SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ બીજો અર્થ રખ્યા અર્થાત્ રાખોડી થાય છે. તે યોગીપુરુષના શરીરે શોભા પામે છે તે તેમનો સંસારથી વિરક્તભાવ બતાવે છે. ૪૭થી ફર્ટી કુંવરી પૂછે વળી: “ચાલે નહીં, પ્રિય નારીને, યમુના નદી સમ શું? કહો ક્યાં? એક શબ્દ વિચારને.” કચવર', કહે કુંવર, “સુણો, તમ શિર પર શોભે અતિ.” સુણ કુંવરી પ્રીતિમતી વરમાળ ઝટ આરોપતી. ૪૮ અર્થ - ફરી કુંવરીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે જે નારીને પ્રિય છે અને જેના વિના તેને ચાલે નહીં તે શું? વળી યમુના નદી સમાન શું છે? તથા તે ક્યાં રહે છે? તેનો ઉત્તર વિચારીને એક જ શબ્દમાં કહો. અપરાજીત કુંવરે એક જ શબ્દમાં જવાબ આપ્યો કે “કચવર.' કચવર એટલે માથાનો કેશપાશ અથવા ચોટલો. જે સ્ત્રીઓને પ્રિય છે. જેના વિના સ્ત્રીને ચાલે નહીં, તથા જે કેશપાશ કે ચોટલાનો વળાંક યમુનાનદી જેવો છે, તેમજ જે તમારા શિર ઉપર જ શોભી રહ્યો છે. આવો બરાબર ઉત્તર સાંભળીને કુંવરી પ્રીતીમતિએ અપરાજીત કુંવરના ગળામાં શીધ્ર વરમાળા આરોપી દીધી. ૪૮ના પરણ્યા પછી નિજ દેશ જાતાં સ્વજન સૌ રાજી થયાં, ને રાજ્ય અપરાજિતને દઈ તાત ત્યાગી થઈ ગયા; પટરાણીપદ કે પ્રીતિમતીને વિમલને મંત્રી કર્યો, સર્વે પ્રજા સુખી થવાથી યશ અતિ નૃપતિ વર્યો. ૪૯ અર્થ :- બન્ને પરણ્યા પછી પોતાના સ્વદેશ જતાં સૌ સ્વજન રાજી થયા તથા રાજ્ય અપરાજીત કુંવરને આપી દઈ પિતા શ્રી શ્રી રાજા દીક્ષા લઈને ત્યાગી થયા. હવે અપરાજિત રાજાએ પ્રીતિમતીને પટરાણીનું પદ આપ્યું તથા વિમલબોઘને મંત્રી પદે સ્થાપ્યો. સર્વ પ્રજાજનો સુખી થવાથી રાજાને ઘણો જશ પ્રાપ્ત થયો. I૪૯ાા નૃપ એકદા રસ્તે Èછે : “આ કોણ દેવ સમો સુખી?” મંત્રી કહે છે : “દેવ સમ એ વણિક-જનમાં છે મુખી.” બીજે દિને ત્યાંથી જતાં કકળાટ સુણી પૂછે ફરી, મંત્રી કહે : “એ કાલવાળો વણિક આજ ગયો મરી.” ૫૦. અર્થ – અનંગદેવનું દૃષ્ટાંત - એકવાર રાજા ઉદ્યાનમાં જતાં દ્રશ્ય જોઈને પૂછવા લાગ્યો કે આ દેવ સમાન કોણ સુખી જણાય છે?” ત્યારે મંત્રી કહેવા લાગ્યો કે આ તો આપણા નગરમાં સમુદ્રપાળ નામના ઘનાઢ્ય વ્યાપારીનો અનંગદેવ નામનો પુત્ર છે. તે અહીં પોતાની રમણીય સ્ત્રીઓ સહિત ક્રીડા કરે છે અને યાચકોને દાન આપે છે. તે સાંભળી અહો! મારા નગરમાં વ્યાપારી પણ આવા ઘનાઢ્ય અને ઉદાર છે તેથી હું ઘન્ય છું. એમ વિચારતો વિચારતો તે ઘેર આવ્યો. બીજે જ દિવસે નનામી ઉપાડીને જતા પુરુષોને તથા પાછળ છાતી ફાટ વિલાપ કરતી સ્ત્રીઓને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ શું છે? ત્યારે મંત્રીએ કહ્યું કે મહારાજ ! ગઈ કાલે ક્રીડા કરતો જોયેલ વ્યાપારીનો પુત્ર અનંગદેવ તે આજે મરી ગયો છે. તેથી આ છાતી ફાટ વિલાપ થાય છે. પિતા
SR No.009274
Book TitlePragnav Bodh Part 01 - Pages From 201 to 400
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size101 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy