદિ ઉર્ધ્વગતિમાં જઈને શોભાને પામે છે. ૪૩ આશા-ખાણ અપૂર્વ છે, ત્રિભુવનથી ન ભરાય; ખોદી પરિગ્રહ ફેંકતા સપુરુષે પુરાય. ૪૪ અર્થ - જીવની તૃષ્ણારૂપી ખાણ એવી અપૂર્વ છે કે તેમાં ત્રણે લોકમાં રહેલ દેવતા, મનુષ્ય કે ભુવનપતિના સુખો નાખી દેવામાં આવે તો પણ તે ખાણ ભરાય નહીં. પણ બધા પ્રકારના પરિગ્રહને તે તૃષ્ણાની ખાણમાંથી ખોદી ખોદીને બહાર ફેંકવામાં આવે તો તે જરૂર પુરાય એમ છે. પણ આમ બનવું તે માત્ર પુરુષના બોઘે શક્ય છે. સપુરુષના બોઘે જીવને સંતોષભાવ આવવાથી અનાદિનો તૃષ્ણારૂપી ખાડો જરૂર પુરાય એમ છે. ભોગવૃત્તિ ઉરથી તજો, કરો ન પર-પંચાત; આત્માને ઉદ્ધારવા કમર કસો, હે! ભ્રાત.૪૫ અર્થ:- ઇન્દ્રિય વિષયોની ભોગ વૃત્તિને હે ભવ્યો! હવે તેના દુઃખદાયક સ્વરૂપને વારંવાર વિચારી કાઢી નાખો. તો પરિગ્રહ પ્રત્યેની મૂચ્છનો ભાવ પણ આપોઆપ સમાઈ જશે તથા આત્માથી પર એવા Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ૩૨૨ સઘળા પદાર્થોની પંચાતમાં પડો નહીં, પણ માત્ર તમારા આત્માનો ઉદ્ધાર કરવા માટે જ હે ભાઈ! હવે તો કમર કસીને તૈયાર થાઓ. ।।૪।। શરીર માત્ર પરિગ્રò આરંભ-વૃદ્ધિ જાણ; અશરણ, અનિત્ય દેહ પર રાગ કરે ન સુજાણ, ૪૬ અર્થ :– આ શરીર માત્રના પરિગ્રહ વડે સંસારી જીવ તેને સુખી કરવા માટે અનેક પ્રકારના આરંભ એટલે હિંસાના કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ સુજાણ એટલે સમ્યક્ત્તાનને ઘરનારા એવા સત્પુરુષો તે આ અનિત્ય અને અશરણવાળા દેશ પ્રત્યે રાગ કરતા નથી. ૧૪૬॥ દ્વેષ પરિગ્રહ પર કરો, ઘરો મુક્તિ પર રાગ; તજી દુર્ધ્યાન સુધ્યાનથી ગ્રહો પરમપદ-લાગ. ૪૭ અર્થ :— દ્વેષ કરવો હોય તો આ પરિગ્રહ વિષેની મૂર્છા પ્રત્યે કરો અને રાગ કરવો હોય તો સર્વ દુઃખના ક્ષયરૂપ એવા મોક્ષ પ્રત્યે કરો. કેમકે - “પરિગ્રહ જેટલો છે તેટલું પાપ છે. જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે.’” બો. ભા.-૧ (પૃ.૨૬૦) પરિગ્રહવડે થતા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગી દઈ ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આદરી પરમપદ પ્રાપ્તિનો આવેલ લાગનો લાભ લઈ લો. ।।૪।। લોભ મમત્વે ઊપજે, લોભ રાગનું મૂળ; રાગે દ્વેષ થતો તથા દ્વેષે દુખની શૂળ, ૪૮ અર્થ :– પરિગ્રહ પ્રત્યે મમત્વભાવ કરવાથી જીવને લોભ થાય ઉત્પન્ન થાય છે. લોભ કષાય એ = રાગનું મૂળ છે. તથા રાગભાવ જીવમાં હોવાથી તેમાં વિઘ્ન કરનાર પ્રત્યે દ્વેષભાવ ઊપજે છે. અને દ્વેષભાવ એ જીવને પ્રત્યક્ષ દુ:ખની શૂળનું કારણ થાય છે. ।।૪।। નિર્મમત્વ વર તત્વ છે, નિર્ગમના સુખ-ખાસ, નિર્મમતા બીજ મોક્ષનું-જ્ઞાન-સાર આ જાણ. ૪૯ અર્થ :- મમતા રહિતપણું એ જ શ્રેષ્ઠ તત્ત્વ છે. જીવને નિર્મમત્વભાવ જ સુખની ખાણ છે. મોક્ષનું બીજ પણ નિર્મમત્વભાવ છે. માટે એને જ હું સર્વજ્ઞાનનો સાર જાણ. તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર, પર્રિકર પહિર મોહ તું, કર કર આત્મ-વિચાર. ૫૦ અર્થ :– ઘન ઘાન્યાદિ દસ પ્રકારના બાહ્ય પરિગ્રઇનો તથા કષાય, નૌકષાય અને મિથ્યાત્વરૂપ અત્યંતર પરિગ્રહનો ત્યાગ કર, ત્યાગ કર. તથા હિંસાના કારણરૂપ આરંભને શીઘ્ર નિવાર. ૫૨ પદાર્થો પ્રત્યેના મોહનો પરિત્યાગ કર, પરિત્યાગ કર અને આત્મનો વિચાર કર, વિચાર કર. ॥૫ના ઘર ઘર, જીવ, ચારિત્ર નું, દેખ દેખ નિજ રૂપ; કર કર સત્પુરુષાર્થ એ શિવ-સુખ ચાખ અનુપ. ૫૧ અર્થ :– હે જીવ! હવે તું સર્વસંગ પરિત્યાગ કરી સમ્યક્ચારિત્રને ધારણ કર, ધારણ કર. તથા પોતાના આત્મસ્વરૂપને દેખ, આત્મસ્વરૂપને દેખ. આત્મસ્વરૂપને પામવા સત્યપુરુષાર્થ કર, સત્ પુરુષાર્થ Page #147 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨ ૩ કર. તથા અનુપમ એવા મોક્ષસુખનો તું આસ્વાદ લે, આસ્વાદ છે. ૫૧ નિષ્કારણ કરુણા કરી સંત કરે પોકારઃ “અગ્નિ આરંભ-પરિગ્રહ બળી મરશો, નિર્ધાર.” પર અર્થ - નિષ્કારણ કરુણા કરી સંતપુરુષો પોકાર કરીને કહે છે કે આરંભ-પરિગ્રહ એ અગ્નિ જેવા છે. જો તેને છોડશો નહીં અને તેમાં જ પડ્યા રહ્યા તો નિર્ધાર એટલે નક્કી ત્રિવિઘ તાપાગ્નિરૂપ આરંભપરિગ્રહમાં બળી મરશો અને તેના ફળસ્વરૂપ જન્મજરામરણથી યુક્ત એવી ચોરાશી લાખ જીવયોનિમાં ઘોર દુઃખને પામશો. એ દુઃખ ન ગમતા હોય તો અલ્પારંભી અને અલ્પ પરિગ્રહી થઈ સત્સંગ ભક્તિમાં આ અમૂલ્ય માનવદેહનો સમય ગાળજો. તથા આત્મકલ્યાણ માટે મળેલી આ અદભુત તકને જવા દેશો નહીં. પરા સંપૂર્ણ આરંભ-પરિગ્રહની જેણે નિવૃત્તિ કરી છે એવા શ્રી નેમિનાથ ભગવાનનું જીવનચરિત્ર હવે વર્ણવે છે. પ્રભુએ પશુઓના આરંભ નિમિત્તે લગ્ન કરવાનું પણ માંડી વાળી સર્વસંગ પરિત્યાગ કરીને શાશ્વત એવાં મોક્ષસુખને મેળવ્યું; એવા શ્રી નેમિનાથ ભગવંતની કથા નીચે પ્રમાણે છે : (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ - ૧ (હરિગીત) લૌકિક દ્રષ્ટિ દૂર કરી શ્રી રાજચંદ્ર ગુરુ સ્મરું, તે પદ અલૌકિક ઓળખીને નમન નિત્ય કર્યા કરું; જે બ્રહ્મપદ પામ્યા મહા પ્રભુ તે જ પદ મુજ સંપદા, પ્રભુ નેમિનાથ-કથા કહું, હરનાર સઘળી આપદા. ૧ અર્થ - જગતને રૂડું દેખાડવારૂપ લૌકિક દ્રષ્ટિને દૂર કરી, મારા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યનું સ્મરણ કરું છું. તે પરમકૃપાળુદેવના અલૌકિક આત્મપદને ઓળખી તેમના ચરણકમળમાં નિત્ય હું નમન કર્યા જ કરું એવી મારી આકાંક્ષા છે. જે બ્રહ્મપદ એટલે આત્માના શુદ્ધસ્વરૂપને મહાપ્રભુ પામ્યા, તે જ શુદ્ધ આત્મપદ મારી પણ ખરેખરી સંપત્તિ છે. તે મારી ખરી આત્મસંપદાને પામવા માટે પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનની તમને કથા કહું છું. જે કર્મને આધીન આવતી સઘળી આપત્તિને, માર્ગદર્શન આપી હરવા સમર્થ છે. II૧ાા હું ગાન ગાઉં, પાદ પૂજું નેમિ તીર્થકર તણા, નવ ભવ કરી ભવ પાર પામ્યા; જીવ તાર્યા, ના મણા. છે ભરત ક્ષેત્રે અચલ નગરી રાય વિક્રમશન, ગણો; ત્યાં રાણી ઘારિણી રાયને કહે: “સ્વપ્ન આવેલું સુણો : ૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - હું તીર્થંકર નેમિનાથ પ્રભુના ગુણગાન ગાઉં, સ્તુતિ કરીને તેમના પાદપંકજની પૂજા કરું, કે જે સમ્યક્દર્શન પામ્યા પછી નવ ભવ કરીને આ ચારગતિરૂપ સંસારથી સર્વકાળને માટે પાર પામી ગયા. પોતે તરણતારણ બનીને બીજા હજારો જીવોને પણ તારી લીધા. તારવામાં કોઈપણ પ્રકારની મણા એટલે ખામી રાખી નહીં એવા શ્રી નેમિનાથ પ્રભુના પૂર્વે થયેલા નવ ભવોનું વૃત્તાંત હવે જણાવું છું. ભરત ક્ષેત્રમાં અચલ નગરીમાં શ્રી વિક્રમથન નામે રાજા હતો. તેને ઘારિણી નામની રાણી હતી. તેણે એકવાર રાજાને કહ્યું કે મને આજે એક સ્વપ્ન આવેલું છે તે આપ સાંભળો. રાા દીઠો પુરુષ મુજ આંગણે આંબો મનોહર વાવતો, કોયલ કરે ટહુકા મઘુર, ફળ-ભારથી લલચાવતો; ‘બીજે બીજે નવ વાર આ આંબો વવાશે,’ એ કહે ‘ઉત્તમ ફળે ફળશે અનુપમ સુખ ત્રિભુવન-જન લહે.” ”૩ અર્થ – સ્વપ્નમાં મેં આપણા ઘરના આંગણામાં એક પુરુષને સુંદર આંબો વાવતાં જોયો. તે આંબા પર કોયલ મધુર અવાજમાં ટહુકા કરી રહી હતી. અને તે આંબો કેરીઓના ફળના ભારથી ભરેલો હોવાથી મનને લલચાવતો હતો. વળી તે આંબો બીજે બીજે સ્થાને નવ વાર વવાશે, અને ઉત્તમ ફળોને આપશે, જેથી ત્રણે લોકના જીવો અનુપમ સુખને પામશે એમ તે પુરુષ કહેતો હતો. સા. નિમિત્તિયાને નોતરી નૃપતિ પૂંછે ફળ સ્વપ્નનું, “સુત જન્મશે જ સુલક્ષણો, જાણું ન ફળ નવ સ્થાનનું.” સુણ ફળ નૃપે નિમિત્તિયાને દાન દઈ રાજી કર્યો, પછી પુત્ર-જન્મ થયે મહોત્સવ સકળ દેશ વિષે થયો. ૪ અર્થ :- નિમિત્તિયાને બોલાવી રાજા સ્વપ્નનું ફળ પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં તેણે કહ્યું કે રાજન! આપને ઘેર સુલક્ષણથી યુક્ત પુત્રનો જન્મ થશે. પણ નવીન નવ સ્થાનોમાં તે આંબો વવાશે તેનું ફળ હું જાણતો નથી. આમ સ્વપ્નનું ફળ જાણી રાજાએ નિમિત્તિયાને દાન દઈ રાજી કર્યો. પછી પુત્રનો જન્મ થતાં સકળ દેશમાં જન્મ મહોત્સવ ઉજવવામાં આવ્યો. ૪. યૌવનવયે વિદ્યાકુશળ કુંવર અતિ સુંદર થયો, ત્યાં તો કુસુમપુર-ભૂપ દૂતને મોકલે હરખેભર્યો વંદી કહે – “ઘનવર્તી કુમારી યોગ્ય ઘનકુમાર છે, તો પ્રાર્થના સ્વીકારી ઉપકારી બનો, સુખકાર એ. ૫ અર્થ - યૌવનવયમાં આવતાં કુંવર વિદ્યાકુશળ અને અતિસુંદર આકૃતિને પામ્યા. ત્યારે કુસુમપુરના રાજાએ હર્ષિત થઈ એક દૂત મોકલ્યો. તે આવી વિક્રમથન રાજાને વંદન કરીને કહેવા લાગ્યો કે અમારા રાજાની ઘનવતી કુમારી આપના પુત્ર થનકુમારને યોગ્ય છે, તો આ અમારી સવિનય પ્રાર્થનાને સ્વીકારી આપ અમારા ઉપકારી બનો કે જેથી આ વાર્તા સર્વને સુખકારી થાય. //પા. છે સ્નેહ હાલ પરસ્પરે અતિ વૃદ્ધિ સગપણથી થશે, કુંડલ કનકનું મણિ જડે તો, જેમ, અતિશય શોભશે.” Page #149 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨ ૫. આપી નૃપે અનુમતિ સુણી તે ઘનકુમાર વિચારતો, “દંત લોક મીઠી વાણી પીરસે, વાત આ ગંભીર જો – ૬ અર્થ - વર્તમાનમાં પરસ્પર સ્નેહ તો છે જ, પણ આ સગપણથી તે અતિ વૃદ્ધિ પામશે. જેમ સોનાના કુંડળમાં મણિ જડવામાં આવે તો તે અતિશય શોભાને પામે છે, તેના જેવું થશે. વિક્રમથન રાજાએ ઘનવતીકુમારી સાથે પોતાના પુત્ર ઘનકુમારના લગ્ન માટેની અનુમતિ આપી દીધી. તે સાંભળી ઘનકુમાર વિચારવા લાગ્યો કે દૂત લોકો તો મીઠી વાણીમાં વાતને પીરસી દે છે પણ આ વાત તો ઘણી ગંભીર છે. કા. દુખમૂળ નારી દુષ્ટ છે; કદી કૃપણ, કદરૂપી હશે, ગુરુ-દેવ-ભક્તિ-હીન ભાર્યા ભારરૂપ અરે! થશે.” એવું વિચારી રાજકુંવર જાય નિજ હર્પે ભલો, દંત પત્ર દે ત્યાં આવી ઘનવતી કુંવરીનો સાંભળોઃ ૭ અર્થ - આ સંસારના દુઃખનું મૂળ એવી નારી દુષ્ટ છે, જો તે કૃપણ હશે તો. વળી કદરૂપી હશે કે ગુરુ અથવા દેવભક્તિથી હીન હૃદયવાળી તે સ્ત્રી હશે તો જીવનમાં ભારરૂપ થઈ પડશે. જેમકે પરદેશી રાજાની સ્ત્રી સૂર્યકાન્તા હતી તેમ. એમ વિચાર કરીને રાજકુંવર પોતાના હર્મ્સ એટલે મહેલમાં ગયો. ત્યાં દૂતે પણ આવીને ઘનવતી કુંવરીનો પત્ર ઘનકુમારના હાથમાં આપ્યો. આશા “કરમાયેલી આ કમલિની યૌવન-શરદ ઋતુ-રાતમાં, ઇચ્છી રહી રવિ-કરગ્રહણ-ઉષા સુરમ્ય પ્રભાતમાં.” વાણી-વિલાસે કુંવરીનું ઉર ઝટ પરખી લીધું; જો ભાવ સુંદર ઉરમાં નથી રૂપ જોવાનું કીધું. ૮ અર્થ - તે પત્રમાં ઘનકુંવરીએ એમ લખ્યું કે યૌવનરૂપી શરદઋતુની રાતમાં કરમાયેલી એવી કમલિની તે એ ઇચ્છી રહી છે કે ક્યારે સૂર્યનો ઉદય થાય અને હું તેના કિરણોને ગ્રહણ કરી ખીલીને સુંદર બનું. એમ વાણીના વિલાસથી કુંવરીનું હૃદય કુંવરે ઝટ પરખી લીધું, અને વિચાર્યું કે જો ભાવ સુંદર હૃદયમાં છે તો રૂપ જોવાનું કહ્યું નથી. ll પછી પત્ર ઉત્તરરૂપ કુંવર કુંવરીને પણ લખે : “જો, કર વડે કમલિની વિકસાવી રવિ ઉર ઓળખે, તે તો સ્વાભાવિક ઘર્મ છે; ત્યાં ના કૃપા કે યાચના;” દે ઘનવતી પ્રતિ મોતમાળા પત્રસહ ગૂઢ સૂચના. ૯ અર્થ - પછી તે પત્રના ઉત્તરરૂપે કુંવરે કુંવરીને પણ લખ્યું કે જો સૂર્ય કમલિનીના હૃદયને ઓળખીને પોતાના કિરણો વડે તેને વિકસાવે અર્થાત્ પ્રફુલ્લિત કરે તો તેનો તે સ્વભાવિક ઘર્મ છે. ત્યાં કોઈ કૃપા કે યાચના કરવાની જરૂર નથી. એમ ઉત્તર લખી, ઘનવતી માટે મોતીની માળા સાથે ગૂઢ સૂચનાઓ લખી, તે પત્ર મંત્રીને આપી વિદાય કર્યો. ગાલા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પછી લગ્ન બન્નેના થયાં સુખમગ્ન દંપર્તીદિન જતા, ઘનકુંવરે મુનિ એકદા દીઠા વને ઉપદેશતા; નર્મી ભાવથી પૂજે વસુંઘર લબ્ધિવંત મુનિ ભલા ત્યાં તાત સહ-કુટુંબ આવી પ્રશ્ન પૂંછતા સાંભળ્યા - ૧૦ અર્થ :- પછી બન્નેના લગ્ન થયા અને સુખપૂર્વક બન્ને દંપતીના દિવસો વ્યતીત થવા લાગ્યા. એકવાર ઘનકુંવરે જંગલમાં મુનિ મહાત્માને ઉપદેશ આપતા દીઠા. તે વસુંઘર નામના લબ્ધિવંત મુનિ હતા. ત્યાં આવી ભાવપૂર્વક નમી, તેમની પૂજા કરીને તે બેઠા. ત્યાં પોતાના પિતા કુટુંબ સાથે આવીને પ્રશ્ન પૂછવા લાગ્યા, તે તેમણે સાંભળ્યા. ૧૦ના “પ્રભુ, એકદા આ રાણીએ આંબો ર્દીઠો નિજ આંગણે, નવ વાર એ આંબો વવાશે', સ્વપ્રમાં કોઈ ભણે; શું અર્થ તે ના ઊકલે, તેથી ઉરે સંશય રહે.” મુનિ લબ્ધિથી કેવળી કને નવ ભવ સુણી સર્વે કહે : ૧૧ અર્થ :- ઘનકુમારના પિતા મુનિને કહેવા લાગ્યા કે હે પ્રભો! એકવાર આ રાણીએ સ્વપ્નમાં એક જણને પોતાના આંગણામાં આંબો વાવતો દીઠો અને તેણે કહ્યું કે નવ વાર એ આંબો વવાશે તેનો શો અર્થ થાય છે તે સમજાતું નથી. તેથી મનમાં એ વિષે સંશય રહ્યા કરે છે. તે સાંભળી મુનિએ પોતાની લબ્ધિ વડે કેવળી ભગવાનને પૂછી કહ્યું કે નવ વાર તે આંબો વવાશે તેનો અર્થ એમ છે કે નવ ભવ એમના થશે અને તે આ પ્રમાણે થશે. એમ સર્વ હકીકત જણાવી દીધી. ||૧૧ાા “તે તીર્થપતિ બાવીશમા શ્રી નેમિ નવમે ભવ થશે, યદુવંશતિલક તે થશે, નહિ કોઈ નારી પરણશે.” આનંદ પામી ભૂપ આદિ પ્રણમી મુનિને, પુર ગયા; નૃપ મરણ પામ્યા એટલે ઘનરાય નૃપનાયક થયા. ૧૨ અર્થ - નવમા અંતિમ ભવમાં તમારો આ પુત્ર બાવીશમા શ્રી નેમિનાથ તીર્થકર થશે. તે યદુવંશમાં તિલક સમાન થશે તથા કોઈપણ સ્ત્રીને પરણશે નહીં અર્થાત બાળબ્રહ્મચારી જ રહેશે. એમ મુનિ ભગવંતે જણાવ્યું. તે જાણીને આનંદ પામી રાજા વગેરે મુનિને પ્રણામ કરી નગરમાં ગયા. કાળાંતરે રાજાનું મૃત્યુ થયું અને ઘનકુંવર રાજા થયા તેમજ સ્વપ્રતાપે બીજા રાજાઓના પણ નાયક થયા. /૧૨ાા મુનિચંદ્ર મુનિના યોગથી, સમકિત ઘનનૃપ પામિયા, વળી ફરી થતાં ગુરુ-યોગ મુનિ બન ગુરુ-ચરણ ઉપાસિયા; ઘનદેવ ને ઘનદત્ત બંધુ ઘનવતી સાથે તજે સંસાર, મરણાંતે બઘા સૌથર્મ સ્વર્ગે ઊપજે. ૧૩ અર્થ - મુનિચંદ્ર નામના મુનિ ભગવંતના યોગે ઘનરાજા સમકિતને પામ્યા તથા બીજી વાર તે જ મુનિનો યોગ થતાં પોતે પણ મુનિ બની ગયા અને શ્રી ગુરુના ચરણને ઉપાસવા લાગ્યા. તે સમયે પોતાના ભાઈ ઘનદેવ અને ઘનદત્ત પણ દીક્ષા લીધી તથા પોતાની ઘર્મપત્ની ઘનવતીએ Page #151 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩ ૨૭ પણ સંસારનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કર્યો. પછી ત્યાંથી મરણ થતાં બઘા સૌઘર્મ નામના પહેલા સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયાં. ૧૩ તે દેવભવ પૂરો કરી ઘન-જીવ વિદ્યાઘર બને, બની ચક્રવર્તી-પુત્ર ઘરતો ચિત્રગતિ શુભ નામને; વળી નામ રત્નાવતી ઘરી ઘનવતી અને વિદ્યાઘરી નૃપ પુત્ર-વર વિષે પૂંછે નિમિત્તિયાને નોતરી. ૧૪ અર્થ – તે દેવનો ભવ પૂરો કરીને ઘનકુમારનો જીવ વિદ્યાધર થયો. તે સૂર નામના ખેચરના ચક્રવર્તી રાજાને ઘેર પુત્રરૂપે અવતરવાથી તેનું શુભ નામ ચિત્રગતિ રાખવામાં આવ્યું. તથા ઘનવતીનો જીવ આ ભવમાં રત્નવતીના નામે વિદ્યારીરૂપે અવતર્યો. તેના પિતા અસંગસિંહ નામે રાજા હતા. તેણે પોતાની આ શ્રેષ્ઠ પુત્રી વિષે નિમિત્તિયાને બોલાવી તેનું ભવિષ્ય પૂછ્યું. I/૧૪ “જે ખગ્ન દેવીનું દીધેલું આપનું જે હરી જશે, જેના ઉપર જિનમંદિરે વળી પુષ્પવૃષ્ટિ પણ થશે, તે વર વરશે રત્નવતને” એમ કહી નિમિત્તિયો લઈ દક્ષિણા, આનંદથી નિજ મંદિરે ચાલ્યો ગયો. ૧૫ અર્થ - દેવી દ્વારા આપેલ આપનું ખગ્ન એટલે તરવારને જે હરી જશે તથા જેના શિર ઉપર જિનમંદિરમાં પુષ્પની વૃષ્ટિ થશે, તે વીર પુરુષ તમારી પુત્રી રત્નાવતીને વરશે એમ નિમિત્તિયાએ જણાવ્યું. તેને રાજાએ દક્ષિણા આપી, તે લઈ આનંદથી તે પોતાના ઘેર ચાલ્યો ગયો. ૧પો. અથ ચક્રપુરમાં રાય સુગ્રીવ-પુત્ર પવ, સુમિત્ર છે; નિજ પુત્ર માટે પા-મા સુમિત્રને વિષ-અન્ન દે; સુમિત્રને મૂર્ણિત દેખી નૃપ, વિલાપ કરે અતિ, વળી ચિત્રગતિ તે અવસરે વિમાનમાં કરતો ગતિ. ૧૬ અર્થ :- અથ એટલે હવે ચક્રપુરમાં રાજા સુગ્રીવના પદ અને સુમિત્ર નામના બે પુત્ર છે. પદ્મની માં પોતાના પુત્રને રાજ્ય મળે તે માટે પોતાની શૉકના પુત્ર સુમિત્રને અન્નમાં વિષ આપ્યું. તેથી મૂર્શિત થયેલા પોતાના પુત્ર સુમિત્રને જોઈ રાજા અતિ વિલાપ કરવા લાગ્યો. તે અવસરે ચિત્રગતિ વિમાનમાં બેસીને તેમના ઘર ઉપરથી જ જતો હતો. [૧૬ાા. આજંદ સુણીને કુતૂહલે વિમાનથી તે ઊતરે, ને ચિત્રગતિનો મંત્રી મંત્રિત પાણી છાંટી વિષ હરે; સુંમિત્ર બેઠો થઈ પૂંછે : “શા કારણે ટોળે મળ્યા?” ભૂપતિ કહે, “તુજ અપરમાએ વિષ દઈ દુખિયા કર્યા; ૧૭ અર્થ – આવો આજંદપૂર્વકનો વિલાપ સાંભળીને કુતૂહલથી ચિત્રગતિનો જીવ વિમાનમાંથી નીચે ઊતર્યો. તથા ચિત્રગતિના મંત્રીએ મંત્રિત પાણી છાંટીને તે વિષનું હરણ કરી લીધું. તેથી સુમિત્ર બેઠો થઈને પૂછવા લાગ્યો કે તમે બઘા શા કારણે ભેગા થયા છે. ત્યારે રાજાએ કહ્યું કે તારી અપરમાતાએ તને વિષ આપી બઘાને દુઃખી કર્યા છે. ||૧ળા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પ્રાવોધ વિવેચન ભાગ-૧ તુજ પુણ્યથી આવી મળ્યા આ અતિથિઓ ઉપકારી બે, મૃત તુલ્ય તુજને ğવિત કરી, અમને બન્યા સુખકારી એ.’’ સુમિત્ર સન્મતિથી ગણે, “ઉપકાર આ તે માતનો, જે પ્રાણદાતા મિત્ર દે, અવસ૨ ગયો એ ઘાતનો.' ૧૮ અર્થ – તારા પુણ્ય પ્રભાવે બે ઉપકારી અતિથિઓ આવી મળ્યા અને મરેલા જેવા તને જીવીત કરીને અમને બધાને સુખના આપનાર થયા છે. આ સાંભળી સુમિત્રે સત્બુદ્ધિથી વિચાર કરીને કહ્યું P આ તો અપ૨માતાનો ઉપકાર ગણવો જોઈએ કે જેણે આવું નિમિત્ત ઊભું કરવાથી મને પ્રાણના દાતા એવા મિત્રની ભેટ થઈ તથા મારા મરણની ઘાતનો અવસર પણ ટળી ગયો. ।।૧૮।। સુમિત્ર-આગ્રહ માની, ચિત્રગતિ રહે દિન થોડલા, માગે રજા ત્યાં કેવળી વળી નિકટ વિચરે, સાંભળ્યા; સૌ વંદના કરવા ગયા, ત્યાં દેશના શુભ સાંભળે; નરપતિ પૂછે, “વિષદાન-કારણ, કટુક ફળ કેવું મળે ?’’ ૧૯ અર્થ :– સુમિત્રનો આગ્રહ માનીને ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે થોડા દિવસ ત્યાં રહ્યા. ઘરે જવાની રજા માંગી, ત્યાં તો વળી નિકટમાં જ કેવળી ભગવાન વિચરી રહ્યા છે એમ સાંભળ્યું. તેથી સૌ તેમની વંદના કરવા માટે ગયા. ત્યાં પ્રભુની શુભ દેશના સાંભળતા રાજાએ પૂછ્યું કે ભગવન્ ! આ પુત્રને મારવા માટે કારણરૂપે વિષે આપ્યું તો તેનું કડવું ફળ તેને કેવું મળશે? ।।૧૯।। કેવળી કહે : “સુમિત્રને દેનાર વિષ રાણી સુણી, નહિ દોષ તેનો માનવો; શીખ મંત્રીની તેણે ગણી, સામંતની પણ પ્રેરણા;” સુર્ણા રાય નીરખે તેમને, ભય તેમને પેઠો, પરંતુ કેવળી કહે ભૂપને : ૨૦ અર્થ :— કેવળી ભગવંત તે વાતને સ્પષ્ટ કરતાં બોથરૂપે જણાવા લાગ્યા કે સુમિત્રને વિષ દેનાર - કે રાણી છે એમ સાંભળીને તેનો દોષ માનવો નહીં. તેણે તો મંત્રીની શીખ પ્રમાણે કર્યું છે. તેમાં બીજા સામંતની પણ પ્રેરણા છે. આ સાંભળીને રાજા, મંત્રી વગેરે ત૨ફ જોવા લાગ્યા. તેથી મંત્રી વગેરેને મનમાં ભય ઉત્પન્ન થયો. તેથી ફરી કેવળી ભગવાન રાજાને કહેવા લાગ્યા. ૫૨૦ા “નિર્દોષ તુજ સામંત, મંત્રી; અન્ય નૃપના તે ગણો.' ત્યાં રાય વિસ્મય પામિયો, ગણ્ડ કોઈ નૃપ અરિ આપણો. મુનિવર કહે : ‘“સુણ ભૂપતિ, બે જાતનાં છે રાજ્ય તો આંતર અને જે બાહ્ય, તેમાં બાહ્ય ભી ના રાજ, જો. ૨૧ અર્થ :— તારા સામંત અને મંત્રી નિર્દોષ છે. તે અન્ય નૃપના કામ છે એમ જાણો. આ સાંભળી રાજા વિસ્મય પામી વિચારવા લાગ્યો કે કોઈ અન્ય રાજા આપણો શત્રુ છે અને તેના આ બધાં કામ છે. ત્યારે કેવળી ભગવંત ફરી કહેવા લાગ્યા કે હે રાજન! બે જાતના રાજ્ય છે. એક અંતરનું રાજ્ય અને બીજું બાહ્ય રાજ્ય. પણ અહીં બાહ્ય રાજ્ય વિષે કંઈ કહેવું નથી. ।।૨૧। Page #153 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૨ ૯ બે ભેદ આત્યંતર વિષે ય: પ્રશસ્ત, અપ્રશસ્ત એ; રક્ષી પ્રથમ આ પુણ્યકૅપને, પાપડૅપ કર અસ્ત તે. ચારિત્ર-ઘર્મ સુભૂપ છે, તપ આદિ સામંતો પેંડા; ને મોહ રાજા દુષ્ટ છે, છલ આદિ સામંતો કૂંડા. ૨૨ અર્થ - અંતરના રાજ્ય વિષે જણાવવું છે. તેના વળી બે ભેદ છે. એક પ્રશસ્ત અને બીજાં અપ્રશસ્ત રાજ્ય. પ્રથમ આ પ્રશસ્તભાવના ફળમાં થતા પુણ્યરૂપ રાજ્યની રક્ષા કર અને પાપરૂપ રાજ્યનો અંત આણ. પ્રશસ્ત રાજ્યમાં પુણ્યના ફળથી યુક્ત ચારિત્રઘર્મરૂપ રાજા છે, તપ વગેરે તેના રૂડા સામંતો છે. જ્યારે અપ્રશસ્ત રાજ્યમાં પાપના ફળથી યુક્ત એવો મોહ રાજા છે. તે દુષ્ટ છે અને છલકપટ આદિ તેના બઘા કૂડા સામંતો છે. રા. વિષયાભિલાષા મંત્રી માનો કુવિવેક સહિત જે મિથ્યાભિમાન નડે નકામું, શુભ શક્તિરહિત છે, આ મોહસૈન્ય નડે બઘાને, જીતજો શૂરવીર જો, સૌ બાહ્ય શત્રુ બાપડા છે; શત્રુ આંતર ચીરજો. ૨૩ અર્થ :- આ મોહરાજાનો વિષયાભિલાષરૂપ મંત્રી છે. તે સદા કુવિવેકથી યુક્ત છે. તે જીવને સદા ખોટા અભિમાનમાં ઘકેલી જઈ નકામા નડ્યા કરે છે. તથા પોતામાં રહેલી શુભ આત્મિક શક્તિઓથી પણ તેને વંચિત રાખે છે. આ મોહરાજાના રાજ્યની સેના અંતરમાં બઘાને નડે છે. માટે શૂરવીર થઈને હવે તેને જરૂર જીતી લેજો. તેના આગળ બાહ્ય શત્રુઓ તો બાપડા કાંઈ ગણતરીમાં નથી. માટે પોતાના જ અંતરમાં રહેલા આ વિષયકષાયરૂપ શત્રુઓને ચીરવાનો પ્રયત્ન કરજો, બહારના નહીં. ર૩ાા તે રાણી વિષ દેનારી ડરીને નાસતાં થાકી ગઈ, ચોરે અલંકારો લઈ વેચી, વણિક-ઘરમાં રહી; નાસી છૂટી અટવી વિષે દાવાનળે બળીને મરે, પીડા પ્રથમ નરકે ખમી, ચંડાલણી બનશે, અરે! ૨૪ અર્થ - ભદ્રા નામની રાણીએ જેણે સુમિત્રને વિષ આપ્યું તે વાત બહાર આવતાં ડરીને તે નાસી ગઈ. નાસતાં થાકી અને ચોરોના હાથે પકડાઈ ગઈ. તેઓએ તેના બઘા આભૂષણો લઈ તેને એક વણિકને વેચી દીધી. તેના ઘરમાંથી નાસી છૂટી અને જંગલમાં દાવાનળમાં બળીને મરી ગઈ. તે રૌદ્રધ્યાન વડે મરણ પામીને પહેલી નરકમાં ગઈ. ત્યાં અત્યંત પીડા ખમીને પછી ચંડાલણી બનશે. અરે આશ્ચર્ય છે કે પાપોના કેવા ભયંકર ફળ જીવને ભોગવવા પડે છે. ૨૪ તે શોક્ય સાથે લડી મરી, જાશે ય બીજી નરકમાં, પીડા સહી, પશુયોનિ પામી, ભટકશે વળી નરકમાં; વળી નર, પર્શી ગતિમાં ભવોભવ શસ્ત્ર, વિષ, દાહે મરે, સમકિતીની ઉપઘાત ભાવે ચિંતવ્ય ભવમાં ફરે. ૨૫ અર્થ :- ચંડાલણના ભવમાં ગર્ભવતી થતાં તેની શોક્ય સાથે લડશે. તે તેને કાતી એટલે છરી વડે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મારી નાખશે. ત્યાંથી મરણ પામી તે બીજી નરકમાં જશે. ત્યાં અતિ પીડા ભોગવીને તિર્યંચ યોનિ પામશે. ત્યાંથી ફરી નરકમાં ભટકશે. ત્યાંથી વળી મનુષ્ય કે પશુગતિમાં જઈ ભવોભવ શસ્ત્ર કે વિષ વડે અથવા બળીને મરશે. સમકિતી પુરુષને ઝેર આપી ઘાત કરવાના ભાવ ચિંતવનથી તે સંસારમાં અનંતદુઃખને પામશે. ૨પા કર્મો કરેલાં સેંકડો કલ્પે ય ભોગવવાં પડે, જો, સેંકડો ગાયો વિષેથી વત્સને જનની જડે; તેવી રીતે જે કર્મ કરશો, પરભવે સાથે જશે, ક્ષય કર્મનો જ્ઞાન કરે તે મોક્ષ લહીં સુખી થશે.” ૨૬ અર્થ - કરેલાં કર્મો સેંકડો કલ્પ વીતી જાય તો પણ ભોગવવા પડે છે. ચાર અબજ બત્રીસ કરોડ વર્ષનો એક કલ્પકાળ કહેવાય છે. જેમાં સેંકડો ગાયો વચ્ચેથી વાછરડું પોતાની માતાને શોધી કાઢે છે તેમ જે કર્મો કરીશું તે સાથે આવશે અને અબાઘાકાળ પૂરો થયે તે કર્મ આપણને શોધી કાઢી જરૂર ફળ આપશે. પણ જે સમ્યજ્ઞાન વડે તે કર્મોનો ક્ષય કરી દેશે તે ઉત્તમ પુરુષ મુક્તિને પામી શાશ્વત સુખનો ભોક્તા થશે. સરકા સુમિત્ર તે સુણીને કહે: નિમિત્ત હું તેને થયો, ગૃહવાસ મારે ના ઘટે, મુજ ભોગ-રાગ ગળી ગયો; દ્યો અનુમતિ હે! તાત, તો દીક્ષા ગ્રહું હું ભગવતી, ક્ષય કર્મનો કરી, કોઈને ના કર્મ બંઘાવું કદી.” ૨૭ અર્થ :- સજ્જન એવો સુમિત્ર આ વાત સાંભળીને કહેવા લાગ્યો કે મારી અપરમાતાની દુર્ગતિનું હું નિમિત્ત બન્યો. માટે મારે હવે આ ઘરવાસમાં રહેવું ઘટતું નથી. મારો ભોગો પ્રત્યેનો રાગ આ સાંભળીને ગળી ગયો છે. હે તાત! હવે મને આપ આજ્ઞા આપો જેથી હું ભગવતી દીક્ષા ગ્રહણ કરી સર્વ કર્મનો અંત આણી ભવિષ્યમાં કોઈને પણ કર્મબંધનનું કારણ થાઉં નહીં એમ કરું. ગારશા આગ્રહ કરી તેના પિતાએ નૃપતિ-પદ આરોપિયું, દીક્ષા ગ્રહી કેવળી કને મન આત્મહિતે રોકિયું; પછી ચિત્રગતિ કહે : “મિત્ર, મુજને થર્મ-હેતું તું થયો; મુજ તાત મારી વાટ જાએ છે” કહી નિજ પુર ગયો. ૨૮ અર્થ - તે સાંભળી પિતાએ વળી પુત્રને આગ્રહ કરી પોતાનું રાજ-પદ તેને આપ્યું; અને પોતે કેવળી ભગવાન પાસે જઈ દીક્ષા ગ્રહણ કરીને પોતાના મનને આત્મહિત કરવામાં રોક્યું. સુમિત્રે પોતાની અપરમાતા ભદ્રા કે જેણે વિષ આપ્યું હતું તેના પુત્ર પદ્મને પણ કેટલાક ગામો આપ્યા છતાં તે દુર્વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈને ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. પછી ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે કહેવા લાગ્યો કે હે મિત્ર! કેવળી ભગવાનના દર્શન કરાવીને મને તું ઘર્મવૃદ્ધિનું કારણ બન્યો છે. હવે મારા પિતા મારી વાટ જોઈ રહ્યા છે એમ કહી પોતાના નગરમાં ગયો. ત્યાં પણ ચિત્રગતિ દેવપૂજા, ગુરુની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતાપિતાને અત્યંત સુખદાયક થઈ પડ્યો. ૨૮ાા Page #155 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ રૂપવંતી બે'ન સુમિત્ર નૃપની, જે કલિંગપતિ વરી, પણ રત્નવી-બંધુ કમલ કુંવર ગયો તેને હરી; નિજ રાજકાજ બધું તજી સુમિત્ર ચિંતાતુર થયો, તે જાણતાં ઝટ ચિત્રગતિ સુમિત્રની વા'રે ગયો. ૨૯ અર્થ :– હવે સુમિત્ર રાજાની રૂપવંતી બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી. તેને અનંગસિંહ રાજાનો પુત્ર અને રત્નવતીનો ભાઈ કમલકુંવર હરી ગયો. તેથી પોતાનું બધું રાજકાર્ય મૂકી દઈ સુમિત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયો. ખેચરો દ્વારા આ જાણતાં ચિત્રગતિ ઝટ સુમિત્રની મદદ કરવા માટે ગયો. ।।૨૯।। તે કુલક્રમાગત ખડ્ગ સાથે ભગિની લઈ સુમિત્રની ઝટ ચિત્રગતિ પાછો ફર્યો, હરી શક્તિ શત્રુ-નેત્રની. પિતા કમલકુમારના મ્હે : “દુષ્ટ, ૫૨-સ્ત્રી-હરણથી, તેં ખડ્ગ ખોયું, હાર ખાથી; પરભવે પણ સુખ નથી. ૩૦ ૩૩૧ અર્થ :– ત્યાં યુદ્ધમાં કમલકુંવર વગેરેને હરાવી તેના પિતાને કુલક્રમાગતથી મળેલ દેવતાઈ ખગ એટલે ત૨વા૨ને તથા અખંડ શીલવાળી સુમિત્રની બહેનને લઈ ચિત્રગતિ શીઘ્ર પાછો ફર્યો. એમ શત્રુની પરસ્ત્રી પર થયેલ કુદૃષ્ટિને ચિત્રગતિએ હણી નાખી. પછી કમલકુમારના પિતા અનંગસિંહે પુત્રને કહ્યું કે અરે દુષ્ટ! પરસ્ત્રીના હરણથી આ દેવતાઈ ખડ્ગ ખોયું અને હાર પણ ખાઘી. વળી તેના ફળમાં પરભવમાં પણ સુખ નથી. ।।૩૦।। શી રીતથી તે રત્નવીના નાથની ઓળખ થશે? જિનમંદિરે તેના ઉ૫૨ હજું દેવ-પુષ્પો વરસશે. તેવા નિમિત્તે ઓળખીશું વી૨-ભક્ત મહામના; અમ કુળ પણ પાવન થશે, અંકુર ફૂટશે પુણ્યના.’’ ૩૧ અર્થ :– હવે ખડ્ગ જવાથી પિતા અનંગસિંહ રાજાને થયું કે કઈ રીતથી આ પુત્રી રત્નવતીના નાથની ઓળખાણ થશે? એક વાત તો ખડ્ગ હરી જવાથી સિદ્ધ થઈ છે, પણ બીજી વાત હજી બાકી છે કે જિનમંદિરમાં તેના ઉપર દેવો દ્વારા પુષ્પની વૃષ્ટિ થશે; તેવા નિમિત્તે તે વીરપુરુષને જે મહામના એટલે જે મોટા ઉદાર મનવાળા અને ભગવાનના ભક્ત હશે તેની ઓળખાણ થશે. તે અમારા જમાઈ થવાથી અમારું કુળ પણ પવિત્ર થશે અને પુણ્યના અંકુરો પણ ફૂટી નીકળશે. ।।૩૧।। * નિજ બે'નના નિમિત્તથી સુમિત્ર જીવન ચિંતવે : “વીત્યા અમે જે દિનો, ક્યાંથી મળે પાછા હવે? જો તાત સાથે ધર્મ સાઘત, મોક્ષ દૂર ના હોત તો, કોની ભિંગની? કોણ સર્વે? દેહમાં ના સાર કો.' ૩૨ અર્થ :— પોતાની બહેનને હરી જવાના નિમિત્તે સુમિત્ર રાજાને પહેલા પણ સંસાર ઉપર વિરક્તભાવ તો હતો જ, તે હવે વિશેષ વૃદ્ધિ પામ્યો; અને પોતાના જીવન વિષે ચિંતવવા લાગ્યા કે હે આત્મા! જે Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અથર્મમાં દિવસો વ્યતીત થયા તે હવે પાછા ક્યાંથી મળી શકે? જો પિતાની સાથે જ દીક્ષા લઈ ઘર્મની આરાઘના કરી હોત તો આજે મોક્ષ દૂર હોત નહીં. આ સંસારમાં કોની ભગિની એટલે કોની બહેન? આ બઘા સંબંધો આ ભવ પૂરતા જ છે. બીજા કુટુંબાદિ પણ સર્વ કોણ છે? ઋણાનુબંધે આવી મળ્યા છે; સર્વ જવાના છે. વળી આ દેહમાં પણ કોઈ સારભૂતતા જણાતી નથી. તે પણ મળમૂત્રની જ ખાણ છે. એમ વૈરાગ્યભાવમાં તેનું મન નિમગ્ન થઈ ગયું. [૩રા શ્રી સુજસ કેવળી પાસ લઈ દીક્ષા સુમિત્ર મુનિ બને, નવ પૂર્વ ભણી, આજ્ઞા લઈ એકાકી વિચરતા વને; ત્યાં પાકુંવર વેર સ્મરીને ભાઈને બાણે હણે, નિર્વેર બુદ્ધિ રાખી મુનિ સમતાથી કર્મ ખપે ગણે. ૩૩ અર્થ:- ઉપરોક્ત સુવિચાર સુમિત્રરાજા શ્રી સુજસ નામના કેવળી ભગવંત પાસે જઈને મુનિ બની ગયા. નવ પૂર્વ સુધી ભણી શ્રી ગુરુની આજ્ઞા લઈ એકલા જ વનમાં વિચરવા લાગ્યા. એકવાર મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે ત્યાં અપરમાતાનો પુત્ર પદ્મ આવી ચઢ્યો. તેણે પૂર્વના વેરનું સ્મરણ કરીને ભાઈને બાણથી હણ્યા છતાં મુનિ તો તેના પ્રત્યે નિર્વેર બુદ્ધિ રાખી, કર્મ ખપાવવામાં તેને ઉપકારી માની, સમતાને જ સારભૂત માનવા લાગ્યા. ૩૩ આહાર-ત્યાગ તણી પ્રતિજ્ઞા ઑવન લગની લે મુનિ; શુભ ભાવથી મર, પાંચમે સ્વર્ગે થયા સુર-સુખ-ઘણી. ને નાગ રાત્રે પદ્મને હસતાં દુખી થઈ મરી ગયો, રે! સાતમી નરકે ભયાનક દુઃખભોકતા તે થયો. ૩૪ અર્થ :- સુમિત્ર મુનિ મૃત્યુને સમીપ જાણી સર્વ પ્રકારના આહાર-ત્યાગની પ્રતિજ્ઞા જીવન પર્યંત લઈ, શુભ ભાવથી સમાધિમરણ કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઉત્તમ દેવતાઈ રિદ્ધિને પામી સુખી થયા. તે જ રાત્રે પાકુંવરને નાગ ડસવાથી તે દુઃખી થઈ મરી ગયો અને સાતમી નરકના ભયંકર દુઃખોને તે ભોગવનારો થયો. ૩૪ સુમિત્ર ઋષિનું મરણ સુણીને ચિત્રગતિ દિલગીર થયો, સિદ્ધાયતનની સુખદ યાત્રા કાજ નિજ જન સહ ગયો; વિદ્યાઘરો બહુ દેશથી યાત્રા વિષે આવ્યા ગણી, ત્યાં રત્નપતીનો તાત પૂજા યોજતો વિધિથી ઘણી. ૩૫ અર્થ – સુમિત્રમુનિનું તેના ભાઈ પદ્મના હાથે મરણ થયું એમ સાંભળીને ચિત્રગતિના મનમાં ઘણું દુઃખ થયું. તેથી વૈતાઢ્ય પર્વત ઉપર આવેલ સિદ્ધાયતન નામના શાશ્વત તીર્થના દર્શન માટે યાત્રાર્થે પોતાના માણસો સાથે ગયા. બીજા વિદ્યાઘરો પણ ઘણા દેશથી આવ્યા જાણીને ત્યાં રત્નાવતીના પિતાએ વિથિસહિત પૂજા ભણાવવાની યોજના કરી. રૂપા સુમિત્ર-ઑવ દેવો સહિત યાત્રા ઉપર ત્યાં આવિયો, ત્યાં ચૈત્યવંદન ચિત્રગતિ કરતો સુણી બહુ ભાવિયો; Page #157 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૩૩ કરી કુસુમવૃષ્ટિ ચિત્રગતિ પર દેવલોકે તે ગયો, ને રત્નવતી આદિ ઘણાંને હર્ષ આશ્ચર્યે થયો. ૩૬ અર્થ :- સુમિત્રનો જીવ જે હવે દેવ થયો છે તે પણ અવધિજ્ઞાનથી જાણીને સિદ્ધાયતનમાં યાત્રા કરવા આવ્યો. ત્યાં ચિત્રગતિને ખૂબ ભાવપૂર્વક ચૈત્યવંદન કરતો જોઈ સુમિત્ર દેવના મનમાં ઘણો આનંદ થયો. તેથી ચિત્રગતિના ઉપર ફૂલોની વૃષ્ટિ કરીને પછી દેવલોકમાં ગયો. આ દ્રશ્ય જોઈને રત્નવતી આદિ ઘણાને સહર્ષ આશ્ચર્ય ઊપજ્યુ. ૩૬ાા ત્યાં ચિત્રગતિ ને રત્નવતનો લગ્ન-ઉત્સવ ઊજવ્યો, પછી ચિત્રગતિને ભૂપ કરી મુનિભૂપ તે પિતા થયો ન્યાયનતિથી ચિત્રગતિએ સંત, જનગણ સુખ કર્યા, કુમાર બે પરરાજ્યમાં નિજ તાત મરતાં લડી મર્યા- ૩૭ અર્થ :- હવે ચિત્રગતિ અને રત્નપતીનો લગ્ન ઉત્સવ ઊજવીને પિતા શૂર ચક્રવર્તીએ પોતાના પુત્ર આ ચિત્રગતિને રાજ્ય સોંપી પોતે મુનિઓમાં રાજા જેવા થયા. ન્યાયનીતિથી ચિત્રગતિએ રાજ્યનું પાલન કરી સંતપુરુષો અને પ્રજાજનોને ખૂબ સુખી કર્યા. એક દિવસે પરરાજ્યમાં પોતાના પિતાનું મરણ થતાં બે કુમારો રાજ્ય માટે લડીને મરી ગયા. [૩ળા તે સંણતાં સંસ્કાર નપતિ ચિત્રગતિ પણ ચિંતવે : “સામ્રાજ્ય છોડી ચક્રવર્તી એક આત્મા સાચવે; ના વિષય-વિષચુત ભોગમાં લવ આત્મસુખ-અમ સંભવે, હું નૃપ થયો બહુ વાર તોયે ના ઘરાયો આ ભવે.”૩૮ અર્થ :- સાંભળીને રાજા ચિત્રગતિ સંસ્કારી હોવાથી ચિંતવવા લાગ્યા કે અહો! પોતાનું છે ખંડનું મોટું સામ્રાજ્ય છોડીને ચક્રવર્તી પણ પોતાના એક આત્માને સાચવે છે. પણ અઘમ એવો હું વિષયરૂપ વિષથી યુક્ત એવા ભોગમાં લવ માત્ર પણ આત્મસુખરૂપી અમૃતનો સંભવ જોતો નથી છતાં; તેમજ રાજ્યસુખને અનેકવાર ભોગવ્યા છતાં પણ આ ભવમાં હું હજી ઘરાતો નથી એ જ મારી વિવેકની ખામી જણાય છે. (૩૮ તે જીર્ણ તૃણ સમ રાજ્ય તર્જી નિજ સંતને સોંપી ગયો, દમઘર સૅરિ પાસે લઈ દીક્ષા મુનિવર તે થયો; દીક્ષા લઈને રત્નવત આદિ તપોઘન બહુ થયાં, પાદોપગમ અનશન કરીને સ્વર્ગ ચોથે સૌ ગયાં. ૩૯ અર્થ:- ઉપર પ્રમાણે વિચારી રાજ્યને જીર્ણ તણખલા સમાન ગણીને, પોતાના પુત્ર પુરંદરને તે સોંપી દઈ, દમધર નામના આચાર્ય પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી પોતે મુનિ બની ગયા. રત્નવતી સાથે ચિત્રગતિના બે ભાઈ મનોગતિ અને ચપલગતિ જે પૂર્વભવમાં પણ ઘનદેવ અને ઘનદત્ત નામે બંધુ હતા. તેમણે પણ દીક્ષા અંગીકાર કરી અને તપ તપવા લાગ્યા. અંતે પાદોગમન એટલે પોતાની સેવા પોતે પણ નહીં કરે એવું અનશન વ્રત સ્વીકારીને દેહત્યાગી સર્વે ચોથા માહેન્દ્ર નામના દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયા. ૩૯ો. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ * તે ચિત્રગતિ જીવ અવતરે હરિનંદી નૃપકુળમાં મણિ, ને નામ અપરાજિત ઘરે, વિદેસિંહપુરી-ઘણી; ત્યાં તે જ દિવસે મંત્રી-સુત જન્મે, સહોદર સમ બને, ઘરી નામ વિમલબોથ શુભ તે ઊછરતો કુંવર કને. ૪૦ અર્થ :– હવે ચિત્રગતિનો જીવ ચોથા દેવલોકથી ચ્યવી પૂર્વવિદેહમાં સિંહપુર નામના નગરમાં હરિનંદી રાજાને ઘેર કુળમાં મણિ સમાન અવતર્યો. પિતાએ તેનું નામ અપરાજિત રાખ્યું. ત્યાં તે જ દિવસે મંત્રીને ઘેર પણ જાણે સહોદર હોય તેમ પુત્રનો જન્મ થયો. તેનું શુભ નામ વિમલબોઘ રાખવામાં આવ્યું. તે પણ રાજકુંવરની પાસે ઊછરવા લાગ્યો. ।।૪૦।ા મોટા થતાં ઘોડે ચઢી ફરવા જતાં ય ભડકિયા, ને ઘોર વનમાં મિત્ર બન્નેને લઈ જઈ અટકિયા, આંબા તળે ઊતરી, વિસામો લે, વિચારે બે જણા કે “સિંહ, હાથી, સત્પુરુષ નહિ દેડકા કૂવા તણા,- ૪૧ અર્થ :– મોટા થયે ઘોડા પર ચઢી ફરવા જતાં હય એટલે ઘોડાઓ ભડકીને તીવ્ર ગતિએ ભાગી ઘોર વનમાં બન્ને મિત્રોને લઈ જઈ થાકીને ઊભા રહી ગયા. ત્યાં આંબાની નીચે ઊતરી, વિસામો લઈ બન્ને જણ વિચારવા લાગ્યા કે સિંહ, હાથી કે સત્પુરુષ કૂવાના દેડકા જેવા હોતા નથી કે જે કૂવા જેટલી જ માત્ર સૃષ્ટિને માને. સૃષ્ટિ તો ઘણી વિશાળ છે. માટે ભ્રમણ કરીને હવે આપણે તેને નિહાળીશું. ।।૪૧।। પણ કાગ, કાયર, હરણ હમ્મેશાં રહે સ્વ-સ્થાનમાં, જ્યાં જાય ત્યાં શૂરવીર તો ઘર માનતો વેરાનમાં; જે થાય તે માની ભલું, કૌતુકભર્યું જગ દેખવું, દુઃખો ભલે આવી પડે, નિજ નગર નથી હમણાં જવું. ૪૨ અર્થ :— જે કાગ એટલે કાગડા જેવા કે બાયલા અથવા બળહીન જેવા કાયર હોય કે હરણ જેવા ભયભીત હોય તે પોતાના સ્વસ્થાનમાં રહે છે. પણ જે શૂરવીર હોય, તે તો જ્યાં જાય ત્યાં વેરાન એટલે જંગલમાં પણ પોતાનું ઘર માને છે. તથા જે થાય તેને યોગ્ય માને છે. માટે અનેક કૌતુકથી ભરેલા એવા જગતને જોવા માટે આપણે પ્રયાણ કરીશું. ભલે દુ:ખો આવી પડે તો પણ હમણાં આપણે આપણા નગરમાં જવું નથી. ।।૪૨।। દેશો ફરી કરતા પરાક્રમ કીર્તિ-ગાન જગાવિયાં, બહુ રાજ-કુંવરીઓ વી, સુખ પૂર્વ-પુણ્યે દેખિયાં; જ્યાં કુંડપુરી ઉદ્યાનમાં દે દેશના મુનિ કેવલી, દર્શન કરી આનંદિયા, સ્તુતિ ઉચ્ચરે કુંવર ભલી : ૪૩ અર્થ :— અનેક દેશોમાં ભ્રમણ કરીને પોતાના પરાક્રમે કીર્તિ વધારીને ખૂબ નામના મેળવી તથા અનેક રાજકુંવરીઓને પરણીને પૂર્વ પુણ્યના ઉદયે ભૌતિક સુખને પામ્યા. Page #159 -------------------------------------------------------------------------- ________________ (૨૮) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૩ ૫ હવે કંડપુરી નામના ઉદ્યાનમાં કેવળીમુનિને દેશના આપતા જોઈ તેમના દર્શન કરીને ખૂબ આનંદિત થયા. તેથી ભગવંતની ભાવપૂર્વક અપરાજિત કુંવર નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ૪૩ણા “વિદેશ-વાસ ફળ્યો, પ્રભુ, તુમ દર્શનાનંદે ભલો, ભવ સફળ આપ સમાગમે, મુજ એક અરજી સાંભળોઃ હું ભવ્ય છું કે ભવ્ય નથ? મિથ્યામતિ કે સમકિતી?” તો કેવળી કહે: “ભવ્ય છો, સમકિત ને બહુ ભવ નથી. ૪૪ અર્થ - હે પ્રભુ! મારો આ વિદેશમાં વાસ આજે આપના દર્શનનો લાભ મળતા ફળવાન થઈ ગયો તથા આપના સમાગમે મારો આ મનુષ્યભવ પણ સફળ થયો. હવે હે પ્રભુ! મારી એક અરજી સાંભળો કે હું ભવ્ય છું કે અભવ્ય છું? મિથ્યાત્વી છું કે સમકિતી છું. ત્યારે કેવળી પ્રભુએ જવાબમાં કહ્યું કે તમે ભવ્ય છો અને સમકિતી છો તથા મોક્ષનગરે જવામાં હવે તમને બહુ ભવ પણ બાકી નથી. II૪૪ ભવ પાંચમે બાવીસમો અરિહંત ભરતે તું થશે, તુજ મિત્ર આ ગણઘર થશે;” સુણી બેઉનાં ઉર ઉલ્લશે. તે નિકટના નગરે ગયા, જ્યાં સ્વયંવર રચના હતી, ત્યાં રત્નપતીનો જીવ જાણો નૃપસુતા પ્રીતિમતી. ૪૫ અર્થ - અપરાજીતને ઉદ્દેશી કેવળી ભગવંતે કહ્યું કે આજથી પાંચમે ભવે તું ભરતક્ષેત્રમાં બાવીસમો અરિહંત થઈશ અને આ તારો મિત્ર વિમળબોઘ તે ગણધર પદવીને પામશે. એમ સાંભળી બેઉના હૃદય ખૂબ ઉલ્લાસભાવને પામ્યા. હવે ત્યાંથી પાસે રહેલ નગરમાં જ્યાં સ્વયંવરની રચના થઈ હતી ત્યાં બેઉ જણ ગયા. પૂર્વભવમાં રનવતીનો જીવ જે સ્વર્ગમાંથી ઍવી રાજા જિતશત્રુની પુત્રી પ્રીતીમતિ નામે થયો હતો, તેનો જ આ સ્વયંવર હતો. ૪પા. તેણે પ્રતિજ્ઞા એ કરી છે : “વર વરું જીંતનાર જે; નહિ તો કુમારી હું રહું, કદી ના ચહું ભરતારને.” વરવા ઘણા સુકુમાર વિદ્યાવંત આવ્યા હોંસથી, પણ કુંવરીના પ્રશ્નનો ઉત્તર હજી મળતો નથી. ૪૬ અર્થ :- પ્રીતીમતિએ એવી પ્રતિજ્ઞા કરી કે મને જે જીતે તેને જ હું વરુ; નહીં તો જીવનભર કુમારી જ રહીશ, કદી ભરતારને ઇચ્છીશ નહીં. ત્યાં સ્વયંવરમાં ઘણા વિદ્યાવંત સુકુમારો હોંસથી તેને વરવા માટે આવ્યા પણ કુંવરીએ પૂછેલ પ્રશ્નનો ઉત્તર હજુ સુધી કોઈ આપી શક્યું નહીં ૪૬. અપરાજિત ઊઠીને હવે દે ઉત્તરો સૌ સહજમાં : પ્રશ્નોત્તરો સાથે કહ્યું, લ્યો એક શબ્દ સમજમાં; કર ઉપર “રક્ષા” બાંધતા તો બાળને મન ભાવતી, યોગી-શરીરે શોભતી “રક્ષા” વિરાગ બતાવતી.”૪૭ અર્થ :- અપરાજિત કુંવર જે ભગવાન નેમિનાથનો જીવ છે તે ઊઠીને સહજમાં સર્વના ઉત્તરો આપવા લાગ્યો. વળી કહ્યું કે સર્વ પ્રશ્નના ઉત્તરો એક શબ્દમાં સાથે કહું છું તે તમો સમજમાં લો. હાથ ઉપર “રક્ષા' એટલે રાખડી બાંઘતા તે બાળકને મન ભાવે છે અર્થાત ગમે છે અને “રક્ષા”નો Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બીજો અર્થ રખ્યા અર્થાત્ રાખોડી થાય છે. તે યોગીપુરુષના શરીરે શોભા પામે છે તે તેમનો સંસારથી વિરક્તભાવ બતાવે છે. ૪૭થી ફર્ટી કુંવરી પૂછે વળી: “ચાલે નહીં, પ્રિય નારીને, યમુના નદી સમ શું? કહો ક્યાં? એક શબ્દ વિચારને.” કચવર', કહે કુંવર, “સુણો, તમ શિર પર શોભે અતિ.” સુણ કુંવરી પ્રીતિમતી વરમાળ ઝટ આરોપતી. ૪૮ અર્થ - ફરી કુંવરીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જે નારીને પ્રિય છે અને જેના વિના તેને ચાલે નહીં તે શું? વળી યમુના નદી સમાન શું છે? તથા તે ક્યાં રહે છે? તેનો ઉત્તર વિચારીને એક જ શબ્દમાં કહો. અપરાજીત કુંવરે એક જ શબ્દમાં જવાબ આપ્યો કે “કચવર.' કચવર એટલે માથાનો કેશપાશ અથવા ચોટલો. જે સ્ત્રીઓને પ્રિય છે. જેના વિના સ્ત્રીને ચાલે નહીં, તથા જે કેશપાશ કે ચોટલાનો વળાંક યમુનાનદી જેવો છે, તેમજ જે તમારા શિર ઉપર જ શોભી રહ્યો છે. આવો બરાબર ઉત્તર સાંભળીને કુંવરી પ્રીતીમતિએ અપરાજીત કુંવરના ગળામાં શીધ્ર વરમાળા આરોપી દીધી. ૪૮ના પરણ્યા પછી નિજ દેશ જાતાં સ્વજન સૌ રાજી થયાં, ને રાજ્ય અપરાજિતને દઈ તાત ત્યાગી થઈ ગયા; પટરાણીપદ કે પ્રીતિમતીને વિમલને મંત્રી કર્યો, સર્વે પ્રજા સુખી થવાથી યશ અતિ નૃપતિ વર્યો. ૪૯ અર્થ :- બન્ને પરણ્યા પછી પોતાના સ્વદેશ જતાં સૌ સ્વજન રાજી થયા તથા રાજ્ય અપરાજીત કુંવરને આપી દઈ પિતા શ્રી શ્રી રાજા દીક્ષા લઈને ત્યાગી થયા. હવે અપરાજિત રાજાએ પ્રીતિમતીને પટરાણીનું પદ આપ્યું તથા વિમલબોઘને મંત્રી પદે સ્થાપ્યો. સર્વ પ્રજાજનો સુખી થવાથી રાજાને ઘણો જશ પ્રાપ્ત થયો. I૪૯ાા નૃપ એકદા રસ્તે Èછે : “આ કોણ દેવ સમો સુખી?” મંત્રી કહે છે : “દેવ સમ એ વણિક-જનમાં છે મુખી.” બીજે દિને ત્યાંથી જતાં કકળાટ સુણી પૂછે ફરી, મંત્રી કહે : “એ કાલવાળો વણિક આજ ગયો મરી.” ૫૦. અર્થ – અનંગદેવનું દૃષ્ટાંત - એકવાર રાજા ઉદ્યાનમાં જતાં દ્રશ્ય જોઈને પૂછવા લાગ્યો કે આ દેવ સમાન કોણ સુખી જણાય છે?” ત્યારે મંત્રી કહેવા લાગ્યો કે આ તો આપણા નગરમાં સમુદ્રપાળ નામના ઘનાઢ્ય વ્યાપારીનો અનંગદેવ નામનો પુત્ર છે. તે અહીં પોતાની રમણીય સ્ત્રીઓ સહિત ક્રીડા કરે છે અને યાચકોને દાન આપે છે. તે સાંભળી અહો! મારા નગરમાં વ્યાપારી પણ આવા ઘનાઢ્ય અને ઉદાર છે તેથી હું ઘન્ય છું. એમ વિચારતો વિચારતો તે ઘેર આવ્યો. બીજે જ દિવસે નનામી ઉપાડીને જતા પુરુષોને તથા પાછળ છાતી ફાટ વિલાપ કરતી સ્ત્રીઓને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ શું છે? ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ ! ગઈ કાલે ક્રીડા કરતો જોયેલ વ્યાપારીનો પુત્ર અનંગદેવ તે આજે મરી ગયો છે. તેથી આ છાતી ફાટ વિલાપ થાય છે. પિતા Page #161 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૧ ૩૩૭ ત્યાં રાય વૈરાગ્યે વદે : “રે! આમ સૌને ચાલવું માથે મરણ નૃપ-રાંકને નિરાંતથી શું હાલવું? ઉપચાર બીજા સૌ જૂઠા, નહિ જન્મ-મરણો તે હરે, સઘર્મ માત્ર ઉપાસતાં જીંવ, શિવપદ સહજે વરે.”૫૧ અર્થ - ત્યાં તો રાજા વૈરાગ્ય પામી બોલવા લાગ્યા કે –અરે! આમ આપણા બધાને એક દિવસ બધું મૂકીને ચાલ્યા જવાનું છે. રાજા હો કે રંક હો, સહુને માથે આ મરણ તાકીને જ ઊભું છે, ત્યાં નિરાંતથી ભોગોમાં શું હાલવું અર્થાત્ શું આનંદ માનવો. સુખ પ્રાપ્ત કરવાના બીજા બધાં ઉપાયો જૂઠા છે. તે જન્મજરામરણના દુઃખને નિવારવા સમર્થ નથી. માત્ર એક સઘર્મ જ શરણરૂપ છે કે જેની ઉપાસના કરતાં જીવ મોક્ષપદને સહેજે પામે છે. ૫૧| વળી કુડપુરથી કેવળી મુનિ સિંહપુર આવ્યા સુણી, યુવરાજને દઈ રાજ્ય નૃપ આદિ ઘરે દીક્ષા ગુણી. પછી આરણે સુર ઊપજે ચારિત્ર પાળી નિર્મળું, ને દેવભવ પૂરો કરી તે ભરત શોભાવે ભલું. પર અર્થ :- કુડપુરમાં રહેલ કેવળી ભગવંતને સિંહપુરમાં આવ્યા જાણી અપરાજીત રાજાએ પોતાની પટરાણી પ્રીતિમતિથી ઉત્પન્ન થયેલ પા નામના યુવરાજ પુત્રને રાજ્ય આપી પોતે દીક્ષા ગ્રહણ કરી. સાથે પ્રીતિમતિ તથા પૂર્વભવના ભાઈ જે અહીં સૂર અને સોમરૂપે અવતર્યા હતા તેણે તથા વિમળબોઘ મંત્રીએ પણ ભગવતી દીક્ષાને અંગીકાર કરી. બઘાએ તપસ્યા કરી નિર્મળ ચારિત્ર પાળીને આરણ નામના અગ્યારમાં દેવલોકમાં પરસ્પર પ્રીતિવાળા ઇન્દ્રના સામાનિક દેવતા થયા. પછી દેવલોકનું આયુષ્ય પૂરું થયે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં જન્મી તેને શોભાવવા લાગ્યા. //પરા (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ - ૨ (હરિગીત) વળ હસ્તિનાપુરે શ્રીષેણ નૃપાળ-કુળ અવતરે, | ઘરી નામ શંખકુમાર અપરાજિત-જીંવ જન-મન હરે, તે મંત્ર-પુત્ર મતિપ્રભ સહ ભર્ણ ગણી સુખ ભોગવે; શત્રુ-ઉપદ્રવ ટાળવા શૂર શંખ નૃપને વીનવે. ૧ અર્થ :- જંબદ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામનું નગર છે. તેમના કુળમાં અગ્યારમા દેવલોકથી ચ્યવીને પૂર્વભવનો અપરાજિત નામનો જીવ અવતર્યો. તેનું અહીં શંખકુમાર નામ રાખવામાં આવ્યું. તે લોકોના મનને હરણ કરનાર થયો. તથા પૂર્વભવમાં વિમળબોઘ મંત્રીનો જીવ પણ અગ્યારમાં દેવલોકથી Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ચ્યવીને અહીં મંત્રીપુત્ર મતિપ્રભ નામે થયો. બેઉ જણા સાથે અભ્યાસ કરવા લાગ્યા. તથા સાથે જ સુખે ક્રિીડા કરતા બેઉ જણ યૌવન અવસ્થાને પામ્યા.. એક વખતે પ્રજાજનોએ આવીને રાજા શ્રીષેણને કહ્યું કે પર્વત ઉપરના દુર્ગ એટલે કિલ્લામાં એક સમરકેતુ નામનો પલ્લીપતી રહે છે. જે નિઃશંકપણે અમને લૂંટે છે. માટે હે મહારાજ તેનાથી અમારી રક્ષા કરો. તે સમયે શૂરવીર એવો શંખકુમાર આ શત્રુના ઉપદ્રવને ટાળવા માટે પોતાના પિતા રાજા શ્રીષણને વિનયપૂર્વક કહેવા લાગ્યો કે મહારાજ! મને આજ્ઞા આપો તો હું તેને બાંધીને આપની સમક્ષ લાવું. રાજાએ આજ્ઞા આપતાં સૈન્યસહિત તે કુમાર કાર્ય કરવા માટે રવાના થયો. ૧|| સુણ સમરકેતું તે, કરી દુર્ગ ખાલી ક્રૂર ગયો; તે કપટ સમજી, દુર્ગ કબજે રાખી, શંખ વને રહ્યો. જ્યાં સમરકેતું દુર્ગ ઘેરે કે કુમારે ઘેરિયો, બે સૈન્ય વચ્ચે પૂરીને કરી કેદ પાછો ચાલિયો. ૨ અર્થ :- શંખકુમારને આવતો જાણી ચાલાક એવો સમરકેતુ પલ્લીપતિ પોતાનો દુર્ગ ખાલી કરીને દૂર જઈ સંતાઈને તાકી રહ્યો. કુશાગ્ર બુદ્ધિવાળો શંખકુમાર પણ યુક્તિથી તેનું આ કપટ જાણીને એક સામંતને સારભૂત સૈન્ય સાથે દુર્ગમાં પ્રવેશ કરાવ્યો અને પોતે કેટલાક સૈનિકો સાથે વનના લતાગ્રહમાં સંતાઈને રહ્યો. હવે છળ કરનાર પલ્લીપતિ સમરકેતુએ બહારથી કિલ્લાને જેવો ઘેરી લીઘો કે શંખકુમારે પણ સૈન્ય સહિત આવીને બહારથી તેને ઘેરી લીધો. કિલ્લાની અંદર રહેલી સેના તથા બહારની સેના વચ્ચે તે પુરાઈ ગયો. પછી તેને કેદ કરીને રાજા પાસે લઈ આવ્યો. હવે તે રાજાનો દાસ થઈને રહ્યો. તેમજ જેનું જેનું ઘન લૂંટ્યું હતું તે બધું તેના પાસેથી પાછું અપાવ્યું. /રા રાત્રે વને સૂતા હતા ત્યાં રુદન કુંવર સાંભળે, ઝટ ખગ લઈ તે શબ્દ અનુસાર ગયો, નિર્ભય બળે; રોતી વનિતા દેખીને કુંવર કહે: “છાનાં રહો,” ઉત્તમ પુરુષ જાણી કહે “હું ભાગ્યહીન ઘણી, અહો! ૩ અર્થ :- પલ્લીપતિને રાજા પાસે લઈ જતાં રાત્રે માર્ગમાં પડાવ નાખ્યો. ત્યાં અર્ધ રાત્રિએ કુમાર વનમાં સૂતા હતા. ત્યાં કરુણ રુદનનો સ્વર તેના સાંભળવામાં આવ્યો. તેથી તુરંત હાથમાં ખડ્ઝ એટલે તરવાર લઈને શબ્દ અનુસાર નિર્ભયપણે તે ચાલ્યો. ત્યાં આધેડ વયની સ્ત્રીને રોતી જોઈને કુંવર કહેવા લાગ્યો કે છાના રહો અને દુઃખનું કારણ શું છે તે કહો. કુમારની ઉત્તમ આકૃતિ અને વાણીથી તેને ઉત્તમ પુરુષ જાણીને તે સ્ત્રી સર્વ હકીકત કહેવા લાગી કે અહો! “હું ઘણી ભાગ્યહીન છું.” ગાયા ચંપાપુરીમાં જિતઅરિ ગૃપની સુતા જસમર્તી ભલી, યૌવનવયે ગુણ-કીર્તિ શંખકુમારની બહુ સાંભળી, પતિ માની પૂજે પ્રગટ, તેથી જિતઅરિ સંમત થઈ, શ્રીષેણ નૃપને લગ્નસંબંઘી કહાવે ભેટ દઈ. ૪ અર્થ - અંગદેશના ચંપાપુરીમાં જિતઅરિ નામે રાજા છે. તેને ભલી એવી જસમતી નામની પુત્રી છે. તેણે યૌવનવયમાં શ્રીષેણ રાજાના પુત્ર શંખકુમારના ઘણા ગુણ અને કીર્તિને સાંભળતા તેને જ પતિ Page #163 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૩૯ માનીને તે પ્રગટપણે પૂજતી હતી. પિતા જિતઅરિએ પણ તે સ્નેહ યથાસ્થાને છે એમ જાણી સંમત થઈને શ્રીષેણ રાજા પાસે ભેટ સાથે પોતાના દૂતને મોકલીને લગ્નસંબંધી કહેવડાવ્યું છે. II૪. મણિશિખર વિદ્યાઘર હરે વિદ્યા વડે જ્યાં જસમતી, વિલાપ કરતી કુંવરીને વળગી હું બળથી અતિ, તે દુષ્ટ મુજને નાખી વનમાં, લઈ ગયો મુજ જસમતી, તેથી રડું હું ઘાયમાતા, દુઃખનો આરો નથી.”પ અર્થ - તેટલામાં વિદ્યાઘરપતિ મણિશિખર પોતાની વિદ્યાના બળે તે જસમતીને હરી જવા લાગ્યો. તે વખતે વિલાપ કરતી કુંવરીને હું અત્યંત બળથી વળગી પડી. પણ તે દુષ્ટ મને આ વનમાં નાખી દઈ મારી જસમતીને તે લઈ ગયો. હું ઘાયમાતા છું તેથી રડું છું કે મારા વિના તે કેવી રીતે જીવશે? માટે મારા દુ:ખનો હવે કોઈ આરો નથી. પા. કુંવર કહે : “માતા, કરીને શોઘ લાવું જસમતી, ત્યાં લગી રહો સ્થિરતા કરી આ સ્થાનકે હે!ભગવતી.” વનમાં નિશા વીતી ગઈ, ગિરિશિખર પર જઈ શોઘતો, નજરે ચઢે ત્યાં મણિશિખર જસમતી સતીને વીનવતો. ૬ અર્થ :- ઉપર પ્રમાણે હકીકત સાંભળીને શંખકુમાર હવે કહેવા લાગ્યો કે માતા! શાંત થાઓ, હું જસમતીને ગમે ત્યાંથી શોઘ કરીને લઈ આવું ત્યાં સુધી તમે આ સ્થાનમાં સ્થિરતા કરીને રહો. આમ રાત્રિ જંગલમાં જ વ્યતીત થઈ ગઈ. સવારે ગિરિના શિખર ઉપર જઈ શોઘ કરતાં એક ગુફાની અંદર મણિશિખર નજરે ચઢ્યો કે જે જસમતી સતીને વિવાહ કરવા માટે વીનવતો હતો. ફા દ્રઢતા ભરેલાં નેત્રથી આંસું વહે, જસમતી કહે : “પરભવ વિષે પણ શંખકુંવર વગર ના મન આ ચહે.” તે દુષ્ટ સાથે ખઞ-યુદ્ધ ખેલતાં ચતુરાઈથી મણિશિખર ખગ રહિત કરતો, બે લડે બાહુવતી. ૭ અર્થ :- દ્રઢતા ભરેલા નેત્રથી આંસુ વહેતા જસમતી તે સમયે કહેતી હતી કે પરભવમાં પણ શંખકુમાર વિના બીજા ભર્તારને મારું મન કદી ઇચ્છશે નહીં. આ દ્રશ્ય જોઈ શંખકુમાર બોલ્યો કે અરે પરનારીનું હરણ કરનાર પાપી! ઊભો થા આ તરવાર વડે તારું શિર હરી લઉં. એમ ચતુરાઈથી તરવાર વડે યુદ્ધ ખેલતાં મણિશિખર તરવાર રહિત થઈ ગયો. પછી બેઉ જણા બાહુબળ એટલે ભુજાના બળથી લડવા લાગ્યા. |ી. તે મલ્લવિદ્યામાં ન ફાવ્યો, વળી લડે વિદ્યાવડે નભથી શિલા વરસાવતો નહિ શંખ-શિર પુણ્ય પડે. મણિશિખર શરણે આવિયો, યાચી ક્ષમા સાથી થયો; સિદ્ધાયતન જઈ જિન પૂંજી ચંપાપુરીમાં લઈ ગયો. ૮ અર્થ :- મણિશિખર મલ્લવિદ્યામાં પણ ફાવ્યો નહીં. તેથી હવે વિદ્યાના બળે આકાશમાંથી પત્થરની શિલા વરસાવવા લાગ્યો. તો પણ શંખકુમારના શિર ઉપર પુણ્યના પ્રભાવે તે પડે નહીં. અંતે હારીને Page #164 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મણિશિખર શંખકુમારના શરણે આવ્યો અને ક્ષમા યાચીને મિત્ર બની ગયો. પછી પોતાની સાથે વૈતાઢયગિરિ ઉપર આવેલ સિદ્ધાયતનમાં લઈ જઈ શાશ્વત જિનબિંબોની પૂજા કરાવીને જસમતીના પિતા જિતઅરિ રાજાની નગરી ચંપાપુરીએ લઈ ગયો. દા જસમર્તી સહિત ઘણી ખેચરી વર શંખકુંવર ત્યાં રહ્યો; પિતા શ્રીષેણે પત્રથી બોલાવતાં નિજપુર ગયો. તે ભુક્તભોગી રાય શંખકુમારને નિજ ગાદ , ગુણઘર મુનિ ગુરુની કને શ્રીષેણ દીક્ષા-ભાર લે. ૯ અર્થ :- ત્યાં શંખકુમાર પ્રથમ જસમતી સાથે લગ્ન કરી પછી ઘણી ખેચરી એટલે વિદ્યાઘરોની કન્યાઓને પણ પરણી ત્યાં રહ્યો. પછી પિતા શ્રીષેણનો પત્ર આવતાં તે પોતાના નગર હસ્તિનાપુરમાં ગયો. પિતા શ્રીષેણ મુક્તભોગી થઈ હવે પોતાના પુત્ર શંખકુમારને પોતાની રાજગાદી આપી પોતે ગુણધર નામના ગુરુ ભગવંત પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. લા. પ્રગટાવ કેવળજ્ઞાન તો શ્રીષેણ જગજન બોઘતા, જ્યાં હસ્તિનાપુર આવિયાં નરનારી-ચિત્ત પ્રમોદતા. સુણ દેશના કે શંખનૃપ, જસમર્તી અતિપ્રભ આદિ લે દીક્ષા, પછી ભણી શાસ્ત્ર, તપ સર્વે કરે પૂરા બળે. ૧૦ અર્થ :- પુરુષાર્થવડે કેવળજ્ઞાન પ્રગટાવી જગતના જીવોને બોઘ આપતા શ્રીષેણ મુનિ પોતાની નગરી હસ્તિનાપુરમાં પઘાર્યા. જેથી નરનારીઓના મનને ઘણો જ આનંદ થયો. કેવળી ભગવંતની દેશના સાંભળીને રાજા શંખકુમાર, જસમતી, મંત્રી મતિપ્રભ તથા પૂર્વભવના ભાઈ સૂર અને સોમ કે અહીં પણ યશોઘર અને ગુણઘર નામે ભાઈરૂપે હતા તેમણે પણ સાથે દીક્ષા લીધી. પછી અનુક્રમે શાસ્ત્ર ભણી શંખમુનિ ગીતાર્થ થયા તથા સર્વે મુનિઓ મહાકઠીન તપને પૂરા બળપૂર્વક તપવા લાગ્યા. ૧૦ તે શંખમુનિ વળી તીર્થપતિપદ-કારણો આરાઘતા, શુભ પ્રકૃતિ તીર્થકર મનોહર શુભભાવે બાંઘતા; આયુષ્ય થોડું જાણીને તે અંત અનશન આદરે, પાદોપગમના વિધિએ તરુ જેવી તે સ્થિરતા ઘરે. ૧૧ અર્થ:- શંખમુનિ વળી અર્થભક્તિ વગેરે તીર્થંકરપદ પ્રાપ્તિના શુભ સ્થાનકોની આરાધના કરતા મનોહર એવું તીર્થકર નામકર્મ બાંધ્યું. હવે આયુષ્ય થોડું બાકી રહ્યું જાણીને અંતમાં પાદોપગમન નામના અનશનને વિધિપૂર્વક આદરી વૃક્ષ જેવી અડોલ સ્થિરતાને ઘારણ કરી ધ્યાનમાં ઊભા રહ્યાં. ૧૧ાા અંતે સમાધિમરણ કરી ઊપજે જયંત વિમાનમાં, તેત્રીસ સાગર સુઘી રહે અહમિન્દ્ર-સુખના તાનમાં; બની દેવ જસમતી આદિ જીવો તે જ વિમાને વસે, વ્રત-તપ-ત-ફળ રૂપ વૈભવ-સુખમાં સૌ વિલસે. ૧૨ અર્થ :- અંતમાં સમાધિમરણને સાથી પાંચ અનુત્તર વિમાનમાંના જયંત વિમાનમાં ઉત્પન્ન થયા. Page #165 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૧ ત્યાં તેત્રીસ સાગરોપમ સુથી અહમિંદ્રસુખના તાનમાં મગ્ન રહ્યા. જસમતી, મતિપ્રભ વગેરે જીવો પણ દેવ બનીને તે જ વિમાનમાં વાસ કરીને રહ્યા. વ્રત, તપરૂપી વૃક્ષના ફળરૂપ સૌ આ વૈભવસુખના વિલાસને પામ્યા. ||૧૨ા. હરિવંશમાં યાદવ સમુદ્રવિજય ગણાતો નૃપ ભલો, વસુદેવ આદિ બાંઘવો દશ, પુણ્યપુરુષો સાંભળો; રાણી શિવાદેવી મનોહર, મતિ પતિવ્રતમાં અતિ, તે સ્વપ્ન સોળે દેખી રાત્રે, હરખ પતિ પાસે જતી. ૧૩ અર્થ :- હરિવંશમાં યાદવ સમુદ્રવિજય નામનો રાજા ઘણો ભલો ગણાતો હતો. તેમને વસુદેવ જે શ્રી કૃષ્ણના પિતા છે તે મળીને કુલ દસ ભાઈઓ હતા. તે બઘા પુણ્યશાળી પુરુષો હતા. તે સમુદ્રવિજયને મનોહર એવી શિવાદેવી રાણી હતી. તે સતીની મતિ પતિવ્રતમાં અતિ હતી. તે રાત્રે સોળ સ્વપ્નોને દેખવાથી હર્ષ પામીને પતિ પાસે ગઈ. ૧૩ાા તે સ્વપ્ન કહીં ફળ સુણવા દેખે પ્રૌતિથી પતિ પ્રતિ, રાજા કહે : “ષ માસથી રત્નો તણી વૃષ્ટિ થતી; વળી દિકકુમારી દેવીઓ સેવી રહી બહુ ભાવથી, તો સ્વપ્ન સૌ તે સૂચવે તુજ પુત્ર થાશે જગપતિ. ૧૪ અર્થ - રાજાને તે સ્વપ્નો કહી તેનું ફળ સાંભળવા માટે પ્રેમપૂર્વક પતિની સામે જોવા લાગી. ત્યારે રાજા કહે કે છ મહિનાથી આપણા આંગણામાં રત્નોની વૃષ્ટિ થઈ રહી છે તથા દિગુકુમારી દેવીઓ પણ બહ ભાવથી સેવા કરી રહી છે. તેમજ સર્વ સ્વપ્નો પણ આવું સૂચવે છે જેથી તમારો પુત્ર ત્રણ જગતનો નાથ થશે. ૧૪ રૈલોક્યગુરુ તુજ બાળ બનશે, ઘન્ય! તીર્થકર થશે.” સુણી રાણી હર્ષે ઊછળે જાણે પ્રભુ ખોળે વસે. કાર્તિક સુદિ છઠને દિને શુભ ગર્ભ-કલ્યાણક થતાં, બહુ દેવ દેવી ઊજવી હર્ષે મહોત્સવ સહુ જતાં. ૧૫ અર્થ – તમારો પુત્ર ત્રણ લોકના આરાધક જીવોનો ગુરુ બનશે, તથા ઘન્ય છે જીવન જેનું એવા તીર્થંકરપદને પામશે. જે અનેક જીવોને તારીને મોક્ષે જશે. આ વાત સાંભળીને રાણી ખૂબ હર્ષાયમાન થયા અને વિચારવા લાગ્યા કે અહો! ત્રણ લોકના નાથ મારા ખોળામાં વસે છે. કાર્તિક સુદ છઠના શુભ દિવસે પ્રભુનું ગર્ભકલ્યાણક થતાં ઘણા દેવ દેવીઓએ આવી તે દિવસને મહોત્સવરૂપે ઊજવી, સર્વ પોતપોતાના સ્થાને ગયા. ૧૫ા શ્રાવણ-સુદિ શુભ પાંચમે પ્રભુ નેમિ નરવર જનમિયા, ઇંદ્રાદિ સુરગણ ભક્તિભાવે પ્રભુસહિત મેરું ગયા. જન્માભિષેક મહોત્સવે બહુ સુર સમકિત પામિયા, ઇંદ્રાદિને પણ પૂજ્ય તેના ભક્ત ભક્તિથી થયા. ૧૬ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ અર્થ - શ્રાવણ સુદી પાંચમના દિવસે નરોમાં શ્રેષ્ઠ એવા પ્રભુ નેમિનાથનો જન્મ થયો. ઇન્દ્રાદિ દેવના સમૂહો ભક્તિભાવ સહિત પ્રભુને લઈ મેરુશિખર ઉપર ગયા. ત્યાં જન્માભિષેક મહોત્સવ નિમિત્તે ઘણા દેવો સમ્યગ્દર્શનને પામ્યા. ભગવાન નેમિનાથને ઇન્દ્ર આદિ દેવો પણ પૂજે છે એમ જાણી તથા તેમની ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ જોઈને બીજા દેવો પણ ભગવાનના ભક્ત બની ગયા. ૧૬ાા સુર-ભવ પૅરો કર શંખ મુનિનો જીવ નવમા ભવ વિષે, શુભનામ નેમિસ્વામી ઘારી શૌરિપુરીમાં વસે; વસુદેવ કાકાને હતા બે દીકરા પ્રખ્યાત જે બળરામ ને શ્રી કૃષ્ણ નામે, દ્વારિકાના નાથ તે. ૧૭ અર્થ - પાંચ અનુત્તરમાંના જયંત વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી શંખમુનિનો જીવ હવે નવમા ભવમાં નેમિનાથ એવું શુભનામ ઘારણ કરીને શૌરિપુરીમાં રહેવા લાગ્યા. નેમિનાથ પ્રભુના કાકા વસુદેવને બે પ્રખ્યાત દીકરા હતા. એક બળરામ અને બીજા શ્રી કૃષ્ણ. જે દ્વારિકા નગરીના રાજા છે. |૧ળા શ્રી નેમિનિને દ્વારિકામાં રાખી સેવા સૌ કરે, યૌવન વયે પ્રભુ સહજ ફૂપ ને બળ અતુલ્ય તને ઘરે; ત્યાં એકદા યાદવ-સભામાં ચાલી ચર્ચા બળ તણી, શ્રી કૃષ્ણને સર્વોપરી લોકો ઠરાવે, તે સુણી- ૧૮ અર્થ - શ્રી નેમિનાથને દ્વારિકા નગરીમાં રાખી સૌ તેમની સેવા કરવા લાગ્યા. પ્રભુ યૌવનવય પામતા સહજે સ્વરૂપવાન થયા અને જેના બળની તુલના કોઈની સાથે કરી ન શકાય એવા અતુલ્ય શરીરબળના ઘારી થયા. એકદા યાદવસભામાં બળની ચર્ચા ચાલી કે હાલમાં કોણ વિશેષ બળવાન છે. ત્યારે લોકો કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણ મહારાજ બળમાં સર્વોપરી છે. તે વાત નેમિનાથે સાંભળી. ||૧૮ના શ્રી નેમિ પોતે કૃષ્ણને નિજ આંગળી વાળી કહે : “સીથી કરો તો સર્વસમ્મત વાત ચાલી તે રહે.” શ્રી કૃષ્ણ બળ કરી ખેંચતા પણ આંગળી વળી ના જરી, બે હાથથી લટક્યા હરિ કે આંગળી ઊંચી કરી. ૧૯ અર્થ - શ્રી નેમિનાથે પોતાની આંગળી વાળીને કૃષ્ણને કહ્યું કે આ આંગળી સીદી કરો તો લોકોમાં સર્વ સમ્મત તમારા બળની વાત ચાલી છે તે યથાર્થ ગણાય. શ્રી કૃષ્ણ બળ કરી તે આંગળીને સીદી કરવા ખૂબ ખેંચી પણ તે જરાય સીધી થઈ નહીં. પછી બે હાથથી તે આંગળીને પકડી હરિ એટલે શ્રી કૃષ્ણ તેને લટકી ગયા કે શ્રી નેમિનાથે પોતાની આંગળીને ઊંચી કરી. ૧૯ાા વાનર સમા વૃક્ષ, હરિ ત્યાં હીંચકા શું ખાય છે! તે જોઈ સર્વે નેમિજિનના બળવડે હરખાય છે. ગિરનાર પર જળ-કેલિ કરવા એક-દિન યાદવ ગયા, નિષ્કામ ક્રીડા નેમિજિનની નીરખી સૌ હર્ષિત થયાં. ૨૦ અર્થ - વૃક્ષની ડાળે લટકીને જેમ વાંદરા હીંચકા ખાય છે તેમ હરિ એટલે શ્રી કૃષ્ણ પણ દેખાવા Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૈાિકુથારનું અનુપમબળા શ્રી નેમિકુમારની આંગળીએ લટકતા શ્રીકૃષ્ણ વાસુદેવ 3 % આ જ છે નાગશપ્યા ઉપર સુઈને શંખ વગાડતા શ્રી નેમિકુમાર Page #168 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૩ લાગ્યા. તે જોઈને સર્વે લોકો નેમિનાથના બળ વડે હર્ષિત થયા. ગિરનાર ઉપર જળક્રીડા કરવા એક દિવસ યાદવો ગયા. ત્યાં નિષ્કામ ભાવથી કરેલી શ્રી નેમિનાથની ક્રીડા જોઈને સર્વે રાજી થયા. ૨૦ાા નિજ ઘોતિયું ઘોવા પ્રભુ જાંબુવતીને સુચવે, કે તે કહે ગર્વે ભરી “મુજ પતિ ફણી-શયા સ્વે; વળી પંચમુખ શંખે ધ્વનિ ઘનગર્જના સમ જે કરે, જે શાર્ગ નામ ઘનુષ્ય દેવી એક હાથે ઉદ્ધરે, ૨૧ અર્થ :- શ્રી નેમિનાથે સ્નાન કર્યા પછી પોતાનું ધોતિયું ધોવા માટે શ્રી કૃષ્ણની સ્ત્રી જાંબુવતીને સૂચન કર્યું. તે સાંભળી ગર્વથી બોલી કે મારા પતિ શ્રી કૃષ્ણ નાગની શય્યા ઉપર સૂવે છે અને વળી પાંચ મુખવાળા શંખથી વાદળા જેવી ઘોર ગર્જનાનો ધ્વનિ પ્રસરાવી દે છે, તેમજ જે શાહુર્ગ નામના દૈવી ઘનુષ્યને એક હાથે ઉપાડી લે એવા છે, તે તમે જાણો છો. ૨૧ તોપણ કદી નથી તેમણે આજ્ઞા કરી આવી મને; દિયેર થઈ મુજને કહ્યું તે છાજતું નથી આપને.” ભગવાન કહે: “તારો પતિ અદ્ભુત પુરુષાર્થી લવે, આણી દયા, ના અન્ય નિજ બલ જ્યાં સુધી કેં દાખવે.” ૨૨ અર્થ - તો પણ મારા પતિ શ્રી કૃષ્ણ આવી આજ્ઞા ઘોતીયું ઘોવા જેવી મને કદી કરી નથી, અને તમે દિયર થઈને મને ઘોતીયું ઘોવા કહ્યું તે આપને છાજતું નથી. જવાબમાં શ્રી નેમિનાથે કહ્યું કે તારો પતિ બળવાન અદ્ભુત પુરુષાર્થી કહેવાય છે પણ તે તો જ્યાં સુધી દયા લાવીને બીજા પોતાનું બળ કોઈ બતાવતા નથી ત્યાં સુધી જ સમજવું. રરા કહીં એમ પ્રાસાદે જઈ લઈ શંખ શસ્ત્રાગારથી, તે નાગ શય્યા પર સેંતા ને શંખ ફૂંક્યો નાકથી કે કૃષ્ણ આદિક ક્ષોભ પામી શસ્ત્ર-શાળામાં ગયા; તેવું પરાક્રમ નેમિનિનું જોઈ સૌ હર્ષિત થયા. ૨૩ અર્થ - એમ કહીને શ્રી નેમિનાથ, પ્રાસાદ એટલે મહેલમાં જઈ શસ્ત્રાગાર એટલે આયુઘશાળામાંથી શંખ લઈને નાગ-શપ્યા ઉપર સૂતા, અને તે શંખને મોંઢેથી નહીં પણ નાકથી જ ફંક્યો. તેનો અવાજ સાંભળીને શ્રી કૃષ્ણ આદિ ક્ષોભ પામી ગયા અને તુરન્ત શસ્ત્રશાળામાં આવ્યા. ત્યાં આ શંખ ફૂંકવાનું પરાક્રમ શ્રી નેમિનાથનું જ છે એમ જાણીને સૌ હર્ષ પામ્યા. ર૩યા શંકા કરે શ્રી કૃષ્ણ કે “એ રાજ્ય મારું પડાવી લે?” બળરામ મન-સાંત્વન કરેઃ “જિન જન્મત્યાગી માની લે.” “પણ ત્રઋષભદેવાદિ જિનેશ્વર રાજ્ય-ભોગ કરી ગયા-” બળરામ દે ઉત્તર: “પ્રભુ દીક્ષિત થશે અણ-પરણિયા.” ૨૪ અર્થ:- પણ શ્રી કૃષ્ણ શંકા કરવા લાગ્યા કે આ નેમિનાથ મારાથી વિશેષ બળવાન છે માટે મારું રાજ્ય પડાવી લેશે. ત્યારે શ્રી બળરામ તેમના મનને સાંત્વના આપે છે કે શ્રી નેમિનાથ એ તો રાગદ્વેષને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ જીતનાર જિન છે. તેથી જન્મથી જ તે ત્યાગી જેવા છે એમ તું માની લે. તેમને રાજ્ય કરવાની ઇચ્છા બિલકુલ છે નહીં. ત્યારે શ્રી કૃષ્ણ કહે કે શ્રી ઋષભદેવ આદિ જિનેશ્વરે પણ રાજ્યને ભોગવીને પછી દીક્ષા લીધી છે. ઉત્તરમાં બળરામ કહે કે આ જિનેશ્વર તો પરણ્યા વગર જ દીક્ષા લેશે. ૨૪ શ્રી કૃષ્ણ યાચે તોય કન્યા ઉગ્રસેનન રૃપવતી, જે જસમતીનો જીવ સુર થઈ પછી થયો રાજીમતી. પૂર્વભવના પ્રેમથી અતિ રાજીંમતી રાજી થઈ, વરને વરાવા જાન પણ તૈયારી તુર્ત કરી ગઈ. ૨૫ અર્થ :- તો પણ શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથને પરણાવવા માટે ઉગ્રસેન રાજાની રૂપવતી કન્યાની માગણી કરે છે. જે પૂર્વભવમાં જસમતીનો જીવ પાંચ અનુત્તર વિમાનમાંના જયંત વિમાનમાંથી ચ્યવીને હવે તે રાજીમતી નામે ઉગ્રસેનની પુત્રી રૂપે જન્મેલ છે. શ્રી નેમિનાથ સાથે લગ્નની વાત જાણીને પૂર્વભવના પ્રેમને કારણે રાજીમતિ અતિ આનંદ પામી. તથા શ્રી નેમિનાથને વર બનાવી વરાવા માટે જાનની તૈયારી પણ તુર્ત થઈ ગઈ. રિપના ઘેરી પબુંગણ માર્ગમાં બેઠા દીઠા રક્ષક-ગણો, તે દેખી પ્રભુ પૂછેઃ અરે!શો વાંક આ પશુઓ તણો?” ત્યાં વિનય કરી રક્ષક કહેઃ “યાદવ અભક્ષ્ય જમે નહીં; પણ જાનમાં ભીલરાજ આવ્યા, માંસભક્ષી તે સહી.” ૨૬ અર્થ :- જાન જાતાં રસ્તામાં પશુના સમૂહોને ઘેરીને તેના રક્ષકોને બેઠેલા દીઠા. તે જોઈને પ્રભુ પૂછવા લાગ્યા કે અરે ! આ પશુઓનો શો વાંક છે કે એને પકડીને લાવ્યા છો? ત્યાં વિનયપૂર્વક રક્ષકે જવાબ આપ્યો કે સાહેબ યાદવો તો અભક્ષ્ય ભોજન જમતા નથી પણ જાનમાં ભીલના રાજાઓ પણ આવ્યા છે, તે માંસભક્ષી છે. તેના ભોજન માટે આ પશુઓને આપ્યા છે. પારકા કેવળ કરુંણામૂર્તિ નેમિ-હૃદય થરથર કંપિયું, છોડાવી મૂકી સર્વ પશુ, મન ભવ-દુખોમાં પ્રેરિયું : “આશ્ચર્ય કે વિસ્તીર્ણ રાજ્યાદિ ચહે પ્રાણી છતાં, હિંસા કરી નિર્દોષ પશુની, દુર્ગતિ-પથ પર જતાં. ૨૭ અર્થ - કેવળ કરુણામૂર્તિ એવા શ્રી નેમિનાથ પ્રભુનું હૃદય આ સાંભળીને થરથર કંપી ઊઠ્યું અને તુરંત તે સર્વ પશુઓને છોડાવી મૂક્યા, અને પોતાનું મન હવે આવા તિર્યંચાદિ ચાર ગતિરૂપ સંસારના દુઃખો વિચારવામાં પ્રેરાઈ ગયું. ભગવાન ચિંતવવા લાગ્યા કે અહો! આશ્ચર્ય છે કે પોતાની પાસે રાજ્યાદિ સંપત્તિ હોવા છતાં પણ જીવ તેને વિસ્તારવા ઇચ્છે છે. વળી તે રાજ્યવૃદ્ધિ માટે ભીલ રાજાઓને પણ રંજિત કરવા નિર્દોષ પ્રાણીની હિંસા કરતાં પણ તેને વિચાર આવતો નથી અને તેમ કરી પોતાના આત્માને પણ દુર્ગતિના માર્ગ ઉપર ચઢાવી દે છે. રક્ષા વિષયો વિષે આસક્ત બનીને ભવ વિષે બહુ હું ભમ્યો, નરભવ મળ્યો તોયે ન તેથી છૂટીને ઑવ વિરમ્યો; Page #170 -------------------------------------------------------------------------- ________________ | નવ હિંઇદ્ધles GH II + TI F)rj FREE ( this Tweets//Arti t hat | With તUARNAARાદ, શ્રી નેમિકુમારના લગ્નની વરઘોડો Page #171 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪ ૫. બૅલ કેટલી મારી કહું? ઈન્દ્રાદિ પદ નહિ તૃપ્તિ દે, તો અલ્પ આયું, તુચ્છ સુખ આડે ન મોક્ષે ચિત્ત છે. ૨૮ અર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને આ સંસારમાં હું બહુ ભટક્યો. હવે મનુષ્ય ભવ મળ્યો તો પણ તેવા મલીન ભાવોને મૂકી દઈ જીવ વિરામ પામ્યો નહીં. મારી ભૂલ કેટલી થઈ છે તે હવે શું કહ્યું? ઇન્દ્રાદિની પદવી પ્રાપ્ત થઈ તોય હું તૃતિ પામ્યો નહીં, તો અલ્પ આયુષ્યમાં આવા તુચ્છ ઇન્દ્રિયોના સુખ મેળવવા આડે હું હજા મોક્ષ પ્રાપ્તિ માટે ચિત્ત આપતો નથી. એમ શ્રી નેમિનાથ વિચારવા લાગ્યા. ૨૮ાા પૂર્વે થયો વિદ્યાઘરોનો અધિપતિ, સુર-સુખ મળ્યાં, નરપતિ મહારાજા થયો, અહમિંદ્રના સુખ સૌ ટળ્યાં; સર્વોપરીપદ તીર્થપતિનું તે ય વિનાશી અહો! તો સ્વપ્ન સમ ઇંદ્રિય-સુખ, શાશ્વત રહે ક્યાંથી, કહો. ૨૯ અર્થ :- પૂર્વભવમાં હું વિદ્યાઘરોનો રાજા થયો, દેવતાઈ સુખ ભોગવ્યા. રાજા મહારાજા થયો, પાંચ અનુત્તર વિમાનમાં અહમિંદ્રના સુખ પણ ભોગવ્યા અને તે પણ ચાલ્યા ગયા. હવે સર્વથી શ્રેષ્ઠ એવા તીર્થકર પદની પ્રાપ્તિ થઈ છે, તે પદ પણ વિનાશી છે; આયુષ્ય પૂરું થયે ચાલ્યું જવાનું છે, તો પછી સ્વપ્ન સમાન આ ઇન્દ્રિયસુખો ક્યાંથી શાશ્વત રહેશે, એમ વિચારવા લાગ્યા. ૨૯ ઔષઘરૃપે સંસાર-સુખ ભવ-માર્ગમાં જિન સેવતા, ગંદી દવા શાને રહું? હું તો નીરોગી છું છતાં. છે આત્મહિત જેમાં સ્વ-પરનું તે વિવાહ જ આદરું, તર્જી આત્મઘાતી આ વિવાહ હવે મહાવ્રત હું ઘરું.” ૩૦ અર્થ - નિકાચિત કર્મનો ઉદય હોવાથી ઔષધરૂપે જિનેશ્વરો પણ સંસારમાં છે ત્યાં સુધી સંસારસુખ સેવન કરતા જણાય છે. પણ હું તો નિરોગી છું અર્થાત્ એવા કર્મરૂપ રોગનો મને ઉદય નથી તો હું શા માટે આ સંસારસુખરૂપ ગંદી દવાને ગ્રહણ કરું. જેમાં સ્વ કે પરનું આત્મહિત સમાયેલું છે તે સ્વરૂપ સાથે જ સંબંધ જોડું, તેમાં જ પ્રીતી કરું અને તેમાં જ રમણતા કરું. આત્માના ગુણોની ઘાત કરનાર અથવા રાગદ્વેષ કરાવનાર એવા આ લૌકિક વિવાહ પ્રસંગને ત્યાગી દઈ હવે હું પંચ મહાવ્રતને ઘારણ કરું. ૩૦ના વૈરાગ્યરંગે ઝીલતા ત્યાં દેવ લૌકાંતિક કળે, પ્રભુ-સમીપ આવી સ્તુતિ કરી, તપ-કાળ કહી પાછા વળે; ઇન્દ્રાદિ દેવો આવિયા નેમિ પ્રભુ પાછા વળ્યા, યાદવ બઘા સમજાવી થાક્યા, બોથી સૌને નીકળ્યા. ૩૧ અર્થ :- આમ ભગવાનનું મન વૈરાગ્યરંગમાં ઝીલતા, લોકાંતિક દેવો તે કળી ગયા. અને પ્રભુ પાસે આવી સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે ભગવંત!તપ કરવાનો સમય આવી ગયો છે. એમ કહી તે પાછા વળી ગયા. ભગવંત પણ તોરણથી રથ ફેરવીને પાછા વળ્યા. તથા દીક્ષા કલ્યાણક મહોત્સવનો સમય જાણી ઇન્દ્રાદિ દેવો પણ ત્યાં આવી ગયા. તે સમયે પ્રભુને લગ્ન કરવા માટે યાદવોએ ઘણા સમજાવ્યા પણ Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રાવધ-વિવેચન ભાગ-૧ ૩૪૬ અંતે થાક્યા. પ્રભુએ પણ બધાને બોધ આપી, સમજાવીને શાંત કરી દીક્ષા લેવા માટે નીકળી પડ્યા. ।।૩૧|| પછી દેવસેના સહ પ્રભુ ગિરનાર પર પહોંચી ગયા, હરિ-હાથ ઝાલી, પાલખી તજી ના સાઘુ પ્રભુ થયા; મસ્તક-પરિગ્રહ દેશ સમજીને ઉપાડે વીર તે, શ્રાવણ સુદિ છઠ શુભ ગણો દીક્ષા-મહોત્સવ દિન તે. ૩૨ અર્થ :- પછી હજારો દેવોની સેના સાથે પ્રભુ ગિરનાર પર્વતના સહસ્રામ્રવનમાં પહોંચી ગયા. ત્યાં હરિ એટલે ઇન્દ્રનો હાથ ઝાલીને પાલખીમાંથી નીચે ઊતર્યા. પછી સર્વ અલંકાર તથા વસ્ત્રાદિનો ત્યાગ કરી પ્રભુ યથાજાત નગ્ન સાધુ બની ગયા. માથામાં પરિગ્રહરૂપ કેશને જાણી, વીર બનીને પંચમુખી લોચ વડે તેને ઉખાડી લીધા. શ્રાવણ સુદી છઠના દિવસને શુભ માનો કે જે દિવસે પ્રભુએ દીક્ષા ગ્રહણ કરી. તેથી તે દિવસ પ્રભુનો દીક્ષા મહોત્સવ દિન ગણાવા લાગ્યો. ।।૩૨।। તે સ્વાર્થી નેમિ સાધુ થઈ ગિરનાર જઈ તપ આદરે, સુી રાજસુતા રાજીમતી અતિ ખેદ પતિ-વિઠે ઘરે, આશ્વાસનો દે ગુરુજનો સી ઝંખતી હૃદયે પતિ, પતિ-માર્ગ વૈરાગ્યે વિચારે, સ્ત્રી-દશા નિંદ્રે અતિ ૩૩ અર્થ :– શ્રી નેમિનાથ સ્વામી સાધુ થઈને ગિરનાર ઉપર જઈ તપ આદરે છે. એવું જાણીને રાજપુત્રી રાજીમતી પતિના વિરહમાં અત્યંદ ખેદ પામવા લાગી. તેથી ગુરુજનો એટલે વડીલો તેને આશ્વાસન આપવા લાગ્યા. છતાં પણ સતી એવી રાજીમતી તો હ્રદયમાં શ્રી નેમિનાથને જ પતિ તરીકે માનવા લાગી. પતિએ વૈરાગ્યનો માર્ગ ગ્રહણ કર્યો એમ વિચારી પોતે પણ તે જ માર્ગે જવા માટે મનમાં દૃઢ નિશ્ચય કર્યો. તેમજ સ્ત્રીની કેવી પરાધીન નિંદનીય દશા છે તે મનમાં વિચારવા લાગી. ।।૩૩।। “નારી પરાર્ધીન છે સદા : વર ના મળે તોયે દુખી, દુઃખી પતિ તોયે દુઃખી : નારી કહો ક્યાંથી સુખી? વર્ણી દુઃખ મોટું શોક્યનું, કે ગુહ્ય દુઃખ ગણાય ક્યાં? મેણું મહા વંધ્યાપણું, વર્ષી ગર્ભ-વેઠ વિશેષ જ્યાં. ૩૪ અર્થ :— ના૨ી સદા પરાધીન છે. બાળવયમાં માતાપિતાને આધીન છે. યુવાવયમાં પતિને આધીન છે. તથા વૃદ્ધાવસ્થામાં પુત્રને આધીન છે. જો પતિની પ્રાપ્તિ ન થાય તો કાયમ ભાઈઓ તથા ભાભીઓ સાથે રહેતા દુઃખ અનુભવે છે. જો પતિની પ્રાપ્તિ થાય તે દુર્ભાગ્યવશાત્ દુઃખી હોય તો પોતે પણ દુઃખ પામે. તેથી કહો નારી ક્યાંથી સુખી હોય? વળી પોતાની શોક્ય હોય તો તેનું મોટું દુઃખ છે અથવા ગુપ્ત દુઃખો મનના હોય તો તે કોઈની આગળ કહેવાય નહીં. કોઈ વળી વંધ્યા એટલે જેને પુત્ર થતો ન હોય તો મેણું મારે કે તું તો વંઘ્યા છું. તે તું પણ ખમાય નહીં; અથવા જ્યાં અનેક પુત્રોને જન્મ આપવાની ગર્ભની વેઠ વિશેષ કરવી પડતી હોય તો પણ તે દુ:ખી જ છે. ૩૪|| પતિના વિયોગે દુઃખ ને વિધવા-દશા દુઃખે ભરી, જીવતાં બળે છે ત્રિવિધ તાપે; સુખી નથી નારી જરી. Page #173 -------------------------------------------------------------------------- ________________ રથનેમિ વમનના દૃષ્ટાંત વડે નૈમિની ઉપદેશ આપતી જુલ સતી ચલ શ્રી નેમિકુમાર Page #174 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૭ સમકિત પામી ના વમે તે સ્ત્રી-દશા પામે નહીં, મિથ્યાત્વનું ફળ નારી-ભવ, સમકિત શિવ-હેતું અહીં.” ૩૫ અર્થ - પતિ હોય પણ મરી જાય તો તેના વિયોગે દુઃખી થાય. તેમજ વિઘવાપણું તે તો દુઃખથી જ ભર્યું છે. એમ જીવતા સુઘી અજ્ઞાનના કારણે આધિ વ્યાધિ અને ઉપાથિના દુઃખે તે બળ્યા કરે છે. તેથી નારી જગતમાં કિંચિત્ માત્ર પણ સુખી નથી. સમકિતને પામીને જો વમે નહીં તો ફરી વાર તે સ્ત્રીપણું પામે નહીં. મિથ્યાત્વ હોય તો સ્ત્રીનો ભવ મળી શકે, પણ સમકિત તો મોક્ષપ્રાપ્તિનું જ કારણ છે. //૩પા રથનેમિ નેમિભ્રાત ઊંડી પ્રીતિ રાજુલ પર ઘરે, રાજીમતી સમજાવતી પણ પ્રીતિ તેની ના ફરે; કુંડી કનકની આપવા રથનેમિને કહે સુંદરી, લઈ ઓકી કાઢે જઈ પીઘેલું ને કહે: “પીવો જરી.” ૩૬ અર્થ - શ્રી નેમિનાથના ભાઈ રથનેમિ તે રાજાલ એટલે રાજીમતી ઉપર ઘણો પ્રેમ રાખે છે. રાજીમતી તેને સમજાવે છે છતાં તેનો પ્રેમ તેના ઉપરથી ખસતો નથી. એકવાર સુંદરી રાજીમતીએ રથનેમિને કનક એટલે સોનાની કુંડી આપવા કહ્યું. તેમાં પોતે પીઘેલું જળ ઓકી કાઢી રથનેમિને તેમાંથી થોડું પીવા કહ્યું. ૩૬ાા “રે! શ્વાન વામને રાચતાં, તેમાં નહીં મારી પ્રીતિ.” “તો નેમિનાથે જે વમી સ્ત્રી તે ચહો એ કયી નીતિ? સ્વર્ણ-કુંડી સમ ગણો આ દેહ દુર્ગધી ભર્યો.” રાજીમતીની યુક્તિથી રથનેમિ ઝટ પાછો ફર્યો. ૩૭ અર્થ - ત્યારે રથનેમિ કહે અરે ! ઊલટી કરેલાને ચાટવા માટે તો શ્વાન એટલે કૂતરાઓ મંડી પડે છે, મારી તેમાં પ્રીતિ કેમ હોય? ત્યારે રાજાલ કહે કે તો પછી નેમિનાથે મને વમી નાખી તે સ્ત્રીને તમે ઇચ્છો એ નીતિનો કયો પ્રકાર છે; તે પણ શ્વાનનો જ પ્રકાર થયો. સોનાની કુંડી સમાન આ દેહને મળમૂત્રાદિ દુર્ગધ પદાર્થોથી જ ભરેલો જાણો. રાજીમતીની આવી યુક્તિથી રથનેમિ વિકારી ભાવોથી શીધ્ર પાછો વળી ગયો. ૩ળા બે દિવસના ઉપવાસ ઘારી, નેમિમુનિ સમતા ઘરે; પ્રગટાવી ચોથું જ્ઞાન તે વરદત્ત-ઘર પાવન કરે. છપ્પન દિવસ રહીં ઘર્મધ્યાને ક્ષપક શ્રેણી આદરે, આસો સુદિ પડવે સવારે નેમિમુનિ કેવળ વરે. ૩૮ અર્થ :- દીક્ષા લઈને નેમિનાથ પ્રભુએ બે દિવસના ઉપવાસ ઘારણ કર્યા. સમતાભાવમાં સ્થિત રહીને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટાવ્યું. પ્રથમ પારણું વરદત્તને ત્યાં કરી તેનું ઘર પવિત્ર કર્યું. પછી છપ્પન દિવસ સુધી ઘર્મધ્યાનમાં રહીને ક્ષપકશ્રેણી માંડી આસો સુદ એકમની સવારે શ્રી નેમિનાથ પ્રભુ કેવળજ્ઞાનને પામ્યા. [૩૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ ઇન્દ્રાદિ આવી ભક્તિથી સમવસરણ વર્ણી ત્યાં રચે, પ્રભુ બોધ-ભોજન પીરસે, સુર ન૨ પશુ સૌને પચે; જેવી રીતે ઘન-જળ મીઠું વિવિધ તરું-મૂળ-યોગથી કડવું, ગળ્યું, તૂરું, તીખું, ખાટું બને જીવ-કર્મથી. ૩૯ અર્થ :– શીઘ્ર ઇન્દ્રાદિ દેવોએ ત્યાં આવી ભગવાનની ભક્તિથી સમવસરણની રચના કરી. પ્રભુ પણ સમવસરણમાં અદ્ધર બિરાજમાન થઈને બોધરૂપી ભોજન એવું પીરસવા લાગ્યા કે જે દેવતા, મનુષ્ય કે પશુઓ સર્વને પચવા લાગ્યું. અર્થાત્ સર્વ જીવો પોતપોતાની વાણીમાં તેનો ભાવ સમજવા લાગ્યા. જેવી રીતે વાદળાનું વરસેલું મીઠું જળ તે અનેક જુદા જુદા વૃક્ષમૂળના યોગને પામી જાદી દી રીતે પરિણમે છે. જેમકે તે જળ લીમડાના મૂળમાં જવાથી કડવું, શેરડીના મૂળમાં જવાથી ગળ્યું, આમળાંના વૃક્ષમાં જવાથી તૂરું, મરચાંના છોડમાં જવાથી તીખું અને લીંબુના ઝાડમાં જવાથી ખટાશરૂપે પરિણમે છે તેમ જીવોના કર્મોની યોગ્યતાનુસાર પ્રભુનો બોધ જુદી જુદી રીતે પરિણમે છે. ।।૩૯।। વરદત્ત ગણધર વિનયથી પૂછે સ્વપરહિત ચિંતવી, તેથી ધ્વનિ નેમિપ્રભુની ત્યાં ખરી કો અવનવી - “આત્મા અને પરલોક છે; ને કર્મ પણ કરતા જીવો; સુખદુઃખ તેનાં ફળ મળે, વિચાર સર્વે કરી જુઓ. ૪૦ અર્થ :– વરદત્ત ગણધર વિનયયુક્ત વાણીવડે સ્વપરનું હિત ચિંતવીને પ્રભુને પ્રશ્ન પૂછવા લાગ્યા. તેના ઉત્તરમાં શ્રી નેમિનાથ પ્રભુની અવનવી એટલે અનેક પ્રકારની નવી નવી દિવ્ય ધ્વનિ ખરવા લાગી. દિવ્યધ્વનિમાં પ્રભુએ ઉપદેશ્યું કે આત્મા છે અને પરલોક છે. પરલોકમાં જીવ કર્મવશાત્ પુનઃ જન્મવાથી પુનર્જન્મ છે. તેથી આત્મા નિત્ય છે. વળી જીવો કર્મ કરતા હોવાથી ત્રીજા પદ આત્મા કર્તા છે. વિભાવ દશામાં જીવ કર્મનો કર્તા હોવાથી તેના ફળમાં સુખદુઃખનો ભોક્તા પણ છે. એ સર્વનો તમે વિચાર કરી જાઓ તો આ વાત સ્પષ્ટ જણાશે. ।।૪૦।। વર્ણી મોહ, રાગ, વિરોઘ કારણ ક્લેશનાં જાણો, જૅવો; તે સર્વ તજીને જ્ઞાન-વૈરાગ્યે લહો સાચો દીવો. આત્માર્થી જીવો તો કરે પુરુષાર્થ સાચો સમજીને શિવ હેતુ, આતમધ્યાન ને સ્વાઘ્યાય, જાણ્યો સૌ જિને. ૪૧ અર્થ :— વળી આ સંસારમાં મોહ એટલે દર્શનમોહ એ જ મહામોહ છે, એનું બીજું નામ અજ્ઞાન છે તથા રાગ અને વિરોધ એટલે દ્વેષભાવ, એમ રાગ દ્વેષ અને અજ્ઞાનને જ સર્વ ક્લેશના કારણ જાણી તેનો સર્વથા ત્યાગ કરવા માટે જ્ઞાન વૈરાગ્ય પામીને અંતરમાં કેવળજ્ઞાનરૂપી દીપકને પ્રગટાવો જેથી શાશ્વત સુખશાંતિરૂપ મોક્ષને તમે પામો. જે આત્માર્થી જીવો હોય તે તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે તેનો સાચો ઉપાય સમજીને પુરુષાર્થ કરે છે. મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય આત્મધ્યાન અને સ્વાઘ્યાય છે એમ સર્વ જિનેશ્વરે અનુભવથી જાણ્યું છે. એમ છ પદના જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણમાં જ સમ્યગ્દર્શન રહેલું છે. ૫૪૧૫૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ લાલામાં શ્રી નેમિનાથ ભગવાન શ્રી પ્રતિમા Page #177 -------------------------------------------------------------------------- ________________ (૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૪૯ સુજ્ઞાન, સુંદર્શન અને ચારિત્રની જે એકતા, તેથી જ આતમ ધ્યાન માની આદર્યો દે મુક્તતા; પાયો સુદર્શન ઘર્મનો, તત્ત્વાર્થ-શ્રદ્ધારૂપ તે, સ્વાધ્યાય પણ તે તત્ત્વદર્શક વાણી સુણી ઊપજે. ૪૨ અર્થ :- સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રની એકતા વડે જ આત્મધ્યાન થાય છે, એમ માનીને જે તેને આદરે તે મુક્તિને પામે છે. સત્ ઘર્મનો પાયો પણ સમ્યગ્દર્શન છે. જે તત્ત્વોની શ્રદ્ધા કરવારૂપ છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શનમ” -મોક્ષશાસ્ત્ર શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો તે પણ સાચા તત્ત્વનું દર્શન કરાવનાર છે. તથા ભગવાનની વાણી સાંભળીને પણ સત્ય તત્ત્વનું ભાન કરાય છે. ૪રા છે જ્ઞાન-દર્શન જીવ-લક્ષણ, કર્મ કરીને ભોગવે, તે કર્મ તજતાં મોક્ષરૅપ નિજ ભાવ ક્ષણ ક્ષણ દાખવે; છે લોકતુલ્ય પ્રદેશ તોયે દેહરૅપ અવગાહના, ફેંપ, ગંધ, રસ, શબ્દાદિ જડના કોઈ પણ ગુણો વિના. ૪૩ અર્થ :- આત્માનું લક્ષણ જ્ઞાન, દર્શન છે. જીવ કર્મ કરે છે તેથી તેને ભોગવે છે. તે કર્મને સર્વથા ત્યાગવાથી જીવ મુક્તસ્વરૂપ એવા પોતાના આત્મસ્વભાવને જ ક્ષણે ક્ષણે ભોગવે છે, અર્થાત સ્વભાવનો જ પછી તે કર્તા બને છે. આ જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે લોકાકાશના પ્રદેશ સમાન છે. તો પણ તે અસંખ્યાત પ્રદેશ હાલમાં તો દેહના આકારે જ અવગાહનાને ઘારણ કરીને રહેલા છે. તેમ રૂપ, રસ, ગંધ, શબ્દાદિ એ પુદગલના ઘમ છે અને તે જડરૂપ છે. કોઈ પણ દ્રવ્ય, ગુણો વિના હોતું નથી. દરેક દ્રવ્ય પોતપોતાના ગુણોમાં જ સદા પરિણમન કર્યા કરે છે. II૪૩ એવા અનંતાનંત જીવો વિશ્વમાં સઘળે દસે; સન્માર્ગ આરાથી સમાધિ-સુખમાં બહુયે વસે. વળી અર્જીવ આ નભ, કાળ, ઘર્મ, અઘર્મ પુદ્ગલ દ્રવ્ય છે, પુદ્ગલ જ જીવનવિભાવથી બની કર્મ રૂપ બંઘાય છે. ૪૪ અર્થ – જ્ઞાન દર્શન લક્ષણથી યુક્ત એવા જીવો વિશ્વમાં અનંતાનંત છે. તે જગતના સર્વ સ્થાનોમાં રહેલા છે. તેમાંના ઘણાએ જીવો તો સમ્યકજ્ઞાનદર્શન ચારિત્રરૂપ સત્માર્ગને આરાધી આત્માના નિર્મળ સમાધિસુખમાં નિવાસ કરે છે. તથા વિશ્વમાં અજીવ તત્ત્વ એવા આ આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્ય, ઘર્મ દ્રવ્ય, અથર્મ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે. તેમાંનું એક પુદ્ગલ દ્રવ્ય જ જીવના વિભાવભાવોને પામી, કર્મરૂપે બની, તેની સાથે જોડાઈ જાય છે. ૪૪ા. વિભાવ ભાવે કર્મ આવે, એ જ આશ્રવ જાણજો; મન-વચન-કાય-પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ, અણગણ માનજો, સ્થિતિ, રસ કષાય-નિમિત્તથી આઠેય કર્મ વિષે વસે; એ ચાર વિધિથી કર્મબંઘન આત્મદેશ વિષે દસે. ૪૫ અર્થ :- જીવના વિભાવભાવથી જ કર્મનું આવવાપણું થાય છે અને એને જ તમે આસ્રવ જાણજો. તથા મન વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ એ કર્મનો પ્રતિબંધ અને અણગણ એટલે પ્રદેશબંઘ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કરાવનાર છે એમ માનજો. તેમજ કર્મનો સ્થિતિબંઘ અને રસ એટલે અનુભાગબંઘ જીવના કષાયભાવોથી, પડે છે, અને તે પડ્યા પછી આઠેય કર્મમાં વેંચાઈ જાય છે. એમ પ્રકૃતિબંઘ, પ્રદેશબંઘ, સ્થિતિબંઘ અને રસબંઘ અર્થાત્ અનુભાગ બંધ એ ચારે પ્રકારથી જીવને કર્મનું બંઘન, આત્મપ્રદેશમાં, જીવોના ભાવાનુસાર થયા કરે છે. I૪પા. છે પ્રકૃતિ મુખ્ય આઠ ભેદઃ જ્ઞાન ઢાંકે એક જે, જે આવરે દર્શન બીજી, સુખ-દુઃખ હેતું ત્રીજીં દે, વર્તાવતી વિપરીત ચોથી, પાંચમી ભવ રૃપ ઘરે; છઠ્ઠીય દે દેહાદિ, ઉચ્ચનીચ, વિધ્ર છેલ્લી બે કરે. ૪૬ અર્થ - કર્મની મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકૃતિઓ છે. તેમાં જ્ઞાનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે, આવરણ કરે છે. બીજી દર્શનાવરણીયકર્મની પ્રકૃતિ આત્માના દર્શનગુણને ઢાંકે છે. ત્રીજી વેદનીયકર્મની પ્રકૃતિ જીવને સુખ દુ:ખરૂપ શાતા અશાતા વેદનાનું કારણ બને છે. ચોથી મોહનીયકર્મની પ્રકૃતિ જીવને પરમાં સુખ બુદ્ધિ કરાવી વિપરીતતા કરાવે છે. પાંચમી આયુષ્યકર્મની પ્રકૃતિ નવા નવા ભવ ઘારણ કરાવે છે. છઠ્ઠી નામકર્મની પ્રકૃતિ સારા, ખોટા શરીરના રૂપરંગાદિને આપે છે. સાતમી ગોત્રકર્મની પ્રકૃતિ ઉંચનીચ ગોત્રમાં ઉત્પન્ન કરે છે તથા આઠમી અંતરાયકર્મની પ્રકૃતિ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ફોરવવામાં અંતરાય કરે છે. કા ક્ષર-નીર પેઠે કર્મ-અણુ ઑવના પ્રદેશે જે રહે, તેને પ્રદેશિક બંઘ જાણો, સ્થિતિ કાળ-મર્યાદા કહે, અનુભાવ મૂંઝાવે ર્જીવોને તીવ્રતર કે તીવ્ર જે ત્યાં મંદતર કે મંદ દુઃખે સુખ ગણે અજ્ઞાન છે. ૪૭ અર્થ :- ક્ષીર એટલે દૂઘ અને નીર એટલે પાણીની પેઠે કર્મના અણુઓ જીવના પ્રદેશ સાથે રહે છે તેને તમે પ્રદેશબંઘ જાણો. તથા સ્થિતિ છે તે કાળની મર્યાદા બતાવે છે, તેને સ્થિતિબંઘ જાણો. કર્મનો અનુભાવ એટલે અનુભાગ બંઘ અર્થાત્ રસબંઘ છે તે જ્યારે તીવ્રતર કે તીવ્ર હોય ત્યારે જીવોને મૂંઝવે છે. તે કર્મોનો રસબંઘ જ્યારે મંદતર કે મંદ હોય ત્યારે સંસારી જીવોને દુઃખ ઓછું હોય છે અને તેને જ અજ્ઞાની એવા સંસારી જીવો સુખ માની બેસે છે. ઓછા દુઃખને સુખ માનવું એ અજ્ઞાનીની નિશાની છે. કારણ કે જ્ઞાનીઓ આ ઓછા દુઃખને અર્થાત્ શતાવેદનીયને ખરું સુખ માનતા નથી પણ તેને દુઃખનું જ એક બીજું રૂપ ગણે છે. I૪૭થા. જ્ઞાની ગણે સુખ દુઃખ પુત્રો કર્મ ચંડાલણ તણા, સત્સૌખ્ય માણે તેમને આનંદમાં શી છે મણા? તે સુખ સંવરમાં વસે-આત્મા સ્વભાવે જ્યાં રહે, રોકાય આસ્રવ-બંઘ ત્યાં, વળી કર્મ જૂનાં તે દહે. ૪૮ અર્થ - જ્ઞાની પુરુષો તો આ સાંસારિક સુખ કે દુઃખને કર્મરૂપી ચંડાલણના જ પુત્રો ગણે છે. જે જ્ઞાની પુરુષો સાચા આત્મિક સુખને માણે છે અર્થાત ભોગવે છે તેમને આનંદમાં શી ખામી હોય? કંઈ જ નહીં. સાચું આત્મિક સુખ તો આવતાં કર્મને જ્ઞાન ધ્યાન વડે રોકવારૂપ સંવરમાં વસે છે. જ્યાં આત્મા Page #179 -------------------------------------------------------------------------- ________________ (૨૯)શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨ ૩૫ ૧ પોતાના સ્વભાવમાં રહે છે, ત્યાં નવીન કર્મનો આસ્રવ તથા તેથી થતો બંઘ રોકાઈ જાય છે અને જુના બાંધેલા કર્મ પણ સમયે સમયે બળીને ભસ્મ થાય છે. ૪૮. શુદ્ધ સ્વભાવે બે ઘડી લગ ઑવ રહે તલ્લીન જો, ઘનઘાત ચારે કર્મ જાતાં, થાય કેવળજ્ઞાન તો; પછી યત્ન વિના સર્વ કર્મો જાય, મોક્ષ વરાય, રે! સુણતાં ય શિવ-સુખ-હર્ષ ઊપજે ઘન્ય ભાગ્ય ગણાય છે. ૪૯ અર્થ - પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં જો જીવ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુઘી તલ્લીન રહે તો ચારે ઘનઘાતી એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મનો ક્ષય થઈ જીવને કેવળજ્ઞાન ઉપજે, અને પછી પ્રયત્ન કર્યા વિના જ આપોઆપ અઘાતી એવા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મનો નાશ થઈ જીવને શાશ્વત સુખરૂપ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષના પરમસુખને સાંભળતા જ મનમાં હર્ષ ઊપજે છે તો જેને એની પ્રાપ્તિ થાય તે તો ઘન્ય એવો ભાગ્યશાળી પુરુષ જ ગણવા યોગ્ય છે. ૪૯ો. જીવાદિ આ તત્ત્વો તણી શ્રદ્ધા કરો, સમકિત તે, ને જ્ઞાન સમ્યક તત્ત્વ સમયે, આ સનાતન રીત છે; તે સહિત તજતાં અશુભ વર્તન, રત્નફૅપ અનુભવ ગણ્યો; ભેદરૃપ આ રત્નત્રયી પણ મોક્ષમાર્ગ ભલો ભણ્યો. ૫૦ અર્થ:- જીવ, અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિર્જરા આદિ આ તત્ત્વોની તમે શ્રદ્ધા કરો એ જ સમકિત છે. તથા ભગવાને કહેલા સમ્યક તત્ત્વને યથાર્થ સમજવું તેને ભગવંતે સમ્યજ્ઞાન કહ્યું છે. આજ સનાતન એટલે અનાદિકાળની ચાલી આવતી રીત છે. જે સમ્યજ્ઞાન સહિત અશુભ વર્તનને તજી દઈ શુદ્ધ ભાવના લક્ષે શુભ વર્તન આચરે છે, તેને સમ્યગ્યારિત્ર ભગવંતે કહ્યું છે. આ ત્રણેયને રત્નસમાન ગણીને રત્નત્રયની ઉપમા આપી છે. આ રત્નત્રયની એકતા સહિત આત્મ અનુભવને સાચો અનુભવ ગણ્યો છે. ભગવાનના ઉપદેશને જાણવો, શ્રદ્ધવો અને તે પ્રમાણે વર્તવું એવા ભેદરૂપ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રને પણ મોક્ષમાર્ગ પામવા માટે ભલો અર્થાત્ કલ્યાણકારક ગણવામાં આવેલ છે. ૫૦ના રત્નત્રયી કહીં અભેદ ત્યાં છે શુદ્ધ ભાવની મુખ્યતા, આરાઘતાં ઉત્કૃષ્ટતાથી તે જ ભવમાં મુક્તતા; આરાઘના મધ્યમ કરી જીંવ મોક્ષ ત્રણ ભવમાં ય લે; પણ ભેદ રત્નત્રય વિષે શુભ ભાવ મુખે સ્વર્ગ દે; ૫૧ અર્થ - જ્યાં સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રની અભેદતા કહી છે ત્યાં તો આત્માના શુદ્ધભાવની જ મુખ્યતા છે, અર્થાત્ આત્માની શ્રદ્ધા, આત્માનું જ જ્ઞાન અને આત્મામાં જ જ્યાં રમણતા છે તે નિશ્ચય રત્નત્રયી છે. તેને ઉત્કૃષ્ટભાવે આરાઘવાથી તે જ ભવમાં જીવ મોક્ષને પામે છે. તેની મધ્યમ રીતે આરાધના કરે તો ત્રણ ભવમાં પણ જીવ મોક્ષને મેળવી શકે છે. પણ ભેદ રત્નત્રયમાં મુખ્ય શુભભાવ હોવાથી તે સ્વર્ગને આપનાર થાય છે. આપણા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ તે પણ ગણી આરાઘના અતિ મંદ ભાવે જો ટકે, તો સાત સુરના, આઠ નરના ભવ કરી શિવ જઈ શકે.” પ્રભુવાણથી સમકિત પામ્યા સુર, નર, પશુ તે સ્થળે, વ્રત લે પશું ને માનવી, મુનિમાર્ગમાં વિર નર ભળે. પર અર્થ - ભેદ રત્નત્રયને પણ આરાઘનાની કોટીમાં જ ગણેલ છે. જો મંદભાવે પણ તે આરાઘના ટકી રહે તો સાત ભવ દેવના અને આઠ ભવ મનુષ્યના કરીને તે જીવ મોક્ષને પામી શકે છે. શ્રી નેમિનાથ પ્રભુની આવી દિવ્ય વાણી સાંભળીને ઘણા દેવ, મનુષ્ય અને પશુઓ પણ તે સ્થળે સમકિતને પામ્યા. તેમાં પશુઓ અને માનવીઓએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા અને જે મનુષ્યો શૂરવીર હતા તેમણે તો મુનિઘર્મ અંગીકાર કરીને પોતાનું જીવન ઘન્ય બનાવી દીધું. પરના (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ – ૩ (હરિગીત) * રાણા શ્રી કૃષ્ણ વાસુદેવ સુંણી હર્ષ ઘરી મઘુરી ધ્વનિ, પૂછે વિનય કરી પૂર્વ ભવ નિજ ત્યાં કહે કરુણા-ઘણી : “છે હસ્તિપુર આ ભારતમાં ને શ્વેતવાહન શેઠ જ્યાં, બંઘુમતી શેઠાણી-ખોળે શંખ પુત્ર સુહાય ત્યાં. ૧ અર્થ – શ્રી નેમિનાથ ભગવાનની મીઠી વાણી સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ ઘણા હર્ષિત થયા અને વિનયપૂર્વક પોતાના પૂર્વભવનું વૃત્તાંત પૂછવા લાગ્યા. તે વિષે કરુણા ઘણી ભગવાન નેમિનાથ કહેવા લાગ્યા કે :- આ ભરતક્ષેત્રમાં હસ્તિપુર નગરમાં ચેતવાહન નામનો શેઠ તથા બંઘુમતી નામની શેઠાણીના કુખે શંખ નામનો પુત્ર થયો. (તે આ ભવમાં તમારો ભાઈ બળરામ થયેલ છે.) I/૧ાા નંદીશા રાણી અને નૃપ ગંગ હસ્તિપુરમાં, કો પૂર્વભવનો વૈર પડે સાતમો શિશુ ગર્ભમાં; નૃપને થઈ અણમાનીતી તેથી તજે શિશુ જન્મતાં, પણ ઘાયમાતા રેવતી ઉછેરતી એકાન્તમાં. ૨ અર્થ - તે જ હસ્તિપુર નગરમાં ગંગ નામે રાજા અને નંદીશા નામે રાણી છે. કોઈ પૂર્વભવનો વૈરી સાતમા ગર્ભરૂપે તેમને કુખે આવવાથી તે રાજાને અણમાનીતી થઈ. જેથી માતાએ બાળકનો જન્મ થતાં જ તેને તજી દીઘો; પણ ઘાવમાતા રેવતી એકાન્તમાં તેને ઉછેરવા લાગી. (તેનું નામ ન પાડવાથી તે નિમિક કહેવાયો. તે આ તમારો જ જીવ છે એમ શ્રી કૃષ્ણને ભગવંતે કહ્યું.) રા. Page #181 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૫૩ મોટો થતાં તે શંખનો સ્નેહી થયો, ઉપવન ગયો; દેખે છયે નૃપ-પુત્ર જમતા તેથી બહુ રાજી થયો; શંખે કહ્યું: “આ આપનો છે ભાઈ, શું ના ઓળખ્યો? સાથે જમાડે ભાઈઓ, પણ રાણ-ઉરમાં એ દુખ્યો. ૩ અર્થ:- તે મોટો થતા શેઠપુત્ર શંખનો સ્નેહી થયો અને તેની સાથે એકવાર બગીચામાં ગયો. ત્યાં રાજાના છએ પુત્રોને જમતા જોઈ આ સાતમો ભાઈ પણ બહુ રાજી થયો. ત્યારે શંખે બઘાને કહ્યું કે આને તમે ઓળખ્યો? આ તમારો જ ભાઈ છે. તેથી તેને જમાડવા લાગ્યા. પણ માતા નંદીયશા રાણીના હૃદયમાં એ કાર્ય ગમ્યું નહીં. કા તેથી ઉઠાડે લાત મારી, શંખ ખેદ ઘરે વળી, નિર્નામિકે ભરીં નીર નેત્રે મિત્રની ગ્રહી આંગળી; ઉદ્યાનમાં દેખી મુનિ દ્રુમષણને બન્ને નમે, નિજ મિત્રના ભાવ પૂછવાનું શંખના મનમાં રમે. ૪ અર્થ - તેથી તેને લાત મારીને ઉઠાડી મૂક્યો. શંખને પણ ખેદ થયો. આમ ઉઠાડવાથી નિર્નામિકના આંખમાં આંસુ આવી ગયાં. તેથી શંખમિત્રનો હાથ પકડી બન્ને ચાલતા થયા. ત્યાં બગીચામાં શ્રી કુમષણ નામના મુનિને જોઈને બન્નેએ નમસ્કાર કર્યા. પછી શંખે પોતાના મિત્ર નિનમિકની માતાને તેના જ પુત્ર વિષે શા માટે આવો અણગમો થયો હશે? તેથી તેના પૂર્વભવ વિષે પૂછવાનું શંખના મનમાં રમવા લાગ્યું. ૪ કરુણા કરી મુનિ બોલિયાઃ “શાને દુખી થાઓ વૃથા? દંર ખેદ કરીને સાંભળો આ પૂર્વ-ભવ-ભાવિ-કથા - ગિર નગરમાં નૃપ ચિત્રરથ કુસંગથી વ્યસની થયો, અમૃતરસાયન નામનો સુંદ માંસ-પાકી મળી ગયો. ૫ અર્થ - મુનિ જ્ઞાન વડે જાણી કરુણા કરીને બોલી ઊઠ્યા કે તમે શા માટે વૃથા દુઃખી થાઓ છો. તમારો ખેદ દૂર કરીને એમના પૂર્વભવ અને ભવિષ્યના ભવો વિષેની હું કથા કહું છું તે તમો સાંભળો. ગિર નામના નગરમાં ચિત્રરથ નામે રાજા હતો. તે કુસંગથી વ્યસની બન્યો હતો. તેને અમૃતરસાયન નામનો સૂદ એટલે રસોયો જે રોજે માંસ પકાવીને આપનાર મળી ગયો. પાા રસરીઝથી રાજા રીંઝી દશ ગામની બક્ષિસ દે; સદ્ભાગ્યથી સુંઘર્મ મુનિ પાસે સુણી સદ્ધર્મ તે, ભૂંડું ગણીને માંસભક્ષણ, ખૂબ નિજ નિંદા કરે, ને મેઘરથ નિજ સુતને નૃ૫૫દ દઈ દીક્ષા વરે. ૬ અર્થ - માંસરસથી રાજી થઈને રાજાએ તેને દસ ગામ બક્ષિસમાં આપી દીધા. પછી સદ્ભાગ્યથી સુઘર્મ નામના મુનિ પાસે સતુઘર્મ સાંભળીને માંસભક્ષણ કરવું તે અત્યંત ખરાબ છે એમ જાણી રાજાએ પોતાના આવા કુકૃત્યની ખૂબ નિંદા કરી. તેમજ પાપના પ્રાયશ્ચિત્તમાં પોતાના પુત્ર મેઘરથને રાજ્ય આપી પોતે દીક્ષા અંગીકાર કરી. IIકા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બારે વ્રતો રહીં મેઘરથ નૃપ મન ઘરે સાચા શીલે, અમૃતરસાયનને મળેલાં ગામ નવ નૃપ લઈ લે, તેથી મુનિ પર વેર રાખી કપટથી શ્રાવક થયો, વિષરૂપ તુંબીદાનથી મુનિઘાત કરી નરકે ગયો. ૭ અર્થ - હવે મેઘરથ રાજા બાર વ્રતોને ગ્રહણ ગ્રહી સાચા હૃદયે શીલ પાળવા લાગ્યા. પિતાએ આપેલ અમૃતરસાયનને દસ ગામમાંથી નવ ગામ રાજા મેઘરથે પાછા લઈ લીઘા. તેથી જેણે પોતાને ગામ આપ્યા હતા એવા ચિત્રરથ રાજા કે જે હાલમાં મુનિ થયેલ હતા તેમના પ્રત્યે અમૃતરસાયન વેર રાખવા લાગ્યો. અને કપટથી શ્રાવક બની તે મુનિને વિષરૂપ કડવી તુંબડી દાનરૂપે વહોરાવી, મુનિઘાત કરીને તે ત્રીજી નરકમાં ગયો. શા. ત્રીજી નરકથી નીકળી તિર્યંચગતિ રૃપ વન વિષે ભમી, મલયદેશે કણબી કુળે યક્ષકિલ નામે દસે; ગાડું ભરી જાતાં લઘુ ભ્રાતા બહું વારે છતાં; ગાડા તળે સાપણ હણી; લે વેર નંદીયશા થતાં. ૮ અર્થ :- ત્રીજી નરકમાંથી નીકળી તે અમૃતરસાયનનો જીવ તિર્યંચ ગતિરૂપ વનમાં ખુબ ભટકીને પછી મલયદેશમાં વકિલ નામનો કણબી થયો. તે એકવાર ગાડું ભરીને જતાં રસ્તામાં નાના ભાઈએ ખૂબ વારવા છતાં પણ ગાડા તળે આવેલ સાપણને તેણે હણી નાખી. તે સાપણનો જીવ આ ભવમાં નંદીશા નામે માતારૂપે થયેલ છે. પૂર્વભવના વેરને લીધે આ ભવમાં તેને પોતાના પુત્ર પ્રત્યે અણગમો થયો અને તેને જન્મતાં જ ત્યજી દીધો. તેમજ બીજા પુત્રો સાથે જમતાં લાત મારીને કાઢી મૂક્યો. ૮ાા અમૃતરસાયન-જીવ નિમિક રૂપે જાણજો. સુણ સર્વ લેશો જિનદીક્ષા જગત ગણ દુખખાણ જો; સૌ સર્વ શક્તિ વાપરી તપ આકરાં કરી સુર બને, ત્યાંથી ચવી નંદીશા-જીંવ થાય દેવક શુભ મને. ૯ અર્થ – અમૃતરસાયન નામના રસોયાનો જીવ પૂર્વભવમાં રાણી નંદિશાનો સાતમો અણગમો પુત્ર નિર્નામિક હતો. આમ કરેલા કર્મ કોઈને છોડતા નથી, સર્વને ભોગવવા પડે છે, એમ સાંભળીને જગતને દુઃખની ખાણ માની સર્વે જિનદીક્ષા અંગીકાર કરશો. એમ મુનિ ભગવંતે જણાવ્યું. સર્વે સંપૂર્ણ શક્તિ વાપરીને ખૂબ આકરા તપ કરી દેવગતિને પામશો. ત્યાંથી ચ્યવીને નંદીયશાનો જીવ શુભ પરિણામ કરવાથી દેવકીરૂપે અવતરશે. લા. ને રેવતી-ઑવ થાય ભદ્રિલપુરમાં અલકા રમા, તેના મૃતક પુત્રો જશે ષ કંસ-કરમાં કારમા; ને દેવકીના ગર્ભ ષટુ સુર સંહરે અલકા-ઉરે તે પામી દીક્ષા તે ભવે સર્વે જશે શિવપુર ખરે!” ૧૦ અર્થ – ઘા માતાનો જીવ જે રેવતી નામે હતો તે હવે ભદ્રિલપુરમાં અલકા નામની સ્ત્રી થશે. તેને છ મરેલા પુત્રો જન્મશે. જે કારમાં એવા કંસના હાથમાં જશે. અને દેવકીના છ ગર્ભ તે હરણગમૈષી દેવ Page #183 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૫ ૫ માયાના બળે સંહરીને અલકાના ખોળામાં મૂકી દેશે. તે મોટા થઈ દીક્ષા લઈ સર્વે તે જ ભવે મોક્ષને પામશે. (૧૦ગા. આ શંખ-ઑવ બળરામ બનીને રાગ અતિ તુજ પર ઘરે, તે દ્વારિકાના દાહ પછી તુજ વિરહથી દીક્ષા વરે; ને પારણાને દિન વસ્તીમાં જતાં અવિકારી તે, ફૂપ-મૂઢ કામિની કૂપ પર ઘટ-સ્થાન શિશુ-Íશ બાંથી લે- ૧૧ અર્થ :- ભગવાન નેમિનાથે જણાવ્યું કે આ શંખ જીવ હવે બળરામ બનીને તારા ઉપર અત્યંત રાગ ઘરે છે. તે દ્વારિકાનો દાહ થયા પછી તારા વિરહથી દીક્ષાને ઘારણ કરશે. અવિકારી એવા તે મુનિ પારણાને દિવસે વસ્તીમાં જતાં તેમના રૂપમાં મૂઢ બનેલી એવી એક સ્ત્રી તે કુવામાંથી પાણી કાઢવાને માટે ઘડાને સ્થાને પોતાના પુત્રનું માથું જ બાંઘવા લાગશે. ૧૧ાા તે દેખી વનચર્યા ગ્રહી મૂનિ વસ્તીમાં કર્દી નહિ જશે, પરિષહ સહી મુનિભવ તજી બ્રહ્મન્દ્ર સુરલોકે થશે; ત્યાં અવઘિથી તુજ નરકગતિ-દુખ દેખીને નરકે જશે, સ્વર્ગે લઈ જાવા પ્રયત્નો દુખદ તુજને નીવડશે. ૧૨ અર્થ :- જોઈ બળરામ મુનિ વનમાં જ વિચારવાનું રાખશે, પણ વસ્તીમાં કદી જશે નહીં. ત્યાં જંગલમાં જ પરિષહ સહન કરીને મુનિનો ભવ પૂરો કરી પાંચમા બ્રહ્મદેવલોકમાં ઇન્દ્રરૂપે અવતરશે. ત્યાં અવધિજ્ઞાનથી તારી નરકગતિનું (શ્રીકૃષ્ણનું) દુઃખ જોઈને તે પણ નરકમાં આવશે. ત્યાંથી તને સ્વર્ગમાં લઈ જવાના પ્રયત્નો કરશે પણ તે તને દુ:ખરૂપ નીવડશે. /૧૨ા. આ પૂર્વકૃત-ફેલ ભોગવી છૂટીશ” એ વિનતિ સુણી, સુર યાચશે તવ સાંત્વનાથે કામ કો દિલગીર બની; તું કહીશ કે : “ભાવિ વિષે વીતરાગ ઘર્મ ઉપાસતાં, નરભવ ઘરી બની તીર્થપતિ, પામીશ શિવ, નિશ્ચય છતાં- ૧૩ અર્થ - ત્યારે તું કહીશ કે આ મારા પૂર્વે કરેલાં કર્મનાં ફળ ભોગવવાથી જ અહીંથી છૂટકારો થશે, એના પહેલાં હું નરકમાંથી નહીં નીકળી શકું. એવી તારી વિનંતીને સાંભળી તે દેવ દિલગીર થઈને તારી સાંત્વનાથે કહેશે કે, તો બીજા હું તારા માટે તું કહે તે કરું. ત્યારે તું કહીશ કે ભવિષ્યમાં વીતરાગધર્મની ઉપાસના કરતાં મનુષ્યભવ ઘારણ કરીને હું તીર્થકર બની મોક્ષને પામીશ; એ વાત તો ભગવાને કહી માટે તેનો નિશ્ચય છે પણ હાલમાં મારા વિષે થયેલ લોકાપવાદને તમે દૂર કરો. f/૧૩ી. તે દ્વારિકાના દાહથી લોકાપવાદ થયો ઘણો, સુણ સંત-ઉર દુભાય તે અટકાવ, કરી યશ આપણો. સું-ચક્રપાણિ મૂર્તિ મારી ભરતખંડે સૌ પૅજે, કર તેવી યુક્તિ મધ્ય લોકે કોઈ રીતે, જો રુચે.” ૧૪ અર્થ :- દ્વારિકા નગરી બળી જવાથી લોકોમાં મારી ઘણી નિંદા થઈ છે. તે સાંભળીને સજ્જન પુરુષોના હદય દુભાય છે. માટે તેને અટકાવી આપણો યશ વધે તેમ કરો. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુચક્રપાણિ એટલે હાથમાં ચક્ર સહિત મારી મૂર્તિને ભરતખંડમાં સર્વ પૂજે એવી કોઈ રીતે પણ યુક્તિ જો તમને રુચે તો મધ્ય લોકમાં કરો. ૧૪ તે દેવ જઈ ભરતે બતાવે કૃષ્ણરૃપ સુંદર ઘરી, મંદિર રચાવે ભવ્ય સર્વે, ભક્ત-ઇચ્છાઓ પૅરી, જોઈ ચમત્કારો નમસ્કારો કરે જન ભાવથી, લૌકિક જન-મન પોષતી રૂઢિ પ્રસરશે દેવથી. ૧૫ અર્થ - પછી તે બળરામનો જીવ જે દેવરૂપે હશે તે ભરતક્ષેત્રમાં જઈને કૃષ્ણનું સુંદર રૂપ લોકોને બતાવશે અને કૃષ્ણની ભક્તિ કરનાર ભક્તોની ઇચ્છાઓ પૂરી કરશે. તેથી ભક્ત લોકો શ્રી કૃષ્ણના ભવ્ય મંદિરો બનાવશે. આવા ચમત્કારો જોઈને લોકો ભાવથી શ્રી કૃષ્ણને નમસ્કાર કરશે. આ પ્રમાણે લોકોના મનને પોષતી શ્રી કૃષ્ણની ભક્તિરૂપ લૌકિક રૂઢિ આ દેવના કરવાથી પ્રસાર પામશે. ||૧પણા શ્રી કૃષ્ણ ને બળદેવ તીર્થકર થઈ શિવપુર જશે, તે સર્વનું કારણ ગણો શ્રદ્ધા અચળ આત્મા વિષે; જે મોક્ષ-રુચિ-બીજ વાવ પોષે મોક્ષફળ તે પામશે, સપુરુષ શોથી, શ્રદ્ધી ભક્તિ આદરી, હિત સૌ થશે.” ૧૬ અર્થ - કાળાંતરે શ્રી કૃષ્ણ અને બળદેવ તીર્થંકર થઈને મોક્ષનગરીએ જશે. ઉપરોક્ત પ્રમાણે વર્તવા છતાં પણ તેમનો મોક્ષ થશે તે સર્વનું કારણ એક આત્મા પ્રત્યેની તેમની દૃઢ અચળ શ્રદ્ધા એ છે. જે મોક્ષની રુચિરૂપ બીજને વાવી સત્સંગ ભક્તિવડે તેને પોષણ આપશે, તે જીવ મોક્ષરૂપ ફળને પામશે. માટે કોઈ સાચા આત્મજ્ઞાની પુરુષને શોઘી, તેના બોઘ વડે આત્માની શ્રદ્ધા કરી તેની ભક્તિને આદરો તો આત્માનું સર્વ પ્રકારે હિત થશે. ૧૬ અહમિંદ્ર લોકથી જેમ જગ-ઉદ્ધાર-હેતુ અવતર્યા, તેવી રીતે નેમિ પ્રભુ ગિરનાર ઊતરી વિચર્યા; સોરઠ, ભરૂચ પ્રદેશ બંગાદિ બહું દેશે ગયા, રાજા-પ્રજા સંબોથી જગહિત સાથી સોરઠ સંચર્યા. ૧૭ અર્થ - પાંચ અનુત્તરના જયંત વિમાનમાં અહમિન્દ્રરૂપે વસીને જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે નેમિનાથનો જીવ મનુષ્યલોકમાં અવતર્યો, તેવી રીતે હવે ગિરનાર પર્વત ઉપરથી ઊતરીને જગત જીવોના ઉદ્ધાર માટે પ્રભુ વિચરવા લાગ્યા. સોરઠ, ભરૂચના પ્રદેશ તેમજ બંગાદિ ઘણા દેશોમાં વિચરી રાજા પ્રજાને ઉપદેશ આપી જગતનું હિત સાથી પાછા સોરઠ દેશમાં પધાર્યા. ૧ળા ગિરનાર-શૃંગે સમવસરણ અમરકૃત અતિ શોભતું, સુર, નર, પશું ને મુખ્ય યાદવ વીરને આકર્ષતું; ત્યાં દેવકીનંદન લધુતમ ગજકુમાર કહે : “અહો! નર-નારી સુંદર વેશ ઘારી જાય સર્વે ક્યાં? કહો.” ૧૮ અર્થ - ગિરનારના શિખર ઉપર અમર એટલે દેવકૃત સમવસરણ અતિ શોભા પામતું હતું. દેવતા, મનુષ્ય, પશુ અને મનુષ્યરૂપે યાદવ વીરોને તે બહુ આકર્ષતું હતું. ત્યાં દેવકી માતાના સૌથી નાના પુત્ર Page #185 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩ ૫૭ ગજસુકુમાર પૂછવા લાગ્યા કે “અહો! આ નર નારીઓ સુંદર વેશ પહેરીને કયાં જાય છે, તે કહો.' (૧૮ સેવક કહે: “શ્રી નેમિજિન યાદવ-શિરોમણિ કુલમણિ બન તીર્થપતિ ગિરનાર પર દે દેશના ભવ-તારિણી.” વસુદેવ સમ સુંદર સ્વયંવિવાહી હર્તી રમણી ઘણી, સોમલસુતાથી નવ-વિવાહિત તોય પ્રભુ-મહિમા સુણી- ૧૯ અર્થ :- ત્યારે સેવકે કહ્યું કે શ્રી નેમિનાથ ભગવાન જે યાદવોમાં શિરોમણિ અથવા કુલમણિ સમાન છે તે તીર્થકર બનીને ગિરનાર પર્વત ઉપર સંસાર સમુદ્રને તારનારી એવી દેશના આપી રહ્યા છે, ત્યાં લોકો જઈ રહ્યા છે. તે સાંભળીને વસુદેવ સમાન સુંદર એવો ગજસુકુમાર કે જેને અનેક રમણીઓ સ્વયં વરેલી હતી તથા સોમલ નામના બ્રાહ્મણની સુતા એટલે પુત્રી જે હમણાં નવ વિવાહિત થયેલી હતી, તો પણ પ્રભુ નેમિનાથનો મહિમા સાંભળીને તે ગજસુકુમાર, ભગવાન પાસે જવા રવાના થયા. ૧૯ ગિરનાર પર જઈ વંદ પ્રભુને, વાસુદેવ સમીપ તે બેસી સુણે ધ્વનિ દિવ્ય, ઉર વૈરાગ્ય સાચો ઊપજે; દીક્ષા ગ્રહી પ્રભુની નિકટ, સાંજે ગયા સ્મશાનમાં, એકાગ્ર ચિત્તે ચિંતવે આત્મા અલૌકિક ધ્યાનમાં. ૨૦ અર્થ - ગિરનાર પર્વત ઉપર જઈ પ્રભુને વંદન કરી, વાસુદેવ શ્રી કૃષ્ણ ત્યાં બેઠા હતા. તેમની સમીપે તે પણ બેસી ગયા. ત્યાં પ્રભુ નેમિનાથની દિવ્ય ધ્વનિ સાંભળીને ગજસુકુમારના હૃદયમાં સાચો વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી પ્રભુ પાસે ત્યાં જ દીક્ષા ગ્રહણ કરીને સાંજે સ્મશાનમાં જઈ ધ્યાનમાં ઊભા રહ્યા. ધ્યાનમાં એકાગ્ર ચિત્ત કરીને અલૌકિકપણે આત્માને ચિંતવવા લાગ્યા. ૨૦ બીજે દિને શ્રી કૃષ્ણ આવ્યા, ભક્તિભાવ ઉરે રમે, જિન નેમિને વંદી અઢાર હજાર મુનિવરને નમે; શ્રી કૃષ્ણ કહે: “ત્રણ ખંડ જીંતતાં થાક લાગ્યો નહિ મને; પણ આજ અતિ થાકી ગયો, શુ મંદતા વસી મુજ મને?” ૨૧ અર્થ :- બીજે દિવસે શ્રી કૃષ્ણ પ્રભુ પાસે આવ્યા કે જેના હૃદયમાં ભક્તિભાવ સર્વ મુનિઓ પ્રત્યે રમતો હતો. તેથી શ્રી નેમિનાથ ભગવાનને વંદન કરી આજે અઢાર હજાર મુનિઓની પણ ભાવપૂર્વક વંદના કરી. પછી શ્રી કૃષ્ણ શ્રી નેમિનાથને કહ્યું કે ભગવન્! ત્રણ ખંડને જીતતા મને એટલો થાક લાગ્યો નહોતો તેટલો થાક આજે મને લાગ્યો છે. તો મારા મનમાં એવી કંઈ મંદતા આવી હશે કે જેથી મને આજે આટલો થાક લાગ્યો. ૨૧ શ્રી નેમિ કહે કે “થાક ઊતર્યો, પ્રકૃતિ તીર્થકર લહી, ગતિ નરક સાતમ ટળી ગઈ ત્રીજી નરક સ્થિતિ રહી; સમ્યકત્વની દ્રઢતા થઈ, મુક્તિ-સમીપતા વળી વરી, વૈરાગ્યની વૃદ્ધિ થઈ, કેવી કમાણી એ કરી?” ૨૨ અર્થ - ત્યારે શ્રી નેમિનાથ પ્રભુએ કહ્યું કે હે કૃષ્ણ! આત્મદ્રષ્ટિએ જોતાં આજે તમને થાક લાગ્યો નથી પણ તમારો થાક ઊતરી ગયો છે. તીર્થંકર પ્રકૃતિનો આજે તમે બંઘ કર્યો છે તથા તમારી પૂર્વે Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બંઘાયેલ સાતમી નરક ટળી જઈ ત્રીજી નરક સુઘીની જ સ્થિતિ રહી છે. વળી સમ્યકત્વની પણ તમને દ્રઢતા થઈ છે, જેથી મુક્તિ સમીપ આવી ગઈ છે. વૈરાગ્યની પણ તમારામાં વૃદ્ધિ થઈ છે. માટે આજે તો તમે કેવી ઉત્તમ કમાણી કરી લીધી. રા. પછી કૃષ્ણ પૂછે : “ગજકુમાર મુનિ હજી નથી વંદિયા, નાના નવીન મુનિ ના દીઠા મેં, પ્રભુ કહો તે ક્યાં ગયા?” “નિજ આત્મકાજ કરી ગયા, કૈવલ્યપદ પામી મહા” એવી પ્રભુની વાણી સુણી આશ્ચર્ય પામે સૌ અહા! ૨૩ અર્થ - પછી શ્રી કૃષ્ણ પૂછવા લાગ્યા કે ભગવન્! ગજસુકુમાર મુનિને હજી મેં વાંદ્યા નથી. તે નાના નવીન દીક્ષિત મુનિને મેં જોયા નથી તો તે ક્યાં ગયા છે, તે પ્રભુ કહો. પ્રભુ કહે - તે તો પોતાના આત્માનું કામ કરીને મહાન એવા કેવળજ્ઞાનને પામી મોક્ષે પધાર્યા. એવી પ્રભુની વાણી સાંભળીને સર્વે આશ્ચર્ય પામી ગયા. ર૩રા. શ્રી હરિ કહે : “કેવી રીતે એ અલ્પકાળે શિવ વરે?” ત્યાં પ્રભુ કહે: “મુનિ સાંજના પ્રતિમા સ્મશાને જઈ ઘરે; સોમલ શ્વસુર બ્રિજ પુત્રી-દુખનું વેર ઘર શોધ્યા કરે, રાત્રે સ્મશાને દેખ, મુનિના શિરપરે અગ્નિ ભરે. ૨૪ અર્થ :- શ્રી હરિ એટલે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે અલ્પકાળમાં જ કેવી રીતે તે મોક્ષને પામી ગયા. ત્યાં જવાબમાં પ્રભુએ કહ્યું કે ગજસુકુમાર મુનિ સાંજના સ્મશાનમાં પ્રતિમા ઘારીને ઊભા રહ્યા હતા. ત્યાં ગજસુકુમારનો સસરો બ્રાહ્મણ સોમલ જે પોતાની પુત્રીને વરી, દીક્ષા લેવાથી પુત્રી દુઃખનું વેર મનમાં ઘારીને ગજસુકુમારને શોધતો હતો. તેણે રાત્રે સ્મશાનમાં ગજસુકુમારને ધ્યાનમાં ઊભા જોઈ ક્રોઘાયમાન થઈને મુનિના શિર ઉપર માટીની પાળ કરી અંગારા ભરી દીધા. ૨૪ શ્રેણી ક્ષેપક માંડી મુનિ તો અંતકૃત કેવળી થયા.” સર્વે સુણી વૈરાગ્ય પામ્યા; કોઈ તો મુનિ થઈ ગયા. હરિ બાર વર્ષે દ્વારિકાના દાહ પછીથી મરી ગયા; બળદેવ પછી બહુ શોક કરી દીક્ષા થરી મરી સુર થયા. ૨૫ અર્થ - શ્રી ગજસુકુમાર મુનિ તે વખતે ક્ષપકશ્રેણિ માંડીને સર્વે કમને ખપાવી અંતકત કેવળી બની મોક્ષે પધાર્યા. આ વાત ભગવાનના મુખેથી સાંભળીને સર્વ વૈરાગ્ય પામ્યા, અને કોઈ તો વળી મુનિ બની ગયા. હરિ એટલે શ્રીકૃષ્ણ પણ બાર વર્ષે દ્વારિકા નગરી બળી ગયા બાદ જંગલમાં સૂતા હતા. ત્યાં જરાકુમારના બાણથી મરણ પામ્યા. તેથી બળદેવને ઘણો શોક થયો પણ અંતે દીક્ષા લઈ આરાઘના કરીને દેહ છોડી તે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ૨પા. આ ઑવન વાસુદેવનું વૈરાગ્ય દે, સદ્ભાવ જો: જો જન્મ કારાવાસમાં, ગાયો ચરાવી જીવતો, જીતી સહજ ચાણુરમલને કંસવઘ તે વર કરે, શિશુપાલને પૂરો કરી, પ્રતિ-વાસુદેવ-ર્જીવન હરે. ૨૬ Page #187 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ અર્થ :— ઉપરોક્ત પ્રમાણે શ્રી કૃષ્ણ વાસુદેવનું જીવન, જો હૃદયમાં સદ્ભાવ એટલે સમ્યભાવ જાગૃત હોય તો વૈરાગ્ય આપે એવું છે. કેમકે પ્રથમ તેમનો જન્મ કારાવાસમાં થયો, પછી ગોકુલમાં ગાયો ચરાવી, ગુપ્તપણે તેમને મોટા થવું પડ્યું. મોટા થઈ ચાણુરમલને સહજમાત્રમાં જીતી લઈ વીર એવા શ્રી કૃષ્ણે કંસનો વધ કર્યો. શિશુપાલને મારી તથા જરાસંઘ નામના પ્રતિવાસુદેવના જીવનનો અંત આણી તેનું રાજ્ય ગ્રહણ કર્યું. ।।૨૬ા ત્રણ ખંડ જીતી દ્વારિકામાં દેવ સમ સુખે વસે, નજરોનજર નિજવંશ સહ દ્વારાવતી બળતી દીસે; ત્રાસી છૂટી પાંડવ કને જાતાં મરણ રસ્તે બને– ના જળ મળે, તરસ્યા મરે, પ્રભુનું શરણ નિર્જન વને. ૨૭ ૩૫૯ અર્થ :– પછી ત્રણ ખંડને જીતી દ્વારિકામાં જે દેવતા સમાન સુખપૂર્વક વસતા હતા. તેમણે પણ નજરોનજર પોતાના સર્વ કુટુંબીઓ સાથે દ્વારાવતી એટલે દ્વારિકા નગરીને બળતી જોઈ. આવો ત્રાસ જોઈને ત્યાંથી છૂટી પાંડવ પાસે જતાં રસ્તામાં શ્રી કૃષ્ણનું મરણ થયું. મરતી વખતે કોઈ પાણી પાનાર પણ નહોતું, ભાઈ બળદેવ પાણી લેવા ગયા હતા. તેટલામાં શ્રી કૃષ્ણના પગમાં હરણની આંખ જેવું ચળકતું ચિહ્ન જોઈ તેને હરણ માની જરાકુમારે બાણ માર્યું, અને પાણીના તરસ્યા ત્યાં જ દેહનો ત્યાગ કર્યો. શ્રી નેમિનાથ પ્રભુનું શરણ જ એકમાત્ર તે નિર્જન વનમાં હતું. ।।૨૭।। પાંડવ સુણી હાર-મરણ કુંતા, દ્રૌપદી સહ આવિયા, નેમિ-પ્રભુની વાણી સુણી સંસારતાપ શમાવિયા; નિજ પૂર્વભવ સુણવા, પ્રભુને વિનયથી વીનવે અતિ, સંસાર-સાગર શોષતી વાણી વદે કરુણાનિધિ : ૨૮ અર્થ : શ્રી કૃષ્ણના મરણની વાત સાંભળીને પાંડવ તથા કુંતામાતા દ્રૌપદી સાથે ત્યાં આવ્યા. શ્રી નેમિનાથ પ્રભુની વાણી સાંભળીને સંસારતાપનું તેમના મનમાં શમન થયું. પાંડવો પોતાના પૂર્વભવની વાત સાંભળવા માટે વિનયપૂર્વક પ્રભુને ઘણી વિનંતી કરવા લાગ્યા. તેથી સંસારસમુદ્રના દુઃખરૂપ પાણીને સુકવનાર એવી વાણી કરુણાના ભંડાર એવા ભગવંત કહેવા લાગ્યા. ।।૨૮। “ચંપાપુરે આ ભરતમાં, દ્વિજ સોમદેવ વસે ભલો, ત્રણ પુત્ર તેના પરણિયા, માતુલપુત્રી, સાંભળો; વરી સોમદત્તે તો ઘનશ્રી, સોમિલે મિત્રીને; નાગશ્રી સોમભૂતિ વરે કન્યા કુબુદ્ધિથારી જે. ૨૯ અર્થ :— હવે ભગવંત પાંડવોના પૂર્વભવનું વર્ણન કરે છે ઃ— આ ભરતક્ષેત્રના ચંપાપુરીમાં સોમદેવ નામનો હિજ એટલે બ્રાહ્મણ વસે છે. તેના ત્રણ પુત્રો માતુલ એટલે મામાની પુત્રીઓને પરણ્યા. સોમદત્ત નામનો સૌથી મોટો ભાઈ ઘનશ્રી નામની કન્યાને વર્યો. (આ સોમદત્ત યુઘિષ્ઠિરનો જીવ છે. અને ઘનશ્રી તે નકુલનો જીવ છે.) સોમિલ નામનો બીજો ભાઈ મિત્રશ્રીને વર્યો. (સોમિલ ભીમનો જીવ છે અને મિત્રશ્રી સહદેવનો જીવ છે.) ત્રીજો ભાઈ સોમભૂતિ તે કુબુદ્ધિને ધારણ કરનારી નાગશ્રીને પરણ્યો. (સોમભૂતિ અર્જુનનો જીવ છે અને નાગશ્રી દ્રૌપદીનો જીવ છે.) રા Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ જ્યાં એક દિન વૈરાગ્યવશ દ્વિજ સોમદેવ મુનિ બન્યા, નાગીના વિના સ્વજન સૌ વ્રત ગ્રહે શ્રાવક તણાં; નાગશ્રીને બહુ સોમિલા સારું કુમત તજવા કહે, પણ દુષ્ટ-બુદ્ધિ સર્વની નિંદા કરાવાને ચહે. ૩૦ અર્થ જ્યારે એક દિવસે વૈરાગ્યવશ બ્રાહ્મણ પિતા સોમદેવ મુનિ બન્યા ત્યારે એક નાગશ્રી વિના બીજા બધા સ્વજનોએ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. ૩૬૦ નાગશ્રીને સોમિલા નામની સાસુ, કુમત એટલે કુબુદ્ધિને છોડવા માટે ઘણું કહે છે. પણ તે દુષ્ટ બુદ્ધિ નાગશ્રી તો સર્વની નિંદા કરાવવાને જ ઇચ્છે છે. ।।૩૦।। ઘ્યાની મહામુનિ ધર્મરુચિ નામે પધાર્યા પોળમાં, પડગાર્હી મુનિને નાગિલા દે ભેળવી વિષ ગોળમાં; વ્યાપી ગયું તત્કાળ વિષ, આરાઘના મુનિ તો કરે, સવાર્થ-સિદ્ધિ-સુખ વરે; ભાઈ ત્રણે મુનિપદ થશે. ૩૧ અર્થ :– ઘ્યાનના અભ્યાસી શ્રી ધર્મરુચિ નામના મહામુનિ આહાર અર્થે પોળમાં પધાર્યા કે તે મુનિને પડગાહી એટલે આવકાર આપી નાગિલાએ (નાગશ્રીએ) ગોળમાં વિષ ભેળવીને આપ્યું. તે તત્કાળ મુનિના શરીરમાં વ્યાપી ગયું. મુનિ તો આરાધના કરી દેહત્યાગી સર્વાર્થસિદ્ધિ વિમાનના સુખને તત્કાળ પામ્યા. અને સંસારનું આવું ભયંકર સ્વરૂપ જાણી ત્રણે ભાઈઓએ દીક્ષા ગ્રહણ કરી. ।।૩૧।। સાસુ સહિત બે પુત્ર-વષૅ બની આર્થિકા વ્રત પાળતાં; સર્વે યથાશક્તિ કરી તપ દેવગતિ ઉપાર્જતાં; નાગશ્રીનું મૂંડાવી શિર, ખર ઉપર રે! બેસાર્ડીને પુર શેરીઓમાં ફેરવી; દુઃખ લોક દે રંજાડીને. ૩૨ અર્થ :– સોમિલા સાસુ સહિત બે પુત્રવધુ ઘનશ્રી અને મિત્રશ્રી પણ સાધ્વી બનીને વ્રત પાળી, યથાશક્તિ તપ કરી સર્વે દેવગતિને પામ્યા.સાધુ ભગવંતને વિષ આપવાથી નાગશ્રીનું માથું મુંડાવી, ખર એટલે ગધેડા ઉપર બેસાડી નગરની શેરીઓમાં ફેરવી, તેને લોકોએ રંજાડી ખૂબ દુઃખ આપ્યું. ।।૩૨।। મી તીવ્ર પાપે કોઢ રોગે, પંચમી નરકે ગઈ, ત્યાં શસ્ત્રછેદન, અગ્નિ શૂલારોહથી દુઃખી થઈ; ને સમદશ સાગર રહી મરી દૃષ્ટિવિષ સાપણ થઈ, બહુ પાપ કરી ગઈ બીજી નરકે, ત્યાંય ત્રણ સાગ૨ રહી. ૩૩ અર્થ :– આવા તીવ્ર પાપે કોઢના રોગથી વ્યાસ થઈને મરી જઈ તે નાગશ્રી પાંચમી નરકમાં ગઈ, ત્યાં શસ્ત્ર વગેરે દ્વારા છેદન ભેદનને પામી, અગ્નિના અને શૂલી આરોહણના ઘણા દુ:ખોને સપ્તદશ એટલે સત્તર સાગરોપમ સુધી ભોગવીને ત્યાંથી નીકળી દૃષ્ટિવિષ સાપણ થઈ. ત્યાં પણ બહુ પાપ કરીને પાછી બીજી નરકે જઈ ત્રણ સાગરોપમ સુધી ત્યાં દુઃખો ભોગવ્યા. ।।૩૩।। સ્થાવર થઈ સાગર ભમી બે, પછી બની ચંડાલણી, વનમાં મુનિ મળતાં તજે મઘુ-માંસ શિખામણ સુણી; Page #189 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬ ૧ તેથી મરી ચંપાપુરીમાં પુત્રી થઈ ઘનવંતની, ને નામ સુકુમારી ઘર્યું, પણ પાર નહિ દુર્ગઘની. ૩૪ અર્થ :- બીજી નરકથી નીકળી એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયની સ્થાવર યોનિઓમાં બે સાગરોપમ સુધી ભમીને પછી તે ચંડાલણ થઈ. તે ભવમાં એકવાર વનમાં મુનિ મહાત્મા મળતાં તેની શિખામણ સાંભળીને દારૂ અને માંસનો ત્યાગ કર્યો. તેથી ત્યાંથી મરીને ચંપાપુરીમાં સુબન્ધ નામના ઘનવંત શેઠને ઘેર પુત્રીરૂપે અવતરી. ત્યાં તેનું નામ સુકુમારી રાખવામાં આવ્યું. (આ દ્રૌપદીનો જીવ છે.) તેના શરીરમાંથી નીકળતી દુર્ગઘનો પાર નથી. ૩૪ પિતા સ્વકારે જ્યાં સગાઈ, દુષ્ટ દુર્ગઘા ગણી જિનદેવ તો મુનિ પાસ જઈ વ્રત ઘારીને બનતો મુનિ; દીધું વચન ઘનવંતને લોપાય નહિ એવું લહે, જિનદત્ત લઘુ સુત કાજ આગ્રહવશ સુકુમારી ગ્રહે. ૩૫ અર્થ - પિતાએ જ્યારે સગાઈ સ્વીકારી કે આ દુર્ગઘાને દુષ્ટ જાણી જિનદેવ નામના મોટા પુત્રે તો મુનિ પાસે જઈ વ્રત ઘારણ કરી દીક્ષા લઈ લીધી. પછી પિતાએ નાના પુત્ર જિનદત્તને કહ્યું કે આપણે ઘનવાન એવા સુબન્ધ શેઠને વચન આપેલું છે તે લોપાય નહીં. તેથી પિતાના આગ્રહથી નાના ભાઈ જિનદત્તને તે સુકુમારી સાથે લગ્ન કરવા પડ્યા. રૂપા સાપણ સમી ગણ સમીપ પણ જિનદત્ત કદી જાતો નથી, દુર્ગધ પૂર્વિક પાપની જાણી નસીબ નિજ નિંદતી. ત્યાં એકદા આહાર અર્થે આર્થિકાગણ આવતાં, આહાર દઈ સુકુમારી પૂંછતી, “કેમ દીક્ષા ઘારતાં?” ૩૬ અર્થ :- સુકુમારીને સાપણ સમાન જાણીને જિનદત્ત કદી તેની સમીપ પણ જતો નથી. પૂર્વે કરેલા પાપના કારણે મારા શરીરમાં આવી દુર્ગધ વ્યાપેલ છે. એમ વિચારી સુકુમારી પોતાના નસીબનીજ નિંદા કરતી હતી. એકવાર આહારને માટે આર્થિકાગણ એટલે સાધ્વીઓનો સમૂહ આવતા તેમને આહાર દઈને સુકુમારી પૂછવા લાગી કે તમે દીક્ષા કેમ ઘારણ કરી? કપા કરી તેનું કારણ કહો. ૩૬ આર્યા કહેઃ “કલ્યાણી, સુણ પૂર્વે હતી ઇંદ્રાણી હું; સૌઘર્મ ઇન્દ્ર સહિત જઈ નંદીશ્વરે ભક્તિ કરું; વૈરાગ્ય વથતાં સત્ય મનથી મેં પ્રતિજ્ઞા એ કરી, કે મનુજ ભવ પામ્યા પછી દીક્ષા ગ્રહીશ હું આકરી. ૩૭ અર્થ :- તેના પ્રત્યુત્તરમાં સાધ્વી બોલી કે હે કલ્યાણી! તું સાંભળ. હું પૂર્વભવમાં ઇન્દ્રાણી હતી. સૌઘર્મેન્દ્ર સાથે નંદીશ્વર દ્વીપમાં જઈ હું ભક્તિ કરતી. એકવાર વૈરાગ્ય વધતાં મેં સત્ય મનથી એવી પ્રતિજ્ઞા કરી કે હું મનુષ્ય જન્મ પામ્યા પછી દીક્ષા ગ્રહણ કરીને આકરી ચર્યા પાળીશ. II૩૭ળા સાકેત નગરે નૃપઘરે જન્મી અને મોટી થઈ, જાતાં સ્વયંવર-મંડપે જાતિસ્મરણ પામી ગઈ; Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મારી પ્રતિજ્ઞા સાંભરી, વૈરાગ્યથી આર્યા થઈ, સંસાર-સુખને છોડતાં, શાંતિ પરમ પામી ગઈ.” ૩૮ અર્થ - પછી દેવલોકથી ચ્યવી સાકેત નગરમાં રાજાને ઘેર હું જન્મી. મોટી થયા પછી મારો સ્વયંવર મંડપ રચાયો. તેમાં જતાં હું જાતિસ્મરણજ્ઞાનને પામી ગઈ. તેથી મારા પૂર્વ જન્મની પ્રતિજ્ઞા સાંભરી આવી અને વૈરાગ્ય પામીને મેં દીક્ષા ગ્રહણ કરી છે. કલ્પિત એવા સંસારસુખને છોડતાં હવે હું આત્માના પરમશાંતિ સુખને પામી છું. //૩૮ સુકમારી આજ્ઞા લઈ સગાંની એકદમ આર્યા થઈ, તપમાં બહુ મન જોડી વનમાં એક દિન પોતે ગઈ; વેશ્યા ફૂપાળી ત્યાં હતી, નર પાંચ તેને વીનવે, તે દેખી સુકુમારી કરે દુર્ગાન, તેથી આ ભવે- ૩૯ અર્થ - સુકુમારી જે દુર્ગઘથી યુક્ત હતી તેણે ઉપર પ્રમાણે સાંભળીને સગાંની આજ્ઞા લઈ પોતે પણ એકદમ સાધ્વી બની ગઈ. અને તપમાં મન ઘણું જોડી દીધું. પણ એકવાર પોતે વનમાં ગઈ ત્યાં રૂપાળી એવી વસન્તસેના નામની વેશ્યાને દીઠી. જેને પાંચ જણ મોહવશ વીનવી રહ્યા હતા. તે જોઈ સુકુમારી એવી સાથ્વીના મનમાં પણ દુધ્ધન વ્યાપ્યું કે મને દુર્ભાગ્યશાળીને કોઈએ ઈચ્છી નહીં પણ આને તો પાંચ પાંચ જણ વીનવી રહ્યા છે, એવી ભાવનાથી દ્રૌપદીના ભાવમાં સતી હોવા છતાં એના પાંચ પતિ છે એવી લોકવાયકા પ્રસરી. ૩૯ અતિ રૂપ પામી પુણ્યથી, પાળે પતિવ્રત આકરું, પ્રસરી છતાં જન-વાયકા કે પાંચ પતિએ મન હર્યું; વ્રતવંત સુકુમારી મરી થઈ દેવી સોમભૂંતિ તણી, સુર-આયુ પૂર્ણ થયે થઈ પુત્રી ભારતમાં દ્રુપદની. ૪૦ અર્થ :- ઘણું તપ કરવાથી હવે પુણ્યના પ્રભાવે આ ભવમાં તે અતિ રૂપવાન થઈને દ્રઢ પતિવ્રતને પાળતી હતી. છતાં લોકવાયકા એવી પ્રસરી કે એ તો પાંચ પતિના મનને હરણ કરનારી છે. વ્રતવંત એવી સુકુમારી જે દુર્ગઘવાળી હતી તે ત્યાંથી મરીને પ્રથમ તો દેવલોકમાં સોમભૂતિની દેવી થઈ. (સોમભૂતિ જે પૂર્વભવમાં એનો પતિ હતો અને ભાવિમાં પણ એ જ એનો પતિ અર્જુન નામે થશે) પછી તે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને ભરતક્ષેત્રમાં દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીરૂપે અવતરી. ૪૦ના જ્યાં ઉચ્ચ સ્તંભે ફરતી પેંતળી નાક પર મોતી હતું, તે અર્જુને ગાંડીવચાપે શરવડે વીંથી લીધું; તેથી સ્વયંવર-મંડપે ગઈ દ્રોપદી અર્જુન કને, મોતી તણી માળા ગળામાં અર્પવા અર્જુનને. ૪૧ અર્થ – ઊંચા થાંભલા ઉપર ફરતી પૂતળીના નાક ઉપર રહેલ મોતીને અને ગાંડીવ ચાપ એટલે ગાંડીવ ઘનુષ્ય ઉપર શર એટલે બાણ ચઢાવીને વીંઘી લીધું. તેથી સ્વયંવર મંડપમાં દ્રૌપદી અર્જુન પાસે તેના ગળામાં મોતીની માળા પહેરાવવા માટે ગઈ. ૪૧ાા Page #191 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬૩ માળા અકસ્માતે તૂટી ત્યાં મોર્લી પાંચે પર પડ્યાં, લોકો અદેખા સૌ કહે, “વર પાંચને—ગપ્પાં ઘડ્યાં. તે પૂર્વના દુર્ગાનનું અપકીર્તિરૂપ ફળ તો ખરું; ભીમે મુનિસેવા કરેલી તો મળ્યું બળ આકરું. ૪૨ અર્થ - માળા પહેરાવતા અકસ્માત તે માળા તૂટી જઈ તેના મણકા વિખરાઈને અર્જુન આદિ પાંચેય ભાઈઓ પર પડ્યા. તેથી અદેખા લોકો કહેવા લાગ્યા કે અરે એ તો પાંચેયને વરી, એવા ગપ્પાં ઘડ્યાં. એણે પૂર્વે વેશ્યાને જોઈ દુર્ગાન કરેલું તેનું આ અપકીર્તિરૂપ ફળ આવ્યું. અને ભીમે પૂર્વભવમાં મુનિઓની સેવા કરેલી તેથી આ ભવમાં ઘણા આકરા બળનો તે ઘારક થયો. ૪રા તે સોમદત્ત યુધિષ્ઠિર થયા, સોમિલ તે છે ભીમ આ, અર્જુન જાણો સોમભૂતિ ને ઘનશ્રી નકુલ આ; ને મિત્રશ્રીનો જીવ પણ સહદેવરૂપે આ ભવે, પૂર્વે કરેલા પુણ્યથી પાંડવ થઈ સુખ અનુભવે. ૪૩ અર્થ - પૂર્વભવના સોમદત્ત બ્રાહ્મણ હવે આ ભવમાં યુધિષ્ઠિર થયા, સોમિલનો જીવ ભીમ થયો, સોમભૂતિ હવે અર્જન થયો અને ઘનશ્રી હતી તે નકુલ થયો અને મિત્રશ્રીનો જીવ આ ભવમાં સહદેવરૂપે અવતર્યો. પૂર્વે કરેલા પુણ્યથી આ ભવમાં પાંડવ થઈ સુખ ભોગવવા લાગ્યા. //૪૩ી. બ્રાહ્મણભવે સંચય કરેલાં પુણ્યથી સર્વે મળ્યું, કૌરવ હરાવ્યા હરિકૃપાથી પુણ્યન્તરુ તે તો ફળ્યું; વારિ વલોવ્ય નહિ મળે નવનીત એ વિચારજો, આ આત્મહિતનો દાવ આવ્યો, સાર આ ન વિસારશો.”૪૪ અર્થ - બ્રાહ્મણભવમાં સંચય કરેલા પુણ્યથી આ સર્વે પ્રાપ્ત થયું. પાંડવોની સામે થયેલા કૌરવ પણ હરિ એટલે શ્રી કૃષ્ણની કૃપાથી હારી ગયા. એમ પાંડવોનું પુણ્યરૂપી વૃક્ષ ફળવાન થયું. આ સંસારમાં ઇન્દ્રિય સુખરૂપ પાણી વલોવવાથી સાચું સુખરૂપ નવનીત એટલે માખણ નહીં મળે. આ વાતનો વિચાર કરજો. આ આત્મકલ્યાણ કરવાનો દાવ આવ્યો છે. તેને સારભૂત તક જાણી વિસારી દેશો નહીં; પણ આ અવસરનો અવશ્ય લાભ લેજો. ૪૪ પ્રભુ સમીપ દીક્ષા ત્યાં ગ્રહે પાંચે ય પાંડવ ભાઈઓ, રાજુલ કને દીક્ષા ગ્રહે દ્રોપદી વગેરે બાઈઓ; વિહાર કરી પાંડવ મુનિવર સિદ્ધગિરિ પર આવિયા, ત્યાં પ્રબળ પરિષહ જીતનારા ધ્યાનમાં લય લાવિયા. ૪૫ અર્થ:- પ્રભુ નેમિનાથ પાસે પાંચેય પાંડવોએ દીક્ષા ગ્રહણ કરી અને રાજાલ સાધ્વી પાસે દ્રૌપદી, શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા તથા પાંડવોની માતા કુંતા વગેરે બાઈઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા કરતા પાંચેય પાંડવ મુનિઓ સિદ્ધગિરિ એટલે પાલિતાણાના ગઢ ઉપર આવી પહોંચ્યા. ત્યાં પ્રબળ પરિષહને જીતનારા એવા આત્મધ્યાનમાં લયલીન થઈ ગયા. II૪પા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભાણેજ દુર્યોધન તણો ગિરિ પર જતાં ઓળખેં ગયો, મામા હણી ધ્યાને ઊભા ગણી, તે અતિ નિર્દય થયો; તેણે તપાવ્યાં લાલ લોઢાં વિવિઘ ભૂષણના ફૂપે, પાંચે ય પાંડવને શરીરે જડી કહે : “કેવાં દીપે?” ૪૬ અર્થ - દુર્યોઘનનો ભાણેજ પાલિતાણાના ગિરી ઉપર જતાં પાંડવોને જોઈ ઓળખી ગયો અને વિચારવા લાગ્યો કે મારા મામા દુર્યોધનને યુદ્ધમાં હણીને હવે અહીં ધ્યાનમાં ઊભા છે. પણ તે હવે દિક્ષિત હોવાથી કંઈ કરશે નહીં. માટે તેનો બદલો લઉં, એમ વિચારી તે અતિ નિર્દય પરિણામને પામ્યો. તેણે લોઢાના વિવિધ આભૂષણો બનાવી અગ્નિમાં ઘમીને લાલચોળ કરી પાંચેય પાંડવોના શરીર ઉપર પહેરાવી દીધા. અને કહેવા લાગ્યો કે જાઓ એ કેવાં દીપે છે અર્થાત્ શોભે છે. I૪૬ાા મુનિ ઘર્મ, અર્જુન ને ભીમે શ્રેણી ક્ષપકૉપ આગથી બાળી દીઘાં કમ બઘાં; પણ ભાઈ બે શુભ રાગથી શ્રેણિ ઉપશમ માંડી મારી ઉત્તમ વિમાને સુર થયા; નેમિ પ્રભુ, શૈલેશી પદમાં સ્થિર થઈ શોભી રહ્યા. ૪૭ અર્થ - મુનિ ઘર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ તો તે જ સમયે ક્ષપકશ્રેણીરૂપ આગથી અર્થાત્ શુક્લધ્યાનરૂપ હોળી વડે સર્વ કમોને બાળી ભસ્મીભૂત કરી મુક્તિપુરીએ પહોંચ્યા. પણ નકુલ અને સહદેવ એ બે નાના ભાઈઓને યુધિષ્ઠિર પ્રત્યે મનમાં શુભ રાગ પ્રગટ્યો કે ઘર્મરાજા કોમળ છે તે કેવી રીતે આ સહન કરી શકશે, તેથી તે બેય જણા ઉપશમ શ્રેણી માંડી ત્યાંથી દેહ ત્યજીને ઉત્તમ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવરૂપે અવતર્યા. ત્યારે શ્રી નેમિનાથ પ્રભુ શૈલેશીકરણ એટલે પર્વત જેવી અડોલ સ્થિરતા કિરીને ધ્યાનમાં શોભી રહ્યા હતા. //૪થી અંતિમ માસે યોગ તર્જી આષાઢ શુક્લા સાતમે, શુભ રાતની શરૅઆતમાં પ્રભુ શિવપુર જઈ વિરમે. મુનિ પંચશત તેત્રીસ પ્રભુ સાથે કરે આરાઘના, તે સર્વ મુનિવર મુક્તિ પામ્યા; ઘન્ય તે બુદ્ધિઘના!૪૮ અર્થ - અંતિમ મહિનામાં અષાઢ સુદી સાતમના દિવસે ભગવંત શ્રી નેમિનાથ મન વચન કાયાના સર્વ યોગને તજી દઈ, શુભ રાત્રિની શરૂઆતમાં મોક્ષનગરે જઈ, શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરીને સર્વકાળને માટે પ્રભુ ત્યાં વિરામ પામી ગયા. પ્રભુની સાથે પંચશત એટલે પાંચસો અને તેત્રીસ મુનિઓએ પણ આરાધના કરેલ. તે સર્વ મુનિવરો મુક્તિને પામ્યા. સમ્યબુદ્ધિના ઘનરૂપ એવા સર્વ મુનિ મહાત્માઓ ઘન્યવાદને પાત્ર છે. ૪૮. અંતિમ કલ્યાણક કરે ઇન્દ્રાદિ દેવો ભાવથી; ગિરનાર ગિરિ મેરું થકી શોભે વિશેષ પ્રભાવથી. જો જન્મ-કલ્યાણક વડે મેરું ગિરિ મહા તીર્થ છે, તો જ્ઞાન, તપ, નિર્વાણ ત્રણ કલ્યાણકે ગિરનાર, રે!૪૯ અર્થ :- ભગવાનનું અંતિમ નિર્વાણ કલ્યાણક ઇન્દ્રાદિ દેવોએ ભાવપૂર્વક કર્યું. ગિરનાર ગિરી, Page #193 -------------------------------------------------------------------------- ________________ (૩૦) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૩ ૩૬૫ મેરૂપર્વત કરતાં પણ વિશેષ પ્રભાવથી શોભવા લાગ્યો. મેરુ ગિરિ પર પ્રભુનું જન્મકલ્યાણ ઊજવાય તેથી તે મહાતીર્થ ગણાય તો ગિરનાર ગિરી પર ભગવાનના જ્ઞાન કલ્યાણક, તપ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક એમ ત્રણ કલ્યાણક થવાથી ગિરનાર ગિરી તેથી વિશેષ પ્રભાવશાળી ગણાય. ૪૯ાા નેમિ પ્રભુના સંઘનું સંક્ષિપ્ત વર્ણન સાંભળો, વરદત્ત આદિ ગણઘરો અગિયાર, શ્રુતકેવળી કળો; ને ચૌદપૂર્વી ચારસો, શત પંચદશ અવધિ-ઘરા, વળી પંચદશ શત કેવળી, નવસો મન:પર્યય-ઘરા. ૫૦ અર્થ :- શ્રી નેમિનાથ ભગવાનના ચતુર્વિઘ સંઘનું સંક્ષિપ્ત વર્ણન સાંભળો. જેમાં વરદત્ત આદિ અગ્યાર ગણધરો છે; જે સર્વ શાસ્ત્રના પારગામી એવા શ્રુતકેવળી છે. ચારસો ચૌદ પૂર્વધારી છે. પંદરસો અવધિજ્ઞાનને ઘારણ કરનારા છે. તથા પંદરસો કેવળી અને નવસો મન:પર્યવજ્ઞાની છે. પવા અગિયારસો વૈક્રિય-લબ્ધિવંત, વાદી તેટલા; સર્વે અઢાર હજાર મુનિ પુરુષાર્થ કરતા કેટલા? રાજીમતી આદિ હતી ચાળીસ હજાર સુ-આર્થિકા, ને પાંચ લાખ અધિક પાંચ હજાર શ્રાવક-શ્રાવિકા. ૫૧ અર્થ - વળી અગિયારસો વૈક્રિય-લબ્ધિવંત મુનિવરો છે. એ લબ્ધિ વડે જેવું રૂપ વગેરે કરવું હોય તે કરી શકાય તથા અગ્યારસો વાદી પ્રભાવક છે કે જે ગ્રંથોના બળે કે સિદ્ધાંતના બળથી મિથ્યા એવા પરમતનો ઉચ્છેદ કરી શકે. સર્વે મળીને અઢાર હજાર મુનિવરો છે. તેમાં કેટલાક તો ઘણો પુરુષાર્થ કરતા હતા. રાજુમતિ (રાજાલ) આદિ ચાલીશ હજાર સખ્યભાવને પામેલી એવી સાધ્વીઓ છે. તથા પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવક શ્રાવિકાઓનો પરિવાર છે. ||૫૧૫ અતિ રાજ્યલક્ષ્મી રામર્તી સમ યુવતી સાથે તજી, મુનિવર બનીને જ્ઞાનલક્ષ્મી પૂર્ણ પામે નેમિજી; નિજ ઘર્મ-ચક્રર્ને નેમિ સમ નેમિ પ્રભુને ઉર ઘરો; એ નાવમાં બેસી સુદુસ્તર ભવ બઘા સહજે તરો. પર અર્થ - અત્યંત રાજરિદ્ધિને તથા રાજીમતિ જેવી યુવતીને ત્યાગી મુનિવર બનીને, કેવળજ્ઞાનરૂપ જ્ઞાન લક્ષ્મીને સંપૂર્ણપણે પામી શ્રી નેમિનાથ પ્રભુ થયા. તેથી પોતાના આત્મઘર્મરૂપી ચક્રને ગતિમાન કરવા માટે નેમિ એટલે ઘૂરી સમાન બની જગતમાં સત્ય ઘર્મનો પ્રચાર કર્યો. સમાન એવા શ્રી નેમિનાથ પ્રભુને તમે હૃદયમાં ઘારણ કરો. તથા શ્રી નેમિનાથ ભગવંતે બોઘેલા ઘર્મરૂપી નાવમાં બેસી સુદુસ્તર એટલે ઘણા જ દુ:ખે પાર કરી શકાય એવા ભવસમુદ્રને તમે સહજે તરી જાઓ અર્થાત્ પાર પામો. શ્રી નેમિનાથ ભગવંતના દ્રઢ શુદ્ધ ચારિત્રને અમારા કોટીશઃ પ્રણામ હો. શ્રી નેમિનાથ પ્રભુ ૩૦૦ વર્ષ કુમારકાળમાં રહ્યા, દીક્ષા લીધા પછી ૫૬ દિવસે કેવળજ્ઞાન પામ્યા અને ૭૦૦ વર્ષ કેવળપણે વિચર્યા. કુલ ૧૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ મોક્ષે પધાર્યા. એવા શ્રી નેમિનાથ ભગવંતના દ્રઢ શુદ્ધ ચારિત્રને અમાર કોટીશઃ પ્રણામ હો. //પરા Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ભગવાન નેમિનાથે દીક્ષા લેતા પહેલા એક વર્ષ વર્ષીદાન આપ્યું. તથા કેવળજ્ઞાન પામ્યા પછી પણ સાતસો વર્ષ સુધી ભવ્યોને આત્મા સંબંધીનું જ્ઞાનદાન આપી, લાખો જીવોનો ઉદ્ધાર કર્યો. તેમ ગૃહસ્થને પણ સંસારના દુઃખોથી છૂટવા માટે દાન એ ઘર્મનો એક પ્રકાર છે. તે વિષેના અનેક પ્રકાર નીચેના પાઠમાં વિસ્તારથી જણાવવામાં આવે છે : (૩૧) દાન (મનમંદિર આવો રે કહ્યું એક વાતલડી–એ રાગ) * જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા, એવું સંતથી સુણી રે ગ્રહું રાજ-પાય મુદી. - જ્ઞાની મહાદાની રે સદાવ્રત એનું સદી. ૧ અર્થ - જ્ઞાની પુરુષો સદા જ્ઞાનદાન આપનાર હોવાથી મહાદાની છે. જ્ઞાનદાન સર્વોપરી છે. જ્ઞાનદાન વડે જ સઘળા દાનોના પ્રકારની જીવને ખબર પડે છે. એના વડે સાચી સમજ આવે છે, હિતાહિતનું ભાન થાય છે, તેમજ વિવેક પ્રગટાવી જીવોને સાચા સુખના માર્ગે વાળનાર એ જ્ઞાન જ છે. સદાવ્રત એટલે રોજ દીનદુઃખીયાઓને અન્નદાન આપવાનું વ્રત. અથવા જ્યાં રોજ અન્નદાન અપાય છે તે સ્થળ. તેની જેમ જ્ઞાની પુરુષનું જ્ઞાનદાનરૂપ સદાવ્રત હમેશાં ચાલું છે, તે કદી પણ બંધ થતું નથી. છઠ્ઠા આરામાં ભરત કે ઐરાવત ક્ષેત્રોમાં જ્ઞાની નહીં હોવાથી જ્ઞાનદાન આપનાર કોઈ નથી. છતાં તે સમયે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તો સદા તીર્થકરોની હાજરી હોવાથી જ્ઞાનીઓના જ્ઞાનદાનનો પ્રવાહ સદા ચાલુ જ હોય છે. એવું પ.પૂ.પ્રભુશ્રીજી જેવા સંતથી સાંભળીને જ્ઞાનીપુરુષ શ્રી રાજપ્રભુના આનંદ આપનાર ચરણકમળનો સદા આશ્રય ગ્રહણ કરું. કેમકે જ્ઞાનદાન આપવાનું જેને સદાવ્રત હોવાથી તે જ મને જ્ઞાન પમાડવા સમર્થ છે. તેના વચનામૃત પાતા રે, પીતાં સહુ પોષ લહે, ભવ-દવમાં બળતાં રે બચી પ્રભુ પાસ રહે. જ્ઞાની૨ અર્થ - જ્ઞાની પુરુષ ભવ્યાત્માઓને સદા વચનરૂપ અમૃત પાવીને અમર બનાવે છે. એ જ્ઞાની પુરુષોનું જ્ઞાનદાન છે. તે પીને મુમુક્ષુ પુરુષો પરમ આત્મસંતોષને પામે છે. તે બોઘબળે જીવો સંસારરૂપી દાવાનલમાં ત્રિવિધ તાપથી બળતા બચી જાય છે અને ભાવથી તે હમેશાં પ્રભુની પાસે રહે છે. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તે પુરુષને સંભારવો, સમીપે જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર રા પ્રેમ-પાયસ પરસે રે વળી ઉત્સાહ-પૅરી, સત્ત્વશીલની સુખડી રે જમાડતા પેટ ભરી. જ્ઞાની ૩ અર્થ – જ્ઞાની મહાદાની હોવાથી મુમુક્ષુ પુરુષો પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમરૂપ પાયસ એટલે ખીર-દૂઘપાક પીરસે છે. તથા આત્માર્થ સાધવામાં ઉત્સાહરૂપ પૂરીનું દાન કરે છે. તેમજ સતુ એટલે આત્મા અને શીલ એટલે સદાચારનો ઉપદેશ આપવારૂપ સુખડી ખવરાવે છે. એમ આત્મા સંબંધી પુષ્કળ બોઘ આપી ભવ્યોને પેટ ભરી જમાડે છે. “આશ્રમનો પાયો સત્ અને શીલ છે. સત્ એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય.' -ઉપદેશામૃત વા Page #195 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન સુવિચારની વાની રે અતિ ઉપયોગી ગણી, સાથ ભાથું બંધાવે રે, વાળે શિવ-માર્ગ ભણી. જ્ઞાની ૪ અર્થ : અનેક સુવિચારરૂપ નવી નવી વાનગીઓને મોક્ષમાર્ગમાં અતિ ઉપયોગી જાણી સાથે પીરસે છે. તથા પરભવમાં જતાં છ પદની શ્રદ્ધારૂપ ભાયું પણ સાથે બંધાવે છે અને જીવને મોક્ષમાર્ગ ભણી વાળે છે. મો દુર્લભ નરભવ આ રે જીવન તો સ્વપ્ન સમું, લોભ-સાગરે ડૂબ્યા રે તેને ઠાન નાવ સમું. જ્ઞાની ૫ 3५७ અર્થ :– દશ દૃષ્ટાંતે દુર્લભ એવો આ નરભવ પામ્યા છીએ. છતાં આ જીવન તો અલ્પ સમયના સ્વપ્ન જેવું છે. આવા ટૂંકા અમૂલ્ય જીવનમાં જે જીવો ઘનાદિ પરિગ્રહને એકઠો કરવારૂપ લોભ સમુદ્રમાં ડબેલા છે. તેને આ દાનધર્મ તરવા માટે નાવ સમાન છે. પ।। ભક્તિસહ પાત્રને રે અપાય જો દાન, અહા! વડના બીજ જેવું રે વર્ષે વિસ્તાર મહા. જ્ઞાની ૬ અર્થ :– ભક્તિભાવપૂર્વક જો પાત્ર જીવોને દાન આપવામાં આવે તો અહા! આશ્ચર્ય છે કે તે વડના બીજની જેમ ઘન્ના વિસ્તારને પામે છે. હવે પાત્ર કોણ? તો કે આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ ઉત્તમ પાત્ર છે, સભ્યસૃષ્ટિ શ્રાવક મધ્યમ પાત્ર છે, અવિરત સમ્યદૃષ્ટિ જઘન્ય પાત્ર છે. દેવગુરુધર્મમાં સાચી શ્રદ્ધા રાખનાર વ્યવહાર સમકિતી પણ પાત્ર જીવો છે. શાલિભદ્ર પૂર્વભવમાં ભક્તિભાવથી ખીરનું ઉત્તમ પાત્રમાં દાન આપવાથી આ ભવમાં દેવતાઈ રિદ્ધિ ભોગવી ઉત્તમગતિને પામ્યા. કુંદકુંદાચાર્ય પણ પૂર્વભવમાં સાચાભાવથી મુનિ મહાત્માને શાસ્ત્રનું દાન કરવાથી અદ્ભુત શાસ્ત્રના મર્મને જાણનાર જ્ઞાની થયા. પરમકૃપાળુદેવે પણ પોતાના માતુશ્રી તથા ધર્મપત્નીના હાથે પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજને શાસ્ત્રનું દાન અપાવ્યું હતું. III અતિ શ્રમ વેઠી રે જીવ કૈં કમાણી કરે, સ્વજન-જીવનથી રે અધિક ત્યાં પ્રીતિ ઘરે. શાની ૭ અર્થ :– ખૂબ શ્રમ વેઠી, દૂર દેશાંતર જઈ, અનેક પ્રકારે જીવ કમાણી કરે છે તથા સ્વજન કુટુંબીના જીવનથી પણ અધિક તે ઘનમાં પ્રીતિ રાખે છે. ઘન માટે સ્વજનને મારી નાખવા સુધીના વિચાર પણ તે કરી બેસે છે. તે ઉપર એક દૃષ્ટાંત છે :– બે ભાઈઓનું દૃષ્ટાંત ઃ- અવન્તી નગરીમાં સોમ અને શિવદત્ત નામના બે ભાઈઓએ પરદેશ જઈ અનેક જાતના અધર્મ અને આરંભના વ્યાપારો કરી દ્રવ્ય ઉપાર્જન કર્યું. તે દ્રવ્યને વાંસળીમાં નાખી કમરે બાંધી પોતાના નગર તરફ ચાલ્યા. વારાફરતી વાંસળી જેની પાસે આવે કે તેને એવો વિચાર થાય કે મારા ભાઈને મારી નાખું તો આ સર્વે દ્રવ્ય મારી પાસે જ રહે અને ભાઈને ભાગ આપવો ન પડે. આવા કુવિચારથી તે વાંસળીને મોટાભાઈએ ગંધવતી નદીમાં નાખી દીથી. નાનાભાઈને વાત કરતાં તેણે પણ કહ્યું કે મને પણ આવો જ વિચાર આવ્યો હતો. અહો ! આશ્ચર્ય છે કે ઘન કેવું અનર્થકારી છે. જેના કારણે ભાઈને પણ મારવા માટે પોતે તૈયાર થઈ જાય છે. IIII Page #196 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ સુપાત્રે ન ખરચે રે જરાય જો એ સંપદા, ગુણવાન ગણે તે રે અર્થરૂપી આપદા. જ્ઞાની. ૮ અર્થ - પણ એ સંપત્તિને જો સમ્યદ્રષ્ટિ આદિ ઉત્તમ સુપાત્ર જીવોના દાન માટે વાપરે નહીં અથવા શાસ્ત્રોમાં સાત પ્રકારના ઉત્તમ ક્ષેત્ર કહ્યાં છે તે જિનબિંબ, જિન આગમ, જિન મંદિર, સમ્યવૃષ્ટિ એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓના ઉપયોગમાં વાપરે નહીં તો ગુણવાન એવા જ્ઞાની પુરુષો તે અર્થને અર્થાત્ ઘનને માત્ર આપત્તિ જ જાણે છે. કેમકે તે જીવને મમત્વભાવ કરાવી, બુદ્ધિ બગાડી અંતે અધોગતિમાં લઈ જનાર સિદ્ધ થાય છે. તેના ઉપર એક દ્રષ્ટાંત છે : ચારમિત્રોનું દ્રષ્ટાંત – વસંતપુરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક અને સોની ચાર મિત્રો હતા. ચારે દ્રવ્ય મેળવવા દેશાંતર ચાલ્યા. માર્ગમાં રાત્રે એક ઉદ્યાનમાં વડવૃક્ષ નીચે વિશ્રામ કર્યો. તે વડવૃક્ષની શાખા સાથે એક સુવર્ણનો પુરુષ તેઓના જોવામાં આવ્યો. તે સુવર્ણપુરુષ બોલ્યો કે – “હું અર્થ છું પણ અનર્થને આપનાર છે. તે સાંભળી ભય પામી બઘાએ તેનો ત્યાગ કર્યો, પણ તે સોનીથી તેનો લોભ મૂકાયો નહીં. સોનીએ તે પુરુષને “પડ' એમ કહ્યું એટલે તે પડ્યો. સોનીએ બીજાઓથી છાનો એક ખાઈમાં તેને ગોપવ્યો, પણ સર્વની દ્રષ્ટિ તેના પર પડી. આગળ ચાલતા બે જણ કોઈ ગામની બહાર રહ્યા અને બે જણ ગામમાં ભોજન લેવા માટે ગયા. જે બે ગામ બહાર રહ્યા હતા તેમણે ચિંતવ્યું કે ગામમાં ગયેલા બેય આવે તેવા તેમને તરવાર વડે મારી નાખવા અને પેલું સુવર્ણ લઈ લેવું. જ્યારે બે જણા જે ગામમાં ગયા હતા તેમને એવો વિચાર આવ્યો કે આપણે અન્નમાં વિષ ભેળવીને લઈ જવું કે જે ખાઈને બહાર રહેલા બેય મૃત્યુ પામે અને તે બધું સુવર્ણ આપણને મળી જાય. હવે વિષવાળું અન્ન લઈ જેવા તે આવ્યા કે તેમને ગામ બહાર રહેલા બેય જણે મારી નાખ્યા અને પેલું વિષવાળું ભોજન તેઓ જમ્યા. તેથી તેઓ પણ મરી જઈ દુર્ગતિને પામ્યા. આમ અર્થ છે તે અનર્થનું જ મૂળ છે. મોહમુદ્ગરમાં પણ કહ્યું છે કે : “અર્થમનર્થ ભાવય નિત્ય નાસ્તિ તતઃ સુખ લેશઃ સત્ય; પુત્રાદપિ ઘનભાજાં ભીતિઃ સર્વત્રષા વિહિતા રીતિઃ'-મોહમુદ્ગર અર્થ - અર્થ એટલે ઘનને નિરંતર અનર્થરૂપ જાણો. તે અનર્થરૂપ ઘનથી લેશ પણ સુખ નથી, એ વાતને ખરી માનો. ઘનને ભોગવનારા એટલે અનેક દ્રવ્યની સંપત્તિથી સુખ ભોગવનારા પુરુષોને પુત્ર થકી પણ બીક રહે છે. આ રીતિ (એક ઠેકાણે નહીં પણ) સર્વ ઠેકાણે અવિચળ છે. -મોહમુદુગર ઘન પ્રાપ્ત કરતાં જીવ દુઃખ પામે, તેને સાચવતા પણ ચિંતાદિ દુઃખને અનુભવે તથા તે ઘનને ખર્ચતાં પણ જીવને સુખ ઊપજતું નથી. માટે ઘનની સર્વ અવસ્થા દુઃખરૂપ છે. પરમકૃપાળુદેવ પણ એ વિષે જણાવે છે કે : “જેઓ કેવળ લક્ષ્મીને ઊપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અઘોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્મુલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે.” (વ.પૃ.૧૦૬) પાટા વરા કરી વાપરે રે વિત્તની હોળી સમા, મોજ-શોખમાં વેરે રે ગઈ તે ગઈ જ રમા. જ્ઞાની ૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૬૯ અર્થ - જે પુણ્યથી મળેલા દ્રવ્યને માન મોટાઈ મેળવવા માટે વરા એટલે મોટું જમણ કરી નાતને જમાડવામાં, હોળીમાં જેમ લાકડા નાખીએ તેમ વાપરે, અથવા મોજશોખ માટે ગમે તેવા ફિનાલ ખર્ચા કરીને વાપરે તો તે રમા એટલે લક્ષ્મી ગઈ તે ગઈ જ સમજવી. તેની સાથે પુણ્ય પણ ખવાઈ ગયું. નવું પુણ્ય બાંધ્યું નહીં તેથી તે લક્ષ્મી પૂર્વ ભવે ફરી મળવાની નથી. II પણ ભક્તિથી પાત્રે રે વવાશે જો વિત્ત જરા, એક દાણાનાં ડંડા રે ઘણાં ઘરે જેમ ઘરા- જ્ઞાની. ૧૦ અર્થ - પણ ભક્તિપૂર્વક જો સત્પાત્રે દાન દેવામાં એ લક્ષ્મીનો ઉપયોગ કરવામાં આવશે તો જેમ એક દાણો વાવવાથી તેના ડંડા ઉપર સેંકડો દાણા આવે છે તથા તે બઘા દાણાઓને ફરી વાવવામાં આવે તો આ ઘરા એટલે પૃથ્વી તેના અનેક ડ્રડા બનાવી આપે છે, તેમ સત્પાત્રે દાન દેવાથી તે હજારો ગણું ફળ આપનાર નીવડે છે. તેના પર એક દ્રષ્ટાંત છે : ચાર વહુઓનું દ્રષ્ટાંત - એક શેઠને ચાર વહુઓ હતી. તે દરેકને શેઠે ચોખાના પાંચ પાંચ દાણા આપ્યા. તેમાંથી એક જણીએ તો ખાઈ લીઘા. બીજીએ તેને તુચ્છ જાણી ફેંકી દીધા. ત્રીજીએ તેમાં કોઈ રહસ્ય જાણી ડાબલીમાં મૂકી અંદર કબાટમાં રાખી મૂક્યા. જ્યારે ચોથી વહુએ પોતાના પિયરે તે દાણાઓ મોકલી વાવવા જણાવ્યું. તેનો જે પાક આવે તે પણ પ્રતિ વર્ષે બઘો વાવવો એમ ભલામણ કરી. - હવે પાંચ વર્ષ પછી શેઠે તે દાણાઓ માંગ્યા. પહેલી વહુએ જેણે તે દાણાઓ ખાઈ લીઘા હતા તેને રસોડાનું કામ સોંપ્યું, જેણે ફેંકી દીઘા હતા તેને ઘરનો કચરો કાઢી રોજ બહાર ફેંકવાનું કામ સોંપ્યું. ત્રીજી વહએ જેણે ડાબલીમાં મૂકી રાખ્યા હતા તેને ઘરમાં પૈસા વગેરે સંભાળવાનું કામ સોંપ્યું અને જેણે પિયર મોકલી તે દાણાઓ વવરાવ્યા હતા તેને શેઠે જ્યારે પૂછ્યું ત્યારે તે વહુએ કહ્યું કે બાપુજી, તે દાણાઓ મંગાવવા માટે તો ગાડા જોઈશે. પછી ગાડાઓ મોકલી પિયરથી પાંચ દાણાઓનું હજારો ગણું થયેલું અનાજ મંગાવી શેઠને આપ્યું. શેઠે ઘરનો બળો વહીવટ તે વહને સોંપી પોતે નિવૃત્ત થઈ ઘર્મધ્યાનમાં લાગી ગયા. તેમ સુપાત્રમાં વાવેલું ઘન અનેકગણું થાય છે. (૧૦ તેમ પામો પુણ્યો રે અચિંત્ય માહાસ્ય વડે, સુખ સંપદા સંપજે રે નહીં દુઃખ વિઘ નડે. જ્ઞાની૧૧ અર્થ - દાનના અચિંત્ય માહાસ્ય વડે પુણ્યની કમાણી કરો તો અનેક પ્રકારની સુખ સંપત્તિ આવી મળશે અને કોઈ દુ:ખ કે વિધ્ર જીવને નડશે નહીં. દ્રષ્ટાંત - જેમ શાલિભદ્ર પૂર્વભવમાં ભરવાડના ભાવમાં ભાવપૂર્વક મુનિને ખીર વહોરાવી, તેનું પરિણામ દેવતાઈ રિદ્ધિ મનુષ્યલોકમાં પામ્યા. જે ખીર રડીને બનાવડાવી હતી પણ આત્મજ્ઞાની મહાત્માને વહોરાવતા જરા પણ સંકોચ કર્યો નહીં, પણ આનંદ માન્યો તેનું આ પરિણામ છે. I/૧૧ના મુમક્ષ જનોને રે જે જન દાન કરે; દે મુક્તિનું સાધન રે શિવ-પથ-પ્રીતિ ઘરે. જ્ઞાની. ૧૨ અર્થ - જે ખરા મુમુક્ષુ છે તેને મુક્તિ પ્રાપ્ત કરવામાં સહાયક એવા જ્ઞાનદાન, અભયદાન, આહારદાન અને ઔષથદાનના સાધનો આપે તો તે આપનારને તથા લેનાર બન્નેને મોક્ષમાર્ગમાં પ્રીતિ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ ઉપજાવવાનું કારણ થાય છે. પહેલાના સમયમાં સાધર્માભાઈની નબળી સ્થિતિ હોય તો તેને દૂર કરવા શેઠીયાઓ ગુપ્ત રીતે તેના ઘરે પૈસાની શૈલી પણ મુકી આવતા. કેમકે ઉત્તમ શ્રાવક કદી માંગણી કરે નહીં. સર્વોત્કૃષ્ટ મુમુક્ષુ એવા મુનિ ભગવંતની ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વભવમાં જીવાનંદ વૈદ્યરૂપે સેવા કરી હતી. તો તે મુક્તિને પામ્યા. તે સમયે જીવાનંદ વૈદ્ય જે શેઠ પાસેથી મુનિની ચિકિત્સા કરવા રત્નકંબળ, બાવનાચંદન અને લક્ષપાત તેલ વિના મૂલ્યે લાવેલા. તે શેઠ પણ સર્વોત્તમ પાત્રદાનના કારણે તે જ ભવે દીક્ષા ગ્રહણ કરીને મુક્તિને પામી ગયા. ।।૧૨।। 390 જેમ મંદિર ચણતો રે કારીગર ઊંચો ચઢે, તેમ દાન દેનારો રૈ ઉન્નતિ નિજ ઘડે. જ્ઞાની ૧૩ = અર્થ ઃ— જેમ મંદિરને ચણનાર કારીગર નીચે પાયામાંથી ચણતો ચણતો ઊંચે ચઢે છે તેમ દાન દેનારો શ્રાવક પણ દિનોદિન ભાવનિર્મળતાને લીધે આત્મોન્નતિને સાથે છે. ઘીના વેપારીનું દૃષ્ટાંત :– પાલિતાણામાં મંદિરના જિર્ણોદ્ધાર પ્રસંગે એક ગરીબ ઘીના વેપારી શ્રાવકે ઘી વેચી એક રૂપિયાની કમાણી કરી. તેને મન એ સર્વસ્વ હતું. તે મંદિરમાં જિર્ણોદ્ધારમાં આપી દીધું. મોટા શ્રાવકોએ તેનું નામ સૌથી પહેલા મોખરે લખ્યું, કારણ તેણે પોતાનું સર્વસ્વ આપ્યું છે, જ્યારે બીજાએ તો પોતાની મૂડીમાંથી અમુક ભાગ આપ્યો છે. હીરાલાલનું દૃષ્ટાંત :– તેવી જ રીતે સભામઘ્યે એકવાર પરમકૃપાળુદેવ બિરાજમાન હતા. પરમશ્રુત પ્રભાવક મંડળની ટીપ ચાલતી હતી. તે ટીપનું કાગળ જોઈ એક મુમુક્ષુભાઈ હીરાલાલ વિચારવા લાગ્યા કે મારી પાસે ખાનગી રૂપિયા એકવીશ ડબ્બીમાં છે. તે બધા જ્ઞાનદાનમાં આપી દઉં, પણ બીજાની આગળ તો મારી એ જાજ રકમ ગણાય ત્યારે પરમકૃપાળુદેવ જ્ઞાનબળું જાણીને બોલ્યા કે હીરાલાલ, કેમ વિચારમાં પડી ગયા? તમારી ડબ્બીમાં ખાનગી એકાવન રૂપિયા છે તથા તમારી સર્વસ્વ આપવાની ભાવના થવાથી તે જૂજ ૨કમ નથી પણ વિશેષ છે. પછી તેમણે એકાવન રૂપિયા ટીપમાં લખાવ્યા. અને ઘેર જઈ જોયું તો ડબ્બીમાં પુરા એકાવન રૂપિયા હતા. એમ દાન દેનારા જીવો આત્મોન્નતિના પથ પર દિનોદિન ચઢતા જાય છે. ।।૧૩। તે શુદ્ધ તન મન વચને રે આહારનું દાન કરે, સુપાત્રના યોગે રે ભોદધિ ભવ્ય તરે. જ્ઞાની ૧૪ અર્થ :– શુદ્ધ તન, મન અને મીઠા વચનવડે જે ભવ્યાત્મા સુપાત્ર જીવોનો યોગ પામી આહારનું દાન કરે છે તે ભવ્ય પુર્ણિયા શ્રાવકની જેમ ભવરૂપી ઉદધિ એટલે સમુદ્રને તરી જાય છે. : નંદીષેણના પૂર્વભવનું વૃષ્ટાંત – એક શેઠ બ્રાહ્મણોને ભોજન આપવામાં ધર્મ માની હજારો બ્રાહ્મણોને જમાડતો. ત્યાં એક વ્યક્તિ નોકર તરીકે રહ્યો. તેણે શરત કરેલ કે બધાને જમાડતા જે શુદ્ધ ભોજન વધે તે મને આપવું. તે નોકર આ શુદ્ધ ભોજન લઈ ભાવપૂર્વક જ્ઞાની મુનિ મહાત્માઓને દાન આપતો. તેના ફળ સ્વરૂપ તે નોકર, શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ થઈ દીક્ષા લઈ સ્વર્ગે ગયો. જ્યારે હજારો બ્રાહ્મણને જમાડનાર તે શેઠ શ્રેણિક મહારાજાનો સેચનક નામનો પટ્ટ હાથી થયો. તેમ બાહુબલિના પુત્ર શ્રેયાંસકુમાર તથા ચંદનબાળા જેવા અનેક જીવોએ ભગવાન જેવા સર્વોત્કૃષ્ટ પુરુષોને દાન આપી તે જ ભવે મુક્તિને મેળવી છે. ।।૧૪। Page #199 -------------------------------------------------------------------------- ________________ (૩૧) દાન ૩૭૧ ઇન્દ્રાદિક દેવો રે અતિ અભિલાષ ઘરે, મળે માનવભવ યદિ રે દાનાદિક ઘર્મ કરે. જ્ઞાની. ૧૫ અર્થ - ઇન્દ્રાદિક દેવો પણ એવી અતિ અભિલાષા ઘારણ કરે છે કે ક્યારે અમને માનવજન્મ મળે અને અમે પણ દાન, શીલ, તપ, ભાવઘર્મને આરાથી મુક્તિને પામીએ. ૧૫ના શિવ-હેતુ સુચારિત્ર રે ઘર મુનિ અંગ-બળે, બળ અન્નથી આવે રે તે તો ગૃહી-ઘેર મળે. જ્ઞાની૧૬ અર્થ - મોક્ષપ્રાપ્તિનું કારણ સમ્યકુચારિત્ર છે, અર્થાતુ સમ્યક આચાર છે. તે જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારે મુનિ પાળે છે. તે આચાર પાળવામાં શરીરના અંગોપાંગનું બળ જરૂરી છે. તે શરીરબળ અન્નથી આવે છે. અને તે અન્ન તો ગૃહસ્થના ઘેરથી મળે છે. માટે ગૃહસ્થો દાન ઘર્મવડે મુનિઓને આહાર આપી ઘર્મ આરાધવામાં મદદરૂપ બની પોતાનું કલ્યાણ સાથે છે. છીતુભાઈનું દ્રષ્ટાંત :- શ્રી છીતુભાઈ પહેલીવાર આશ્રમમાં આવ્યા ત્યારે શ્રી રણછોડભાઈનો સમાગમ થયો. તેમણે છીતુભાઈને કહ્યું કે આ મહાત્મા પ.પૂ.પ્રભુશ્રીજીના પેટમાં આપણા અનાજનો એક કણ પણ જાય તો ચૌદ રાજલોકને જમાડવા જેટલું પુણ્ય થાય. કેમકે એ સાચા આત્મજ્ઞાની મુનિ ભગવંત છે માટે. ૧૬ાા આહારાદિ દાને રે ગૃહસ્થ જ ઘર્મ ઘરે, ગુરુભક્તિ જ તેથી રે સુઘર્મની ધુરા, ખરે! જ્ઞાની. ૧૭ અર્થ - આહાર, જ્ઞાન, ઔષધિ આદિના દાન વડે ગૃહસ્થો ઘર્મ પામી શકે છે. તેથી શ્રાવકે ગુરુભક્તિને આહારાદિ દાન વડે સાચવી રાખવી, એ સતઘર્મને શુરા એટલે ઘૂસરી સમાન ટકાવી રાખવા બરાબર છે. - બળદેવમુનિનું દ્રષ્ટાંત :- બળદેવમુનિ સદા જંગલમાં જ રહેતા હતા. ત્યાં એક હરણ તેમને કોઈ સ્થાને આહારનો જોગ હોય તો ઇશારાથી લઈ જતું. એકવાર ત્યાં કઠિયારો આવ્યો. ભોજન બનાવ્યું જાણી હરણ, મુનિને ત્યાં લઈ આવ્યું. કઠિયારો ભાવપૂર્વક ગુરુભક્તિ સહિત મુનિને આહારદાન આપવા લાગ્યો તથા હરણ તે બધું જોતો અનુમોદન કરવા લાગ્યો. બઘા ઝાડ નીચે ઊભા હતા. તે ઝાડની મોટી ડાળ તૂટીને નીચે પડી. તે વખતે ત્રણેયના એક સાથે મરણ થયા. પણ ભાવપૂર્વક આહારદાનના પ્રભાવે તથા હરણના પણ ગુરુભક્તિના સાચા અનુમોદનના કારણે મુનિ ભગવંત, રથકારક અને હરણ એમ ત્રણેય ત્યાંથી મરણ પામીને પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. એમ સુધર્મની ધુરા એટલે ઘુસરીને ઘારણ કરનાર એવા ગુરુભગવંતની આહારાદિ દાન વડે ભક્તિ કરી ગૃહસ્થ ઉત્તમ ગતિને પામી શકે છે તેમજ પશુ જેવા પણ દાનના ભાવ માત્રથી ઉચ્ચ ગતિને પામી શકે છે. /૧ળા. બોઘામૃત ભાગ :૩' માંથી :- “તમે દાનભાવના જણાવી તે વાંચી. એક પુસ્તક “જીવનકળા” ફરીથી છપાય છે તે હાલ મોંઘવારીને લીધે વિશેષ ખર્ચ થાય તોપણ છ આના કિંમત હાલ છે તે ચાલુ રાખવાનો વિચાર ટ્રસ્ટીઓનો છે; તેમાં મદદરૂપે તે રકમ આપવા વિચાર થાય તો પણ જ્ઞાન-દાનરૂપ હિતકારી છેજી... કષાયોમાં લોભની મુખ્યતા છે. જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી, તેના ભાવ પણ ઓછા. નવું મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લોભ ઘટાડવાનો Page #200 -------------------------------------------------------------------------- ________________ 372 પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે. સમજણ વગર સંતોષ આવવો દુર્લભ છે. સમજણ પ્રાપ્ત થવા સત્સંગની જરૂર છેજ.(પૃ.૪૬૭) પોતાની હયાતી બાદ પૈસા ખર્ચાય તેના કરતાં પોતાની હયાતીમાં ખર્ચાય તે પોતાના ભાવની વિશેષ વૃદ્ધિનું કારણ છે. જે વચનામૃતો આપણને અંત સુથી મદદ કરનાર નીવડે છે તે વચનો બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ઘનનું સાઘન હોય તે તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ઘનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે મફત યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય.” (પૃ. 689) બહુ પાપના પુજે રે અશક્ત ગૃહસ્થ અતિ, વ્રત-સાઘન લૂલાં રે વળી ન વિશાળ મતિ. જ્ઞાની. 18 અર્થ:- ઘણા પાપના ઢગલાથી જે ગૃહસ્થ ઘર્મ આરાઘવામાં અતિ અશક્ત છે. જે બાર વ્રત વગેરે પાળવામાં ભૂલો છે. વળી જેની વિશાળ બુદ્ધિ નથી તેવા જીવો પણ દાનધર્મથી તરી ગયા છે..૧૮ાા પણ એક સુપાત્રે રે દાન દે ભાવ કરી, મન શુદ્ધિ કરી જો રે મળી તેને નાવ ખરી. જ્ઞાની૧૯ અર્થ - એવા અશક્ત ગૃહસ્થો પણ જો સુપાત્ર જીવોને, મન શુદ્ધિ કરીને સાચાભાવવડે દાન આપે તો તેને ભવસમુદ્ર તરવાને માટે ખરેખર નાવ મળી ગઈ એમ માનવું. એના ઉપર ભગવાન મહાવીરના પૂર્વભવનું દ્રષ્ટાંત છે : નયસારનું દ્રષ્ટાંત - પૂર્વભવમાં ભગવાન મહાવીરનો જીવ નયસાર નામે રાજાનો સેવક હતો. તે લાકડા કપાવવા માટે રાજાની આજ્ઞાથી જંગલમાં ગયેલો. ત્યાં ભોજનનો સમય થયે રસોઈ બનાવરાવી મનમાં એવી ભાવના ભાવવા લાગ્યો કે કોઈ મુનિ મહાત્મા પઘારે તો તેમને વહોરાવી ભોજન કરું. તેના ઉત્તમભાવથી આકર્ષાઈને માર્ગથી ભૂલા પડેલા મુનિ ભગવંતો ત્યાં આવી ચઢ્યા. તેમને ભાવપૂર્વક ગોચરી વહોરાવી મુનિને રસ્તો બતાવવા તે વળાવા ગયો. ત્યાંથી છૂટા પડતાં મુનિ ભગવંતે કહ્યું કે જેમ મને તેં આ નગરનો માર્ગ બતાવ્યો તેમ તને હું મોક્ષરૂપી નગરમાં જવાનો મૂળ માર્ગ દર્શાવું છું તે તું સાંભળ. એમ કહી ઉપદેશ આપ્યો. તે સાંભળીને નયસાર સમકિતને પામ્યો. ત્યાંથી ભગવાન મહાવીરના મોટા સત્યાવીશ ભવની ગણત્રી કરવામાં આવે છે. ||19aaaa મૂળમાં પટ નાનો રે નદીનો વિશાળ થતો, જતાં સાગર પાસે રે વિસ્તીર્ણ ને વેગવતો,- જ્ઞાની. 20 અર્થ:- નદીનો પટ મૂળમાં નાનો હોય છે પણ તે જેમ જેમ સાગર એટલે સમુદ્ર ભણી જાય છે તેમ તેમ તે વિશાળ અને વેગવાળો બનતો જાય છે. ૨૦ના તેમ દાન-નદી જો રે અતિથિ-કરે છે જરી, યશ સાથ વઘે તે રે શિવોદધિ સુંઘી ખરી. જ્ઞાની૨૧ અર્થ :- તેમ દાનરૂપી નદી અતિથિ એટલે આત્મજ્ઞાની મુનિના કર એટલે હાથમાં થઈ જો જરી પણ પસાર થાય તો તે યશ આપવાની સાથે સાથે ઠેઠ મોક્ષરૂપ ઉદધિ એટલે સમુદ્ર સુધી લઈ જાય છે.